________________
आगमप्रतिपक्षनिराकरणम्
१९३
नीति यदेतस्मिन्कागदविहारणं प्रोक्तम्, तदाधुनिकत्वमेतस्य सूचयति । यतः श्रीऋषभजिनकाले साधूनां पुस्तकपरिग्रहः क्वापि नोक्तः । श्रीवर्द्धमानजिनतीर्थेऽपि नवशताशीतिवर्षातिक्रमेषु पुस्तकपरिग्रहः साधुभिः कृतः प्रज्ञाया हीनत्वेन । ततो विज्ञायते यदाधुनिकं कागदविहारणमेतस्मिन्नुक्तम्, तस्मादाधुनिकमेतत् ।।१५।।
તથા પૂજાના અધિકારમાં કહ્યું છે કે – સાધુઓના કાગળદોરા સાથેના વસ્ત્રો વાપરવા. અહીં જે કાગળ વાપરવાની વાત કરી, તે સૂચવે છે, કે આ ગ્રંથ આધુનિક છે. કારણ કે શ્રી ઋષભજિનના કાળે ક્યાંય સાધુઓનું પુસ્તકગ્રહણ કહ્યું નથી. શ્રીવર્ધમાનજિનના તીર્થમાં પણ ૯૮૦ વર્ષ ગયા બાદ પ્રજ્ઞાની હાનિથી સાધુઓએ પુસ્તકગ્રહણ કર્યું. માટે જણાય છે, કે જે આમાં વર્તમાનકાલીન કાગળ વાપરવાની વાત કરી છે માટે खा शास्त्र आधुनिङ छे. ॥१५॥
तथा द्वादशाध्यायी सामवेदोपनिषदुक्ता, पञ्चाध्यायी तु अथर्वणवेदोपनिषदुक्ता । अग्रेतना अपि ग्रन्थाश्चेदुपनिषन्नाम्न युष्माभिरुच्यन्त उपनिषदः कस्य वेदस्य ? अथ चेदेतेऽग्रेतनग्रन्था उपनिषन्नाम्ना भवद्भिः कीर्त्यन्ते न पुनरेतस्य वेदस्येमा उपनिषद इति विभागश्च यन्नोच्यते, तस्माद् विज्ञायते यदेतदाधुनिकम् ।।१६।।
તથા દ્વાદશાધ્યાયી સામવેદોપનિષમાં કહી છે. પંચાધ્યાયી તો અથર્વણવેદોપનિષમાં કહી છે. આગળના ગ્રંથો પણ જો તમે ઉપનિષદ્-નામથી કહો છો, તો ઉપનિષદો કયાં વેદના