________________
૧૦૦
आगमोपनिषद् હોય છે, આ વચનથી પણ વનસ્પતિનું આયુષ્ય અંતર્મુહૂર્ત પ્રમાણ જ હોય છે તેવું નથી, એનું પરિભાવન કરવું જોઇએ. ___ एवं पञ्चानामप्येकेन्द्रियाणां मनुष्यक्षेत्रेऽपि मुहूर्तायुषो व्यभिचारेण तदधिकतरायुषोऽपि सम्भवाद्यैश्चूर्णक्षेपेण मुहूर्त प्रतीक्ष्य निर्जीवानि जातान्येतानि पृथ्वीकायिकादिशरीराणीति मत्वा तेषामारम्भः क्रियते सजीवानामपि, तेषां जीवेष्वपि पृथ्व्यादिशरीरेषु अजीवसञ्जाभावाज्जीवेऽजीवसझेति मिथ्यादर्शनं समुत्पद्यते ।
આ રીતે પાંચે એકેન્દ્રિયોના મનુષ્યક્ષેત્રમાં પણ અંતર્મુહૂર્ત પ્રમાણ આયુષ્યનો અનેકાન્સ આવતો હોવાથી, અંતર્મુહૂર્ત કરતા વધારે આયુષ્ય પણ સંભવિત હોવાથી, જેઓ ચૂર્ણ નાખીને બે ઘડી સુધી રાહ જોઇને - 'હવે આ પૃથ્વીકાયિક વગેરના શરીરો નિર્જીવ થઇ ગયા' - એમ માનીને સજીવ એવા પણ તેમનો આરંભ કરે છે, તેમને જીવરૂપ એવા પણ પૃથ્વી વગેરેના શરીરમાં અજીવ એવી સંજ્ઞા થતી હોવાથી જીવમાં અજીવસંજ્ઞા આ મિથ્યાદર્શન ઉત્પન્ન થાય છે.
अन्यच्च यदेवमुच्यते-एतदुक्तचूर्णक्षेपे कृते सति योनिबन्धानवीनो जीवो नोत्पद्यते पृथ्व्यादिषु, प्रागुत्पन्नश्च स्वायुरक्षयादपैति मुहूर्तेन, तत्र योनिबन्ध एव व्यभिचरति ।
વળી જે આ રીતે કહેવાય છે કે આણે કહેલા ચૂર્ણને નાખવાથી યોનિ બંધાઇ જતી હોવાથી યોનિનો પ્રતિબંધ થવાથી) નવો જીવ પૃથ્વી વગેરેમાં ઉત્પન્ન થતો નથી, અને પૂર્વે ઉત્પન્ન થયો હોય તે અંતર્મુહૂર્તમાં પોતાના આયુષ્યનો ક્ષય થતા એવી જાય છે. આ બાબતમાં યોનિબંધ જ અનેકાન્તિક ઠરે છે.