________________
आगमप्रतिपक्षनिराकरणम्
१४३
તથા બ્રાહ્મણો શ્રમણોપાસક હોય, તો પણ તેઓ દેવાધિદેવ સિવાય કોઇને પણ ન નમે, એવું જે કહેવાય છે, તે પણ વિરુદ્ધ છે. કારણ કે બ્રાહ્મણો શ્રાવક હોય, તેઓ સમ્યગ્દર્શનની આરાધના કરે છે, સમ્યગ્દર્શનની શુદ્ધિ તો સુદેવ-સુગુરુની ભક્તિથી જ થઇ શકે. તેમાં દેવની ભક્તિ દ્રવ્યસ્તવ અને ભાવસ્તવથી થાય છે. ગુરુને જો વંદનમાત્ર પણ ન કરવામાં આવે, તો તેમની ભક્તિ કઇ રીતે થઇ શકે ? તથા જે પોતાનાથી અધિક ગુણવાળા હોય, તેમને વંદન કરવું જોઇએ. સાધુઓ તો શ્રાવકોથી અધિક ગુણવાળા છે. કારણ કે દ્રવ્યસ્તવ અને ભાવસ્તવ વચ્ચે સરસવ અને મેરુ જેટલું અંતર છે એવું સૂત્રમાં કહ્યું છે. (ઉત્તરાધ્યયન ગાથા ૧૪૮, બૃહત્કૃત્તિ). તથા જે બ્રાહ્મણો શ્રાવકો હોય, તેઓને છ આવશ્યકો અવશ્ય હોવા જોઇએ. તેમાં જઘન્ય, મધ્યમ અને ઉત્કૃષ્ટ પ્રકારોવાળું ત્રીજા આવશ્યકરૂપ ગુરુવંદન પણ અવસરને અનુસારે અવશ્ય કરવું જોઇએ.
1193911
तथा श्रेणिकस्य काकमांसनियमोऽपि नाभूदिति योऽर्था (र्थो) व्याक्रियते, स विरुद्धः । यत ( : ) किमन्येषां केषाञ्चित् प्राणिनां चेन्नियमः स्याद् मोक्षसुखभोगे तदा श्रेणिकस्य व्यवच्छेदो विधीयते स तु नास्ति कस्यचिदपि तनूमत इति ।
તથા શ્રેણિકને કાગડાના માંસનો પણ નિયમ ન હતો, એવો જે અર્થ કહેવાય છે, તે વિરુદ્ધ છે. કારણ કે જો અન્ય કોઇ પ્રાણીઓને કાગડાના માંસનો નિયમ હોય, તો શ્રેણિકનો વ્યવચ્છેદ કરી શકાય પણ એ તો કોઇ જીવને નથી.