________________
૧૮૦
आगमोपनिषद् 'વ્યાખ્યાથી વિશેષ જણાય છે' એ વચનથી વિશેષજ્ઞાન માટે વ્યાખ્યા કરાય છે. જો વૃત્તિ વગેરેથી વિશેષજ્ઞાન ન થતું હોય, તો તેની રચના કરવી એ નિરર્થક જ થાય.
तथा टीकादिभिश्चेद्विशेषावबोधो न स्यात्तदा 'इति भाव, इति तात्पर्यार्थ इत्यादीनि पदानि तत्र कथं सङ्गच्छत इति। तस्मादेतद् भूतनिह्नवाख्यं महदलीकं विज्ञेयम्, यट्टीकाकारैः पर्यायमात्रमेव व्याख्यातम्, न तु भावार्थ इति ||२०५।। - તથા જો ટીકા વગેરેથી વિશેષજ્ઞાન ન થતું હોય, તો 'એવો ભાવ છે, એવો તાત્પર્યાર્થ છે,' વગેરે ટીકામાં જોવા મળતાં શબ્દો શી રીતે સંગત થાય ? માટે આ જે છે, તેને છુપાડવા રૂ૫ મોટું જુઠાણું સમજવું કે – જે ટીકાકારોએ માત્ર પર્યાયની જ વ્યાખ્યા કરી છે, ભાવાર્થની નહીં. ર૦પો.
तथा-यथा विना वारि सरो निरर्थकम्, विना प्रेम वनिताकिञ्चित्करीत्यादिनिदर्शनैः सङ्गीतं विना नैरर्थक्यं धर्मस्य यत्प्रतिपाद्यते तदपि विरुद्धम्, यतो गजसुकुमाल-दृढप्रहारिमेतार्यप्रभृतयस्तपोधना व्युत्सृष्टदेहाः सङ्गीताभ्यासं विनैव परमपदं प्राप्ताः सम्प्राप्य पञ्चमावबोधम् ।
તથા - જેમ પાણી વિના સરોવર ફોગટ છે, પ્રેમ વિના સ્ત્રી વ્યર્થ છે, એવા દૃષ્ટાન્નોથી સંગીત વિના ધર્મ ફોગટ છે, એવું જે કહેવાય છે, તે પણ વિરુદ્ધ છે. કારણ કે ગજસુકુમાલ, દઢપ્રહારી, મેતારજ વગેરે મુનિઓ શરીરને વોસિરાવીને સંગીતના અભ્યાસ વિના જ કેવળજ્ઞાન પામીને પરમપદ પામ્યા છે.