________________
आगमप्रतिपक्षनिराकरणम्
१४९ છે, તેઓ વાસ્તવમાં શિકાર નથી કરતા, પણ દુષ્ટોનો નિગ્રહ કરવા માટે જંગલમાં ફરે છે - આવું જ કહેવાય છે, તે પણ વિરુદ્ધ છે. ત્રિષષ્ટિ વગેરે ચરિત્રોમાં શાંતન(નું?) વગેરે શિકારના વ્યસની રાજાઓ હરણોને મારતા હતાં, એવું કહ્યું છે.૧૪પો.
સંશોધનમાં ઉપયુક્ત ત્રણે હસ્તાદર્થોમાં 'કથમ્ સુધીનો જ પાઠ ઉપલબ્ધ થાય છે. વાક્ય અધૂરું છે, એમ સ્પષ્ટ જણાય છે. 'કથમ્ ના સ્થાને 'મૃગવધશ્રતઃ' આ શબ્દ લઇએ તો ત્રિષષ્ટીય વગેરે ચરિત્રોમાં શાંતન(નું) વગેરે રાજાઓએ મૃગવધ કર્યો હતો, એવું શ્રવણ થાય છે, માટે ઉપરોક્ત વિધાન યથાર્થ નથી - આ રીતે સંગતિ કરી શકાય છે.
तथा वने गता अष्टापदादिदुष्टजीवान् गर्तादौ क्षिपन्ति लोकरक्षार्थमित्यपि यदुच्यते, तदपि न सङ्गतम्, यतः सिंहमपि विनाशयति बलिष्टत्वादष्टापदः, स कथं क्षेप्तुं शक्यते गर्तादौ? तथा नगरासन्नवनेषु तस्य सम्भावनापि कौतुस्कुती ? यतः स हि महाटव्यां सम्भवेत् ।
તથા વનમાં ગયેલા (રાજાઓ) લોકોની રક્ષા માટે અષ્ટાપદ વગેરે દુષ્ટ જીવોને ખાડા વગેરેમાં નાખી દે છે, આવું જે કહેવાય છે, તે પણ સંગત નથી, કારણ કે અષ્ટાપદ અત્યંત બળવાન હોવાથી સિંહનો પણ વિનાશ કરી દે છે, તો પછી તેને ખાડા વગેરેમાં શી રીતે નાખી શકાય ? તથા નગરની નજીકના જંગલોમાં તેની સંભાવના પણ શી રીતે? કારણ કે એ મોટા જંગલમાં સંભવે છે.