________________
૧૧૦
आगमोपनिषद् ધોવણ સચિત્ત છે. તો પછી થોડા ફોતરાચૂર્ણના સંયોગથી રંગ વગેરેનું પરિવર્તન નહીં પામેલું એવું પાણી પ્રાસુક છે, એમ સમજીને દયામૂલક ધર્મના પ્રેમી સાધુઓ અને શ્રાવકો કેમ તેનું ગ્રહણ કરે છે ?
यतः साधुभिः प्रथममहाव्रतोच्चारे त्रिविध-त्रिविधेनापि हिंसा प्रत्याख्याता षण्णामपि जीवानाम् । श्रीमदागमोक्तवर्णान्तरादिप्राप्तिलक्षणपरीक्षां विना गृह्यमाणस्य तु जलस्य सचित्ततायाः सम्भवेन कथं तत्प्रत्याख्यानमाराधितं भवति लेशतोऽपि ?
કારણ કે સાધુઓએ પ્રથમ મહાવ્રતના ઉચ્ચારમાં ત્રિવિધ ત્રિવિધથી છકાય જીવોની હિંસાનો ત્યાગ કર્યો છે. શ્રી આગમમાં કહેલ રંગ પરિવર્તન વગેરેની પ્રાપ્તિરૂપ પરીક્ષા વિના જે પાણીનું ગ્રહણ કરાય છે, તે સચિત્ત હોઇ શકે છે, માટે તે જળ લેનારને ઉપરોક્ત પચ્ચશ્માણની આંશિક પણ આરાધના શી રીતે હોઇ શકે ?
यता-जत्थ जलं तत्थ वणं जत्थ वणं तत्थ निच्छिओ तेऊ। तेऊवाऊसहाया तसा य पच्चक्खया चेव ।।१।। इतिवचनादपकायविराधने वनस्पतिकायादीनामपि विराधनाસમવાત !
કારણ કે જ્યાં જળ છે, ત્યાં વનસ્પતિ છે, જ્યાં વનસ્પતિ છે, ત્યાં અવશ્ય અગ્નિ છે, અને અગ્નિ અને વાયુની સાથે ત્રણ જીવો પણ પ્રત્યક્ષ જ છે. ૧a (રત્નસંચય ૧૨૯, ગાથાસાહસ્ત્રી