________________
SX
आगमोपनिषद् __एवं सत्येतदुक्तानुयायिनां जलगलनके निश्च्योत्यमाने शुष्यति वा एकस्मिन् उदकबिन्दुमात्रेऽसंङ्ख्येयजीवा विराध्यन्ते। રક્ષ(ક્ષ્ય)તુ વિયત્ત પર ત્રણા રૂતિ |
જો એવું હોય તો આ વચનના અનુયાયીઓ પાણીનું ગરણું નિચોવે કે સુકાવે ત્યારે માત્ર એક પાણીના ટીપામાં અસંખ્ય જીવોની વિરાધના થાય છે, રક્ષા તો કેટલાક ત્રસ જીવોની જ થાય છે.
અહીં ખાસ વાત એ પણ સમજવાની છે કે ફળ તો ચિત્તપરિણામને આધારે મળે છે. માટે ઉક્ત ગણતરી ઉચિત નથી. માટે જ સૂત્રકૃતાંગસૂત્રમાં કહ્યું છે - ને વેરૂ યુદ III पाणा, अदुवा संति महालया । सरिसं तेहिं वेरंति असरिसं ત્તિ ય નો વલે II ૬-૭૧૦] જે એકેન્દ્રિય આદિ ક્ષુદ્ર જીવો છે, અને જે હાથી આદિ મોટા જીવો છે. તેમની હિંસાથી સમાન કર્મબંધ જ થાય છે કે અસમાન કર્મબંધ જ થાય છે, એવું ન કહેવું.
જો વધ્ય જીવની અપેક્ષાએ જ કર્મબંધ થતો હોત, તો તે અપેક્ષાએ સમાન કર્મબંધ કે અસમાન કર્મબંધ થાય છે, એવું કહી શકાય. પણ કર્મબંધ માત્ર વધ્યની અપેક્ષાએ જ નથી થતો, પણ અધ્યવસાયને કારણે પણ થાય છે. માટે જેને તીવ્ર સંક્લિષ્ટ અધ્યવસાય છે, તેને શુદ્ર જીવની હિંસામાં ય ગાઢ કર્મબંધ થશે. જે અનિચ્છાએ હિંસા કરે છે, તેને મોટા પ્રાણીની હિંસાથી પણ અલ્પ કર્મબંધ થાય છે.