________________
९६
आगमोपनिषद्
યુક્તિથી વિચાર કરતા સંગત ઠરતી નથી. કારણ કે જેમ ધાન્ય વગેરેના બીજ યોનિ સહિત હોવાથી તેમને વાવવાથી અંકુરા ફૂટે છે, એવું દેખાય છે, તેમ જો પાંદડા, પુષ્પ વગેરે પણ યોનિસહિત હોય, તો પછી તેમને વાવવાથી કેમ અંકુરા ફૂટતા નથી ?
अथाघटमानापि चेत्कदाग्रहग्रहग्रस्तैर्भवद्भिस्तेषां पत्रादीनां योनिरभ्युपगम्यते, जलावनिसंयोगं विनापि तेषु पत्रादिषु मुहूर्ते मुहूर्ते नवनवजीवोद्भवश्च । तदा यथा मुहूर्ते गते सति प्राक्तनजीवापगमेऽन्यो जन्तुस्तेषु पत्रादिषु समुत्पद्यते, तथा किं न तस्मिन् स्थितेऽपि प्रतिसमयमन्यान्यः ? भवदभिमताया योनेस्तदाप्यखण्डत्वादन्यसामग्र्यपेक्षाऽभावाच्च ।
આ રીતે અસંગત હોવા છતા પણ કદાગ્રહથી તમે તે પાંદડા વગેરેની યોનિ માનો છો, અને જળ-પૃથ્વીના સંયોગ વિના પણ તે પાંદડા વગેરેમાં પ્રત્યેક મુહૂર્તે નવા નવા જીવોની ઉત્પત્તિ માનો છો, તો જેમ મુહૂર્ત પસાર થતા પૂર્વનો જીવ ચ્યવી જતા અન્ય જીવ તે પાંદડા વગેરેમાં ઉત્પન્ન થાય છે, તેમ તે જીવ હજી ત્યાં જ હોય ત્યારે પણ પ્રતિસમય અન્ય અન્ય જીવ કેમ ઉત્પન્ન થતો નથી ? કારણ કે તમે માનેલી યોનિ તો ત્યારે પણ અખંડ છે, અને અન્ય સામગ્રીની અપેક્ષા તો છે નહીં.
अथ च प्राक्तनजीवे स्थितेऽपि योनेरखण्डतया प्रतिसमयं नवनवजीवोत्पत्तिः स्वीक्रियते, तदा श्रीमदागमोक्ता पत्रादीनां प्रत्येकता विरुध्यते । तदनुक्ता च साधारणशरीरता बलादभ्युपैति