________________
૮૦
आगमोपनिषद् ઉત્પન્ન થાય છે, તેમાં કોઇ જીવ ૧૦ યોજન જઇને ઉત્પન્ન થયો, કોઇ ૧૫. ૨૫.... ૩૦.... ૪૦.... ૫૦.... ૩૦.. ૭૦. યોજન જઇને. તો 100 યોજન જઇને એ બધાની યોનિનો વિધ્વંસ થાય, એ સંગત ન થઇ શકે, કારણ કે તે અલગ અલગ જીવોની ઉત્પત્તિનું ક્ષેત્ર ચોક્કસ નથી. __ यथा श्रीकल्पवृत्तौ तथा श्रीआचाराङ्गवृत्तावपि, तथाहिसर्वोऽपि पृथ्वीकायः सर्वस्मादपि क्षेत्राद् योजनशतादुर्ध्वमानीतो भिन्नाहारत्वेन शीतादिसम्पर्कतश्चाचित्तीभवति । इत्थं क्षेत्रादिक्रमेणाचित्तीभवनमप्कायादीनामपि ज्ञेयं यावद्वनस्पतिकायः |
જેમ શ્રીકલ્પવૃત્તિમાં કહ્યું છે, તેમ શ્રીઆચારાંગવૃત્તિમાં પણ કહ્યું છે. તે આ પ્રમાણે - સર્વ પૃથ્વીકાય સર્વ ક્ષેત્રથી સો યોજન દૂર લાવવામાં આવે, તો એ ભિન્ન આહારથી અને ઠંડી વગેરેના સંપર્કથી અવશ્ય અચિત્ત થાય છે. આ રીતે ક્ષેત્ર વગેરેના ક્રમથી અચિત્ત થવું એ અપ્લાયથી માંડીને વનસ્પતિકાયની બાબતમાં પણ સમજવું. ___ एवं पञ्चानामप्येकेन्द्रियाणां योजनशतगमने भिन्नाहारतया यदचित्तीभवनमुक्तं तन्मुहूर्ते मुहूर्ते समुत्पद्यमानानां नवनवजीवानां न सङ्गच्छते । पूर्वोक्तादेव हेतोः ।।
આ રીતે પાંચે ય એકેન્દ્રિયો સો યોજન સુધી જાય, ત્યારે ભિન્ન આહારને કારણે તે અચિત્ત થાય છે, એમ જે કહ્યું છે, તે પ્રત્યેક મુહૂર્તમાં ઉત્પન્ન થતાં નવા નવા જીવોની બાબતમાં પૂર્વોક્ત કારણથી જ સંગત થતું નથી.