________________
आगमप्रतिपक्षनिराकरणम्
२०१ ___ एवं श्रीप्रज्ञापनायां प्राप्ताहारकलब्धीनां चतुर्दश-पूर्वविदामपि प्रमादपङ्कनिमग्नानां व्यक्ते च चातुर्गतिक-संसारारण्यपर्यटने प्रतिपादितेऽपि-ये भविष्यन्ति चतुर्दशपूर्वविदस्ते गतिचतुष्के पर्यटन्तः प्राप्यन्ते, न तु यैश्चतुर्दशपूर्वाणि अधीतानि । (ते) न पतन्ति दुर्गतिमहान्धुगर्ने - एवं यन्निगद्यते, तदपि सकलસિદ્ધાન્તવિરુદ્ધમાં - આ રીતે શ્રીપ્રજ્ઞાપનામાં આહારક લબ્ધિ પામેલા ચૌદ પૂર્વીઓ પણ પ્રમાદરૂપી કાદવમાં ડુબે, તો ચાર ગતિરૂપ સંસારાટવીમાં ભમે છે, એવું સ્પષ્ટ કહ્યું હોવા છતાં પણ – જે ચૌદ પૂર્વી થવાના છે, તેઓ ચાર ગતિમાં ભમતાં પ્રાપ્ત થાય છે, પણ જેઓ ચૌદ પૂર્વ ભણી ગયા છે, તેઓ ચારગતિમાં પ્રાપ્ત થતા નથી, તેઓ દુર્ગતિના કૂવાના પેટાળમાં પડતાં નથી - એવું જે કહેવાય છે, તે પણ સર્વ સિદ્ધાન્તથી વિરુદ્ધ છે. ____ यतः प्रमादपतिता अनेकेऽपि चतुर्दशपूर्वविदः परिभ्रान्ताः संसारमहाकान्तारे, यथा श्रीभुवनभानुकेवलिजीवः । तेन हि स्वरूपं प्ररूपयता चतुर्दशपूर्वेष्वधीतेष्वपि निद्रादिप्रमादवशवर्तितया स्वास्येनापारसंसारपर्यटनं समादिष्टमिति ।
કારણ કે પ્રમાદમાં પડેલા અનેક ચૌદ પૂર્વીઓ સંસાર મહાટવીમાં ભમ્યા છે. જેમકે ભુવનભાનુ કેવળીનો જીવ. તેમણે પોતાનું સ્વરૂપ જણાવતા પોતાના મુખે જ કહ્યું છે કે તેમણે ચૌદ પૂર્વે ભણ્યા પછી પણ નિદ્રાદિ પ્રમાદને વશ થઇને અપાર સંસારમાં ભ્રમણ કર્યું.
૧. ૬ - વ્યવ |