________________
१४४
आगमोपनिषद् अन्यच्च चेत् श्रेणिकस्य मांसनियमः स्यात्तदा सामन्तादिसकलसभ्यैर्माससमय॑ताकथने प्रकारान्तरेण तन्निवारणार्थमभयकुमारेण नृपजठरार्तिनिवारणमिषेण कालेयमांसं कियदपि प्रार्थितास्ते प्रतिगृहगमनेन ।
અને બીજી વાત, જો શ્રેણિકને માંસનો નિયમ હોય, તો સામંત વગેરે સર્વ સભાજનોએ માંસ સસ્તુ છે, એવું કહ્યું ત્યારે અન્ય પ્રકારથી તેવા કથનનું નિવારણ કરવા માટે અભયકુમારે રાજાના જઠરની વેદના દૂર કરવાના બહાને પ્રત્યેક ઘરે જઇને તેમની પાસે કેટલુંક કાળજાનું માંસ માંગ્યું. ___ तैस्तु तत्स्थाने धनं प्रभूतमर्पितम्, न तु तन्मांसम् । प्रभाते श्रीश्रेणिकनृप आस्थानसदसि समागते तद्धनराशिढौकनेन नृपपृष्टेनाभयकुमारेणोक्तं स्वामिन्नेतत्प्रार्थितकालकमांसैः सामन्तैस्तत्स्थाने दत्तम् | पश्चान्नृपेणोक्तम् - भो सामन्ताः ! समर्घ चेन्मांसम, तदा किं नार्पितं स्वल्पमपि स्वकीयं कालेयामिषम् ? इत्युक्ते लज्जितास्ते सर्वेऽपि । एतच्च कालेयमांसप्रार्थनं श्रेणिकस्य मांसनिश्चये कथं घटत इति ।
તેમણે તેના બદલે ઘણું ધન આપ્યું, પણ માંસ ન આપ્યું. સવારે જ્યારે શ્રેણિક રાજા સભામાં આવ્યા. ત્યારે અભયકુમારે એ ધનનો ઢગલો ધરી દીધો. તેના વિષે રાજાએ પ્રશ્ન પૂછ્યો, તો અભયકુમારે કહ્યું કે, મેં સામંતો પાસે કાળજાનું માંસ માંગ્યું, તો તેમણે તેના સ્થાને આ ધન આપ્યું, પછી રાજાએ કહ્યું, 'ઓ સામંતો ! જો માંસ સસ્તું છે, તો પોતાના કાળજાનું