________________
आगमप्रतिपक्षनिराकरणम्
१५३ તથા જે તેમાં ચોદ વ્યવહારો કહેવાય છે, તેમાં પણ ઘણું વિચારવા જેવું છે. I/૧૫on
तथा काजिकं विना पीतं वारि स्मरोद्दीपकं स्यात्तस्मात्तक्षेपो वारिणि विधीयत इत्यपि यदुच्यते तदपि विचार्यम् ||१५१।।
તથા રાબ વિના પીધેલું પાણી કામોદ્દીપક થાય, માટે પાણીમાં રાબ નાખવામાં આવે છે, એવું પણ જે કહેવાય છે, તે પણ વિચારણીય છે. ૧૫૧
तथा दीपज्योतिःस्पर्शो यत्र स्यात्तत्र साधुभिर्न स्थेयं तज्जन्तुविराधनासम्भवादेव श्रीआगमे प्रतिपादितेऽपि मदनोत्पत्तिभिया दीपज्योतिःस्पर्शो न विधेयो यतिभिरिति यन्निगद्यते तदपि विरुद्धम् ।।१५२।। - તથા જ્યાં દીવાની પ્રભાનો સ્પર્શ થતો હોય, ત્યાં સાધુએ ન રહેવું, કારણ કે ત્યાં રહેવાથી તે જીવોની વિરાધના થવી સંભવિત છે. એવું જ શ્રી આગમમાં કહ્યું હોવા છતાં પણ કામવાસના જાગે તેના ભયથી દીવાની પ્રભાનો સ્પર્શ સાધુઓએ ન કરવો, એવું જે કહેવાય છે, તે પણ વિરુદ્ધ છે. ll૧પરા
तथा दिनार्द्ध यद् यामिनीमध्ये गण्यते, यामिन्यर्द्धं च दिनमध्ये यद् गण्यत एवं यदुच्यते, तत् शशिसूर्यप्रज्ञप्तिग्रन्थमध्ये प्रोक्तमस्तीत्येतानि त्रीण्यपि विचार्याणि ||१५३-५४-५५।।
તથા અડધો દિવસ રાતમાં ગણાય, અડધી રાત દિવસમાં ગણાય એવું જે કહેવાય છે અને તે ચંદ્રપ્રજ્ઞપ્તિ-સૂર્યપ્રજ્ઞપ્તિ