________________
१८३
आगमप्रतिपक्षनिराकरणम् અને અન્ય પણ ઇન્દ્ર દ્વારા અપાયેલ રથમુશલ સંગ્રામમાં લાખો મનુષ્યો મરીને તેમાંથી બે જીવ સિવાય બધા તિર્યંચ અને નરકગતિમાં ગયા છે, એમ કહ્યું છે. ___एवं सत्यपि श्रीमदागमोपदिष्टे चेटककोणिक नृपतिसङ्ग्रामे न कोऽपि मनुजः शस्त्रहतः परासुरभूदित्येतदपि भूतनिह्नवाख्यमलीकं ज्ञेयम् ||२१०।।
એમ શ્રી આગમમાં કહ્યું હોવા છતાં પણ ચેટક-કોણિક રાજાના યુદ્ધમાં કોઇ પણ મનુષ્ય શસ્ત્રથી હણાઇને મર્યો નથી, એ પણ જે હતું તેને સંતાડવારૂપ જુઠાણું સમજવું. ર૧૦ ___ एवमेवमादीनि बहुन्यपि विरद्धानि ब्रह्मकमनीयसिद्धौ। तथैतस्मिन्शास्त्राभासे यत्सन्धानजातस्यात्यन्तनिर्वेदिनोऽपि दीक्षामात्रमेव देयम्, न तु काचिद्विशेषपदवी तस्य यत्प्रतिपाद्यते, तदपि विरुद्धम्, चेदेवमेकान्तः स्यात्, तदा श्रीवीरेण द्वयोर्गणभृतोः सन्धानजयोरपि कथं दत्ता गणभृत्पदवी ? तस्माद् योग्यस्य सन्धानस्यापि पदवी देया । अयोग्यस्यान्यस्यापि न देयेति स्थिते सत्यपि यदेकान्तेन सन्धानजस्य पदवी निषिध्यते, तद्विरुद्धम् ।।२११।।
એવા એવા ઘણા વિરુદ્ધ વચનો બ્રહ્મકમનીયસિદ્ધિમાં છે. તથા આ શાસ્ત્રાભાસમાં જે એમ કહ્યું છે કે – અકુલીન વ્યક્તિ અત્યંત વૈરાગ્યવાન હોય, તો પણ તેને માત્ર દીક્ષા જ આપવી. પણ કોઇ વિશેષ પદવી ન આપવી - આ પણ વિરુદ્ધ છે.
१. क - खप्रतौ 'अकुलीनस्य इति स्पष्टीकृतम् । २. क - ०ग्यस्यासन्धा० ।