Book Title: Abhaykumar Mantrishwar Jivan Charitra Part 01
Author(s): Motichand Oghavji, Satyasundarvijay
Publisher: Jinshasan Aradhana Trust
View full book text
________________
તેનો હસ્તકમળ અનેક અર્થજનોના મુખચંદ્રને જોતો છતો પણ કદાપિ સંકોચ પામતો નહીં. આ રાજા વળી સાક્ષાત કામદેવ જ હતો કે જેણે વૈરિઓની સ્પર્ધાને લીધે પોતાની વલ્લભા રતિ અને પ્રીતિને સર્વાગે આશ્લેષ દઈને રાખી હતી. સુંદર આકૃતિને લીધે શોભી રહેલા અને પરસ્ત્રીના સહોદર એવા તે રાજાએ ત્રાકૃતિસ્તોત્ર |UT: એ વચનને સત્ય કરી બતાવ્યું હતું. જેમ ચંદ્રમાએ શુદ્ધ દક્ષપુત્રીઓને વરીને ઉજ્વળ. અંતઃપુર બનાવ્યું હતું તેમ આ મહીપતિએ પણ બીજા રાજાઓની કન્યાઓનું પાણિગ્રહણ કરીને પોતાનું ઉત્તમ અંત:પુર કર્યું હતું. પાર્શ્વનાથ ભગવાનના શાસનરૂપી આમ્રવૃક્ષને વિષે શુક સમાન અને સભ્યત્વ અણુવ્રતનો ધારણહાર એવો એ નરેશ ઉત્તમ ફળવાળા તરૂવર જેવો શોભતો હતો.
એ રાજાને, જેમ ઈન્દ્રને શચી-ચંદ્રમાને રોહિણી-અને હરિને લક્ષ્મી તેમ, ધારણી નામે પટ્ટરાણી હતી. અનેક રાજાઓથી ભોગવાતી, જડ (ળ) ના સંબંધવાળી, છિદ્રયુક્ત અને પંકિલ એવી કસ્યપાત્મજાધરણીની સાથે, એનાથી વિપરીત ગુણવાળી ધારણીની તુલના થાય જ શી રીતે ? બીજું તો એક બાજુએ રહ્યું, માત્ર અધિક માત્રાવાળા પોતાના નામે કરીને પણ તેણે (ધારણીએ) તેને (ધરણીને) જીતી લીધી હતી. શીલરૂપી રત્નાલંકારથી અલંકૃત છે શરીર જેનું એવી એ રાણીના શેષ ગુણો એના સૌભાગ્યની ઉપર મંજરીરૂપ હતા. આમ શુદ્ધ ધર્મને વિષે લીન એવી એ રાજપત્નીના સર્વ ગુણો, જેમ મૂળ સજીવન હોય તો લતાના પત્ર-પુષ્પ-ફળ ખીલી રહે છે તેમ, સવિશેષ ખીલી રહ્યા હતા.
૧. હસ્તકમળ, ચરણકમળ, નયનકમળ, આવા આવા કવિજનોના શબ્દો શરીરના તે તે અવયવોનું કમળ સમાન સૌંદર્ય-કોમળવ આદિ દાખવે છે; જો કે એ સમાન ભાવમાં, એએ અવયવો જે ઉપમેય છે, તે, કમળ જે ઉપમાન છે તેના કરતાં, ચઢીયાતાં નથી, બલ્ક ઉતરતાં છે અને કવિજનો તેમને વર્ણનને ખાતર જ માત્ર, સમાન ભાવમાં મૂકે છે. પણ અહિંતો આ કવિ, એવા એક અવયવ-હસ્ત-ને સમાન ભાવમાં જ નહિં પરંતુ અધિકતા-શ્રેષ્ઠતામાં લાવી મૂકે છે. હસ્ત ને કમળ કરતાં અધિક બતાવ્યો છે : એમ કહીને કે, સાધારણ કમળ છે તે ચંદ્રમાને જોઈને, અર્થાત્ ચંદ્રમા ઉદય થયે છતે એટલે કે રાત્રીએ, સંકોચાઈ જાય છે; પણ આ (રાજાનો હસ્ત) કમળ તો અનેક (અર્થીજનોનાં મુખ-) ચંદ્ર જોતાં છતાં પણ, અર્થાત ગમે તેટલા યાચકો એની પાસે દાન લેવા આવે તોપણ, કદી દાન આપવાથી સંકોચાતો નહીં-પાછો હઠતો નહીં. અભયકુમાર મંત્રીશ્વરનું જીવનચરિત્ર (સર્ગ પહેલો)