________________
३८
आगमोपनिषद्
જે ચક્રવર્તીઓ મોક્ષે ગયા છે, તેમને પણ યુદ્ધ આદિના સમયે તીવ્ર દ્વેષ આદિની પરિણતિ સંભવે છે. ભરત ચક્રવર્તીને ચારિત્રપરિણતિની સ્પર્શના થવા સાથે તેમણે ક્ષપકશ્રેણિ માંડી કેવળજ્ઞાન પામી મુનિવેષનો સ્વીકાર કર્યો છે. માટે ગૃહસ્થપણે સદા ચક્રવર્તીઓ ચારિત્રી હોય, એ વાત યથાર્થ નથી. II૬૦
तथा चक्रधर-वासुदेव-प्रतिवासुदेवादीनां यदत्र चतुर्दशाहव्रतं वर्ण्यते, तदपि नागमानुरोधि, सूत्रे तेषामविरतत्वस्य प्रतिपादनात् । न हि सर्वव्रतदुष्करतरब्रह्मव्रतपालका अविरताः प्रोच्यन्ते । अविरतत्वज्ञापकानि पुनः श्रीकल्पसूत्रादीनि यतस्तत्र श्रीयुगादिदेवाधिदेवस्य श्रेयांसप्रमुखा एव श्रमणोपासकाः प्रोक्ता न तु भरतप्रमुखाः । एवं नेमेरपि न वासुदेवप्रभृतयः । प्रतिवासुदेवानां पुनस्तद्व्रतापालनपिशुनं रावणसीताहरणम् ।।૧।। પુર્વ વર્ત્યાવિવિષયમયંત્ર વધુ વદ્યમ્ દિર।।
"
તથા ચક્રધર-વાસુદેવ-પ્રતિવાસુદેવ આદિનું જે અહીં ૧૪ દિવસનું વ્રત વર્ણવાય છે, તે પણ આગમાનુસારી નથી. કારણ કે સૂત્રમાં તેઓનું અવિરતપણું કહ્યું છે. સર્વ વ્રતોમાં જે અધિક દુષ્કર છે, તેવા બ્રહ્મચર્ય વ્રતના જે પાલક છે, તેમને અવિરત નથી કહેવાતા. ચક્રવર્તી વગેરે અવિરત હતા, એના જ્ઞાપક શ્રીકલ્પસૂત્ર વગેરે શાસ્ત્રો છે. કારણકે ત્યાં શ્રીયુગાદિદેવાધિદેવના શ્રેયાંસ વગેરે જ શ્રાવકો કહ્યા છે, ભરતચક્રી વગેરે નહીં. એ જ રીતે શ્રીનેમિનાથના પણ વાસુદેવ વગેરે (શ્રાવકો કહ્યા) નથી. પ્રતિવાસુદેવો પણ તે (બ્રહ્મચર્ય) વ્રત પાળતા નથી. તેનું