________________
રૂ૭
आगमप्रतिपक्षनिराकरणम्
तज्जलमपि यत् श्राद्धानां शिरसि क्षेपायार्पयन्ति, तदप्ययुक्तम् ।।५८।।
તથા તે પાણી પણ શ્રાવકોના માથે નાખવા માટે જે આપે છે, તે પણ અનુચિત છે. પ૮ કેમ અનુચિત છે, તેનું કારણ કહે છે –
तथाविधगुणविकलानामपि ब्राह्मणानां पादप्रक्षालन-जलस्य शिरसि प्रक्षेपः श्राद्धानां मिथ्यात्वोद्दीपनमेव विधत्ते, न किञ्चिद् गुणाय । अत्र बहु वितर्कणीयम् ।।५९।।
જેઓ તેવા પ્રકારના ગુણોથી રહિત છે, તેવા પણ બ્રાહ્મણોના પાદપ્રક્ષાલનમાં વાપરેલા જળને માથામાં નાખવાથી શ્રાવકોના મિથ્યાત્વનું ઉદ્દીપન જ કરે છે, તેનાથી તેમને કોઇ લાભ થતો નથી. અહીં ઘણો વિચાર કરવા યોગ્ય છે. પલા
तथा चक्रधराः सर्वेऽपि बहिरारम्भनिरता अन्तःसुविशुद्धचारित्रपवित्रिताः, एतदप्यनागमिकम्, सुभूम-ब्रह्मदत्तादीनां विषयकषायादिव्याकुलितचेतोवृत्तीनां नरकेषूपपातात् । न हि વારિત્રિ નરગુપપાવા III
તથા સર્વે ય ચક્રવર્તીઓ બહારથી આરંભનિરત હોય છે અને અંતરમાં સુવિશુદ્ધ ચારિત્રથી પવિત્ર થયેલા હોય છે, એ (વચન) પણ શાસ્ત્રાનુસારી નથી. કારણકે જેમની ચિત્તવૃત્તિ વિષય-કષાયથી વ્યાકુળ થઇ છે, તેવા સુભૂમ, બ્રહ્મદત્ત વગેરે ચક્રવર્તીઓ નરકમાં ઉત્પન્ન થયા છે. જેઓ ચારિત્રધારક હોય, તેઓ નરકમાં ઉત્પન્ન થતા નથી. કoll