________________
आगमप्रतिपक्षनिराकरणम्
९१
બાકીના જળમાં ઉત્પન્ન થનારા સહસ્રપત્ર વગેરે, સ્થળમાં ઉત્પન્ન થનારા કોરંટક વગેરે પુષ્પો જે કોઇ ડીંટડાથી છૂટ્ટા પડેલા હોય તેમનામાં કેટલાક પાંદડા વગેરેમાં રહેલા જીવની અપેક્ષાએ સંખ્યાત જીવવાળા હોય છે, અને કેટલાક અસંખ્યાત જીવવાળા હોય છે, તે આગમને અનુસારે જાણવા. ॥૨॥
एवं श्रीप्रज्ञापनाद्यविचारे शृङ्गाटकफलं जीवद्वय-निर्वर्त्य प्रोक्तम् । पुष्पाणि च कानिचित्प्रतिपत्रमेकैक-जीवभावात्सङ्ख्येयजीवान्युक्तानि । न च तत्फलं तान्यपि पुष्पसम्बन्धानि पत्राणि च मुहूर्तमात्रेणैव सम्पूर्णानि निष्पद्यन्ते, किन्तु कियद्भिरपि दिनैरेव । तत्कथं तस्य फलस्य पत्रापेक्षया पुष्पाणामपि मुहूर्तमात्रमानमायुर्घटाकोटिसण्टङ्कमाटीकते ?
આ રીતે પ્રજ્ઞાપનાના પ્રથમ વિચારમાં (પદમાં ?) શિંગોડાનું ફળ બે જીવથી બને છે એમ કહ્યું. અને કેટલાક ફૂલોમાં પ્રત્યેક પાંખડીમાં એક એક જીવ હોવાથી સંખ્યાત જીવવાળા કહ્યાં. તે ફળ અને પુષ્પસંબંધી તે પાંખડીઓ એક મુહૂર્તમાં જ સંપૂર્ણપણે બની જતાં નથી, પણ કેટલાક દિવસોમાં જ બને છે. તો પછી તે ફળનું અને પાંખડીઓની અપેક્ષાએ ફૂલનું અંતર્મુહૂર્તપ્રમાણ જ આયુષ્ય શી રીતે ઘટી શકે ?
एवं मृणालानामपि वाच्यम् ।
આ રીતે કમળની નાળ વગેરેની બાબતમાં પણ સમજવું. तथा श्रीकल्पवृत्तिप्रथमखण्डे कालतः सचित्ताचित्तप्ररूपणाधिकार एवं प्रोक्तमस्ति उप्पलपउमाई पुण उन्हे दिन्नाई