Book Title: Abhaykumar Mantrishwar Jivan Charitra Part 01
Author(s): Motichand Oghavji, Satyasundarvijay
Publisher: Jinshasan Aradhana Trust
View full book text
________________
તુલ્ય છે. વાવો દેવતાઓની વાવ સમાન છે. અને દ્રહ પદ્મદ્રહ સરખા છે. ત્યાં ધાન્યોને (એક વાર) લણી લીધા છતાં પણ, પાપી અને ખળ પુરુષોએ હરી લીધેલી ભાગ્યવંત પુરુષોની લક્ષ્મીની પેઠે, પુનઃ પુનઃ ઉત્પન્ન થાય છે. શંખની ઉત્પત્તિવાળી એની ભૂમિ લીલાં અને વિચિત્ર હરિત નામના સ્વાદિષ્ટ ઘાસને લીધે મેરૂપર્વતની સુવર્ણના તૃણવાળી ભૂમિકાજ હોય નહીં શું ? એવી શોભી રહી છે.
ત્યાં ઘટપૂર દુધ આપનારી હજારો ઉદાર ગાયો જાણે વિધ્યાચળની. હાથણીઓ હોય નહીં એમ સ્વેચ્છાએ ફર્યા કરે છે. નારંગ, કદળી, આમ્ર, બીજપૂર આદિથી પૂર્ણ એવા એના વનમાં ફર્યા કરતો માણસ જાણે એક નગરમાં ફરતો હોય તેમ કદિ પણ શ્રમિત થતો નથી. ઉત્તમ રાજ્ય, આરોગ્યતા, સૌભાગ્ય, નિર્ભયતા અને નિરીતત્ત્વ-એ સર્વ સુખના કારણો, ઉત્સુક સ્ત્રી જેમ સુભગ જનને ભજે (ઈચ્છે) તેમ નિરન્તર એ દેશને ભજતા હતા. પોતપોતાના ફળને આપનારી સર્વે (છયે) ઋતુઓ, સંધિ આદિ ગુણો જેમ ઉત્તમ મહીપતિને ભજે છે તેમ યથાકાળ એને (મગધ દેશને) ભજતી હતી.
૧. ઘટપૂર = ઘડો ભરીને. ૨. વનમાં એ બધાં નામનાં વૃક્ષો; નગરમાં એ વૃક્ષોનાં ફળ. બીજપૂર = બીજોરાં.
૩. (૧) અતિવૃષ્ટિ (બહુજ વર્ષા) (૨) અનાવૃષ્ટિ (બિલકુલ વર્ષા નહિદુષ્કાળ) (૩) તીડનો ભય (૪) ઉંદરનો ભય (૫) પક્ષીઓનો ભય અને (૬) પરરાજ્યનો ભય એ છ ઈતિ' કહેવાય છે. (અતિવૃષ્ટિરનાવૃષ્ટિ: શત્નમ: મૂષા: શૂhi: I પ્રત્યાયના રાનાનપડેતા તય: મૃતા: ) એ ન હોવાપણું એ નિરીતત્ત્વ'. ૪. એટલે કે એ પાંચેવાનાં એ દેશમાં હતાં.
૫. સંધિ આદિ (છ) ગુણો ઃ (૧) સંધિ (મૈત્રી), (૨) વિગ્રહ (યુદ્ધ), (૩) યાન (લડવા માટે કુચ કરવી તે), (૪) આસન (પડાવ નાખીને રહેવું તે), (૫) તૈધીભાવ (શત્રુને બહારથી મૈત્રીભાવ દર્શાવવો તે-છેતરપીંડી) અને (૬) આશ્રય (શક્તિ ન હોય તો બળવંત ધાર્મિક નૃપનો આશ્રય લેવો તે)-આ છ રાજાના ગુણો કહ્યા છે. એ છ એ ગુણોથી શોભતા રાજાની પેઠે મગધ દેશ પણ છે કે ઋતુના અનુકુળપણાથી દીપી રહ્યો હતો.
અભયકુમાર મંત્રીશ્વરનું જીવનચરિત્ર (ભાગ-૧)