Book Title: Mara Sansmarno Yane 50 Varshni Jain Shasanni Aachi Ruprekha
Author(s): Mafatlal Jhaverchand Gandhi
Publisher: Mafatlal Jhaverchand Gandhi
Catalog link: https://jainqq.org/explore/023272/1

JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLY
Page #1 -------------------------------------------------------------------------- ________________ મારાં સંસ્મરણો યાને ૫૦ વર્ષની જૈન શાસનની આછી રૂપરેખા : લેખક : સ્વ. પંડિત મફતલાલ ઝવેરચંદ ગાંધી : પ્રકાશક : સ્વ. પંડિત મફતલાલ ઝવેરચંદ ગાંધી સન્માનનિધિ, અમદાવાદ ઈ. ૨૦૦૧ CA A A A A A A A A Page #2 -------------------------------------------------------------------------- ________________ મારું સંસ્મરણી યાનૈ ૫૦ વર્ષની જૈન શાસનની આછી રૂપરેખા : લેખક : સ્વ. પંડિત મફતલાલ ઝવેરચંદ ગાંધી : પ્રકાશક : સ્વ. પંડિત મફતલાલ ઝવેરચંદ ગાંધી સન્માનનિધિ, અમદાવાદ ઈ. ૨૦૦૧ Page #3 -------------------------------------------------------------------------- ________________ મારાં સંસ્મરણો યાને ૫૦ વર્ષની જૈન શાસનની આછી રૂપરેખા © લેખકના ઈ.સ. ૨૦૦૧, વિક્રમ સંવત ૨૦૫૭ લેખક તથા મુદ્રક : પં. મફતલાલ ઝવેરચંદ ગાંધી અમદાવાદ ખાસ નોંધ તથા સૂચના : આ પુસ્તક વેપાર કે વેચાણ કે જાહેર પ્રચાર માટે નથી. ફક્ત ખાનગી વિતરણ માટે જ છે. કોઈએ પણ આના લખાણનો ગેરઉપયોગ કે જાહેર પ્રચાર વિગેરે કરવા નહીં. Page #4 -------------------------------------------------------------------------- ________________ ૐ નમઃ પાર્શ્વનાથાય ભૂમિકા (૧) પૂ. મુનિ શ્રી શીલચંદ્રવિજયજી નાની ઉંમરના બુદ્ધિશાળી ઉત્તમ સાધુ ભગવંત છે. ૫.પૂ. આચાર્યદેવ વિજયનંદનસૂરીશ્વરજી મહારાજની સાથે મારે વર્ષો જૂનો પરિચય હતો. તેમાં પણ છેલ્લા દસ વર્ષથી તો હું તેમનાં ગાઢ પરિચયમાં હતો. શાસનના કોઈ પણ પ્રશ્નમાં તેઓને હું પૂછતો, અને તેઓ પણ મને માહિતગાર કરતા. આ વાતચીતમાં પૂ. મુનિ શ્રી શીલચંદ્રવિજયજીની અવશ્ય હાજરી રહેતી. આ નાતે મારો તેમનો પરિચય રહ્યો છે. પૂ. આચાર્ય ભગવંતના સ્વર્ગવાસ પછી પણ મને તેમની પ્રત્યે આકર્ષણ એ હિસાબે રહ્યું છે કે ભવિષ્યમાં શાસનના શાણા, વિદ્વાન્ અને દીર્ઘદ્રષ્ટા આગેવાન મુનિભગવંત થવાની યોગ્યતા તેમનામાં મને લાગી છે. જેને લઈ હું તેમને શક્ય હોય તો વર્ષમાં એકાદ વખત પણ મળવાની અવશ્ય ઇચ્છા રાખું છું. વિ.સં. ૨૦૩૩નું ચાતુર્માસ ગોધરા કર્યા બાદ તેઓ પોતાના ગુરુમહારાજ પ.પૂ. આ સૂર્યોદયસૂરિજી સાથે અમદાવાદ પધાર્યા. અને પાલડી શાંતિવન મહિમાપ્રભસૂરિ જ્ઞાનમંદિરમાં થોડા દિવસ રોકાયા. હું તેમને મળવા ગયો. તેમણે મને કહ્યું, ‘‘પંડિતજી, મારે તમને ખાસ દબાણપૂર્વક ભલામણ કરવાની છે, અને તે એ કે છેલ્લા પચાસ વર્ષના ગાળાના શાસનના મુખ્ય મુખ્ય આચાર્યો અને વિશિષ્ટ મુનિ ભગવંતો તેમજ તમામ સ્તરના શાસનના આગેવાન શ્રાવકો સાથે તમે ઘનિષ્ટ પરિચયમાં આવ્યા છો. તમારી લેખિની હૃદયંગમ છે. તો તમે આ સંબંધોમાં તમારાં સંસ્મરણો રૂપે પચાસ વર્ષોની આલેખના કરો તો છેલ્લા પચાસ વર્ષનો શાસનનો ઇતિહાસ ચિરંજીવ બની રહે. આ કામ અગત્યનું છે અને તે તમારા સિવાય શક્ય નથી. મારી ઇચ્છા આ કામ માટે તમને બાધા આપવાની છે. પણ તમે બાધા ન લો તો કાંઈ વાંધો નહિ, પણ સંકલ્પ કરો અને કોઈ પણ રીતે આ કામ કરો તેમ ઇચ્છું છું.” મેં આ વાત વગર સમજે સ્વીકારી. પરંતુ જેમ જેમ વિચારતો ગયો તેમ તેમ મને તે સંબંધમાં ઘણા વિચારો આવ્યા. પહેલો વિચાર તો એ આવ્યો કે અઢારે પાપસ્થાનોથી ખદબદતા મારે મારાં સંસ્મરણો દ્વારા અહંને પોષી વધુ નીચા ઊતરવાની શી જરૂર છે ? સંસ્મરણોના આલેખન દ્વારા હું કેટલાકને મિત્રો કરી શકીશ. પણ ધ્યાનબહાર રહેલાં કેટલાંક સંસ્મરણોથી, અગર વિપરીત સમજથી, કેઈને અન્યાય દ્વારા ઘણાને દૂભવીશ પણ કેમ નહિ ? આ ઉંમર જેમ બને તેમ ઝેર શમાવી શાંતિ મેળવવાની ઉંમર છે. તેમાં આ નવો ઉલ્કાપાત જગાવવાની શી જરૂર છે ? [||] Page #5 -------------------------------------------------------------------------- ________________ આવા વિચારે મેં મારા બાલ્યકાળથી સંસ્મરણોની ટૂંકી નોંધ કરી હોવા છતાં પણ પછી આ કામ ન કરવું તેવા નિર્ણય ઉપર આવ્યો. પરંતુ આની જાણ શીલચંદ્રવિજયજીને કરૂં તે પહેલાં પ.પૂ. પં. અભયસાગરજીને મળવાનું થતાં મેં તેમને વાત કરી. તો તેમણે પણ મને ‘‘શીલચંદ્રવિજયજીએ કરેલી વાત અતિમહત્ત્વની છે, ખૂબજ શાસન ઉપયોગી છે, અને અવશ્ય કરવા યોગ્ય છે” એમ કહી દબાણ કર્યું. આમ શાસનના પ્રામાણિક ગણાતા મુનિ ભગવંતો અને મારા પૃચ્છા યોગ્ય, ડાહ્યા, શાસનના આગેવાનોએ પણ મને આ માટે દબાણ કર્યું. આથી હું નિર્ણય ઉપર આવ્યો કે બને ત્યાં સુધી આત્મશ્લાઘાને દૂર કરી, જેના પરિચયમાં આવ્યા હોઈએ તે તે મુનિ ભગવંતો તથા શાસન હિતૈષી શ્રાવકો, મિત્રો વિગેરેનો પ્રામાણિક પરિચય આપવો. આ પરિચય દ્વારા,'શાસનની પ્રભાવનામાં જેમનો હિસ્સો છે તે પુણ્ય પુરુષોના ગુણાનુવાદ દ્વારા મારામાં ગુણગ્રાહિતા પ્રગટ થશે. અને વધુમાં શાસનના આ વિશિષ્ટ પુરૂષોનો વાંચકોને પરિચય મળવા દ્વારા શાસન પ્રત્યે અહોભાવ પ્રગટ થશે. (૨) મારૂં જીવન અનેક ઝંઝાવાતોમાંથી પસાર થયું છે. પાટણ પાસેના નાના ગામમાં જન્મ; દસ વર્ષની ઉંમરે માતાનું મૃત્યુ; માતાના મૃત્યુ બાદ કેવળ પોતાની પુત્રીનાં બાળકોની સાચવણી માટે રહેલાં મારાં માતામહી-માતાની માતાનું બે માસ બાદ મૃત્યુ ! ત્યાર બાદ પોતાના દીયરનાં બાળકોને સાચવવા રોકાયેલાં મારાં મોટાં બાનું પણ બે માસમાં મૃત્યુ. આમ અપશુકનિયાળ તરીકે જાહેર થયેલ અમે પૂજ્ય પિતાની વ્હાલસોયી નજરમાં ઓશિયાળું જીવન જીવી મોટાં થયાં છીએ. કુદરતની ગતિ ન્યારી છે. જીવનનું વ્હેણ ક્યાં લઈ જાય છે તેની ખબર કોઈને નથી પડતી. વ્યવહારિક અભ્યાસ કરવાની પણ સુવિધા ન હોવાને કારણે પૂ. પિતાએ સુરત અભ્યાસ કરવા મુક્યા. પણ જેનું ભાવિ જુદું પોકારાતું હોય તે ક્યાંથી ટકે ? એકાદ વર્ષ ટક્યા બાદ ગામડામાં અને ત્યાર બાદ મહેસાણા અને પછી પાટણ વિદ્યાભુવનમાં મુરબ્બીવર્ય પ્રભુદાસ બેચરદાસ પારેખની નિશ્રામાં સ્થિર થયા. અને જેની કલ્પના નહોતી તે ધાર્મિક અભ્યાસ અને ધાર્મિક સંસર્ગમાં જીવન પસાર થયું. (૩) વીતેલ જીવનનો વિચાર કરતાં સંતોષ છે. આરોગ્ય સારૂં સચવાઈ રહ્યું છે. બાલ્યકાળમાં પિતાના આર્થિક સંજોગો ખૂબ જ ખરાબ હોવા છતાં સારા પ્રતિષ્ઠિત કુટુંબ સાથે વ્યવહારિક સંબંધો બંધાયા છે. કુટુંબમાં કોઈ અકાળ મૃત્યુના આઘાત નડ્યા નથી. સંતાન તરફથી કોઈ શરમ ઉપજાવે તેવી પરિસ્થિતિ સર્જાઈ નથી. આર્થિક મુશ્કેલી તો સૌને જીવનમાં થોડેઘણે અંશે આવે. પણ તેવી કોઈ મોટી મુશ્કેલી જીવનમાં નડી નથી. જ્ઞાતિ, સમાજ, મિત્ર વર્ગ અને શાસનમાં ઇજ્જત તથા માનમોભો મળ્યાં છે, જળવાયાં છે. આ બધો પ્રતાપ દેવગુરૂધર્મનો છે તેમ માનું છું. (૪) આ સંસ્મરણો વિષે કહું તો તે એક બેઠકે સળંગ લખાયા હોય તેવું નથી. કેટલોક ભાગ લખાયો પછી વર્ષો સુધી તે પડી રહ્યો અને પછી ઘણા તરફથી કે મહારાજ તરફથી ઉધરાણી આવતાં આગળ લખવાનું બન્યું હોય તેવું બન્યું છે. મારા જીવનનાં પાછલાં વર્ષોમાં હું આખે અખમ બનેલો છું. એટલે પાછળનો ભાગ [ IV ] Page #6 -------------------------------------------------------------------------- ________________ હું બોલું અને કોઈ લખે તેમ લખાયો છે. તેથી તેમાં ભાષાના, જોડણીના કે બીજા પણ કોઈ કોઈ દોષ પ્રવેશ્યા હશે. ક્યાંક કોઈ વાતની પુનરૂક્તિ પણ થતી હશે. કેમકે લખ્યા પછી હું જાતે તો તે વાંચી શકેલ નથી. ભૂમિકામાં ઉપર કહ્યું તેમ આમાં બને ત્યાં સુધી મારી આત્મશ્લાઘા ન આવી જાય તેની કાળજી રાખી છે. આમ છતાં ઔસ્ક્યને લીધે ક્યાંક આત્મશ્લાઘા થઈ ગઈ હોય તો તે દરગુજર કરવાની ભલામણ કરું છું. એ ઉપરાંત આમાં ક્યાંય કોઈનો અવર્ણવાદ કે ઘસાતું લખવાનો ઇરાદો રાખેલ નથી. કોઈને ઉતારી પાડવાની વૃત્તિ કે દૃષ્ટિ નથી રાખી. માત્ર જે પ્રસંગો જે રીતે બન્યા અને તેમાં મેં જે ભાગ ભજવ્યો તથા મેં જે રીતે તેને જોયા તે જ આલેખવાની વાત અહીં રાખી છે. એક કરવા જતાં કોઈને પણ ઓછું આવે અને ખરાબ લાગે તેવું લખાયાનું લાગે કે કોઈની લાગણી દુભાય તો તે માટે હું આ તબક્કે અહીં જ પહેલેથી મિચ્છામિ દુક્કડમ આપું છું અને તેઓની માફી જાહેરમાં માંગી લઉં છું. મારો આશય કોઈનું પણ ઘસાતું લખવાનો નથી તેની ખાત્રી આપું છું. વધુમાં, આલેખેલા પ્રસંગોને મેં જે પ્રમાણે નિહાળ્યા અને અનુભવ્યા તિમ મારી યાદદાસ્ત ઉપરથી અને મારી સમજ મુજબ આલેખ્યા છે. કોઈ બીજાની યાદદાસ્ત તથા સમજ આથી જુદી હોય અને તેણે આ બધા પ્રસંગોને કે કોઈ પ્રસંગને મારાથી જુદી રીતે નિહાળ્યો હોય અને અનુભવ્યો હોય તે બની શકે છે. તે માટે મારે એટલું જ કહેવાનું કે આ મારા પોતાના અવલોકન પરથી અને અવગાહન પરથી લખેલ છે. કોઈ આમાં જુદા પડે તો તે સામે મારે વાંધો નથી. મારે તો મારું આ આલેખન પ્રમાણિક છે કે નહીં તેટલું જ વિચારવાનું છે. હવે જીવનના કાંઠે બેઠો છું. આંખોનાં તેજ વિલાયાં છે. ઘરની બહાર નીકળવું હોય કે ક્યાંક કોઈ મહારાજ પાસે જવું હોય તો પણ કોઈ દોરીને હાથ પકડીને લઈ જાય તો જ બને છે. બાકી બધો વખત ઘરમાં જ રહેવાનું છે. ઘરમાં રહ્યા રહ્યા ઉભય ટંક પ્રતિક્રમણ અને સામાયિક થઈ શકે છે. પગાર આપીને માણસ રાખેલ છે તે તથા ધર્મનેહી મિત્રો આવીને વિવિધ ધર્મગ્રંથો તથા ઉપદેશની વાતો વાંચી સંભળાવે છે તે સાંભળીને સ્વાધ્યાય થાય છે. શાંત સુધારસ ગ્રંથ તથા આનંદઘન ચોવિશી વગેરે વિવિધ સ્તવનો તેમજ ૮૦ જેટલી સજઝાયો નાની ઉંમરે કંઠસ્થ કરેલી તે સાંભળી લઈને તાજી તથા પાકી કરેલ છે. એકલો પડું ત્યારે આ બધું ગુંજન કરીને અને ગણીને તથા વાગોળીને સ્વાધ્યાયમાં સમય પસાર કરું છું. કોઈ આવે તો વાતો પણ થાય છે. શાસનનાં પણ પ્રશ્નો આવે તો યથાશક્ય ભાગ લઉં છું. પૂર્વનો પુણ્યોદય છે કે નાની પુત્રવધુ સૌ. પન્ના તથા તેનો પુત્ર ચિ. જગત મને સારો સાચવે છે. આ સંસ્મરણો મારી હયાતી દરમ્યાન જ છપાઈ જાય તો સારું તેવો મહારાજશ્રીનો તથા મિત્રોનો આગ્રહ છે. મારું પણ તે માટે મન છે. પરંતુ તિથિચર્ચાના પ્રશ્નની લંબાણથી છણાવટ તથા ચર્ચા કરી હોવાથી આ. રામચંદ્રસૂરિજીના ભક્તો તે સહન ન કરી શકે અને કોર્ટે કેસ કરે તેવી મનમાં ફડક છે. જે પ્રશ્ન શાસનરાગી વિચારક માણસ માટે તદન નજીવો ગણાય, તે પ્રશ્ન તે પક્ષ માટે પ્રતિષ્ઠાનો પ્રાણપ્રશ્ન મનાય છે. તે પક્ષને ન ફાવે તેવું લખનારને તેઓ કોર્ટમાં ઘસડી ગયા વિના રહ્યા નથી અને રહેતા નથી. તેમના જ જૂના ભક્ત બાબુભાઈ હળવદ કે જૈન પેપરવાળા મહેંદ્ર ગુલાબચંદ વગેરે ઘણા દાખલા તાજા છે. - જો કે હું દશા પોરવાડમાં આ. રામચંદ્રસૂરિ મહારાજને છેલ્લે મળેલો ત્યારે તેમને મારા આ લખાણની ગમે ત્યાંથી માહિતી મળી હશે તેથી તેમણે તે વાંચવા આપવા માંગણી કરેલી. મેં તેમને કહ્યું કે Page #7 -------------------------------------------------------------------------- ________________ એમાં તો તમારી વિરૂદ્ધમાં લખાણ હશે. ત્યારે તેઓએ ભલે મારી વિરુદ્ધમાં હોય, પણ હું વાંચી જઈશ-એમ કહેલું. જો કે, તે પછી મારે તેમને મળવાનું ન થયું અને તેઓ પણ લાંબું ન રહ્યા. પણ તેમનામાં પ્રતિપક્ષીની વિરોધી વાતો સાંભળવાની જે સહૃદયતા અને તૈયારી હતી તે તેમને શિષ્યોમાં તથા ભક્તોમાં નથી લાગતી. જો કે હું ફરી સ્પષ્ટતા કરી લઉં કે તેમને કે કોઈને પણ ઉતારી પાડવાની દાનત મેં આમાં મુદલ રાખી નથી. મને જે વ્યક્તિ માટે જેવું લાગ્યું હતું તેવું મેં તે વ્યક્તિ માટે સ્પષ્ટ આલેખ્યું છે. પરંતુ પક્ષરાગી માણસોમાં આ વિચારવાની ધીરજ અને સમજ નથી હોતી. તેથી મારી હયાતી બાદ અમુક વખત પછી આ પ્રસિદ્ધ થાય તેવી ગોઠવણી મેં કરી છે. આ સંસ્મરણોનું લખાણ શ્રીશીલચંદ્રવિજયજીએ તેમજ બીજા પણ મને યોગ્ય લાગ્યા તે મુનિ ભગવંતોએ તેમજ મિત્રવર્ગ-સ્વજનવર્ગ-પૈકીના કેટલાકે વાંચેલ છે. પરંતુ આ હું તે કોઈને સોંપતો નથી. હું આ વાતો અને બનાવોથી તદન અનભિન્ન હોય તેવી વ્યક્તિને આ લખાણ સોંપવાનો છું. તેની છાપવાની તેમજ ખર્ચની પણ ગોઠવણ થઈ ગઈ છે. યોગ્ય મુકરર વેળાએ આ છપાય તેવી ગોઠવણ છે. આમ, આ છપાય તેમાં પ્રેરણા તથા ભલામણ ઘણાબધાની હોય પણ જવાબદારી કોઈની રહેતી નથી. મારા પુત્રો ત્રણ છે. પુત્રીઓ તથા તેમનો પરિવાર પણ છે. તેઓ પૈકી કોઈની પણ આમાં કોઈ પ્રકારની જવાબદારી નથી. આ લખાણ થતું તેમણે જોયું કે સાંભળ્યું હોય તે સિવાય તેઓમાંના કોઈને પણ આ સાથે દેવાલેવા નથી કે સંબંધ નથી. તે બધા આનાથી બિલકુલ ફારેગ છે - અને રહેશે, તે આ તબક્કે જ ચોખવટ કરી લઉં છું. તેથી મારી પાછળ તેઓને કોઈ હેરાનગતિ ન થાય. કોઈ સંડોવે નહિ. (૬). આ સંસ્મરણો વાંચીને કોઈને એવી છાપ ઉપસે કે જૈન સંઘે આ પચાસ વર્ષમાં પ્રશ્નો ઊભા કરવા અને ક્લેશ કરવા સિવાય કાંઈ કર્યું જ નહિ? તો તે બનવાજોગ છે. માનીએ કે ન માનીએ, પણ આપણે હુંસાતુંસી, વિસંવાદ, ક્લેશ, પક્ષાપક્ષી અને કોર્ટ કચેરી સિવાય વિશેષ કાંઈ સાધી શક્યા છીએ કે કેમ તે પ્રશ્ન છે. આવનારો વર્ગ આ બધામાંથી કોઈ ધડો લેશે અને આ બધાનું પુનરાવર્તન તથા વિસ્તરણ નહીં કરે તેવી કાંઠે બેઠેલા અમને આશા રહે છે. સં. ૨૦૪૪ના સંમેલનથી આ આશાને બળ સાંપડે તેવું બન્યું છે. આ સૌમનસ્ય, સામંજસ્ય અને એકરાગ ઉત્તરોત્તર વિકસતું જાય તેમાં જ શાસનનું શ્રેય છે. નહિ તો હવેની પેઢી ધર્મથી વિમુખ બનીને ગમે તે માર્ગે-ઉન્માર્ગે વળી જશે તેમાં સંદેહ નથી. છેવટે આ બધામાં ક્યાંય ધર્મ, સંઘ, શાસનથી અને શાસ્ત્રથી વિપરીત લખાઈ ગયું હોય કે દેવગુરૂધર્મની), આશાતના થાય તેવું લખાયું હોય તો તેનો મિચ્છામિ દુક્કડમ છે. જે તે ઠેકાણે વારંવાર લખેલાં મહારાજ સાહેબોનાં નામો આગળ પ.પૂ. કે મ.સા. વગેરે નથી, તે અવહેલના કે આશાતનારૂપ સમજવાનું નથી. પરંતુ વાતચીતની તથા બોલચાલની ભાષામાં લખાણ થયું હોવાથી તદન સાહજિકપણે જ તેમ લખેલ છે. તેમાં કોઈ ગલત આશયથી ન વિચારે તેવી અપેક્ષા. લિ. મફતલાલ ઝવેરચંદ અમદાવાદ [VI] Page #8 -------------------------------------------------------------------------- ________________ I ૐ નમઃ પાર્શ્વનાથાય મારાં સંસ્મરણો આ યાને ૫૦ વર્ષની જૈન શાસનની આછી રૂપરેખા ૫. મફતલાલ ઝ. ગાંધી ( વિભાગ - ૧ | ૧. જીવનની ઘટમાળનું વિહંગાવલોકન જીવનનો દોર કઈ દિશા તરફ વહેશે અને ક્યાં સુધી ઊંચો ચઢશે કે પછડાટ ખાશે તેની માનવીને ભાગ્યેજ ખબર હોય છે ! મારા જીવનમાં પણ આવું ઘણું ઘણું બન્યું છે. | જીવનના સંધ્યાકાળે આ વિચારતાં કર્મનો સિદ્ધાંત યથાર્થ સમજાય છે. ક્યાં નાનું ગામડું, મારું વતન, ક્યાં ભલા ભોળા ભદ્રિક પિતા ! માતાને તો હું સમજમાં આવ્યો ત્યારથી જ મેં તેમને ચક્ષુવિહીન-! 3 અંધ જોયાં છે. ગામડા ગામમાં ધંધા રોજગાર વિનાના અને બાર મહિને નવ રૂપિયાના ભાડામાં રહેતા માતાપિતાને નિહાળ્યા છે અને તે નવ રૂપિયા પણ નહિ આપી શકવાના કારણે તેનો તકાદો થતો નિહાળ્યો છે.' સંસારના સગા-વ્હાલાના સ્વાર્થી સંબંધોનો આપત્તિકાળે નાનપણથી વિષમ અનુભવ કર્યો છે. | “કુણના રે સગપણ, કેહની માયા, કેહના સજ્જન સગાઈ રે, આપ સ્વાર્થ સૌને વહાલો, કુણ સજ્જન કુણ માઈ રે.” આ સજ્ઝાયની ઉક્તિનો સારા પ્રમાણમાં બાલ્યકાળમાં પરિચય થયો છે. સાંભળવા મુજબ વિ.સં. ૧૯૬૫ ના આષાઢ સુદ પૂનમના દિવસે મારો જન્મ, મારા મૂળ વતન j રણુંજથી બે ગાઉ દૂર મારા મોસાળ મણુંદમાં થયો હતો. તે વખતે મારા પિતાની ઉંમર ૪૬ વર્ષની હતી.i [પિતાનું નામ ઝવેરચંદ. માતાનું નામ હી માતાની ઉમર આશરે ૩૨ વર્ષની હશે. મારા પહેલાં મારાથી Tબે વર્ષ મોટો ભાઈ જન્મેલો. તેના રેશમી વાઘા જોયેલાનો મને આછો પાતળો ખ્યાલ છે. પરંતુ તે હું સમજણો! ' થાઉં તે પહેલાં જ ગુજરી ગયેલ. પછી મારાથી ત્રણેક વર્ષ નાનો ભાઈ મણીલાલ અને તેનાથી ત્રણ વર્ષ નાની! : એક બહેન હતી તે બહેન પણ બાલ્યકાળમાં જ મૃત્યુ પામેલી. વિ.સં. ૧૯૭૫ના ફાગણ સુદ-૧૫ના મારી માતાનું મૃત્યુ થયું તે વખતે મારી ઉંમર લગભગ દસT Jવર્ષ અને નાનો ભાઈ છ વર્ષનો હશે. પિતા એકલા અટુલા પડ્યા. મને બરાબર યાદ છે કે તે વખતે અમેT | અમારા ગામ રણુંજના કોટવાસમાં અંદર છેલ્લા ઘરમાં રહેતા હતા. દિવસે પણ બીક લાગે તેવું નિર્જન છે! સ્થાન હતું. નજીકમાં બોરડીની કાંટાળી ડાળીઓ અને આડેધડ ઉગેલાં ઝાડવાં તે નિર્જનતામાં વધારો કરતાં હતાં. કારણકે આ સ્થાન પડી ગયેલાં ઘરનું અવાવરુ સ્થાન હતું. ============ જીવનની ઘટમાળનું વિહંગાવલોકન I | Page #9 -------------------------------------------------------------------------- ________________ માતાના મૃત્યુથી અમે બે ભાઈઓ નમાયા બન્યા. પાટણ પાસે ચેંબુવા ગામમાં પિતાનો ધંધો Jપરચુરણ-કરિયાણાનો હતો. આવી પડેલ આપત્તિને કારણે તે ધંધો પણ તેમણે બંધ કર્યો. આર્થિક પરિસ્થિતિ! ખરાબ હતી. ઘરમાં કોઈ રસોઈ કરનાર કે અમને સાચવનાર ન હતું. કુટુંબનાં સગાં હતાં, પણ કોઈ કામ ; આવે એવાં ન હતાં. | મણુંદમાં અમારાં માતામહી એકલાં રહેતાં હતાં. ખૂબ વૃદ્ધ હતાં છતાં તેમને અમારી ઉપર લાગણી! I થઈ. અમને સાચવવા તેઓ અમારે ત્યાં આવીને રહ્યાં. પણ અમે છઠ્ઠીના લેખ દુઃખના લખાવીને જન્મેલા. તે અમારા નસીબે માતામહી ફક્ત ચાર મહિના બાદ મૃત્યુ પામ્યાં. અમે ફરી નોંધારા બન્યા. અમને મદદ કરવી તે પણ સામેથી આપત્તિને વહોરવા જેવું સૌને લાગતું. છતાં અમારા પિતાના મોટાભાઈની વિધવા જેઠીબાને અમારી દયા આવી. તે પોતાના દિયરના દીકરાને પોતાના દીકરા ગણી આશ્રય આપવા આગળ આવ્યાં. પરંતુ નસીબ દુઃખથી ભરપૂર હોય તેમને સુખ ક્યાંથી મળે ? તેઓ પણ બે માસમાં મૃત્યુ પામ્યાં.. નજીકમાં મારા કાકાનું ઘર હતું. પરંતુ તેઓને અમારી પ્રત્યે એટલી લાગણી ન હતી. હવે અમને આશરો આપનાર કોઈ ન રહ્યું. જેમ કોઈ શ્રાપિત ઘરમાં વાસ કરનાર મૃત્યુ પામે તેમ અમારા જેવા કમભાગીને આશરો આપવો એ મોતને નોતરવા જેવું થાય તે સ્થિતિ અમારી થઈ. પિતાની ઉંમર એ વખતે પ૬ વર્ષની હતી. વાનું દર્દ હતું. આર્થિક સ્થિતિ ખરાબ હતી. વસ્તારમાં 'અમે બે ભાઈઓ. અમારા મોટા માસી વિસનગર પાસે આવેલા કમાણા ગામે રહેતાં હતાં. લાગણીથી તેઓ jમારા નાનાભાઈ મણીલાલને તેમની પાસે લઈ ગયાં અને રાખ્યો. હું ત્રીજી, ચોથી ગુજરાતીમાં ભણતો હતો. |માતાની સાર-સંભાળ નહિ. પિતા બધી રીતે ગુંચવાયેલા. એ જમાનામાં મહિને રૂપિયાના ભાડાવાળું ઘર પણ તેમને મોંઘું લાગ્યું. દેરાસરની સામે તેમણે એક ઓરડી ભાડે રાખી. અમે બાપ-દીકરો કાચીપાકી રસોઈ કરી! સવાર-સાંજ ભેગું જમી જેમ તેમ સમય વિતાવતા. ચોથી-પાંચમી ગુજરાતી બાદ હું રખડુ બન્યો. અગિયાર વર્ષની ઉંમરે બેફિકરું જીવન જીવતો. | મને યાદ છે કે મારી માતા અંધ હોવા છતાં કૂવેથી પાણી લાવવું, રસોઈ કરવી વ. બધાં કાર્યો, કરતાં. આછો ખ્યાલ છે કે આઠ-નવ વર્ષની ઉંમરે હું તેમને આંગળીએ દોરી મદદ કરતો. માતા અંધ હોવા છતાં કોઈ પણ વસ્તુ ધોવાની કે સાફ કરવાની હોય ત્યારે પાણીની ધાર મોટી થાય અને પાણીનો બગાડ થાય તે તેમને ગમતું નહિ. અને જે કૂવામાંથી તે પાણી લાવ્યાં હોય તે જ કૂવામાં પાણીનો સંખારો નંખાય તેની; jપૂરેપૂરી કાળજી રાખતાં. મારા પિતાની લગભગ પચાસ વર્ષની ઉંમરે જ્યારે હું ચાર વર્ષનો હતો ત્યારે તેમણે અમદાવાદના! ડૉક્ટર ધનજીશાહની પાસે મોતિયો ઉતરાવેલો તેવું મને યાદ છે. વંશપરંપરાગત આવતી મોતિયાની અસર | મને પણ મારા પચાસમા વર્ષે થઈ. . આમ બાલ્યકાળનાં ઘણાં સંસ્મરણો યાદ છે. ગુજરાતી શાળાના માસ્તરો, સહાધ્યાયીઓ તેમજ તે વખતના સગાવ્હાલાંના સંબંધો. પરંતુ આ સંસ્મરણો મારી જીવનકથા લખવાના ઉદ્દેશથી લખાતાં ન હોવાથી તેના વિસ્તારની જરૂર નથી. I 2. II ==== == == == = = == == = === [મારાં સંસ્મરણો યાને ૫૦ વર્ષની જૈન શાસનની આછી રૂપરેખા | - - - - - - - - - - - - - - - - - - | Page #10 -------------------------------------------------------------------------- ________________ ૨. વતનનો ટૂંક પરિચય મહેસાણાથી પાટણ જતાં મણુંદરોડ (હાલનું રણુંજ) સ્ટેશન આવે છે. આ સ્ટેશન જંક્શન છે. ત્યાંથી; Tએક રેલવેલાઈન પાટણ અને બીજી લાઈન ચાણસ્મા હારીજ તરફ જાય છે. ગામ સ્ટેશનથી બે ફર્લોગ દૂર છે. આ ગામમાં બ્રાહ્મણ, વાણિયા, પાટીદાર, ચૌધરી અને મુસ્લીમોની વસતી મુખ્ય છે. આ ગામ રણુંજા : અને તેની આસપાસનાં મણુંદ, સંડેર, કંથરાવી વગેરેનો ઉલ્લેખ ૧૫મા સૈકાના ગ્રંથોમાં પણ મળે છે. ગામમાં જૂના વખતનું દેરાસર, ઉપાશ્રય છે. હાલ મૂળનાયક અજિતનાથ ભગવાન છે. માણિભદ્રવીરનું પ્રાચીન સ્થાનક છે. જૂનું દેરાસર બે માળનું હતું. ઉપર અજિતનાથ ભગવાન અને નીચે શાંતિનાથ ભગવાનની મૂળનાયક હતા. દેરાસરને અડીને માથે અડે તેવો જીર્ણ ઉપાશ્રય હતો. બાબુ પન્નાલાલ તરફથી આજે તે! જીર્ણોદ્ધાર થઈ નવો બંધાયેલ છે. નીચે સાધ્વીજી મહારાજ અને ઉપર સાધુ મહારાજ ઉતરે તેવી અલગ અલગ વ્યવસ્થા છે. જૂનું દેરાસર ઘરદેરાસરની પદ્ધતિનું હતું. તે જીર્ણ બની જતાં નવું દેરાસર બંધાવવામાં jઆવ્યું અને તેની પ્રતિષ્ઠા વિ.સં. ૧૯૬૫માં થઈ હતી. તેમાં મૂળનાયક તરીકે અજિતનાથ ભગવાન બિરાજમાન | Iકરવામાં આવ્યા. પણ શાંતિનાથ ભગવાનને મૂળનાયક તરીકે પધરાવવાની વ્યવસ્થા ઘણાં વર્ષ સુધી ન થઈI 1શકી. પ્રતિષ્ઠા બાદ પચ્ચીસ વર્ષ બાદ દેરાસરને અડીને એક ખાડા જેવી જગ્યા હતી. તેને વ્યવસ્થિત કરી, jએક ઓરડી બાંધી મૂળનાયક શાંતિનાથ ભગવાનને બેસાડ્યા, પણ ગામલોકોને સંતોષ ના થયો અને અત્યારેj તે જૂના દેરાસરની જગ્યામાં એક નાનું નવું મંદિર ઊભું કર્યું છે. અને ત્યાં હમણાં થોડાં વર્ષ અગાઉ| Iભગવાનની પ્રતિષ્ઠા પૂ. પંન્યાસ અશોકસાગરગણિની નિશ્રામાં કરાવી છે. રણુંજ ગામ જૂના વખતથી રૂ, ગોળ, કરિયાણાના વેપારનું મથક હતું. ત્યાં આસપાસના ગામના jલોકો ખરીદી કરવા આવતા. અહીં જૂના વખતમાં બે જીન, લાકડાની લાતીઓ અને છીંકણીનાં કારખાનાં હતાં. ગુજરાતી (પ્રા.) શાળા, કન્યાશાળા, લાયબ્રેરી, દવાખાનાં વગેરે બાબતોમાં પણ બીજાં ગામડાં કરતાં! વિશેષ સુવિધા હતી. પરંતુ છેલ્લા પંદર-વીસ વર્ષથી તેની સ્થિતિમાં પલટો આવ્યો છે. એક બીજાં ગામોનેT જોડતા પાકા રસ્તાના અભાવે તથા અંદરોઅંદરના કુસંપને કારણે તેની જાહોજલાલી, વ્યાપાર ધીમો પડ્યો. છે અને આ વ્યાપાર પાટણ અને ઉંઝા તરફ વધુ વિકસ્યો છે. છતાં પ્રમાણમાં ગામમાં ઉજળામણ છે. ' અહીં જૈનોના ૬ ઘર હતાં. અહીં મુસ્લિમોની વસતી વધુ ખરી, પરંતુ સો સવાસો વર્ષ પહેલાં! તેઓ બધા પાટીદાર કોમમાંથી મુસ્લિમો બનેલા. અને તેમની વંશ-પેઢીઓ ગામના બીજા પાટીદારો સાથે ચાર-પાંચ પેઢીએ મળી જતી હતી. ઘાંચીના સો ઘર હતાં છતાં મહાજનના વર્ચસ્વને કારણે ચોમાસાના ચાર મહિના તેમની ઘાણીઓ, છીપાઓના રંગારા અને ચમારોનાં કુંડાં બંધ રહેતાં. કોઈ જાતની હિંસા ન થતી. . મારી દસ વર્ષની ઉંમરે મારા ગોઠિયા, સહાધ્યાયી કે મિત્રો કહો તે કસ્તુરચંદ ડાહ્યાચંદ, પોપટલાલ! નગીનદાસ, શકરચંદ કંદોઈ વગેરે હતા. રણુંજમાં પંચમ્મી વસતી હોવાથી જૈન સિવાય ઘાંચીમાં શીવલાલ, પટેલમાં નરસીદાસ અને મુસ્લિમમાં! | ગનીભાઈ વગેરે મિત્રો હતા. ====== ===== === વતનનો ટૂંક પરિચય. - - - || I — — — | | | Page #11 -------------------------------------------------------------------------- ________________ આ બધા સાથે તળાવમાં નહાવું અને કાંકરેચાની રમતો રમવી અને રખડવામાં મોડે સુધી ઘેર ની આવવાથી પિતાને શોધવા નીકળવું પડતું. વતનમાં થતી ધાર્મિક પ્રવૃત્તિ તપાગચ્છના છેલ્લા શ્રીપૂજય ધરણેન્દ્રસૂરિ ગૃહસ્થપણામાં આ ગામમાં નાના મોટા થયેલા અને. તેમણે યતિની દીક્ષા અહીં જ લીધી હતી તેવું મેં વડીલો પાસેથી સાંભળ્યું છે. આ ગામમાં એક પ્રાચીન હસ્તલિખિત ભંડાર હતો. તેમાં કેટલીક સુંદર હસ્તલિખિત પ્રતો હતી. j Jપૂ. પંન્યાસ લાભવિજ્યજી ગણિએ પૂ. આચાર્ય સાગરાનંદસૂરિને પ્રાચીન “યતિદિનકૃત્ય” નામની જે પ્રત Jઆપી હતી તે પ્રત આ ગામમાંથી મળી હતી. જેનો ઉલ્લેખ પરમ પૂજય આ. સાગરાનંદસૂરિએ તિથિચર્ચાના! પ્રસંગમાં કર્યો છે. જૂના વખતથી આ ગામ સાધુ સાધ્વીઓના વિહારનું ક્ષેત્ર છે. મહેસાણા, ચાણસ્મા, ઉંઝા કે શંખેશ્વર | જતાં અહીં સાધુ-સાધ્વીઓ થોડું રોકાઈને આગળ વિહાર કરે છે. પૂ. પં. ભાવવિજ્યજી ગણિ, પૂ. પ્રવર્તક કાંતિવિજયજી મહારાજ, પૂ. માણિક્યસિંહ સૂરિ, પૂ. 1 પન્યાસ ધર્મવિજ્યજી ગણિ (ડહેલાવાળા) આદિ પૂજ્ય પુરુષોને સામૈયાપૂર્વક પધારેલા મેં મારા બાલ્યકાળમાં ! jદર્શન કર્યા છે. અને તેમના મધુર કંઠે ભણાતી પૂજાઓમાં “વાજાં વાગ્યાં દહેરાસરમાંય રે મોહન, વાજાં | વાગીયા” ની તરજો સાંભળી છે. સાધુ મહારાજોની સતત અવરજવર અને વચ્ચે વચ્ચે સાધુ મહારાજોના ચોમાસાના કારણે અહીં ! ધાર્મિક વાતાવરણ પણ ઠીક ઠીક પ્રમાણમાં રહ્યું છે. પર્યુષણમાં ઘેર ઘેર પ્રતિક્રમણ થતાં. અને તે પ્રતિક્રમણમાં ઊંચા સ્વરે ઉચ્ચાર ન થાય તેની જાળવણી માટે તકેદારી રાખવાનાં સૂચનો પણ મેં સાંભળેલાં છે. મેં દસ] Jવર્ષની ઉંમરમાં ક્રિયા સહિત ઓળીઓ કરી છે અને ઘણા બાળકો અને મોટેરાંઓને ક્રિયા સહિત ઓળીઓ! કિરતા જોયા છે. ઉપાશ્રયમાં રોજના પ્રતિક્રમણ કરનારા અને ત્રિકાળ દર્શન કરનારા શ્રાવકોને નિહાળ્યા છે.! ઓળીનાં પારણાં, અત્તરવાયણાં, પોષાતીનાં જમણ અને પર્યુષણની નૈવકારશીઓ થતી જોઈ છે. વિ.સં. ૧૯૭૪માં મુનિશ્રી મંગળવિજયજી કે જે જયારે તેમનો દીક્ષા પર્યાય માત્ર બે વર્ષનો જ હશે તેમનું ચોમાસું રણુંજમાં થયેલું. તેમણે ગામમાં સુંદર છાપ પાડી હતી. અમે તે વખતનાં બાળકો તેમનાથી | ખૂબ આકર્ષાયાં હતાં. સામાયિક, પ્રતિક્રમણ વ. ધાર્મિક પ્રવૃત્તિમાં જોડાવાનું તેમ શુભ પ્રેરણાથી થતું હતું.' | અમારા ગામમાં બબલદાસ કરમચંદ અને મોહનલાલ રવચંદ એ બે ભાઈઓ બાળકોને ધર્મક્રિયામાં! જોડવા માટે મુખ્ય ભાગ ભજવતા. બબલદાસ કરમચંદને તો મેં દરેક સાધુની પરિચર્યા કરતા અને ઉપાશ્રયને સતત જાગતો રાખતા જોયા છે. તેઓ નમુસ્કુર્ણ વિગેરે ક્રિયા કરે ત્યારે જ્યાં “વંદામિ, વંદે’ વિ. આવે ત્યારે jઅચૂક માથું નમાવે. શ્રીયુત મોહનલાલ રવચંદ પણ પૌષધ, પ્રતિક્રમણ વિગેરે ક્રિયામાં સતત ઉદ્યમશીલ | lહતા. પરંતુ તેમનો સ્વભાવ સ્પષ્ટબોલો હોવાથી અન્યને ખોટું લાગી જતું. વિ.સં. ૧૯૭૫નું ચાતુર્માસ પૂ. આ. વિજય નીતિસૂરીશ્વરજી મ. ના સમુદાયના પૂ. મુક્તિવિજ્યજીએ કર્યું. આ સાધુ પૂ. આચાર્ય નીતિસૂરીશ્વરજી મ.ના પ્રીતિપાત્ર હતા. કેમકે તેમણે ઘણાં ચોમાસા પૂ. આચાર્ય | મહારાજ સાથે કર્યાં હતાં. શબ્દરત્ન મહોદધિ કોષ ભાગ-૧ અને ભાગ-૨ તેમણે બનાવેલ છે. | =============================== ( [મારાં સંસ્મરણો યાને ૫૦ વર્ષની જૈન શાસનની આછી રૂપરેખા | — — — — — — — — — — — — – Page #12 -------------------------------------------------------------------------- ________________ | વિક્રમ સંવત ૧૯૭૪-૭૫માં બન્ને ચોમાસામાં મુનિઓ પૂ. આ. નીતિસૂરીશ્વરજી મહારાજના સમુદાયના હતા. અમે જયારે પાટણ જતાં ત્યારે ખેતરવસીના પાડે બિરાજતા પૂ.પં. ભાવવિજયજી ગણિવર! | (જે નીતિસૂરીશ્વરજી મહારાજના ગુરુ હતા) ની આગળ આ બન્ને મુનિઓની પ્રવૃત્તિની વાત કરતાં. તેમાં 'અમારું વલણ હંમેશાં મંગળવિજયજી મ.ની સ્તુતિ તરફ રહેતું. પાટણમાં એ સમયે દશા, વિશા વિગેરેની જ્ઞાતિઓનાં જમણ થતાં. આ જમણ આખો વૈશાખી 1મહિનો ચાલતાં. આથી ઉનાળાની રજાઓમાં અમારે મોટે ભાગે પાટણ ખેતરવસીના મહોલ્લામાં આવેલા 'મારા પિતાશ્રીના ફોઈના ઘેર અથવા કેલશેઠના પાડામાં આવેલ મારા પિતાશ્રીના માસીના ઘેર રહેવાનું! બનતું. આ ઉપરાંત માસીની દીકરી નાથીફોઈ અને મોટા ફઈબાના દીકરી હરકોર ફોઈનાં ઘર હતાં. આ બધાં અમારા તરફ ખૂબ પ્રેમાળ હતાં. જેને લઈ હું નાનપણમાં પાટણ જતો અને ત્યારે પૂ.પં.ભાવવિજયજી ગણિવર પાસે જઈ અમારા ગામમાં ચાલતી ધાર્મિક પરિસ્થિતિની વાત કરતો. 3. જ્ઞાતિની વસતી, કુટુંબ પરિચય અને જ્ઞાતિ-ગોળ રણુંજમાં વિશાશ્રીમાળી અને દશાશ્રીમાળી જૈનોનાં ઘર છે. વિશાશ્રીમાળી જૈનોનાં ૩ કુટુંબોનો વસ્તાર છે. અને દશા શ્રીમાળી જૈનોનાં ૨ કુટુંબોનો વસ્તાર છે. | દશા શ્રીમાળી ૨ કુટુંબો પૈકી જૂનું કુટુંબ ઝવેરચંદ હંસરાજનું છે. જે અહીંયા મણુંદથી રહેવા આવેલ.! Iબીજું અમારું ગાંધી કુટુંબ. એ પાટણથી વિ.સં. ૧૯૧૦ આસપાસ આવેલ. ગાંધીવટાનો ધંધો કરવાને કારણે રણુંજમાં આવ્યા પછી અમારા કુટુંબની અટક ગાંધી પડેલ. પાટણમાં અમારા કુટુંબની અટક પ્રથમ દોશી અને પછી પટવા પડેલી. અમારું મૂળ સ્થાન પાટણ ઢંઢેરવાડામાં હતું. હું જ્યારે મારા પિતાની સાથે નાનપણમાં પાટણ જતો ! ત્યારે પીપળાની શેરીમાં રસ્તા ઉપર પીપળો વિગેરે વૃક્ષો ઉગેલાં એવું એક મકાન મને બતાવવામાં આવ્યું.' અને કહેવામાં આવતું કે પાટણના મૂળ વતનનું આપણું આ મકાન છે. આ મકાનમાં પાર્શ્વનાથ ભગવાનનું ! iગૃહચૈત્ય હતું. આનો ઉલ્લેખ “પાટણ ચૈત્યપરિપાટીમાં મળે છે. આજે અમલનેરમાં વસતાં દગડુશાહના |સંતાનીઓ શ્રી રતનચંદ વિગેરે છે. અને બીજાં પાટણ વાગોળના પાડામાં રહેતાં કેટલાંક કુટુંબો છે. વધુમાં | પાલીતાણા મોતીશાની ટુકંમાં ભમતીમાં અમારા કુટુંબની કરાવેલી દેરીઓમાં તેમનાં નામોનો ઉલ્લેખ છે. વિક્રમ સંવત ૧૯૩૨ સુધી લગ્ન અને કન્યા લેવડદેવડનો અમારો વ્યવહાર પાટણ સાથે હતો.' રણુંજમાં અમારા કુટુંબનો ધંધો બે જાતનો હતો. ૧ સુતરાઉ દોરાનાં પડીકાં વણકરોને વણવા આપવા અને ન તેમને મજૂરી આપીને તેમની પાસેથી વણેલું કાપડ લેવું, તથા ૨ ગાંધીવટું કરવું. બધા વ્યાવહારિક પ્રસંગો] 'પાટણમાં થતા. વિ.સં. ૧૯૩૬માં અમારા કુટુંબના કેટલાક સભ્યો દશા શ્રીમાળી જ્ઞાતિમાં બાવીશીના પંચમાં! !જોડાયા અને એક કુટુંબ પાંત્રીસીના પંચમાં જોડાયું. જયારે કેટલાક પાટણમાં જ રહ્યા. | બાવીસી પાંત્રીસીમાં જોડાયા પછી અમારો પાટણ સાથેનો વ્યવહારિક સંબંધ ઓછો થયો. પણ ; 'અમારી જ્ઞાતિના પંચમાં પાટણવાળા તરીકે જાણીતા અને પાટણમાં પાટણના મટી ગામડાના-રણુંજના તરીકે jજાણીતા બન્યા. આ હતી અમારા કુટુંબની સ્થિતિ.. =================== જ્ઞાતિની વસતી, કુટુંબ પરિચય અને જ્ઞાતિ-ગોળી - - - - - - - - - - - - - - - Page #13 -------------------------------------------------------------------------- ________________ T ૪. જ્ઞાતિગોળ વિ.સં. ૧૯૧૦ની આસપાસ આજના મોટાભાગના જ્ઞાતિના ગોળો બંધાયેલા છે. પહેલાં ગામડામાં ! વિસનારા સુખી માણસો તેમની કન્યાઓ પાસેના નજીકના મોટા ગામ અગર શહેરમાં આપતા અને તેમને | lમાટેની કન્યાઓ તેમની પાસેના નાના ગામડાંમાંથી આવતી. પરંતુ સમય જતાં એવી સ્થિતિ થઈ કે આ નાનાં ગામડાના લોકો કન્યા આપતાં અચકાવા લાગ્યા અને ચાલીસ પચાસ વર્ષની ઉંમર સુધી તેમને કન્યાઓ ન મળવા લાગી. પરિણામે સાટા-પાટા, કન્યાવિક્રય વગેરે બદીઓ દાખલ થઈ. પરિણામે તે તે ગામોના સારા jજૈન આગેવાનો ભેગા મળ્યા અને તેમણે સરખા વ્યવહાર, વ્યવસાય અને જ્ઞાતિને અનુલક્ષી પંચ બાંધ્યાં. | દશાશ્રીમાળી બાવીસી પંચ વિ.