________________
आगमप्रतिपक्षनिराकरणम्
૧૦૫ तदा कथं प्ररोह-प्रादुर्भावः स्यात् ? अथ चेत् कथयिष्यते जलयोगेन चूर्णस्य निर्वीर्यता स्यात्तदपि न युक्तिमत् ।
હવે જો તે ધાન્ય વગેરેના બીજોમાં યોનિબંધ થતો હોય, તો પછી અંકરાઓ શી રીતે ફૂટે ? હવે જો એમ કહો, કે "પાણીના સંયોગથી તે ચૂર્ણ અશક્ત થઇ ગયું,' તો તે પણ યુક્તિસંગત નથી.
यतस्तच्चूर्णमिश्रितसलिलेन धौतानां धान्यादीनां योनिबन्धेन भवद्भिरेव प्रासुकता प्ररूप्यते, तत्कथं जलयोगेनापि चूर्णस्य निर्वीर्यता स्यात् ? एवं यो योनिबन्धो निगद्यते भवद्भिः, सोऽपि विचार्यमाणस्तीर्णजीर्णकुटीरद्विशरारुभावमेति ।
કારણકે તે ચૂર્ણથી મિશ્રિત પાણીથી ધોવાયેલા ધાન્ય વગેરેમાં યોનિબંધ થવાથી તે પ્રાસુક થઇ જાય છે, એમ તમે જ કહો છો, તો પછી પાણીના સંયોગથી તે ચૂર્ણ અશક્ત શી રીતે થઇ જાય? આ રીતે તમે જે જે બહાનુ રજુ કરો છો તેના પર વિચાર કરતા તીર્ણ (આવરદાને ઓળંગી ગયેલ) જીર્ણ ઝૂંપડીની જેમ ભંગુરપણું પામે છે. __अन्यच्चैवं चेदेकेन्द्रिययोनिबन्धकानि भेषजान्येतस्मिन्प्ररूप्यन्ते, तर्हि तत्किमपि भेषजं किं न प्रोक्तम् ? येन धान्यादिषु त्रसजीवा नोत्पद्यन्ते तद्योनिबन्धात् ।
બીજું, જો આ રીતે એકેન્દ્રિયના યોનિબંધ કરવાના ઉપાયો આમાં પ્રરૂપાય છે, તો પછી એવો કોઇ ઉપાય કેમ ન કહ્યો ? કે જેનાથી તેની (ત્રસની) યોનિ બંધાઇ જવાથી ધાન્ય વગેરેમાં ત્રસ જીવોની ઉત્પત્તિ ન થાય.