________________
૮૨
आगमोपनिषद् જ્યાં સુધી માનુષોત્તર પર્વત છે, એટલો મનુષ્યલોક કહેવાય છે. જ્યાં સુધી અરિહંતો, ચક્રવર્તીઓ વગેરે છે, એટલો મનુષ્યલોક કહેવાય છે. જ્યાં સુધી સમયક્ષેત્ર છે, એટલો મનુષ્યલોક કહેવાય છે. જ્યાં સુધી બાદર વીજળી, બાદર ગડગડાટ, વાદળા, બાદર અગ્નિ, ખાણો, નિધિઓ, નદીઓ, સૂર્યગ્રહણો, ચન્દ્રગ્રહણો છે, તેટલો આ લોક કહેવાય છે. જ્યાં ચંદ્ર, સૂર્ય, ગ્રહ, નક્ષત્ર, તારાઓના અતિગમન = ઉત્તરાયણ અને નિર્ગમન = દક્ષિણાયન થાય છે, તેટલો લોક કહેવાય છે.
(ભગવતીસૂત્ર શતક-૨, ઉદ્દેશ ૯) तर्हि आकरोद्भवत्वान्मनाशिलायास्तदुत्कृष्टायु-र्मनुष्यक्षेत्र एवानुमीयते । तथा अग्नेरप्यनया गाथया मनुष्यक्षेत्राद्बहिनिषेधात्तस्यापि दिनत्रयप्रमाणमुत्कृष्टायुस्तत्रैव, तथा वनस्पतिकायस्यापि मुहूर्तप्रमाणमायुः प्रज्ञापनाद्यपदगततद्विचारेण વિસંવતિ |
તો મણશિલ ખાણમાં ઉત્પન્ન થતું હોવાથી તેનું ઉત્કૃષ્ટ આયુષ્ય મનુષ્યક્ષેત્રમાં જ હોય છે, એવું અનુમાન થાય છે. તથા આ ગાથાથી મનુષ્યક્ષેત્રની બહાર અગ્નિનો પણ નિષેધ કર્યો હોવાથી તેનું પણ ત્રણ દિવસ પ્રમાણ ઉત્કૃષ્ટ આયુષ્ય મનુષ્યક્ષેત્રમાં જ હોય છે. તથા વનસ્પતિકાયનું આયુષ્ય પણ એક મુહૂર્ત પ્રમાણ હોય છે, એ વાત પ્રજ્ઞાપનાના પ્રથમ પદમાં કહેલા તેના વિચાર સાથે વિસંવાદ ધરાવે છે. '
तथाहि-सोगन्धि अ सुभगाणं नलिणाणं पउम-उप्पलाणं १. पउमुप्पलनलिणाणं सुभगसोगंधियाणं य - इत्युपलभ्यमानः पाळ।