________________
१०२
आगमोपनिषद् જાય, તો અઢી પ્રહરમાં તો તે ઘર, રસોડું વગેરે બહાર-અંદર બધું જ તેની સુરભિથી વ્યાપ્ત થઈ જાય. અને જો તેવું થતું હોય, તો તે ગંધથી રસોડું વગેરે મઘમઘાયમાન થઇ જાય છે, એવી પ્રતીતિ કેમ નથી થતી ?
આ રીતે અઢી પ્રહર સુધી તે સુરભિ વધે છે, એવું જે કહ્યું, તે પણ ઘટતું નથી. ____ अथ च तेन गन्धेन यो योनिबन्धो निगद्यते कृशानौ, स चेत्तथा जायमानः स्यात्तदा कथमिव ज्वालामाला-समाकुलतया प्रवर्द्धते वह्निः सञ्जाते योनिबन्धे ? - હવે તે ગંધથી અગ્નિમાં જે યોનિબંધ કહેવાય છે, તે જો તે રીતે થતો હોય, તો પછી યોનિબંધ થયો હોવા છતાં પણ અગ્નિ જ્વાળાઓની શ્રેણિઓથી ભરાઇને કેમ વૃદ્ધિ પામે
छ ?
तथा एतदुक्तधूपे कृते सर्वतो दशक्रमावधि पवनप्रासुकता या निगद्यते, सापि किं योनिबन्धेन निगद्यते, उत वातजीवानां विघातेन ? विघातेन चेदुच्यते, तदा किंनिदानेयं निरर्थिका तज्जीवहिंसा स्वधर्मबाधाविधायिनी । अथ चेद्योनिबन्धेन कथ्यते, तदपि न साङ्गत्यमेति, यतः पृथ्व्यादिवन्न निश्चलोऽनिलः, किन्तु चलतया नैकस्थानस्थायी । तेन धूपे कृतेऽपि किं स्याद्यतस्तस्मिन्कृतेऽप्येको वातो गच्छति, पुनरन्यः समुपैति। सोऽप्यन्यतो याति, पुनरितरः समभ्येति । एवमपरापरपवनगमनागमनेन कथं योनिबन्धः स्याद्वायु-कायिकानाम् ?