________________
आगमप्रतिपक्षनिराकरणम्
૮૭ તથા જેમ મનુષ્યોની બાળપણ-તારુણ્ય-ઘડપણરૂપ ત્રણ અવસ્થા દેખાય છે. તેમ પાંદડાઓની પણ તે ત્રણ અવસ્થા પ્રત્યક્ષ જ દેખાય છે. તે આ રીતે – પાંદડાની પહેલી અવસ્થા લાલ કિસલયરૂપ હોય છે, જે શૈશવ સૂચવે છે, તેના પછી લીલાછમરૂપપણું હોય છે, જે યૌવનને જણાવે છે, ત્યાર બાદ થોડી ફિકાશ આવે છે, જે ઘડપણને સૂચવે છે. ___ एवं तृतीयावस्थापन्नानि पत्राणि मनुष्यानीव(इव) पूर्णप्राये स्वायुषि पतन्ति निजस्थानात् । न चैतत्स्वमतिकल्पितम्, यदुक्तं द्रुमपत्रकाध्ययने-दुमपत्तए पंडुए जहा निवडइ राइगणाण अच्चए । एवं मणुआण जीविअं समयं गोअम ! मा पमायए 11१।। एतस्यां गाथायां द्रुमपत्रस्य पाण्डुरीभूतस्य रात्रिगणनामुपलक्षणादिनगणानामत्यये स्वायुःक्षीणतया पतनं प्रोक्तम् । अत्र चेद्दिनगणानामत्यये पतनं प्रोक्तम्, तर्हि कथं मुहूर्तप्रमाणता पत्रायुषां युज्यते मनुष्यक्षेत्रेऽपि ? ।
આ રીતે મનુષ્યોની જેમ તૃતીય અવસ્થાને પામેલા પાંદડાઓ પોતાનું આયુષ્ય સમાપ્તપ્રાયઃ થાય ત્યારે પોતાના સ્થાનથી પડે છે.
આ કાંઇ પોતાની મતિથી કલ્પિત નથી, કારણ કે દ્રુમપત્રક અધ્યયનમાં કહ્યું છે – ફિક્કુ પડેલું ઝાડનું પાન જેમ રાત્રિગણો પસાર થતાં પડી જાય છે, તેવું મનુષ્યોનું જીવિત છે. માટે તે ગૌતમ ! તું સમયનો પણ પ્રમાદ કરીશ નહીં.
(ઉત્તરાધ્યયનસૂત્ર ૧૦-૧)
૧. ૩ - ૦તિન્જિન્તિo |