________________
४६
आगमोपनिषद् तथा प्रासादेषु वास्तुशास्त्रानुसारेणोत्कर्षतोऽपि विंशत्युत्तरमण्डपशतमेव श्रूयतेऽत्र तु सहस्रसङ्ख्याऽपीत्येतदपि वितर्कणीयम् ।।७५।।
તથા જિનાલયોમાં વાસ્તુશાસ્ત્રના અનુસારે ઉત્કૃષ્ટથી પણ ૧૨૦ મંડપ જ સંભળાય છે. અહીં તો વિવક્ષિત શાસ્ત્રમાં ૧૦૦૦ સંખ્યા પણ કહી છે, તે વિચારણીય છે. ૭પો.
- तथा यथा पाथोदः प्रवर्षनिम्नोन्नतादि न विलोकते, तथा 'जो जं वरइ तं तस्स दिज्जए' तथा 'वरवरिआ घोसिज्जइ किमिच्छिअं दिज्जए बहुविहीअं' इत्यादिवचनात् प्रार्थयते यो यद्वस्तु तत्तस्य ददते जिनाः । एवं सति या दानपञ्चकप्रथा तत्र कृताऽस्ति साऽपि विमर्शनीया |७६।।
તથા જેમ વરસતું વાદળ નીચાણ કે ઉચાણવાળા સ્થાન વગેરે જોતો નથી. (સર્વત્ર સમાનરૂપે વર્ષે છે.) તેમ જે જેને વરે તે તેને દેવાય છે.' તથા 'વરવરિકાની ઘોષણા કરાય છે. ઘણા પ્રકારનું કિમિચ્છિક અપાય છે.' વગેરે વચનથી જે જે વસ્તુની પ્રાર્થના કરે તેને તે વસ્તુ જિનેશ્વર ભગવંતો આપે છે.
આ સ્થિતિમાં તેમાં (વિવક્ષિત શાસ્ત્રમાં) જે પાંચ દાનની પ્રસિદ્ધિ કરી છે, તે પણ વિચારણીય છે. Iકા
અહીં કિમિચ્છકાનો અર્થ છે – 5 મિચ્છતિ? - કોણ શું ઇચ્છે છે ?, જેને જે જોઇએ તે અપાય છે - આવી