________________
७६
आगमोपनिषद् - परमेतत्समयविरुद्धम्, यतो घटिकाद्वयमितमा-युर्व्यभिचरति मनुष्यक्षेत्रेऽप्येकेन्द्रियाणाम् ।
પણ એ સિદ્ધાન્તથી વિરુદ્ધ છે. કારણ કે મનુષ્યક્ષેત્રમાં પણ એકેન્દ્રિયોને બે ઘડી જેટલું આયુષ્ય અનેકાન્તિક છે. (તેથી વધુ પણ આયુષ્ય સંભવે છે.)
तथाहि श्रीकल्पवृत्तौ द्रव्यक्षेत्रकालभावरूपचतुर्विधाचित्तताप्ररूपणायां क्षेत्राचित्ताधिकारे-जोअणसयं तु गंता अणहारेण तु भंडसंकंती । वायागणिधूमेण विद्धत्थं होइ लोणाइं ||१११।।
તે આ મુજબ - શ્રીકલ્પવૃત્તિમાં દ્રવ્ય-ક્ષેત્ર-કાળ-ભાવરૂપ ચાર પ્રકારની અચિત્તપણાની પ્રરૂપણામાં ક્ષેત્રથી અચિત્તપણાના અધિકારમાં - સો યોજન (દૂર) જઇને અનાહારથી, માલસામાનની હેરફેરથી, પવન-અગ્નિ-ધૂમથી લવણ વગેરે વિધ્વસ્ત થાય છે. I૧૧૧ (પ્રવચનસારોદ્ધાર ૧૦૦૧, વિચારસાર-૩૩૮, રત્નસંચય-૨૭૫, ગાથાસાહસી-૧૨૯) ___ इत्येतद्गाथाव्याख्यायां लवणादिकं स्वस्थानाद्गच्छत्प्रतिदिवसं बहुबहुतरादिक्रमेण विध्वंस्यमानं योजशतात्परतो गत्वा सर्वथैव विध्वस्तमचित्तं भवति ।
આ ગાથાની વ્યાખ્યામાં મીઠું વગેરે પોતાના સ્થાનથી બીજે જાય, ત્યારે પ્રત્યેક દિવસે વધુ, હજી વધુ વગેરે ક્રમથી વિધ્વંસ પામે છે, અને સો યોજન થી આગળ જઇને સર્વથા વિધ્વંસ પામે છે = અચિત્ત થાય છે.