________________
आगमप्रतिपक्षनिराकरणम्
१९९ કહી છે. આ ગ્રહ જ કલ્પસૂત્રનું સમર્થન કરે છે, અને કુશાસ્ત્રનું ઉત્થાપન કરે છે.
तथाहि-समणे भगवं महावीरे पंचहत्थुत्तरे हुत्थाइतिवचनात्श्रीवीरस्योत्तरफाल्गुन्यां जनुरभूत् । उत्तरफाल्गुनीपादत्रयं हस्तचित्रार्द्ध कन्याराशिः प्रोच्यते । तेन श्रीवीरस्य जन्मराशिः कन्या । एतस्मिन्पुनर्जन्मराशौ श्रीवीरस्य निर्वाणसमय एष ग्रहः समाजगाम । तदन्वेनं राशिं भुजान एष ग्रहो वर्षसहस्रद्वयलक्षणैकराश्यवस्थानसमयस्य पर्णीभूत-प्रायत्वेनैतद्राशेरन्ते वर्तत इत्येतस्मिन्नुक्तेप्यर्थे र्येषां न प्रत्ययः, तैर्निशि यदा चित्रामस्तकोपरि स्यात्तदा एतं ग्रहं शिरस्थं विलोक्य श्रीआगम एकान्तप्रत्ययितैरेतदाधुनिकविरुद्धवाक्यं सञ्चिन्त्येति निर्णयः कर्तव्यः ।
તે આ રીતે – શ્રમણ ભગવાન મહાવીરના પાંચ પ્રસંગ ઉત્તરાફાલ્યુની નક્ષત્રમાં થયા હતાં-આ વચનથી ઉત્તરાફાલ્ગનીમાં શ્રી વીરનો જન્મ થયો. ઉત્તરા ફાલ્યુનીના ત્રણ ચરણ અને હસ્તચિત્રાનો અડધો ભાગ કન્યારાશિ કહેવાય છે. તેથી શ્રીવીરની જન્મરાશિ કન્યા છે. આ જન્મ રાશિમાં શ્રીવીરના નિર્વાણ સમયે આ ગ્રહ આવ્યો. ત્યાર બાદ આ રાશિને ભોગવતો આ ગ્રહ બે હજાર વર્ષ સુધી એક રાશિમાં રહેવાનો સમય લગભગ પૂરો થયો હોવાથી આ રાશિના અંતમાં રહેલો છે. આ અર્થ કહ્યો હોવા છતાં પણ જેમને વિશ્વાસ ન હોય, તેમણે રાતે જ્યારે આ ગ્રહ ચિત્રાના મસ્તક પર હોય, ત્યારે તેને મસ્તક ૧. - પૂfમૂo |
૧૫