સં. ૧૯૧૦ની આસપાસ થયું છે. આ પંચના મુખ્ય કાર્યકર્તા ઉનાવાના શેઠશ્રી ભગવાનજી જેઠા હતા. તેમણે આસપાસના ગામોમાં ફરી તે ગામોના દશાશ્રીમાળી જૈન આગેવાનો ! ને ભેગા કરી નિર્ણય કર્યો કે પોતાની કન્યાઓ આપણા પંચમાં જ આપવી, બહાર ન આપવી. જો કોઈ બહાર આપે તો તેનો રૂા. ૧૦૦૧/- દંડ લેવો અને તેના કુટુંબને પંચમાંથી કન્યા ન આપવી, એટલું જ નહિ, પણ તેના કુટુંબ સાથેનો સમગ્ર વ્યવહાર બાંધેલા પંચની કોઈ વ્યક્તિએ કરવો નહિ. આનું પરિણામ એ આવ્યું | Iકે શરૂઆતમાં થોડો વખત અવિશ્વાસ રહ્યો પરંતુ પછી વિશ્વાસ બેસતાં ટપોટપ એકબીજાના સંબંધો બંધાયા. આની અસર ચારેબાજુ પ્રસરી. પરિણામે દશાશ્રીમાળીનો બીજો પાંત્રીસીનો ગોળ પણ બંધાયો. આ ગંગોળનાં નામો ગામની સંખ્યાને અનુલક્ષીને પડ્યાં છે. બાવીસ ગામના સમુદાયના હિસાબે બાવીસી અને પાંત્રીસ ગામના સમુદાયના હિસાબે પાંત્રીસી. જેવી રીતે દશાશ્રીમાળીમાં ગોળ બંધાયા તેવી રીતે વીસા | શ્રીમાળી જ્ઞાતિમાં પણ જુદા જુદા ગોળ બંધાયા. જેઓ ગોળમાં શરૂઆતમાં દાખલ ન થયા તેઓને ખૂબ જ! સહન કરવું પડયું અને તેમને પછી બીજા નાના ગોળ બાંધવા પડ્યા. [ આ ગોળ બાંધવાના પરિણામે કન્યાવિક્રય, સાટાપાટા બંધ થયા. અને આસપાસના ગામડાંમાં Jપ્રેમ, ભાઈચારો વધ્યા તથા એકબીજાના દુઃખના સહભાગી થવાનું પણ બન્યું. છે પરંતુ સમય જતાં ધંધાની અને કુટુંબની સ્પર્ધાના કારણે હુંસાતુસી અને એકબીજાથી ચડિયાતા. થવાના હિસાબે નાના મોટા સર્કલો બંધાયા. છતાં સમાજશાસ્ત્રમાં જણાવેલ ચાર પુરુષાર્થ પૈકી “કામ” jપુરુષાર્થની ભારતની સંસ્કૃતિને અનુસરીને સારી વ્યવસ્થા થઈ. અને આ વ્યવસ્થા લગભગ સો વર્ષ સુધી 1 વ્યવસ્થિત ચાલી. છેલ્લા ત્રીસ વર્ષથી આ વ્યવસ્થામાં ખૂબ જ ભંગાણ પડયું છે. તેના પરિણામે વર્ણસંકરતા! Iઊભી થઈ છે. અમારા કુટુંબના સભ્યોને શહેરમાંથી ગામડાંમાં રહેવાના કારણે કન્યા નહિ મળવાથી આ પંચોમાં | jજોડાવાની ફરજ પડી. તેથી મારા પિતાશ્રીના મોટા ભાઈ વાડીલાલ બાવીસીના પંચના આગેવાનોને મળ્યા અને બાવીસીના પંચમાં દાખલ થયા. જ્યારે અમારા કુટુંબના એક વડીલ મગનલાલ પાંત્રીસીના પંચના | Jઆગેવાનને મળવા ગયા અને તેમણે પાંત્રીસીના આગેવાનોને અમારા કુટુંબને પાંત્રીસીમાં દાખલ કરવા | વિનંતી કરી. પાંત્રીસીના પંચોએ તે વાતનો સ્વીકાર કર્યો. પરંતુ બાવીસીના પંચનાં કુટુંબો સાથે અમારે વધારે ! પડતો ઘરોબો (વ્યવહાર) હોવાથી મોટા ભાગના સભ્યોએ બાવીસીમાં જોડાવાનું પસંદ કર્યું. i કેટલાક સભ્યો પાટણના સંપર્કમાં જ રહ્યા. બાવીસી કે પાંત્રીસીમાં જોડાવાનો સ્વીકાર ન કર્યો. =============================== [મારાં સંસ્મરણો યાને ૫૦ વર્ષની જૈન શાસનની આછી રૂપરેખા - - - - - - - - - - - - - - - Page #14 -------------------------------------------------------------------------- ________________ - જ્યારે મગનલાલ એવા અડગ રહ્યા કે હું પાંત્રીસીના પંચની સાથે વાત કરીને આવ્યો છું તેથી વચન ખાતરી હું તે જ પંચમાં રહીશ. કોઈ નહિ આવો તો મારું કુટુંબ તે પંચમાં એકલું રહેશે. અને તે એકલા પાંત્રીસીમાં! Jરહ્યા. બાવીસી-પાંત્રીસીના બંને ગોળની આ સ્થિતિ લગભગ પચાસ વર્ષ રહી. અને ત્યાર પછી આ બંને ! પંચો ભેગા થયા અને બંને પંચનું નામ બાવીસી-પાંત્રીસી પડ્યું. આજે તો સમગ્ર પંચ શીર્ણ-વિશીર્ણ છે. ૫. રત્નસાગરજી બોડીંગમાં વિધાર્થી મારા પિતાશ્રી મારી માતાના મૃત્યુ બાદ વિ.સં. ૧૯૭૬માં મને સૂરત રત્નસાગરજી બોર્ડીગમાં દાખલા કિરવા સૂરત લઈ આવ્યા. આ સમયે સૂરત સમૃદ્ધ શહેર હતું. બોર્ડીગના વહીવટકર્તા તરીકે ઝવેરી મોતીચંદ ગુલાબચંદ અને ગુલાબચંદ વકીલ હતા. ઝવેરી મોતીચંદ ગુલાબચંદની ભલામણથી મને બોર્ડીગમાં દાખલ કરવામાં આવ્યો. તે વખતનો એક પ્રસંગ મને યાદ આવે છે. આ બોર્ડીગમાં દાખલ થનાર વિદ્યાર્થીને ઓઢવાપાથરવાનું પોતાના ઘેરથી લાવવાનું હતું. મારા પિતા જયારે મને મૂકવા આવ્યા હતા ત્યારે ઘેરથી આવું કોઈ સંસાધન લાવ્યા ન હતા. સૂરતમાં ફૂલચંદ કસ્તુરચંદ ઝવેરી મોટા આગેવાન - સદ્ગૃહસ્થ હતા. અને તેમના | નાના ભાઈ ભાઈચંદભાઈ આ બોર્ડીંગની કાર્યવાહક કમિટિના સભ્ય હતા. સાકરચંદ તલકચંદ મારા કાકાશ્રીના. મદ્રાસની પેઢીના શેઠ હતા. અને ફૂલચંદ કસ્તુરચંદ તેના ભાગીદાર હતા. મારા પિતાશ્રી તેઓને મળ્યા, અને ! કહ્યું કે આ છોકરાને હું બોર્ડીગમાં દાખલ કરવા લાવ્યો છું. ઓઢવા પાથરવાનું નથી લાવ્યો તેથી હું તમારી પાસે લેવા આવ્યો છું. તેમની પાસે બેઠેલા એક ભાઈએ કહ્યું કે, “તમે ગાદલાં-ગોદડાં જેવી નજીવી માગણી શા માટે કરો છો ? સો-બસો રૂપિયા માગશો તો પણ શેઠ તમને જરૂર આપશે.” ત્યારે મારા પિતાએ કહ્યું Iકે, “મારે પૈસાની જરૂર નથી. મારે જરૂર છે માત્ર ગાદલાંની. અને તે પણ ભીખ તરીકે નહિ, સંબંધ તરીકે] lમાગું છું. છોકરો વેકેશનમાં ઘેર આવશે ત્યારે ઘેરથી ગાદલું લેતો આવશે અને તે વખતે તેમનું આપેલું તેમને ! પાછું સોંપી દઈશું.” શેઠને વાત કરતાં તરત વ્યવસ્થા થઈ અને વેકેશન બાદ પરત પણ કર્યું. શેઠ ખુશ થયા. ! i રત્નસાગરજી બોર્ડીગના અભ્યાસકાળ દરમ્યાન ત્યાં આયંબિલની ઓળીમાં શ્રીપાલ રાજાનો રાસ | વિંચાતો. આ રાસ વાંચતાં ધવલશેઠ-શ્રીપાલરાજાના પ્રસંગોએ શ્રીપાળને જે દુ:ખ પડતું તે દુઃખ સાંભળી તે | વખતની સ્થિતિનો તાદશ ચિતાર હૃદયમાં ઘોળાતો અને રાતે હું ઝબકીને જાગી જતો તેનો આછો ખ્યાલ છે. I આ બોર્ડીંગ હાલમાં નેમુભાઈની વાડીનો ઉપાશ્રય છે તેના પાછળના રસ્તે એક વાડીમાં હતી અને થોડો વખત ગુલાબચંદ વકીલના ઘરની સામેં હતી. બોર્ડીગમાં તે વખતે ગૃહપતિ તરીકે અમદાવાદ પાડાપોળમાં ! Jરહેતા હીરાલાલ માસ્તર હતા. પછી તે વિજયપ્રેમસૂરીશ્વરજી મહારાજના શિષ્ય હેમંતવિજયજી મ. બન્યા અને Iછેલ્લે હીરસૂરિ બન્યા. રત્નસાગરજી બોડીંગમાં મારી તબિયત નરમ થઈ. હું ઘેર પાછો જવા નીકળ્યો. અમદાવાદનું જૂનું ! jરેલવે સ્ટેશન હતું. હું સાંજે ઊતર્યો. ઉંમરે આશરે ૧૧-૧૨ વર્ષની હશે. અમદાવાદમાં સગા-વહાલાં કે અન્ય કોઈને હું ઓળખતો નહોતો. સ્ટેશનના મુસાફરખાનામાં શેતરંજી પાથરીને સૂઈ રહ્યો. શરીરમાં તાવ હતો.j પોલીસે રાતે બે-ત્રણ વખત ઊઠાડ્યો હશે. એક જગ્યાએથી બીજી જગ્યાએ અને બીજેથી ત્રીજે એમ કરતાં ! સવાર પડ્યું ત્યાં સુધી હું મુસાફરખાનામાં રહ્યો. ત્યારબાદ પાટણ લોકલમાં બેસી મારે ઘેર રણુંજ ગયો.' =============================== રત્નસાગરજી બોડિંગમાં વિદ્યાર્થી] ક Page #15 -------------------------------------------------------------------------- ________________ 1શરીરમાં ધખધખતો તાવ હતો. ઘેર કોઈ સંભાળ લેનાર ન હતું. છતાં પિતાની પરિચર્યાથી અને ઘરગથ્થુ lઈલાજથી હું સાજો થયો. બોર્ડીંગ છોડી ઘેર આવ્યો ત્યારે અભ્યાસ બે અંગ્રેજી સુધી હતો. સૂરતના વિદ્યાર્થી જીવનમાં મેં નેમુભાઈની વાડીમાં કમલસૂરિ મહારાજને અને માણેકમુનિને જોયેલા. ૬. પૂના સપરમેનામાં નોકરી વિ.સં. ૧૯૭૮માં મારા પિતાએ મારી તેર વર્ષની ઉંમરે મારી માતાના કાકા કેવળદાસને ભલામણ | Iકરી કે આ છોકરો ભણે તેમ નથી, અહીં તેની કોઈ સારસંભાળ લે તેમ નથી, તો તમે તમારી દુકાને - પૂના | મુકામે લઈ જાઓ. તેઓ મને પૂના સપરમેના લઈ ગયા. ત્યાં અમારી જ્ઞાતિના મણુંદના મૂળવતની શ્રી ! હકમચંદ મોતીચંદની કરિયાણાની દુકાન હતી. લશ્કરની છાવણીઓ સપરમેનામાં રહેતી. તેથી લશ્કરના માણસો ઉપરાંત તેની સેવા કરનારા બીજા પણ ત્યાં રહેતા. શેઠ હકમચંદ મોતીચંદ, પીતાંબર મોતીચંદ અને જગજીવન મોતીચંદ એમ ત્રણ ભાઈઓની દુકાન હતી. શેઠ હકમચંદ મોતીચંદને ત્યાં તે જમાનામાં દમણિયું રહેતું. તેનો ગાડીવાન ભિખ્ખ હતો. અહીં ! નોકરીમાં શાયદ ખાવું-પીવું અને પાંચ રૂપિયા નક્કી કરવામાં આવ્યા. કામમાં ખાંડ, અનાજ વ. લઈ જવું! અને લાવવું વ. મને સોંપવામાં આવેલું. થોડો સમય વીત્યા બાદ એવું બન્યું કે બે ભાગીદારો શેઠ હકમચંદ | અને કેવળદાસ વચ્ચે મતભેદ થયો. કેવળદાસના સગા એવા મને રાખવો તેમને મુનાસિબ ન લાગ્યું અને T“ગઢવી ઘેરના ઘેર” એમ હું પાછો વતન - રણુંજ આવ્યો. આ વખતે મારી ઉંમર ૧૪ વર્ષની હતી. | ૭. મહેસાણા પાઠશાળામાં વિધાર્થી રણુંજમાં તે વખતે પિતા એકલા હતા. ઘરનું રાચરચીલું વેચી નિભાવ કરતા. કોઈક કારણસર મારે! મહેસાણા જવાનું થયું. તે વખતે મહેસાણામાં પૂ. મુનિરાજ મંગળવિજયજી મ. (પછીથી વિજ્યમંગળપ્રભસૂરિ) | મોટા ઉપાશ્રયે બિરાજતા હતા. પૂ. મુનિશ્રી મંગળવિજયજી મહારાજે વિ. સં. ૧૯૭૪માં અમારે ત્યાં રણુંજમાં ! ચોમાસું કરેલ. તે નાતે તેમનો પરિચય બાળપણમાં હતો. મંગળવિજયજી મ. મહેસાણામાં ભણવા રહ્યા હતા.1 તેમણે મને પાઠશાળામાં જોડાવા અને ધાર્મિક અભ્યાસ કરવા આગ્રહ કર્યો. પિતાને પૂછડ્યા વિના હું મહેસાણા, પાઠશાળામાં દાખલ થયો. અહીં તે વખતે વિદ્યાર્થી તરીકે આજના બુલાખીદાસ માસ્તર, હરગોવનદાસ ! સંપ્રીતચંદ માસ્તર અને મારા ગામના વતની ભાવસાર મણીલાલ ગુલાબચંદ પણ હતા. મેનેજર તરીકે દુર્લભદાસ કાળીદાસ અને શિક્ષક તરીકે લાલચંદભાઈ ગણેશ હતા. ઓફિસમાં જમનાદાસ અને ચીમનલાલ જેચંદ વ. હતા. થોડા દિવસ બાદ હાથે ખસ-ખુજલી થઈ. બીજાને ચેપ ન લાગે તે માટે ઓફિસની સામે જુદો રૂમ Jઆપ્યો. અહીં મહેસાણામાં મેં “અજિતશાંતિ' સુધી અભ્યાસ કર્યો. તે દરમ્યાન પાલીતાણા, તારંગા વ. ઠેકાણે ! કરેલી મુસાફરી અને તે વખતના કેટલાક પ્રસંગો આજે પણ જેવાને તેવા યાદ છે. [ આ અરસામાં મારો નાનો ભાઈ મણીલાલ કે જેને કમાણા ગામે મારાં માસીના ત્યાં મૂક્યો હતો તે ચાર ચોપડી ભણી ચૂક્યો હતો. તેને ગુજરાતી પાંચમા ધોરણમાં દાખલ કરી પાટણ બાલાશ્રમમાં દાખલ | =============================== ( [મારાં સંસ્મરણો યાને ૫૦ વર્ષની જૈન શાસનની આછી રૂપરેખા - - - - - - - - - - - - ! — — — — — — — — — — — — — Page #16 -------------------------------------------------------------------------- ________________ |કરવાનો હતો. મેં અમારા મહેસાણા પાઠશાળાના મેનેજર દુર્લભજીભાઈને ખૂબ ખૂબ વિનંતી કરી કે “આ| મારો નાનો ભાઈ દસ વર્ષનો છે. તેને પાટણ મુકવા જવા માટે મને રજા આપો.” મેનેજરે મને સાફ ના પાડી. એટલું જ નહિ પણ, “જો તમે જશો તો ફરી તમને સંસ્થામાં દાખલ કરવામાં નહિ આવે.” મેં એમના હુકમનો અનાદર કર્યો અને હું પાટણ ગયો. અગાઉથી કરેલી ગોઠવણ મુજબ તેને બાલાશ્રમમાં દાખલ કર્યો. અને હું પાટણમાં જોગીવાડે શામળાજીના દેરાસરમાં દર્શન કરવા ગયો. રસ્તામાં નંદલાલ પ્રેમચંદ નામનો વિદ્યાર્થી મળ્યો. તેના પિતા મહેસાણામાં પાઠશાળામાં કોઠારી હતા તે નાતે મારો પરિચય હતો. પાટણમાં Iતે જે વિદ્યાભવનમાં ભણતો હતો ત્યાં હું તેની સાથે ગયો. વિદ્યાભુવનમાં તે વખતે આઠ વિદ્યાર્થીઓ હતા. I તેના સંચાલક મુરબ્બી શ્રીપ્રભુદાસભાઈ હતા. તેમને હું મળ્યો, અને વિનંતી કરી કે મને રાખો તો હું અહીં ! આવું.” તેમણે કહ્યું કે “રાખવામાં કોઈ વાંધો નથી, પણ મહેસાણા પાઠશાળાના સંચાલક શેઠ વેણીચંદ સુરચંદની રજા લઈ આવો તો રાખી શકાય. તેઓ હાલ પાટણમાં રાચકાવાડામાં નિશાળના પાડામાં છે. હું ત્યાં પહોંચ્યો, તેમને મળ્યો અને તેમને કહ્યું કે હું મારા ભાઈને પાઠશાળામાંથી રજા લીધા વિના પાટણ મૂકવા |આવ્યો છું, અને અહીં પ્રભુદાસભાઈના વિદ્યાભવનમાં રહેવા માંગું છું. આપ મને ત્યાં રહેવા સંમતિ આપો. । તેમણે સંમતિ આપવા ના પાડી અને વધુમાં કહ્યું, “તું બાળક છે. આ નવી સંસ્થા છે. તેનો ભરોસો શો ? કેટલા દિવસ ચાલશે ? તું રખડી પડીશ.” પણ કોણ જાણે તેમની વાત મને ગળે ન ઉતરી. મેં ખૂબ આજીજી કરી કે આપ સંમતિ આપો, પણ તેમણે ન આપી. હું મહેસાણામાં બિરાજતા તે વખતના શ્રી મંગળવિજ્યજી મ. ને મળ્યો. તેમણે પણ મહેસાણામાં રહેવા આગ્રહ રાખ્યો. હું મારા પિતાને લઈને મહેસાણા ગયો. ત્યાંના નગરશેઠ જોઈતારામને તે મળ્યા. તેમણે વેણીચંદભાઈને I મળીને સંમતિ અપાવી. આ સંમતિ મળતાં મને ખૂબ આનંદ થયો. ૮. પાટણ વિધાભુવનમાં પ્રવેશ વિ.સં. ૧૯૭૯માં હું વિદ્યાભુવનમાં જોડાયો. આ સંસ્થાના ઓનરરી સેક્રેટરી મારા પિતાના ફોઈના [દીકરા પાટણના વતની સ્વરૂપચંદ વસ્તાચંદ હોવાથી મને દાખલ થવામાં બહુ મુસીબત ન પડી. જીવનનું નાવ | રત્નસાગરજી વિદ્યાલય, પૂના સપરમેનામાં નોકરી, અને મહેસાણા પાઠશાળાના વંટોળમાંથી પસાર થઈ જુદી દિશા તરફ વળ્યું. , વિદ્યાભુવનનો પરિચય પં. પ્રભુદાસ બેચરદાસ પારેખે, પૂ. આ. વિજ્યનીતિસૂરીશ્વરજી મ. અને સદ્ગુણાનુરાગી સન્મિત્ર કપુરવિજ્યજી મ. ની પ્રેરણા અને ઉપદેશથી પાટણની વિદ્યાભવનની સંસ્થા વિ.સં. ૧૯૭૮માં શરૂ કરેલી. | [હું જાણું છું તે મુજબ શરૂઆતમાં કર્પૂરવિજ્યજી મ. ની પ્રેરણાથી ગોધાવી નિવાસી શ્રી ત્રિભોવનદાસે રૂ।. | |૧૬૦૦૦/- આપ્યા હતા. ત્યારબાદ બીજી જુદી જુદી મદદથી આ સંસ્થા ચાલુ રહી હતી. I ગાંધીવાદના આદર્શને સામે રાખીને, જૈન તત્ત્વજ્ઞાનનો અભ્યાસ કરાવવાના ઉદ્દેશથી આ સંસ્થા સ્થપાયેલી. પાટણ વિદ્યાભુવનમાં પ્રવેશ] [૯ Page #17 -------------------------------------------------------------------------- ________________ | સંસ્થાનું મકાન જોગીવાડામાં પાણીની ટાંકી પાસે આવેલા ઊંચા ઓટલાવાળી પોરવાડની વાડી હતી. } વચ્ચે ઘટાદાર લીંબડાનાં પાંચ-સાત વૃક્ષો હતાં. ચારે બાજુ મોટી પડાળીને વાંસના ખાપોટિયાથી જડી આઠથી દસ રૂમ ઉતારવામાં આવ્યા હતા.' jપાણીનું મોટું વિશાળ ટાંકું હતું. વચ્ચે મોટો ચોક હતો. ! તમન્નાશીલ, આદર્શવાદી, વિચારક યુવાન શ્રીપ્રભુદાસભાઈએ આ સંસ્થા કેવી રીતે આદર્શ બને તેમાં માટે જે કાંઈ કરી છૂટવું પડે તે કરી છૂટવાની ગણતરીએ સ્થાપી હતી. સંસ્થાનો વિદ્યાર્થી ખડતલ, બુદ્ધિશાળી, પરિશ્રમી, વિચારક અને સ્વતંત્ર મિજાજનો થાય એવી તાલીમ આપવાની દૃષ્ટિથી આ સંસ્થા સ્થાપેલી. પ્રારંભમાં તેમણે આઠથી દસ વિદ્યાર્થીઓ જ રાખ્યા હતા. તેના નિત્યક્રમ, નિયમો અને અભ્યાસક્રમ ખૂબ | જ ચીવટપૂર્વક ઘડયા હતા. . આ સંસ્થામાં દરેક વિષયના વિશિષ્ટ વિદ્વાન અધ્યાપકો રોકવામાં આવેલા. રસોઈયા, નોકર-ચાકર | કે કારકુનનો ખર્ચ બિલકુલ રાખવામાં આવ્યો ન હતો. વિદ્યાર્થીની જમવાની વ્યવસ્થા આજની બોર્ડીંગ, છાત્રાલય કે ગુરુકુળ કે હોસ્ટેલની માફક ન હતી. ઘરની જેમ જ ખાવા-પીવાની પૂરતી છૂટ હતી. સવારે દરેક વિદ્યાર્થીને પૂછવામાં આવે કે તમારે કેટલું દૂધ જોઈએ ? વિદ્યાર્થી પોતાની ઇચ્છા મુજબ અડધો શેર, દોઢ શેરી 1જેટલું કહે તેટલું તેને તાજું દૂધ આપવામાં આવતું. ઘી માટે પણ બે રૂપિયા ભાર (૫૦ ગ્રામ / ૧૦૦ ગ્રામ) ! કે ચલાણું (નાની વાટકી) મર્યાદિત ન હતું. ઘીનો લોટો કે ઝારી સૌની આગળ મૂકવામાં આવતી. જેને જેટલું ! જોઈએ તેટલું લે. દૂધ-ઘી-ખોરાક ઉપર જરાયે પ્રતિબંધ-લીમીટ ન હતી. | બોર્ડીંગમાં વાસણ, રસોઈ, સાફસૂફી વ. કામ માટે વિદ્યાર્થીઓ પોતે જ પંદર દિવસનો કાર્યક્રમો Tગોઠવી કાઢતા. અને તે મુજબ તેઓ બધું કામ કરી લેતા. પાણી ભરવાનું, રસોઈ કરવાનું, વાસણો! 1માંજવાનું, સફાઈ કરવાનું, કપડાં ધોવાનું વ. બધાં કામ વિદ્યાર્થીઓ જાતે કરતા. બોડીંગમાં અનાજ, શાક, અન્ય ચીજોની ખરીદી પણ વિદ્યાર્થીઓ જાતે કરતા. અને તેનો હિસાબ-કિતાબ પણ જાતે રાખતા. આ રીતે વિદ્યાર્થીઓમાં કુટુંબભાવના, પરસ્પર પ્રેમ, અને સ્વાશ્રયની તાલીમ આમ બધું શિક્ષણ મળતું. | દર પખવાડિયે એક દિવસ એક જ દ્રવ્ય ખાઈને રહેવાનું અને ઓછામાં ઓછા ખર્ચે કેમ રહી શકાયT તેની પણ તાલીમ આપવામાં આવતી. 1 ધાર્મિક અભ્યાસમાં પાંચ પ્રતિક્રમણ, નવસ્મરણ, ચાર પ્રકરણ, ત્રણ ભાષ્ય અને છ કર્મગ્રંથ આ રીતે | પરાપૂર્વથી પાઠ્યક્રમ ગોઠવાયેલો છે. શિક્ષણનો ક્રમ અહીં અલૌકિક હતો. સૂત્રો ગોખાવ્યા વગર, જીવવિચાર! દિંડક, નવતત્ત્વ વ. ની ગાથાઓ વિના તેના છૂટા બોલ યાદ કરી આંગળીના વેઢે જીવન પ૬૩ ભેદ, નવતત્ત્વની સમજ, દંડકના ૨૪ દ્વાર, લધુસંગ્રહણીની નદીઓ વ. ની ગણતરીઓ અને કર્મગ્રંથના બધા છૂટા બોલ શીખવાડવામાં આવતા. પંચસંગ્રહ એક જ ગ્રંથ ગાથાઓ સાથે મેં આ સંસ્થામાં મુખપાઠ કર્યો છે. બાકી ; કર્મગ્રંથ આદિ બધા વિષયો ગાથા વિના શીખવાડવામાં આવ્યા હતા. આ જ રીતે ઇંગ્લીશના વિષયમાં પાઠમાળા, સ્ટોરીઝ ફ્રોમ ટાગોર, નેપોલિયન બોનાપાર્ટ, ગોલ્ડની 'ડીડઝ વ. પુસ્તકો દ્વારા અંગ્રેજીનો અભ્યાસ કરાવવામાં આવતો. ઇંગ્લીશ ભાષાને ભાષાની દૃષ્ટિ શીખવાડવામાં આવતી. જેથી વિદ્યાર્થીઓ ઇંગ્લીશનાં કોઈ પણ ગમે તે પુસ્તકો વાંચી-સમજી શક્તા. =============================== મારાં સંસ્મરણો યાને ૫૦ વર્ષની જૈન શાસનની આછી રૂપરેખા - - - - - - - - - - - - - - - -- "A. ૧૦] | Page #18 -------------------------------------------------------------------------- ________________ | દક્ષિણામૂર્તિનાં સરળ સંસ્કૃત પુસ્તકોના વાંચન દ્વારા સંસ્કૃતમાં પ્રવેશ કરાવ્યા બાદ ભાંડારકરની બેT Iબુકો, કાવ્યો અને જો વધુ તેજસ્વી વિદ્યાર્થી હોય તો તેને સિદ્ધહેમ વ્યાકરણ, પંચકાવ્ય, હીર સૌભાગ્ય, દયાશ્રય કાવ્ય, વ. ગ્રંથો દ્વારા સંસ્કૃતમાં નિષ્ણાત બનાવવામાં આવતો. 1 જીવન-વ્યવહારના ઉપયોગી વિષયમાં ગણિત, દેશી નામું, વ્યાપારોપયોગી પાઠમાળા અને દેશના પ્રવર્તમાન વિષયોનું પદ્ધતિસરનું શિક્ષણ આપવામાં આવતું. લેખો લખવાની, કાવ્યો રચવાની તાલીમ આપવામાં આવતી. ગુજરાતી સાહિત્યક્ષેત્રે વિદ્યાર્થી સારો વિકાસ કરી શકે તે માટે કમળાશંકર પ્રાણશંકર ત્રિવેદીના Íવ્યાકરણ ભાગ- ૧-૨-૩ દ્વારા ભાષા અને છંદોનું જ્ઞાન અપાતું. તે ઉપરાંત હિમાલયનો પ્રવાસ, i Jપ્રતિજ્ઞાયૌગંધરાયણ, મધ્યમનાટક, મેળની મુદ્રિકા, યાને મુદ્રારાક્ષર વગેરે ગ્રંથો દ્વારા ગુજરાતી સાહિત્યનોT વિશિષ્ટ અભ્યાસ કરાવવામાં આવતો. આ સંસ્થામાં પાંચ વર્ષ ભણીને તૈયાર થયેલ વિદ્યાર્થી કાવ્યો બનાવી શકતો, લેખો લખી શકતો, વ્યાપારની આંટીઘૂંટી સમજતો, ધાર્મિક વિષયોની ચર્ચા કરી શકતો અને સંસ્કૃત-પ્રાકૃતનું વિશિષ્ટ જ્ઞાન મેળવવાના પ્રતાપે, પોતાની મેળે ભાષા પર કાબૂ આવવાના કારણે પ્રતિક્રમણાદિ સૂત્રોના અર્થ સ્વયં સમજી| શકતો. તેને માટે પ્રતિક્રમણ, નવસ્મરણ કે જીવવિચાર આદિ પ્રકરણોના અર્થ ગોખવાના રહેતા નહિ. ! પાટણમાં અભ્યાસગૃહ, જૈનમંડળ બોડીંગ, બાલાશ્રમ વગેરે ઘણી સંસ્થાઓ હતી. કસરત, લેખન, 1 અને વકતૃત્વમાં આ બધી સંસ્થાઓ વચ્ચે હરિફાઈ યોજાતી. આ બધામાં વિદ્યાભવનની સંસ્થા નાની હોવાનું Iછતાં દોડ, કુસ્તી, વકતૃત્વ અને લેખનમાં સૌથી મોખરે રહેતી. | પરમપૂજય આચાર્ય વિજયવલ્લભસૂરિ મ. પાટણ પધાર્યા ત્યારે અહીં ગુજરાનવાલા, વરકાણા, વ. સંસ્થાઓના વિદ્યાર્થીઓ આવ્યા હતા. તે સમયે પાટણની અન્ય અને અમારી વિદ્યાભવનની સંસ્થાની કસરતની Tહરિફાઈ યોજાયેલી. એમાં અમારી સંસ્થા પ્રથમ આવેલી. એમાં પણ હું દોડ, કસરત અને કુસ્તીમાં પ્રથમ lહતો. ( ટૂંકમાં વિદ્યાર્થીભવનમાં વિદ્યાર્થીને સર્વતો ગ્રાહી જ્ઞાન, સંસ્કાર અને તાલીમ આપવાની ગોઠવણ હતી. પાંચ વર્ષના ગાળામાં વિદ્યાર્થી ઘણું બધું ધાર્મિક જ્ઞાન, સંસ્કૃત, ઇંગ્લીશ, ગુજરાતી, સંગીત, લાઠી, લેઝીમ, કસરતો બધી બાબતોમાં આ સંસ્થાનો વિદ્યાર્થી મોખરે રહેતો. . આ સંસ્થામાં પૂ. આ. વિજયનેમિસૂરીશ્વરજી મ. પૂ. આ. નીતિસૂરીશ્વરજી મ. પૂ. આ.! વિજ્યવલ્લભસૂરીશ્વરજી મ. આદિ આચાર્યો પધારતા અને કલાકોના કલાકો સુધી વિદ્યાર્થીઓ સાથે જ્ઞાનગોષ્ઠિ કરતા. સરદાર વલ્લભભાઈ, મણીલાલ કોઠારી, કાકા કાલેલકર વ. નેતાઓ આ સંસ્થામાં આવતા અને માર્ગદર્શન આપતા. પંડિત સુખલાલજી, પંડિત બેચરદાસ, પંડિત ભગવાનદાસ, અર્થશાસ્ત્રી ત્રિકમભાઈ વ.] 1વિદ્વાનો દિવસોના દિવસો સુધી રહેતા. અને વિદ્યાર્થીઓ એમના જ્ઞાનનો લાભ લેતા. સંસ્થાનો વિદ્યાર્થી નીડર બને તે માટે નદીના પટમાં રાતવાસો ગાળવામાં આવતો. બધા છોકરાઓ jએક નિશ્ચિત દિવસે સૂવાનું પાથરણું અને લાઠી વ. લઈ રાત્રે નદીમાં જતા. રાતે દસ વાગ્યા પછી બધા છોકરાઓ સૂઈ જાય. અને બે છોકરાઓ ચોકી કરતા. આમ વિભિન્ન રીતે વિદ્યાર્થીઓ ખડતલ અને નિર્ભય | ================================ | પાટણ વિદ્યાભવનમાં પ્રવેશ - - - - - - - - - - – Page #19 -------------------------------------------------------------------------- ________________ |બને તેનો કાર્યક્રમ ગોઠવવામાં આવતો. ‘ખાદી સપ્તાહ' વગેરે દિવસો દરમ્યાન ખાદીની ચાદર વ. ચીજોનું વેચાણ કરવા વિદ્યાર્થીઓ આસપાસના ગામડાંઓમાં જતા, વેચાણ કરતા અને હિસાબ રાખતા. આ દ્વારા ગામડાના વાતાવરણનો અને લોકોનો પરિચય થતો. વર્ષમાં બે ત્રણ વાર મુસાફરીના કાર્યક્રમો પણ યોજાતા. આ કાર્યક્રમો તીર્થસ્થાનો ઉપરાંત કુદરતી રમણીય સ્થળો જેવાં કે આબુ, અચલગઢ, તારંગા વ. ડુંગરપ્રવાસ પગપાળા કરાવવામાં આવતો. આમ અનેક જાતની તાલીમ વડે વ્યક્તિનિષ્ઠ શિક્ષણ આપી વિદ્યાર્થીઓને તૈયાર કરાવવામાં આવતા. ૯. વિધાભવનમાં કરેલો અભ્યાસ આ સંસ્થામાં મેં ધાર્મિક અભ્યાસમાં પંચ પ્રતિક્રમણ, જીવવિચાર, નવતત્ત્વ, દંડક, સંગ્રહણી, છI કર્મગ્રંથ, તથા પંચસંગ્રહ સંપૂર્ણ ટીકાસહિત કર્યા હતા. ગુજરાતી સાહિત્યમાં કમળાશંકર પ્રા. ત્રિવેદીના ભાગ ૧-૨-૩, પ્રતિજ્ઞા યૌગંધરાયણ, મધ્યમવ્યાયોગ નાટક, મુદ્રારાક્ષસ, હિમાલયનો પ્રવાસ વ. પાઠ્યપુસ્તકની રીતે કરેલા. સંસ્કૃતમાં સમગ્ર સિદ્ધહેમ-લઘુવૃત્તિ વ્યાકરણ, રઘુવંશ, માઘ, હીરસૌભાગ્ય, સત્યહરિશ્ચન્દ્ર નાટક અને કાવ્યાનુશાસન કર્યા હતા. મેં મારી સત્તર વર્ષની ઉંમરે શ્રિંદ્ર નાટકનો સમશ્લોકી ગુજરાતી અનુવાદ કર્યો હતો. ઇંગ્લીશમાં પાઠમાળા ૧-૨-૩, સ્ટોરીજ ફ્રોમ ટાગોર, નેપોલિયન બોનાપાર્ટ વ. પાઠ્યપુસ્તક રૂપે કરેલા. નામામાં વ્યાપારોપયોગી પાઠમાળા, દેશી નામા પદ્ધતિ, અર્થશાસ્ત્રનાં મૂળતત્ત્વો અને કૌટિલ્ય અર્થશાસ્ત્ર વ. નો |અભ્યાસ કર્યો હતો. આ ઉપરાંત સીવણ, સુથારીકામ, ચિત્રકામ વ. દ્વારા ઉદ્યોગનું શિક્ષણ આપવામાં આવતું. મેં સીવણકામનો ઉદ્યોગ લીધો હતો. પહેરણ, બંડીથી માંડી કોટ સુધીનું વેતરવાનું અને સીવવાનું શીખ્યો હતો. આ માટેના વિશિષ્ટ અભ્યાસ માટે મને લીંચ અને રાજકોટ મોકલવામાં આવેલ. ૧૦. પં. પ્રભુદાસભાઈ તથા અન્ય શિક્ષણદાતા ગુરુવર્યો આમ મારા જીવન ઘડતરમાં જો કોઈનો વિશિષ્ટ ફાળો હોય તો તે વિદ્યાભુવનનો અને પ્રભુદાસભાઈનો છે. તેમના મુરબ્બીપણાનો, ગુરુપણાનો અને વિશિષ્ટ આપ્તજન તરીકે તેમની સાથેનો મારો સંબંધ તેમના જીવનના અંત સુધી રહ્યો છે. તેમનું ઋણ હું કોઈ રીતે અદા કરી શકું તેમ નથી. મારું સૌથી પ્રથમ પુસ્તક પ્રમાળનયતત્ત્વાલોળાશંગર નો ગુજરાતી અનુવાદ કર્યો અને તે ગ્રંથ મેં તેમને અર્પણ કર્યો. મારા જ્ઞાન અને |સમજદેહના પિતા પં. પ્રભુદાસભાઈ છે. તેમનો આ ઉપકાર કેવળ મારા માટે જ છે એમ નહિ. પણ મા! સહાઞાયીઓ શાતિલાલ સાઠંબાકર, મણીલાલ ગણપતલાલ, શ્રી દલીચંદ વછરાજ વ. સૌ પર આ જ રીતે તેમનો ઉપકાર રહ્યો છે. ।પરંતુ મારો અને તેમનો વિદ્યાવ્યાસંગનો માર્ગ એક હોવાથી તેમનો ગાઢ પરિચય યથાવત્ ઠેઠ સુધી ટકી રહ્યો. હું ૧૨] [મારાં સંસ્મરણો યાને ૫૦ વર્ષની જૈન શાસનની આછી રૂપરેખા Page #20 -------------------------------------------------------------------------- ________________ - - જૈન શાસનમાં શાસન હિતૈષી, દીર્ઘદ્રષ્ટા, નિરીહ, વિચારક અને વિદ્વાન તરીકે તેમની પ્રસિદ્ધિ હંમેશા માટેj Jરહી છે. વિદ્યાભવનના વિદ્યાર્થીકાળ દરમ્યાન પં. પ્રભુદાસભાઈની જીવન ઘડતરમાં મુખ્ય દોરવણી રહી. jપણ વિદ્યાભ્યાસ કરાવવામાં વિશિષ્ટ અધ્યાપકોનો ફાળો ઓછો નથી. સંસ્કૃતમાં ભાંડારકરની બે બુક, અને Tલઘુવૃત્તિ વ. નો અભ્યાસ પં. વીરચંદભાઈ મેઘજીભાઈ પાસે કર્યો છે. તેઓ ઘણા સાધુ-સાધ્વી મહારાજોને lભણાવનાર તરીકે જાણીતા હતા. તેઓ ખૂબ વ્યવહારદક્ષ અને શાણા પુરુષ હતા. જીવનપર્યત તેમનો ઉપકાર! મારા પર રહ્યો છે. શાસનના કેટલાક કામોમાં, પ્રશ્નોમાં તેઓ હંમેશાં પૃચ્છાયોગ્ય રહ્યા છે. 1. સાધુ જીવનમાં દાખલ થયા પછી, મોડા દાખલ થવાનો અફસોસ અને એ જીવનમાંથી જેટલું સાધી શકાય તેટલું શરીરની આળપંપાળ કર્યા વિના સાધી લેવાની મનોવૃત્તિ, ઉત્તમ સાધુમાં જોઈએ છીએ, તેવી| લાગણી મને સંસ્કૃતના અભ્યાસ વખતે થઈ. જેના પરિણામે ૫. વીરચંદભાઈ પાસે લઘુવૃત્તિનો પ્રારંભ કર્યો. અને આ લઘુવૃત્તિ જલદી પૂરી થાય તે માટે ૫,૬,૭મો અધ્યાય પાટણ સાગરના ઉપાશ્રયે ચાતુર્માસ બિરાજતા, મુનિશ્રી ક્ષમાભદ્રવિજયજી (પાછળથી ક્ષમાભદ્રસૂરિજી) પાસે કર્યો. | ધાર્મિક અભ્યાસ મેં માસ્તર શાંતિલાલ હરગોવનદાસ પાસે કર્યો. તે સ્વભાવે ઉગ્ર, છતાં ખૂબ જ| Iનિખાલસ, પ્રામાણિક અને પ્રેમાળ હતા. વર્ષો બાદ શેઠશ્રી કસ્તુરભાઈ લાલભાઈ સાથે સુરેન્દ્રનગર છોટાલાલા જમનાદાસ હોસ્પિટલના ઉદ્ઘાટન પ્રસંગે જવાનું થતાં તેઓ મળ્યા ત્યારે તેઓ ખૂબ આનંદવિભોર બની ગયા! હતા. અમને અંગ્રેજી ભણાવવા શ્રીયુત ભટ્ટ સાહેબ, અલમૌલા સાહેબ અને નાગર બ્રાહ્મણ રંગરાયા !આવતા. તેમાં શ્રી ભટ્ટ અને રંગરાય પાટણ હાઈસ્કૂલના શિક્ષકો હતા. અલમૌલા તો એવા સમર્થ વિદ્વાની હતા કે લેટિનમાંથી કઈ રીતે ઇંગ્લીશ શબ્દો ઉતરી આવ્યા તેની ઊંડી સમજ ધરાવતા. તેમની દીકરી આજે! શારદામંદિર પાસે એક બાલમંદિર ચલાવે છે. ગુજરાતી ભાષા પ્રભુદાસભાઈ અને દ્વારકાદાસ લેતા. ' | કેશવલાલ મલ્લ કે જેઓ તે વખતે ગુજરાતમાં “સેડા”તરીકે પ્રસિદ્ધ હતા, તેઓ અમને વ્યાયામાં 1શીખવતા. આ ઉપારાંત “ઉત્તરહિંદ માં જૈન ધર્મ” પુસ્તકના લેખક શ્રી ચીમનલાલ જેચંદ અમને ઓનરરી 'શિક્ષક તરીકે ઇંગ્લીશ પુસ્તકોનો અભ્યાસ કરાવતા. ૧૧ પૂ. આચાર્ય ભગવંતો તથા વિદ્વાનોની અસર વિદ્યાભવનના અભ્યાસકાળ દરમ્યાન જીવન ઉપર કાયમી અસર મૂકી જાય તેવા ઘણા પ્રસંગો Tબનેલા છે. આ પ્રસંગોમાં પૂ. આચાર્ય મહારાજોનો સંસર્ગ, વિદ્વાનોનો સંસર્ગ, પાટણમાં ઉજવાયેલા વિશિષ્ટ મહોત્સવો, સહાધ્યાયીઓના સંસર્ગ, વિદ્યાર્થીજીવનની કેટલીક સમસ્યાઓ – આ બધા પ્રસંગોનાં સંભારણાં. કેટલાંક સુખદ તો કેટલાંક દુઃખદ અને નિર્દોષ પણ છે. પૂ. આ. વિજ્યનેમિસૂરીશ્વરજી મ., પૂ. આ. સાગરાનંદસૂરીશ્વરજી મ., પૂ. આ. નીતિસૂરીશ્વરજી મ., 1 jપૂ. આ. સિદ્ધિસૂરીશ્વરજી મ., પૂ. આ. વલ્લભસૂરીશ્વરજી મ. - આ બધા સંતોના આશીર્વાદ પામવાનો Tઅવસર વિદ્યાભવનના કાળ દરમ્યાન મને સાંપડેલો છે. ============= ========= પૂ. આચાર્ય ભગવંતો તથા વિદ્વાનોની અસર] [૧૩ - - --- - - - - - - - - - - LI| | Page #21 -------------------------------------------------------------------------- ________________ (૧) વિદ્યાભવનના લીમડા નીચેના વિશાળ ચોકમાં આવીને પૂ. આ. નેમિસૂરીશ્વરજી મ. બિરાજતા અને વાતો કરતા. જોધપુર પાસેના કાપરડા તીર્થમાં જાટ લોકો સાથે થયેલા ઘર્ષણની વાત તેમના શ્રીમુખે જ્યારે તેઓ કરતા ત્યારે ધર્મની રક્ષા પ્રત્યેનો પ્રેમ અમને ઝળહળતો દેખાતો. સાધુ સમુદાયની જતના અને તેમના અભ્યાસ માટેની તેઓની કાળજીની જ્યારે તેઓ વાત કરતા ત્યારે શાસનસેવા માટેની અને સમુદાયની કાળજીની યોજના દેખી અમે ખૂબ નતમસ્તક બનતા. [ આ ઉપરાંત અમદાવાદના નગરશેઠ કુટુંબની અને હઠીસીંગ કુટુંબની કેટલીક વાતો તેમના શ્રીમુખે સાંભળી અમને તેમની પ્રતિભા અને પ્રભાવ માટે અનહદ માન ઉપજતું. મહેતાના પાડાના ઉપાશ્રયે પ.પૂ. આ. સિદ્ધિસૂરીશ્વરજી મ. ની સાથે ઉતરેલા પ.પૂ. આ.1. સાગરાનંદસૂરીશ્વરજી મ. નું યુક્તિ-પ્રયુક્તિસભર વ્યાખ્યાન બપોરે બાર વાગ્યા સુધી ચાલતું. તેમના વ્યાખ્યાનના બીજા શબ્દો તો ખાસ યાદ નથી. “ગાજરની પીપૂડી વાગી તો વગાડી, નહિતર કરડી ખાધી” - એ ઉક્તિને અનુસરીને બરાબર વ્યાખ્યાન આઠ દિવસ ચાલ્યું હશે. મહેતાના પાડાના ઉપાશ્રયે બિરાજતા સિદ્ધિસૂરિ મ. ને અમે વંદન કરવા જતા ત્યારે “શિલા , વજયી તલ” નું ઉચ્ચારણ આખા ઉપાશ્રયને પવિત્ર બનાવતું. તે ભદ્રિક મહાત્મા આ ઉચ્ચારણમાં એવા તલ્લીન બનતા કે વંદન કરવા કોણ આવ્યું છે તેનો પણ તેમને ખ્યાલ ન રહેતો. (૪). પરમ પૂ. આ. નીતિસૂરીશ્વરજી મ. ને અમે ખેતરવસીના પાડામાં, ચોકમાં પોતાના ગુરુભાઈ પૂ. 1 પિંન્યાસ દયાવિજ્યજી મ. ને ઉપાધ્યાય પદવી અને શાંતિવિજ્યજી મ. ને પંન્યાસ પદવી આપતા જોયા છે. જિમ તેજસ્વી ગ્રહોના સમૂહની વચ્ચે શોભતો ચંદ્ર વધુ આલ્હાદક લાગે તેમ પૂ. મુનિશ્રી ઉદયવિજયજી, મહેન્દ્રવિજયજી અને કલ્યાણવિજયજી આદિ યુવાન તેજસ્વી મુનિઓથી શોભતા તે આચાર્ય નીતિસૂરીશ્વરજી | ખૂબ જ પ્રતિભાશાળી લાગતા. પાટણમાં અમે સામૈયાં તો ઘણાં જોયાં હતાં. પૂ. આ. નેમિસૂરીશ્વરજી મ. નું સામૈયું હાથીથી થયું હતું. આખું સુખડીવવટ અને દોશીવટ સોના, ચાંદી અને જરીથી શણગાર્યું હતું. ! બંગાળથી પહેલવહેલા ગુજરાતમાં પધારી રહેલા પૂ. આ. સાગરાનંદસૂરિ મ. નું સામૈયું પણ ખૂબ! ઉમળકાભેર થયું હતું. પરંતુ આ. વિજયવલ્લભસૂરિનું સામૈયું તો કંઈ અદ્ભુત હતું. પાટણના સંઘે પોતાની સર્વ રિદ્ધિ, jસિદ્ધિ અને સમૃદ્ધિ તેમના સામૈયામાં પ્રદર્શિત કરી હતી. મારવાડથી વરકાણા વિદ્યાલય, પંજાબથી ગુજરાનવાલા ગુરુકુળના વિદ્યાર્થીઓ જોડાયા હતા. ઉપરાંત બુઝુર્ગ પ્રવર્તક કાન્તિવિજયજી મ. અને વયોવૃદ્ધ પૂ. હંસવિજયજી| =============================== | ૧૪] [મારાં સંસ્મરણો યાને ૫૦ વર્ષની જૈન શાસનની આછી રૂપરેખા - – – – – – – – – – – – Page #22 -------------------------------------------------------------------------- ________________ મિ. વગેરે પૂ. આચાર્ય વિજ્યવલ્લભસૂરીશ્વરજીથી દીક્ષાપર્યાયમાં મોટા હોવા છતાં તેઓ સૌ સામૈયામાં હાજર Jરહ્યા હતા. પૂ. આ. વિજ્યવલ્લભસૂરિ મ. ની સ્થિરતા દરમ્યાન કોઈને કોઈ નવા ઉત્સવો, સમારંભો ઉજવાતા ' અને જૈન જૈનેતરો સર્વેમાં તેમની પ્રત્યે આકર્ષણ રહેતું. એક આલ્હાદક પ્રસંગ : મહેતાના પાડાના ઉપાશ્રયે પ.પૂ.આ. સાગરાનંદસૂરિજી, પૂ. આ. સિદ્ધિાં સૂરીશ્વરજી મ. સાથે ઉતર્યા હતા. પૂ. જયારે પૂ. આ. વિજયવલ્લભસૂરિજી મ. સાગરના ઉપાશ્રયે ઉતર્યા ! હતા. પરંતુ બીજા જ દિવસે બપોરે બે વાગે પૂ. આ. વિજયવલ્લભસૂરિ મ. પોતે મહેતાના પાડાના ઉપાશ્રય 'પધાર્યા અને પૂ. આ. સાગરાનંદસૂરિ મ. ને મળ્યા. પરસ્પર સુખશાતા પૂછવાપૂર્વક શાસનના ઘણા મહત્ત્વના : પ્રશ્નોની વિચારણા કરી. આ સમય (પ્રસંગ) પાટણ માટે ખૂબ જ મહત્વનો હતો. આ હતી તે વખતના jશાસનના પૂ. મોટા આચાર્યોની મિલનસાર પ્રકૃતિ ! ૫. ભગવાનદાસ, પંડિત વીરચંદભાઈ, પંડિત ઠાકોરભાઈ અને પં. પ્રભુદાસભાઈ, મહેસાણા Jપાઠશાળાના સહાધ્યાયીઓ હતા. એકબીજા પ્રત્યેનો તેમનો પ્રેમ સાહજિક હતો. જ્યારે તેઓ અમારા ત્યાં ભેગા થતા ત્યારે પોતાના સુખદુઃખની, સાહિત્યની, સમાજની અને શાસનની વાતો કરતા અને હળવા થતા.' ; સાથે સાથે અમારી સંસ્થાની પ્રગતિનો અને તેની વર્તમાન પરિસ્થિતિનો પણ વિચાર કરતા. પંડિત સુખલાલજી, પં. બેચરદાસજી તથા ગુજરાત વિદ્યાપીઠના વિશિષ્ટ અધ્યાપકો અમારે ત્યાં Jઆવતા અને રહેતા. પં. સુખલાલજી તો પ્રભુદાસભાઈના વિદ્યાગુરુ હતા. જો કે તેઓ બંનેમાં વિચાર-ભેદ ઘણો મોટો હતો. પણ બંને ખૂબ જ સ્પષ્ટ અને નિખાલસ હતા. પં. સુખલાલજી ચર્મચક્ષુથી અપંગ હતા, પરંતુ તેમના અંતરચક્ષુ ખુલ્લા હોવાથી તેઓ ખૂબ જ વ્યવહારદક્ષ હતા. તેઓ અમારે ત્યાં આવતા ત્યારે માત્ર અભ્યાસક્રમનું અને બહારનું વાતાવરણ દેખી સંતોષ નહોતા માનતા. પણ પ્રત્યેક વિદ્યાર્થીનો પરિચય સાધતા. અને જે. વિદ્યાર્થીમાં વિશિષ્ટ શક્તિ હોય તેને કેવી રીતે પ્રગતિશીલ બનાવવો તેનું પણ સૂચન કરતા. પં. સુખલાલજીની સાથે કોઈવાર પ. બહેચરદાસ પણ આવો. અમે આબુ, દેલવાડા, અચલગઢના પ્રવાસે ગયા ત્યારે અમારી સાથે પં. બેચરદાસ અને વિદ્યાપીઠના અર્થશાસ્ત્રી ત્રિકમભાઈ હતા. પં. બેચરદાસ સાથે અમે વાતો કરતા ત્યારે નાના મોટાનો ભેદ ભૂલી જઈ બહુI સ્પષ્ટ અને રૂઢિ પરંપરાથી વિરુદ્ધ કેટલીક વાતો કરતા. પં. સુખલાલજીને આ એમની વાતો કરવાની રીત ગમતી ન હતી. પં. બેચરદાસનો સ્વભાવ બાળક જેવો નિર્દોષ અને સ્પષ્ટ બોલવાનો હતો. આ જીવ કેવળ વિદ્યાવ્યાસંગી હતો. " (૭ -- અમારી સંસ્થામાં પં. લાલન અને શ્રી શિવજી દેવશી (ગઢડાવાળા) પણ આવતા. પં. શ્રી લાલન સામાયિક કરાવતા અને વિદ્યાર્થીને સામાયિકમાં હરિભદ્રસૂરિ મહારાજે આપેલ આઠ | ================================ પૂ. આચાર્ય ભગવંતો તથા વિદ્વાનોની અસર] [૧૫ — — — — – Page #23 -------------------------------------------------------------------------- ________________ દિષ્ટિઓ પૈકી એકેક દષ્ટિ એકેક વિદ્યાર્થીને આપી તેનો વાર્તાલાપ કરાવતા. ભાષણ કરવાની તેમની રીત અનોખી હતી. સ્ટેજ ઉપર તાળી પાડતા પાડતા એક છેડેથી બીજે છેડે jજતા અને વચ્ચે વચ્ચે બેઠેલા શ્રોતાઓમાથી કોઈકને પકડી પોતાના વક્તવ્યની પુષ્ટિ કરાવતા. શિવજીભાઈ સુંદર વક્તા અને કવિ હતા. પાટણ શાકબજાર આગળ ભરાયેલી મોટી મેદનીમાં તેમણે ગાયેલી “મનમોહન બલિહાર ગાંધીજી, શૂર સૈન્ય સરદાર ગાંધીજી” ની તર્જ આજે પણ જેવી ને તેવી ; (યથાવત) યાદ છે. કોઈપણ માણસને પોતાનો બનાવી દેવાની તેમનામાં અપૂર્વ કળા હતી. | શ્રી એ. લાલન અને શિવજીભાઈ મોટે ભાગે સાથે જ આવતા. એક વખત તેઓ આવ્યા ત્યારે અમે T૫. શ્રી લાલનસાહેબને પૂછ્યું, “આપને શું ભોજન અનુકૂળ આવશે ?” તેમણે કહ્યું, “તમે પૂછો છો તો 1 કહું કે – “દૂધપાક પુરી” - ન પૂછ્યું હોત તો જે આપત તે ખાઈ લેત.” આ એમની રમૂજ હતી. ' 1 તેમણે પંચ પ્રતિક્રમણની સાથે સાત પ્રતિક્રમણ અને શત્રુંજય ઉપર પૂજા કરાવેલ તે વાત અમે | સાંભળેલ. તે બધા પ્રશ્નો પૂછેલા અને તેમણે તેના અમને નિખાલસભાવે ઉત્તર આપેલા. તે વખતે અમારી Tસ્થિતિ સાંભળવાની હતી. દલીલ કરવાની સ્થિતિમાં ન હતા. (૮) વઢવાણવાળા ફુલચંદભાઈ નાના ગાંધી અમારા ત્યાં આવતા ત્યારે વિદ્યાર્થીઓને તાલીમ સાથે ખોરાક લેવાની રીત રસમો બાબત સૂચનો કરતા. તેમાંનું એક સૂચન એ હતું કે અમે રોટલી કે ભાખરી ઉપર : ઘી ચોપડીએ છીએ તેને બદલે દાળ કે કઢીમાં જ ઘી લઈ લેવાની તેમની સૂચના હતી. આ ઉપરાંત અનેક jપ્રકારનાં અમને સૂચનો મળતાં. ૧૨. કેટલાક વિશિષ્ટ પ્રસંગો વિદ્યાભવનના અભ્યાસકાળ દરમ્યાનના એવા ઘણા પ્રસંગો છે કે જેનું સ્મરણ થતાં આજે પણ તેT સમયની નિખાલસતા, બુદ્ધિમત્તા, પ્રેમ અને શાસન પ્રત્યેની દાઝ તાદૃશ્ય થાય છે. વિદ્યાર્થીને અપાતી સર્વાગી તાલીમના એક ભાગ રૂપે પર્યટન હતું. પર્યટન જતી વેળા દરેકને આપવામાં આવતા બગલથેલામાં વિદ્યાર્થી પોતાનાં કપડાં, પ્યાલો તથા ઓઢવા - પાથરવાનું તથા થોડોક Tજરૂરી સામાન રાખતો. પર્યટનમાં ચાલતાં ચાલતાં વચ્ચે આવતાં શહેર કે ગામડામાંથી પસાર થતા હોઈએ ત્યારે રાહદારીઓ વિદ્યાર્થીઓને જોવા થંભી જાય એવી એમની ચાલમાં શિસ્ત હતી. 