________________
१२५
आगमप्रतिपक्षनिराकरणम् એક જળબિંદુમાં અસંખ્ય જીવો સંભવે છે, તો જ્યારે ગળણું સુકાશે કે નિચોવાશે, ત્યારે તેમાં લાગેલા અસંખ્ય અપ્લાયના જીવોની વિરાધના થશે. જો કે તેમાં ત્રસ જીવો પણ સંભવે છે, પણ તે થોડાં જ હોય છે.
વળી આપના ઉપાસકો કઇ અધર્મ માટે તો પાણી ગાળવાની વિધિ કરતા નથી.
આશય એ જ છે કે, ઉપરોક્ત વિરાધના હોવા છતાં પણ લાભાલાભનો વિચાર કરીને જેમ ગળણું કરાય છે, તેમ દ્રવ્યસ્તવની બાબતમાં પણ સમજવું જોઇએ.
तथा जिनपतिवन्दनाद्यर्थे जिनभवन-पौषधशाला-गमनाद्यपि न कार्य स्यायुष्मदुपासकानाम्, वर्षासु प्रायो वर्षति मन्दं मन्दं जलदे मार्गे वारिविराधना झञ्झानिलविराधना पनकहरितकायविराधना कुन्थुप्रभृतिसूक्ष्मत्रसजन्तुविराधना वावश्यं सम्भवति। न च तत्रापि किञ्चिद्भवतां प्रासुकीकरणम्।
તથા જિનેશ્વરને વંદના કરવા વગેરે માટે જિનાલયપૌષધશાળાએ જવું વગેરે પણ તમારા ઉપાસકોનું અકર્તવ્ય થઇ જશે, કારણ કે ચોમાસામાં પ્રાયઃ વાદળું ધીમે ધીમે વરસતું હોય ત્યારે રસ્તામાં અપ્લાયની વિરાધના, પ્રચંડ પવન (વાયુકાય)ની વિરાધના, શેવાળ, લીલોતરીની વિરાધના કે કિંથવા વગેરે સૂક્ષ્મ ત્રસ જીવોની વિરાધના અવશ્ય સંભવે છે. અને તેમાં તમારું કાંઇ પ્રાસુકીકરણ તો છે નહીં.
જે ચૂર્ણપ્રક્ષેપ દ્વારા પૃથ્વીકાય વગેરેને અચિત્ત કરવાની