Book Title: Abhaykumar Mantrishwar Jivan Charitra Part 01
Author(s): Motichand Oghavji, Satyasundarvijay
Publisher: Jinshasan Aradhana Trust
View full book text
________________
૧.
'
એ દેશમાં, આકાશને વિષે સૂર્ય અને સરોવરને વિષે કમળના જેવું શોભી રહેલું જગવિખ્યાત કુશાગ્રપુર નામનું નગર હતું. ત્યાં “સંયમ, ગુપ્તિ, સમિતિ અને નિરગારતા મુનિઓને જ હતી. "દંડ પણ કેવળ એમના હસ્તમાં જ દેખાતો. અપત્યપ્રત્યયાભાવ, વિકાર, કંઠ, વિગ્રહ, ક્રિયાતિપત્તિ, વિશ્લેષ, વર્ણનાશ, વિપર્યય, નિપાત, આગમબાધ, સોપસર્ગક વિકરણ, ગુરુ પૂર્વ અને લઘુ પર એ સર્વ વ્યાકરણમાં જ હતા. ત્યાં નિશ્ચયે નિરન્તર વરૂણદેવની
૧. સંયમ (૧) સંજમ-દીક્ષા, એ મુનિઓને જ હતી; (૨) બંધન-એ કોઈને ન હતું.
૨. ગુપ્તિ. (૧) નિગ્રહ, દાબ (એ ત્રણ પ્રકારે છે–મનગુપ્તિ વચનગુપ્તિ, અને કાયગુપ્તિ)-એ મુનિઓનેજ હતો; (૨) કારાગ્રહ, કારાગ્રહ એટલે બંદીખાનામાં કોઈને જવું પડતું નહિ (ગુનાહિત કૃત્યો કોઈ કરતું ન હતું તેથી).
૩. સમિતિ=સમ્યક પ્રવૃત્તિ moderation. એના પાંચ પ્રકાર છે : (૧) ઈર્યાસમિતિ એટલે ચાલવામાં સમ્યક પ્રકારે જોઈને ચાલવું; (૨) ભાષાસમિતિ એટલે વિચારીને બોલવું; (૩) એષણાસમિતિ એટલે આહારાદિ શુદ્ધ ગ્રહણ કરવો; (૪) આદાનનિક્ષેપસમિતિ એટલે વસ્તુઓ લેતાં મૂકતાં જીવ જંતુની વિરાધના ન થાય તેમ વર્તવું; (૫) પરિષ્ઠાપનિકાસમિતિ એટલે શરીરનાં અનુપકારી મળમૂત્રાદિ જીવરહિત ભૂમિકાએ પરઠવવાં-સ્થાપવાં. એ સમિતિ સાધુઓને જ હતી. “સમિતિ શબ્દનો બીજો અર્થ “વૈરભાવ'. એ (પ્રજામાં) ક્યાંય પણ નહોતો.
૪. મુનિઓ જ નિરગાર-અગાર રહિત-ઘર રહિત હતા. (કારણકે યોગી જનને પોતાનાં રહેવાનાં ઘર હોતાં નથી); પ્રજા જનમાં કોઈ નિરગાર-ઘર વગરનાઆથડતા-રખડુ નહોતા. ૫. દંડ. (૧) કાષ્ઠનો દંડ-એ ફક્ત મુનિઓને જ હતો; (૨) શિક્ષા. પ્રજામાં કોઈને શિક્ષા કરવી પડતી નહિ.
૬. અર્થાત લોકોમાં પ્રજાજનમાં, એમાંનું કંઈ પણ હતું નહિ ? અપત્ય એટલે પુત્રપુત્ર્યાદિક એનો આધાર-એનો અભાવ નહોતો (સી સંતતિવાળાં હતાં); સૌ વિકારરહિત હતા; તંદ્વ-યુદ્ધ એમને કરવું પડતું નહિ; વિગ્રહ-ક્લેશ એમનામાં નહોતો; ક્રિયાનિત્ય કર્મ-નું ઉલ્લંઘન તેઓ કદિ ન કરતા; વિશ્લેષ-વિયોગ-એમનામાં કદિ થતો નહિ; વર્ણ-એક બીજાની માન પ્રતિષ્ઠાનો ભંગ એઓ કદાપિ કરતા નહિ; વિપર્યયદુર્ભાગ્ય-વાળું એમનામાં કોઈ ન હતું; નિપાત-અકાળ નાશ-કોઈનો થતો નહિ; આગમબાધ એટલે શાસ્ત્રનું ઉલ્લંઘન કોઈ કરતું નહિ; ઉપસર્ગ-દુઃખ-દેનારા વિકરણવ્યાધિ ત્યાં હતા નહિ; ગુરુજન-વડીલ વર્ગ પૂર્વ એટલે પ્રથમ ચાલતા, અને લઘુ જન પર એટલે પાછળ રહેતા (નાના મોટાની આમન્યા રાખતા, લોકો વિવેકી હતા). અભયકુમાર મંત્રીશ્વરનું જીવનચરિત્ર (સર્ગ પહેલો).