1 ચાણસ્મામાં શ્રી ખુશાલભાઈનો પ્રસંગ પ્રભુદાસભાઈના મુરબ્બીપણામાં અમે એક વાર પર્યટનમાં ચાણસ્મા ગયા હતા. ચાણસ્મામાં તેનું સમયે રવચંદભાઈ વકીલ આગેવાન હતા. દેરાસર-ઉપાશ્રયની સામેની પોળમાં અમારે અને પ્રભુદાસભાઈનેT , જમવાનું હતું. બધા વિદ્યાર્થીઓ જમવા બેઠા. ભોજન પીરસાઈ ગયું. અમારી ભક્તિ (સેવા)માં શ્રી રવચંદભાઈ ; અને તે વખતના ચાણસ્માના પીઢ, ડાહ્યા, વૃદ્ધ આગેવાન ખુશાલભાઈ હાજર હતા. વિશિષ્ટ ભોજન પ્રસંગ ================================ [1] [મારા સંસ્મરણો યાને ૫૦ વર્ષની જૈન શાસનની આછી રૂપરેખા - - — — — — — — — — — — — — — — — — T Page #24 -------------------------------------------------------------------------- ________________ - - - - - - હોય ત્યારે અમારે ત્યાં એવો રિવાજ-નિયમ કે “વંદે માતરમ્” બોલ્યા પછી ભોજનનો પ્રારંભ થતો. તે મુજબ અમારામાંથી એક વિદ્યાર્થીએ “વંદે માતરમ્' મધુર સ્વરે ઉચ્ચાર્યું. અમે બધાએ “વંદે માતરમ્' બોલી તેનો! પ્રતિઘોષ કર્યો. ભોજનની શરૂઆત કરીએ ત્યાં તો રહો, ખુશાલભાઈએ કહ્યું, “એક મિનિટ ઊભા રહો, ‘વંદે - માતરમ્ બોલ્યા તે બરાબર છે પણ હવે તમે ‘વંદે ગોરા પિતરમ્' બોલો, કેમ કે ભારતની ભૂમિને તમે માતા; | માની અને ભોજનની શરૂઆત પૂર્વે તેનું સ્મરણ કર્યું તે વાજબી છે. પરંતુ આ ભારતભૂમિના શાસક અત્યારે | અંગ્રેજો છે. ગોરા છે. તો તેમને પિતા તરીકે સ્વીકારી “વંદે ગોરા પિતરમ્” બોલો. પ્રભુદાસભાઈ હસ્યા.j Tવિદ્યાર્થીઓ તો ભોજન કરતાં અટકી ગયા. શ્રી ખુશાલભાઈએ કહ્યું, “મારી વાત હસી કાઢવાની નથી. મને ! જવાબ આપો. તમે વંદે માતરમ્ સાથે વંદે ગોરા પિતરમ્ બોલવાનું રાખો. કાં તો ભોજન પૂર્વે વંદે માતરમ્' બોલવાનું બંધ કરો. પણ હું તો તમને કહું છું કે “વંદે વીરમ્” બોલો. તે બોલવામાં તમને શો વાંધો છે? તમે કદાચ એમ માનતા હો કે ભગવાન તો નિરાહારી છે. તેમને યાદ કરી આહારની પ્રવૃત્તિ ચાલુ કરવી i વાજબી નથી, તો ભોજન પહેલાં ‘વંદે માતરમ્ બોલવાનું પણ બંધ કરો.” આનો ઉત્તર પ્રભુદાસભાઈ પાસે ન હતો. હું જાણું છું તે મુજબ ત્યાર પછી ભોજન પૂર્વે ‘વંદેT માતરમ્' બોલવાની પદ્ધતિ બંધ થઈ. ચાણસ્મા બજારમાં શ્રી રવચંદભાઈની એક દુકાન હતી. આ દુકાનમાં તેમણે રંગરોગાન કરાવેલું. સાથે વિવિધ ચિત્રો દોરાવ્યાં હતાં. આ ચિત્રોમાં કેટલીક પરીઓનાં ચિત્રો હતાં જે સારાં ન હતાં. આ બાબત | શ્રીખુશાલભાઈને ઠીક ન લાગી. પરંતુ તેમણે ઠપકો ન આપ્યો. જયારે અમે વિદ્યાર્થીઓએ તેમને એમ પૂછ્યું Iકે “ચાણસ્મામાં જોવા જેવું શું છે ?” ત્યારે શ્રી ખુશાલદાસભાઈએ પં. પ્રભુદાસભાઈને શ્રીરવચંદભાઈના દુકાન બતાવી અને તે ચિત્રોનો નિર્દેશ કર્યો. તેનું પરિણામ એ આવ્યું કે તે પછી થોડા જ વખતમાં તે ચિત્રો! સુધરી ગયાં. મારા સાંભળવા મુજબ ચાણસ્મા મહાજન કે ગામમાં જ્યારે કોઈ મડાગાંઠ, ગૂંચ, સમસ્યા પેદા થાય ત્યારે આ શાણા, પીઢ અને હાજરજવાબી ખુશાલભાઈ પાસેથી તેનો ઉકેલ ખૂબ સરળતાથી મળતો. દંડકપ્રકરણના અભ્યાસનો પ્રસંગ વિદ્યાભવનમાં ધાર્મિક, ગુજરાતી, સંસ્કૃત, અંગ્રેજી, વ્યાયામ બધા વિષયના જુદા જુદા શિક્ષકો હતા./ ! છતાં પ્રભુદાસભાઈ પોતે ઘણી વખત ધાર્મિક, ગુજરાતી, અને સંસ્કૃતના પાઠ લેતા. આ પાઠ લેવાનો એક : પ્રસંગ યાદ આવતાં અમારી ૧૫-૧૬ વર્ષની વયે અમારું જીવન કેટલું નિર્દોષ હતું તેની સ્મૃતિ થતાં તે 1 નિર્દોષ બાલ્યકાળને અભિનંદવાનું મન થાય છે. પ્રભુદાસભાઈ દંડકપ્રકરણનો પાઠ લેતા હતા. આ પાઠમાં ૨૪ દ્વાર પૈકી વેદદ્વારનો પ્રસંગ આવ્યો.i | આ વેદદ્વારમાં સ્ત્રી-પુરુષનાં લક્ષણોની વિગત આવી. મેં પુરુષનાં અને સ્ત્રીનાં લક્ષણોના કેટલાક પ્રશ્નો પૂછેલા! જે સાંભળી અમારા બાલસહજ નિર્દોષ જીવન ૫ર તેમને ખૂબ લાગણી થયેલી. પરંતુ આ નિર્દોષતા સમય વીતતાં, ઉંમર વધતાં લાંબો સમય ટકી શકી નહિ. અને તેના પ્રાયશ્ચિત્ત 1 રૂપે ઘણા વિદ્યાર્થીઓએ મહિના મહિના સુધીના ઘી ત્યાગનાં પચ્ચખાણ કર્યા છે. પરંતુ એટલું ચોક્કસ કે સંસ્થાના વાતાવરણમાં ભૂલ કબૂલ કરવાની સરળતા હતી અને પ્રાયશ્ચિત્ત લીધા પછી શુદ્ધ થયેલ કોઈપણ Tવિદ્યાર્થી માટે શંકા રાખવામાં ન આવતી. ===== ================ ==== === કેટલાક વિશિષ્ટ પ્રસંગો [૧૭ II - - - - - - - - | - - - - - - - - | - - - - - - - - Page #25 -------------------------------------------------------------------------- ________________ ---------------------------- ૧૩. ગુજરાનવાલા ગુરુકુળ અને વિધાર્થીભવનની સ્થાપના પૂ. આ. વિજ્યવલ્લભસૂરિ મહારાજે ગુજરાનવાલા ગુરુકુળ પંજાબમાં શરૂ કર્યું હતું. આ ગુરુકુળ કઈI રીતે ચલાવવું, તેને માટે કેવો અભ્યાસક્રમ ગોઠવવો, તે માટે તેમણે પ્રભુદાસભાઈને બોલાવ્યા. પ્રભુદાસભાઈ ! સાથે અમારા બે વિદ્યાર્થી પંજાબ ગયા. અને અમારી સંસ્થાની રીતરસમ જોઈ તેમણે ત્યાં અભ્યાસક્રમ અને ; વિદ્યાર્થીઓ માટે નિત્યક્રમ ગોઠવ્યો. આ ગુરુકુળમાં અભ્યાસ કરતા શ્રી હીરાલાલભાઈ અને ઇશ્વરચંદ્રને પણ jઅમારે ત્યાં થોડા વખત માટે મોકલેલા. પં. ભગવાનદાસભાઈએ અમદાવાદમાં વિદ્યાર્થીભુવન નામની સંસ્થા શરૂ કરી હતી. આ સંસ્થા કીકાભટ્ટની પોળવાળા રતિલાલભાઈની આર્થિક સહાયથી શરૂ કરવામાં આવી હતી. ભગવાનદાસભાઈનો jવિચાર પણ પાટણના વિદ્યાભવનની રીતે જ અમદાવાદમાં સંસ્થા શરૂ કરવાનો હતો. અને તેમાં સંસ્કૃત, i પ્રાકૃત અને ધાર્મિક અભ્યાસ કરાવી વિદ્વાનો તૈયાર કરાવવાનો હતો. તેમને પૂ.આ. નીતિસૂરીશ્વરજી મ. ની | હૂિંફ હતી. તદ્ઉપરાંત તેમના સહાધ્યાયી અને આત્મીય પં. હીરાભાઈની સહાય હતી. આ સંસ્થા શરૂ કરવા! માટે પાટણના પં. પ્રભુદાસભાઈ પાસેથી ત્રણ વિદ્યાર્થીઓ લેવામાં આવ્યા, અને એ ત્રણ (શાંતિલાલ સાઠંબાકર, મણિલાલ ગણપતલાલ, અમૃતલાલ સુખલાલ) વિદ્યાર્થીઓથી શરૂ કરીને પછી બીજા વિદ્યાર્થીઓ ; 1લીધા અને સંસ્થાનો તેમણે પ્રારંભ કરેલો. પરંતુ આ સંસ્થા બહુ લાંબો વખત ચાલી નહિ અને તે દિવસે | પાલડીમાં જૈન સોસાયટી બ.નં. ૧૬ની જોડેના મકાનમાં વિદ્યાર્થીભુવન બોડીંગ તરીકે પરિણમી. ૧૪. શેઠ શ્રી સંઘવી નગીનદાસે કરેલ ભવ્ય ઉજમણું પાટણ વિદ્યાભવનના મારા અભ્યાસકાળ દરમ્યાનના બે મહત્ત્વના પ્રસંગો ચિરસ્મરણીય છે. (૧) 1શેઠ નગીનદાસ કરમચંદે કરેલું ભવ્ય ઉજમણું (૨) કચ્છ-ભદ્રેશ્વર-ગિરનારનો છ'રી પાળતો સંઘ. - પાટણ વિદ્યાભવનમાં મહેસાણા પાઠશાળાની માફક દર ચૌદશે પૌષધ કરવાનો રિવાજ ન હતો.' વિદ્યાર્થીઓ રોજ પૂજા કરતા, નવકારશીપૂર્વક પચ્ચખ્ખાણ કરતા, આઠમ, ચૌદશ કે પાંચમે મોટા આચાર્ય કે મુનિભગવંતને સામૂહિક વંદન કરવા જતા. જ્ઞાનપંચમી, ચોમાસી ચૌદશ, મૌન એકાદશી વગેરે મોટી તિથિj lહોય ત્યારે પૌષધ કરાવવામાં આવતો અને વિદ્યાર્થીઓ શક્તિ મુજબ એકાસણું ઉપવાસ આદિ વ્રત કરતા. મોટે ભાગે સાગરના ઉપાશ્રયે કોઈને કોઈ સાધુ ભગવંત બિરાજમાન રહેતા; કેમ કે પૂ. પ્રવર્તક | કાંતિવિજયજી મ. અને પૂ. હંસવિજ્યજી મ. વૃદ્ધ હોવાથી સ્થિરવાસ હતા. આથી પૌષધ કે ધર્મક્રિયાઓ વધુ jપ્રમાણમાં તો સાગરના ઉપાશ્રયે થતી. કોઈવાર મહેતાના પાડાના ઉપાશ્રયે મોટા આચાર્ય ભગવંત હોય ત્યારે | 1વિદ્યાર્થીઓ ત્યાં પૌષધાદિ કરતા. - જ્યારે મહેતાના પાડાના ઉપાશ્રયે પૂ.આ.ક્ષમાભદ્રસૂરિજી મ.ના ગુરુમહારાજ પૂ. અમીવિજયજી મ., તથા પૂ. શાસનસમ્રાટ આ. નેમિસૂરીશ્વરજી મ. તથા પૂ.આ. સાગરનંદસૂરીશ્વરજી મ. પધારેલા ત્યારે | jઅમે ત્યાં પૌષધ કરતા. તેના એકાસણાં વિ.ની બધી વ્યવસ્થા શેઠશ્રી નગીનદાસ કરમચંદ સંઘવીને ત્યાં થતી. | શેઠ નગીનદાસ સંઘવીના દાનથી ઊભી થયેલી દીવાળીબાઈ શ્રાવિકા ઉદ્યોગશાળાનો વહીવટ શ્રી =============================== | મારાં સંસ્મરણો યાને ૫૦ વર્ષની જૈન શાસનની આછી રૂપરેખા I ૧૮] TE | - Page #26 -------------------------------------------------------------------------- ________________ પ્રિભુદાસભાઈ સંભાળતા. તેથી અમારી સંસ્થા સાથે પણ શેઠનો ઘનિષ્ટ સંબંધ હતો. નગીનદાસ શેઠ તેનું Jસમયના પાટણમાં આગેવાન શ્રેષ્ઠી હતા. તેમનો ધંધો મુંબઈમાં હતો છતાં ધાર્મિક કાર્યમાં વિશેષ રસ લેવાનેT કારણે અહીં વતનમાં અવારનવાર આવતા અને દરેક ધાર્મિક પ્રવૃત્તિમાં રસ લેતા. 1 શેઠ નગીનદાસ દશાશ્રીમાળી જ્ઞાતિના હતા. તેમના મોટાભાઈ સ્વરૂપચંદ અને નાનાભાઈ મણીલાલ. આમ તેઓ ત્રણ ભાઈ હતા. તેમને ત્રણ સંતાનો હતાં. મોટો પુત્ર સેવંતીલાલ, નાનો પુત્ર રસિકલાલ અને પુત્રી કલાબેન. " તેમનાં ધર્મપત્ની કેસરબેને નવપદની ક્રિયાસહિત ઓળી અને જ્ઞાનપંચમી તપ પૂર્ણ કરેલ. તેના iઉદ્યાપન નિમિત્તે શેઠે વિ.સં. ૧૯૮૨ના ફાગણ માસમાં તેમના પુત્ર રસિકલાલના લગ્નપ્રસંગે ભવ્ય ઉજમણું 1 કરેલ. આ ઉજમણામાં તારંગાતીર્થની રચના સાથે ભવ્ય પાંચ દશ્યો આપવામાં આવ્યાં હતાં. 1(૧) ચારિસંજીવની ન્યાયે પોતાના બળદરૂપે થયેલા પતિને ચરાવતી યશોમતિનું દશ્ય. (૨) કુમારપાળ ઉપર કંટકેશ્વરી દેવીએ કરેલા ઉપસર્ગ. (૩) મહારાજા કુમારપાળના રાજ્યકાળ દરમ્યાનનો પ્રસંગ જેમાં જે અપુત્રીયાનું ધન રાજય ગ્રહણ કરતું હતું. 1 તે ટાળી અપુત્રીયાના ધનનો નહિ સ્વીકાર કરવા રૂપ કુબેરદત્ત શ્રેષ્ઠીના મૃત્યુના સમાચારનો પ્રસંગ | T(૪) કુમારપાળ મહારાજા પૌષધમાં હતા. પગે મંકોડો કરડ્યો. ચટકેલા મંકોડાનો સ્વભાવ - “તૂટે પણT ઉખડે નહિ'. કુમારપાળે તેને બચાવવા પોતાની ચામડી કાપીને તેને બચાવ્યો તેનું દશ્ય. (૫) પંચ કોડીને ફૂલડે રાજા કુમારપાળને આપ્યા દેશ અઢાર” - પૂર્વભવમાં રાજા કુમારપાળે પાંચ કોડીના, ફૂલડાંથી જિનેશ્વર ભગવાનની જે પૂજા કરી હતી તેનું દૃશ્ય. આ પાંચ દશ્યો ખૂબ જ અદ્ભુત અને આકર્ષક હતાં. આ ઉજમણાની વિશેષતા એ હતી કે બહારગામથી આવનાર દર્શનાર્થી સાધર્મિકો માટે વિ.સં. ૧૯૮૨ના ફાગણ વદ ૩ થી ૧૩ સુધી રસોડું ખુલ્લું રાખવામાં આવેલું. એટલું જ નહિ, તેમને માટે ઉતારાની પૂર્ણ વ્યવસ્થા કરેલી. આ ઉત્સવને નિહાળવા પાટણની બાર ગાઉ ફરતા ગામડાંઓમાંથી જૈનો અને જૈનેતરો શહેરમાં ઉમટ્યા હતા. શહેર ભર્યું ભર્યું ભીડવાળું લાગતું હતું. રાતે તો આખા શહેરને આ રચના અતિ આકર્ષણ યોગ્ય હોવાથી લોકોની મોટી સંખ્યામાં જોવા માટે લાઈનો લાગતી. ફાગણ સુદ ૧૩ ના દિવસે અચ્છેત્તરી સ્નાત્ર ભણાવાયું હતું. અષ્ટોત્તરી સ્નાત્ર પછી જૈન-જૈનેતરોની ! માગણીને લીધે ઉપરોક્ત રચના પંદર દિવસ સુધી લંબાવેલી. ! આ રચનાનું આયોજન રાધનપુર નિવાસી કમળશીભાઈ ગુલાબચંદની દોરવણીથી થયું હતું.' કમળશીભાઈમાં છ'રી પાળતા સંઘ, ઉજમણાં અને ઉત્સવના આયોજનની વિશિષ્ટ સૂઝ હતી. =============================== શેઠ શ્રી સંઘવી નગીનદાસે કરેલ ભવ્ય ઉજમણું — — — — — — — — — — — — ક Page #27 -------------------------------------------------------------------------- ________________ ૧૫. કચ્છ - ગિરનારની મહાયાત્રા પાલીતાણા-ગિરનાર-કચ્છ, આદિ તીર્થોના સંઘ તો અવારનવાર નીકળે છે. પણ પાટણમાંથી નીકળેલો કચ્છ-ગિરનારજીનો આ સંઘ તો તે કાળે અપૂર્વ હતો. પ.પૂ.શ્રી ભક્તિવિજયજી મ. (રાધનપુરવાળા - પાછળથી પૂ. આ. ભદ્રસૂરીશ્વરજી મ.) વિ.સં.' ૧૯૮૧માં પાટણમાં ચાતુર્માસ હતા. શ્રી નગીનદાસ શેઠ તેમનું વ્યાખ્યાન શ્રવણ કરવા જતા. શેઠની ભાવનાનું સિંઘ કાઢવાની ખરી. આ ભાવનાને પૂ. પંન્યાસ મહારાજે સવિશેષ અંકુરિત કરી અને વિજ્યશેઠ અને વિજયા, શેઠાણીથી પવિત્ર થયેલા કચ્છ-ભદ્રેશ્વર તીર્થનો સંઘ કાઢવાની સૂચના કરી. શાસન પ્રભાવના થાય તેવો મોટો સંઘ તેમને કાઢવો હતો. તે સમયે શત્રુજ્યતીર્થની યાત્રા બંધ Jહતી. તેથી પૂ. પંન્યાસ મહારાજની સૂચના તેમને ગમી ગઈ. સંઘ-કાઢવા માટે તેમણે રૂા. (૧ લાખ) એક | લાખ ખર્ચવાની જોગવાઈપૂર્વક તૈયારી કરવા માંડી. આ અરસામાં પૂ. શાસનસમ્રાટ આચાર્યદેવ વિજ્યનેમિસૂરીશ્વરજી મ. પાટણમાં પધાર્યા. તેઓની ! jપાસેથી કચ્છ-ભદ્રેશ્વરનો ઇતિહાસ, સંઘની વ્યવસ્થા વગેરે શેઠ સમજતા. શત્રુંજય તીર્થયાત્રાના વિરહમાં jકચ્છથી ગિરનાર તીર્થ સુધીનો સંઘ નીકળશે તો વધારે સારું દેખાશે તેવું તેઓએ શેઠને સમજાવ્યું. આ શિંખેશ્વર, ઉપરિયાળા, ભદ્રેશ્વર, રૈવતાચલાદિ મહાતીર્થનો સંઘ કાઢવાનો નિર્ણય થયો. અને જે એક લાખT Jરૂપિયાની અવધિ વિચારી હતી તેનાથી બે ત્રણ ગણી વિચારી. 1 સંઘનું સંપૂર્ણ આયોજન રાધનપુરવાળા કમળશીભાઈ ગુલાબચંદને સોંપ્યું અને તેમની દેખરેખ નીચે jવિવિધ પેટા કમિટિઓ નીમી. આજની માફક તે વખતે ડામરની પાકી સડકો ન હતી. પાટણથી કચ્છ-ભદ્રેશ્વર યાત્રા કરી સંઘ ! જૂનાગઢ પહોંચે તે દરમ્યાન સાત આઠ દેશી રાજયો આવતાં હતાં. કચ્છ અને માળીયા જેવા રાજ્યો સાવ અપરિચિત હતાં. શિયાળો અને ઊનાળો બે ઋતુઓ પસાર કરવાની હતી. આજના જેવી ઠેર ઠેર પાણીની સુવિધાઓ તે કાળે ન હતી. ચાંદીના દેરાસર અને ભરપૂર વૈભવ સાથે પસાર થતા સંઘને ચોર લૂંટારાના | ભિયથી પણ સાચવવાનો હતો. સંઘમાં પધારનાર તપસ્વી સાધુ સાધ્વીઓ અને છ'રી પાળતા શ્રાવક -T શ્રાવિકાઓને ઉકાળેલા પાણી અને ઉતારાની વ્યવસ્થા કરવાની હતી. સંઘમાં પાંચ હજાર યાત્રીઓ હતા. દોઢસો સાધુ સાધ્વી મહારાજો હતા. સાડા ત્રણસો ગાડાં હતાં. આ બધાની વ્યવસ્થા માટે અગિયાર (૧૧) પેટા કમિટિઓ ઉપરાંત ૨૦૦ સ્વયંસેવકો અને ૨૦૦ પગારદાર| માણસો રોકવામાં આવ્યા હતા. સંઘનો પડાવ થાય ત્યારે જાણે નગર વસ્યું હોય તેવો દેખાવ થતો. વ્યવસ્થા તો એવી હતી કે સાધુ - સાધ્વી મહારાજ સવારે સંઘ સાથે પ્રયાણ કરે અને પાંચ સાત Tગાઉ સામે મુકામે પહોંચે ત્યારે તંબુ, રાવટી, ઉકાળેલા પાણીની અગાઉથી વ્યવસ્થા થઈ જાય. આટલો મોટો ! સમુદાય હોવા છતાં ધાર્મિક અનુષ્ઠાનમાં કોઈ ક્ષતિ ન હતી. રોજેરોજ સ્નાત્રપૂજા ભણાવાતી. નોકરો માટે ! પણ રાત્રિભોજન બંધ હતું. ધાર્મિક અનુષ્ઠાનનું કાર્ય શ્રી ચીમનલાલ પટવાને સોંપ્યું હતું, જે પાછળથી =============================== | ૨૦] [મારાં સંસ્મરણો યાને ૫૦ વર્ષની જૈન શાસનની આછી રૂપરેખા - - - - - - - - - - - - - - - - - - Page #28 -------------------------------------------------------------------------- ________________ - - - - - - - - - - - - ચંદ્રસાગરજી (ચંદ્રસાગરસૂરિ) બન્યા હતા. પ્રાતઃકાળે પાંચ વાગે સ્વયંસેવકો બ્યુગલ વગાડતા અને બધા શવ્યાત્યાગ કરતા. સંઘમાં અમે જ્યારે ઊડ્યા હોઈએ ત્યારે કોઈ પાળમાં (વિભાગમાં) “સીમંધર પરમાતમ પાસે જાજો,” તો કોઈ ઠેકાણે “શ્રી ; સિદ્ધાચલ નિતુ વંદીએ,” તો કોઈ ઠેકાણે “એકેકું ડગલું ભરે” વગેરે સ્તવનોના મધુર અવાજો નીરવ શાંતિમાં મધુર રણકાર ફેલાવતા. છ વાગે સંઘ પ્રયાણ કરતો. દૂર દૂર નજર નાંખીએ ત્યાં સુધી ૩૦૦ ત્રણસો ગાડી lહારબદ્ધ જતાં હોય અને તેની ઊડતી રજ श्रीतीर्थपान्थारजसा विरजीभवंति, તીર્થંજુ વંધ્રપતો ન મરે અખંતિ | ની ઉક્તિ સાર્થક કરતી જણાતી. ભક્તગણો હાથમાં માળા ફેરવતા ફેરવતા ચાલતા. કોઈ જૈનશાસનની અહો ભવ્યતાની પ્રશંસા કરતા, તો કોઈ પોતાના ગાડા અને પોતાના સગા સંબંધીઓની સાર સંભાળ રાખતા આગળ-પાછળ ચાલતા.1 | પહો ફાટતાં આચાર્યાદિ મુનિભગવંતો વિહાર કરતા. મને બરાબર યાદ છે કે આ યાત્રામાં કોઈI 'સાધુની ડોળી કરેલી નહોતી. જુવાન અભ્યાસી સાધુઓ ચાલતાં ચાલતાં પોતાના અભ્યાસની આવૃત્તિ કરતા.' કોઈ લઘુવૃત્તિ સિદ્ધહેમની તો કોઈ ચાર પ્રકરણની. તો કોઈ સરખે સરખા મુનિભગવંતો એકબીજાને પ્રશ્નો | પૂછી તે તે વિષયને પરિપક્વ કરતા. | * પૂ. આ. સુરેન્દ્રસુરીશ્વરજી મ. પૂ. આ. શાંતિસૂરીશ્વરજી મ., પૂ. મુનિશ્રી ચરણ વિજયજી મ. વગેરેT તે વખતના યુવાન સાધુઓ સંઘમાં સૌથી આગળ પહોંચી જતા અને પોતાના વડીલો - ગુરુવર્યોની શુશ્રુષા! કરતા. j ઠેર-ઠેર સંઘનાં સ્વાગત થતાં. જે ગામમાં જૈન વસતી ન હોય તે ગામ પણ ઢોલ-નગારાં-ત્રાંસા | વિગાડી સ્વાગત કરતું અને સંઘને સાષ્ટાંગ પ્રણામ કરી અભિનંદતું. આનંદ અને સંઘપ્રભાવનાથી શ્રીસંઘનું! વાતાવરણ ઉલ્લસિત થતું. આ સંઘયાત્રામાં અમારી વિદ્યાભવન સંસ્થાને પણ આમંત્રણ હતું. પં. પ્રભુદાસભાઈ અને પં.' વીરચંદભાઈ કુટુંબ સાથે હતા. ગામે ગામ થતા અભિનંદન પત્રો અને બીજી સભા વગેરેની કાર્યવાહી ૫.] પ્રિભુદાસભાઈને સંભાળવાની હતી. આટલા ઉત્સવપૂર્વકના સંઘમાં પણ વિદ્યાર્થીઓનો અભ્યાસ ચાલુ રહે તેવી વ્યવસ્થા રાખેલી. પૂ. મુનિરાજ શ્રી ચાસ્ત્રિવિજ્યજી મ. (કે જે પૂ. આ. વિજ્યનેમિસૂરીશ્વરજી મ. ના ગુરુભાઈ થાય) ની પાસે હું પંચસંગ્રહની ટીકા વાંચતો. બીજું જે વિદ્યાર્થીઓ ભણવામાં પાછળ હોય તેમને ભણાવવાનું કાર્ય પણ મારે | Iભાગે આવેલું. પ્રથમ કર્મગ્રંથ, બીજો કર્મગ્રંથ અને ગણિત જે વિદ્યાર્થીઓ ભણતા તેનો અભ્યાસ કરાવવાનું મને સોંપાયું હતું. વધુમાં સવારે પ્રયાણ કરતી વખતે બાંધેલા પાલને સંકેલવો, તેને ગાડામાં નાંખવો અનેT , બીજા મુકામે તે પાલ ઊભો કરવાનું કામ મને સોંપાયેલું. પહેલેથી મજૂરી કરવાથી ટેવાયેલો અને તેમાં રસ હોવાથી કોઈ પણ બળતાકાતના કામમાં મારો ઉપયોગ થતો. આ સંઘમાં શ્રી વીરચંદભાઈના નાનાભાઈ | 1 અમરચંદભાઈનો પગ ઊતરી ગયેલો. હાડવૈધે ચાલવાની મનાઈ કરી. તો તેમને ઊંચકીને ગાડામાં બેસાડવા, 1 Iઉતારવા અને વડી શંકાએ લઈ જવા લાવવાની ફરજ હું બજાવતો. આ વાત અમરચંદભાઈ છેવટ સુધી! ========= ====== =============== કચ્છ - ગિરનારની મહાયાત્રા - - - - - - - - - - | Page #29 -------------------------------------------------------------------------- ________________ |સંભારતા હતા. સાંજે તો આ સંઘ જે ગામમાં પડાવ નાંખતો ત્યાં મેળો ભરાતો. બાર બાર ગાઉથી જૈનો - જૈનેતરો શ્રી સંઘનાં દર્શન કરવા આવતા અને ધન્યતા અનુભવતા. I રાતે સંઘની બેઠક જામતી. ગામે ગામથી “અમારા ગામે પધારો” “અમારું સ્વાગત સ્વીકારો” નું દબાણ થતું. અને શ્રી સંઘવી તરફથી જે ગામમાં જે ચીજ-વસ્તુની ત્રુટિ હોય તે ત્રુટિ (ખોટ-ઉણપ) પૂરી કરવા યોગ્ય દાન અપાતું. શાસનનો પ્રભાવ શું - તેનું તાદેશ દેશ્ય આ સંઘમાં જોવા મળતું. વિ.સં. ૧૯૮૩ના માગસર વદ ૧૩ના દિવસે સંઘે ખૂબ ધામધૂમપૂર્વક પ્રયાણ કર્યું. આ સમયે | મુંબઈ, રાધનપુર, અમદાવાદ, ધ્રાંગધ્રા, લખતર વગેરે ગામોના ગૃહસ્થો આવ્યા હતા. પ્રયાણ વખતે પૂ. આ. વિજ્યનેમિસૂરીશ્વરજી મ., પંન્યાસ ભક્તિવિજયજી મ. (રાધનપુરવાળા) હતા. પહેલો મુકામ પાટણની બહાર કણસડા દરવાજે રાખેલો કે જ્યાં ચાર દિવસ તંબુ તાણેલા. સંઘની વ્યવસ્થા એવી રીતે હતી કે વચ્ચે ધ્વજા પતાકાથી શણગારેલ ચાંદીનું દેરાસર, એક બાજુ આચાર્ય ભગવંતોના તંબુઓ, તો બીજી બાજુ સંઘવીના તંબુ, કચેરી ઓફિસ વગેરે. અને તેની પાછળ પદ્ધતિસર ક્રમબદ્ધ રાવટીઓ નંખાઈ હતી. દેરાસરને ચાર ।દરવાજા રાખેલા. ચાંદીના ગઢ ઉપર ચિંતામણી પાર્શ્વનાથ પ્રભુની પ્રતિમા પધરાવવામાં આવી હતી, અને I |ઉપર ચોમુખ (ધાતુમય) બિરાજમાન કરવામાં આવ્યા હતા. અગાઉની વ્યવસ્થાનો વિચાર સંઘની ઓફિસમાં I સાંજે કરવામાં આવતો. પાટણ બહાર પહેલા મુકામ પછી કુણઘેર, હારીજ થઈ સંઘ પોષ સુદ ૬ ના દિવસે શંખેશ્વર પહોંચ્યો. છઠ, સાતમ અને આઠમ - ત્રણ દિવસ ત્યાં સ્થિરતા કરી. આઠમના દિવસે શેઠના મોટા પુત્ર સેવંતીલાલ અને તેમનાં પત્નીને ૫.પૂ. આચાર્યદેવ| વિજ્યનેમિસૂરીશ્વરજી મ. ના વરદ્ હસ્તે તીર્થમાળાનું આરોપણ કરવામાં આવેલું. તે વખતે પૂ. આ. વિજ્યનીતિસૂરીશ્વરજી મ., પ.પૂ. પં. ધર્મવિજ્યજીમ. (ડહેલાવાળા) વ. અઢીસો સાધુ-સાધ્વીઓનો સમુદાય હાજર હતો. આ પછી પંચાસર, દસાડા, માંડલ થઈ આ સંઘ ઉપરિયાળા પહોંચ્યો અને પોષ સુદ ૧૪-૧૫ એમ બે દિવસ રહ્યો. અહીં સાધુ સાધ્વીના લગભગ ત્રણસો ઠાણા થયા. સંઘના પ્રારંભથી જ ધ્રાંગધ્રા દરબાર અને તેમના દીવાનનો પૂર્ણ સહકાર હતો. તેમણે અગાઉથી જ સંઘપ્રયાણ વેળા રાજ્યના ચોકીદારો મોકલેલા. પોષ વદ ચોથ, પાંચમ, છઠ ધ્રાંગધ્રામાં રોકાયા. દરબારે ભવ્ય સામૈયું કર્યું અને નવકારશી કરી સંઘવીને માનપત્ર આપ્યું. અહીં ધ્રાંગધ્રાના જૈનસંઘ તરફથી ધ્રાંગધ્રાનરેશ ઘનશ્યામસિંહજીને માનપત્ર આપવામાં આવ્યું. તેનો |પ્રત્યુત્તર વાળતાં મહારાજાએ જૈનો માટે ખૂબ સુંદર શબ્દો ઉચ્ચાર્યા. પાટણના સંઘ માટે ખૂબ સુંદર કહ્યું . | દરબાર તરફથી સંઘવી, તેમના ભાઈઓ અને તેમના પુત્રોને પોષાકની ભેટ આપવામાં આવી. સાથે સાથે એવી જાહેરાત કરી કે રાજ્યમાં વર્ષમાં બાર દિવસ અમારી (અહિંસા) પાળવી. ભંગ કરનારને છ માસની સખત કેદની સજા અને ૧૦૦૦ એક હજાર રૂા. દંડ જાહેર કર્યો. ધ્રાંગધ્રા છોડ્યા બાદ સંધ પોષ વદ ૧૩ના રોજ કચ્છના સીમાડે આવ્યો ત્યાં સુધી સંઘના સંચાલકોને ખબર નહોતી કે કચ્છના રાવ આપણને સત્કા૨શે કે હેરાન કરશે ! લોકોને ભય હતો કે કચ્છમાં આપણાં પોટલાં છોડાવશે, જકાતની માથાફૂટ થશે અને સંઘ હેરાન [મારાં સંસ્મરણો યાને ૫૦ વર્ષની જૈન શાસનની આછી રૂપરેખા ૨૨] Page #30 -------------------------------------------------------------------------- ________________ થશે. બરાબર અગિયાર વાગે કચ્છમાં માણાબો મુકામે પહોંચ્યા. જોયું તો કચ્છના મહારાવશ્રીના વીસા પોલીસો ખુલ્લી તલવારે ઊભા હતા. સંઘવી અને બધાને ભય પેઠો કે અહીં આપણને હેરાનગતિ થશે. પરંતુ! ત્યાં તો પોલીસ ટુકડીનો સરદાર આગળ આવ્યો અને મહારાવ તરફથી આવેલો લખોટો સંદેશ) શ્રી સંઘવીને આપ્યો. લખોટામાં લખ્યું હતું કે, “પાટણના એક ગૃહસ્થ મોટો સંઘ લઈને મારા દેશમાં આવે છે તેની રક્ષા માટે તમે જાતે જાતાની પૂરી કાળજી રાખશો. તેમની જકાત માફ કરવાની છે.” | આખા કચ્છમાં સંઘ ફર્યો ત્યાં સુધી મહારાવની પોલીસ અને રાજ્યના નોકરોએ તેની પૂરી સંભાળી રાખેલી. કટારીયા, લાકડીયા, સામખીયારી, ભચાઉ, ભીમાસર, અંજાર, ભુવડ થઈને સંઘ મહા સુદ ૧૦ના દિવસે ભદ્રેશ્વર પહોંચ્યો. અહીં ભદ્રેશ્વરમાં માંડવી, અંજાર, મુંદ્રા, સુથરી, કોઠારા, નલીયા વગેરે ગામોના iગૃહસ્થો અને આસપાસના હજારો કચ્છી ભાઈઓ સંઘનો સત્કાર કરવા માટે હાજર હતા. મુંબઈ, અમદાવાદ, ણ અને કાઠિયાવાડથી પણ ઘણા માણસો ભદ્રેશ્વર પધારેલા. ધર્મશાળા ચિક્કાર હતી. પડાવ, રાવટીઓ | ચિક્કાર હતી. તેમજ બહારના ભાગમાં મીઠાઈઓ. છરી, ચપ્પા. કાતર તેમજ કચ્છની કલાની ચી દુકાનો ગોઠવાઈ ગઈ હતી. અહીં સંઘે પાંચ દિવસનો મુકામ કર્યો. 1 પૂ. આ. વિજયનીતિસૂરીશ્વરજી મહારાજે ગિરનારના જીર્ણોદ્ધારનું કામ ઉપાડેલું હોવાથી તેઓશ્રી; Jસંઘનો મુકામ પાંચ કે છ ગાઉનો હોય તો પણ તેઓ આઠ દસ ગાઉનો વિહાર કરતા. સંઘ જે ગામે પહોંચવાનો હોય તે ગામની આસપાસના જૈનોના ઘરવાળાં ગામોમાં તેઓ થોડો સમય રોકાઈને પછી તેઓT Jસંઘના મુકામે પહોંચી જતા. પૂ. આ. વિજયનેમિસૂરીશ્વરજી મ. પ્રાંગધાથી અને પૂ. પં. ભક્તિવિજયજી મ. શંખેશ્વરથી પાછા વળ્યા હતા. હવે સંઘમાં મુખ્ય તરીકે આચાર્ય વિજ્યનીતિસૂરીશ્વરજી મ., પં. ભક્તિવિજયજી (સમીવાળા)j મિ. અને એ. ખાંતિવિજ્યજી મ. હતા. મહા સુદ ૧૩ના દિવસે પૂ. આ. વિજયનીતિસૂરીશ્વરજી મ. તથા પ. ભક્તિવિજયજી મ. ના; વરદ્હસ્તે સંઘવીને તીર્થમાળા પહેરાવવામાં આવી. શેઠશ્રી નગીનદાસની ભાવના એવી ખરી કે આ સંઘયાત્રાના મૂળ ઉપદેષ્ટા પ. ભક્તિવિજયજી મ.T (રાધનપુરવાળા) છે તો મારે માળ તેમના હાથે પહેરવી. પણ તેઓશ્રી તો ભદ્રેશ્વર આવ્યા ન હતા. આથી! તેમણે વિચાર કર્યો કે તે પં. ભક્તિ વિજયજી રાધનપુરવાળા નહિ તો પં. ભક્તિવિજયજી (સમીવાળા)ને હાથે ; માળ પહેરવી. આ વાતની સંઘમાં જાહેરાત થઈ. શરૂ શરૂમાં તો કોઈ વિસંવાદ ન થયો, પણ માળના jઆગલા દિવસે આ બાબતે વિખવાદનું રૂપ લીધું. રોષ પ્રગટ્યો. પૂ. પં. ખાંતિવિજયજી મ. ને લાગ્યું કે પૂ.આ. વિજયનીતિસૂરીશ્વરજી જેવા ભદ્રિક અને વડીલ હાજર હોય અને ક્રમ ઉલ્લંઘાય તે કોઈ રીતે વાજબીT નથી. આથી તેમણે પ્રચાર કર્યો કે જો આવી રીતે કરવાનું હોય તો આપણે કોઈ સાધુએ માળ સમયે હાજરી ન રહેવું. | અંતે આ વાતની ખબર પૂ.આ. વિજયનીતિસૂરીશ્વરજી મ. ને પડી. તેમને લાગ્યું કે આ બરાબર| થતું નથી. મનદુઃખનું નિમિત્ત હું બનું તે વાજબી નથી જ. પોતે સવારે વહેલા ઊઠયા અને જયાં પં.T Jભક્તિવિજયજી (સમીવાળા) બિરાજતા હતા ત્યાં તેઓશ્રી ગયા અને તેમણે કહ્યું કે , “તીર્થમાળા કાલે! = = = = = = = = = = = | કચ્છ - ગિરનારની મહાયાત્રા] . - - - - - - - - - [૨૩] - Page #31 -------------------------------------------------------------------------- ________________ સિંઘવીને પહેરાવવાની છે તે તમે પહેરાવજો. હું માળા લઈને તમને આપીશ તેથી બંને સચવાઈ જશે. આ નિમિત્તે વાદવિવાદમાં પડવાથી સાધુ સમાજનું સારું ન દેખાય.” પ્રત્યુત્તરમાં પં. ભક્તિવિજયજી મહારાજે જણાવ્યું કે, “મહારાજ ! માળ તો આપે જ પહેરાવવાની; છે. હું નહિ પહેરાવું. શેઠશ્રી નગીનદાસનો આગ્રહ હશે તો પણ મારે હરગીજ નથી પહેરાવવાની.” j ! આનું પરિણામ એ આવ્યું કે જે વિસંવાદ કે રોષ હતો તેનું સુંદર સમાપન થઈ ગયું. અને આ.! વિજ્યનીતિસૂરીશ્વરજી મ. તથા પૂ. પં. ભક્તિવિજય મ. ના વરદ્ હસ્તે તીર્થમાળાનું પરિધાપન થયું. આ હતી તે વખતની સાધુઓની નિખાલસતા ! | ભદ્રેશ્વર તીર્થમાં સંઘ પાંચ દિવસ રહ્યો. આ તીર્થમાં ૨૧૮ થાંભલા અને ૧૬૨ પ્રતિમાઓ છે.! તેમાંની ઘણીખરી પ્રતિમાઓ તો પ્રાચીન છે. મુખ્ય પ્રતિમાની પ્રતિષ્ઠા ભગવાન મહાવીરના નિર્વાણ પછી! ૨૩મા વર્ષે થયાનો ઉલ્લેખ મળે છે. ત્યારબાદ તેનો ઉદ્ધાર વિ.સં. ૧૩૧૫માં ધનકુબેર જગડુશાહે કરાવેલ.! આ પછી સંઘ મુંદ્રા, નાની ખાખર મહા વદી ચોથના દિવસે પહોંચ્યો. નાની ખાખરમાં સો ઘરનું દેરાવાસી જૈનોના છે. ગામમાં કોટયાધિપતિ શ્રીમંતો છે. ગામ નાનું પણ મોટી મોટી હવેલીવાળાં મકાનો છે. અહીં વરસાદ પડ્યો. આખો સંઘ પાણીથી લથબથ થયો. ગામલોકોએ અને શ્રીમંતોએ પોતાનાં ઘર ખાલી કરી આખા સંઘને સમાવી લીધો. સંઘની અનહદ ભક્તિ કરી. | ત્યારબાદ બિદડા, કોડાય વ. સ્થળે થઈ મહાવદ ૧૦ ના દિવસે સંઘ માંડવી પહોંચ્યો. માંડવીમાં! Jસંઘનું ખૂબ ભવ્ય સ્વાગત થયું. અહીં છ દેરાસરો છે. આઠસો ઘર દેરાવાસીના છે. બસો ઘર સ્થાનકવાસીના ! છે. અહીં પણ સંઘવીને માનપત્ર આપવામાં આવ્યું. સંઘ તરફથી સંઘજમણ અને ભવ્ય સામૈયું કરવામાં આવ્યું. રાજ્યનાં જોવા લાયક બધાં સ્થળો સંઘ માટે ખુલ્લો મૂક્યાં હતાં. ત્યાંથી સંઘ ભુજ ગયો. ભુજની વસતી ૩૧,000 ની હતી. ૨૦૦ ઘર દેરાવાસીનાં અને ૨૦૦ ઘર સ્થાનકવાસીનાં હતાં. 1 રાજ્ય તરફથી ગામેગામ હુકમ કરવામાં આવ્યો હતો કે સંઘને કોઈ જાતની અગવડ ન પડે. તેમની! તમામ જરૂરિયાતો પૂરી પાડવી. તેમજ એમ પણ જણાવવામાં આવ્યું હતું કે સંઘના યાત્રાળુ પાસેથી કોઈએ! પણ વધુ ભાવ ન લેવો. ભુજમાં પાંચેય દિવસ રાજય તરફથી મોટરો, ગાડીઓ વ. તમામ સામગ્રીઓ સંઘની! તહેનાતમાં રાખવામાં આવી હતી. મહારાવ તરફથી સંઘને જમણ આપવામાં આવ્યું હતું. કચ્છના જે ભાઈઓને સંઘજમણનો લાભ ન મળ્યો તે ભાઈઓએ જુદી જુદી લ્હાણીઓ કરી હતી. ભદ્રેશ્વર પછી સંઘ માંડવી અને ભુજ આવ્યો તે દરમિયાન સંઘનો પડાવ ચાર પાંચ ગાઉ દૂર હોય! પણ વચ્ચે આવતાં ગામડાં વિવિધ રીતે સંઘની ભક્તિ કરતા. કોઈ જગ્યાએ દૂધ, કોઈ જગ્યાએ પુરી-મગ! અને કોઈ જગ્યાએ છાશની વ્યવસ્થા થતી. કેટલીક વખત તો ચાર-પાંચ ગાઉના અંતરમાં સંઘનું ત્રણથી ચાર | વખત સન્માન થતું. જૈન-જૈનેતરો સંઘદર્શન કરી પોતાના જીવનને ધન્ય માનતા. કચ્છના ભદ્રિક લોકો દરેક યાત્રાળુને તું હાથ જોડતા અને સાધુ-સાધ્વીઓ પસાર થતા હોય ત્યારે પગે પડતા. આ ભદ્રિક લોકોએ આવો સંઘ તેમના જીવનમાં પ્રથમવાર જ જોયેલો. તો વળી સંઘના યાત્રિકોએ પણ સાધર્મિકોની આવી ભક્તિ પ્રથમવાર! જોઈ હતી. === ===================== [મારાં સંસ્મરણો યાને ૫૦ વર્ષની જૈન શાસનની આછી રૂપરેખા – – – – - - - - - - -- ૨૪]. Page #32 -------------------------------------------------------------------------- ________________ | કચ્છમાં એક ગામમાં ખીચડી-ઘીનું જમણ આપેલું. માર્ગમાં થતા વિવિધ મિષ્ટાન્નો-જમણને બદલેT ખીચડી મળવાથી સંઘયાત્રીઓને આ જમણ ખૂબ ભાવ્યું. 1 એક પ્રસંગ મને યાદ છે. બનતા સુધી ભીમાસર ગામ હતું. ત્યાં એક મોટી અવાવરી વાવ હતી. iહું તથા મારા મુરબ્બી શાંતિલાલ સાઠંબાકર આ વાવ આગળ કપડાં ધોતા હતા. વાવ કેટલી ઊંડી હતી ? અગર તેમાં જૂનાં ઝાડ-ઝાંખરાં લીલ કે શેવાળ કેવાં હતાં? તે ખબર ન હતી. શાંતિલાલની શરત મુજબ) મેં વાવમાં ભૂસકો માર્યો. તુર્ત જ બહાર આવ્યો. સદ્નસીબે જાળાં-ઝાંખરાં નડ્યાં નહિ. આમ નાનપણમાં! સાહસ સાથે અવિચારીપણું હતું. આ સંઘમાં અમારી સંસ્થા જૈન વિદ્યાભવનના શિક્ષકો - વિદ્યાર્થીઓ બધા દરેક કાર્યમાં ઊલટથી ! Iભાગ લેતા હતા. ચૈત્ર સુદ ૩ ના દિવસે સંઘે કચ્છ છોડ્યું અને ચૈત્ર સુદ ૪ ના દિવસે સૌરાષ્ટ્રમાં પ્રવેશ કર્યો.. સૌરાષ્ટ્રમાં પ્રવેશ થતાં જ રાજકોટ, જામનગર, જૂનાગઢ વગેરે સંઘના આગેવાનો આવ્યા અને પોતપોતાના ગામે સંઘને પધારવા ખૂબ આગ્રહ કર્યો. સંઘ મોરબી થઈ જામનગર ચૈત્ર સુદ ૧૪ના દિવસે પહોંચ્યો. ત્રણ દિવસ મુકામ કર્યો. પાલીતાણાની ટૂંક જેવાં અહીં બાર દેરાસરો છે. જામનગર “કાઠિયાવાડનું |પેરીસ” કહેવાય છે. અહીં દેરાવાસીનાં ૯૦૦ ઘર છે. જામનગરથી વણથલી, હડમતીયા અને રામપુર થઈ સંઘ ચૈત્ર વદ પાંચમના દિવસે રાજકોટ પહોંચ્યો.' 'અહીં પં. ખાંતિવિજયજી મ. ની પાસે શ્રીયુત દીપચંદભાઈ અને તેમનાં બહેને દીક્ષા લીધી. આ દીપચંદભાઈ , jએ પંડિત રતિલાલ દેસાઈના પિતા થાય. તેમનું નામ દીપવિજયજી રાખવામાં આવ્યું. અહીં સંઘ બે દિવસ રોકાયો. રાજકોટમાં પટણીઓના ઘર હોવાથી તેમને ખૂબ આનંદ થયો. અહીં પણ રાજકોટ દરબાર તરફથી સંઘનું ખૂબ બહુમાન થયું. રાજકોટ પછી સંઘ ગોંડલ, વીરપુર થઈ ચૈત્ર વદ તેરસે જૂનાગઢ પહોંચ્યો. જૂનાગઢના નવાબેT તોપોથી સામૈયું કર્યું. રાજય તરફથી શેઠશ્રીને માનપત્ર આવ્યું. વૈશાખ સુદ ત્રીજના દિવસે પ.પૂ. આ.! વિજ્યનીતિસૂરીશ્વરજી મ.ના વરદ્ હસ્તે તીર્થમાળા પહેરાવવામાં આવી. પૂ. આ. વિજયનીતિસૂરીશ્વરજી મ.' jશંખેશ્વરથી ઠેઠ સુધી હાજર હતા. ગિરનારનો જીર્ણોદ્ધાર તેમના વરદ્ હસ્તે ચાલતો હતો. ગિરનારજી ઉપર Iકુલ ૨૧ જિનાલય છે. ગિરનાર પછી સંઘ ટ્રેન દ્વારા વઢવાણ, લખતર, વીરમગામ, જોટાણા, મહેસાણા થઈI પાટણ આવ્યો. આમ આ સંઘ માગસર વદ તેરસના દિવસે નીકળેલો, વૈશાખ સુદ પાંચમે પાટણમાં પ્રવેશ કર્યો. ! ] સંસ્થાઓમાં સામુદાયિક અભ્યાસની તાલીમ વગેરે સારા ગુણો વિદ્યાર્થીને મળે છે, તેમ તેમાં કેટલીક કુટેવો પણ પોષાય છે. જો સારો ગૃહપતિ ન હોય અને સંસ્થાનું સંચાલન બરાબર ન હોય તો ઘેર અભ્યાસી કરતા વિદ્યાર્થી કરતાં સંસ્થામાં ભણતા વિદ્યાર્થી રખડે, દુર્ગુણી અને દુરાચારી બને. 1 કેટલીક વખત પ્રવાસ દરમ્યાન વિદ્યાર્થીઓની નજીક નજીક પથારી અને ગૃહપતિની સીધી દેખરેખ કે સારી સંભાળની ઉપેક્ષાને કારણે નિર્દોષ જીવન જીવનારા છાત્રાલયના વિદ્યાર્થીમાં “સજાતીય કામવૃત્તિ”. ગુનો દુર્ગુણ દાખલ થાય છે. શ્રી પ્રભુદાસભાઈની મારા પ્રત્યેની લાગણી, ઉપદેશ અને પ્રેમને લઈ આ દુર્ગુણ =============== ==== =========== = કચ્છ - ગિરનારની મહાયાત્રા II (૨૫) - - - - - - - - - | Page #33 -------------------------------------------------------------------------- ________________ |મેં તેમને યથાતથ્ય લખીને આપ્યો. અને એક વર્ષ પર્યત ઘી, દૂધ અને મીઠાઈના ત્યાગનું પ્રાયશ્ચિત્ત લીધું અને ! કચ્છ, ગિરનારના સંઘ દરમ્યાન તેનું પાલન કર્યું. આખી સંઘયાત્રા દરમ્યાન એકાસણાં કર્યાં. 1 કચ્છ-ગિરનારની યાત્રામાં ઘણું જોવા-જાણવાનું મળ્યું પણ અભ્યાસ ત્રુટિત (ત્રુટક) થયો. યાત્રા બાદ ; થોડો સમય અભ્યાસમાં ચિત્ત ન ચોંટયું પણ પછી એટલી તમન્ના લાગી કે લઘુવૃત્તિનો એક પાઠ પં. |વીરચંદભાઈ પાસે તો બીજો પાઠ પ.પૂ. આ. ક્ષમાભદ્રસૂરિ પાસે શરૂ કર્યો. અને બાર મહિનામાં આખી લિથુવૃત્તિ છ હજારી અર્થ અને સાધનિકા સહિત પૂર્ણ કરી. (યાત્રા દરમ્યાન મેં ચારિત્ર વિજ્યજી મ. (વૃદ્ધિચંદજી! મ. ના સમુદાયના) પાસે પંચસંગ્રહ ટીકા સહિત વાંચ્યો હતો.) બીજી બાજુ પંચસંગ્રહ કંઠસ્થ કર્યો અને તેની વૃત્તિ પણ વાંચી. કર્મગ્રંથના પદાર્થો, - સંખ્યાતા - અસંખ્યાતા અને અનંતાની ગણતરી અને પાંચમા છઠ્ઠા કર્મગ્રંથના ભાંગાઓ આંગળીના વેઢે ગણી શકાય તે રીતે તૈયાર કર્યા. ૧૭. પાટણની સંઘયાત્રા પછી મારી પરિસ્થિતિ અગાઉ જણાવી ગયો તેમ મારી દશ વર્ષની વયે મારી માતા મૃત્યુ પામેલાં. પિતા પાસે કોઈ ધંધો / ન હતો. ઘરમાં જે રાચરચીલું હતું તે વેચી પૂરું કર્યું. નાનો ભાઈ પાટણ બોડીંગમાં ભણતો હતો.' આગળપાછળની કોઈ ઉપાધિ પિતા પાસે ન હતી. આથી બધું સમેટી પિતા પણ પાટણ આવ્યા. તે જમાનામાં પાટણમાં મહિને ચાર રૂપિયામાં જમાડતી વીશીમાં પિતાશ્રી જમતા. સૂવા-બેસવા માટે અમારા પિતાના ફોઈ Iઝમકબાને (શ્રી સ્વરૂપચંદ વસ્તાચંદ, રતનચંદ વસ્તાચંદ અને ન્યાલચંદ વસ્તાચંદ નાં માતુશ્રી) ત્યાં ખેતરવશીનાT |મહોલ્લામાં જતા. દસ-પંદર દિવસે અમારી ખબર-અંતર પૂછવા આવતા. અમારા નિમિત્તે એક પાઈનો પણ આ ખર્ચ ન હતો. અવારનવાર અમારા સગા - ખાસ કરીને અમારા કમાણાવાલા માસિયાઈ ભાઈ મંગળદાસ કે જે મારાથી બે-એક વર્ષે મોટા હતા તે ખબરઅંતર લેતા. | અમારે ત્યાં દક્ષિણામૂર્તિની “સરળ સંસ્કૃત” પુસ્તિકા સંસ્કૃતના પરિચય માટે ચાલતી. તેમાં દુર્ગના ! ધના મેન વુધ્ધતા ભવન” તે વાક્ય આવતું હતું. I મને કોઈ તરફથી એવી જાણ કરવામાં આવેલી કે તમારા પિતાશ્રીને તમારા કાકાએ કંઈક હિસાબની! વાતચીતમાં ગરમ થઈને ધક્કો મારેલો અને તેથી તેમની પાઘડી ઊછળીને ફેંકાઈ ગયેલી. આ જાણ્યા પછી ! મેં નાનપણમાં કાકાશ્રી ઉપર કાગળ લખેલો તેમાં નિર્દોષ ભાવે આ સંસ્કૃત ઉક્તિનો ઉપયોગ કર્યો. ગમે તેમ, પણ પિતા સાથે લોહીની સગાઈ હતી. નાની વયમાં, ઓછી સમજમાં, ગરીબ અવસ્થામાં પણ સ્નેહ કંઇ થોડો સૂકાય છે? હવે આ કાગળ લખેલો તેની વાત તો હું સમય વીતતાં ભૂલી ગયો. પાટણમાં રહેતો તે વખતે ગાંધી | '' સપ્તાહ દરમ્યાન માણસા નિવાસી શ્રી કેશવલાલની સૂચનાથી ખાદીની ચાદરો વેચવાના પર્યટનમાં હું મારે jગામ - રણુંજ ગયો. હવે તે જ કાકાને ઘેર હું પ્રેમથી ગયો. બાલ્યાવસ્થામાં નિર્દોષ ભાવે લખેલું પેલું સંસ્કૃત પં વાક્ય હું તો ભૂલી ગયેલો પરંતુ કાકાશ્રી ભૂલ્યા ન હતા. તેમણે આવતાની સાથે મારો ઉઘડો લીધો અનેT Tગુસ્સે થઈ ગયા. મેં પહેલાં લખેલો કાગળ તેમણે મને યાદ કરાવ્યો. હું વિલખો (ભોંઠો) પડ્યો અને ત્યાંથી! ============================ મારાં સંસ્મરણો યાને ૫૦ વર્ષની જૈન શાસનની આછી રૂપરેખા - - - - - -- - --- - - - - - - - - - - - Page #34 -------------------------------------------------------------------------- ________________ Iનીકળી ગયો. બાળક અને વૃદ્ઘમાં આટલો જ ફરક છે કે બાળકમાં નિર્દોષતા તુર્ત આવી જાય છે જ્યારે વૃદ્ધમાં I |સદોષતા જતી નથી. “પૈસા હાથનો મેલ છે. સંપત્તિની કંઈ કિંમત નથી” આમ આદર્શમાં ભલે કહેવાતું હોય, પણ જગતમાં વાસ્તવમાં તેનું ઘણું મહત્ત્વ છે. સંપત્તિ કે દોલત જતાં માણસનું કોઈ સગું થતું નથી. સંબંધ રાખતું ।નથી. બાલ્યકાળમાં આ સત્યનો મેં પૂરો અનુભવ કર્યો છે. તેમાં પણ ગામડાનું સંકુચિત વાતાવરણ એટલું | સ્વાર્થમય અનુભવ્યું છે કે ‘રખે ને સંબંધ રાખતાં લપ વળગી ન પડે' તેની તકેદારી રાખીને સગાંઓ અળગા રહે છે. I ૧૮. વિવાહ અંગે વાટાઘાટ પાટણ વિદ્યાભુવનમાં સવારે વિદ્યાર્થીઓ દૂધ લેતા અને બપોરે અગિયાર વાગે સૌ જમતા. વિદ્યાર્થીદીઠ ગોઠવણીપૂર્વકનું એક કબાટ આપવામાં આવેલું. આ બાટમાંના એક ખાનામાં કપડાં, બીજામાં પુસ્તકો અને હું |ઉપરના ભાગમાં જમવા માટેનો થાળી-વાટકો અને બિસ્તરો રાખી શકાતા. જમ્યા પછી દરેક વિદ્યાર્થી પોતાના થાળી-વાટકા માંજીને કબાટમાં મૂકી દે. અગિયાર વાગે જમ્યા પછી અડધા કલાકના આરામ બાદ “ભણ્યાભક્ષ્ય ન જે વિણ લહીએ'ની |સામૂહિક જ્ઞાનપૂજા ભણાવી સૌ પોતપોતાના વાંચનમાં પરોવાતા. I બધા વિદ્યાર્થીઓ વચ્ચે કામની વહેંચણી થતી. કોઈ રસોઈ કરવાનું, કોઈ પાણી ભરવાનું, કોઇ સાફસૂફી કરવાનું કામ વહેંચી લેતા. હવે જે પ્રસંગ વર્ણવવાનો છે તે સમયે મારે ભાગે વાસણ માંજવાનું કામ આવેલું હતું. બપોરે લીંમડાના વૃક્ષ નીચે ટુવાલ વીંટી હું તપેલું માંજતો હતો. ત્યાં અમારી વાડીના મોટા દરવાજાની બારી ઊઘડી અને તે દ્વારા મારા પિતા અને તેમની સાથે ૮૦ વર્ષના અંગરખું પહેરેલા એક વૃદ્ધ દાખલ થયા. તેઓ નજીક આવ્યા ત્યારે મારા પિતાએ મને ઇશારો કર્યો “કપડાં પહેરી આવ.” તો હું છૂટી પાટલીનું ધોતિયું અને ટૂંકી બાંયનો ઝભ્ભો પહેરી હાજર થયો. વૃદ્ધે મને ઉંમર, અભ્યાસ વગેરે પૂછ્યું અને તેઓ બંને ત્યાંથી નીકળી ગયા. ફાટીપોળના દરવાજે આવેલા બાલાશ્રમમાં ભણતા મારા ભાઈ મણીલાલ પાસે ગયા. તે વૃદ્ધ વ્યક્તિ મારા પિતા સાથે બે કલાક ફર્યા બાદ પોતાને ગામ ચાલ્યા ગયા. થોડા દિવસ પછી મારા પિતા આવ્યા. તેમણે કહ્યું, “આવનાર વૃદ્ધ વ્યક્તિ ઉનાવાના શેઠ માધવજી છગનલાલ હતા. તેઓ તને અને મણિલાલને જોવા આવ્યા હતા.” જોકે તે વખતે આમાં મને ઝાઝી સમજ ન પડી. મારી ઉંમર ૧૮ વર્ષની-થઈ. ભાઈ મણીલાલ ૧૫ વર્ષનો થયો. પિતાજી પાસે ઘર, ખેતર કે કોઈ મૂડી કે ઓથ ન હતાં. પોતાના છોકરાઓ પરણીને ઘર માંડે તેની પૂરેપૂરી ઝંખના હતી. અને સાથે સાથે એ પણ ચિંતા હતી કે છોકરાંઓને પાટણ ભણાવવા મૂક્યા છે પરંતુ રખેને કોઈ સાધુ મહારાજની સોબતે ચડીને |સાધુ તો નહિ બની જાય ને ? વિવાહ અંગે વાટાઘાટ] [૨૭ Page #35 -------------------------------------------------------------------------- ________________ તેમાં પણ વિશેષ કરીને તે અરસામાં પ.પૂ.આ. વિજયનેમિસૂરીશ્વરજી મ. પાટણ હતા. ત્યારેT આજના દક્ષસૂરિજીની દીક્ષા થઈ હતી અને દીક્ષામાં તેમના કુટુંબે કાગારોળ મચાવી હતી તેની જાણ થતાં! 'મારે માટે ખૂબ ચિંતા થઈ કે રખે આ છોકરાને પણ કોઈ સાધુ દીક્ષા તો નહિ આપી દે ને? શ્રી પ્રભુદાસભાઈને ! કહેતા કે, “સાહેબ, સાચવજો હો, છોકરી સાધુઓની સોબતે ન ચડી જાય.| પિતા અકિંચન હતા. આમ વંશપરંપરાગત કુટુંબની ખાનદાનીનો વારસો હતો, જેને લઈને આવી jપરિસ્થિતિમાં પણ તે કાળે લક્ષાધિપતિ ગણાય તેવા ઊંચા ખાનદાન બહોળા કુટુંબવાળા, જ્ઞાતિના આગેવાન શ્રી માધવજી છગનની આંખમાં અમે વસ્યા. તેમણે કચ્છ – ગિરનારના સંઘમાં ગયેલાં તેમનાં પુત્રવધૂ પાસેથી! 'મારી હકીકત મેળવી, અને પોતાના પુત્ર શ્રી મોહનલાલની બે પુત્રીઓના માગાં અમે બે ભાઈઓ માટે તેમના નજીકના પિત્રાઈ દાજીભાઈ સાથે મોકલ્યાં. તે વખતે વીશીમાં ભી અષ્ટાપદની ધર્મશાળામાં બપોરના સમયે મારા પિતા આરામ કરતા હતા. પિતાશ્રીને આ જોઈ આશ્ચર્ય થયું. મારી પાસે વીશીના મહિને ચાર રૂપિયા પણ આપવાની સગવડ Iનથી તો આ ધનિકની બે પુત્રીઓનું માનું સ્વીકારી હું લગ્ન કેવી રીતે નક્કી કરું ? નજર સમક્ષ તો કોઈI Tઉછીના સો રૂપિયા આપે તેવું દેખાતું નથી. મારા પિતાએ આવનાર મહેમાન સાથે પેટછૂટી વાત કરીઃ “મારી/ આ સ્થિતિ છે. બે નહિ, એક માગું હું સ્વીકારું છું.” આગંતુકે કહ્યું “અમે તો ચિઠ્ઠીના ચાકર છીએ. બે સ્વીકારો તો જ કરવાનું છે. વિમાસણમાં પડયા : સારા ઘેરથી માગું આવેલ છે. છોકરો હાલ કંઈ કમાતો નથી. મારી પાસે નાણું નથી. રહેવા ઘર નથી. સગપણ કર્યા પછી તુર્ત લગ્ન લેવાની વાત કરે છે મારી દશા શી થાય?” પિતાને મનની મૂંઝવણ હતી.] Jપણ પછીથી મુશ્કેલી પડે તે વિચારી કહ્યું, “બે માગાં તો હું સ્વીકારી શકું તેમ નથી.” આવનાર પાછા ગયા.. મહિનાઓ સુધી કોઈ વાવડ આવ્યા નહિ. પિતાની ઊંઘ હરામ થઈ. પસ્તાવાનો પાર ન રહ્યો. તેઓ વિચારે ! ચડ્યા : જે માણસ સગપણ કરવા આવે છે તે બધું જોઈ-વિચારીને જ માગું નાખતા હશે ને ! તો મારે ના કહેવાની શી જરૂર હતી ? આમ કરતાં થોડા મહિના વીત્યા. વિ.સં. ૧૯૮૪નો માગસર માસ ચાલતો હતો. જે બે ગૃહસ્થ - દાજીભાઈ અને જગજીવન શેઠ -1 પહેલાં આવેલા તેઓ ફરી મારા પિતાજી પાસે અષ્ટાપદની ધર્મશાલામાં આવ્યા. મળીને ફરી કહ્યું, “માધુશેઠનાT પુત્ર મોહનલાલની બે પુત્રીનાં તમારા બંને પુત્રો માટે અમે વેવિશાળના રૂપિયા આપીએ છીએ.” દુકાનથી એકવાર ગ્રાહક ઉતરી ગયા પછી ફરી તે જ દુકાને તે જ વસ્તુની માગણી કરતો ગ્રાહક આવે ત્યારે દુકાનદાર જરા મક્કમ બને તે રીતે મારા પિતાશ્રી મક્કમ બન્યા અને કહ્યું, “શેઠજી, આપ સારી ' રીતે જાણો છો કે મારે બે છોકરાનું વેવિશાળ કરવું પાલવે તેમ નથી. તો હું એક જ માગું સ્વીકારી શકું તેમ છું.' આવેલા ગૃહસ્થોએ કહ્યું, “તમે અમારી સાથે ઉનાવા માધુશેઠ પાસે ચાલો. અને તમારે તેમને જેT કહેવું હોય તે કહેજો . અમે તો તે અમારા વડીલની આજ્ઞાથી આવ્યા છીએ.” જગજીવનદાસ મારા પિતાના! મોટાભાઈ વાડીલાલના જમાઈ થતા હતા. તેથી ખાસ ભલામણપૂર્વક અને નમ્રતાથી કહ્યું. “તમે જ માધુશેઠને 'સમજાવો. મને મુશ્કેલીમાં ન મૂકો.” પરંતુ તેમણે બંનેએ મક્કમતાથી આગ્રહ કર્યો અને મારા પિતા તેમની સાથે ઉનાવા ગયા. ઉનાવા, માધુશેઠ અને તે વખતની અમારી જ્ઞાતિનો થોડો પરિચય આવશ્યક છે તો તેનું lહવે જોઈએ. ===== =================== ૨૮] [મારાં સંસ્મરણો યાને ૫૦ વર્ષની જૈન શાસનની આછી રૂપરેખા Page #36 -------------------------------------------------------------------------- ________________ ૧૯. લગ્ન ઉનાવા ગામ ઉંઝાથી એક ગાઉ દૂર આવેલ છે. એ જમાનામાં પાટણ આવનારને ઉનાવા જવા માટે! મણુંદ૨ોડ સ્ટેશને ઉતરી પાંચ ગાઉનું અંતર કાપવું પડે. આ ગામમાં પાટીદાર - બ્રાહ્મણ - વાણિયા - બારોટ વગેરેની મુખ્ય વસતી છે. અહીં મુસ્લિમોની વસતી ઓછી હોવા છતાં મુસ્લિમોના પ્રસિદ્ધ યાત્રાધામ મીરાં દાતારનું સ્થાન છે. દૂર દૂરથી યાત્રાએ આવતા । મુસ્લિમો માટે મુસાફરખાનાં છે. વળગાડ દૂર કરાવવા હિંદુઓ અને જૈનો (રાજસ્થાનના) આવે છે. આને I કારણે મીરાં દાતારની આસપાસ મોટું બજાર જામેલું છે. આ મીરાં-દાતારની દરગાહમાં પ્રવેશે ત્યારે કાચા-પોચા હૃદયનો માનવી તો ભયભીત થઈ જાય કેમ હું કે ભૂતપ્રેતથી છલિત થયેલ, સાંકળે બાંધેલા, કોઈક ત્રાડ નાખતા હોય, કોઈક સ્રીઓ છૂટા વાળ રાખી ધૂણતી |હોય, પછાડ ખાતી હોય આવાં દૃશ્યો જોવા મળે. આ ગામમાં ભીડાભંજન પાર્શ્વનાથનું દેરાસર છે. દેરાસરને અડીને મેડીબદ્ધ પાયચંદગચ્છનો ઉપાશ્રય છે અને બીજો તપાગચ્છનો મોટો ઉપાશ્રય પણ છે. - શ્રી ઉદયરત્નગણિ જેમણે “પાસ શંખેશ્વરા સાર કર સેવકા” અને ક્રોધ, માન, માયા, લોભ વગેરેની સજઝાયો તેમજ સ્તવનો બનાવ્યા છે તેઓશ્રી અહીં ઘણો વખત ચાતુર્માસ રહેલા. ધમ્મિલના રાસમાં – “રહી ઉનાઉઆ ગામમાં ભીડભંજન પાસ પસાય' વગેરે લખી આ ગામનો ઉલ્લેખ અને ભીડભંજન પાર્શ્વનાથની સ્તુતિ કરી છે. આ ઉનાવામાં દશાશ્રીમાળી જૈનોનાં ૭૦ ઘરો છે. અને તેમાંનાં કેટલાંક ઘરો તો પેઢી દર પેઢીનાંI ગર્ભશ્રીમંત ઘરો છે. દશાશ્રીમાળી જ્ઞાતિના બાવીસી અને પાંત્રીસી બંને ગોળના સ્થાપક આ ગામના વતનીઓ છે. આ ગામમાં સાંકળા જોઈતારામ, પટવા શેરીવાળા, શંભુશેઠવાળા, તલાટી કુટુંબ અને સરૈયા કુટુંબ મુખ્ય છે. વીસમી સદીના પ્રારંભમાં ઘણી ઘણી મુશ્કેલીઓ હોવા છતાં આ કુટુંબોએ કન્યાવિવાહ વ. પ્રસંગોમાં પોતાની ખાનદાની સાચવી રાખેલી અને તે ખાનદાની અણીશુદ્ધ રહે તે આશયે ગોળની રચના કરેલી. મારા પિતા ઉનાવા ગયા. આ વૃદ્ધ પુરુસ્સે ઊભા થઈને મારા પિતાને તેમની પૌત્રીઓ માટે બે રૂપિયા આપવા માંડયા. મારા પિતાએ હાથ જોડીને કહ્યું, “શેઠ માફ કરો. મારા સંજોગો બે રૂપિયા (બે માગાં) સ્વીકારવાના નથી. મોટા દીકરા માટેનો એક રૂપિયો લઉં છું.” “સારું” કહી તેમણે આગ્રહ ન કર્યો, પણ સાથે સાથે કહ્યું કે તમારા બીજા પુત્ર માટે રૂપિયો લો ત્યારે મને પૂછવાનું રાખજો.” મારા પિતાએ “હા” કહી હળવાશ અનુભવી. જેની સાથે સગપણ કરવાનું હતું તે કન્યાના માતા-પિતાએ આ વૃદ્ધ વડીલની આમન્યા જાળવી. દુઃખાતા દિલે પુત્રીનું સગપણ થવા દીધું. કારણ કે તેમણે ત્રણેમાંથી કોઈએ જમાઈને કોઈ દિવસ નજરે જોયેલ નહિ, જેને ઘર, ખેતર કે ઓથ નથી એવા જમાઈ સાથે પોતાની દીકરી અપાઈ હતી. સગપણની સાકર વહેંચાઈ. લગ્ન] [૨૯ Page #37 -------------------------------------------------------------------------- ________________ - - - થત હતા, ઉનાવા છોડતા પહેલાં મારા પિતા મારા સાસુ-સસરાને મળ્યા. પરંતુ તેમના દિલમાં આનંદ ન હતો. વૃદ્ધ પિતાની આમન્યાને લીધે કશું બોલ્યા નહિ, પરંતુ દિકરીના ભાવિ અંગે તેમને ચિંતા હતી. પિતાજી રણુંજ મારા કાકા પાસે આવ્યા. મારા કાકા તે વખતે સુખી માણસ ગણાતા. તેમને મારા સગપણની વાત કરી. કાકાએ કહ્યું, “રાજા રીઝયો તો હાથી આપ્યો પણ વિચાર કર્યો કે હાથીને ક્યાંj Tબાંધશો ?” પિતાએ કહ્યું, “જેણે હાથી આપવાનો વિચાર કર્યો છે તે બંધાવવાનો વિચાર કરશે.” પિતા ત્યાંથી નીકળી પાટણ આવ્યા પણ તેમને કંઈ ચેન ન પડ્યું. તેમને આશા હતી કે ભાઈ કંઈક |આશ્વાસન આપશે પણ તેમના આ બોલથી તેઓ બધું પામી ગયા. 1 દિવસો પસાર થવા લાગ્યા. ચિંતા વધવા લાગી. તેમણે ન્યારે કોર નજર કરી. ભાઈ તરફથી કોઈ આશા ન હતી, તેમ અમારે મોસાળ કે કોઈ એવું સગું ન હતું કે કોઈ જાતની મદદ કરે. વેપાર-ધંધો તો ઘણા વર્ષોથી બંધ હતો. સમય પસાર થાય તેમ પિતાની ઊંઘ ઊડતી ગઈ. મહા મહિનાનો સવારનો સમય હતો. ખેતરવસીના મહોલ્લામાં મારા પિતા તેમની ફોઈને ઘેરી રહેતા હતા, તે ઘરનું બારણું પૂર્વ દિશા તરફ પડતું હતું. દાતણ-પાણીથી પરવારી બહારના ઓટલા પર બેઠા હતા. છેક અગિયાર વાગે વીશીમાં જમવા જવાનું હતું તે સિવાય બીજું કોઈ કામ કે ઉતાવળ ન હતી. માત્ર 1 ચિંતા મૂંઝવણ એ કરતા હતા કે લગ્નનો દિવસ નજીક આવે જાય છે ને કોઈ જગ્યાએથી ૧૦૦ રૂા. પણ Iઉછીના મળે તેવું નહોતું. વિ.સં. ૧૯૮૪ના વૈશાખ સુદ ૧૧ નાં લગ્ન લેવાનાં હતાં. તે વખતે ફાગણ માસ ચાલતો હતો.' ત્યાં ગાડીમાં એક પાઘડીવાળા શેઠ નામે પોપટલાલ જોઈતારામ, રણુંજવાળા ઝવેરચંદ ગુલાબચંદનું નામ પૂછતા આવ્યા. મારા પિતા ઓટલા પર બેઠા હતા. નામ પૂછી, ઓળખણ કરી ને તેમણે હાથમાં રૂા. ૫૦૦ આપ્યા. મારા પિતાએ પૂછ્યું, “શાના?” તો તેમણે કહ્યું, “ઉનાવૉના માધુશેઠે મને તમને આપવા જણાવ્યું છે” પિતાજીએ અચકાતા દિલે લીધા. 1 થોડા દિવસ પછી મારા સસરા મોહનલાલ આવ્યા. તે મારા ભાઈને લઈ સાકર બદલો કરી આવ્યા! અને થોડા દિવસ બાદ મારા પિતાને અમદાવાદ લઈ જઈને જરૂરી સામાન સામગ્રી ખરીદી. આ રૂ. ૫૦૦માં; મારા લગ્નના દાગીના, કપડાં અને ઘરવખરી આવ્યું. | વિક્રમ સંવત ૧૯૮૪ના મહા મહિનામાં મારું સગપણ થયા પછી અને તે વર્ષના વૈશાખ સુદ ૧૧ના, દિવસે લગ્નનું નક્કી થયાનું જાણ્યા પછી પ્રભુદાસભાઈએ વિચાર કર્યો કે આ વિદ્યાર્થી માટે કંઈને કંઈ વિચાર! કરવો પડશે. તે માનતા હતા કે આ વિદ્યાર્થીનું આમ ઓચિંતુ સગપણ થાય અને અભ્યાસ અટકે તે સંભવિત નહોતું. છતાં સંભવિત થવાથી વિદ્યાર્થીનો અભ્યાસ આગળ ચાલે તે માટે તેમણે મને ત્રણ કલાક ભણાવવાનું કાર્ય સોંપ્યું. તે પેટે માસિક રૂપિયા યાદ છે તે મુજબ રૂપિયા પચ્ચીશ નક્કી કર્યા. જો કે આ સમયે વિદ્યાભવન અને પ્રભુદાસભાઈ બન્નેની સ્થિતિ ડામાડોળ થઈ ગઈ હતી. કેમકે જે| પૈિસા સંસ્થા ચલાવવા માટે તેમને મળ્યા હતા તે ખર્ચાઈ ગયા હતા. નવા પૈસાની વ્યવસ્થા હતી નહિ એટલેT સંસ્થા આગળ ચલાવવી તે તેમને માટે મુશ્કેલ હતી. તે પોતે પણ બચરવાળ હતા. તેમના ઘરના ખર્ચ માટે =============================== ૩૦] [મારાં સંસ્મરણો યાને ૫૦ વર્ષની જૈન શાસનની આછી રૂપરેખા ------------------- II | Page #38 -------------------------------------------------------------------------- ________________ જે ખાનગી રકમ મળતી હતી તે બંધ થઈ ગઈ હતી. આથી સંસ્થા ચલાવવી કે બંધ કરવી તે વિમાસણમાં lહતા. આ બાજુ તેમની ઇચ્છા સારા ભણી શકે તેવા વિદ્યાર્થીને સારા વિદ્વાન બનાવવાની હતી. પણ સમયT અનુકૂળ ન હતો. મહિને રૂ. ૨૫ની આવક મારી શરૂ થઈ ગઈ હતી. અને આ બાજુ ૫૦૦ શેઠ પોપટલાલ જોઈતારામ તરફથી મળ્યા હતા. તેમાંથી મારા પિતાએ બામણવાડામાં દેરાસરની પાસે મહિને રૂા. ૩-૫૦| ના ભાડાનું મકાન રાખ્યું. અને મારા પિતાના મોટાભાઈના દીકરી મણિબેન જે કમાણામાં રહેતાં હતાં તેમને! બોલાવી ઘર ચાલુ કરાવ્યું. તેમની પાસે અગાઉનો ઘરવખરીનો કોઈ સામાન ન હતો. આથી બધી નવી! 'ઘરવખરી વસાવી અને પાટણથી જ લગ્નની જાન જોડી. પાટણથી રણુંજ થઈ ઉનાવા ગયા. જ્ઞાતિના રિવાજ મુજબ છાબ દાગીના વિગેરે જે કાંઈ કરવાનું હોય તે માટે મારા પિતાને કંઈ ચિંતા ન હતી. કેમ કે તે સારી રીતે જાણતા હતા જેમણે વેવિશાળ કર્યું છે! તે મારી સ્થિતિને સારી રીતે જાણે છે. જ્ઞાતિના રિવાજ મુજબ તો છાબને વધાવવા પહેલાં કન્યાપક્ષના માણસો. છાબને જુવે. પણ અહીં કશું કરવાનું ન હતું. લગ્ન સારી રીતે પતી ગયા. મેં વિદ્યાભવનમાંથી મહિના માટે રજા લીધી. અને હવે આગળ અભ્યાસ કરવો કે નહિ તે વિચારમાં પડયો. આ બાજુ પ્રભુદાસભાઈ પણ આગળ સંસ્થાને લાંબું ચલાવી શકે તેમ ન હતા. અને તેમની પણ તબિયત બગડી. વૈદ્યોએ તેમને ક્ષયના | દિર્દી તરીકે જણાવ્યા. તે આરામ માટે રાજકોટ ગયા અને અમારી આ સંસ્થા પૂજ્ય આચાર્ય નીતિસૂરિ! 'મહારાજના પ્રયાસથી રાધનપુર લઈ જવામાં આવી. ૨૦. રાધનપુરમાં વિધાભવન રાધનપુરમાં આ સંસ્થાનું સંચાલન શ્રી હરગોવનદાસ ભાભેરાએ સંભાળ્યું. આ સંસ્થા રાધનપુર પરામાં લહેરચંદ ગાંધીના ડેલામાં શરૂ કરવામાં આવી. પાટણના વિદ્યાર્થીઓ અને રાધનપુરની આસપાસના કેટલાક છોકરાઓ દ્વારા આ સંસ્થાની શરૂઆત થઈ. રાધનપુરમાં હું અભ્યાસ સાથે વિદ્યાર્થીઓને ભણાવતો. તેમજ અમારી સાથેના પાટણના વિદ્યાર્થીઓ! પૈકી શ્રીયુત મણિલાલ ગણપતલાલ તથા શાંતિલાલ સાઠંબાકર પણ વિદ્યાર્થીઓને ભણાવતા. હું ભણાવવાનું સાથે રાધનપુરમાં સાગરના ઉપાશ્રયમાં ચાતુર્માસ બિરાજી રહેલ પૂ. આચાર્ય વિજયનીતિસૂરીશ્વરજી મહારાજની jપાસે ભણાવતા પંડિત ગિરજાશંકર મયાશંકર તથા જૈન શાળાના ઉપાશ્રયે બિરાજતા પંન્યાસ ભક્તિવિજ્યજી; મહારાજ પાસે સાધુઓને ભણાવતા દામોદર પાંડેય (કાશીવાળા) પાસે બપોરે ભણતો. આમ રાધનપુરમાં ભણવા સાથે ભણાવવાનું રહ્યું. આ સમય ગાંધીજીના જમાનાનો હતો. રાધનપુર રાય એ દેશી નવાબી રાજ્ય હતું. અમે ખાદીની ટિોપી અને ખાદીનાં કપડાં પહેરનારા હતા. રાધનપુરના નવાબને ખાદીની ટોપીવાળા પ્રત્યે સૂગ હતી. તેનેT થતું કે આ ખાદીની ટોપીવાળા મારા રાજયમાં ક્યાંથી દાખલ થયા? પણ આ સૂગ લાંબી ટકી નહિ. કેમકે. ગામની બહાર અમે હુ તુતુ વિગેરે રમતો રમતા. તે જોઈ તેમને આનંદ થયો અને અમારી પ્રત્યે લાગણીવાળા = = = = = = = = = રાધનપુરમાં વિદ્યાભવન [૩૧ I -- - - - - - - - - - - - - - - - - | Page #39 -------------------------------------------------------------------------- ________________ થયા. એટલું જ નહિ, પણ અમારા પૈકીનો રમતમાં હોંશિયાર કોઈ વિદ્યાર્થી માંદો પડે અને રમતમાં ન આવે તો તેની ખબર અંતર પણ પૂછે અને તેમના ડોક્ટરને પણ દવા આપવા મોકલે. રાધનપુરના નિવાસ દરમ્યાન એક પ્રસંગ પંડિતોનો ફરવાનો છે. પૂ. મહારાજ સાહેબ પાસે જે બે પંડિતો હતા તે હંમેશા ફરવા જતા. આ સમય દરમ્યાન નવાબ પણ ત્યાં થઈ પસાર થતા. નવાબે બે ચારવાર આ પંડિતો સામે ખાસ નજર કરી જોયું પણ પંડિતોએ આ નવાબ છે તેમ ન જાણવાથી સલામ વિગેરે કાંઈI કર્યું નહિ. એક દિવસ નવાબે આ પંડિતોને ઊભા રાખ્યા અને કહ્યું કે તમે કોણ છો? પંડિતોએ કહ્યું, અમે જૈન સાધુઓને ભણાવવા માટે બહારથી આવેલા છીએ. નવાબે કહ્યું, તમે પંડિત થઈ શિષ્ટાચાર પણ જાણતા નથી કે જે શહેરનો રાજા હોય તેને સલામ વિગેરે કરવી જોઈએ ? પંડિત ગિરજાશંકરને ૨૫ રૂ. નો દંડ કર્યો અને દામોદર પાંડેને સાદા કપડા હોવાથી ૧૫ રૂા. દંડ કર્યો. આ પછી, રાજાને કઈ રીતે ઓળખીએ ? તેમનીનું આગળ કોઈ રાજચિહન તો હોવું જોઈએ ને? આપ સાદા કપડામી છો, એટલે અમે આપને ઓળખ્યા નહિ.I નવાબને આ વાત ગમી અને દંડ માફ કર્યો. ઉપરાંત દરેકને ૨૫-૨૫ રૂા. બક્ષીસ આપી. ૨૧. રાજકોટમાં અને લીંચમાં આ પછી વિક્રમ સંવત ૧૯૮૫માં શરૂઆતમાં શ્રીયુત પ્રભુદાસભાઈની તબિયત નરમ હોવાથી હું ! રાજકોટ ગયો. ત્યાં તેમની પરિચર્યા સાથે રાજકોટમાં બ્રાહ્મણોનું સંસ્કૃત વિદ્યાલય હતું. ત્યાં મેં તર્કસંગ્રહ વિગેરે ભણવાનું શરૂ કર્યું. તથા રાજકોટ પરામાં મૂળશંકર શાસ્ત્રી જ્યોતિષના સારા વિદ્વાન હતા. તેમની પાસે iસંસ્કૃતનો આગળ અભ્યાસ ચાલુ રાખ્યો. આ શાસ્ત્રીના ઘરમાં પણ તેમના બાળકો ને સ્ત્રી સુદ્ધાં સંસ્કૃતમાં Tબોલતાં. સામાન્ય વાતચીત પણ ભણેલાઓ સાથે સંસ્કૃતમાં કરતાં એટલું જ નહિ પણ અસ્મલિત સંસ્કૃત] !પદ્યમાં વાત કરતાં. મને યાદ છે તે મુજબ મેં મારા પરિચયનું પદ “સુધામધને ભુવને વસમિ, નવાયા [મિરાતોડ'િ જણાવવા કહ્યું. આ શાસ્ત્રી સાથે મારે સારો પરિચય રહ્યો. આ ઉપરાંત રાજકોટમાં પ્રભુદાસભાઈની પરિચર્યામાં રહેવા સાથે મેં જે વિદ્યાભવનમાં દરજીનું કામ શીખવાનું શરૂ કર્યું હતું તે અહીં પ્રભુદાસભાઈની પ્રેરણાથી આગળ વધાર્યું. આ માટે છોટુભાઈ પટણીના લશ્કરી પોષાકના કોન્ટ્રાક્ટરને ત્યાં દરજીકામના જુદા જુદા પોષાકોનું કેમ વેતરકામ કરવું તે હું શીખ્યો. આમી Jત્રણ-ચાર મહિના હું ત્યાં રહ્યો હોઇશ. ત્યારબાદ મને પ્રભુદાસભાઈએ આ કામમાં વધુ નિપુણતા મેળવવા! લીંચમાં વસતા ચુનીલાલ મીઠાભાઈને ત્યાં મોકલ્યો. આ ચુનીલાલ મીઠાભાઈ, પંડિત ભગવાનદાસ મીઠાભાઈ જે મહેસાણા પાઠશાળાના મુખ્ય શિક્ષક હતા, તેમના નાનાભાઈ થાય. તે બે પગે ચાલવામાં અપંગ હતા પણ દરજીકામની આવડતથી તેમણે લીંચમાં સારું જમાવ્યું હતું. ૨૨. દરજીકામનું શિક્ષણ હું લચમાં આવ્યો ત્યારે વિક્રમ સંવત ૧૯૮પનો ફાગણ આસપાસ હશે. લીંચમાં જૈનોના વિશાશ્રીમાળી જ્ઞાતિનાં ૫૦-૬૦ ઘર હતાં. દેરાસર, ઉપાશ્રય, પાંજરાપોળ વગેરે સંસ્થાઓ હતી. ગામમાં! જૈનોનું વર્ચસ્વ હતું. હઠીભાઈ શેઠ આ સંસ્થાઓના મુખ્ય કાર્યકર હતા. ધાર્મિક પાઠશાળામાં પ્રજ્ઞાચક્ષુ =============================== | હરી [મારાં સંસ્મરણો યાને ૫૦ વર્ષની જૈન શાસનની આછી રૂપરેખા –––––––––––––– , _ — — — — — — — — — — — — — — — — — Page #40 -------------------------------------------------------------------------- ________________ જેઠાભાઈ માસ્તર હતા. તેમની છાયા ગામમાં સારી હતી. ચુનીલાલ મીઠાભાઈના ત્યાં હું દરજીકામ શીખતો. તેનું બીજું કામ પણ કરતો. ધીમે ધીમે ગામમાં વાત પ્રસરી કે ચુનીલાલને ત્યાં કામ કરનાર ધાર્મિક સારા અભ્યાસી છે. આ વાત જેઠાલાલ માસ્તરે સાંભળતા તેમણે મારી પાસે સંસ્કૃતમાં દાનકલ્પદ્રુમ ગ્રંથ સાંભળવાનો શરૂ કર્યો. અને તેથી ગામમાં મારી સારી હવા ફેલાઈ. ચુનીલાલને ત્યાં આવતા નાથાલાલ પીતાંબર, ચંદુભાઈ વિઠ્ઠલદાસ વિગેરે પરિચયમાં આવ્યા. જે! Jપરિચય પછીથી પણ ઘણા વર્ષ સુધી રહ્યો. એક પ્રસંગ એવો બન્યો કે બપોરના કપડાં ધોવા હું કૂવે તો તે વખતે ગામના પ્રતિષ્ઠિત શિવલાલભાઈ સાથે મને પરિચય થયો. તેમણે જાણેલ કે આ ભાઈ વિદ્વાન છે. તેથી તેમણે તેમની જન્મોત્રી મને આપી અનેT | કહ્યું કે મારી પત્ની વર્ષ ઉપર જ ગુજરી ગયા છે. મારે એક પુત્ર ને એક પુત્રી છે. પુત્ર પરણાવેલો છે. પુત્રી! પરણાવવાની બાકી છે. હું જો ફરી લગ્ન કરું તો સુખી થઈશ કે દુઃખી ? તે મને જોઈ આપો. મેં કહ્યું, મને : જ્યોતિષનો અભ્યાસ નથી. પણ મારા પરિચિત રાજકોટના એક સારા જ્યોતિષશાસ્ત્રી છે તેમને તમારી જન્મોત્રી મોકલી આપું. તે તમને તેનું ફળ લખી મોકલશે. આ જન્મોત્રી મેં રાજકોટ મૂળશંકર શાસ્ત્રીને મોકલી આપી અને સાથે જણાવ્યું કે આમનો પુત્ર ' વિનીત છે. તો તમે તેમને લગ્ન કરવાનું મન ન થાય અને સ્થિર થાય તેવી રીતે ફલાદેશ લખી સ્થિર કરશો. 1 મારા લખવા મુજબ શાસ્ત્રીજીએ વિસ્તૃત ફળાદેશ લખ્યો અને લગ્ન કરવાથી તમે ખૂબ દુઃખી થશો અને તમારી પ્રતિષ્ઠા અને ઇજ્જતને હાનિ પહોંચશે તેમ જણાવ્યું. આ પછી શિવલાલભાઈએ થોડા ફાંફાં માર્યા પણ ફલાદેશને અનુસરી તે અટક્યા. આ શિવલાલભાઈનો અને તેમના પુત્ર નાથાલાલનો મારે ગાઢ પરિચયT થયો અને તે વર્ષો સુધી ટક્યો, નાથાલાલ ખૂબ ડાહ્યા અને ધાર્મિક હતા અને શિવલાલભાઈ તો જીવ્યા ત્યાં! સુધી મારો ઉપકાર માનતા રહ્યા. એટલું જ નહિ. પણ હું અમદાવાદ આવ્યો ત્યારે પણ મને વારે ઘડીએ પૂછતા કે કાંઈ પૈસાની જરૂર છે અને ભાઈ ભાઈ કહી મોટું દુખવતા. આ લીંચમાં ગામના ઘણા આગેવાનો સાથે મારે પરિચય થયો. જેમાં ખાસ કરીને આજના ઇન્કમટેક્ષા વકીલ કાંતિલાલ કેશવલાલના (કે.કે.શાહ) પિતા, દાદા, કાકા, ફોઈ વિગેરે બધાનો પરિચય વર્ષો સુધી રહ્યો. એટલું જ નહિ પણ લીંચ ગામમાં કોઈ સારો ઉત્સવ કે પ્રસંગ હોય ત્યારે અમદાવાદમાં આવ્યા પછી પણ મારે જવાનું બનતું. - લીંચ પાસે બોરીઆવી ગામ અમારી જ્ઞાતિનું છે. આ ગામમાં મારા કાકાના દીકરા ગૌતમભાઈનું મોસાળ થાય અને તેના બધા મોસાળીઆઓ મને ઓળખતા હોવાથી અને હું દરજીને ત્યાં કામ કરતો હોવાથી તેઓ ખૂબ આશ્ચર્ય પામતા. જ્યારે હું લીંગમાં હતો ત્યારે આગલા વર્ષે જ મારા લગ્ન થઈ ચૂકયા lહતા. અને તે પણ જ્ઞાતિના સારા ઘરે થયા હોવાથી દરજીને ત્યાં કામ કરતો દેખી આ બધા વિસ્મય પામતા.1 હું પ્રભુદાસભાઈનો આજ્ઞાંકિત હોવાથી તે જેમ કહે તેમ કરવા ટેવાયેલો હતો. મારો કોઈ સ્વતંત્ર વિચાર કે! નિર્ણય ન હતો. અહીં થોડો વખત રહ્યા પછી હું પાટણ ગયો. IT ======== == =========== દરજીકામનું શિક્ષણ II === [૩૩ - - - - Page #41 -------------------------------------------------------------------------- ________________ ૨૩ મહેસાણામાં અને પાલીતાણામાં પાટણમાં લગ્ન થયા પછી ઘર શરૂ કર્યું હતું. આ ઘર વ્યવસ્થિત ચલાવવા માટે મારા કાકાના દીકરા | પિોપટભાઈનાં વહુ માણેક થોડા દિવસ ત્યાં રહ્યાં હતાં. આ અરસામાં મહેસાણા પાઠશાળાના સંચાલકI વેિણીચંદભાઈના ભાઈ કિશોરભાઈ મને મળ્યા, અને મહેસાણામાં નોકરી રહેવા કહ્યું. શરૂઆતમાં તમને પરીક્ષક તરીકે રાખીશું, પછી તમને સંસ્થાના મુખ્ય શિક્ષક તરીકે ધીમે ધીમે લઈ લઈશું. હું કબૂલ થયો, અને પરિક્ષક તરીકે સંસ્થામાં જોડાયો. પરીક્ષકની તાલીમ માટે તે વખતના પરીક્ષક ખીમચંદભાઈ ભુદરભાઈ | સુરેન્દ્રનગર પરીક્ષા લેવા ગયા હતા, તેમની પાસે ગયો. તેમની સાથે સુરેન્દ્રનગરની પાઠશાળાઓની પરીક્ષાઓ લીધી. તેમની પાસે મને ખાસ શીખવા જેવું લાગ્યું નહિ. આથી મેં એકલાએ પાટડી, વીરમગામ, ઝીંઝુવાડા | Iવિગેરે ઠેકાણે પરીક્ષા લીધી. પાટડીમાં સકરચંદ ખેમચંદ સાથે સારો પરિચય બંધાયો અને ઝીંઝુવાડામાં તેT વખતના પ્રજ્ઞાચક્ષુ માસ્તર સુખલાલ સાથે પણ ઠીકઠીક પરિચય થયો. 1 જીવનમાં નોકરીની પ્રથમ શરૂઆત હતી. કોઈની તાબેદારી વેઠી ન હતી તેમજ કેવી રીતે નોકરી ! કરવી તેનો પણ અનુભવ ન હતો. તેમાં ખાસ કરીને વીરમગામમાં પરીક્ષકને ઉતારવા માટે કોઈ તૈયાર નાં lહતું. આ જોઈ મને પરીક્ષકની નોકરી કરવાનું મન રહ્યું નહિ અને હું ઝીંઝુવાડા પરીક્ષા પતાવી આદરીયાણામાં શંખેશ્વર થઈ ઘેર પાટણ આવ્યો. અને મહેસાણા સંસ્થાને કાગળ લખી નાંખ્યો કે મારાથી પરીક્ષકની નોકરી નહિ થઈ શકે. સંસ્થા મને છોડવા તૈયાર ન હતી. તેણે કહ્યું, અમારી એક શાખા પાલીતાણા છે. ત્યાં ; ભણાવવાનું છે તો તમે ત્યાં રહો. ચોમાસામાં સાધુ-સાધ્વી માટે અમે કિશોરભાઈ તથા ચકાભાઈ રસોડું Tખોલવાના છીએ. ત્યાં તમારી જમવાની અને રહેવાની વ્યવસ્થા થશે. ત્યાં તમને કંઈ જ મુશ્કેલી નહિ પડે. | Jઅને ત્યાં તમને નહિ ફાવે તો અમે તમારી મહેસાણામાં વ્યવસ્થા કરીશું. નોકરી છોડવાની તમારે જરૂર નથી.] હું કબૂલ થયો અને પાલીતાણા ગયો. ૨૪. અધ્યાપન-પાલીતાણામાં પાલીતાણામાં સૂક્ષ્મતત્ત્વાવબોધક પાઠશાળા નામની મહેસાણા પાઠશાળા ની શાખા હતી. આ મકાન! હાલના બાબુ બિલ્ડિંગ સામે બે ખંડનું હતું. એકમાં શ્રેયસ્કર મંડળની શાખા ઓફિસ હતી અને બીજામાં સાધુ સાધ્વીને ભણાવવાનું હતું. કિશોરભાઈએ અને ચકાભાઈએ સાધુ-સાધ્વીની ભક્તિ માટે કોટાવાળી ધર્મશાળામાં jરસોડું ખોલ્યું હતું. ત્યાં જમતો, રહેતો અને પાઠશાળામાં સાધુ-સાધ્વીને ભણાવતો. મને યાદ છે તે મુજબ તે વખતે મારી પાસે શંભુભાઈ જેમણે કનકસૂરિ મહારાજના સમુદાયમાં દીક્ષા લીધેલી છે અને મંગલપ્રભસૂરિ | મહારાજના ભાઈ દીક્ષિત હતા તે ભણતા, તેમજ મોહનસૂરિ મહારાજના સમુદાયની સાધ્વીઓ વિગેરે ભણતાં.! અહી હું ચોમાસાના ચાર મહિના જેવું રહ્યો હોઈશ. આ સાલ વિક્રમ સંવત ૧૯૮૫ હતી. અહી ખરતરગચ્છના સાધુઓ હરિસાગરજી મહારાજ તથા વીરપુત્ર આનંદસાગરજી મહારાજ અને મોહનસૂરિ મહારાજ વિગેરેના પરિચયમાં આવ્યો. તેમજ મોટી ટોળી અને નાની ટોળીની પાઠશાળા તથા વીરબાઈની પાઠશાળાના સંપર્કમાં પણ રહ્યો. આ ચાર માસ દરમ્યાન ગુરુકુળ, બાલાશ્રમના ધાર્મિક શિક્ષકો, i સુિપ્રિટેન્ડેન્ટો અને કેટલીક ધર્મશાળાના મુનિમોના પરિચયમાં આવ્યો. આ સમયે મારી ૨૦ વર્ષની ઉંમર હતી.' I ========= ====================== [મારાં સંસ્મરણો યાને ૫૦ વર્ષની જૈન શાસનની આછી રૂપરેખા - - - - - - - - - - - - - - - - - | Page #42 -------------------------------------------------------------------------- ________________ ૨૫. અધ્યાપન : મહેસાણામાં ચોમાસું ઉતર્યા બાદ મહેસાણામાં મુખ્ય શિક્ષક તરીકે ભગવાનદાસ મીઠાભાઈ હતા તે દક્ષિણમાં । Iજુન્નેર ગયા અને સંસ્થામાં જગ્યા ખાલી પડી. મને મહેસાણામાં મુખ્ય શિક્ષક તરીકે રોકવામાં આવ્યો. ત્યારે I ત્યાં મેનેજર તરીકે દુર્લભદાસ કાલીદાસ હતા. અને કલાર્ક તરીકે ચીમનલાલ જેચંદ વિગેરે જેઓ હું વિદ્યાર્થી તરીકે આ સંસ્થામાં આવ્યો ત્યારે હતા તેઓ હતા. વિશેષમાં હું આ સંસ્થામાં વિદ્યાર્થી તરીકે રહેવા આવ્યો ત્યારે જે વિદ્યાર્થી હતા તેમાં હરગોવન સંપ્રીતચંદ, બુલાખીદાસ લલ્લુભાઈ વિગેરે પણ તે વખતે વિદ્યાર્થી તરીકે હતા. ભુરાલાલ કાલીદાસ, સોમચંદ ડી. શાહ વિગેરે વિદ્યાર્થીઓ મારા સમવયસ્ક હતા. આ ભણતા વિદ્યાર્થીઓમાં કોઈ ક્ષેત્રસમાસ, કોઈ કર્મગ્રંથ, તો કોઈ સંગ્રહણીનો અભ્યાસ કરતા હતા. હું જ્યારે ધાર્મિક પાઠ વિદ્યાર્થીઓને આપું ત્યારે મારી જોડે મેનેજર દુર્લભદાસભાઈ બેસતા. આ દુર્લભદાસભાઈ છ કર્મગ્રંથના અભ્યાસી હતા. હું વિદ્યાભવનમાં કર્મગ્રંથ વિગેરે ભણેલો. પણ મેં તેની ગાથાઓ કરેલી નિહ. આથી આ પાઠમાં ખૂબ મુશ્કેલી વર્તાવા લાગી. માસ્તર ભણ્યા નથી તેવી છાપ ન પડે તે માટે જે પાઠમાં દુર્લભદાસભાઈ મારી સાથે બેસતા તે પાઠની ગાથાઓ અને વિવરણ હું કંઠસ્થ કરી લેતો | Iઅને ઇજ્જત સાચવતો. આ બધું છતાં એક પ્રસંગ એવો બન્યો કે જેનાથી સંચાલકોને મારા ઉપરથી મન ઉતરી ગયું. એ પ્રસંગ એ હતો કે મહેસાણામાં દર ચૌદશે છોકરાઓ પૌષધ કરતા. હું પાટણમાં મોટી તિથિએ પોષધ કરતો. પણ ટેવ ન હોવાથી સૂત્રો પણ બરાબર ઉપસ્થિત ન હતાં. ચૌદશના દિવસે વિદ્યાર્થીઓ સાથે મેં પૌષધ કર્યો. પ્રતિક્રમણમાં સૂત્રોનો આદેશ જુદા જુદા ભાઈઓએ માંગ્યો, તેમાં મોટી શાંતિ કે અજિતશાંતિનો આદેશ ગામની પાઠશાળાના માસ્તર સોમાભાઈએ માંગ્યો. પણ કિશોરભાઈ બોલ્યા કે નવા માસ્તર મફતલાલભાઈ અજિતશાંતિ કે મોટી શાંતિ બોલે. મેં આદેશ સ્વીકાર્યો. હું તે સૂત્ર બોલ્યો પણ પાંચ છ ભૂલો [પડી. કિશોરભાઈને થયું કે આ માસ્તર કામ ના આવે. જેને પ્રતિક્રમણનાં સૂત્રો પણ આવડતાં નથી તે| છોકરાઓને શું ભણાવશે ? મને બોલાવ્યો. ખૂબ દુઃખ વ્યક્ત કર્યું. હું કંઇ ન બોલ્યો. પણ પછીની ચૌદશ | માટે સૂત્રોને પાકાં કરવા સાથે મોટા અતિચાર પણ ગોખી પાકા કર્યાં અને આદેશ માંગ્યો. કિશોરભાઈ બોલ્યા, અજિતશાંતિ-મોટીશાંતિમાં ભૂલો પડે છે તો અતિચારમાં કેટલી ભૂલો પડશે ? મેં કહ્યું ભૂલો નહિ પડે. બોલવા દો. હું અતિચાર બોલ્યો. એક પણ ભૂલ ન પડી. ગઈ ચૌદશની ભૂલ સુધરી ગઈ અને કિશોરભાઈને લાગ્યું કે ગયે વખતે માસ્તરની તબિયત બરાબર નહિ હોય. મહિના બે મહિના ત્યાં રહ્યા બાદ મેં મહેસાણા શુકલવાડામાં ઘર ભાડે રાખ્યું, અને ઘર માંડ્યું. પાટણથી ઘરવખરી વિગેરે લાવ્યા. વિદ્યાર્થીઓએ પણ તેમાં સારી મદદ કરી આ શુકલવાડામાં ઉત્તમ પારેખ સાથે સારો સંબંધ બંધાયો. અમે રહેતા હતા તે દરમ્યાન જ ઉત્તમ પારેખના બીજી કે ત્રીજી વારના લગ્ન ।થયાં. ઉત્તમ પારેખનો સંબંધ અમદાવાદ આવ્યા ત્યાં પણ ટકી રહ્યો. મહેસાણા પાઠશાળાના શિક્ષકકાળ દરમ્યાન મેં કર્મગ્રંથની ટીકાઓ, પંચસંગ્રહની ટીકાઓ વિગેરે ગ્રંથો વાંચ્યા. ભણાવતો હતો છતાં ભણવાની લગની હતી જેને લઈ મહેસાણામાં આવતા મુનિઓ પાસે સ્વયં વાંચેલા ગ્રંથોમાં સમજ ન પડે ત્યાં પૂછી સ્પષ્ટતા કરતો. અધ્યાપન : મહેસાણામાં [૩૫ Page #43 -------------------------------------------------------------------------- ________________ I મહેસાણા કેન્દ્રનું સ્થાન હોવાથી અમારી જ્ઞાતિના આસપાસનાં ગામડાંઓમાંથી મહેમાનોની વધુ | પડતી સંખ્યા રહેતી. જેને લઈ એ સમયે મને મહેસાણામાં રૂા. ૭૫ માસિક પગાર મળતો, પણ કાંઈ બચતું નહિ. આ બાજુ મારો નાનો ભાઈ મેટ્રિકમાં આવ્યો હતો અને તેના સગપણની પૂછપાછ શરૂ થઈ ગઈ હતી. મારા ઉપર અવરનવર દબાણો આવતાં. જે સગાઓ આજ સુધી કશી સગાઈ નહોતા રાખતા તે હવે સગાઈ રાખતા થયા હતા. અને મારી વતી કબુલાતનો દાવો કરવાની તૈયારી સુદ્ધાં રાખતા હતા. આમાં બોરીઆવી, |ઉનાવા, કમાણીથી તેનાં માંગાં આવ્યાં. મેં મારા નાનાભાઈ મણિલાલનું સગપણ કમાણાના તે વખતના સારા | |સુખી ગણાતા ગોકળશેઠને ત્યાં કર્યું. જે કમાણામાં આ મારો નાનો ભાઈ મારી માતા ગુજરી ગયા પછી ત્રીજી I ચોથી ગુજરાતી મારી માસીને ત્યાં રહી ભણ્યો હતો, તે જ ગામના આ સમૃદ્ધ ગૃહસ્થ હતા. આ સગપણ કર્યા પછી મને લાગ્યું કે ભાઈના લગ્ન કરવા હશે તો પૈસા બચાવવા પડશે અને મહેસાણામાં રહી કંઈ પૈસો બચશે નહિ. હવે એવી પરિસ્થિતિ નથી કે કોઈ પૈસા આપી જાય. આથી |મહેસાણા છોડી પાલીતાણા બ્રહ્મચર્યાશ્રમમાં જોડાવા વિચાર કર્યો અને પૂજ્ય હરિસાગરજી મહારાજ દ્વારા ત્યાં | જવાનું કર્યું. ઘણી હાનાકાની પછી મેં મહેસાણા છોડ્યું. ઘરનાંને પાટણ મોકલ્યાં. અને પાલીતાણા પૈસા બચાવવા ખાતર એકલા રહેવાનું પસંદ કર્યું. વિદ્યાભવનના સંસ્કાર હતા તે મુજબ મેં મહેસાણા પાઠશાળાના વિદ્યાર્થીઓમાં રશ્મિ નામનું હસ્તલેખિત માસિક શરૂ કરાવ્યું હતું. આમાં વિદ્યાર્થીઓ સાથે મેં પણ લેખો લખ્યા. મને યાદ છે તે મુજબ તેના પહેલા પાનામાં ‘અનુગ્રહં કુરુ બાલક નેમિ હે' આ પ્રમાણેની સંસ્કૃતમાં |મેં સ્તુતિ લખી હતી. મહેસાણા છોડતાં વિદ્યાર્થીઓનો સારો પ્રેમ પ્રાપ્ત કર્યો હતો. જો કે છેલ્લા વર્ષમાં |અભ્યાસ કરતા મોટા ભાગના વિદ્યાર્થીઓ મારા સમવયસ્ક હતા. ૨૬. પુનઃ પાલીતાણામાં પાલીતાણા જિનદત્તસૂરિ બ્રહ્મચર્યાશ્રમ ખરતર ગચ્છના આગેવાન પ્રેમકરણ મરોઠી સંભાળતા હતા. અંતે મોટે ભોગે પાલીતાણા મોતી સુખીયાની ધર્મશાળામાં રહેતા હતા. પાલીતાણામાં માધવલાલ બાબુની |ધર્મશાળાનું દેરાસર, દાદાવાડી વિગેરે ખરતરગચ્છનાં સ્થાનોની તે ખાસ સંભાળ રાખતા હતા. આ સંસ્થા | કરવા પાછળ તેમનો ઉદ્દેશ ગરીબ અને નિરાશ્રિત વિદ્યાર્થીઓ મળે તો તેમને ભણાવી સાધુ બનાવવાનો હતો. હું આ સંસ્થામાં આવ્યો ત્યારે ચાર વિદ્યાર્થીઓ તો અનાથાશ્રમના હતા. જેમનાં નામ આત્મારામ, જશવંતલાલ વિગેરે હતાં અને બીજા વિદ્યાર્થીઓમાં કોઈ કચ્છના ને કોઈ પાલીતાણાની આસપાસના ગરીબ વિદ્યાર્થીઓ હતા. કુલ વિદ્યાર્થીની સંખ્યા ૧૧ હતી. તેમાં આજના હરજીવન માસ્તર અને પૂ. મુનિશ્રી જનકવિજ્યજી જેમનું નામ મોહનલાલ હતું તે પણ હતા. આ વિદ્યાર્થીઓને સંસ્કૃત, ધાર્મિક અભ્યાસ | Iકરાવવામાં આવતો. સાથે ઇંગ્લીશ અને નામા માટે બહારના શિક્ષકોને મહિનામાં ચાર દિવસ પૂરતા રોકવામાં I Iઆવતા. વિદ્યાર્થીઓને રહેવાની, ખાવા-પીવાની પૂરી સગવડ આપવામાં આવતી. વિદ્યાર્થીઓ મોટે ભાગે ફ્રી હતા. હું પાલીતાણા બ્રહ્મચર્યાશ્રમમાં શિક્ષક તરીકે આવ્યો ત્યારે એવો નિર્ણય કર્યો હતો કે મારે એકલા Iરહેવું અને કુદરતે સગવડ આપી છે તો બનતું ધર્મધ્યાન કરવું. આથી તે વખતે પન્નાલાલ બાબુની ધર્મશાળામાં [મારાં સંસ્મરણો યાને ૫૦ વર્ષની જૈન શાસનની આછી રૂપરેખા ૩૬] Page #44 -------------------------------------------------------------------------- ________________ બિરાજતા પૂ. પન્યાસ ભક્તિ વિજ્યજી મહારાજ (પાછળથી ભદ્રસૂરિમહારાજ) તથા મુનિશ્રી ચરણવિજ્યજી | મહારાજ ચોમાસું બિરાજતા હતા તેમને ત્યાં પ્રતિક્રમણ વિગેરે હું કરવા જતો અને તળેટીએ રોજ જવાનું ! રાખતો. પૂ. મુનિ ભગવંતોના વધુ પડતા સંપર્કથી મારી સાથે વિદ્યાર્થીઓ પણ તે મુનિ ભગવંતો પાસે; આવવા લાગ્યા. આ વાત તે આશ્રમમાં બિરાજતા ખરતરગચ્છના વૃદ્ધ સાધુને અને પ્રેમકરણ મરોઠીને ગમી | નિહિ. તેમણે મને કહ્યું, આ સંસ્થા ખરતર ગચ્છની છે અને સંસ્થાનો ઉદ્દેશ વિદ્યાર્થીઓને ખરતરગચ્છમાં I સંયમમાર્ગે વાળવાનો છે. માટે તમારી સાથે આવતા વિદ્યાર્થીઓને અટકાવવા જોઈએ. વિદ્યાર્થીઓને આની! જાણ કરી પણ વિદ્યાર્થીઓ અટક્યા નહિ. - આથી પ્રેમકરણ મરોડીને એમ લાગ્યું કે આ શિક્ષક વિદ્યાર્થીઓને ધીમે ધીમે તપગચ્છ તરફ દોરી | 1જશે. આ મતભેદથી મારે આ સંસ્થામાંથી છૂટા થવું પડ્યું. હું છૂટો થયો તે સાથે જ કેટલાક વિદ્યાર્થીઓ પણ! 'મારી સાથે સંસ્થામાંથી નીકળી ગયા. આથી પ્રેમકરણ મરોઠી સાથે ઘર્ષણ થયું. નીકળી ગયેલા વિદ્યાર્થીઓ! માટે તે વખતે બાબુ બિલ્ડિંગમાં રહેવાની અને ભણવાની વ્યવસ્થા કરી. આ કાર્યમાં મને પનાલાલ બાબુની ધર્મશાળામાં બિરાજતા સાધુઓ અને બીજા સાધુઓનો ટેકો મળ્યો. તેઓએ કહ્યું, આપણે નવી સંસ્થા ઊભી | કિરીએ, તમે ગભરાવ નહિ. આ વાત ચાલતી હતી તેવામાં પાટણમાં રહેતા પંડિતશ્રી વીરચંદભાઈ મેઘજીભાઈI પાલીતાણા યાત્રાર્થે આવેલા તે મળ્યા. તે મારા પાટણના અભ્યાસકાળ દરમ્યાનના લઘુવૃત્તિ ભણાવનાર ગુરુI હતા. તેમણે કહ્યું, મફતલાલ ! તમારી નાની ઉંમર છે. સાધુઓ ગમે તે કરે. તમે આમાંથી છૂટી જાવ અને ગમે ત્યાં શિક્ષક તરીકે જોડાઈ જાવ. પાલીતાણા ધર્માદું ગામ છે. તમારી આખી જીંદગી બગડી જશે. તમારી પાસે રહેલા છોકરાઓને સમજાવીને બ્રહ્મચર્યાશ્રમમાં સોંપી દો અને કામે લાગી જાવ. નવી સંસ્થાનો કશો iવિચાર કરશો નહિ. ! આ તેમની સલાહ જો કે મને તે વખતે રૂચી નહિ. પણ મારી પાસે આવેલા વિદ્યાર્થીમાંથી ચુડાનો ! એક જયંતિલાલ નામનો વિદ્યાર્થી ઓછો થયો અને તે દર્શનસૂરિ મહારાજ સાથે ગયો છે તે સમાચાર મળતાં વીરચંદભાઈની સલાહ રૂચી. મેં મારી સાથે રહેલા ડીસા રાજપુરના વતની મણીલાલને સિહોર દર્શનસૂરિ jમહારાજ પાસે જયંતિલાલની ભાળ કરવા મોકલ્યો. ત્યારે ખબર પડી કે તે તેની માતા પાસે ચુડા ગયો છે. i મારો મોકલેલ માણસ મણિલાલ ચુડા ગયો અને યંતિલાલની માતાને કહ્યું કે “આ તમારો દીકરો તમને, સિોંપ્યો.' તે મહારાજ પાસે દીક્ષા લે કે તમારી પાસે રહે તે અમારી જવાબદારી નથી. આ પછી મણિલાલી પાલીતાણા પાછો આવ્યો અને મેં નિર્ણય કર્યો કે જે છોકરા બ્રહ્મચર્યાશ્રમમાં રહેવા માગતા હોય તેમને બ્રહ્મચર્યાશ્રમમાં સોંપી દેવા અને જે ન રહેવા માંગતા હોય તેમને મહેસાણા પાઠશાળામાં જોડી દેવા અને મારે ; આ લપમાંથી છૂટા થઈ જવું. એ મુજબ હરજીવનદાસ અને મોહનલાલ વિગેરેને મહેસાણામાં દાખલ કરાવ્યા. T આ સમય દરમ્યાન બપોરના વખતે હું યાત્રા કરી તળેટીમાં ભાતું વાપરી બાંકડા ઉપર બેઠો હતો તે વખતે અમદાવાદના શેઠ માયાભાઈ સાંકળચંદ મારી જોડે બેઠા હતા. વાતવાતમાં બ્રહ્મચર્યાશ્રમ વિગેરેની! વાત નીકળી. તેમણે કહ્યું, તમે અમદાવાદ આવી જાવ, હું તમને મારાથી બનતી મદદ કરીશ. અમદાવાદમાં ; iતમારી બધી વ્યવસ્થા થઈ જશે. મેં તેમનું સરનામું લીધું અને અમદાવાદ જવાનો વિચાર કર્યો. II II ========= પુનઃ પાલીતાણામાં || || 8 | | | Page #45 -------------------------------------------------------------------------- ________________ - | આ દરમ્યાન પૂ. આચાર્ય સાગરાનંદસૂરિજી મહારાજ મને પાલીતાણામાં મળ્યા. તેમણે મને ખરતર Tગચ્છની આ રીતરસમથી છેડાઈ કહ્યું, તું મક્કમ થા. અહીં આપણે સંસ્થા કરીશું અને ખરતરગચ્છવાળાનેT તમાં અમદાવાદ આવ્યો. શરૂઆતમાં પ્રથમ પંડિત! ભગવાનદાસભાઈને વિદ્યાર્થી ભુવનમાં મળ્યો. ત્યારબાદ પૂ. આચાર્ય નેમિસૂરિજી મહારાજને મળ્યો. નેમિસૂરિજી મહારાજે પણ મને કહ્યું કે જે સલાહ પંડિત વીરચંદભાઈએ આપી એ બરાબર છે. ધંધે લાગી જાવ તે જ સારું છે. હું નિશ્ચિત બન્યો અને અમદાવાદમાં શેઠ માયાભાઈ સાંકળચંદની મદદથી સૌ પ્રથમ બાલાભાઈ કકલની | પાઠશાળામાં (જે મહાવીર સ્વામીના દેરાસર પાસે આવેલી તેમાં) ત્રણ કલાકના રૂ. ૨૫ ના પગાર લેખે સૌT Jપ્રથમ નોકરીએ રહ્યો. : પાલીતાણાના વસવાટ દરમ્યાન જૈન શ્વેતાંબર એજ્યુકેશન બોર્ડ તરફથી લેવાતી પરીક્ષામાં મેં પ્રમાણનયતત્તાલોકાલંકારની પરીક્ષા આપી હતી. ૨૭. અમદાવાદમાં અમદાવાદમાં શરૂઆતમાં દોશીવાડાની પોળ-મામાની પોળમાં થોડો વખત એક મકાન રાખી એકલો | રહ્યો અને ત્યારબાદ હાજા પટેલની પોળ, પાછીયાની પોળમાં સાકરચંદના મકાનમાં ઘર સાથે રહ્યા. આ! દરમ્યાન મારા નાનાભાઈનું લગ્ન થયું. તેમાં મને ખાસ મુશ્કેલી પડી નહિ. કેમકે મારી પત્નીના દાગીના અને છાબનો બધો સામાન ભાઈના લગ્નમાં મૂક્યો હતો. જાનમાં જવા આવવાના ખર્ચ માટેની રકમ jપાલીતાણાની નોકરી દરમ્યાન બચી હતી તેથી કોઈનું દેવું કરવાની જરૂર પડી નહોતી. પાછીયાની પોળના વસવાટ દરમિયાન મારી પાસે મહોદય સાગરજી મહારાજ, અને બ્રહ્મચર્યાશ્રમમાંથી છૂટા થયેલ મોહનલાલે થોડો વખત મહેસાણા રહી પૂ. આચાર્ય ભદ્રસૂરિજી મહારાજ પાસે દીક્ષા લીધી હતી jઅને જેમનું નામ જનકવિજયજી હતું, તે બન્ને લઘુવૃત્તિ ભણતા હતા. પૂ. ભદ્રસૂરિમહારાજ હાજા પટેલની નું પોળના પગથિયાના ઉપાશ્રયે હતા અને મહોદયસાગરજી મહારાજ જહાંપનાહ-ઝાપડાની પોળના ઉપાશ્રયે | હતા. તે દરમ્યાન ક્ષેમકરસાગરજી મહારાજની દીક્ષાનો પ્રસંગ આવ્યો. આ મહારાજ કપડવંજના વતની અનેT પૂ. સાગરજી મહારાજના કુટુંબી હતા. તે સાગરજી મહારાજના સમુદાયના બુદ્ધિસાગરજીને ઘડા વિગેરે આપવા આવ્યા હતા. તેમને મહારાજશ્રીએ ઉપદેશ આપ્યો અને તેમણે ઘેર પૂછડ્યા વિના સંમતિ લીધા વિના : ઈ લીધી. આ વાતની ખબર તેમના કુટુંબને પડતા તેમનાં પત્ની વિગેરે રોકકળ કરતાં અમદાવાદ |આવ્યા. સવારનો પહોર હતો. હું ઝાપડાની પોળ ત્રીજે માળે પૂ. ધર્મસાગરજી મહારાજને ભણાવતો હતો. તે વખતે ક્ષેમકરસાગરજીનાં પત્નીએ છ મહિનાની નાની બાલિકાને ધર્મસાગરજી મહારાજના ખોળામાં ફેંકી. એકદમ તેઓ ઊભા થઈ ગયા, અને હોહા મચી ગઈ.સાગરજી મહારાજે તે દિવસે ઉપવાસ કર્યો. Iક્ષેમકરસાગરના પત્નીએ રોકકળ, છાજીયા વિગેરે ખૂબ ધમાલ કરી. આથી પોળના મુખ્ય માણસોએ નક્કી Iકર્યું કે આ દીક્ષિત થનાર ક્ષેમકરસાગરને મહારાજ તરફથી દીક્ષા માટે એક કલાક સમજાવવામાં આવે અને | એક કલાક એમના કુટુંબીઓ તરફથી પાછા ઘેર લઈ જવા માટે સમજાવવામાં આવે. આ બન્નેના પ્રયત્ન પછી [૮] =============================== મારાં સંસ્મરણો યાને ૫૦ વર્ષની જૈન શાસનની આછી રૂપરેખા - - - - - - - - - - - - - - - - - | Page #46 -------------------------------------------------------------------------- ________________ |ક્ષેમંકરસાગર કહે કે મારે દીક્ષામાં સ્થિર થવું છે તો કુટુંબીઓએ કોઈપણ જાતનો કકળાટ કર્યા વિના સંમતિ |આપવી અને જો ક્ષેમંકરસાગરજીનું મન કુટુંબની વિનવણીથી ઘેર જવાનું થાય તો તેને સાધુ મહારાજોએ | આગ્રહ કર્યા વિના રજા આપવી. પૂ. સાગરજી મહારાજે નવદીક્ષિતને સ્થિર કરવા શાહપુર મંગળપારેખના ખાંચે બિરાજતા પંન્યાસ İભક્તિવિજ્યજી (સમીવાળા) મહારાજને બોલાવ્યા. તેમણે ક્ષેમંકરસાગરજીને સજઝાય, સ્તવન વિગેરેથી |સાધુપણામાં સ્થિર રહેવા વૈરાગ્યવાસિત ઉપદેશ આપ્યો. અને તેમના કુટુંબીઓએ કુટુંબની પરિસ્થિતિ, બાળકોની નિરાધારતા વિગેરે દ્વારા ઘેર આવવા સમજાવ્યું. આ બન્નેના પ્રયત્નો બાદ ક્ષેમંકરસાગરજીને પોળના આગેવાનોએ પૂછ્યું : મહારાજ ! બોલો, ઘેર |જવું છે કે દીક્ષામાં રહેવું છે ? મહારાજે કહ્યું, મેં દીક્ષા લીધી છે અને કોઈ પણ સંજોગોએ હું તે પાળવા Iઇચ્છું છું. ઘેર જવા માંગતો નથી. નિર્ણય મુજબ કુટુંબે અનુમતિ આપી કપડવંજ વિદાય થયું. મેં સાગરજી મહારાજને કહ્યું, મહારાજ ! બાઈએ છોકરીને ફેંકી તે મરી ગઈ હોત તો જૈન જૈનેતર બધા જૈન-શાસનની અવહેલના કરત. આવી જાહેર દીક્ષા કરતાં તો ખાનગી દીક્ષા શું ખોટી ? વધુમાં મેં કહ્યું કે આ બાઈ જ્યારે રોકકળ કરતી હતી ત્યારે મહોદય સાગરજીની આંખમાં પણ આંસુ હતાં. માટે દીક્ષા આપવાની જાહેર |નીતિમાં વિચાર કરવો જોઈએ. જેમાં કુટુંબની પૂરી સંમતિ હોય અને પાછળ રોકકળ થાય તેમ ન હોય તેને |જ જાહેર દીક્ષા આપવી જોઈએ. જેને માટે સંમતિની કચાશ હોય તેને માટે દીક્ષિત થનારને પરિપક્વ કરી | કુટુંબને મનાવી લેવાની શક્યતા દેખી ખાનગીમાં દીક્ષા આપવી વધુ હિતકર લાગે છે. મહારાજશ્રી મૌન | રહ્યા હતા. ૨૮. અમદાવાદમાં સ્થિર જીવન હાજાપટેલની પોળ, પાછીયાની પોળ પછી હું ઝવેરીવાડ પટણીની ખડકીમાં રહેવા ગયો, જે મકાન આણંજી કલ્યાણજીની પેઢીની પાસે હતું. અહીંના વસવાટ દરમ્યાન નજીકમાં વાયદા રૂ બજા૨ના ભાઈ ૨હેતા હતા તેમના સંસર્ગથી હું વાયદાના ધંધામાં - સટ્ટાના ધંધામાં રસ લેતો થયો. શરૂઆતમાં આ સટ્ટાનો ધંધો | |રૂ બજારનો હતો. પણ પછી શેર બજારના ધંધામાં પડ્યો. આમ મારી બાવીસ વર્ષની ઉંમરથી જે સટ્ટાનો નાદ લાગ્યો તે આજ સુધી છૂટ્યો નથી. આ સટ્ટાના ધંધામાં એંકદરે ગાયને દોહી કુતરીને પાવા જેવું બન્યું છે. વહેલી સવારથી રાત સુધી ભણાવવાની મહેનત કરી જે કાંઈ કમાતા તે સટ્ટામાં ગુમાવતા. પૈસાની પૂરી મુશ્કેલી અને દલાલને કોઈ વખત પૈસા ન આપી શકવાના કારણે તકાદો થતો તે બધું સહન કરવા છતાં |સટ્ટાનો નાદ છેક સુધી છૂટ્યો નહિ. અહીં રહેતો હતો તે દરમ્યાન હું રંજનશ્રીજી મહારાજ વિગેરે નાની બાર સાધ્વીઓ વિદ્યાશાળાએ યોગોહન માટે જતાં તે નિહાળો. તેમજ આ વસવાટ દરમ્યાન પાટીયાના ઉપાશ્રયે સાધ્વી શ્રી લક્ષ્મીશ્રીજી, સાધ્વીશ્રી યાશ્રીજી વિગેરે મારી પાસે કિરાતાર્જુનીય ભણતાં. પહેલેથી જ મને વાંચવાનો શોખ હતો. તેમાંય ખાસ કરીને જે ગ્રંથ ભણ્યા ન હોઈએ તે ગ્રંથ મહેનત કરી ભણાવવાનો શોખ હતો. મારો અભ્યાસ જો વધ્યો હોય તો તેનું મુખ્ય કારણ હું સાધુ- સાધ્વીજીને અમદાવાદમાં સ્થિર જીવન] [૩૯ Page #47 -------------------------------------------------------------------------- ________________ જે ગ્રંથ હું ન ભણ્યો હોય તે ભણાવવાનો આગ્રહ રાખતો અને તે માટે ઘર સપ્ત પરિશ્રમ કરતો. આ લક્ષ્મીશ્રીજી વિગેરે સાધ્વીઓને હું કિરાતાર્જુનીય ભણાવતો હતો અને ત્યાર બાદ પંચાશક અને ષોડશક ભણાવતો હતો. આ બન્ને ગ્રંથો કઠિન હોવા છતાં હું ઘેર પૂરી મહેનત કરતો. i આ મકાનમાં ચાર છ મહિના રહ્યા બાદ પતાસાપોળ ભઠ્ઠીની બારીએ લક્ષ્મીચંદ ગગલદાસનાનું મકાનમાં હું રહેવા ગયો. આ મકાનમાં હું દોઢેક વર્ષ રહ્યો.- -- --- સંવત ૧૯૮૪ના વૈશાખસુદ ૧૧ ના લગ્ન પછી ૮૪નું ચોમાસું રાધનપુરમાં, અને ત્યાર બાદ વિક્રમ સંવત ૧૯૮૫ના શિયાળો, ઉનાળો રાજકોટ અને લીંચમાં, અને ૧૯૮૫નું ચોમાસું પાલીતાણામાં મહેસાણાની ; સૂક્ષ્મબોધક પાઠશાળામાં, અને ૧૯૮૬ મહેસાણા અને બ્રહ્મચર્યાશ્રમમાં પસાર કરી, ૧૯૮૭ના પોષ કે મહા | મહિનામાં હું અમદાવાદ આવ્યો. આ અમદાવાદમાં ૧૯૮૭ ને ૧૯૮૮ના મહા આસપાસમાં પાછીયાની! |પોળ અને ઝવેરીવાડ પટણીની ખડકીના ઘરમાં રહેવાનું થયું. ત્યારબાદ ભઠ્ઠીની બારીના મકાનમાં આવ્યો. અહિં બે થી અઢી વર્ષનો ગાળો કાઢ્યો. વિક્રમ સંવત ૯૧ સુધી આ મકાનમાં રહ્યો. ૧૯૯૧ પછી વિ. સં.! ૧૯૯૨ નાગજીભુદરની પાળે નવાબના ખાંચે, વિ.સં. ૯૪માં ભઠ્ઠીની બારીમાં બુધાલાલ ત્રીકમલાલના મકાનમાં, પછી ૧૯૯૫ થી ૨૦૧૮ની સાલ સુધી ખેતરપાળની પોળના મકાનમાં અને ત્યારબાદ વિક્રમ સંવત ૨૦૧૮ના આસો મહિનાથી આજ સુધી ૪, સિદ્ધાર્થ સોસાયટી, પાલડી અમદાવાદમાં વસવાટ ચાલુ છે.] ૨૯. ગ્રંથ પ્રકાશનનો આરંભ ઝવેરીવાડ, પટ્ટણીની ખડકીમાં હું રહેતો હતો તે દરમ્યાન સાધુ-સાધ્વીને ભણાવવા ઉપરાંત રૂાં બજારના સટ્ટાના નાદે ચઢયો હતો. અને એ નાદમાં પૈસા ખોતાં અને મુશ્કેલી પડતાં આપોઆપ રૂ બજારથી! હું અટક્યો અને આ દરમ્યાન ગ્રંથ પ્રકાશનનું કામ શરૂ કર્યું. 1 સૌ પહેલાં પ્રમાણ નયતત્ત્વ લોકાલંકાર નું ભાષાંતર શરૂ કર્યું. આ ભાષાંતર પૂ. પ્રેમસૂરિ મહારાજના સમુદાયના મુનિરાજ મનહર વિજયજીને ભણાવવામાંથી શરૂ થયું. તે મારી પાસે શાહપુર મંગળ પારેખના, lખાંચાના ઉપાશ્રયે ભણતા હતા. તેમની પ્રેરણાથી પાંચ પરિચ્છેદ સુધીનું મેં ભાષાંતર કર્યું. પરિશ્રમી સ્વભાવ હોવાના કારણે રત્નાકરાવતારિકા અવલોકી અને તેમાં આવતાં વાદ સ્થળોનો અભ્યાસ કર્યો. તે ઉપરાંત ચોથા પરિચ્છેદમાં આવતા જુદા જુદા હેતુઓને આ પ્રમાણનયતત્ત્વ લોકાલંકારની jટિપ્પણીમાં દાખલ કર્યા. યાદ્વાદમંજરી, પદર્શનસમુચ્ચય, તર્કસંગ્રહ વિગેરે ગ્રંથોનો અભ્યાસ પણ પટ્ટણીની ખડકીના વસવાટ દરમ્યાન કર્યો. બાલાભાઈ કક્કલની પાઠશાળા ઉપરાંત તિલકશ્રીજી મહારાજના ઉપદેશથી વિદ્યાશાળાએ ભણાવવાની! શરૂઆત થઈ. તે એ રીતે થઈ કે વચ્ચે હીરાભાઈ પંડિત બહારગામ જવાથી તેમના પાઠો મને સોંપવામાં! યા. આ પાઠો મેં સુરજમલના ડહેલાના એક મકાનની પાઠશાળામાં લીધા. તે વખતે મારી પાસે રંજનશ્રીજી! મહારાજ, પ્રભાશ્રીજી મહારાજ, હેતશ્રીજી મહારાજ (નગરવાલા) અને ગુણશ્રીજી વિગેરે ભણતાં હતાં. તે બધાને હું હરિભદ્રીય આવશ્યક ભણાવતો હતો. જો કે આનો અભ્યાસ મેં કર્યો ન હતો, છતાં સખત =============================== ( [મારાં સંસ્મરણો યાને ૫૦ વર્ષની જૈન શાસનની આછી રૂપરેખા Page #48 -------------------------------------------------------------------------- ________________ પરિશ્રમથી ગ્રંથ બેસાડતો, અને ન સમજાય તેવું હોય તે બીજા વિદ્વાન સાધુને પૂછીને લેતો. આના પરિણામેT તિલકશ્રીજી મહારાજ દ્વારા વિદ્યાશાળાની નોકરી મળી. આ વિદ્યાશાળામાં હું ત્રણ કલાક ભણાવતો અને મને તે પેટે રૂપિયા પાંત્રીસ (૩૫/-) પગાર; આપવામાં આવતો. આ પગાર મારે માકુભાઈ શેઠના બંગલેથી લઈ આવવાનો રહેતો. આ પછી મારી સાથે | અંબાલાલ પ્રેમચંદ પંડિતને પણ રાખવામાં આવ્યા. તેનો પગાર ત્રણ કલાકના રૂપિયા પચીસ (૨૫/-) હતો. Jતે શરૂઆતમાં પાંજરાપોળ સાધ્વીજીના ઉપાશ્રયે ભણાવતા અને પછી શાંતિસાગરના ઉપાશ્રયે બેસતા. ! વિ.સં. ૧૯૮૭-૮૮ ના ગાળામાં મેં અભ્યાસ સંબંધી ખૂબ જ પરિશ્રમ કર્યો. વિદ્યાશાળામાં બેઠા ; પછી પૂ. આ. પ્રેમસૂરિજી, પન્યાસ જમ્બવિજયજી અને ક્ષમાભદ્રવિજ્યજી મહારાજનો સવિશેષ પરિચય થતાંj જમ્બવિજયજી મહારાજ તરફથી પંચનિર્ચથી પ્રકરણ ભાષાંતર સાથે લખવાનું કામ મને સોંપવામાં આવ્યું. આ| પુસ્તકનું પ્રકાશન છાણીવાળા નગીનદાસ ગરબડદાસની આર્થિક સહાયથી થયું. સૌ પ્રથમ પ્રમાણનયતત્વ લોકાલંકારનો અનુવાદ લખ્યો. અને બીજા પુસ્તક તરીકે પંચ નિગ્રંથી ; પ્રકરણનો અનુવાદ કર્યો. આ બંને પુસ્તકો વિ.સં. ૧૯૯૦ના મુનિ સંમેલન પહેલાં લખાયાં છે, અને તેj વખતે મારી ઉંમર બાવીસ-ત્રેવીસ વર્ષની હતી. આ દરમ્યાન પૂ. પન્યાસ ધર્મવિજયજી મહારાજ ડહેલાવાળાના કહેવાથી તેમના ભંડારની હસ્તલિખિત પ્રતોનું હું લિસ્ટ તૈયાર કરતો અને તે લિસ્ટમાં ગ્રંથની પુષ્પિકા વિગેરે અને કર્તા તથા લેખનકાર વિગેરે નોંધતો. આને લઈ મને હસ્તલિખિત પ્રતોનો વાંચવાનો મહાવરો પડ્યો. ૩૦. પૂ. ધર્મવિજયજીના પ્રસંગો પન્યાસ ધર્મવિજ્યજી મહારાજ ખૂબ જ નિસ્પૃહ અને પ્રભુભક્તિમાં મસ્ત રહેનાર મહાત્મા હતા. તેઓ અષ્ટાપદના દેરાસર જાય ત્યારે કલાકોના કલાકો તેમાં વિતાવે. મને એક પ્રસંગ યાદ છે કે બપોરનો સમય હતો. તે વખતે ડહેલાના ઉપાશ્રયના વહીવટદાર મંગળભાઈ શેઠને ત્યાંથી તેમનાં પત્ની બે-ત્રણ બેનો સાથે વંદન કરવા આવ્યાં. ત્યારે મહારાજે તેમને કહી ; iદીધેલું કે તમે હેઠા ઊતરી જાવ, વ્યાખ્યાન વખતે આવજો. બીજો પ્રસંગ કસ્તુરભાઈ શેઠના કાકા જગાભાઈ મહારાજ પાસે આવેલા. તેમની આર્થિક સ્થિતિ! કથળી હોવાથી મહારાજને કહ્યું કે મને કાંઇક ગણવાનું આપો. મહારાજશ્રીએ એક નાની લિખિત પ્રત આપી! અને એમાંથી ગણવાનું કહ્યું. જગાભાઈએ તે પ્રત સાચવીને કોટના અંદરના ગજવામાં મૂકી. આ જોઈ, iમહારાજને લાગ્યું કે આને ગ્રંથ ઉપર આદર નથી. એટલે ઊભા થતા શેઠને થોભાવી પ્રત પાછી માગી લીધી i અને કહ્યું કે તમે યોગ્ય નથી. પ્રત કેમ રખાય તે તમને આવડતું નથી અને તેની પ્રત્યે તમને આદરભાવી નથી. શેઠ વિલખા પડ્યા. મારે ઘેર આવ્યા. કહ્યું કે મને ખબર નહીં. તમે મહારાજને સમજાવો મને ગણવાનું! આપે. મેં મહારાજને વિનંતી કરી. ખૂબ ખૂબ કરગરી કહ્યું ત્યારે તેમણે તે પ્રત તેમને આપી. ત્રીજો પ્રસંગ : આજના નૂતન મિલ વાળા જગાભાઈ ભોગીલાલ અને તેમનું કુટુંબ મહારાજશ્રીનું Tખૂબ ભક્ત હતું. જગાભાઈ શેઠ કસ્તુરભાઈ શેઠના બનેવી થાય. તે શેર બજારનો ધંધો કરતા હતા. શેઠેT == ============= ==== ======= ====== પૂ. ધર્મવિજયજીના પ્રસંગો] –––––––– II ૪િ૧ – T Page #49 -------------------------------------------------------------------------- ________________ /પોતાની બેનોને સારા ધંધે લગાડવાના આશયે તેમણે જગાભાઈને શેરબજારમાંથી બદલી મિલ તરફ વાળવા | પ્રયત્ન કર્યો. તેમને નૂતન મિલ કરી આપવાનું નક્કી કર્યું. આ મિલનું મુહૂર્ત હતું ત્યારે જગાભાઈ અને તેમના ભાઈઓ કાંતિભાઈ, શાંતિભાઈ અને પાંતિભાઈ મહારાજ પાસે આશીર્વાદ લેવા, વાસક્ષેપ નખાવવા ગયા ત્યારે તેમણે કહ્યું કે ‘ધંધો અને પૈસા ઓછા હતા તે તમે ભૂંગળે ભવાઈ કરવા મિલનો ધંધો કરી પાપ વેપારમાં જોડાઓ છો ? પાપ વેપારમાં મારા આર્શીવાદ હોય નહીં.' આમ તે સ્પષ્ટબોલા અને નિસ્પૃહ મહાત્મા હતા. નગીનદાસ શેઠના સંઘ વખતમાં તેમના મુખ્ય શિષ્ય સુરેન્દ્રવિજ્યજી મહારાજનો પરિચય પણ હું Iતે વખતે ગાઢ થયો. અને હું મહારાજના લિસ્ટ ઉપરાંત તેમને પણ ભણાવતો હતો. આ સુરેન્દ્રવિજ્યજી પાછળથી સુરેન્દ્ર સૂરિજી થયા. તે ખૂબ ભદ્રિક મહાત્મા હતા. તેમની સાથે મારો સંબંધ મિત્ર સંબંધ જેવો હતો.જયારે જ્યારે હું તેમને મળ્યો ત્યારે ત્યારે તેઓ કલાકો સુધી મારી સાથે દિલથી વાત કરતા. ૩૧. પ્રેસલાઈનમાં ભઠ્ઠીની બારીના લક્ષ્મીચંદ ગગલદાસના મકાનમાં બે વર્ષના વસવાટ દરમ્યાન સમ્ર વ્યસન કથા સમુચ્ચય, કલ્પદીપિકા, કલ્પપ્રદીપિકા, આ ગ્રંથોનું હસ્તલિખિત પ્રત ઉપરથી પ્રેસ કોપી કરી મુદ્રણ કરવાનું અને ગ્રંથ પ્રકાશન કરવાનું કામ શરૂ કર્યું. તેમજ પંચનિગ્રંથી પ્રકરણ તથા પ્રમાણનયતત્ત્વાલોકાલંકાર. આ બે ગ્રંથનું સવિસ્તર ભાષાંતર કર્યું. આ પ્રેસમાં આ ગ્રંથો ઉપરાંત થોડું બહારનું પણ કામ કરવા માંડેલું. । ખરી રીતે આજ સુધી ભણવા-ભણાવવાનો જ માત્ર રસ હતો તેને બદલે હવે હસ્તલિખિત પ્રતો વાંચવાનો મહાવરો કેળવ્યો અને સંશોધન કરી ગ્રંથ છપાવવાનું, પ્રૂફ સુધારવાનું અને ભાષાંતર વિગેરે કરવાનું શરૂ કર્યું. આ વસવાટ દરમ્યાન ભણાવવાની સાથે પ્રેસમાં પુસ્તકો છપાવતા પ્રેસ કરવાનું મન થયું હું Iઅને વિક્રમ સંવત ૧૯૮૯માં રતનપોળ ગોલવાડમાં જૈન અભ્યુદય પ્રિન્ટિંગ પ્રેસ નામનો એક પ્રેસ એક | |કારીગરને ભાગમાં રાખી શરૂ કર્યો. આ પ્રેસ માટે શરૂઆતમાં અમદાવાદ ટાઈપ ફાઉન્ડ્રી દ્વારા રૂા. ૧૨૦૦માં | ચેન્ડર એન્ડ પ્રાઈઝનું નવું ટ્રેડલ મશીન લીધું. પ્રેસમાં સંસ્કૃત છપાવવાનું હોવાથી નિર્ણયસાગર ફાઉન્ડ્રીના સંસ્કૃત ટાઈપો વસાવ્યા અને ગુજરાતી ટાઈપો અમદાવાદ અને રાજનગર ટાઈપ ફાઉન્ડ્રીના વસાવ્યા. I આ પ્રેસ કરવાનું પ્રલોભન : પૂજ્ય આચાર્ય જંબુસૂરિ મહારાજ દ્વારા પંચસંગ્રહ, કમ્મપયડી વિગેરે | |ગ્રંથો ટીકા સહિત છપાવવાનું નક્કી થતાં અને તે કામ અમને છાપવા આપવાનું તેમણે નક્કી કર્યું એટલે અને મારા તૈયાર કરેલા ગ્રંથો પણ છપાવવાના હોવાથી બીજા પ્રેસ કરતાં અહીં વધુ સવલત રહેશે અને માર્જિન | મળશે તે બુદ્ધિએ આ પ્રેસ શરૂ કરેલ. I પરંતુ પ્રેસમાં ચાલતાં પુસ્તકો ઘણા ફર્માના મોટા અને તેનું પેમેન્ટ પુસ્તક પૂરાં થાય ત્યારે મળે તેમ | હોવાથી કારીગરોને પગાર ચુકવવામાં થોડી મુશ્કેલી પડવા માંડી. મહિનાની આખરે પગાર માટે જેની તેની I પાસે પૈસા માંગવાનું અને તે ન મળે તો કારીગરોને વાયદા કરવાનું થતું. પ્રેસ ચાલુ હતો ત્યારે પણ હું બાલાભાઈ કક્કલની પાઠશાળા અને જૈન શ્વેતાંબર બોર્ડીંગમાં ભણાવતો હતો. આ પ્રેસમાં વિક્રમ સંવત ૧૯૯૦ના મુનિ સંમેલનનો પટ્ટક છાપ્યો હતો. એટલે આ પ્રેસ વિક્રમ સંવત ૧૯૯૦ના આખર સુધી હતો. |પૈસાની મુશ્કેલીના કારણે વિ. સં. ૧૯૯૧ની શરૂઆતમાં આ પ્રેસ વેચી નાખ્યો અને અમારા ભાગીદાર | કારીગર પાસે જે પૈસા લેણા રહેતા હતા તેનું ખાતું પડાવી હું ભણાવવાના કામમાં વધુ મશગુલ બન્યો. ૪૨] [મારાં સંસ્મરણો યાને ૫૦ વર્ષની જૈન શાસનની આછી રૂપરેખા Page #50 -------------------------------------------------------------------------- ________________ | વિક્રમ સંવત ૧૯૯૦ના મુનિ સંમેલનમાં જે સાધુ-સાધ્વીજી મહારાજો પધાર્યા હતા તેમનું નામ, અભ્યાસ, દીક્ષાનો સમય ગૃહસ્થાશ્રમના નામ અને રહેઠાણ વિગેરેની વિગતો પૂર્વકનું મેં આખું લીસ્ટ તૈયારી કર્યું. આ કરવા પાછળ મારો હેતુ સમગ્ર સાધુ - સાધ્વીજી મહારાજનું વ્યવસ્થિત લીસ્ટ તૈયાર કરવાનું હતું.' પરંતુ આ કામ અમદાવાદમાં પધારેલા મહારાજોનું લીસ્ટ થયું, પરંતુ બહારગામ રહેલ સાધુ સાધ્વીજીનું લીસ્ટ jન થયું. આ લીસ્ટ ઘણોવખત સાચવી રાખ્યું પણ છેવટે તે ગેરવલ્લે ગયું. [ આ મુનિ સંમેલનના સમય દરમ્યાન મેં તથા મંગળદાસ માસ્તરે કમ્મપયડીનું ભાષાંતર કરેલું અનેT તે ભાષાંતર મલયગિરિ ટીકા તથા યશોવિજયજી મહારાજની ટીકાને સંકલિત કરીને છાપેલું. ૩૨. જીવનની ઘટમાળમાં | વિક્રમ સંવત ૧૯૯૦ ના મુનિ સંમેલન બાદ અને પ્રેસ કાઢી નાખ્યા બાદ હું ભણાવવાના કામમાં Hવધુ તલ્લીન બન્યો. સવારે સાડા ચારે ઉઠી પાંચ વાગે ડૉ. દિનકર દલાલને છ વાગ્યા સુધી ભણાવતો અને ત્યારબાદ છ થી સાડાસાત સુધી શ્વેતાંબર મૂર્તિપૂજક બોર્ડીંગમાં અને ત્યાંથી ચીમનલાલ નગીનદાસ બોર્ડીગમાં, ! અને વચ્ચે જૈન સોસાયટીમાં લાવણ્યશ્રીજી મહારાજને દસ વાગે ભણાવી ઘેર સાડા દશ પોણા અગિયારે . ' આવતો. અને ત્યારબાદ છ વાગ્યા સુધી સાધુ મહારાજોને ભણાવી, જમી રાત્રે સ્થાનકવાસી બોડીંગમાં ભણાવી શેઠ હીરાચંદ રતનચંદવાળા શેઠ ચીમનલાલ લાલભાઈને ત્યાં ભણાવી ઘેર દસ વાગે પહોંચતો. આમ આખો દિવસ ભણાવવાના કામમાં ગુંથાયેલ રહેતો. રવિવારના રજાના દિવસે જે ગ્રંથો છપાતા તેની પ્રેસ | Iકોપી લખવા વિગેરેનું કામ ચાલતું. આમ પરિશ્રમમય જીવન હતું. શેઠ ચીમનલાલ નગીનદાસની બોર્ડીંગમાં! Iભણાવવાનું શરૂ કર્યું ત્યારે મેં સાયકલ રાખેલી. આ સાયકલ ઉપર હરવા - ફરવાનું વિક્રમ સંવત ૨૦૦૪) સુધી રાખેલ. એકવખત સાયકલ પર ચડતા પગ ઉતરી ગયો ત્યારથી સાયકલ બંધ કરી દીધી. વિક્રમ સંવત ૨૦૦૪ પછી તો ભણાવવાનું પણ ધીમે ધીમે ઓછું કર્યું અને વિક્રમ સંવત ૨૦૦૪માં પ્રથમ નયન પ્રિન્ટિંગ | પ્રેસની શરૂઆત કરી. આ શરૂ કરવાનું મૂળ કારણ એ બન્યું કે પૂ. આચાર્ય સાગરાનંદસૂરિજી મહારાજ અને ! |રામચંદ્રસૂરિજી વચ્ચે તિથિચર્ચા અંગે લવાદ પી. એલ. વૈદ્યની નિમણૂક થઈ અને તેમાં શેઠ ભગુભાઈj સુતરીયા, શેઠ ગીરધરભાઈ અને ચીમનભાઈની પ્રેરણાથી મારે પાલીતાણા સાગરજી મહારાજ પાસે રહેવાનું ! નક્કી થયું. અને તે નક્કી થતાં મેં અમદાવાદની બધી નોકરીઓ છોડી દીધી. અને જે ગૃહસ્થો શ્રીયુત ! ગીરધરભાઈ અને મોહનભાઈ વિગેરેએ મને વચન આપેલું કે તમે નોકરી છોડી દો, અમે તમને મીલમાંથી સગાંસડીઓ અપાવી નોકરી કરતાં સારું કમાવી આપીશું. પણ તેમણે કંઈ ક્યું નહિ. પરંતુ સાગરજી મહારાજે મને સુરતમાં સ્થિર થવા માટે મહિને રૂ. ૩૦૦ ના પગારથી રાખી એક પાઠશાળા આનંદ પુસ્તકાલયમાં શરૂ કરી. પણ સુરતમાં મન ફાવ્યું નહિ. અને મહારાજશ્રીને કહ્યું કે આપ મારી ચિંતા કરશો નહિ. હું ભણેલો! માણસ છું એટલે મને અમદાવાદમાં નોકરી મળી જશે. સુરતમાં મને મચ્છરો વિગેરેના ત્રાસથી ફાવે તેમાં નથી. આ રીતે નોકરી છૂટી ગયા પછી અને પુસ્તકોનું કામ ચાલતું હોવાથી વિક્રમ સંવત ૨૦૦૪માં નયન, 'પ્રિન્ટિંગ પ્રેસ શરૂ કર્યો અને ભણાવવાનું ગૌણપણે ચાલુ રાખ્યું. પ્રેસ શરૂ કર્યા છતાં પ્રેસમાં ધ્યાન આપવાના બદલે મારું લક્ષ વધુ પડતું તિથિચર્ચાના પ્રકરણમાં અને = = = = = = = ==== જીવનની ઘટમાળમાં [૪૩ T I Page #51 -------------------------------------------------------------------------- ________________ [બોમ્બે પબ્લિક ટ્રસ્ટ એક્ટના કેસમાં તેમજ સાધુ - સાધ્વીઓના વિવાદોમાં હોવાથી મોટો ભાગ હું તે અંગે | બહારગામ ફરતો અને પ્રેસ માત્ર કારીગરને સોંપી ચલાવતો. આમ પ્રેસ ચાલતું. જેથી પ્રેસમાં લાભ થવાને બદલે નુકસાન થતું. વિ.સં. ૨૦૦૪થી ૨૦૧૪ સુધી આ પ્રેસ માત્ર ડગુમગુ ચાલુ રહ્યુ. વચ્ચે એક સીલીન્ડર મશીન લીધા પછી કંકોતરીઓનું કામ સારા પ્રમાણમાં રહ્યું. આ કંકોતરીઓ મોટા ભાગે જિનેન્દ્રસૂરિજીની - રાજસ્થાનથી આવતી. આ રીતે ધીમે ધીમે કંકોતરીઓના છાપનાર તરીકે વધુ પડતી પ્રસિદ્ધિ મળતી ગઈ. વચ્ચે ગવર્નમેન્ટના ઇલેક્શનનું અને મહાજન બુક ડીપો વિગેરે બુક્સેલોનું પણ કામ કર્યું. આમ વિક્રમ સંવત | |૨૦૧૪ સુધી ખરી રીતે પ્રેસની પણ જમાવટ ન થઈ અને ભણાવવામાં પણ જમાવટ ના થઈ. સસ્તું હોવાથી I ઘર ખર્ચમાં બહુ મુશ્કેલી પડી નહિ. આ ગાળા દરમ્યાન ‘પર્વતિથિ નિર્ણય’ પુસ્તક અંગે હાઈકોર્ટમાં ચાલેલ કેસ અને સંસ્કૃતિરક્ષક સભાનાં હરિજન-પ્રવેશ અંગેનાં કાર્યોમાં મોટો ભાગ વ્યતીત કર્યો. પરિણામે બાળકોના અભ્યાસ પ્રત્યે પણ કશું ધ્યાન અપાયું નહિ અને આર્થિક સવલત પણ ઊભી કરાઈ નહિ. પુસ્તક છાપવાનું અને વેચવાનું કામ હતું, પણ વ્યવસ્થિત હિસાબ નહિ રાખવાના કારણે તેમાં પણ ખાસ લાભ મળ્યો નહિ. વિક્રમ સંવત ૨૦૧૪ માં રતનપોળમાં આવેલ ક્રિશ્ના પ્રિન્ટરી ગોવિંદલાલ મોહનલાલ જાનીનું હતું. જેની | સાથે પુસ્તકો છપાવવા અંગે પરિચય હતો. તે પ્રેસ તેના માલિક ગુજરી જવાથી ૧૧૦૦૦માં લીધું. થોડો વખત સ્વતંત્ર માલિકી રાખ્યા બાદ ઉનાવાના બાબુલાલ કેશવલાલને ભાગીદાર બનાવ્યા. આ ભાગીદાર પણ બહુ લાંબો વખત જીવ્યા નહિ. બારેક મહિનામાં જ મૃત્યુ પામ્યા. આ બાજુ મને જમણી આંખે મોતીયો પાક્યો અને તેનું ઓપરેશન કરાવ્યું. જે ઓપરેશન નિષ્ફળ ગયું. અને જમણી આંખ ગુમાવી. ક્રિશ્ના પ્રન્ટરી ।જે લીધું તે પ્રેસનું નામ એમ. બાબુલાલ પ્રિન્ટરી રાખ્યું. જોબના કામનો ખાસ અનુભવ ન હોવાના આ પ્રેસમાં હું |નફાને બદલે નુકસાન થવા માંડ્યું. અને ભાગીદાર ગુજરી જવાથી તેના વારસોએ ભાગીદારી છૂટી કરી. પ્રેસની બધી જવાબદારી મારા માથે આવી. પરિણામે એમ. બાબુલાલ પ્રેસ કમાતું નહિ હોવાથી ધીમેધીમે ખોટ વધતી ગઈ અને પૈસા માટે બીજા ભાગીદારની જરૂરિયાત ઉભી થઈ. આ માટે એક વીરચંદભાઈ નાગજીભાઈ નવા ભાગીદાર કર્યા. તેમાં તેણે રૂા. ૩૦,૦૦૦ રોક્યા. આ ભાગ એમ. બાબુલાલ પ્રેસમાં |રાખ્યો પણ નયન પ્રિન્ટિંગ પ્રેસ સ્વતંત્ર રાખ્યું. આ નયન પ્રેસ કંકોતરીનું કામ કરતું અતે તે મોટા દીકરા 1કીર્તિભાઈ ચલાવતા. આ પ્રેસમાં નફો ઠીક ઠીક રહેતો. એમ. બાબુલાલ પ્રેસ કમાતું નહિ હોવાથી નવા I Iકરેલા ભાગીદાર વીરચંદ નાગજીભાઈને ઇર્ષ્યા થઈ કે આ બન્ને પ્રેસોમાં આપણે ભાગ રાખવો. કેમ કે તમે I નયન પ્રેસમાં વધુ ધ્યાન આપો અને તેમાં જે કમાણી થાય તે તમારી આગવી અને એમ. બાબુલાલમાં કમાણી ન થતાં જે નુકસાન થાય તેમાં અમારે ભાગ આપવો તે કોઈ રીતે પાલવે નહિ. પરિણામે તેમણે ૩૦ હજાર પાછા માગ્યા અને કહ્યું કે પ્રેસ અમને સોંપી દો, અને કાં તો અમને અમારા પૈસા વ્યાજ સાથે ।પાછા આપી દો. આમાંથી એકેય કરવું મને પાલવે તેમ નહોતું. છેવટે મેં એમને કહ્યું અમે તમને તમારા |પૈસા છ મહિનામાં આપી દઈશું. પ્રેસ તો અમે આપી શકીએ તેમ નથી અને હાલ રોકડા આપી શકીએ તેમ નથી. તે કબૂલ થયા અને પ્રેસમાંથી છૂટા થયા. પણ પૈસા આપવાની પહોંચ અમારી પાસે ન હતી. I આ બાજુ મેં સેન્સસનું કામ રાખેલ. તેમાં ટાઈપો વિગેરેમાં પૈસા રોકવાના હતા. કારીગરોને પૈસા |ચુકવવાના હતા. અને આ બાજુ વીરચંદભાઈનો તકાદો હતો. એક આંખ ઓપરેશનમાં ગુમાવેલી હતી. I 1બીજી આંખે મોતીયો વળતો હતો. કીર્તિભાઈ જુદા રહ્યા હતા. અને આ બાજુ ધર્મસાગરજી વિગેરે પણ [મારાં સંસ્મરણો યાને ૫૦ વર્ષની જૈન શાસનની આછી રૂપરેખા ૪૪] Page #52 -------------------------------------------------------------------------- ________________ |આંખની તકલીફના અંગે હું કંઈ કામ ન આપી શકું તેમ હોવાથી તેઓએ પણ સંબંધ ઓછો કર્યો હતો. આમ | ચારે બાજુની પૂરી મુશ્કેલી હતી. વીરચંદભાઈએ છેવટે કંટાળીને નોટીસ આપી. આ નોટીસના જવાબમાં અમે | તેમને જે માલ તેમણે રોક્યો હોય તે લઈ જવાનું કહ્યું. પણ તેનો અંત આવ્યો નહિ. ' આ દરમ્યાન પાલડી જે પ્લોટ સિદ્ધાર્થ સોસાયટીમાં લીધો હતો તેનું બાંધકામ શરૂ કર્યું હતું. બાંધકામ |લેબર કોન્ટ્રાક્ટથી શરૂ કર્યું હતું. જેમ પૈસાની સગવડ થાય તેમ કામ ચાલતું હતું. ડાબી આંખે પણ મોતીયો વળતો હતો. ધીમે ધીમે ડાબી આંખનું તેજ પણ ઓછું થતું હતું. કીર્તિભાઈ, નયન પ્રેસ અને એમ. બાબુલાલ પ્રિન્ટિંગ પ્રેસ એ બન્ને પ્રેસો સંભાળતા. જો કે તેમાં ખાસ આવક નહોતી. કીર્તિભાઈનું ઘર જુદું હોવાથી તેનો પણ ખર્ચ ઉપડતો. પાલડી સિદ્ધાર્થ સોસાયટીમાં જે મકાન બંધાતું તેની દેખરેખ રાખવા હું મારી નાની પુત્રીકૈલાસને લઈને જતો. કૈલાસ મને દોરીને લઈ જતી એવી આંખની સ્થિતિ થઈ હતી. વિક્રમ સંવત ૨૦૧૭ની |આસપાસ તો આંખે નહિવત્ દેખાતું હતું. આ માટે મુંબઈ મોતીયાનું બીજી આંખનું ઓપરેશન કરાવવા વિચાર કર્યો. મુંબઈ શેઠ ભોગીલાલ લહેરચંદનો સારો સંબંધ હોવાથી તેમણે મને ડૅા. બનાજીને ત્યાં ઓપરેશન I કરાવવાનું સૂચવ્યું અને તેમણે કહ્યું કે ઓપરેશન માટે મારે ત્યાં ઉતરો. મુંબઈમાં તે વખતે મારા ભાઈ મણિલાલ મલાડ મુલચંદ મારવાડીની ચાલમાં રહેતા હતા. તેમનું મકાન નાનું હતું. તેથી ત્યાં ઉતરવાની સગવડ થાય તેમ ન હતું. આથી હું મુંબઈ ગયો અને શ્રી ભોગીલાલ લહેરચંદના બંગલે ઉતર્યો. ડૉ. બનાજીને ત્યાં ઓપરેશન કરાવ્યું. નજીકમાં કોટમાં રહેતા વાલજીભાઈ જેમને ડૉ. બનાજી સાથે ખૂબ સારો સંબંધ હતો ।તે અમારી કાળજી રાખતા. હું, મારાં પત્ની અને મારા સાળાનો છોકરો નટવરલાલ આ ત્રણ જણા ઓપરેશન | Iમાટે ગયા હતા. તે બધાની સગવડ વાલજીભાઈ કરતા. અવરનવર ભોગીલાલ શેઠ પણ અમારી ખબર લેતા. I આ ઓપરેશન વખતે મને બીક હતી કે કદાચ નિષ્ફળ જાય તો બન્ને આંખે અંધાપો આવે. પણ શાસનદેવની ! કૃપાથી આ ઓપરેશન સફળ થયું. ડૉ. બનાજીને ત્યાંથી ૨જા અપાયા બાદ અમારે શેઠ ભોગીલાલ લહેરચંદના બંગલે જવાનું હતું. પણ | મુંબઈ ચોપાટી ઉપર રહેતા કાલીદાસ સી. ઝવેરીએ મારા ઓપરેશનની વાત સાંભળી. તે ડૉ. બનાજીને ત્યાં I આવ્યા અને મારાં પત્નીને કહ્યું, તમારે ક્યાંય જવાનું નથી. મારે ત્યાં ચોપાટી ઉપર સીધા આવવાનું છે. મારાં પત્નીએ કહ્યું, ભોગીભાઈ શેઠને વાત ક૨જો. તે ભોગીભાઈ પાસે ગયા અને કહ્યું, તમને પંડિતજીનો લાભ ઘણી વખત મળે છે ને મળશે. પણ મને આ વખતે લાભ લેવા દો. ખરી રીતે કાલીદાસ ઝવેરી સાથે |મારે કોઈ સંબંધ નહોતો. તેમણે મારા લખેલા કથાસાગર ભાગ ૧-૨-૩ વાંચ્યા હતા. તેને લઈને મારી પ્રત્યે હું 1પ્રેમ થયો હતો અને તેમના કુટુંબ સાથે મને એક વખત અમદાવાદ મળવા આવ્યા હતા, અને તે વખતે કહ્યું ! હતું કે મુંબઈ આવો તો મારે ત્યાં ઉતરજો. અગર મને ખબર આપશો. પણ પછી કોઈ પત્ર વ્યવહાર નહોતો. | તે કોઇ દ્વારા મારા ઓપરેશનના સમાચાર સાંભળી મળવા આવ્યા હતા આગ્રહ કર્યો હતો. I ડૉ. બનાજીને ત્યાંથી રજા અપાયા બાદ અમે સીધા ચોપાટી ઉપર કાલીદાસ સી. ઝવેરીના મકાને ગયા. ત્યાં અમે આઠ દસ દિવસ રહ્યા હોઈશું. આ દિવસો દરમ્યાન તેમણે ખડેપગે રહી અમારી સેવા ચાકરી I કરી હતી. ઓપરેશન બાદ અમદાવાદથી વેકેશન પડવાના કારણે મારી ત્રણ દીકરીઓ પણ મુંબઈ આવી | હતી. તે પણ કાલીદાસ ઝવેરીને ત્યાં ઉતરી હતી. આ બધાની તેઓએ ખૂબ સાર સંભાળ રાખી હતી. આ આઠ દસ દિવસ દરમ્યાન અમારો તેમના કુટુંબ સાથે ગાઢ પરિચય થયો હતો. તેમને ત્રણ પુત્રો અને પાંચ જીવનની ઘટમાળમાં] [૪૫ Page #53 -------------------------------------------------------------------------- ________________ |પુત્રીઓ હતી. આ બધા મને કાકા અને મારી પત્નીને કાકી કહી માં સુકવતા નહોતા. અને મારી પુત્રીઓ પણ કાલીદાસભાઈને કાકા ને તેમની પત્ની સુશીલાબેનને કાકી કહી મોં સુકવતી નહોતી. શ્રીયુત કાલીદાસભાઈને ત્યાં દસ દિવસ રહ્યા બાદ અમે ભોગીલાલ શેઠના બંગલે અંધેરી, ટેકરી ઉપર ગયા. ત્યાં તેમણે મારા માટે અને મારા કુટુંબ માટે સુંદર અલાયદી વ્યવસ્થા રાખી હતી. તે, તેમનાં પત્ની અને નોકર-ચાકરો અમારી ખૂબ સારી કાળજી રાખતા હતા. ત્યાં પણ હું, મારી પત્ની અને દીકરીઓ | રોકાયાં હતાં. જમવાના બન્ને ટાઈમે ભોગીભાઈ શેઠ હાજર રહેતા અને મારી દવા દારૂની ખાસ સંભાળ રાખતા. મને અને મારા કુટુંબને કોઈ મુશ્કેલી પડતી નથી તેની વારેવારે પૃચ્છા કરતા. અહીં પણ તેમના કુટુંબ સાથે ઘણો ઘરોબો થયો. આ જ અરસામાં થોડા વખત બાદ મારા ભાઈ મણીલાલની પુત્રી ઇન્દુના લગ્ન લેવાનાં હતાં. તેથી મારે અમદાવાદ જઈ ફરી મુંબઈ પાછું આવવું તે ઠીક ન લાગતાં હું થોડા દિવસ માટે પત્ની અને પુત્રીઓ |સાથે પુના ગયો. પુનામાં મારા સાળા સોમચંદ રહેતા હતા. તેમજ મારા સાઢુ અને બીજા સગાસંબંધીઓ પણ રહેતા હતા. આથી ત્યાં પાંચ સાત દિવસો રોકાયો અને ત્યાર બાદ મુંબઈ મારા ભાઈની પુત્રી ઇન્દુના લગ્નમાં અમે બધાં આવ્યાં. મારા ભાઈ મણિભાઈને ત્યાં જાન પુનાથી આવવાની હતી. આ જાનમાં વેવાઈઓના સગાસંબંધીઓ ઉપરાંત અમારા સગાસંબંધીઓ પણ આવવાના હતા. આ લગ્નમાં મેં હાજરી આપી અને |મણિભાઈને મેં મારાથી બનતી મદદ કરી. મારા સંબધે શ્રીયુત ભોગીલાલ લહેરચંદ વિગેરે આગેવાનોએ 4 |હાજરી આપી અને લગ્નનો પ્રસંગ સારી રીતે ઉજવાયો. ત્યારબાદ હું કુટુંબ સાથે અમદાવાદ આવ્યો. 33 અમે મુંબઈ ગયા તે દરમ્યાન છોકરાઓની નિશાળ ચાલુ હોવાથી મારા વચેટ દીકરા ભરતભાઈ અને ભરતભાઈના વહુ ઘર સંભાળતા હતા. તે વખતે ભરતભાઈ બીજે નોકરી કરતા હતા ને પ્રેસનું કામ કીર્તિભાઈ સંભાળતા હતા. બન્ને પ્રેસનું કામ નહિ સંભાળી શકવાથી અને પૈસાની મુશ્કેલીના કારણે તેમણે શરાફના દેવાની શરૂઆત કરી દીધી હતી. અને તે રીતે ૧૧૦૦૦ રૂા.જેવું દેવું કર્યું હતું. આ વાતની ખબર ।હું જ્યારે અમદાવાદ આવ્યો ત્યારે પડી અને મેં શરાફને કહ્યું, કઈ રીતે તમે આટલી બધી રકમ ધીરી ? શરાફે | Iકહ્યું, અમે તમારા નામ પર ધીરી છે. આ બાજુ સિદ્ધાર્થ સોસાયટીનું જે મકાન બંધાતું હતું તે બારી બારણાં સિવાયનું અધુરૂં રાખી હું મુંબઈ ગયો હતો. તેનાં બારી બારણાં કરાવી કામ પૂરૂં કરાવ્યું. હવે ખેતરપાળની પોળનું મકાન છોડી સિદ્ધાર્થ |સોસાયટીના નવા બાંધેલા મકાનમાં રહેવા જવું કે કેમ તેના વિચારમાં પડ્યો. કારણ કે પૈસાની ખેંચ હતી. | Iકીર્તિભાઈએ શરાફનું દેવું કર્યું હતું અને સિદ્ધાર્થ સોસાયટીના નવા બાંધેલા મકાનના રૂપિયા રૂા. ૩૦ હજાર | ઉપજતા હતા. એ ત્રીસ હજાર આવે તો દેવું પતી જાય અને ધંધામાં પણ સવલત થાય અને નાનું સરખું મકાન પોળમાં લઈ શકાય. આ વિચારે સિદ્ધાર્થ સો. નું બાંધેલું મકાન વેચવા વિચાર કર્યો. પણ મારા મિત્ર ૪૬] [મારાં સંસ્મરણો યાને ૫૦ વર્ષની જૈન શાસનની આછી રૂપરેખા Page #54 -------------------------------------------------------------------------- ________________ |શાંતિલાલ સાઠંબાકરે ના પાડી. આ સિદ્ધાર્થ સોસાયટીનું મકાન ભાડે આપીએ તો ૩૦૦ રૂા. ભાડું ઉપજે તેમ હતું, અને જે મકાનમાં અમે રહેતા હતા તે ખેતરપાળની પોળના મકાનનું ભાડું માત્ર રૂા. ૨૧ હતું. આ બધા વિચારથી મન ચલવિચલિત હતું. તે વખતે શ્રીયુત શાંતિલાલે કહ્યું, મારા એક મિત્રને તમારે આ મકાન ભાડે આપવાનું છે. Iતેનું બાર મહિનાનું રૂા. ૩૬૦૦ ભાડું આપશે. આ પછી હસતાં હસતાં તેમણે કહ્યું, આ મિત્ર બીજા કોઈ। નહિ, તમે પોતે જ. ભાડું મારી પાસેથી લઈ લેવાનું, અને તમારે રહેવા જવાનું. આથી મકાન વેચવાનો કે ! ભાડે આપવાનો વિચાર માંડી વાળ્યો. અને હું વિક્રમ સંવત ૨૦૧૮ના આસો મહિનામાં અહીં સિદ્ધાર્થ સોસાયટીમાં રહેવા આવ્યો, જેમાં આજ સુધી છીએ. સિદ્ધાર્થ સોસાયટીના મકાન માટે જે લોન મળી તે લોન લગભગ રૂા. ૧૧૦૦૦ ની હતી. આ| લોનના જે પૈસા આવ્યા તે પૈસા કીર્તિભાઈએ શરાફનું જે દેવું કર્યુ હતું તે શરાફને આપી તેનું દેવું ચૂક્ત કર્યું અને કહ્યું કે મારા નામે, અગર પ્રેસના નામે કોઈ પૈસા આપશો નહિ. ૩૪ બીજી આંખનો મોતીયો ઉતરાવ્યા પછી આંખ સારી થઈ. તેજ સારું આવ્યું. હું ઝીણામાં ઝીણું વાંચી અને લખી શકું એવું બન્યું. આ અરસામાં કસ્તુરભાઈ શેઠે મને બોલાવ્યો અને કહ્યું, પંડિતજી ! મેં શ્રાવક સંમેલન બોલાવવાનું નક્કી કર્યું છે. તેમાં કઈ રીતે કામ કરવું અને સાધુ સમાજમાં વ્યાપેલ શિથિલાચારને İદૂર કરવા કેવી કાર્યવાહી કરવી તે અંગે તમે વિચારી ટૂંકમાં રૂપરેખા લખી મને આપો. મેં કહ્યું, શેઠ ! મારી |બન્ને આંખોની મુશ્કેલી હતી તે ટળી. હવે એક આંખે સારું થયું છે ચશ્માનો નંબર હજી આવ્યો નથી. હું| કંઈ લખું તેના પરિણામે કોઈ નિર્દોષ સાધુ દંડાય તો તે સારું નહિ, અને પરિણામે જે આંખ સારી થઈ છે તે પણ કદાચ જાય અને લોકો સાધુઓનો અવર્ણવાદ કર્યો માટે આંખે આંધળા થયા તેમ બોલે. માટે મારે હવે આ કશી વાતમાં પડવું નથી. તમને ઠીક લાગે તે કરો. શેઠ વિચારમાં પડયા. તેમણે કહ્યું તમને આ શિથિલાચારનું કામ કરવા જેવું ન લાગતું હોય તો મારે પણ કરવું નથી. તમે વિચાર કરો. વાજબી લાગે ।તો તમે મને લખાણ આપજો. અને ન લાગે તો મને પણ કહેજો કે આમાં પડવા જેવું નથી. તો હું પણ | નહિ પડું. આ પછી હું દર્શન વિજ્યજી ત્રિપુટી મહારાજને મળ્યો. તેમણે કહ્યું : શેઠ જે પ્રવૃત્તિ કરવા માગે છે તે સારી છે. તેમાં તેમનો ઉત્સાહ મંદ પડે તે બરાબર નથી. આથી મેં શ્રાવક સંમેલનમાં શું કરી શકાય |ને શું કરવું જોઈએ તે અંગેનો આખો ડ્રાફ તૈયાર કર્યો અને શેઠને આપ્યો. શેઠે મારી પાસે જેમ લખાણ | મંગાવેલ તેમ તેમણે પૂજ્ય પુણ્યવિજ્યજી મહારાજ અને ભુવનભાનુસૂરિ મહારાજ વિગેરે પાસેથી પણ મંગાવેલું. આ બધાં લખાણો તેમણે કોના તરફથી આવ્યા છે તે ખાનગી રાખી શ્રીયુત છોટાભાઈ વકીલે આપ્યા. છોટાભાઈ વકીલે આ લખાણો વાંચ્યાં પણ તેની પૂરતી સમજ માટે મને બોલાવ્યો. જ્યારે આ બધાં લખાણો મેં જોયાં ત્યારે મને મારું લખાણ ક્યું છે તે જણાયું, અને છોટાભાઈને કહ્યું કે આ લખાણ તો મારું છે. છોટાભાઈએ મારી પાસેથી આ બધું સમજી શેઠને આપ્યું. જીવનની ઘટમાળમાં] [૪૭ Page #55 -------------------------------------------------------------------------- ________________ આ સમયે તાજેતરમાં ઓપરેશન કરાવેલું હોવાથી મને આ બધા કાર્યમાં રસ નહોતો. મારી ઇચ્છા | સૌ પ્રથમ પાલીતાણાની જાત્રા અને શિખરજીની જાત્રા કરવાની હતી. આથી હું પ્રથમ શત્રુંજયની યાત્રાએT ગયો અને ત્યાંથી આવ્યા બાદ સમેતશિખરજીની યાત્રાનો વિચાર કર્યો. આ અરસામાં પંડિત પ્રભુદાસભાઈ કલકત્તા રહેતા હતા અને ત્યાં બાબુ અને કનૈયાલાલને ભણાવતા Tહતા. તેમની સાથેના છોકરાઓ પણ ત્યાં નોકરી કરતા હતા. આ પ્રભુદાસભાઈ ગુજરાતમાં આવે અને] 1શાસનના કેટલાક પ્રશ્ન જે સીદાતા છે તે ઉપાડે તે બુદ્ધિથી શ્રીયુત ગોરધનભાઈ, વડોદરાવાળા સુંદરભાઈI અને બીજા તે માટે પ્રયત્ન કરતા હતા. તેઓએ મને કહ્યું, પંડિતજી તમે કલકત્તા ચાલો. પ્રભુદાસભાઈને ! સમજાવી ગુજરાતમાં લાવીએ. તેના ખર્ચ વિગેરેની વ્યવસ્થા અમે ઉપાડી લઇશું. આમેય મારે શિખરજી જવું ; હતું. મારાં પત્નીની પણ શિખરજીની યાત્રાની ખૂબ ભાવના હતી. તેથી મેં તેમની વાત સ્વીકારી. સારા jદિવસે હું, મારાં પત્ની તથા મોટી દીકરી ચંદ્રા તથા સુંદરભાઈ વિગેરેની સાથે અમે પ્રથમ કલકત્તા ગયા. ત્યાં | પ્રભુદાસભાઈને મળ્યા. બાબુ સાહેબ અને કનૈયાલાલને પણ મળ્યા. તેમને ખૂબ ખૂબ સમજાવી કલકત્તાથી! છૂટા કરી પ્રભુદાસભાઈ ગુજરાતમાં આવે તો શાસનનાં ઘણાં કામ થાય તે સમજાવ્યું. ઘણી હાનાકાની બાદ! આમાં અમને સફળતા મળી. કલકત્તામાં અમે ત્રણ ચાર દિવસ રહ્યા. ત્યારબાદ હું, મારા પત્ની તથા ચંદ્રા! અને સુંદરલાલે રાજગૃહી, ક્ષત્રિયકુંડ, વાણારસી. સમેતશિખર, જોધપુર, જેસલમેર વિગેરે તીર્થોની યાત્રા jકરી. ૧૫-૨૦ દિવસ બાદ અમદાવાદ આવ્યા. ! અમદાવાદમાં શ્રાવક સંમેલન માટે જે ભૂમિકા તૈયાર કરી હતી તે મને શ્રીયુત છોટાભાઈએ વંચાવી.! આ ભૂમિકા મને યોગ્ય ન લાગી. કેમકે તેમાં જે કાંઈ ઠરાવ કે નિર્ણયો કરવાના હતા તેમાં સાધુ સમાજના મુખ્ય આગેવાનોની સંમતિ લેવાની જરૂરી હતી તે સંમતિ લીધી ન હતી. આથી મેં છોટાભાઈને કહ્યું કે શ્રાવક સંમેલન માટે ગમે તેટલો ઉત્સાહ હોય પણ સાધુ સંઘના આગેવાનોની સંમતિ ન હોવાથી આમાં ખાસ કંઈj |પરિણામ આવશે નહિ. છોટાભાઈએ મને કહ્યું, તમે આ વાત કસ્તુરભાઈને કરો. મેં કહ્યું ભલે, તમે સાથે | આવો. હું વાત કરવા તૈયાર છું. હું, છોટાભાઈ અને કેશુભાઈ શેઠ અને શેઠ એમ ચારે જણા મળ્યા. શેઠને! મેં કહ્યું, સંઘના મુખ્ય આચાર્યની સંમતિ મેળવો તો આ શ્રાવક સંમેલન સફળ થશે. નહિતર કાંઈ પરિણામ નહિ આવે. શેઠે કહ્યું, કઈ રીતે મેળવવી? મેં જવાબ આપ્યો : આપ કાગળ લખી મુખ્ય મુખ્ય આચાર્ય પાસે તેમના ભક્તને મોકલો. સંમતિ મળી રહેશે. આપને પોતાને જવાની જરૂર નથી. શેઠે કહ્યું, સારું, વિચારીશું.' | થોડા દિવસ બાદ શેઠે મને બોલાવ્યો, અને કહ્યું, મારા મોટા ભાઈ માંદા છે. હું બધે જઈ શકું તેમાં નથી. કાગળથી બધે સંમતિ સધાય તેમ લાગતું નથી. ખાસ કરીને પ્રેમસૂરિ મહારાજની સંમતિ મેળવવામાં ! આચાર્ય વિજયરામચન્દ્રસૂરિ આડા આવે તેમ લાગે છે. અને તે સંમતિ ન મળતાં અત્યારે ચાલેલી તડામાર શ્રાવક સંમેલનની તૈયારીમાં વિક્ષેપ પડશે. પરિણામે સંમતિ નહિ આવે અને શ્રાવક સંમેલન ડહોળાશે. માટે : હિમણાં સંમતિ મેળવવા બાબતમાં કાંઈ કરવું નહિ એમ મને ઠીક લાગે છે. ! આ પછી શ્રાવક સંમેલન ભરાયું. ખૂબ ખૂબ ઉત્સાહ વધ્યો. સારાં સારાં ભાષણો થયાં. સર્વાનુમતે ! ઠરાવો થયા. શેઠને સહુએ અભિનંદ્યા. સંમેલન બાદ શેઠે મને કહ્યું, મફતલાલ તમે જે ભય રાખતા હતા તે ભય નકામો ઠર્યો. લોકોમાં ખૂબ ઉત્સાહ દેખાયો. મેં કહ્યું, ગમે તેટલો ઉત્સાહ હોય પણ મને પરિણામ jશૂન્ય લાગે છે. “મામાનું ઘર કેટલે ? ઠરાવનો અમલ થાય ત્યારે ખબર પડશે. કારણકે આપણે ત્યાં સાધુi ================================ [મારાં સંસ્મરણો યાને ૫૦ વર્ષની જૈન શાસનની આછી રૂપરેખા [૪૮] ૮ — — — — — — — — — — — — — — — — Page #56 -------------------------------------------------------------------------- ________________ સંસ્થાનું વર્ચસ્વ છે. અને સાધુ સંસ્થાની સંમતિ સિવાય કોઈ પણ ઠરાવના અમલનું કાંઈ પરિણામ નહિ! Jઆવે. શેઠે કહ્યું : જોઈએ, શું થાય છે? અને તે કરેલા ઠરાવોનો કંઈ અમલ થયો નહિ. આ સંમેલનમાં! એક કમિટિ નીમી હતી. આ કમિટિને શિથિલાચાર ડામવાનું અને સાધુ સંસ્થાના ઉત્કર્ષ માટેનું કામ સોંપાયું. હતું. તેણે શરૂ શરૂમાં થોડી મિટિંગો કરી. પણ પરિણામ ન આવતાં આ કમિટિ બરખાસ્ત કરવામાં આવી.' ૩૫ મારે અમદાવાદમાં આગેવાન ગૃહસ્થો સાથે વધુ પડતો પરિચય રહેતો હતો. આ પરિચય તેવું Tગૃહસ્થોની સંસ્થાઓના કાર્યમાં મારી મદદને અંગે રહેતો. દરેકના કામ હું કરતો. પણ તેમની પાસેથી કોઈI વળતરની આશા કે કમાણીનો લાભ મેળવતો નહિ. આ પરિચયથી તેમના દ્વારા સ્નેહી સંબંધીઓના કામ થઈ ! | શકે તો તેની ભલામણ કરતો પણ આ માણસો ખરે વખતે કામ આવશે કે કેમ? તેની પણ ચકાસણી તો ! jજરૂર કરતો. સુરત છોડ્યા પછી કોઈ સ્થાયી નોકરી ન હતી ત્યારે શરૂઆતમાં પ્રેસ કરવાની ઇચ્છા રાખેલી. ત્યારેT મેં શ્રીયુત ભગુભાઈ શેઠ પાસે રૂપિયા પાંચ થી સાત હજારની માંગણી કરેલ કે તે રકમ મારે જોઈએ તો મને! આપશો. શેઠ આબુ જવાના હતા. તેમણે કહ્યું, હું આવ્યા પછી ગોઠવણ કરી આપીશ. મેં કહ્યું, વચ્ચે જરૂરી પડે તો આપે તેવી ભલામણ શ્રીયુત ફકીરભાઈને કરતા જાવ. તેમણે કહ્યું, સારું. તેમના ગયા પછી થોડા; jદિવસ બાદ મેં ફકીરભાઈને કહ્યું, રૂપિયા સાત હજાર જોઈશે. તે તેમણે આપ્યા. આ પૈસા મેં બે એક મહિના Jરાખ્યા. અને તે રૂપિયા શેઠને પ્રેસ લેવાની સગવડ થઈ નથી એમ જણાવી પાછા આપ્યા. અને જે વ્યાજ | થયું હોય તે વ્યાજ લેવાનું કહ્યું. શેઠે વ્યાજ લેવાની ના પાડી અને કહ્યું કે હમણાં તમારી પાસે પૈસા રાખો.1 મેં કહ્યું, જયારે જોઈશે ત્યારે ફરી માગીશ. અત્યારે જરૂર નથી. આ વાતથી મનમાં ગાંઠ બાંધી કે જ્યારે જરૂરી પડશે ત્યારે શેઠ ભગુભાઈ પાસેથી પૈસા મળશે. આ ભગુભાઈ શેઠનો સંબંધ મારી સાથે ખૂબ ગાઢ રહ્યો. તે ડાહ્યા, વિચક્ષણ અને ખૂબ જ પરગજુI હતા. હું જોતો કે કોઈને પણ પોતાના વ્યાપારમાં કે ઘર વ્યવહારમાં મુશ્કેલી પડે ત્યારે તેઓની સલાહ લેતા.1 સંઘમાં કે જ્ઞાતિમાં કોઈ પણ પ્રશ્ન વિવાદાસ્પદ ઊભો થાય ત્યારે તેમની સલાહ અચૂક લેવામાં આવતી. | i શ્રીયુત ભગુભાઈ શેઠના આવા સારા સંબંધનો અનુભવ હોવાથી મને લાગ્યું કે પૈસાની ભીડ પડી છે, પણ ઘણાની સાથે સારા સંબંધ છે. માટે તે ભીડ નડશે નહિ. આ સંબંધોમાં મેં શેઠ કસ્તુરભાઈ, શ્રીયુત | Jરતિલાલ પાનાચંદ અને મુંબઈના શ્રીયુત કાલીદાસ ઝવેરી આ ત્રણ તરફ મેં નજર દોડાવી અને શ્રીયુતા રતિલાલ તથા કાલીદાસભાઈને રૂા. દસ થી પંદર હજારની માગણી માટે પત્ર લખ્યો. શ્રીયુત કાલીદાસભાઈ ! તરફથી પત્ર આવ્યો કે તમારા દીકરા દીકરીઓ મને કાકા કહે છે. અને મારા છોકરાઓ તમને કાકા કહે છે. આપણા આ સંબંધમાં પૈસાનો વ્યવહાર કરવો તે સંબંધ બગાડવા જેવું છે. માટે સારા સંબંધ રાખવા માટે : આપણે પૈસાના વ્યવહારથી દૂર રહેવું જોઈએ. આથી હું તમને પૈસા મોકલતો નથી. ખોટું ના લગાડશો.j Jરતિલાલ પાનાચંદનો પત્ર એવો આવ્યો કે અત્યારે અમારે મગફળીની સીઝન છે અને પૈસાની ખૂબ ખેંચ છે. 1માટે પૈસા મોકલી શકતો નથી. આ બન્નેનો જવાબ નકારમાં આવવાથી મેં કસ્તુરભાઈ શેઠ તરફ નજર દોડાવી! અને હું શેઠને શાહીબાગ તેમના બંગલે મળ્યો. મેં મારી સ્થિતિથી શેઠને વાકેફ કર્યા. શેઠે મને કહ્યું, તમે ================================ જીવનની ઘટમાળમાં [૪૯] Page #57 -------------------------------------------------------------------------- ________________ તમારા ભાગીદાર વાડ --- I તમારા ભાગીદાર વીરચંદ નાગજીને છૂટા કરી દો અને સ્વસ્થ બનો. મેં કહ્યું, એમને છૂટા કરવા અને ધંધો, Jચલાવવા માટે ૨૦ થી ૨૫ હજાર રૂપિયાની જરૂર છે. શેઠે કહ્યું, હું બે દિવસમાં વિલાયત જઉં છું. આવ્યા? પછી મળીએ. મેં કહ્યું, તમે ભલે જાવ, પણ જો આપવાના જ હોય તો શ્રેણિકભાઈને કહેતા જાવ. અને ન! જ આપવાના હોય તો ના કહેશો, તો મને ખોટું લાગશે નહિ. શેઠે કહ્યું, હું આવો લેવડ-દેવડનો વ્યવહાર કરતો નથી અને તેમ કરી સંબંધ બગાડવા માગતો નથી. આમ જેમની પાસેથી આશા રાખી હતી તે ત્રણે Sજણાએ ઘસીને ના પાડી. આ સિવાય ચીમનલાલ મંગળદાસ તથા સગાઓમાં એક બે જણની થોડી આશા | lહતી. પણ જેઓ આપે તેવા હતા તેમણે ના પાડી આથી બીજાઓ પાસે માગણી કરવાનું માંડી વાળ્યું. ખૂબT 'મૂંઝવણ હતી. કારીગરોને આપવાના પૈસા ન હતા. વીરચંદભાઈનો તકાદો હતો ગવર્નમેન્ટનું સેન્સસનું કામ! લીધું હતું તે પૈસાના અભાવે ન થાય તો પાછુ ખેંચાઈ જાય તેમ હતું. i પ્રેસમાં હું હાજરી આપી શકતો ન હતો. પૈસા મેળવર્તી માટે વલખાં મારતો. આ અરસામાં પોસ્ટમાંથી એક રજીસ્ટર આવ્યું. તે રજીસ્ટરમાં રૂ. ૧૦,૦૦૦ નો ડ્રાફટ હતો. પણ પોસ્ટમેને હું ન મળવાથી! તે રજીસ્ટર પાછું ધકેલ્યું. આ રજીસ્ટર કાલીદાસ ઝવેરીનું હતું. તેમણે કાગળ લખ્યા પછી વિચાર્યું કે સંબંધી! પાસે સંબંધી પૈસા ન માગે તો કોની પાસે માગે? તે વિચારી તેમણે આ રજીસ્ટર કર્યું. પણ તે પાછું ફર્યું. | આ રજીસ્ટર પાછું આવેલું જોઈ તેમણે મને કાગળ લખ્યો કે તમને ખોટું લાગ્યું હશે તેથી રજીસ્ટરj [પાછું આવ્યું લાગે છે. હું ફરી રજીસ્ટર કરું છું. અને આ પૈસા તમારી જ્યારે સગવડ થાય ત્યારે મોકલશો.. 'હું ઉતાવળ નહિ કરું. આ રજીસ્ટરથી મને રૂ. ૧૦,૦૦૦ મળ્યા. આ અરસામાં મારે ચીમનલાલ કેશવલાલ કડીયા સાથે સારો સંબંધ હતો. ધાર્મિક, સમાજના અને તિથિ ચર્ચાના પ્રશ્ન અંગે અમે સામસામા હતા, પણ અંતરથી એકબીજા પ્રત્યે લાગણી હતી. એક બે વખત | તેમણે મારા પ્રેસ ઉપર તપાસ કરી અને જાણ્યું કે હું કોઈક મૂંઝવણમાં છું. તેમણે મને બોલાવી પૂછ્યું કે શી/ મૂંઝવણ છે? મેં પૈસાની મૂંઝવણ જણાવી. તેમણે મને રૂા. ૧૦ હજાર આપવાનું કહ્યું. પણ સાથે કહ્યું કે આ! પૈસા હું તમને દવાવાળાને ત્યાં મારા મૂકેલા છે ત્યાંથી ઉપાડીને આપું છું. તેનું વ્યાજ દોઢ ટકો છે. હું ગરજવાન હતો. મેં કહ્યું, ભલે હું દોઢ ટકો આપીશ. આમ તેમણે મને રૂ. ૧૦,૦૦૦ આપ્યા. આ જાણી ; jતેમના મુનિમ શીવલાલ ત્રિભોવનદાસે મને કહ્યું કે પંડિતજી ! શેઠના રૂા. ૧૦,૦૦૦ રાખ્યા. તો મારા પણj છિ હજાર રાખો. શીવલાલભાઈએ પણ મને રૂ. છ હજાર આપ્યા. તેનું વ્યાજ પણ દોઢ ટકા લેખે નક્કી કર્યું.T 'આમ રૂ. ૨૬ હજાર મારી પાસે આવ્યા. આ ર૬ હજારમાંથી થોડા પૈસા વીરચંદભાઈને આપી તેમને શાંતી કર્યા, અને બાકીના પૈસાથી પ્રેસનું કામ આગળ ચલાવ્યું. થોડા દિવસ બાદ શેઠ વિલાયતથી આવ્યા. તેમણે ! 'મને બોલાવ્યો અને કહ્યું કે તમે સેન્ટ્રલ બેન્કમાં રૂપિયા ૧૦૦ ભરી ખાતું ખોલાવો. તમને બેન્ક રૂપિયા પચીસ હજાર આપશે અને તે પણ ડિસેમ્બર આખરે ખાતુ સરભર કરવાનું નહિ રહે. મેં બેન્કના મેનેજરને કહી દીધું jછે. મેં શેઠને કહ્યું, હવે મારે પૈસાની જરૂર નથી. પૈસાની જે વ્યવસ્થા થઈ હતી તેની વિગત મેં તેમને | 1જણાવી. તેમણે મને કહ્યું, તે પૈસા પાછા આપી દો અને ખોટું મોટું વ્યાજ ના ભરો. મેં કહ્યું, શ્રીયુત કડીયા) પવિગેરેએ મુશ્કેલીમાં મદદ કરી છે. એટલે હવે તેને પાછા ન અપાય. શેઠે કહ્યું, ભલે તે પણ રાખો અને આ પણ રાખો. ભવિષ્યમાં જરૂર પડશે તો કામ આવશે. મેં કહ્યું ના, મારો દીકરો જુદો રહે છે. પૈસાની છૂટ ; હોય તો મારા હાથે અને તેના હાથે ખોટા વપરાય અને દેવું વધી જાય. માટે મારે આ પૈસાની જરૂર નથી.' =============================== [૫૦] [મારાં સંસ્મરણો યાને ૫૦ વર્ષની જૈન શાસનની આછી રૂપરેખા - - - - - - - - - | - - - - - - - - - - - - - - - - - - - - - -- Page #58 -------------------------------------------------------------------------- ________________ વધુમાં શેઠે કહ્યું, મેં પહેલાં ના પાડી હતી તેથી ખોટું તો નથી લાગ્યું ને ? મેં કીધું ખોટું લગાડવાનું કારણ નથી. અ છવ્વીસ હજાર રૂપિયામાંથી મારો કારોબાર ચાલ્યો. વીરચંદભાઈની તવાઈ ઓછી થઈ. અને ગવર્નમેન્ટનું સેન્સસનું કામ પણ ચાલ્યું. આ કામમાં અનુકૂળતા એ થઈ કે તે વખતે ગવર્નમેન્ટના ડાયરેક્ટર તરીકે શ્રીકુરેશી હતા. તેમની સાથે સારો સંબંધ બંધાવાના કારણે મહિને મહિને જે કામ ગવર્નમેન્ટનું અમે İકરીએ અને સરકારને તેનો રિપોર્ટ આપીએ તે કામ પેટે અમને ૬૦% પેમેન્ટ ગવર્નમેન્ટ તરફથી કુરેશીની| લાગવગથી મળતું. આ પેમેન્ટમાં વિલંબ થાય તો કુરેશી જાતે આવી તે વિલંબને કરતા. આમ ગવર્નમેન્ટનું કામ કરવામાં પૈસાની ભીડ નડતી નહિ. આ સેન્સસનું કામ નવજીવન પ્રેસને જે ભાવે આપ્યું હતું તે જ ભાવે અમને આપ્યું હતું. મને યાદ છે તે મુજબ એક પેજના રૂા. ૨૪ લેખે આ કામ હતું. તે સમયે આ ભાવ ઘણો સારો ગણાય. અમે આ કામ માટે નવજીવન પ્રેસના જ અનુભવી કારીગરોને રોક્યા હતા અને ટાઈપો વિગેરેની વ્યવસ્થા મુંબઈ ગુજરાતી ટાઈપ ફાઉન્ડ્રીમાંથી કરી હતી. એટલે સરકારને પણ અમારા કામથી Iસંતોષ હતો. આમ ખરું કહીએ તો અહીંથી જ અમારી આર્થિક સ્થિતિની વેળા વળવાની શરૂઆત થઈ. અત્યાર સુધી એટલે કે મારી ૫૦ થી ૫૨ વર્ષની ઉંમર સુધી તો રૂ।. ૫૦૦ કે ૧૦૦૦નું બેલેન્સ પણ ન હતું. ૧૯૬૧માં આ સેન્સસનું કામ અમે શરૂ કરેલું. આ કામ જલ્દી અને સારું થવાથી અમને જ્યપુરનું ।અને મુંબઈનું પણ કામ મળ્યું. આ રીતે સેન્સસમાં અમારી પ્રગતિ થવાથી અને કંકોતરીઓના કામથી |ઉત્તરોત્તર આર્થિક સ્થિતિ સુધરતી ગઈ. પરિણામે શ્રીયુત વીરચંદભાઈના, મુંબઈવાળા કાળીદાસભાઈના અને શ્રીયુત કડીયાના પૈસા આપી દીધા. તદ્ઉપરાંત મારી બે છોકરીઓનાં લગ્ન પણ સારી રીતે કર્યાં. શીવલાલભાઈના પૈસા તેમને આપવા માંડ્યા પણ તેમણે તથા તેમની પત્નીએ આજ સુધી લીધા નથી. આજે પણ તેમને ઘણીવાર પાછા આપવાનું કહેવા છતાં ન લીધાં હોવાથી મારે ત્યાં એમના પૈસા વ્યાજે પડ્યા છે. ખરી રીતે વ્યાપારક્ષેત્રમાં અને ખાસ કરીને પ્રેસ લાઈનમાં અમારી સાથેના પ્રેસ-માલિકોમાં અમે વધુ કુશળતા | |બતાવી શક્યા નથી. તેમજ કંકોતરી તથા સેન્સસ વિગેરેનો સપોર્ટ મળ્યાં છતાં તે ધંધાને વધુ ખીલવી શક્યા [નથી. ખરી રીતે જોઈએ તો વ્યાપારક્ષેત્રમાં અકુશળતાના મુખ્ય કારણરૂપ હિસાબની અનિયમિતતા, જાહેરજીવનનો મોહ, નિર્ણાયક શક્તિનો અભાવ, અને દૂરંદેશીપણાની ખામી આ કારણો છે. એટલે અમારા વ્યાપાર ક્ષેત્રમાંથી કોઈ ધડો લેવા જેવો નથી. આથી આ ક્ષેત્રમાં જે કાંઈ પણ પરિસ્થિતિ થઈ તેનું વર્ણન ન કરવું મુનાસિબ માનીએ છીએ. છતાં આર્થિક સ્થિતિમાં જે કાંઇ સુધારો થયો અને બે પૈસા મળ્યા તેની ।પાછળ સમયનો પલ્ટો, અને કુદરતી કેટલીક વારી, આ સિવાય બીજી કોઈ હોંશિયારી નથી. તેથી આ |સંબંધમાં કોઈ વિશેષ લખાણ લખવાની જરૂર નથી. ૩૬ વ્યવહારિક-સાંસારિક ક્ષેત્રમાં પણ મને ખાસ વિટંબણા પડી નથી. કેમકે શરૂઆતની મુશ્કેલી અને લગ્ન બાદ વિક્રમ સંવત ૨૦૦૦ સુધી ભણવા-ભણાવવાનો વ્યવસાય ચાલ્યો. આ વ્યવસાયમાં ઘરખર્ચ પૂરતું સારી રીતે મળી રહેતું. અને સોંઘવારી એટલી બધી હતી કે બધા વ્યવહાર શાંતિથી પતી શકતા હતા. મારા નાના ભાઈનાં લગ્ન મારી શરૂઆતની આવકમાંથી સારી રીતે પતાવ્યાં હતાં. અને તેનાં લગ્ન પછી ત્રણહુંચાર વર્ષ સાથે રહ્યા ત્યાર બાદ તેમને શરૂઆતમાં કાપડનો ધંધો કરાવ્યો હતો. તેમાં તે ન ફાવ્યા એટલે તેમને જીવનની ઘટમાળમાં] [૫૧ Page #59 -------------------------------------------------------------------------- ________________ |શ્રી હીરાચંદ રતનચંદની પેઢીમાં અમદાવાદમાં અને ત્યારબાદ મુંબઈ શ્રી વાડીલાલ દોલતરામને ત્યાં તથા | |શ્રીરામ મીલમાં મેં મારી લાગવગથી નોકરીએ વળગાડ્યા હતા. અને આ બધાને ત્યાં તેમણે પ્રમાણિકપણે નોકરી કરી હતી. કોઈને ત્યાંથી તેમની ફરિયાદ આવી નહોતી. તેમણે તેમની નોકરી દરમ્યાન બંધા શેઠિયાઓનો સારો પ્રેમ સંપાદન કર્યો હતો. આ ત્રણે શેઠિયાઓનો મારી સાથે ખૂબ જ અંગત સંબંધ છેક સુધી રહ્યો હતો. તેમણે તેમની નોકરીની બચતમાંથી તેમને એક જ પુત્રી હતી તેનાં સારી રીતે લગ્ન કર્યાં હતાં. તેમજ મુંબઈમાં માલિકીનો ફલેટ વસાવ્યો હતો. અર્થાત્ મારે તેમના તરફથી કોઈ ચિંતા રહી ન હતી. સાંસારિક જીવનમાં મારે ત્રણ પુત્રો, ત્રણ પુત્રીઓ છે. મોટા પુત્ર કીર્તિલાલનાં સંવત ૨૦૧૧માં લગ્ન થયાં. વચેટ પુત્ર ભરતકુમારના વિક્રમ સંવત ૨૦૧૩માં લગ્ન થયાં. । ન કીર્તિલાલને લગ્ન પછી અમારા કુટુંબના ઈશ્વરલાલ વાડીલાલના ભાગમાં બેજવાડા મોકલ્યા. તેઓ ત્યાં તેમની પત્ની સાથે બારેક મહિના રહ્યા. આ પેઢી શરૂઆતની હતી અને શરૂઆતમાં જમાવવા માટે વધુ | |પડતો ખર્ચ થવાથી પહેલાં વર્ષમાં ખાસ નફો ન મળ્યો. થોડું નુકસાન આવ્યું. પણ મેં તેમની સાથે ભાગીદારીમાં ! રહેતી વખતે ચોખવટ કરી હતી કે નુકસાનમાં અમારો ભાગ નહિ. પછીનાં વર્ષોમાં નફો થાય તો તે નુકસાની એડજસ્ટ કરી લેવી. પણ જ્યારે અમે છૂટા થઈએ ત્યારે અમારે કોઈ નુકસાની આપવાની નહિ. આ ચોખવટના પરિણામે એક વર્ષ બાદ કીર્તિલાલને મારે પ્રેસના કામ અંગે બોલાવી લેવા પડ્યા ત્યારે ફુંકાંઈપણ નફો કે નુકસાન લીધા વગર બોલાવવા પડ્યા. બેજવાડાથી આવ્યા બાદ કીર્તિલાલે પ્રેસનો ધંધો સંભાળી લીધો. પણ હું પહેલાં કહી ગયો તેમ વિક્રમ સંવત ૨૦૧૮ સુધી તેમાં કોઈ બરકત ન હતી. બેજવાડાથી કીર્તિલાલ આવ્યા પછી તુરત જ સારંગપુર પિત્તળિયા પોળ જુદા રહ્યા. અને પ્રેસમાંથી ખર્ચ માટે જે જરૂર થાય તે ઉપાડ કરતા. આગળ જતાં નયન પ્રિન્ટિંગ પ્રેસમાં તેમનો ભાગ કર્યો અને એમ. |બાબુલાલ પ્રેસમાં વર્ષે ૮૦૦૦ પગાર નાંખ્યો. આ બન્ને પ્રેસો મારી સાથે રહી આ જ સુધી તેઓ સતત | ચલાવતા રહ્યા છે. અને બન્ને પ્રેસની ઇજ્જત વધારતા રહ્યા છે. આ પ્રેસના કારોબાર દરમ્યાન તેમને એક પુત્ર અને ત્રણ પુત્રીઓ થઈ. તેઓનાં લગ્ન આદિ વ્યાવહારિક પ્રસંગ તથા કરિયાવર પ્રેસમાંથી રકમ ઉપાડી કરવામાં આવ્યો છે. તેમાં તેમના નામે કેટલા રૂપિયા જમા છે તેનો કશો વિચાર કર્યો નથી. અને તેમનો વ્યવહાર આજ સુધી સાથે રહી ચલાવ્યો છે. આમ Iતેમના એક પુત્ર અને ત્રણ પુત્રીઓનાં લગ્ન તથા વીતરાગ સોસાયટીમાં ફલેટ, વીમાના પ્રીમિયમો આ બધું | પ્રેસના કારોબાર દરમ્યાન કરવામાં આવ્યું છે. અને તેમણે પ્રેસનો કારોબાર મારી સાથે રહી પ્રામાણિકપણે ચલાવ્યો છે. વિક્રમ સંવત ૨૦૧૩માં ભરતકુમારના લગ્ન પછી થોડોક વખત કીર્તિકુમાર બેજવાડા હતા તે દરમ્યાન તે પ્રેસમાં જોડાયા હતા. પણ લગ્ન બાદ તેમના સસરાની ઓથથી જુદા રહ્યા અને પ્રેસમાંથી પણ |જુદા થયા. શરૂઆતમાં સ્વતંત્ર નોકરી અને ત્યારબાદ તેમના સસરાની ઓથથી અનાજ બજારમાં દલાલીના ધંધામાં જોડાયા. અને તે ધંધો આજ સુધી સ્વતંત્ર રીતે ચલાવે છે. શરૂઆતમાં તેમણે તેમની કમાણીથી સારંગપુર તળિયાની પોળમાં મકાન ખરીદ્યું, અને ત્યારબાદ દીપાવલીમાં ટેનામેન્ટ ખરીદ્યું. અને તે વેચી હાલ વાસણામાં ફલેટ ખરીદ્યો અને તેમાં તે રહે છે. આ તળિયાની પોળની ખરીદીમાં અને દીપાવલીના ટેનામેન્ટની [મારાં સંસ્મરણો યાને ૫૦ વર્ષની જૈન શાસનની આછી રૂપરેખા ૫૨] Page #60 -------------------------------------------------------------------------- ________________ ખરીદીમાં તે જુદા રહેવા છતાં આજ સુધી તેમણે એક પૈસો પણ ન આપ્યા છતાં તેમને યોગ્ય મદદ કરી છે.. તેમને ત્રણ પુત્રીઓ છે અને તે ત્રણેય પુત્રીઓને સારે ઠેકાણે પરણાવી છે. આ ત્રણેય લગ્નમાં પણ દાગીના. | વિગેરેમાં પણ યથાશક્ય મદદ કરી છે. આમ બન્ને પુત્રોનો પરિવાર વ્યવહારિક મોભાપૂર્વક પરણી ચૂક્યો છે અને ઇજ્જતભેર બન્નેનો; iવ્યવહાર સારી રીતે ચાલે છે. મારે આ બે પુત્રો ઉપરાંત એક પુત્ર અને ત્રણ પુત્રીઓની વિગતમાં પ્રથમ બે પુત્રીઓ પછી એકI Jપુત્ર અને પછી એક પુત્રી છે. બે પુત્રીઓમાં મોટી પુત્રી ચંદ્રા મણુંદ નિવાસી શ્રીયુત દલસુખચંદ ભીખાચંદના! : પુત્ર મહેન્દ્રકુમાર સાથે અને બીજી પુત્રી હંસા ભાલક નિવાસી શેઠ છનાલાલ ભપલદાસ વકીલના પુત્ર નરેન્દ્રકુમાર સાથે વિક્રમ સંવત ૨૦૨૨માં બન્ને સાથે અમારી જ્ઞાતિમાં પરણી છે. અને એના યોગ્ય કરિયાવર j જ્ઞાતિના વ્યવહાર મુજબ કર્યા છેમારી શક્તિ મુજબ આપ્યું છે અને બન્ને સુખી છે. પોત-પોતાના વ્યવહારj સારી રીતે ચલાવે છે. - ચિરંજીવી નયનકુમારના લગ્ન વિક્રમ સંવત ૨૦૨૮માં અમારી જ્ઞાતિના મોટપ ગામમાં શાહ અમૃતા કેશવલાલની દીકરીની થયા હતા. આ લગ્ન બાદ બે વર્ષમાં જ તેની સાથે મેળ ન પડવાથી કોર્ટમાં છૂટાછેડા 1 લેવા પડ્યા. આ બે ત્રણ વર્ષના ગાળાનો પ્રસંગ મારા જીવનનો દુઃખદ પ્રસંગ હતો. કેમકે મારી પત્નીની ; તબિયત નરમ રહેતી હતી. અને આ પુત્રવધૂ ઘેર રહેતી ન હોવાથી વીશીના ભાણા વિગેરેથી ચલાવવું પડતું.i Jઅને જ્ઞાતિમાં પણ એકબીજાના સગાઓના સંઘર્ષથી ઘણું સાંભળવું પડતું. પણ કોર્ટમાં જલ્દી નિકાલ આવી Tગયો અને વિક્રમ સંવત ૨૦૩૫ની સાલમાં છૂટાછેડા કોર્ટે આપ્યા. આ છૂટાછેડા બાદ તુરત જ બે જ મહિનામાં તેનાં પુનઃ લગ્ન બોરસદે કર્યા. જે આજે સુસંપન્ન રીતે? ચાલે છે અને તે મારી સાથે રહે છે. ધંધામાં નયનકુમાર નયન પ્રિન્ટિંગ પ્રેસ અને એમ. બાબુલાલ પ્રિન્ટિંગ ibસ એ બન્ને પ્રેસમાં યથાવત્ રીતે જોડાયેલા છે. છતાં જગત ટ્રેડર્સ નામનો તે સ્વતંત્ર ધંધો કરે છે. i હાલ મારી સાથે તે રહેતા હોવાથી મારો બધો કારોબાર તેમના કબજામાં છે. મારાં પત્ની વિક્રમ Jસંવત ૨૦૩૫માં સ્વર્ગવાસી થયા પછી નયનકમાર મારી સાથે રહે છે. અને તેને તથા તેમના પરિવારને હુI સંભાળું છું. iી છેલ્લી પુત્રી કૈલાસનાં લગ્ન વિક્રમ સંવત ૨૦૩૦માં ધીણોજ નિવાસી હરગોવનદાસ લહેરચંદના પુત્ર વિજયકુમાર સાથે અમારી જ્ઞાતિમાં થયાં તેઓ અરવિંદ મીલમાં સારા સ્ટેટસવાળી નોકરી કરે છે. તેમને | કસ્તુરભાઈ શેઠની ઓળખાણથી લગ્ન પહેલાં જ વેવિશાળ વખતથી જ, નોકરી રખાવ્યા હતા. તે સારી રીતેT 'સુખી છે અને તેમનો વ્યવહાર સારી રીતે ચાલે છે. આમ મારી આ કૌટુંબિક સ્થિતિ છે. વિદ્યાભવનના વિદ્યાર્થીજીવન દરમ્યાન હસ્તલિખિત માસિકમાં લેખો લખવાની અને પંદર દિવસે ! ; અને મહિને વકતૃત્વ હરિફાઈ યોજવાની પદ્ધતિથી લખવાની અને બોલવાની થોડી કળા ખીલી હતી. તે અને વિદ્યાભવનના વિદ્યાર્થીકાળ દરમ્યાન જુદી જુદી સંસ્થાઓની વિવિધ હરિફાઈઓમાં ભાગ લેવાની પદ્ધતિથી jજે એક બીજાનો સંપર્ક સાધવાની કળા ખીલી હતી, તેના પરિણામે વ્યવહારિક જીવનમાં પડ્યા પછી ================================ જીવનની ઘટમાળમાં [૫૩ - - - - - – - - – – – – – – – – – – – – – – – – – – – – – – – Page #61 -------------------------------------------------------------------------- ________________ શરૂઆતમાં મંડળો ઊભાં કરવાની, પંચ વિગેરેમાં ભાગ લેવાની અને જુદી જુદી પ્રવૃત્તિઓ કરવાની હોંશi હતી. તે મુજબ મહેસાણા પાઠશાળામાં હું શિક્ષક હતો ત્યારે મહેસાણા અને જ્ઞાતિના યુવાનોનું એક મંડળ 1ઊભું કર્યું હતું. અને આ મંડળ દ્વારા “જ્ઞાતિ હિતેચ્છુ' નામે એક માસિક શરૂ હતું. આનું સંચાલન શ્રીયુત. ચીમનલાલ વાડીલાલને મુંબઈમાં સોંપ્યું હતું. આ પત્રમાં તેમણે જ્ઞાતિઓના છિદ્રો ખુલ્લાં કરવા માંડ્યાં. તેને પરિણામે તે પત્ર બંધ થયું. પણ પત્ર સંચાલનના પરિણામે તે જતે દિવસે માતૃભૂમિ પેપરના તંત્રી બન્યા.' jઅને રાજકીય ક્ષેત્રમાં પણ ઝંપલાવ્યું. આ પછી અમદાવાદમાં આવ્યા બાદ જ્ઞાતિના બાવીસી-પાંત્રીસીના જે ભાઈઓ રહેતા તેનું એક! મંડળ ઊભું કર્યું. આ મંડળનો ઉદ્દેશ આ બે જ્ઞાતિના અમદાવાદમાં રહેતા ભાઈઓના સુખદુઃખમાં ભાગ લેવાનો હતો. મોટે ભાગે તે વખતે અહીં ૧૫ થી ૨૦ જ જ્ઞાતિના કુટુંબો હતાં. તેમાં પણ ઘરના ઘરવાળા તો એકાદ જ. મોટા ભાગના તો નામાં વિગેરેની નોકરી કરનારા હતા. આ મંડળને અમે વિકસાવ્યું અને જ્ઞાતિમાં બી. એ. આસપાસની ડીગ્રી લેનારાઓને માનપત્ર આપવાનો મેળાવડો યોજયો. આ માનપત્ર લેનારાઓ પૈકી એ. બી શાહ. ડૉ. જયંતના ફાધર અંબાલાલભાઈ, મણુંદવાળા તલકચંદભાઈ વિગેરે હતા.! આ મંડળમાં બન્ને જ્ઞાતિના ભાઈઓ હતા. છતાં કન્યાવ્યવહાર વિગેરેના સંબંધો જ્ઞાતિના અલગ અલગ હતા. એક સારા સમયે આ મંડળને વિચાર આવ્યો કે આ બે જ્ઞાતિઓ એક થાય તો સારું. આ વિચાર! ચાલતો હતો તે દરમ્યાન ચુનીલાલ મયાચંદ દવાવાળાના ભાગીદાર ઉત્તમલાલ, જે અમારા બધામાં વડીલી હતા, તે પણ અમારા મંડળમાં જોડાયા. (કેમ કે ઘાંચીની પોળમાં તેમણે તાજેતરમાં મકાન લીધું હતું. (પણ પંચ સાથે મેળ મળ્યો ન હતો.) | મંડળે બે જ્ઞાતિઓને ભેગા કરવાનો નિર્ણય કર્યો. આ દરમ્યાન હું બાવીસીના પંચમાં જ્યારે પંચ ભેગું થતું હતું ત્યારે ભાગ લેતો હતો અને અમારા પંચના આગેવાન શેઠ વાડીલાલ પીતાંબરદાસ વિગેરેની સાથે સારો સંબંધ ધરાવતો હતો અને એ પણ જાણતો હતો. કે જ્ઞાતિ ટૂંકી હોવાથી કન્યાઓની લેવડ-દેવડ 1માટે ઘણી મુશ્કેલી પડતી હતી. તેનો જ્ઞાતિના આગેવાનોને પણ રંજ હતો. તેમજ બાવીસી પાંત્રીસીના પિંથકના અમદાવાદમાં રહેતા ભાઈઓ પણ જ્ઞાતિના આગેવાનોના પુત્રો હતા. તે બધા પણ ઇચ્છતા હતા! Iકે બન્ને જ્ઞાતિઓ ભેગી થાય તો વધુ સારું. અને અમે અમારા વડીલોને સમજાવવા યથાશક્ય પ્રયત્ન કરીશું! એમ કહેતા હતા. આથી એક સારા દિવસે અમારા અમદાવાદના મંડળે બન્ને જ્ઞાતિઓના પંચના આગેવાનોનો સંપર્ક] સાધ્યો. નરોડા મુકામે બન્ને જ્ઞાતિઓના પંચને આ માટે વિચાર કરવા આમંત્રણ આપ્યું. આ માટેનો બનતા! Jસુધી વિક્રમ સંવત ૧૯૮૯નો મહા સુદ પાંચમનો દિવસ નિર્મીત કર્યો. પંચોની રીતિ મુજબ કોઈ નિર્ણત દિવસે બધા ભેગા થતા ન હતા. જુએ કે કેટલા ભેગા થયા છે! 'પછી આગેવાનો આવે, ચર્ચા કરે અને પાંચ સાત દિવસ કે તેથી વધુ દિવસ પંચ ચાલે. પણ અમે આમંત્રણT પત્રિકામાં જણાવ્યું હતું કે મહા સુદ પાંચમને દિવસે આવી જવું. તે દિવસે જ વિચારણાનું કાર્ય ચાલુ થશે.! આ મુજબ મહા સુદ પાંચમના દિવસે બન્ને પંચોના આગેવાનો આવી ગયા. અને મહા સુદ પાંચમના દિવસે નરોડા મુકામે બહારની ધર્મશાળામાં આ બેઠક યોજાઈ. બન્ને પંચોની આગતા-સ્વાગતાનો, રહેવા ખાવાપીવાનો =============================== [૫૪] . મારાં સંસ્મરણો યાને ૫૦ વર્ષની જૈન શાસનની આછી રૂપરેખા - - - - - - - - - - - -- — — - Page #62 -------------------------------------------------------------------------- ________________ |બધા જ ખર્ચની વ્યવસ્થા અમદાવાદના મંડળે ઉપાડી હતી. બાવીસીના પંચના આગેવાનોમાં ઉનાવાવાળા વાડીલાલ પીતાંબરદાસ અને મણુંદના માધવલાલ કેવળદાસ વિગેરે મુખ્ય આગેવાનો હતા. અને પાંત્રીસીના પંચના આગેવાનો મોઢેરાવાળા મોહનલાલ ગાંધી અને લુણવાવાળા વાડીલાલ ઉત્તમચંદ વિગેરે મુખ્ય હતા. આપણે નરોડા મુકામે કાર્યવાહીનો વિચાર કરીએ તે પહેલાં આ બે પંચોનો ટૂંકો ઇતિહાસ અને તેમની કામ કરવાની રીતિનો પરિચય મેળવીએ. પહેલાં કહી ગયો છું તે મુજબ વિક્રમ સંવત ૧૯૧૦માં ૨૨ ગામના સમુદાયને લઈ બાવીસીનું પંચ | |સૌ પહેલા સવાળા મુકામે (વીસનગર પાસે) રચાયું. આ પંચના મુખ્ય કાર્યકર્તા ઉનાવાના ભગવાનજી જેઠા હતા. વિક્રમ સંવત ૧૯૩૦ની આસપાસ પાંત્રીસીના પંચની રચના થઈ. આ પાંત્રીસીના પંચની પણ İરચના કરનાર ઉનાવાના જ વતની હતા. આમ પાંત્રીસી ગામોના સમુદાયને લઈ તેનું નામ પાંત્રીસી પડ્યું હતું. આ પંચમાં બોકરવાડા, લણવા, પીંડાલપુરા, વડાવલી, ધીણોજ, મોઢેરા વિગેરે પાટણવાડાનાં ગામો | ઉપરાંત મહેસાણાની આસપાસના મોટપ, મગુના, દેલોલી વિગેરે તથા ચુંવાળના કાલરી, બેચરાજી, કુંકવાવ વિગેરે ગામો હતાં. આ બન્ને પંચો દશાશ્રીમાળી જ્ઞાતિના હતા. ૫૦ થી ૬૦ વર્ષ સુધી એક સરખી રીતે આ બન્ને પંચો । ચાલ્યા, અને સરખા કુલ, વ્યવહાર વ્યાપાર વિગેરેને લઈને પરસ્પર કન્યાવ્યવહાર થતાં, એકબીજા સગા |સંબંધી ગુંથાયા. વચ્ચે વચ્ચે હુંસાતુંસી-તડા વિગેરે પડ્યા અને કેટલાક સંપત્તિવાનોને ગામડાનો વ્યવહાર ન| ગમવાથી પાટણ વિગેરે મોટા ગામોમાં કન્યાવ્યવહાર કર્યો. તેમને તેમણે પંચ બહાર મૂક્યા. પંચ બહાર રહેનારાઓને અકારું લાગવાથી દંડ આપી દાખલ થયા વિગેરે ઘણા બનાવો બન્યા. ખાસ મોટો બનાવ સંવત ૧૯૮૦ની આસપાસ બન્યો. તેમાં પાંત્રીસીના પંચના ચુંવાળનાં ગામો | પાંત્રીસીના પંચથી જુદાં પડ્યાં. કેમ કે તેઓ પાટણવાડાનાં ગામોમાં કન્યાઓ આપતા પણ તેમને પાટણવાડાવાળા | |કન્યા ન આપતા. આ ભેદ તેમને ખૂંચ્યો. અને તેઓ એ પાંત્રીસી એ જ નામ રાખી પોતાનો જુદો ગોળI કર્યો. બાવીસીના પંચમાં પંચના શેઠ તરીકે ઉનાવા અને મણુંદ બે ગામ ગણાતા હતા. કારણકે પંચનાં ઘરોની સંખ્યા આ બે ગામોમાં મોટી હતી. ભાલક બાવીસીના પંચનું ગામ હતું. તેમાં ઘરોની સંખ્યા ઉનાવા, । મણુંદ જેટલી અગર તેથી પણ વધારે હતી. છતાં તેને શેઠનું ગામ ગણાતું ન હતું. આ વાત ભાલકના સભ્યોને |ખટકતી હતી. તેથી તેઓ અને તેમના કેટલાંક સંબંધી ગામો ચુંવાળથી છૂટા પડેલા પાંત્રીસીના પંચમાં દાખલ | થયા અને તે પંચનું નામ બદલી પાંત્રીસી-બાવીસી રાખ્યું. આમ છતાં મૂળ પાંત્રીસીમાંનાં પાટણવાડાના વડાલી, બોરીઆવી વિગેરે ગામો બાવીસીમાં દાખલ થયાં. પણ પંચનું નામ બાવીસી જ રહ્યું. આ પરિસ્થિતિથી જે બાવીસીનું પંચ મોટું હતું તે ઘટીને ૨૫૦ થી ૩૦૦ એકડાવાળું તદ્દન નાનું પંચ | બની ગયું. અને પાંત્રીસીનું પંચ ચુંવાળવાળા જુદા પડ્યા છતાં ભાલક, દેણપ વિગેરે ઘણાં ગામો મોટી! જીવનની ઘટમાળમાં] Page #63 -------------------------------------------------------------------------- ________________ - - -- વસ્તીવાળા તેમાં દાખલ થયા હોવાથી તે પંચના એકડા ૬૫૦ થી ૭૦૦ ના રહ્યા. આ પંચનું નામ તેમણેT Iબાવીસી, તેથી પાંત્રીસી રાખ્યું. તેમાં ભાલક વિગેરે ગામોને શેઠાઈ આપી તેમાં પાંચ ગામ શેઠ તરીકે ! કહેવાયાં. આ બન્ને પંચોની જુની કાર્યવાહી તો એવી હતી કે આ બન્ને પંચો જયારે ભેગા થાય ત્યારે પાંચ સાત દિવસ જમણવાર કરે અને કોઈ ગુનેગાર હોય તેને લાગવગવાળો હોય ઓછા દંડમાં અને લાગવગ વિનાનો હોય તો તેને મોટો દંડ કરી નીચોવી નાંખે. ટૂંકમાં લાગવગશાહી ચાલતી. ન્યાય લાગવગની પડખે jરહેતો. | વિક્રમ સંવત ૧૯૮૪ની સાલ પછી આ પંચ ભેગું થતું તેમાં હું ઉનાવાના સગાવહાલાના કારણે અને પંચના કરવૈયાઓની સાથે સંબંધથી જતો. અને ત્યાં પંચની બેઠક મળતાં પહેલા જુદી જુદી ટુકડીઓ તેના પ્લાન ઘડી અને કોને દબાવવા ને કોને રાજી રાખવા તેની ચર્ચા કરતી. આ બધા પ્રપંચો હું જોતો. પણ આ સમય આ પંચોના અસ્તકાળનો હતો. ૩૮ નરોડા મુકામે આ બન્ને પંચાને ભેગા કરવાની બેઠક રાત્રે મળે તે પહેલાં અમારા મંડળના યુવાન Jસભ્યો જે બે પંચો પૈકીના હતા તેમણે નક્કી કર્યું હતું કે કોઈપણ હિસાબે આ બે પંચો ભેગા થાય તેવો આપણેT સક્રિય પ્રયત્ન કરવો તે મુજબ તે તે પંચોના વડીલોને તેમણે ખૂબ સમજાવ્યા હતા. પંચની બેઠક મળી. મને અમદાવાદના મંડળ તરફથી કહેવામાં આવ્યું કે તમે આ વાતની રજુઆત jકરો. મેં વાતની રજુઆત કરતાં કહ્યું કે આપણા બન્ને પંચોનાં ગામો નજીક નજીકનાં છે. અને એકબીજા ધંધાનું Jવ્યવહાર અને સગા સંબંધથી ઘણી રીતે ગુંથાયેલા છે. તો બે પંચો વચ્ચેની દિવાલ જુદી કરી ભેગા થઈએ.. આ માટે પ્રારંભમાં એકેક પંચની અગિયાર અગિયાર વ્યક્તિઓ ચૂંટી બાવીસની કમિટિ બનાવીએ. તે કમિટી! બે પંચ ભેગા થયા પછીનું બંધારણ ઘડે અને વચગાળાના સમયમાં આ બન્ને પંચો વચ્ચે પરસ્પર પંચોના જુના ગુનેગારો હોય તેને તે તે પંચ છ મહિનાની મુદતમાં ચુકવે. આ બધી વિગત મેં રજૂ કરી ત્યારે તેના જવાબમાં jબાવીસી પાંત્રીસી પંચના મુખ્ય આગેવાન મોઢેરાના વતની મોહનલાલ ગાંધીએ કહ્યું, આ બરાબર નથી. 1 અમારા પંચના એકડાની સંખ્યા ૭૦૦ની લગભગ છે. જ્યારે બાવીસીના પંચની સંખ્યા ૨૫૦-૩૦૦ ની છે.) Jઆમ બન્નેના સરખે હિસ્સે ન વેચાય. ૧૦૦ એકડાની સંખ્યામાં ત્રણ સભ્યો લેવાના હોય તો અમારા ૨૧] અને તમારા બાવીસીના પંચના ૩૦૦ના હિસાબે નવ લેવાવા જોઈએ. તમે સરખે સરખા લેવાની વાત કરો! છો ને ખોટી છે, અમને કબૂલ નથી. બીજું તમે રણુંજ ગામના વતની છે. પંચમાં શેઠાઈ ગામના વતની સિવાય કોઈ વાદ કે બોલવાનો હક્ક નથી. તમે કોઈ વાત રજૂ કરી શકતા નથી. આના જવાબમાં શ્રીયુત ઉત્તમલાલ જગજીવનદાસ જે ઉનાવાના વતની હતા અને બીજા ભાઈઓ/ પણ જે બાવીસી પાંત્રીસીના હતા તેમણે કહ્યું : પંડિત જે વાત કરે છે તે રણુંજના વતની તરીકે નહિ, પણ અમદાવાદના બધા સભ્યોના મંડળ વતી વાત કરે છે. અને આ પંચોને અમદાવાદનાં મંડળોએ બોલાવ્યાં છે ! એટલે શેઠાઈનાં ગામોનો કોઈ પ્રશ્ન નથી. શેઠાઈનો પ્રશ્ન ઉડી ગયો. પણ સોએ ત્રણ સભ્યોની વાત પકડી રાખી, અને મોહન ગાંધીની સાથેT =============================== પ૬] [મારાં સંસ્મરણો યાને ૫૦ વર્ષની જૈન શાસનની આછી રૂપરેખા | Page #64 -------------------------------------------------------------------------- ________________ - - - - - - - - - - તેમના પંચના બીજા સભ્યોએ પણ હાજી હા કરી તેમની વાતને મજબૂત કરી. પંચની બેઠક ગણગણાટ પછી | વેિરાઈ. આ પછી હું અમારા બાવીસીના પંચના આગેવાનોને મળ્યો. આ આગેવાનો પંચના સભ્યોની jઓછી સંખ્યાથી કન્યા વ્યવહારના લેવડ દેવડના પ્રસંગોની મુશ્કેલીથી ગુંચવાયેલા હતા. તેમને સમજાવ્યું કે મોહનલાલ ગાંધી સોએ ત્રણ સભ્યોની જે વાત કરે છે તે આપણે કબૂલ રાખીએ. આપણે સાથે બેઠા પછી lભાલક, દેણપ વિગેરે જે ગામો આપણામાંથી જુદા પડી ત્યાં ગયાં છે તે આપણાં જ છે. ચિંતા કરવાની જરૂર! નથી. એકવખત બન્ને વચ્ચેની દિવાલ તૂટી જશે પછી કોઈ વાંધો નહિ આવે. માટે સંખ્યાની બાબતમાં વાંધો ! રાખી વાત તૂટી જાય તેવું કરવાની જરૂર નથી. અમારા બાવીસી પંચના આગેવાનો આ વાતમાં સંમત થયા. અને કહ્યું કે આપણને કબૂલ છે, તમે વાત કરો. થોડીવાર પછી ફરી બન્ને પંચોની બેઠક મળી. તેમાં મોહન ગાંધીએ તો તેમની જે વાત હતી તે જ! પકડી રાખી. મેં બાવીસીના પંચ વતી તેમને કહ્યું, તમારા સોએ ત્રણના હિસાબે ૩00 ના નવ સભ્યો થાય.! ; પણ અમારા આઠ અગર સાત લો તો પણ અમને વાંધો નથી. આપણે તો એકઠા થવું એ મુખ્ય વાત છે.' મોહન ગાંધી આશ્ચર્ય પામ્યા. તેમણે કહ્યું, આ વાત તમે કહો છો તે તમારા પંચના આગેવાનોને કબૂલ છે? jમેં કહ્યું, આ બેઠા, પૂછી જુઓ. શ્રીયુત વાડીલાલ પીતાંબરદાસ તથા માધુ શેઠે કહ્યું, કબૂલ છે. હવે મોહનાં Tગાંધી પાસે કોઈ ઉત્તર નહોતો. પરિણામે શ્રી પાર્શ્વનાથ ભગવાનની જય બોલાઈ અને બે પંચોમાં કોઈI Jપરસ્પર સગપણ-સાંધા કરે તેનો વાંધો ન લેવાનું નક્કી થયું. અને જે જુના ગુના હોય તે સૌએ પોતપોતાના! : પંચમાં છ મહિનાની અંદર પતાવી દેવા. ત્યારપછી તે ગુના પતાવવાનો હક્ક સંયુક્ત પંચને રહેશે. | આ પછી અમારા પંચની પાનસર, તારંગા, મહેસાણા વિગેરે ઠેકાણે બેઠક મળી. થોડા ઘણા |ગુનાઓ ચુકવાયા. આ પંચની બેઠકો મોટા ભાગે હો હા અને ઘાંટા પાડવામાં અને કોઈના જૂના વિખવાદોની| વિસુલાત કરવામાં થતી. આ બે પંચ ભેગા થયા પછી તેનું શું નામ રાખવું તે વિચાર થયો. બાવીસ અને પાંત્રીસ એ બેના! | સરવાળાથી ખરી રીતે પંચનું નામ સત્તાવન રખાય. પણ તારંગા મુકામે એમ નક્કી થયું કે છપ્પનિયા દુકાળ પછી આ સત્તાવનનો આંક રાખવો ઠીક નથી, એટલે આ બે પંચ ભેગા થયા પછી શ્રી મહેસાણા પ્રાંત Tદશાશ્રીમાળી સુડતાળીશ એ નામ રાખ્યું અને આ બન્ને પંચોમાં સંયુક્ત કારોબાર ચાલ્યો. આ સંયુક્ત પંચ થયા પછી તેની એક મિટિંગ તારંગા, કંબોઈ મળી છેલ્લી મિટિંગ કંબોઈની થઈ ત્યારે પંચની કોઈક વ્યક્તિએI સરકારમાં ખબર આપી કે આ પંચ કંબોઈ મુકામે જ્ઞાતિ બહાર મૂકવાનું અને દંડ વિગેરે કરવાનું કરે છે તો! તેની સામે સરકારે પગલાં લેવા જોઈએ. તે ઉપરથી સરકારી માણસો કંબોઈ આવ્યા અને પંચના આગેવાનો, આ જોઈ પંચની બેઠક મૂકી આડા અવળા જતાં રહ્યા. આ પછી કોઈ દિવસ પંચ ભેગું થયું નથી. અને પંચ જે ગુનેગારોનો દંડ કરી પૈસા ભેગા કરતું હતું તે બધું બંધ થઈ ગયું. પંચની બેઠક ત્યાર પછી મળી નથી,i અને પંચના પૈસા જે જેની પાસે રહ્યા છે તેની પાસે રહી ગયા. આ પછી તો પંચની વ્યવસ્થા તૂટી ગઈ. જ્ઞાતિમાં જ કન્યા આપવી - લેવી તે વ્યવહાર તૂટી ગયો.! અને આજે તો પંચની રીતિએ ગણીએ તેવા ગુનેગારોની સંખ્યા તો પંચના સભ્યો કરતાં વધી ગઈ છે. આમ, : પંચ તે પંચ તરીકે રહ્યું નથી. પરંતુ જ્ઞાતિના મોહથી મુંબઈ, અમદાવાદ, પુના વિગેરે ઠેકાણે જ્ઞાતિના નામનાં ! =============================== જીવનની ઘટમાળમાં. Page #65 -------------------------------------------------------------------------- ________________ મંડળો ઊભાં થયાં છે. અને જ્ઞાતિના સભ્યોને એક યા બીજી રીતે મદદ કરવાની વૃદ્ધિથી જુદી જુદી વ્યવસ્થાઓ કરે છે. ગામડામાં જે જ્ઞાતિનાં ઘરો હતાં તે ધંધા વિગેરે વિસ્તીર્ણ થવાથી મોટા ભાગનાં અમદાવાદ, મુંબઈ,I પુના, સુરત વિગેરે ઠેકાણે વસ્યાં છે. અને કન્યાવ્યવહાર વિગેરે પણ જ્ઞાતિનાં ઘરોમાં જ્યાં સુધી સવલત હોય! ત્યાં સુધી કરે છે અને બહાર સવલત હોય તો બહાર કરે છે. તેનો કોઈ શોષ રહ્યો નથી. પહેલાં કન્યા મેળવવાની બુદ્ધિથી જે પંચની રચના હતી તે હવે નાશ પામી છે. કારણકે યોગ્ય પાત્રને જ્ઞાતિ બહારથી પણ કન્યાઓ મળી શકે છે. બીજુ શહેરોમાં વસવાના કારણે જ્ઞાતિમાં વ્યાવહારિક, સ્કૂલ કોલેજોનું જ્ઞાન, છોકરા jઅને છોકરીઓમાં ખૂબ વધ્યું છે. પહેલાં મેટ્રિક ભણેલી છોકરી ભાગ્યે જ જ્ઞાતિમાં હતી. આજે બી.કોમ.. !વિગેરે ડીગ્રીવાળી કેટલીય છોકરીઓ અને છોકરા છે. તેમજ બહારના વસવાટના કારણે વ્યાપારમાં પણ જ્ઞાતિએ સારી સિદ્ધિ હાંસલ કરી છે. આજે અમદાવાદ વિગેરેમાં ભાગ્યે જ કોઈ એવો સભ્ય હશે કે જેને ઘરનું : ઘર ન હોય. આજે જ્ઞાતિમાં કરોડપતિઓની સંખ્યા છે અને લક્ષાધિપતિઓ તો ઘણા છે. તેમજ જુદા જુદા j વ્યાપાર ક્ષેત્રોમાં સારી નામના ધરાવતા જ્ઞાતિના વ્યાપારીઓ છે. જ્ઞાતિના સભ્યોમાં ડૉક્ટરો છે. વકીલો છે.j I આર્કિટેક્ટરો છે અને મોટા કોન્ટ્રાક્ટરો પણ છે. આમ ખરી રીતે કહીએ તો જ્ઞાતિનું ભાવિ ઉજજવળ છે.] ૩૯ જ્ઞાતિના પંચોના લાભાલાભનો વિચાર કરીએ તો તેમાં કેટલાક લાભ પણ હતા ને કેટલાક ગેરલાભ Jપણ હતા. જ્યારે આ પંચો રચાયા ત્યારે એવી પરિસ્થિતિ હતી કે પાટણવાડાના ગુજરાતનાં ગામડાંઓ તેમની! આસપાસના કાકુશી પરગણાનાં ગામોમાંથી કન્યાઓ મેળવતા અને પોતાની કન્યાઓ પાટણ વિગેરે મોટા શહેર અને ગામોમાં નાખતા. પરંતુ સમય જતાં મુશ્કેલી પડવા માંડી. જેના પરિણામે સાધારણ સ્થિતિને 1 કુટુંબોનાં છોકરાઓને ૩૫-૪૦ વર્ષ સુધી પણ કન્યાઓ નહોતી મળતી. આ બધાં પરિણામોને લઈ આસપાસનાં | ગામડાંઓએ સંગઠન કર્યું અને એ સંગઠનના પ્રતાપે દશા અને વીસી જ્ઞાતિના પંચો થયા. એક સરખો] વ્યાપાર - વણજ અને રીતભાતને લઈને વર્ષો સુધી આ પંચો ચાલ્યા. વચ્ચે વચ્ચે કોઈ કોઈવાર હુંસાતુંસીનાT Jપ્રતાપે તડો વિગેરે પડ્યા પણ તે પાછા સંધાયા. આ કાળમાં ખાનદાનીને મહત્ત્વ અપાતું. આ ખાનદાની. એટલે જે કુટુંબમાં કન્યાવિક્રય ન થયો હોય અગર સાટા-પાટા ન થયા હોય તે કુટુંબ ખાનદાન ગણાતું. આવા 1 કુટુંબના સભ્ય પૈસા ટકે ઓછાશવાળા હોય તો પણ તેની પૃચ્છા થતી. == ૫૮]. ================== [મારાં સંસ્મરણો યાને ૫૦ વર્ષની જૈન શાસનની આછી રૂપરેખા Page #66 -------------------------------------------------------------------------- ________________ C વિભાગ – ૨ તિથિ ચર્ચા] 6 હી તિથિ ચર્ચા (૧) આપણા સંઘમાં તિથિનો પ્રશ્ન લગભગ ૯૨ વર્ષથી ચર્ચાય છે. આનું મૂળ વિક્રમ સંવત ૧૯૫૨થી છે. પરંતુ ૧૯૫૨, વિક્રમ સંવત ૧૯૬૧ ને વિક્રમ સંવત ૧૯૮૯ આ ત્રણ વર્ષમાં સંવત્સરી અંગે આ પ્રશ્ન હતો. આ ત્રણ વર્ષમાં સંઘમાન્ય પંચાંગમાં ભાદરવા સુદ પાંચમનો ક્ષય આવ્યો ત્યારે કઈ તિથિનો ક્ષય કરી |ચોથ ઊભી રાખી સંવત્સરી કરવી તે પ્રશ્ન હતો. પણ વિક્રમ સંવત ૧૯૯૨-૯૩માં સંઘમાન્ય પંચાંગમાં | Iભાદરવા સુદ બે પાંચમ આવી. ત્યારે કઈ તિથિની વૃદ્ધિ કરવી અને ભાદરવા સુદ ૪ ઊભી રાખી સંવત્સરી કરવી તે પ્રશ્ન ઊભો થયો. અને તેમાંથી પર્વતિથિઓની ક્ષય-વૃદ્ધિ જે પહેલાં નહોતી થતી, તેને બદલે એક પક્ષે પર્વતિથિની ક્ષય-વૃદ્ધિ કરવાનું રાખ્યું. અને બીજા પક્ષે જૂની પ્રણાલિકા મુજબ પર્વતિથિની ક્ષયવૃદ્ધિએ પૂર્વની અપર્વતિથિની ક્ષય-વૃદ્ધિ કરવાનું અને પર્વાનંતર પર્વની તિથિની ક્ષય-વૃદ્ધિએ પૂર્વતર અપર્વ તિથિની |ક્ષયવૃદ્ધિ કરવાનું પ્રણાલિકા મુજબ હતું તે કાયમ રાખ્યું. જેને લઈને પર્વતિથિની ક્ષયવૃદ્ધિ કરનાર બે | તિથિવાળો પક્ષ, અને જેઓ પર્વતિથિની ક્ષયવૃદ્ધિએ અપર્વતિથિની ક્ષયવૃદ્ધિ કરતા હતા તે એકતિથિવાળો પક્ષ મેં કહેવાયો. આઠમ, બે ચૌદશ વિગેરે બોલવા અને કરવાથી બે તિથિવાળો પક્ષ કહેવાયો. વિક્રમ સંવત ૧૯૫૨માં તે વખતનું સંઘમાન્ય પંચાંગ ચંડાંશુચંડૂ હતું. તેમાં ભાદરવા સુદ પાંચમનો ।ક્ષય આવ્યો. આથી એ પ્રશ્ન ઉભો થયો કે આપણે ત્યાં બીજ, પાંચમ, આઠમ, અગિયારસ, ચૌદશ અને । |પૂનમ એ શુકલપક્ષ અને કૃષ્ણપક્ષની થઈ ૧૨ પર્વતિથિઓ છે. આ પર્વતિથિઓની પંચાંગમાં ક્ષય-વૃદ્ધિ આવે । Iત્યારે બીજના બદલે એકમ, પાંચમના બદલે ચોથ, આઠમના બદલે સાતમ, અગિયારસના બદલે દશમ, ચૌદશના બદલે તેરસની ક્ષય-વૃદ્ધિ કરવાની રીત હતી. તથા પૂનમ-અમાસની ક્ષય-વૃદ્ધિ આવે ત્યારે તેની જોડેની પર્વતિથિ ચૌદશ હોવાથી તેરસની ક્ષય-વૃદ્ધિ થતી હતી. અને તે મુજબ લોકોની આરાધનાની સમજ માટે તેવા ભીંતીયાં પંચાગો છપાવી કાઢવામાં આવતાં હતાં. જ્યારે મુદ્રણની પરિસ્થિતિ નહોતી ત્યારે ટહેલિયા İદ્વારા અને વ્યાખ્યાનમાં આ પ્રમાણે જાહેર કરાતું હતું અને તે પ્રમાણે સર્વ લોકો બાર પર્વની આરાધના કરતા | હતા. [૫૯ Page #67 -------------------------------------------------------------------------- ________________ (૨) વિક્રમ સંવત ૧૯૫૨માં ભાદરવા સુદ પાંચમનો સંઘમાન્ય પંચાંગમાં ક્ષય આવ્યો. ત્યારે આપણી ઉપરની પ્રણાલિકા મુજબ પૂનમની ક્ષયવૃદ્ધિએ તેરસની ક્ષયવૃદ્ધિ કરીએ છીએ તે મુજબ પાંચમની જોડેનું પર્વ ભાદરવા સુદ ચોથ હોવાથી, ભાદરવા સુદ ત્રીજનો ક્ષય થવો જોઈએ તે મુજબ એક પક્ષે કહ્યું. જ્યારે બીજા ।પક્ષે કહ્યું કે બાર પર્વ તિથિમાં આપણે આ કરીએ છીએ તે બરાબર છે. કારણકે તે પ્રણાલિકા આપણી વર્ષોથી | વિના મતભેદે ચાલી આવે છે. પણ ભાદરવા સુદ પાંચમના ક્ષય-વૃદ્ધિએ ત્રીજની ક્ષય-વૃદ્ધિની કોઈ પ્રણાલિકા | નથી. અને શાસ્ત્રમાં તો ઉદય તિથિએ તે-તે પર્વતિથિનું આરાધન કરવું જોઈએ તેવું સ્પષ્ટ છે. સંધમાન્ય પંચાંગમાં ભાદરવા સુદ ચોથ ઉદયતિથિવાળી છે. તેનો ક્ષય નથી. ભાદરવા સુદ પાંચમ કરતાં ભાદરવા સુદ ચોથ સંવત્સરીની મોટી તિથિ છે તો તે ઉદયતિથિ હોવા છતાં તેને છોડવી તે વાજબી નથી. બીજી બાજુ પર્વતિથિનો ક્ષય કરતાં નથી અને ભાદરવા સુદ પાંચમનો ક્ષય છે તો શું કરવું ? આ વિમાસણ ઊભી થઈ. હું તેમણે ચંડાશુચંડૂના કર્તા શ્રીધર શિવલાલને પૂછાવ્યું કે અમારે શું કરવું ? તેમણે જણાવ્યું કે મારવાડ તરફના | પંચાંગોમાં પાંચમનો ક્ષય છે, પણ ગુજરાત તરફના પંચાંગોમાં છઠ્ઠનો ક્ષય છે. તો તમે એ પંચાંગનો આશરો ! લઈ સંવત્સરી કરવાનું રાખો તો ચોથની ઉદયતિથિએ સચવાશે અને તમારી શાસ્રમાન્ય પ્રણાલિકા મુજબ પર્વતિથિનો ક્ષય નહિ કરવાનું પણ સચવાશે. આ વાત તે વખતના શાસનમાન્ય ધુરંધરો આત્મારામજી મહારાજ, ગંભીરવિજયજી મહારાજ વિગેરે મુનિ ભગવંતોને અને અનુપચંદભાઈ જેવા આગેવાનોને રૂચી. Iઅને તેમણે તે મુજબ ભાદરવા સુદ છઠનો ક્ષય કરી ભાદરવા સુદ ચોથે સંવત્સરી કરવાનું રાખ્યું. જો કે આ 1 નિર્ણય કરતાં પહેલાં શેઠ આણંદજી કલ્યાણજીની પેઢી, ડહેલાનો ઉપાશ્રય, ગોડીજી સંઘની પેઢી વિગેરેના I વરસો સુધીના ચોપડા તપાસ્યા. કોઈપણ ઠેકાણે આવો પ્રસંગ આવ્યો હોય ત્યારે શું કરવામાં આવ્યું તે તપાસ્યું. પણ તેમને કોઈ જગ્યાએ આવા પ્રસંગનો ઉલ્લેખ સાંપડ્યો નહિ. તેથી ઉપર મુજબનો નિર્ણય જાહેર કર્યો. બીજી બાજુ તે વખતે પૂજ્ય આનંદસાગરજી મહારાજ ફક્ત ચારથી પાંચ જ વર્ષના દીક્ષિત હતા. તેમનું કહેવું એમ થયું કે પૂનમ-અમાસની ક્ષયવૃદ્ધિએ ચૌદશ-પૂનમ જોડિયા હોવાથી તેરસની ક્ષયવૃદ્ધિ કરીએ છીએ. ત્યાં આપણે ઉદયતિથિનો આગ્રહ રાખતા નથી, તો પછી ભાદરવા સુદ ચોથ અને પાંચમ જોડિયા હોવાથી ઉદયતિથિનો આગ્રહ રાખવાની જરૂર નથી. બીજું આ જે તમે ચંડાંશુચંડૂ પંચાંગ છોડી બીજું ગુજરાતનું પંચાંગ લો છો. હવે તે પંચાંગ પછી પણ ચાલુ રાખવાની તો ના પાડો છો. પછીના વર્ષે તો પાછું ચંડાંશુચંદ્ન |પંચાગ લો છો આમ જરૂર પડયે બીજું પંચાંગ લેવું અને હંમેશનું સંઘમાન્ય પંચાંગ છોડી દેવું આ રીત કોઈ વાજબી નથી. અને જો ગુજરાતનું પંચાંગ લો તો તેમાં જ્યારે ભાદરવા સુદ પાંચમનો ક્ષય આવશે ત્યારે શું કરશો ? આ રીત વ્યવસ્થિત નથી. ઘેલીના ગવાડા જેવું છે. આ તેમની વાત અને શાસનના બુઝર્ગોની વાતમાં મતભેદ પડ્યો. અને તે વખતના સયાજીવિજય | Iઅને મુંબઈ સમાચારમાં પોતપોતાની વાતનું સમર્થન કરતાં વિવિધ લેખો પ્રગટ થયા. સંઘ ઉપર ગંભીર | વિજયજી મહારાજ, આત્મારામજી મહારાજ વિગેરેનું અને અનુપચંદભાઈનું વર્ચસ્વ હોવાથી સંધના મોટા ભાગે ભાદરવા સુદ છઠનો ક્ષય કરી ભાદરવા સુદ ચોથને ઊભી રાખી સંવત્સરી કરી. આનંદસાગરજી મહારાજે તે વખતે પેટલાદ ચોમાસું કર્યું હતું. તે વખતના સંઘના અગ્રણી શેઠ [મારાં સંસ્મરણો યાને ૫૦ વર્ષની જૈન શાસનની આછી રૂપરેખા ૬૦] Page #68 -------------------------------------------------------------------------- ________________ - - - મનસુખભાઈ ભગુભાઈને સાગરજી મહારાજની વાત સાચી લાગી. તેથી તેઓ સંવત્સરી કરવા પેટલાદ ગયા! Jઅને સાગરજી મહારાજ સાથે સંવત્સરી કરી. સાંભળીએ છીએ કે તે વખતે તેમણે પેટલાદમાં સંવત્સરીના દિવસે સોનાના વેઢની પ્રભાવના કરી હતી. આમ વિક્રમ સંવત ૧૯૫૨માં ભાદરવા સુદ પાંચમના ક્ષયે ભાદરવા સુદ ચોથ કઈ રીતે રાખવી ; તેનો મતભેદ હતો. પણ બન્ને પક્ષો પર્વતિથિની ક્ષય-વૃદ્ધિ તો ન જ થાય તેમાં કબૂલ હતા. માત્ર ચૌદશ-T પૂનમ જોડિયું પર્વ ગણાય છે તેમ ચોથ - પાંચમને જોડિયું પર્વ ગણવું કે નહિ તેનો મતભેદ હતો. ! ટૂંકમાં ૧૯૫૨માં શાસનમાં સર્વમાન્ય પર્વતિથિની ક્ષય-વૃદ્ધિ ન થાય તે માન્યતા સર્વસંમત હતી.' વિક્રમ સંવત ૧૯૬૧માં પણ સંઘમાન્ય ચંડાશુગંડૂ પંચાંગમાં ભાદરવા સુદ પાંચમનો ક્ષય આવ્યો તે ! વખતે પણ વિક્રમ સંવત ૧૯૫૨ની માફક સંઘના મોટાભાગે બીજા પંચાંગનો આશરો લઈ ભાદરવા સુદ ! છઠનો ક્ષય કર્યો. આ વખતે પૂજ્ય આનંદસાગરજી મહારાજ કપડવંજ મીઠાભાઈ ગુલાલચંદના ઉપાશ્રયે ! ચોમાસું હતા. ગામના બીજા ઉપાશ્રયે પૂજ્ય આત્મારામજી મહારાજના સાધુઓ ચોમાસુ હતા. કપડવંજ એ Íસાગરજી મહારાજની જન્મભૂમિ છે. સાગરજી મહારાજે વિચાર્યું કે સંવત્સરીના પ્રશ્ન ગામમાં મતભેદ પડેT એિ ઠીક નહિ. તેમણે પોતાની વાત ભાદરવા સુદ પાંચમના ક્ષયે ત્રીજનો ક્ષય કરવાની મનમાં રાખી. પણT સાથે જણાવ્યું કે મારે આ પ્રશ્ન સંઘમાં ભેદ પાડવો નથી. તેથી કુવૃષ્ટિ ન્યાયે તેમણે ભાદરવા સુદ ૬ ના ક્ષયે ! ભાદરવા સુદ ચોથ સંવત્સરી કરવામાં સંમતિ આપી. i આ રીતે વિક્રમ સંવત ૧૯૬૧માં બધાં ગામોના સંઘોમાં ભાદરવા સુદ છઠનો ક્ષય કરી ભાદરવા | સુદ ચોથના સંવત્સરી કરવાનું રાખ્યું. આમ વિક્રમ સંવત ૧૯૬૧માં વિના મતભેદે ભાદરવા સુદ ૬ નો ક્ષયT થયો. આ વખતે પણ કોઈએ પર્વતિથિ પાંચમનો ક્ષય કર્યો નથી અર્થાત્ પર્વતિથિની ક્ષયવૃદ્ધિ ન થાય તે ! માન્યતા સંઘની હતી તે જ રહી. (૪) વિક્રમ સંવત ૧૯૮૯માં પૂજય સાગરજી મહારાજનું ચોમાસું જામનગરમાં હતું. આ વખતે તેઓને 'ત્યાં પૂજ્ય ચંદ્રસાગરજી મહારાજ વિગેરેની ટુકડી દીક્ષિત થયેલી હતી અને તેઓનું વર્ચસ્વ પણ સારું હતું. આ સિદ્ધચક્ર માસિક છપાતું હતું. તેમાં શાસન પ્રભાવનાના સમાચારો અને પૂજ્ય સાગરજી મહારાજનાં વ્યાખ્યાનો ! છપાતાં હતાં. આ વખતે તેમને દાનસૂરિજી મહારાજ સાથે દીક્ષા કેટલામાં વર્ષે આપવી તેના અને મરીચિના ઉત્સુત્ર વચન સંબંધમાં કેટલાક મતભેદો હતા. તેની નોંધ વીરશાસન પેપર અને સિદ્ધચક્રમાં છપાતી હતી. 1 આમ તે બે વચ્ચે ગાયકવાડ સરકારની દીક્ષાના કાયદા પ્રસંગે થયેલો મનમેળ આ બધાં કારણે ઘટી ગયો હતો. 1 | ચંદ્રસાગરજીની ટુકડી અને કેટલાક ભક્તોના આગ્રહથી તેમણે વિક્રમ સંવત ૧૯૮૯માં પંચાંગના! ભાદરવા સુદ પાંચમના ક્ષયે ત્રીજનો ક્ષય કરવાનું અને પંચાંગની ત્રીજની ઉદયતિથિના દિવસે ભાદરવા સુદ | ચોથની સંવત્સરી કરવાનું જાહેર કર્યું જ્યારે આચાર્ય દાનસૂરિ મહારાજ તરફથી છપાતા વીરશાસન પત્રમાં બીજા પંચાંગનો આશરો લઈi ================================ તિથિ ચર્ચા ૬િ૧ | — — — – Page #69 -------------------------------------------------------------------------- ________________ |પર્યુષણનો કાર્યક્રમ જાહેર કર્યો. તેમાં ચંડાંશુચંડૂ પંચાગની ઉદયવાળી ચોથ આવે તે રીતે આખો પ્રોગ્રામ જાહેર | કર્યો અને તેમાં ચંડાંશુચંડૂ પંચાંગમાં આવતી પાંચમના ક્ષયને બદલે છઠનો ક્ષય જણાવ્યો. એટલે ચંડાંશુચંડૂની ઉદયવતી ત્રીજના દિવસે સાગરજી મહારાજે, પૂનમ અમાસની ક્ષય-વૃદ્ધિએ તેરસની ક્ષયવૃદ્ધિ થાય તે મુજબ, ભાદરવા સુદ ચોથ જાહેર કરી, સંવત્સરી કરી. અને દાનસૂરિ મહારાજ વિગેરેએ બીજા પંચાંગનો આશરો લઈ ભાદરવા સુદ પાંચમ પર્વતિથિ હોવાથી ક્ષય ન થાય તેમ જણાવી છઠના ક્ષયપૂર્વક ભાદરવા સુદ ચોથની સંવત્સરી કરી. આમ વિક્રમ સંવત ૧૯૮૯માં પૂ. સાગરજી મહારાજ સિવાય બીજા બધાએ છઠના ક્ષયપૂર્વક |સંવત્સરી કરી. પણ તે વખતે દર્શનવિજયજી ત્રિપુટી અને પ્રતાપવિજયજી મહારાજે જૈન પેપરમાં જાહેર કર્યું| કે સાગરજી મહારાજની વાત વિચારવા યોગ્ય છે. અમે બધાની સાથે સંવત્સરી કરીશું. સાગરજી મહારાજ સાથે નહિ કરીએ. પણ તે કહે છે તે વિચારણીય છે. આ વખતે સાગરજી મહારાજ તરફથી શાસ્ત્રીય પુરાવારૂપે તેમની વાતના સમર્થનમાં શાસ્રપાઠો પણ રજૂ કરવામાં આવ્યા હતા.પણ મોટો પક્ષ છઠના ક્ષયની માન્યતાવાળો હોવાથી મોટા ભાગે સંધે છઠનો ક્ષય રાખી સંવત્સરી કરી હતી. આ વખતે નીતિસૂરિ મહારાજ તરફથી ઉપાધ્યાય દયાવિજયજી મહારાજના નામથી છઠના ક્ષયના સમર્થનની પુસ્તિકા બહાર પાડવામાં આવી હતી, અને સાગરજી મહારાજનો વિરોધ કર્યો હતો. (૫) વિક્રમ સંવત ૧૯૯૨ અને વિ. સં. ૧૯૯૩ આ બન્ને સાલ ચંડાંશુચંડૂ પંચાંગમાં ભાદરવા સુદ પાંચમની વૃદ્ધિ આવી. આ વૃદ્ધિનો પ્રસંગ અગાઉ કોઈ સાલ આવ્યો ન હતો. આ વખતે પણ સો દોઢસો ! વર્ષના ચોપડા વિગેરે જોવામાં આવ્યા. તેમાં પણ કોઈ આવો પ્રસંગ ન હતો. આની ચર્ચા વિક્રમ સંવત ૧૯૯૧ થી શરૂ થઈ. વીરશાસનપત્રમાં આના લેખો આવવા માંડયા. પરંતુ આ લેખોમાં પર્વતિથિનો ક્ષય કરવાની વાત હતી નહિ. એટલું જ નહિ. પણ વિક્રમ સંવત ૧૯૯૨ના આસો મહિનાનો પાક્ષિક પંચાંગનો । કોઠો આપવામાં આવ્યો તેમાં પણ ચંડાંશુચંડૂ પંચાંગના આધારે ચૌદશના ક્ષયે તેરસનો ક્ષય દર્શાવવામાં આવ્યો । [હતો. જે કોઠાની નકલ મારા પર્વતિથિનિર્ણય પુસ્તકમાં પ્રાક્કથનમાં આપવામાં આવેલ છે. આ ચર્ચામાં વિક્રમ સંવત ૧૯૫૨, ૧૯૬૧ અને ૧૯૮૯નો હવાલો આપી પાંચમના ક્ષયે છઠનો ક્ષય કર્યો હતો તે મુજબ વિક્રમ સંવત ૧૯૯૨ના પર્યુષણમાં પાંચમની વૃદ્ધિએ બીજા પંચાંગનો આશરો લઇ છઠની વૃદ્ધિ કરવી જોઈએ જણાવ્યું હતું. પણ પાંચમની વૃદ્ધિ કરવી જોઈએ તે વાત નહોતી. વિક્રમ સંવત ૯૧ પછી ૯૨ની સાલના મહિનાઓ પસાર થતાં આ ચર્ચા વધુ વેગ પડતી થવાથી પૂ. આચાર્ય વિજયનેમિસૂરીશ્વરજી મહારાજે આ |સંબંધે વિચાર કરવા અમદાવાદમાં બિરાજતા પૂ. વયોવૃદ્ધ આચાર્ય શ્રી સિદ્ધિસૂરિજી મહારાજને પાંજરાપોળના | Iઉપાશ્રયે બોલાવ્યા અને આ સંબંધે વિચાર કરવા જણાવ્યું. પૂ. આચાર્ય વિજયનેમિસૂરિજી મહારાજે કહ્યું કે વિક્રમ સંવત ૧૯૫૨માં ભાદરવા સુદ પાંચમનો પંચાંગમાં ક્ષય આવ્યો ત્યારે સંવત્સરી કઈ રીતે કરવી તે માટે અમારા વડીલ પૂજ્ય ગંભીરવિજયજી મહારાજ ।વિગેરે હતા એટલે તેમણે જે કર્યું તે મુજબ વિક્રમ સંવત ૧૯૫૨, ૧૯૬૧, ૧૯૮૯ વિગેરેમાં ક્યું પણ આ । !અગાઉ કોઈ દિવસ પંચાંગમાં પાંચમની વૃદ્ધિ આવી નથી. આપણી પાસે આ વૃદ્ધિના પ્રસંગે પુર્વપૂરુષોએ શું કર્યું તેનો કોઈ પુરાવો નથી. એટલે આપણે આ સંબંધમાં વિચાર કરવો જોઈએ. પૂ. સિદ્ધિસૂરિજી મહારાજે [મારાં સંસ્મરણો યાને ૫૦ વર્ષની જૈન શાસનની આછી રૂપરેખા ૬૨] Page #70 -------------------------------------------------------------------------- ________________ જણાવ્યું કે તમે જે નિર્ણય કરશો તે મારે કબૂલ છે. આના જવાબમાં પૂજ્ય નેમિસૂરિજી મહારાજે કહ્યું,T Iવિજયવલ્લભસૂરિજી, નીતિસૂરિજી વિગેરેની સાથે વિચાર કરી લઈએ. સાગરજી મહારાજ સાથે તો કંઈI વિચાર કરવાની જરૂર નથી. પણ આ બે આચાર્યો સાથે શું કરવું તે વિચાર કરી લઈએ અને તેમની સંમતિ ! થાય તે પ્રમાણે કરશું અને હું તમને જણાવીશ. ઉઠતાં ઉઠતાં સિદ્ધિસૂરિજી મહારાજે કહ્યું તમે જે કરશો તે મારે કબૂલ છે. સંઘમાં ભેદ પડે તેમ ન થાય તે ખાસ જોવાનું. આ પછી પૂ. આચાર્ય વિજયનેમિસૂરિજી | jમહારાજે પંડિત પ્રભુદાસભાઈને રાધનપુર નીતિસૂરિજી મહારાજ પાસે મોકલ્યા અને વલ્લભસૂરિજી પાસે પણ | મોકલ્યા. તેમાં એવું નક્કી થયું કે આરાધ્ય પંચમીના આગળના દિવસે સંવત્સરી કરવી. ચંડાશુગંડૂ પંચાંગમાં! બિ પાંચમ છે. એટલે આરાધ્ય પંચમી બીજી પાંચમે આવે. આ બીજી પાંચમના આગળના દિવસે એટલે! ચંડાશુગંડૂની પહેલી પાંચમે જેમને બે ચોથ રાખવી હોય તે બે ચોથ રાખે (ચોથને ષપર્વમાં ન ગણતા હોવાથી) અને જેમને બે ત્રીજ રાખવી હોય તે બે ત્રીજ રાખી (જે ષપર્વાની માફક ભાદરવા સુદ ૪ ને પણ jતેવા જ પર્વ તરીકે માનતા હોય તેઓ) ચોથની સંવત્સરી કરે. આમ બે ત્રીજા રાખનાર કે બે ચોથ રાખનાર Iબન્નેને ભાદરવા સુદ ચોથની સંવત્સરી ચંડાશુગંડૂના પંચાંગની પહેલી પાંચમે થશે. આ બન્નેમાં દિવસ એક] 1જ આવશે. માન્યતામાં જો કે થોડો ફેર પડશે. આ કરવા પાછળ પૂ. નેમિસૂરિજી મહારાજનો ઉદ્દેશ એ હતો! ! કે કાલકસૂરિ મહારાજ વખતે જે પાંચમના સંવત્સરી હતી તે ઉત્સવના કારણે પાંચમના આ સંવત્સરી કરી. જો તે વખતે પણ બે પાંચમ હોત તો આરાધ્ય પાંચમના આગલા દિવસે પહેલી પાંચમે, 'સંવત્સરી થાત. આમ અમને તો આ વિવાદમાં આરાધ્ય પંચમીના આગળના દિવસે સંવત્સરી કરવી વાજબી લાગે છે. પૂ. આચાર્યવિજયનેમિસૂરિજી મહારાજની આ વાતને પૂ. વિજયવલ્લભસૂરિજી તથા નીતિસૂરિજી | મહારાજનો ટેકો મળ્યો. તેમણે ૫. સિદ્ધિસરિ મહારાજને તે ટેકાની જાણ કરી. અને જણાવ્યું કે આરાધ્ય | Jપંચમીના આગળના દિવસે ચોથ રાખી સંવત્સરી કરવાનું નક્કી કર્યું છે. ૧૯૫૨. વિ.