________________
आगमप्रतिपक्षनिराकरणम्
१७९ ગતિ કહી છે. આ રીતે પાંચમા દેવલોકથી ઉપર દેવલોકના સુખની પ્રાપ્તિ શ્રીજિનધર્મના માહાસ્યથી જ કહી છે, તો પછી 'શ્રીજિનધર્મના માહાભ્યથી કોઇ સાંસારિક સુખ ન થાય' એવું આ વચન યુક્તિસંગત શી રીતે થાય ?
अन्यच्च जिनधर्मात्सुखं किमपि सांसारिकं न स्यादित्येवमेकत्र प्रतिपाद्यत एतस्मिन्नित्यत्र तु चारित्राराधनेन सर्वार्थसिद्धिं यावद्गतिः प्रतिपाद्यत इति प्रकट एव पूर्वापरविरोधः ।।२०४।।
બીજું એક સ્થાને આમાં એમ કહેવાય છે કે જિનધર્મથી કોઇ સાંસારિક સુખ ન થાય, અને અહીં તો ચારિત્રની આરાધનાથી સર્વાર્થસિદ્ધિ સુધી ગતિ કહેવાય છે, માટે પૂર્વાપર વિરોધ પ્રગટ જ છે. ૨૦૪
तथा ब्रह्मकमनीयसिद्धिग्रन्थे यत् प्रतिपाद्यते वृत्तिकारादिभिः सूत्रस्य पर्यायमात्रं व्याख्यायते, न तु भावार्थः | स पुनरनेनैव शास्त्राभासेन प्ररूप्यत इति तदपि विरुद्धम् । यतः पर्यायमात्रं तु प्रायो व्याख्यां विनापि प्रतीयते । व्याख्या तु व्याख्यातो विशेषप्रतिपत्तिरितिवचनाद्विशेषप्रतिपत्त्यर्थं क्रियते। सा चेन्न भवति वृत्त्यादितस्तदा तद्विधानं निरर्थकमेव स्यादिति। - તથા બ્રહ્મકમનીયસિદ્ધિ ગ્રંથમાં જે કહેવાય છે, કે વૃત્તિકારો વગેરે સૂત્રનો માત્ર પર્યાય કહે છે, ભાવાર્થ નહીં. ભાવાર્થ તો આ જ શાસ્ત્રાભાસથી કહેવાય છે. તે પણ વિરુદ્ધ છે. કારણ કે માત્ર પર્યાય તો પ્રાયઃ વ્યાખ્યા વિના પણ જણાય છે.