________________
५४
आगमोपनिषद् તેમને (જિનને) પૂજીને ઉત્તમ સ્તવનોથી સ્તુતિ કરવી. (યોગશાસ્ત્ર ૩-૧૨૩) - આની વ્યાખ્યા વૃત્તિમાં આ રીતે કરી છે - ભગવાનનું અર્ચન = પૂજન કરીને, ઇરિયાવહી પ્રતિક્રમણપૂર્વક શક્રસ્તવ વગેરે દંડકોથી ચૈત્યવંદન કરીને, ઉત્તમ = ઉત્તમ કવિઓએ રચેલા સ્તવનોથી સ્તુતિ કરવી.
આ રીતે વૃત્તિમાં વિધાન કર્યું હોવાથી નમસ્કાર, શક્રસ્તવ વગેરે દ્વારા ગૃહસ્થોએ પણ દેવવંદન કરવું જોઇએ એવા પ્રકારની આગમની આજ્ઞાને ઓળંગીને જે વિવક્ષિત ગ્રંથમાં કહેલ ચાર નમસ્કારથી જ દેવવંદન કરાય છે, એ પણ સૂત્રવિરુદ્ધ છે. ૮૮ તથા આ નમસ્કારોમાં - હે નાથ ! તું મને કટાક્ષથી જુએ છે - એવું જે કહ્યું છે, તે જિનસ્તુતિમાં સંગત થતું નથી. કારણ કે આ પદ દેવીની સ્તુતિમાં ઉચિત છે. I૮૯ો.
तथा एतेषु यदावानं ध्यानमित्युक्तम्, तत्रावानपदं न सङ्गच्छते । न ह्यन्यदेववत् केनाप्याहूताः समायान्ति जिनेन्द्रा રૂતિ ૨૦II. - તથા એ (નમસ્કારો)માં જે – આહ્વાન ધ્યાન - એવું કહ્યું છે, ત્યાં આહ્વાહન પદ ઉચિત નથી, કારણકે અન્ય દેવોની જેમ જિનેશ્વરો કોઈના આહ્વાહનથી આવતા નથી. lol
तथा - न मन्त्रं नो यन्त्रं तदपि च न जाने स्तवमहो इत्यत्र तमपीत्येवं निष्पद्यते, विशेष्यस्य स्तवनशब्दस्य पुंस्त्वात् T૧૧TI.