________________
७२
आगमोपनिषद् - અન્યતીર્થિકોને, અન્યતીર્થિકદેવોને અને કુતીર્થિકોએ ગ્રહણ કરેલ સ્વદેવોને = જિનબિંબોને વંદન કે નમસ્કાર ન કરું.
અહીં તીર્થિક પરિગૃહીત જિનબિંબોને નમસ્કાર ન કરવાનું કહ્યું છે. તેનું કારણ એ છે, કે જો સમ્યગ્દષ્ટિ તેમને વંદનાદિ કરે, તો કુતીર્થિકોના ભક્તોને મિથ્યાત્વવૃદ્ધિ થાય. તેઓ વિચારે કે – કેવો અમારા દેવનો પ્રભાવ ! કે જૈનો પણ એમને વંદન કરે છે. એમ વિચારીને તેઓ મિથ્યાત્વમાં વધારે દૃઢ થાય.
એ જ રીતે કુતર્થિકોના ગાયત્રી મંત્રની એવી વ્યાખ્યા કરવામાં આવે કે જેનાથી એ મંત્ર અરિહંત, સિદ્ધ વગેરેના નમસ્કારરૂપ બની જાય. તો પણ સમ્યગ્દષ્ટિને તેનો પાઠ કરવો ન કહ્યું. કારણ કે તેનાથી પણ પૂર્વોક્ત રીતે મિથ્યાત્વવૃદ્ધિ થઇ શકે છે. ૧૦પા.
तथा शाश्वतचैत्यनमस्कारेषु जय जय जाम्बूनदकुमारेत्यत्रानाकलितसम्यग्जिनमतस्वरूपेणैतत्क; स्वमत्या सुवर्णशब्दस्य जाम्बूनदेति स्वर्णवाचकं पदं क्षिप्तमस्ति, किन्तु सुपर्णकुमारेति तार्क्ष्यकुमारवाचकं पदं विलोक्यते । एतत्सूचयत्येतत्कर्तुः सम्यगागमानभिज्ञताम् ।।१०६ ।।
તથા શાશ્વત ચૈત્યના નમસ્કારોમાં - જય જય જાંબૂનદકુમાર' - અહીં જિનમતનું સ્વરૂપ બરાબર નહીં જાણનાર એના કર્તાએ પોતાની મતિથી સુવર્ણ' શબ્દનું જાંબૂનદ એમ સ્વર્ણવાચક પદ મૂકી દીધું છે. પણ તેના સ્થાને સુપર્ણકુમાર એમ ગરૂડકુમારનું વાચક પદ હોવું જોઇએ. આ એના કર્તાનું સમ્યગુ આગમથી અજાણપણું બતાવે છે. ૧૦કા