________________
२४
- आगमोपनिषद् છે, કે સાધુઓ જન્મ-મરણ સંબંધી દાન ગ્રહણ કરતાં નથી. તેથી પ્રથમ તીર્થકરના સમયે ધર્મનો જન્મ થયો અને અંતિમ જિનના શાસનના અંતે ધર્મનું મૃત્યુ થશે. માટે આ બે સમય ધર્મરૂપી કુમારના જન્મ-મરણના છે. આ સમયે જે દાન અપાય તે પણ જન્મ-મરણ સંબંધી છે. એવું દાન તો સાધુઓથી ન લેવાય માટે પ્રથમ અને અંતિમ જિનના સાધુઓને રાજપિંડ લેવાનો નિષેધ છે.
આ કારણે પોતાની બુદ્ધિની કલ્પના જ છે. કારણ કે એવું કારણ પંચાશક ગ્રંથની ગાથામાં કહ્યું જ નથી. અન્ય શાસ્ત્રોમાં ય ક્યાંય આવી વાત કરી નથી. વળી એ વાત યુક્તિસંગત પણ નથી. આ જ વસ્તુ સમજાવે છે –
तथाहि-प्रथमतीर्थकृतो वारके धर्मो जातः, परं तन्निर्वाणानन्तरं तत्तीर्थे विद्यमाने ये राजानो भवन्ति, तत्पिण्डः कस्मान्न गृह्यते यतिभिः तदा तु धर्मस्य जन्मसमयस्यातिक्रान्तत्वादिति II૧II
પ્રથમ તીર્થકરના સમયે ધર્મનો જન્મ થયો, પણ તેમના નિર્વાણ બાદ તેમના વિદ્યમાન તીર્થમાં જે રાજાઓ હોય છે, તેમનો પિંડ કેમ સાધુઓથી લેવાતો નથી? કારણ કે ત્યારે તો ધર્મનો જન્મ સમય જતો રહ્યો છે. ૩૧
પ્રથમ તીર્થકરનું શાસન અસંખ્ય વર્ષો સુધી ચાલ્યું છે. તે સર્વ સમયે રાજપિંડગ્રહણ નિષિદ્ધ જ છે. માટે ઉક્ત વાત સંગત નથી. અંતિમ જિનના શાસનના પ્રારંભથી રાજપિંડ ગ્રહણ નિષિદ્ધ છે. ધર્મનો અંત તો છેલ્લે થાય છે. માટે ઉક્ત