________________
१३०
आगमोपनिषद् हिंसा न भण्णइ अहिंस च्चिय सा, पडिपुत्रचरणं व, तस्स मुक्खफलहेउत्तणओ इति ।
અને બીજું, દ્રવ્યસ્તવ કરતા શ્રાવકોને જે દ્રવ્યથી હિંસા થાય છે, તે (વાસ્તવમાં) હિંસા જ નથી. કારણ કે શ્રી આવશ્યકમાં ચૂર્ણિમાં કહ્યું છે - તે હિંસા ન કહેવાય, તે અહિંસા જ છે, પરિપૂર્ણ ચારિત્રની જેમ, કારણ કે તે મોક્ષરૂપી ફળનું કારણ બને છે. ___ अत्र या द्रव्यस्तवे काचिद्विराधना समुत्पद्यते, सा हिंसेति नोच्यते, किन्त्वहिंसैवेत्युक्ता । तस्माद् यतनापराणां श्राद्धानां द्रव्यतः किञ्चिद्विराधनासम्भवेऽपि द्रव्यस्तवाराधनविषयनिहितमनोव्यापारतया सर्वजीवदयापरत्वेन च भावतस्तद्विराधनानिवृत्ती तदोषाशङ्का न कापि विमर्शनीया, यथा यतनापराणां साधूनां मार्गविराधनासम्भवेऽपि न तद्दोषः ।
અહીં દ્રવ્યસ્તવમાં જે કોઇ પણ વિરાધના થાય છે, તે હિંસા નથી કહેવાતી, પણ અહિંસા જ કહેવાઇ છે. માટે જયણામાં તત્પર શ્રાવકોને દ્રવ્યથી કાંઇક વિરાધના સંભવિત હોવા છતાં પણ તેમનું મન દ્રવ્યસ્તવની આરાધનામાં પરોવાયેલું હોય છે અને સર્વ જીવોની દયામાં પરાયણ હોવાથી, ભાવથી તે વિરાધનાની નિવૃત્તિ થતા તે દોષની કોઇ આશંકા વિચારણીય નથી. (ભાવથી વિરાધનાનો દોષ લાગ્યો જ નથી, માટે તેનો ભય રાખવો ઉચિત નથી.) જેમ કે જયણામાં તત્પર મુનિઓ દ્વારા માર્ગમાં કોઇ વિરાધના થાય તો પણ તેનાથી દોષ લાગતો નથી.