Book Title: Abhaykumar Mantrishwar Jivan Charitra Part 01
Author(s): Motichand Oghavji, Satyasundarvijay
Publisher: Jinshasan Aradhana Trust
View full book text
________________
પૂજા થયા કરતી હતી કારણકે અન્યથા ત્યાં સ્વાદિષ્ટ અને નિર્મળ પાણીવાળી તળાવડી, વાવ અને કુવાઓ પુષ્કળ ન “હોય.
તે નગરમાં સર્વ શ્રેષ્ઠિરનો રાજાઓ જેવા જ હતા એમાં કંઈ પણ સંશય નથી કારણ કે એઓ પણ દાનમંડપને વિષે દાન આપતા હતા; અન્ય રીતે (એટલે પોતાને ઘેર) નહિ. ત્યાંના લોકો યુગલીઆની પેઠે સ્વદારાસંતુષ્ટ અને અ૫ક્રોધવાળા હતા અને એમને પુણ્યરૂપી કલ્પદ્રુમથી સર્વ મનવાંછિત પ્રાપ્ત થતાં હતાં. તે નગરનાં પુંડરીક કમળ સમાન શ્વેત મહેલો પરની સુવર્ણના કુંભોની પંક્તિ, જાણે એ કમળની અંદરથી બહાર આવી રહેલો સાક્ષાત્ “કિંજલ્કનો સમૂહ હોય નહીં ! એવી શોભી રહી હતી. ત્યાં હરિના ઉદરને વિષે જેમ સર્વ ભવનો તેમ, પ્રત્યેક દુકાને કપુર આદિ સર્વ કરિયાણાં હતાં. ત્યાં ઊંચી ફરકી રહેલી ધ્વજાઓવાળી અને ચુનાથી ધોળેલી મનહર હવેલીઓ દેવતાઓના વિમાન જેવી દીપી રહી હતી.
એ નગરને વિષે જગને આનંદ આપનાર, ત્રાસરહિત, અને હારના મુખ્ય મણિ (ચકદા) જેવો પ્રસેનજિત્ રાજા રાજ્ય કરતો હતો. તેણે વનહસ્તિ જેવા ઉન્મત્ત અને અત્યંત બળથી શોભતા એવા પોતાના શત્રુઓ પર વિજય મેળવીને પોતાના નામને સાર્થક કર્યું હતું. તેના કરને વિષે જાણે આકાશ ગંગાને પોતાના સંગ થકી પવિત્ર કરવાને આકાશમાં જતી યમુના નદી જ હોય નહીં ! એવી ઊંચું મુખ કરી રહેલી ખગલતા ઝળહળી રહેતી હતી.
૧. વરૂણ દેવ જળના અધિષ્ઠાયક દેવ હોવાથી એમની પૂજાના બદલામાં લોકોને જળનું હરેક પ્રકારનું સુખ મળે જ. - ૨. કિંજલ્ક કમળની અંદરના સૂત્રતંતુ જેવા રેસા. (જેમનો રંગ પણ પીળો હોય છે.)
અભયકુમાર મંત્રીશ્વરનું જીવનચરિત્ર (ભાગ-૧)