________________
१९४
आगमोपनिषद् છે ? જો આ આગળના ગ્રંથોને પણ તમે ઉપનિષદુનામથી કહો છો, પણ આ વેદના આ ઉપનિષદો એમ વિભાગ નથી કહેતા, એનાથી જણાય છે કે આ ગ્રંથ આધુનિક છે. ૧કા
तथा श्रीऋषभजिनकाले यदा वेदाः श्रीभरतेन कृतास्तदा तेषामार्यत्वमभूत्, तेन तदा सिद्धान्ते तेषमनार्यत्वं नोक्तम् । पश्चाद् गच्छति समये सुलसा-याज्ञवल्क्यादिभिरनार्येषु कृतेषु वेदेषु श्रीवीरजिनकालीनसिद्धान्ते गणधरैस्तेषामनार्यत्वं प्रोक्तम्। एवं सति यदेतस्मिन्श्रीवीरजिनकालीनसिद्धान्तोक्तऋग्वेदादिचतुर्वेदमिथ्याश्रुतत्वोपनयनाय युक्तिस्फोरणं क्रियते तदाधुनिकत्वमेतस्य व्यञ्जयति ।।१७।।
તથા જ્યારે શ્રી ઋષભજિનના સમયમાં શ્રીભરતે વેદો બનાવ્યા, ત્યારે તે (વેદો) આર્ય હતાં. તેથી ત્યારે સિદ્ધાન્તમાં તેમને અનાર્ય નથી કહ્યા. પછી સમય જતાં સુલસા-યાજ્ઞવક્ય વગેરેએ અનાર્ય વેદો કર્યા, ત્યારે શ્રીવીરજિનના સમયના સિદ્ધાન્તમાં ગણધરોએ તેમને અનાર્ય કહ્યા. આ સ્થિતિમાં જે આ શાસ્ત્રમાં શ્રીવીરજિનના સમયના સિદ્ધાન્તમાં કહેલા ઋવેદ વગેરે ચાર વેદમાં મિથ્યાશ્રતપણાને બતાવવા યુક્તિની ફુરણા કરાય છે, તે પ્રગટ કરે છે, કે આ ગ્રંથ આધુનિક છે. ૧૭
तथा अन्नत्थ सत्थपरिणएणं-इत्यत्रान्यत्र शस्त्रपरिणतेभ्यः पृथिवीकायिकादिभ्य इत्यन्यत्रशब्दव्याख्यां सम्यगविज्ञायान्यस्थशस्त्रे परिणतेऽन्यथा यत्तद्व्याख्यानं कृतम्, तदपि सूचकमेतस्याधुनिकत्वस्य ।।१८।।