________________
आगमोपनिषद्
१४६
તથા પરલોકમાં સત્યકીની નરકગતિ થઇ છે, એવું આગમમાં કહ્યું છે. અહીં તો તે પિશાચની યોનિમાં ગયો છે, (એવું કહ્યું છે.) ૧૩૯।।
तथा द्वारिकादाहे सुरानिमित्ते श्रीनेमिनाथेन समादिष्टे श्रीकृष्णेन सुरा सर्वापि बहिः पर्वतनितम्बे दूरं त्याजिता । अस्मिंश्च समयेऽन्यदा कदाचित्कृष्णकुमारैस्तत्र क्रीडागतैः प्रभूतकालप्राप्तत्वेन मनोहत्य सा पीता ।
તથા જ્યારે શ્રીનેમિનાથે કહ્યું કે, 'દારુને કારણે દ્વારિકા બળશે.' ત્યારે શ્રીકૃષ્ણે બધો દારૂ નગરની બહાર પર્વતના મધ્યભાગમાં ફેંકાવી દીધો. આ ગાળામાં અન્યકાળે કૃષ્ણના પુત્રો ક્યારેક ક્રીડા કરતાં ત્યાં ગયા અને ઘણા સમયે દારુ મળ્યો હોવાથી મન ભરીને તે પીધો.
तया विकल्पितैस्तैः पश्चादागच्छद्भिरत्यन्तोपसर्गितेन कुपितेन कृतनिदानेन श्रीकृष्णद्वीपायनेन देवभूयं गतेन दग्धा द्वारिकापुरीति त्रिषष्टीयादिचरित्रेषु प्रतिपादितेऽपि यदुकुमारः कोऽपि सुरापायी नाभूदिति यत्प्रतिपाद्यते तद् भूतनिह्नवनाख्यમનીò જ્ઞેયમ્ ||૧૪૦||
તેનાથી તેઓ ભાન ભૂલ્યા. પાછા વળતા શ્રીકૃષ્ણદ્વીપાયન ઋષિ પર તેમણે ગાઢ ઉપસર્ગ કર્યો. તેણે ક્રોધે ભરાઇને નિદાન કર્યું. મરીને દેવ થયો અને દ્વારિકા નગરી બાળી નાખી
એમ ત્રિષષ્ટિ શલાકા પુરૂષ વગેરે ચરિત્રોમાં કહ્યું હોવા છતાં પણ 'કોઇ પણ યદુવંશનો કુમાર દારુ પીનાર ન હતો,'
-