________________
आगमप्रतिपक्षनिराकरणम्
९३ क्षिप्तानामुष्णयोनिकत्वाद्याममध्येऽचित्तता प्रोक्ता । तेषामेवोष्णे क्षिप्तानां तद्योनिकत्वात्प्रभूतसमयमपि सचित्तता प्ररूपिता ।
વ્યાખ્યા - ઉત્પલ અને પદ્યો જળયોનિવાળા છે. માટે જો તેમને (જળની બહાર) તડકામાં રાખવામાં આવે, તો તેઓ એક પ્રહર જેટલો કાળ ટકતા નથી, પણ એક પ્રહર પૂરો થાય, તેની પહેલા જ અચિત્ત બની જાય છે. અને મોગરા કે માલતીના પુષ્પો ઉષ્ણયોનિ વાળા હોવાથી તડકામાં નાખવામાં આવે, તો ચિરકાળ સુધી પણ ટકે છે - સચિત્ત જ રહે છે, એવો આશય છે. તેના
માલતીના ફૂલોને પાણીમાં નાખવામાં આવે તો તેઓ એક પ્રહર જેટલો કાળ પણ ટકતા નથી. ઉત્પલોને જળમાં રાખવામાં આવે તો તેઓ લાંબા સમય સુધી પણ સચિત્ત રહે છે. રા.
(શેષ ઉપરોક્ત અનુસાર સુગમ છે.) - एतच्च मुहूर्ते मुहूर्ते नवनवोत्पद्यमानानां जन्तूनां न युक्तिमत्प्रतिभाति । यथासामग्रीयोगं मुहूर्ते मुहूर्ते नवनवोत्पद्यमानानां जीवानां शीतोष्णयोनिकत्वनियमाभावतो येन देहिना पुनस्तन्दुलादिवपुर्निर्वर्तितम्, स एव जन्तुश्चेत्तावन्तं कालं तिष्ठन्नतिष्ठन्वाभ्युपगम्यते, तदा तस्य शीतादियोनिकत्वं नियमाधुज्यते । सचित्तता चोत्पलादीनां यथोक्तरूपा |
આ વાત પ્રત્યેક મુહૂર્તે નવા નવા ઉત્પન્ન થતા જીવોની અપેક્ષાએ યુક્તિસંગત જણાતી નથી. સામગ્રીના સંયોગને અનુસાર પ્રત્યેક અંતર્મુહૂર્ત ઉત્પન્ન થતા નવા નવા જીવો શીત/ઉષ્ણ