________________
आगमप्रतिपक्षनिराकरणम्
१२१ તો તેને પણ હિંસા તો કહો જ છો, અને નવતત્વનિદાન વગેરેમાં તમે કહ્યું છે કે શ્રાવકધર્મ હિંસાથી સાધ્ય છે. તો પછી તમે એમ શી રીતે કહી શકો કે – જ્યાં હિંસા છે, ત્યાં ધર્મ શી રીતે હોઇ શકે ? ___ अथ चेदुत्तरीकरिष्यते नैकस्याप्येकेन्द्रियस्य प्राणान्तकारिणी हिंसा धर्मार्थविधेया श्राद्धशिरोमणीभिरिति, नैतदपि प्रकटयति श्रीमदागमाभिज्ञताम्, आयव्ययविलोकनेनैवाहतानां सर्वत्र प्रवृत्तेः।
હવે જો એમ કહો કે શ્રેષ્ઠ શ્રાવકોએ એક પણ એકેજિયના પ્રાણોનો અંત કરનારી હિંસા ધર્મ માટે ન કરવી જોઇએ, તો આ વાત પણ તમારા આગમના જ્ઞાનને છતું કરતી નથી. (અજ્ઞાનને છતું કરે છે.) કારણ કે લાભ-નુકશાનને જોઇને જ સર્વત્ર જૈનો પ્રવૃત્તિ કરે છે.
यतो द्रव्यस्तव एकेन्द्रियाणां हिंसा समुत्पद्यते, तया च या हानिः सम्भवेत्ततोऽपि लाभो महीयान् ।।
કારણ કે દ્રવ્યસ્તવમાં એકેન્દ્રિયોની હિંસા થાય છે, અને તેનાથી જે હાનિ થાય, તેના કરતા પણ લાભ વધારે મોટો છે. __ यतो द्रव्यस्तवं कुर्वतां श्राद्धानां शुभभावप्रवृद्धेर्यदेकेन्द्रियहिंसया समभद्दरितम्, तदपगमेन प्रभूता भवति कर्मनिर्जरा |
કારણ કે દ્રવ્યસ્તવ કરતા શ્રાવકોને શુભ ભાવોની અત્યંત વૃદ્ધિ થવાથી એકેન્દ્રિયની હિંસાથી જે પાપ થયું હતું, તે જતું રહે છે અને ઘણી કર્મનિર્જરા થાય છે.