________________
१२६
आगमोपनिषद् પ્રક્રિયા તમે માની છે, તેમ પ્રસ્તુતમાં અષ્કાયાદિની વિરાધના ન થાય, તે માટે કોઇ ચૂર્ણાદિના પ્રયોગથી તે જળ વગેરે અચિત્ત થઇ જાય એવું તમે માન્યું નથી. માટે ઉક્ત વિરાધના તો તમારા મતે પણ અવસ્થિત જ છે.
तथा सर्वदापि प्रभातसमये घटिकाद्वयं यावत् पततः सूक्ष्माप्कायस्य विराधनासम्भवात्तावन्तं कालं न युज्यत एव युष्मदुपासकानां जिनभवनादिगमनम् ।
તથા સર્વદા પ્રભાતસમયે બે ઘડી સુધી પડતા સક્ષ્મ અપ્લાયની વિરાધના સંભવિત હોવાથી તેટલા સમય સુધી તમારા ઉપાસકો માટે જિનાલય આદિએ જવું એ ઉચિત જ નથી.
तथा तीर्थयात्राकरणमपि युष्मदुपासकानां न सङ्गच्छते। अरण्यादौ पृथ्वीकायिकानां तथा मार्गे नद्यादिजलस्य तथा हरित्कायादिवनस्पतीनां कुन्थु-पिपीलिकाप्रभृतित्रसतनूमतां च विराधना स्यादेव द्रव्यतो यतनापराणामपि ।
તથા તમારા ઉપાસકોને તીર્થયાત્રા કરવી પણ સંગત નથી. કારણ કે જંગલ વગેરેમાં પૃથ્વીકાયના જીવોની અને રસ્તામાં નદી વગેરેના પાણીની તથા લીલોતરી વગેરે વનસ્પતિની અને કંથવા, કીડી વગેરે ત્રસ જીવોની દ્રવ્યવિરાધના તો જયણામાં તત્પર એવા પણ શ્રાવકો દ્વારા થવાની જ છે. ___ एतानि च जलगलन-जिनभवनादिगमन-यात्रा-करणादीनि च द्रव्यतो हिंसायाः सम्भवेऽपि विधीयन्त एव भवदुपासकैः । न च तान्यधर्मार्थं युष्मदुपदेशं विना तैर्विधीयन्ते, किन्तु आयव्ययविलोकनेन धर्मार्थं युष्मदुपदेशेनैव ।