________________
८८
आगमोपनिषद् આ ગાથામાં રાત્રિસમૂહોના ઉપલક્ષણથી દિવસસમૂહોના અંતે પોતાનું આયુષ્ય ક્ષીણ થવાથી ફિક્કા પડેલા વૃક્ષના પાંદડાનું પતન કહ્યું છે. અહીં જો દિવસસમૂહોના અંતે પતન કહ્યું છે, તો પછી મનુષ્યક્ષેત્રમાં પણ પાંદડાઓનું આયુષ્ય અંતર્મુહૂર્ત પ્રમાણ હોય છે, એ વાત ક્યાંથી સંગત થાય ?
अथ चेद् बाल-यौवनस्थविरतालक्षणास्तिस्रोप्यवस्था भवन्मतेन मुहूर्तप्रमाणायुस्त्वात् पत्राणां भिन्नभिन्नजीवविषयाभ्युपगम्यन्ते, तर्हि सौगतमतमेव स्वीकृतं स्यात् । तेषां हि सर्वभावेषु क्षणक्षयितास्वीकारेणैकस्मिन्वस्तुन्येतदवस्थात्रिकं न साङ्गत्यમેતિ તિ |
હવે જો તમારા મતે પાંદડાઓનું આયુષ્ય અંતર્મુહૂર્તપ્રમાણ જ હોવાથી તેમની બાળ-યૌવન-વૃદ્ધત્વરૂપ ત્રણે ય અવસ્થા અલગ અલગ જીવને આશ્રીને છે, એમ માનો, તો પછી બૌદ્ધ મત જ સ્વીકાર્યો ગણાશે. કારણ કે સર્વ પદાર્થો ક્ષણે ક્ષણે ક્ષય પામે છે, એવું તેમણે સ્વીકાર્યું હોવાથી એક વસ્તુમાં ત્રણ અવસ્થા તેમના મતે સંગત થતી નથી.
આશય એ છે કે પૂર્વોક્ત પ્રજ્ઞાપના સૂત્રને અનુસારે તે જીવ એક જ હોવા છતાં પણ અંતર્મુહૂર્તપ્રમાણ આયુષ્ય સિદ્ધ કરવા માટે જો તેમાં જીવ ભેદ માનશો તો તમને બૌદ્ધસિદ્ધાન્તના સ્વીકારને કારણે અપસિદ્ધાન્તનો દોષ લાગશે.
यथा पत्राणां तथा पुष्प-फल-बीजान्नौषधादीनामपि यथायोगमेतदवस्थात्रिकं मुहूर्तमाने तदायुषि स्वीक्रियमाणे कथञ्चनापि न सङ्गच्छत इति भावनीयम् ।