________________
९८
आगमोपनिषद् यदा पुनरम्बुकालावनिसंयोगरूपसामग्रीसम्भवस्तदा कदाचित्स एव बीजजीवो मूलादिनामगोत्रे उपनिबध्य तत्रागत्य परिणमति, कदाचिदन्यः पृथ्व्यादिजीवः | य एव मूलतया परिणमति जीवः, स एव प्रथमपत्रतयापि परिणमत इत्येकजीवकर्तृके मूलप्रथमपत्रे |
આ ગાથાની ટીકામાં આ રીતે કહ્યું છે - જ્યારે બીજ બનાવનાર જીવ પોતાના આયુષ્યનો ક્ષય થતા બીજનો ત્યાગ કરે છે, અને તે બીજને જ્યારે ફરીથી વર્ષાકાળ, પૃથ્વી સંયોગ, વગેરે રૂપ સામગ્રી સંભવે છે, ત્યારે ક્યારેક તે જ બીજનો જીવ મૂલ વગેરે સંબંધી નામ-ગોત્ર બાંધીને ત્યાં આવીને પરિણમે છે, અને ક્યારેક અન્ય પૃથ્વી વગેરેનો જીવ (મૂળ વગેરે રૂપે પરિણમે છે.) જે જીવ મૂળરૂપે પરિણમે છે, તે જ પ્રથમ પાંદડારૂપે પણ પરિણમે છે. આ રીતે મૂળ અને પ્રથમ પાંદડાના કર્તા એક જીવ હોય છે. ___अत्र च योनिभूतस्यापि बीजस्य यदा पुनरम्बुकालावनिसंयोगरूपसामग्रीसम्भवस्तदा पुनरन्यजीवसमागमः प्रोक्तस्तर्हि कथं तां सामग्री विनापि मुहूर्ते मुहूर्ते नवनवजीवसमागमः પ્રોવ્યતે ?
અહીં તો યોનિભૂત બીજને પણ જ્યારે વર્ષાકાળ, પૃથ્વી સંયોગ રૂપ સામગ્રી સંભવે, ત્યારે ફરીથી અન્ય જીવ તેમાં આવે, એમ કહ્યું છે, તો પછી તે સામગ્રી વિના પણ પ્રત્યેક મુહૂર્ત નવા નવા જીવનું આગમન કેમ કહેવાય છે ?