________________
आगमप्रतिपक्षनिराकरणम्
१०३ તથા તેમાં કહેલો ધૂપ કરવાથી સર્વ બાજુ દશ પગલા સુધીનો વાયુ પ્રાસુક થઇ જાય છે, એવું જે કહ્યું છે, તે પણ શું યોનિબંધથી કહેવાય છે? કે પછી વાયુના જીવોના વિઘાતથી કહેવાય છે ? જો વિઘાતથી કહેતા હોય તો પછી સ્વધર્મની વિરાધના કરનારી આ નિરર્થક જીવહિંસા શા માટે કરાય છે? અને જો યોનિબંધથી કહેતા હો, તો તે પણ સંગત થતી નથી. કારણ કે પવન પૃથ્વી વગેરેની જેમ નિશ્ચલ નથી, પણ ચંચળ હોવાથી અનેક સ્થાને રહેનારો છે. માટે ધૂપ કરવાથી પણ શું થાય ? કારણ કે ધૂપ કરવા છતાં પણ એક પવન જાય છે બીજો આવે છે, તે પણ બીજી બાજુ જાય છે, વળી અન્ય આવે છે. આ રીતે અન્ય અન્ય પવનની આવ-જા થી વાયુકાયિકોનો યોનિબંધ શી રીતે થઇ શકે
तथा सौवीरमध्ये त्रिकटुकपोट्टलिकाक्षेपः क्रियते । तेन पुनरेवमुच्यते - यत्पुष्पिकारूपानन्तकायिकोद्गमो न स्यात्, तद्योनिबन्धात् । तदपि प्रत्यक्षविरुद्धम् ।
તથા કાંજીકમાં સૂંઠ, મરી અને પીપરની પોટલી નાખવામાં આવે છે, તેનાથી એમ કહેવાય છે કે પુષ્પિકારૂપ અનંતકાયનો ઉદ્ગમ ન થાય, કારણ કે એની યોનિનો પ્રતિબંધ થઇ જાય છે. તે પણ પ્રત્યક્ષવિરુદ્ધ છે.
यतस्तत्क्षेपे कृतेऽपि सौवीरभाण्डे द्वितीयदिने पुष्पिकापिण्डोद्गमो निरीक्ष्यत एव, तर्हि कथं तद्योनिबन्धः साङ्गत्यमभ्युपैति ?