________________
आगमप्रतिपक्षनिराकरणम्
११७
यतः-आमंतणि आणवणी जायणि तह पुच्छणी य पन्नवणी - धर्माधर्मफलोपदेशेनरूपप्रज्ञापनीभाषाया
इत्यादिगाथायां
असत्यामृषाभाषात्वेन कथनात् ।
તથા જે એમ કહેવાય છે, કે - જો આ પ્રાસુક કરવાની ક્રિયા ન મનાય, તો પછી ત્રિવિધથી સાવદ્યના પચ્ચક્ખાણ કરનારા સાધુઓ દ્રવ્યસ્તવની પ્રરૂપણા કેમ કરે છે ? કારણ કે તેમાં તો એકેન્દ્રિયોની હિંસા થાય છે. આ વાત પણ યુક્તિસંગત નથી. કારણ કે - આમંત્રણી, આજ્ઞાપની, યાચની, પૃચ્છની અને પ્રજ્ઞાપની - (ભગવતીસૂત્ર શતક-૧૩, ઉદ્દેશ-૭) ઇત્યાદિ ગાથામાં ધર્મ-અધર્મના ફળના ઉપદેશરૂપ પ્રજ્ઞાપની ભાષાને અસત્યામૃષા ભાષારૂપે કહી છે.
(૧) આમંત્રણી ભાષા - હે દેવદત્ત !
(૨) આજ્ઞાપની ભાષા - તું આ કર. (૩) યાચની ભાષા - આપો (એમ કોઇ વસ્તુ માંગવી). (૪) પૃચ્છની ભાષા - અજ્ઞાત/શંકિત વસ્તુની પૃચ્છા.
-
(૫) પ્રજ્ઞાપની ભાષા – હિંસાથી નિવૃત્ત જીવો ભવાંતરમાં દીર્ઘાયુષી થાય છે - ઇત્યાદિ વિનીત શિષ્યને કહેવું તે.
(૬) પ્રત્યાખ્યાની ભાષા - કોઇ કાંઇ માંગતું હોય તેને નિષેધ કરવો તે..
(૭) ઇચ્છાનુલોમા ભાષા - કાર્યની શરૂઆત કરતા કોઇ અન્યને કહે - તમે આ કરો, મને પણ આ અભિપ્રેત છે.
૧. જ - દેશજ્ઞાન | ૬ देशजान ।
-