SearchBrowseAboutContactDonate
Page Preview
Page 22
Loading...
Download File
Download File
Page Text
________________ ૧. ' એ દેશમાં, આકાશને વિષે સૂર્ય અને સરોવરને વિષે કમળના જેવું શોભી રહેલું જગવિખ્યાત કુશાગ્રપુર નામનું નગર હતું. ત્યાં “સંયમ, ગુપ્તિ, સમિતિ અને નિરગારતા મુનિઓને જ હતી. "દંડ પણ કેવળ એમના હસ્તમાં જ દેખાતો. અપત્યપ્રત્યયાભાવ, વિકાર, કંઠ, વિગ્રહ, ક્રિયાતિપત્તિ, વિશ્લેષ, વર્ણનાશ, વિપર્યય, નિપાત, આગમબાધ, સોપસર્ગક વિકરણ, ગુરુ પૂર્વ અને લઘુ પર એ સર્વ વ્યાકરણમાં જ હતા. ત્યાં નિશ્ચયે નિરન્તર વરૂણદેવની ૧. સંયમ (૧) સંજમ-દીક્ષા, એ મુનિઓને જ હતી; (૨) બંધન-એ કોઈને ન હતું. ૨. ગુપ્તિ. (૧) નિગ્રહ, દાબ (એ ત્રણ પ્રકારે છે–મનગુપ્તિ વચનગુપ્તિ, અને કાયગુપ્તિ)-એ મુનિઓનેજ હતો; (૨) કારાગ્રહ, કારાગ્રહ એટલે બંદીખાનામાં કોઈને જવું પડતું નહિ (ગુનાહિત કૃત્યો કોઈ કરતું ન હતું તેથી). ૩. સમિતિ=સમ્યક પ્રવૃત્તિ moderation. એના પાંચ પ્રકાર છે : (૧) ઈર્યાસમિતિ એટલે ચાલવામાં સમ્યક પ્રકારે જોઈને ચાલવું; (૨) ભાષાસમિતિ એટલે વિચારીને બોલવું; (૩) એષણાસમિતિ એટલે આહારાદિ શુદ્ધ ગ્રહણ કરવો; (૪) આદાનનિક્ષેપસમિતિ એટલે વસ્તુઓ લેતાં મૂકતાં જીવ જંતુની વિરાધના ન થાય તેમ વર્તવું; (૫) પરિષ્ઠાપનિકાસમિતિ એટલે શરીરનાં અનુપકારી મળમૂત્રાદિ જીવરહિત ભૂમિકાએ પરઠવવાં-સ્થાપવાં. એ સમિતિ સાધુઓને જ હતી. “સમિતિ શબ્દનો બીજો અર્થ “વૈરભાવ'. એ (પ્રજામાં) ક્યાંય પણ નહોતો. ૪. મુનિઓ જ નિરગાર-અગાર રહિત-ઘર રહિત હતા. (કારણકે યોગી જનને પોતાનાં રહેવાનાં ઘર હોતાં નથી); પ્રજા જનમાં કોઈ નિરગાર-ઘર વગરનાઆથડતા-રખડુ નહોતા. ૫. દંડ. (૧) કાષ્ઠનો દંડ-એ ફક્ત મુનિઓને જ હતો; (૨) શિક્ષા. પ્રજામાં કોઈને શિક્ષા કરવી પડતી નહિ. ૬. અર્થાત લોકોમાં પ્રજાજનમાં, એમાંનું કંઈ પણ હતું નહિ ? અપત્ય એટલે પુત્રપુત્ર્યાદિક એનો આધાર-એનો અભાવ નહોતો (સી સંતતિવાળાં હતાં); સૌ વિકારરહિત હતા; તંદ્વ-યુદ્ધ એમને કરવું પડતું નહિ; વિગ્રહ-ક્લેશ એમનામાં નહોતો; ક્રિયાનિત્ય કર્મ-નું ઉલ્લંઘન તેઓ કદિ ન કરતા; વિશ્લેષ-વિયોગ-એમનામાં કદિ થતો નહિ; વર્ણ-એક બીજાની માન પ્રતિષ્ઠાનો ભંગ એઓ કદાપિ કરતા નહિ; વિપર્યયદુર્ભાગ્ય-વાળું એમનામાં કોઈ ન હતું; નિપાત-અકાળ નાશ-કોઈનો થતો નહિ; આગમબાધ એટલે શાસ્ત્રનું ઉલ્લંઘન કોઈ કરતું નહિ; ઉપસર્ગ-દુઃખ-દેનારા વિકરણવ્યાધિ ત્યાં હતા નહિ; ગુરુજન-વડીલ વર્ગ પૂર્વ એટલે પ્રથમ ચાલતા, અને લઘુ જન પર એટલે પાછળ રહેતા (નાના મોટાની આમન્યા રાખતા, લોકો વિવેકી હતા). અભયકુમાર મંત્રીશ્વરનું જીવનચરિત્ર (સર્ગ પહેલો).
SR No.022728
Book TitleAbhaykumar Mantrishwar Jivan Charitra Part 01
Original Sutra AuthorN/A
AuthorMotichand Oghavji, Satyasundarvijay
PublisherJinshasan Aradhana Trust
Publication Year
Total Pages322
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size31 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy