________________
आगमप्रतिपक्षनिराकरणम्
अथ चेत्कथयिष्यते एतद्विचार: पूर्वेषु विद्यते, तानि तु व्यवच्छिन्नानीति । तदपि वाङ्मात्रमेव, यतो व्यवच्छिन्नेषु पूर्वेषु निष्पन्ने श्रीदशवैकालिक-श्रीमदावश्यकनियुक्ती । - હવે જો એમ કહો કે આ વિચાર (૧૪) પૂર્વોમાં છે. અને તેમનો તો વિચ્છેદ થઇ ગયો છે. તો તે પણ વચનમાત્ર જ છે. (સાચું નથી.) કારણ કે પૂર્વોનો વિચ્છેદ થયો હોવા છતાં પણ દશવૈકાલિક-આવશ્યકનિર્યુક્તિ તેમાંથી બનેલા છે.
तत्र श्रीदशवैकालिके वयच्छक्कंकायछक्क-मित्यादिगाथाभि-दस अट्ठ य ठाणाइं-इति गाथया प्रोक्तान्यष्टादशस्थानि सप्रपञ्चानि, यदाराधनपर: साधुः साधुर्भवति, यद्धृष्टः पुनर्धष्ट इति निगद्यते |
તેમાં શ્રી દશવૈકાલિકમાં છ વ્રત છ કાય ઇત્યાદિ ગાથાથી - દશ અને આઠ સ્થાન - એ ગાથાથી કહેલા વિસ્તૃત ૧૮ સ્થાનો છે, જેની આરાધના કરતો સાધુ (વાસ્તવિક) સાધુ થાય છે, અને જેનાથી ભ્રષ્ટ થયેલા ભ્રષ્ટ કહેવાય છે.
દશવૈકાલિક સૂત્રમાં (૬ઠ્ઠ અધ્યયનની ૭મી ગાથા) કહ્યું છે કે જે મુનિ ૧૮ સ્થાનોમાં અપરાધ કરે છે, તે સાધુપણાથી ભ્રષ્ટ થાય છે. તે સ્થાનો આ પ્રમાણે છે – (૬ઠ્ઠાં અધ્યયનની ૮મી ગાથા) – પ્રાણાતિપાતનિવૃત્તિ આદિ છ વ્રતો, પૃથ્વીકાય વગેરે છ કાયના જીવો, જેણે પિંડનિર્યુક્તિ વગેરેનો અભ્યાસ નથી કર્યો તેમના લાવેલા આહારાદિ ન કલ્પ, ઇત્યાદિ અકલ્પ, ગૃહસ્થનું વાસણ, પલંગ, ઘરમાં બેસવું, સ્નાન અને વિભૂષા ત્યાગ.