________________
१०६
आगमोपनिषद् यतः श्राद्धानां प्रथमं त्रसजन्तुयतना विलोक्यत एवावश्यं कृता । तथा तदपि किं नौषधं निगदितम् ? येन वर्षादौ घृततैलभाजनादिषु पुष्पिकोद्गो न भवेत्तद्योनिबन्धात् । यतः प्रत्येकजीवविराधनातोऽपि साधारणशरीरिणां विराधनाऽतिगुर्वी ।
કારણ કે શ્રાવકોએ પહેલા તો ત્રસ જીવોની જયણા અવશ્ય કરવી જોઇએ. તથા તેવું પણ ઔષધ કેમ ન કહ્યું? કે જેનાથી વરસાદ વગેરેમાં ઘી-તેલના ભાજનો વગેરેમાં તેની યોનિ બંધાવાથી પુષ્પિકાનો ઉદ્ગમ ન થાય. કારણ કે પ્રત્યેક જીવની વિરાધના કરતા પણ સાધારણ શરીરની વિરાધના ઘણી મોટી છે.
किञ्च यदुच्यते पञ्चमयामान्ते धान्यादिपुञ्जोपरि स्थितमपि चूर्णं निर्वीर्यं स्यात्तेन तदन्ते पुनरपि तच्चूर्णप्रक्षेपो विधीयते तदुपरीत्येतदपि विचार्यम्, यतश्चेद् धान्यादिपूजोपरिस्थितं पञ्चमयामान्ते निर्वीर्यं स्याद् भेषजम्, तदा किं न भाजनक्षिप्तमपि तदन्ते ? एवं च चेद्भवति, तदा पञ्चप्रहरपर्यन्ते तन्नवीनमेव कृतं विलोक्यते युष्माकं तथा च न क्रियते भवद्भिः ।
વળી જે કહેવાય છે કે પાંચમા પ્રહરના અંતે ધાન્યાદિના પંજની ઉપર રહેલું ઔષધ અશક્ત થાય છે, માટે તેના અંતે ફરીથી તે ચૂર્ણ તેના પર નખાય છે, એ પણ વિચારણીય છે. કારણ કે જો ધાન્યાદિના પંજની ઉપર રહેલું ઔષધ પાંચમા પ્રહરના અંતે અશક્ત થતું હોય, તો પછી ભાજનમાં રહેલું