________________
૧૬૭
आगमप्रतिपक्षनिराकरणम् ધર્માર્થીપણે આચરે છે. તેમને અનાભોગથી વિરુદ્ધ આચરણ કરવાને કારણે અનાભોગિક (મિથ્યાત્વ છે.) I/૧૮૦.
एवं पञ्चानामपि मिथ्यादर्शनविशेषाणां प्रादुर्भावो भावितः। अथ सामान्येनापि मिथ्यात्वोद्गमो विभाव्यते । तथाहि-निर्बीजयोगिसमभ्यर्चितामहत्प्रतिमितिमपि नाभिनमेत एवंविधैर्वचनैरेतदुक्तमन्त्राक्षरानधिवासिततनुमता पूजिता जिनप्रतिमितिरप्यवन्धतयोक्ता ।
આ રીતે પાંચે ય મિથ્યાદર્શન-વિશેષના આવિર્ભાવનો વિચાર કર્યો. હવે સામાન્યથી પણ મિથ્યાત્વના ઉદયનો વિચાર કરાય છે. તે આ રીતે નિર્ભીયોગી વડે પૂજિત અરિહંત પ્રતિમાને પણ ન નમવું - આવા વચનોથી એણે કહેલ મંત્રાક્ષરોથી અનધિવાસિત જીવે પૂજેલી જિનપ્રતિમા પણ અવંદનીય છે, એવું કહ્યું છે.
एवं सति विधिवत्प्रतिष्ठिताया अपि जिनप्रतिमाया अन्यपूजिताया अवन्दने तत्रानादरादेवविषयश्रद्धानमपि मलिनितं स्यात्, नामस्थापनादिभेदैश्चातुर्विध्याज्जिनानाम् ।
આ રીતે વિધિપૂર્વક પ્રતિષ્ઠિત કરેલી જિનપ્રતિમા પણ અન્યથી પૂજાઇ, માટે તેને વંદન ન કરે, તો તેને તેના પ્રત્યે અનાદર થવાથી દેવવિષયક શ્રદ્ધા પણ કલુષિત થઇ જાય. કારણકે જિનેશ્વરો નામ-સ્થાપના વગેરે ભેદથી ચાર પ્રકારે છે.
एवं श्रीउमास्वातिवाचकश्रीहरिभद्रसूरिप्रभृतिप्राचीना