સં. ૧૯૯૧ અને : ૧૯૮૯માં જે છઠના ક્ષયવાળા પંચાંગનો આશરો લઈ છઠનો ક્ષય કર્યો હતો તે આ પ્રસંગમાં વાજબી લાગતું? નથી. સિદ્ધિસૂરિ મહારાજને આ વાત ન ગમી પણ નેમિસૂરિજી મહારાજ સાથે વચનબદ્ધ હોવાથી તેમણે કહ્યું, lહું તમારી વાતનો સ્વીકાર કરીશ. પણ બીજાને આગ્રહ કરીશ નહિ. આનું પરિણામ એ આવ્યું કે મુંબઈમાં Tબિરાજતા રામચંદ્રસૂરિજી મહારાજને લાગ્યું કે પરોક્ષ રીતે પણ સિદ્ધિસૂરિજી મહારાજનો ટેકો છે, એમ માની, Iએમણે એમના મળતીયાઓ સાથે વિચાર કરી સાદડી મુકામે બિરાજતા વિજયલબ્ધિસૂરિજી મહારાજ દ્વારા) 1 જાહેર કરાવ્યું કે અમે ૧૯૫૨, ૧૯૬૧ અને ૧૯૮૯માં જેમ છઠનો ક્ષય કર્યો હતો તેમ વિક્રમ સંવત. ૧૯૯૨માં પર્યુષણમાં બીજા પંચાંગનો આશરો લઈ છઠની વૃદ્ધિ કરશું અને તે મુજબ ચંડાશુગંડૂના ચોથના; દિવસે તેમણે સંવત્સરી જાહેર કરી. અને વિજયનેમિસૂરિજી મહારાજ વિગેરેએ ચંડાશુગંડૂની પહેલી પાંચમને jભાદરવા સુદ ચોથ બનાવી સંવત્સરી જાહેર કરી. આમ શનિવારના દિવસે રામચંદ્રસૂરિજી વિગેરેની સંવત્સરી | અને નેમિસૂરિજી મહારાજ વિગેરેની સંવત્સરી રવિવારની થઈ. સમગ્ર અમદાવાદમાં રવિવારની સંવત્સરી! થઈ અને મુંબઈમાં ગોડીજી, કોટ, ભાયખલા, વાલકેશ્વર વિગેરે ઠેકાણે રામચંદ્રસૂરિજીના સાધુ હોવા છતાં! તેમને દૂર રાખી થોડાં કંકાસ કજીયા પૂર્વક રવિવારની સંવત્સરી થઈ. શનિવારની સંવત્સરી કરનારાઓમાં લબ્ધિસૂરિજી મહારાજનો સમુદાય, દાનસૂરિજી મહારાજનો સમુદાય, વાગડવાળા કનકસૂરિનો સમુદાય અને iસિદ્ધિસૂરિજી મહારાજના બહારગામ રહેલા સમુદાયે શનિવારે સંવત્સરી કરી. I ======== તિથિ ચર્ચા ===== [૩] – | - Page #71 -------------------------------------------------------------------------- ________________ આમ ૧૯૯૨માં શનિવાર અને રવિવાર એમ બે દિવસે સંવત્સરી કરી અને થોડોઘણો જ્યાં બે પક્ષ | Vહતા ત્યાં કલેશ પણ થયો. આમ છતાં વિક્રમ સંવત ૧૯૯૨ના આસો માસ સુધી પર્વતિથિનો ક્ષય થાય કે I બોલાય તે વાત કોઇએ રજૂ કરી ન હતી. શનિવારે સંવત્સરી કરનાર પક્ષના વીરશાસને ટિપ્પણામાં આસો વદ ૧૪ના ક્ષયે તેરસનો ક્ષય જાહેર કર્યો હતો. વિક્રમ સંવત ૧૯૫૨, ૧૯૬૧ અને ૧૯૮૯માં પાંચમના ક્ષયે ત્રીજનો ક્ષય કરવો કે છઠનો ક્ષય | કરવો તે પૂરતી અલ્પ વિરોધવાળી ચર્ચા હતી તે વિક્રમ સંવત ૧૯૯૨માં ઘનિષ્ઠ થઇ. અને તે ચર્ચામાં એમ જણાવાયું કે પર્વતિથિની ક્ષય-વૃદ્ધિ થાય નહિ. તે વાત ગતાનુગતિક છે. શાસ્ત્રીય નથી. અને પૂનમ-અમાસની ક્ષય-વૃદ્ધિએ તેરસની ક્ષય-વૃદ્ધિ થાય છે તેમાં ઉદયતિથિનો અપલાપ કરવામાં આવે છે, તે શાસ્ત્ર વિરુદ્ધ છે. અને તે યતિઓની પરંપરામાં ચાલ્યું છે. ખરી રીતે પૂનમ-અમાસના ક્ષયે પૂનમનું કાર્ય ચૌદશના દિવસે કરવું İજોઇએ. કેમકે તે દિવસે સૂર્યોદય વખતે ચૌદશ છે અને પછી પૂનમનો ભોગવટો છે. એટલે પંચાંગની | ઉદયવતી ચૌદશના દિવસે ચૌદશ-પૂનમ બન્નેની આરાધના કરવી જોઇએ. અને ટિપ્પણાની પૂનમ-અમાસની | વૃદ્ધિએ ચૌદશના દિવસે ચૌદશની આરાધના અને પહેલી પૂનમના દિવસે ખાલી પૂનમ રાખવી અને બીજી પૂનમના દિવસે પૂનમ રાખવી. આમ પૂનમ-અમાસની ક્ષયવૃદ્ધિએ તેરસની ક્ષયવૃદ્ધિ થાય છે તે બરાબર નથી. કેમ કે ક્ષયના પ્રસંગે તેરસના દિવસે ચૌદશની આરાધના અને ચૌદશના દિવસે પૂનમની આરાધના થાય છે. ઉદયવાળી ચૌદશ હોવા છતાં તેને છોડી ઉદયવાળી તેરસે ચૌદશની આરાધના કરાય છે અને વૃદ્ધિના પ્રસંગમાં Iજે દિવસે ચૌદશનું નામ નિશાન નથી તે પૂનમના દિવસે ચૌદશની આરાધના થાય છે. આમ પૂનમ-અમાસની | ક્ષય-વૃદ્ધિએ ચૌદશની આરાધના વિરાધાય છે. ' પૂનમ અમાસની ક્ષયવૃદ્ધિએ તેરસની ક્ષયવૃદ્ધિ કરવાનો રવૈયો યતિઓથી ચાલ્યો છે અને પર્વતિથિની ક્ષયવૃદ્ધિએ પૂર્વની અપર્વતિથિની ક્ષયવૃદ્ધિ કરવાની રીત અજ્ઞાન માણસોને સમજાવવા માટે થોડા વખતથી જૈનધર્મ પ્રસારક સભા વિગેરેએ પંચાંગો છાપી શરૂ કરેલ છે. બાકી પહેલાં પર્વતિથિની ક્ષયવૃદ્ધિ થતી હતી. બીજ, પાંચમ, આઠમ, અગિયારસ, ચૌદશ વિગેરે તિથિનો ક્ષય આવે ત્યારે તેનું કાર્ય એકમ, ચોથ, સાતમ, દશમ, તેરસના દિવસે કરવાનું અને બીજ પાંચમ, આઠમ, અગિયારસ, ચૌદશની વૃદ્ધિ આવે ત્યારે તેનું કાર્ય બીજી બીજ, બીજી પાંચમ, બીજી આઠમ અને બીજી અગિયારસે કરવાનું. આમ પર્વતિથિની ક્ષયવૃદ્ધિ બોલવામાં કે કહેવામાં કાંઈ બાધ નથી. આ પ્રમાણે વિજયરામચંદ્રસૂરિજી તરફથી વીરશાસનમાં જોરશોરથી |પ્રચાર કરવાનું શરૂ થયું. અને સૌ પ્રથમ શાસનમાં પર્વતિથિની ક્ષયવૃદ્ધિ થઈ શકે તેવું વિધાન તથા પુનમની ક્ષયવૃદ્ધિએ તેરસની ક્ષયવૃદ્ધિ થાય છે તે શાસ્ત્રવિરુદ્ધ છે, આ વાતનો પ્રચાર કરવામાં આવ્યો. પણ ૧૯૯૨ સુધી પર્વતિથિની ક્ષયવૃદ્ધિ કરવામાં આવી નહિ. (૬) વિક્રમ સંવત ૧૯૯૩માં પણ ૧૯૯૨ની પેઠે ટીપણામાં ભાદરવા સુદ પાંચમની વૃદ્ધિ આવી. આ Jવખતે તો શરૂઆતથી જ વીરશાસન પત્ર વિગેરે રામચંદ્રસૂરિજીના પક્ષે જોરશોરથી પ્રચાર કરવા માંડ્યો અને | સૌ પ્રથમ મુંબઈ લાલબાગમાંથી કેશવલાલ ગૌતમ દ્વારા પંચાંગ બહાર પાડવામાં આવ્યું. તેમાં પર્વતિથિની I ક્ષયવૃદ્ધિઓ જણાવવામાં આવી. બીજ વિગેરે પર્વતિથિનો ક્ષય હોય ત્યારે આપણે ત્યાં એકમ વિગેરેનો ક્ષય [મારાં સંસ્મરણો યાને ૫૦ વર્ષની જૈન શાસનની આછી રૂપરેખા ૬૪] Page #72 -------------------------------------------------------------------------- ________________ ૪ ૫ કરતા હતા. તેને બદલે તેમણે બહાર પાડેલા પંચાંગમાં ૐ એમ લખવા માંડ્યું. અને જ્યારે વૃદ્ધિ તિથિ İઆવે ત્યારે બે બીજ, બે પાંચમ બે આઠમ વિગેરે લખવાનું શરૂ કર્યું અને પહેલી પૂનમે ચોકડી અને બીજી |પૂનમે આરાધ્ય પર્વતિથિ એમ જણાવવામાં આવ્યું. જે પહેલાં આપણે બે તેરસ કરી ચૌદશ-પૂનમ જોડિયા પર્વ | રાખતા હતા. આમ સૌ પ્રથમ વિક્રમ સંવત ૧૯૯૩માં વિજયરામચંદ્રસૂરિના પક્ષે પર્વતિથિની ક્ષયવૃદ્ધિવાળાં પંચાંગો બહાર પાડ્યાં. આમાં પણ કેટલાક મનઘડંત ફેરફારો જેમકે ! ૪ ૭ વિગેરે અને પછી ૪ આમ કરી વર્ષો જુનો જૈન સંઘનો શિરસ્તો તોડ્યો. ૨ ૫ એટલું જ નહિ પણ ટીપણામાં પૂનમ-અમાસની ક્ષયવૃદ્ધિ વખતે ચૌદશની આરાધના જૈન સંઘની જૂની પ્રણાલિકાથી જુદી રીતે કરવા માંડી. જ્યારે પૂનમની વૃદ્ધિ આવે ત્યારે તેમની ચૌદશ પહેલાં આવે અને જૈનસંઘની ચૌદશ પછી આવે. અને જ્યારે પૂનમનો ક્ષય આવે ત્યારે જૈન સંઘની ચૌદશ પહેલાં આવે અને તેમની ચૌદશ પછી આવે. આમ જે પહેલાં સંવત્સરી અંગે દિવસનો મતભેદ હતો તેને બદલે જ્યારે પૂનમ |અમાસની ક્ષયવૃદ્ધિ આવે ત્યારે સંઘમાં પાક્ષિક અને ચૌમાસીમાં મતભેદ પડવા માંડયો. અને તેને લઈને હંમેશનું વાતાવરણ કલુષિત થવા માંડયું. આ કલુષિતતાના છાંટા મોટા ગામોમાં સંઘના તડારૂપે અને વૈરના બીજરૂપે વિવાયા. 1 વિ.સં. ૧૯૯૨માં લબ્ધિસૂરિ મહારાજનું ચોમાસું સાદડી હતું. રામચંદ્રસૂરિ મહારાજનું ચોમાસું મુંબઈમાં હતું. અને મુંબઈના બીજા ઉપાશ્રયો ગોડીજી, ભાયખલા, કોટ, વાલકેશ્વર વિગેરે ઠેકાણે વિજય રામચંદ્રસૂરિજીના Iસાધુઓ ચોમાસું હતા. વિજય રામચંદ્રસૂરિજી પોતે લાલબાગ-ભૂલેશ્વર ચોમાસું હતા. પર્યુષણ નજીક આવતાં ચર્ચા વધુ ઉગ્ર બની. જીવાભાઈ શેઠ અમદાવાદ નેમિસૂરિ મહારાજ પાસે આવ્યા. તે નેમિસૂરિ મહારાજ પાસેથી રવિવારે સંવત્સરી કરવાના સમાચાર જાણી મુંબઈ ગયા. તેમણે મુંબઈમાં રામચંદ્રસૂરિ મહારાજને અમદાવાદના નેમિસૂરિ મહારાજના સમાચાર જણાવ્યા અને કહ્યું કે અમદાવાદમાં રવિવારે સંવત્સરી થવાની છે. રામચંદ્રસૂરિએ પોતાના દ્વારા જાહેર ન કરતાં સાદડીથી લબ્ધિસૂરિ દ્વારા | શનિવારની સંવત્સરીની જાહેરાત કરાવી અને પોતાના અનુયાયીઓને શનિવારની સંવત્સરી મુજબ પર્યુષણ ક૨વાનો જોરશોરથી આદેશ કર્યો. ગોડીજી વિગેરે બીજા ઉપાશ્રયોએ પણ પોતાના સાધુઓ શનિવારની | સંવત્સરી મુજબ પર્યુષણ કરે તેવો આદેશ આપ્યો. પણ તેના વહીવટદારો અને ઉપાશ્રયે બેસનારાઓને તે ન ગમ્યું. ગોડીજીના ઉપાશ્રયના તે વખતના મેનેજીંગ ટ્રસ્ટી ભાઈચંદભાઈએ સંઘના મુખ્ય આચાર્યો, સાગરજી મહારાજ, વલ્લભસૂરિ મહારાજ વિગેરેને પૂછાવ્યું કે મુંબઈના મોટા ભાગના સંઘો ગોડીજી ઉપાશ્રયને અનુસરે છે. આ વખતે સાધુઓમાં શનિવાર-રવિવારનો મતભેદ છે. તો અમારે અનુસરનારા ઉપાશ્રયોને અમારે શો આદેશ આપવો ? આના ઉત્તરમાં આ બધા આચાર્યો તરફથી રવિવારની સંવત્સરી કરવા આદેશ આવ્યો. આ આદેશ ગોડીજીની જનરલ મિટિંગમાં સંભળાવ્યો. પણ તે વખતે ગોડીજીમાં ચાતુર્માસ ક્ષમાભદ્રસૂરિ રહ્યા İહતા. તે પ્રેમસૂરિ-રામચંદ્રસૂરિના આજ્ઞાવર્તી હતા. એટલે તે શનિવારની સંવત્સરી કરવાપૂર્વક પર્યુષણ કરવાના વિચારના હતા. અને તે રવિવારની સંવત્સરી કરાવવા તૈયાર ન હતા. આથી ગોડીજીમાં મોટો ઝગડો થયો, તિથિ ચર્ચા] [૬૫ Page #73 -------------------------------------------------------------------------- ________________ Jપોલીસ બોલાવવી પડી અને પોલીસની હાજરીમાં મહારાજને સ્થળાંતર કરાવવું પડ્યું. આવી જ પરિસ્થિતિ વાલકેશ્વરમાં પણ થઇ. વાલકેશ્વરમાં પૂ. ભદ્રંકર વિ. (નવકાર મંત્રવાળા) હતા. તેમને પણ છોડીને લોકોએ પર્યુષણ કર્યા. આ પ્રમાણે કોટ વિગેરે ઠેરઠેર થયું. મોટા ભાગના મુંબઈએ નેમિસૂરિ મ. અને વલ્લભસૂરિ ની ! માન્યતા મુજબ પર્યુષણ કર્યા. સાધુઓ ઠેરઠેર રામચંદ્રસૂરિના હતા. પણ તેઓને દૂર રાખી લોકોએ પર્યુષણ | કર્યા. આ વિ.સં. ૧૯૯૨નો સંવત્સરીનો પ્રસંગ જે સાલમાં આવ્યો તે જ સાલમાં રામચંદ્રસૂરિ મ. ની I આચાર્ય પદવી લાલબાગ - ભૂલેશ્વરમાં થઈ હતી. અર્થાત્ તેમની આચાર્યપદવીના પ્રથમ વર્ષથી જ આ તિથિ ! ચર્ચાનો ગણેશ મંડાયા. જે આજ સુધી ચાલુ છે. આ વર્ષે ભક્તિસૂરિ મ. સમીવાળાએ સંવત્સરી રામસૂરિ માફક કરી હતી. પણ તે એવા ભદ્રિક પુરૂષ હતા કે તેઓ કહે કે મને ખબર નહીં એટલે મેં કરી, અને ખબર પડી jએટલે વિ.સં. ૧૯૯૩માં નેમિસૂરિ વગેરેની સાથે કરી. (૮). | વિક્રમ સંવત ૧૯૯૩માં પૂજય આચાર્ય વિજય નેમિસૂરિ મહારાજ તથા ૫. આચાર્ય સાગરાનંદસૂરિ | 'મહારાજ જામનગર બન્ને સાથે જ ચોમાસું હતા. આ દરમ્યાન સંઘમાં તિથિના પ્રશ્ન ખૂબ ક્લેશ વધવાના કારણે ! સંઘના આગેવાનો વ્યથિત હતા. તેઓ તેમને અને આચાર્ય વિજય રામચંદ્રસૂરિને મળ્યા. પેપરોમાં ખૂબ 1 કલુષિત લખાણ આવતું હોવાથી તેઓએ વિનંતી કરી કે આનો કોઈ પણ રીતે નિકાલ આવે તો સારું. તેને ! લઈ સંઘના મુખ્ય અગિયાર આગેવાનોની એક કમિટિ નમવામાં આવી. આ કમિટિમાં શેઠ જીવતલાલ ! પ્રતાપસિંહ, ભગુભાઈ સુતરીયા, પ્રતાપસિંહ મોહનલાલ, વિગેરે હતા. આ કમિટિએ એવું નક્કી કર્યું કે બન્ને ! પક્ષો તરફથી શાસ્ત્રીય ચર્ચા થાય. કમિટિ બે વિદ્વાન મધ્યસ્થોને નીમે. અને આ બે મધ્યસ્થી સંમત થઈ જે ; ચુકાદો આપે તે ચુકાદો આ કમિટિ સંઘ વતી બહાર પાડે અને તે બે સભ્યો પરસ્પર સંમત ન થાય તો ત્રીજા | એક વિદ્વાન સરપંચને નીમવો. અને તે આપે તે ચુકાદો કમિટિએ સંઘ વતી બહાર પાડવો. આમાં એમ નક્કી Iકરવામાં આવ્યું કે રામચંદ્ર સૂરિજી મહારાજ જે કહે છે તે શાસ્ત્રથી અને ચુકાદાથી સિદ્ધ થાય તો તે કહે છે ! તિમ પર્વતિથિઓની ક્ષયવૃદ્ધિ બોલવી, લખવી વિગેરે કરવું. અને જો જૂના પક્ષની વાત સિદ્ધ થાય તો તેમણે ! પર્વતિથિઓની ક્ષયવૃદ્ધિ લખવાનું વિગેરે છોડી દેવું અને જૂની પરંપરાને સ્વીકારવી. આ મુસદ્દા મુજબ ચર્ચા કરવાનું સ્થળ ખંભાત નક્કી કરવામાં આવ્યું. રામચંદ્રસૂરિ મહારાજના પક્ષj તરફથી બે સાધુ જેમાં તે વખતે કલ્યાણવિજયજી અને રામચંદ્રસૂરિજીની વાત હતી. અને પરંપરાવાળી પક્ષી તિરફથી સાગરજી મહારાજ અને તેમની સાથે નંદનસૂરિજી કે લાવણ્યસૂરિજીને રહેવાનું હતું. આ માટે કઈ ! તિથિઓમાં આ વ્યવસ્થા કરવી તે માટે શ્રીયુત શેઠ જીવાભાઈ જામનગર આવ્યા. અને નક્કી કર્યા મુજબ તે ; તિથિઓ નક્કી થાય એટલે સાગરજી મહારાજ વિગેરેએ વિહાર કરી ખંભાત જવું તેમ ઠર્યું. | જીવાભાઈ શેઠ મુંબઈ ગયા. તેમણે તાર કર્યો. અને તે મુજબ સાગરજી મહારાજ અને તેમનાT આગ્રહથી નેમિસૂરિજી મહારાજ વિગેરેએ ભરઉનાળામાં વિહાર કર્યો. પણ પછીથી જીવાભાઈ શેઠ ફરી ! 'નેમિસૂરિજી મહારાજ પાસે આવ્યા અને કહ્યું કે રામચંદ્રસૂરિજી દક્ષિણ તરફ વિહાર કરવા માગે છે અને ! લબ્ધિસૂરિજી મહારાજ કે કલ્યાણવિજયજી મહારાજ, રામચંદ્રસૂરિજી ખસી જતાં હોય તો આમાં ભાગ લેવા =============================== મારાં સંસ્મરણો યાને ૫૦ વર્ષની જૈન શાસનની આછી રૂપરેખા - - - - - - - - - - --- - - - - - - - Page #74 -------------------------------------------------------------------------- ________________ Iમાગતા નથી. એમ કહે છે. પરિણામે આ બધી ગોઠવણ પડી ભાંગી. નંદનસૂરિજી મહારાજે જીવાભાઈ શેઠને | ખૂબજ સખ્ત શબ્દમાં ઠપકો આપ્યો. જીવાભાઈને પણ લાગ્યું કે રામસૂરિ મહારાજ જો એક વખત હા પાડે ! અને પછી જો ના પાડે તો તેઓને તો સાંભળવાનું ન રહે પણ અમારા જેવાઓની ખૂબ ખરાબ પરિસ્થિતિ થાય. આમ વિક્રમ સંવત ૧૯૯૩ની આ સમાધાનની ભૂમિકા પડી ભાંગી. જેનું વર્ણન પર્વતિથિ નિર્ણયમાં મેં છાપ્યું છે. ' વિક્રમ સંવત ૧૯૯૩માં બુધવાર-ગુરૂવારની એમ બે દિવસે સંઘમાં સંવત્સરી થઇ. બુધવારે રામચંદ્રસૂરિના પક્ષે સંવત્સરી કરી અને ગુરૂવારે પંરપરાગત રીતે સકળ સંઘે કરી. વિક્રમ સંવત ૧૯૯૨ કરતાં ૯૩માં કલેશ ખૂબ વધ્યો. વીરશાસન પત્ર માઝા મૂકી લખવા માંડ્યું. બંને પક્ષો તરફથી પત્રિકાઓ, પુસ્તિકાઓ, હેન્ડબીલો વિગેરે વિવિધ પ્રકારનું આક્ષેપાત્મક લખાણ છપાયું. તે એટલે સુધી કે પોતાના પક્ષની સંવત્સરી ન |કરનારને અનંત સંસારી અને ઉત્સૂત્રભાષક સુધી કહેવા માંડયું. વિક્રમ સંવત ૯૩માં આ કલેશ પરાકાષ્ઠાએ | |પહોંચ્યો. (૯) વિક્રમ સંવત ૧૯૯૩ પછી સંવત્સરી અંગેનો મતભેદ વિક્રમ સંવત ૨૦૦૪માં આવ્યો. પણ તે | દરમ્યાન ઘણું જ કલેશનું વાતાવરણ જામ્યું. સંધમાં બે બીજ, બે પાંચમ વિગેરે કહેનારા, બોલનારા બે ! તિથિવાળા કહેવાયા અને જૂની પ્રણાલિકાવાળા એક તિથિવાળા કહેવાયા. પરિણામે જ્યાં જેનો વળ હતો ત્યાં તે પ્રમાણે તે તે પક્ષમાં જોડાયા. મુંબઈ, સુરત, અમદાવાદ, કપડવંજ, પાટણ, ખંભાત વિગેરે ઠેકાણે ઉપાશ્રયોમાં અને ત્યાં ચોમાસું રાખવામાં આ મતભેદ આડો આવ્યો. અર્થાત્ એકતિથિ પક્ષવાળા અને બે તિથિપક્ષવાળા Iસંધો જુદા પડ્યા. ઉપાશ્રયો જુદા પડ્યા. એટલું જ નહિ, પણ પાલીતાણા જેવામાં સાધુઓને વહોરવવાના । રસોડા પણ જુદા પડયા. એક તિથિ પક્ષ અને બેતિથિ પક્ષના સાધુઓનો પરસ્પર મત્થેણ વંદામિ કહેવાનો ! વ્યવહાર તો દૂર રહ્યો, પણ તેમના શ્રાવકો પણ એકબીજાને વંદન કરતાં અટકવા માંડ્યા. આ કલેશે નવા યુવાન સાધુઓમાં પણ ઘર કર્યું અને એકબીજા ટકરાવા માંડ્યા. જે પહેલાં એકતિથિ પક્ષ તરફથી કોઈ ખાસ પેપર ન હતું તેને બદલે શાસન સુધાકર, જૈન વિકાસ નામના પેપરો આના કારણે ઊભા થયા. આ પેપરો jઅને વીરશાસન, પ્રવચન વિગેરે પેપરોએ માઝા મૂકી યુદ્ધા તદ્દા લખવા માંડ્યું. આ રીતે બેફામ રીત લગભગ । Iસાત આઠ વર્ષ ચાલી. આ અરસામાં પૂજ્ય આચાર્ય સિદ્ધિસૂરિ મહારાજનું ચાતુર્માસ હાજા પટેલની પોળે I શેઠશ્રી મોહનલાલ જમનાદાસ તરફથી બદલાવામાં આવ્યું તે વખતે વ્યાખ્યાનમાં તેમને તિથિસંબંધી પ્રશ્નો ! પૂછવામાં આવ્યા. આ પ્રશ્નોના જવાબમાં તેમણે જણાવ્યું કે હું નાનો હતો ત્યારે નાગોરી શાળામાં શ્રીપૂજ્ય પરિવાર સાથે ઊતર્યા હતા. અને તે વખતથી પૂનમનાં ક્ષયે અને વૃદ્ધિએ તેરસની ક્ષય-વૃદ્ધિ કરવાની શરૂઆત થઈ છે, એવું મને યાદ છે. પહેલા આવું કશું હતું નહિ. આ ઉપરાંત તેમણે એકતિથિ પક્ષની વાત બરાબર | |નથી વિગેરે કહ્યું. તેને લઇ સાગરજી મહારાજના હંસસાગરજી વિગેરેને લાગ્યું કે આપણે મૌન રહેવાનો કોઈ । અર્થ નથી. અને તેમણે શાસનસુધાકર પેપર શરૂ કર્યું. આ પેપરમાં સિદ્ધિસૂરિજી મહારાજનાં કથનનો જવાબ Iઆપવા ઉપરાંત વીરશાસન વિગેરે પત્રો જે તિથિ સંબધી લખાણો લખતા હતા તેનો પ્રતિકાર કરવા માંડયો. આ પ્રતિકાર એવી ઉત્કટ ભાષામાં કરવામાં આવ્યો જેને લઈને વાતાવરણ વધારે બગડ્યું. ખરી રીતે બાપજી મહારાજે જે વાત જણાવી હતી તે તેમના સ્મરણને લઈને હતી. પણ વાસ્તવિક ન હતી. તિથિ ચર્ચા] [૬૭ Page #75 -------------------------------------------------------------------------- ________________ સંવત ૧૯૨૮-૨૯નાં વર્ષમાં તે વખતનાં ચંડાંશુચંડૂ પંચાંગમાં ભાદરવા સુદ એકમનો ક્ષય હતો. તે I વખતે શ્રીપૂજ્ય ધરણેન્દ્રસૂરિએ તેરસનો ક્ષય કરવાનું જણાવ્યું હતું. એની સામે સાગરગચ્છના શ્રીપૂજ્ય શાંતિસાગરસૂરિએ જણાવ્યું હતું કે પૂનમનાં ક્ષય વૃદ્ધિએ આપણે બધા તેરસની ક્ષય-વૃદ્ધિ કરીએ છીએ. પણ એકમનાં ક્ષયે તેરસનો ક્ષય કરવો વાજબી નથી. આ ચર્ચા હતી. પણ પૂનમનાં ક્ષયવૃદ્ધિએ તેરસની ચર્ચા ન હતી. આ અંગે તે વખતનાં બન્ને શ્રી પૂજ્યોનાં હેન્ડબિલ છપાયાં હતાં. તે હેન્ડબિલની નકલ મેં પર્વતિથિ નિર્ણય પુસ્તકમાં છાપી છે. આ બંને હેન્ડબિલોમાં બંને શ્રીપૂજ્યો સ્પષ્ટ લખે છે કે ‘‘પૂનમની ક્ષયવૃદ્ધિએ Iતેરસની ક્ષય-વૃદ્ધિ કરવી તે તો તપગચ્છનો ધોરી માર્ગ છે.’’ પણ આ વાત તેઓના ખ્યાલમાં ન હોવાથી તેમણે પૂનમ-અમાસની ક્ષયવૃદ્ધિએ તેરસની ક્ષય-વૃદ્ધિ થઈ તે નાનપણની ભૂલભરેલી સ્મરણશક્તિનાં આધારે જણાવેલું. અને વધુમાં જમ્બુસૂરિએ આ હેન્ડબિલો છાપેલાં તેમાં “પૂનમ-અમાસની ક્ષય-વૃદ્ધિએ તેરસની ક્ષય-વૃદ્ધિ થાય તપગચ્છનો ધોરી-માર્ગ છે” તે લીટીઓ કાઢીને હેન્ડબિલ છાપેલું. પાછળથી મેં બધી વાત પૂજ્ય આચાર્ય સિદ્ધિસૂરિ મહારાજને કનકસૂરિ મહારાજની હાજરીમાં જણાવેલી અને તે વખતનાં હેનબિલ પણ બતાવેલાં. પણ એ અંગે જાહેરમાં ખુલાસો તેમનાં તરફથી થતો બે તિથિપક્ષવાળાએ અટકાવેલો. આમ, આ ચોમાસાની | |ફેરબદલીથી સિદ્ધિસૂરિમહારાજ બે તિથિ પક્ષના સમર્થક તરીકે વધુ જાહેર થયા. આને લઇને શાસન સુધાકર પેપર હંસસાગરજીએ શરૂ કર્યું અને જૈન ધર્મ વિકાસ નીતિસૂરિ મહારાજ İતરફથી શરૂ થયું. બીજો પ્રસંગ પૂજ્ય આચાર્ય સિદ્ધિસૂરિમહારાજ રતિલાલ નાથાલાલની પ્રેરણાથી અતિ-વૃદ્ધ અવસ્થાએ પણ ડોળી વિના શત્રુંજ્ય અને ગિરનારની યાત્રાએ ગયા ત્યારે પાલિતાણામાં પૂજ્ય નીતિસૂરિ મહારાજ અને સાગરાનંદસૂરિ મહારાજ બિરાજતા હતા. આ બંને આચાર્યોને સિદ્ધિસૂરિ મહારાજ સાથે જૂનો ગાઢ પરિચય હતો. બંને આચાર્યો તેમને પૂજ્ય અને ઉપકારી માનતા હતા. પૂજ્ય નીતિસૂરિ મહારાજ તો જ્યારે અમદાવાદથી વિહાર શંકરે ત્યારે પૂજ્ય સિદ્ધિસૂરિ મહારાજને વંદન કરીને વિહાર કરતા. અને અમદાવાદમાં આવે ત્યારે જો સિદ્ધિસૂરિ | |મહારાજ અમદાવાદમાં હોય તો તેમને વંદન કરવા જતા. પૂજ્ય સાગરજી મહારાજને પણ સિદ્ધિસૂરિજી મહારાજ ઉપર ખૂબજ સદ્ભાવ હતો. અને ઘણીવાર વિદ્યાશાળામાં તેઓ સાથે રહ્યા હતા. પાલિતાણા જ્યારે સિદ્ધિસૂરિ મહારાજ આવ્યા ત્યારે પાલિતાણામાં હું હતો. મેં પૂજ્ય સાગરાનંદસૂરિજી મહારાજને અને નીતિસૂરિજી મહારાજને કહ્યું કે તમે બન્ને બાપજી મહારાજને મળો. અને તિથિની ચર્ચાથી શાસનને કેટલું નુકસાન થયું છે અંતે સમજાવો. તમારો તેમની સાથે સારો સંબંધ છે. ભદ્રિક મહાત્મા છે. અને શાસનનું પુણ્ય હોય તો તે |સમજી જાય તો પછી રામચંદ્રસૂરિજીના પક્ષનું બહુ જોર નહિ ચાલે. તેના જવાબમાં સાગરજી મહારાજે મને । [કહ્યું કે તેઓ આટલા વર્ષે યાત્રા કરવા આવ્યા છે. તેમની વધતી ભાવના છે. તેમાં આ વાત નાખવી મને વાજબી લાગતી નથી. આ વાત પૂજ્ય નીતિસૂરિ મહારાજને પણ ગમી. આ બંને આચાર્યો તેમને મળ્યા. પણ આ તિથિ સંબંધી કશી વાત કરી નહિ. કે ૬૮] [મારાં સંસ્મરણો યાને ૫૦ વર્ષની જૈન શાસનની આછી રૂપરેખા Page #76 -------------------------------------------------------------------------- ________________ ત્રીજો પ્રસંગ પુજય બાપજી મહારાજના સમુદાયના પંન્યાસ કલ્યાણ વિજયજી મહારાજ બાપજી મહારાજનાં સો | થતાં હતાં ત્યારે અમદાવાદ આવ્યા. આ પં. કલ્યાણ વિજયજીએ વિક્રમ સંવત ૧૯૯૨-૯૩માં રામચંદ્રસૂરિજીએ નવો તિથિ મત સ્થાપ્યો ત્યારે તેમને જૈન શાસનમાં અગાઉ પર્વતિથિની ક્ષયવૃદ્ધિ થતી હતી ! તેવા કેટલાક ઐતિહાસિક પુરાવાઓ આપ્યા હતા. અને તેમના મતને બળ આપ્યું હતું. તથા વૈદ્યને તિથિ : મતના ફેંસલા માટે તટસ્થ નીમ્યા, તે વખતે પણ વિજયરામચંદ્રસૂરિજીને ઘણી મદદ કરી હતી. પરંતુ આ ; jતિથિમતથી શાસનને થયેલું નુકસાન જોઇને તેમણે જણાવ્યું હતું કે હું નવો તિથિમત શરૂ કરવાની તરફેણમાં . Iનથી. અને ચાલુ પ્રણાલિકા બદલવી કોઈ રીતે વાજબી નથી તેમ માનું છું. પણ આ વાત તેમની કોઇએT સાંભળી નહીં. તેમને લાગ્યું કે મારા અગાઉ આપેલા સહકારને લઈને બાપજી મહારાજ આ નવા મતના આ સર્મથક બન્યા તે ખોટું થયું છે. માટે મારે શક્ય હોય ત્યાં સુધી તેમને સમજાવી તેમાંથી ખસેડવા જોઇએ. એ ! બુદ્ધિથી તે મહારાજની ૧૦૦ (સો) વર્ષની ઉજવણી પ્રસંગે અમદાવાદ આવ્યા. અને બાપજી મહારાજને | સમજાવ્યું કે આપે કોઈ પણ રીતે આમાંથી છૂટા થઈ જવું જોઈએ. નવા તિથિ મતથી શાસનને ઘણું નુકસાન | થયું છે. બીજા આ નવો મત ન છોડે તો પણ આપે તો તેનાથી ફારગત થવું જોઇએ. બાપજી મહારાજે કહ્યું Iકે કસ્તુરભાઈ શેઠ ચુકાદો લઈ આવ્યા છે. તેમને ખોટું તો નહિ લાગે ને ! ૫. કલ્યાણ વિજયજીએ કહ્યું કે આ આપણે કસ્તુરભાઈને બોલાવીને પૂછીએ ! તેમને શું કામ ખોટું લાગે. તે તો રાજી થશે. બાપજી મહારાજે ! કહ્યું કે આ માટે શું કરવું ? ૫. કલ્યાણ વિજયજીએ જવાબ આપ્યો કે પર્યુષણના પહેલા દિવસે આપે વ્યાખ્યાનની પાટ ઉપરથી આનું ટૂંકું નિવેદન કરી જણાવી દેવું કે હું અને મારો સમુદાય આ નવા તિથિ મતથી : ફારગત થાય છે. મહારાજ કબૂલ થયા. પણ આ વાતની જાણ સામા પક્ષને થઇ. તેમણે બાપજી મહારાજની | સેવા કરનાર મૃગાંક વિજયજીને સાધ્યા. બધી વાત જાણી. તેમણે શેઠ રમણલાલ દલસુખભાઈને મહારાજ પાસે | મોકલ્યા, અને કહેવરાવ્યું કે સાહેબ ! શા માટે ઉતાવળ કરો છો. લબ્ધિસૂરિ મહારાજ ઇડર ચોમાસું છે. ચોમાસું ઊતરે અને તે આવે એટલે તે અને આપ બંને જે કરવું હોય તે કરજો. આટલો વખત થયો તો બેત્રણ મહિના વધુ થોભી જાવ. શેઠ રમણભાઈના આગ્રહથી મહારાજે પર્યુષણના પહેલા દિવસે જાહેર કરવાનું માંડી વાળ્યું. પણ પછી મૃગાંકવિજયજીને સાધીને સામા પક્ષે મૃગાંકવિજયજી અને કલ્યાણવિજયજી વચ્ચે સંઘર્ષ 1 jઊભો કર્યો. જેને લઈને પ.કલ્યાણ વિજયજી મહારાજ પર્યુષણ પછી ચોમાસા દરમ્યાન જ હઠી ભાઈની વાડીએ | ચાલ્યા ગયા. પૂજ્ય મહારાજની સેવા કરના મૃગાંકવિજયજી હોવાથી મૃગાંકવિજયજી તરફ મહારાજનું પાસું ! વધુ ઢળતું હતું. તેથી પં. કલ્યાણ વિજયજીની વાત આગળ ચાલી નહિ. 1 ચોમાસા પછી ઈડરથી પૂજ્ય આચાર્ય લબ્ધિસૂરિ મહારાજ અમદાવાદ આવ્યા. વિદ્યાશાળાએ ઊતર્યા. તેમણે કહેવરાવ્યું કે હું અહીં આવ્યો છું. આપણે અહીં મળીએ. અને તમે કહેતા હતા તે વાત આગળ ચલાવીએ. પણ કલ્યાણ વિજયજીએ જવાબ આપ્યો કે હવે મને કશામાં રસ નથી. અને ૫. કલ્યાણ વિજયજી lહઠીભાઈની વાડીથી સીધા જ મહારાજશ્રીને મળ્યા વિના મારવાડ ચાલ્યા ગયા. આમ, કલ્યાણ વિજયજી મહારાજ નવા તિથિ-મતમાંથી સિદ્ધિસૂરિ મહારાજને ફારગત કરાવવા માટે અમદાવાદ આવ્યા હતા તે વાત, અધૂરી રહી i આ કલ્યાણ વિજયજી મહારાજ સાથે આ કાળ દરમ્યાન મારે વધુ પરિચય હતો. કેમકે તેમનું =========== ======== તિથિ ચર્ચા] II T૬૯ - - Page #77 -------------------------------------------------------------------------- ________________ 1“કલ્યાણકલિકા” પુસ્તક મારે ત્યાં છપાતું હતું. તેને લઈને અવારનવાર મારે તેમને મળવાનું થતું હતું. આ -------------------- મારો સંબંધ પાછળથી એટલો બધો વિકસ્યો હતો કે તેમની પાસે તેમનાં લખેલા લેખો, પ્રશસ્તિઓ વિગેરે મનેT મોકલી આપ્યું હતું. આ પોટલું હું ધંધાદારી વ્યવસાયમાં ડૂબેલો હોવાથી કંઈ ન કરી શકું હોવાથી પાછું મોકલ્યું ! હતું. કલ્યાણવિજયજી મહારાજ ઇતિહાસના સારા લબ્ધપ્રતિષ્ઠ વિદ્વાન હતા. ઇતિહાસ સંબંધી તેમનો | અભિપ્રાય જૈન સમાજમાં જ નહિ પણ ભારતભરમાં ખૂબ જ ગણનાપાત્ર ગણાતો. તેમના લખેલા “કાળગણના”] અને “મહાવીર ચરિત્ર” ખુબ જ પ્રશંસાપાત્ર ગ્રંથો છે. આ સિવાય પણ તેમના લખેલા બધા જ ગ્રંથો ખુબ જ પરિશ્રમપૂર્વક સંશોધનથી લખાયેલા છે. તેમના સ્વર્ગવાસથી જૈન સમાજને જ નહિ, પણ સમગ્ર ભારતવર્ષને ઐતિહાસિક વિદ્વાનની ખોટ પડી છે. | ભારતના ઐતિહાસિક વિદ્વાનોમાં તેઓ ગણનાપાત્ર પુરૂષ હતા. જ્યોતિષ અને પુરાતત્વ તેમના! મુખ્ય વિષય હતા. (૧૦) સં. ૧૯૯૯ની સાલમાં અખાત્રીજ લગભગ શેઠ કસ્તુરભાઈ લાલભાઈ પાલીતાણા આવ્યા અને તેઓ દ્વારા કોઈ મધ્યસ્થી રાખી આ વિવાદનો નિર્ણય લાવવાનું નક્કી થયું. | શેઠ કસ્તુરભાઈ બન્ને આચાર્યો સાગરાનંદસૂરિ અને રામચંદ્રસૂરિને મળ્યા, અને તે બન્નેની સંમતિ થઈI Iકે તમે જે કોઈ મધ્યસ્થી લાવો તે મધ્યસ્થી આગળ અમે બન્ને આચાર્યો પોતપોતાના મંતવ્યો લેખિત અને! મૌખિક રજૂ કરીએ, અને તેનો જે નિર્ણય તે આપે તે બન્ને કબૂલ કરીશું. મધ્યસ્થી કોને લાવવો તે કામ શેઠને ! સોંપ્યું. બન્ને આચાર્યો પોતપોતાના મતનું સમર્થન અને તેના અંગેના શાસ્ત્રપાઠો એકબીજાને આપે અને તેનું jખંડન પણ એકબીજા પોતાની દલીલો અને શાસ્ત્રપાઠો મુજબ કરે, આ બધું નક્કી થયું. તે મુજબ સાગરજી | મહારાજે પોતાના નવા મુદ્દાનું લખાણ આચાર્ય વિજયરામચંદ્રસૂરિજીને આપ્યું અને રામચંદ્રસૂરિજીએ પોતાનું! પિચીશ મુદાનું લખાણ સાગરજી મહારાજને આપ્યું. આ બન્ને આચાર્યોએ એકબીજાના મુદ્દાઓનું ખંડન કર્યું ! અને આ બધું લખાણ અને તે અંગેના શાસ્ત્રપાઠો કસ્તુરભાઈ શેઠને સોંપ્યા. શેઠે આ બધું લખાણ અને શાસ્ત્રપાઠો લઈ પુનાના ડૉ. પી. એલ. વૈદ્યને સોંપ્યું. આ ડૉક્ટર પી. એલ. વૈદ્ય પુનામાં જૈનધર્મના સારા અભ્યાસી ગણાતા હતા. તેની ભલામણ માવલંકરદાદાએ કરેલી. આ ઉપરથી શેઠે તેમને મધ્યસ્થી નીમ્યા. આ બધું લખાણ સોંપ્યું ત્યાં સુધી પી. એલ. વૈદ્યને મધ્યસ્થી નીમ્યા છે તેની કોઈને ખબર ન હતી. | વિજયરામચંદ્રસૂરિ અને આચાર્ય સાગરાનંદસૂરિ વચ્ચેના વિવાદનો મધ્યસ્થી દ્વારા નિર્ણય લાવવાનું ! નક્કી થયું તે વાતે સંઘમાં ખૂબજ ઉત્કંઠા જગાવી. આચાર્ય વિજયરામચંદ્રસૂરિ પાસે તો પ્રવચન કાર્યાલય અને ; વીરશાસન જેવી સંસ્થાઓ હતી. તેમનું કામ કરનારા માણસો હતા. અને શ્રીકાન્ત જેવો લેખક અને મહારાજને અત્યંત વફાદાર કુશળ કાર્યકર હતો. તેમજ તેમના ભક્તો પણ ખૂબ જ દોડાદોડી કરે તેવા હતા. આમાંનું કાંઈ | આચાર્ય સાગરાનંદસૂરિ પાસે ન હોવાથી તેમના ભક્ત તેમજ શાસનના હિતૈષી શ્રીયુત ગિરધરભાઈ, શ્રીયુત! lભગુભાઈ, શ્રીયુત ચીમનભાઈ લાલભાઈ અન મોહનલાલ છોટાલાલ વિગેરે ભગુભાઈ શેઠને ઘેર મળ્યા અને ! મને બોલાવ્યો. તેમણે કહ્યું કે તિથિ પ્રશ્ન અંગે શાસનનું મહત્વનું કામ છે. તમે પાલીતાણા પૂ. આચાર્ય | =============================== [મારાં સંસ્મરણો યાને ૫૦ વર્ષની જૈન શાસનની આછી રૂપરેખા | ૭૦] | Page #78 -------------------------------------------------------------------------- ________________ સાગરાનંદસૂરિ પાસે જાવ અને તિથિના પ્રશ્ન અંગે મધ્યસ્થીને જે લખાણ આપવાનું છે તેમાં મદદનીશ બનો.T આ માટે પંદર દિવસ કે મહિનો જે કાંઈ રહેવું પડે તે માટે ત્યાં રહેવાનું રાખો. તે વખતે હું ચીમનલાલ ! નગીનદાસ છાત્રાલય, જૈન શ્વેતાંબર બોર્ડીંગ અને વિદ્યાશાળા વિગેરેમાં ભણાવતો હતો. આ બધી નોકરી ! છોડી પાલીતાણા મહિના માટે રહેવું મુશ્કેલ હતું તે મારી અગવડતા મેં જણાવી. આ બધા અને ખાસ કરીને ; ગિરધરભાઈએ કહ્યું કે તેની ચિંતા ના કરો. બધી નોકરીઓ છોડી દો. આ કામ અગત્યનું છે. નોકરી છોડી | iદીધા પછી તમને કોઈ મુશ્કેલી આવશે નહિ. તેમના કહેવાથી મેં તમામ નોકરીઓ છોડી દીધી અને હું i પાલીતાણા ગયો. પૂ. સાગરજી મહારાજ પાસે હું રહ્યો અને તેમના કહેવા મુજબ રામચંદ્રસૂરિજીએ આપેલા! પિચ્ચીસ મુદ્દાનું નિરસન અને તેમણે પોતે તૈયાર કરેલા નવ મુદ્દાનું સમર્થન વિગેરેનું લખાણ તથા તે અંગેના ! શાસપાઠો અને પુરાવાઓ તૈયાર કર્યા. આ બધું કરી તે લખાણ અને શાસ્ત્રપાઠો વિગેરેનાં પુસ્તકો શેઠ કસ્તુરભાઈને પહોંચાડવાનું કર્યું. આ સમય ચાલતો હતો ત્યારે અમદાવાદમાં તોફાન ચાલતાં હતાં. અવરનવર કરફ્યુ પડતો હતો. I મને યાદ છે તે મુજબ શેઠ મુંબઈ થઈ પુના જવાના હતા ત્યારે લાલભાઈ લઠ્ઠાની કરફ્યુની પરમીટ લઈ તેની ! ગાડીમાં સ્ટેશને જઈ આ બધા શાસ્ત્રપાઠોની પેટી મેં શેઠ કસ્તુરભાઈને ગુજરાત મેલ પર આપી હતી. ; [ આ લેખિત ચર્ચાના પ્રસંગથી જ હું તિથિ ચર્ચામાં વધુ જાણકાર બન્યો. અને પછી તો આ ચર્ચામાં | હું એટલો બધો ગળાબૂડ બન્યો કે તે અંગેની એકેએક પ્રવૃત્તિમાં હું જાણકાર રહેતો અને મને એના જાણકાર | તરીકે અમારા પક્ષના માણસો પરિચિત કરાવતા. આ થતાં પાલીતાણામાં લખવાનું કામ પૂરું થયા પછી પણ ! ભણવા-ભણાવવાનું કામ ગૌણ બન્યું. અને આ તિથિ પ્રવૃત્તિ મુખ્ય પ્રવૃત્તિ બની. આ વાતને આજે ૪૫-૪૬ વર્ષ થયાં. પણ તે વર્ષો દરમ્યાન આ અંગે થયેલી તમામ પ્રવૃત્તિઓમાં હું એક યા બીજી રીતે સંડોવાયેલો રહ્યો jછું. જે પંદરવીસ દિવસ કે મહિના માટે મહારાજશ્રીને મદદ કરવા માટે જવાનું હતું તે ચર્ચામાં સાગરજી i |મહારાજની હયાતીમાં તેમની સાથે તેમના પક્ષની મદદમાં રહી કામ કર્યું અને હયાતી બાદ આ પક્ષનીT જવાબદારી લઇ બધા વ્યવસાય ગૌણ કરી ઘુમ્યા કર્યું. કસ્તુરભાઈ શેઠે લેખિત મુદ્દા ડૉ. પી. એલ. વૈદ્યને પૂરા ! Jપાડ્યા પછી તેમને મૌખિક રીતે બન્ને આચાર્યોની પાસેથી જાણવાની ઇચ્છા જણાવી. તેથી શેઠ ડૉ. પી. એલ.! વૈદ્યને લઈ પાલીતાણા આવ્યા. અને પાલીતાણામાં ડૉ. પી. એલ. વૈદ્ય સમક્ષ બન્ને આચાર્યોની મૌખિક ચર્ચા થઈ. તેની નોંધ મેં મારા પર્વતિથિ નિર્ણય પુસ્તકમાં આપી છે. ડૉ. પી. એલ. વૈદ્ય પાલીતાણા આવ્યા પછી 1 મધ્યસ્થી તરીકે જાહેર થયા, અને સૌએ જાણ્યું કે તિથિચર્ચાના પ્રશ્નમાં ડૉ. પી. એલ. વૈદ્ય મધ્યસ્થી છે. વૈદ્ય | પાલીતાણા આવ્યા ત્યારે નેમિસૂરિ મહારાજ પ્રાયઃ રોહીશાળા બિરાજતા હતા. તેમને લઈને શેઠ કસ્તુરભાઈI પૂ. આચાર્ય નેમિસૂરિ પાસે ગયા ત્યારે શેઠે કહ્યું, આ ડૉ. પી. એલ. વૈદ્ય તિથિ પ્રશ્ન મધ્યસ્થી છે તેમને હું ! આપની પાસે લાવ્યો છું. ત્યારે મહારાજશ્રીએ કહ્યું. મારે કોઈ મધ્યસ્થીનું કામ નથી અને તે અંગે મારે તેમની સાથે કંઈ વાત કરવાની નથી. ડૉ. પી. એલ, વૈદ્ય કહ્યું “કેવલં દર્શનાર્થ એવ આગતોડસ્મિ' અર્થાત “હું : આપની પાસે માત્ર દર્શન માટે આવ્યો છું.” મહારાજે કહ્યું, ભલે, દર્શન કરી ચાલ્યા જાવ. શેઠને આ વખતે સિમજાયું કે આ ચર્ચામાં અને આ ચર્ચાના પરિણામમાં આ બે જ આચાર્યો બંધાયેલા છે. બીજા કોઈને લેવાદેવા | નિથી. આ શરૂ કરતાં પહેલાં બધાની સંમતિ મેળવવી જરૂરી હતી. પણ હવે તે સંમતિ મેળવવી મુશ્કેલ છે. આ ઘણું મોડું થયું છે. =============================== તિથિ ચર્ચા II = TI | | Page #79 -------------------------------------------------------------------------- ________________ ડૉ. પી. એલ. વૈદ્ય રૂબરૂ ચર્ચા કરી પાલીતાણા છોડ્યા પછી તેમની પાસેથી શું ચુકાદો આવે છે. તેના માટે સૌ કાગના ડોળે રાહ જોઈ રહ્યા હતા. પણ તે ચુકાદો આવ્યા પહેલાં પુનામાં રામસૂરિના ભક્તોએ! વૈદ્યનું બહુમાન કર્યું, અને આ બહુમાનના સમાચાર “જૈન વિગેરે પેપરોમાં છપાયા. તેમજ ચુકાદો કસ્તુરભાઈ ! શેઠને સોંપ્યા પહેલાં વૈદ્ય કેટલાક લાગતા વળગતા માણસો આગળ ચુકાદો કોની તરફે છે એની જાણ કરી.' અને આવી જાણવાળા માણસોએ પોતાના સ્નેહી સંબંધીઓને આ જાણનો પ્રચાર કર્યો. ! ખાસ કરીને જીવાભાઈ શેઠે રાધનપુર પન્યાસ સુમતિવિજયજીને, આચાર્ય જંબુસૂરિજીએ સાધ્વી શ્રી. રંજનશ્રીજીને, તેમજ ભુરાલાલ પંડિતે કેટલાકને જણાવ્યું કે આ ચુકાદો રામસૂરિજી તરફે છે. એટલું જ નહિ. ! પણ કાંતિલાલ ભોગીલાલ નાણાવટી જેવાને ખુદ વૈધે પણ કહ્યું કે આ ચુકાદો રામવિજયજી તરફે છે. આ બધી પ્રવૃત્તિ થઈ અને તેની જાણ જૈન જગતમાં ફેલાઈ ત્યાં સુધી શેઠની પાસે ચુકાદો આવ્યો નહોતો. આનું |પરિણામ એ આવ્યું કે સાગરજી મહારાજને વૈદ્યની તટસ્થતા મ્પર શંકા ઉપજી. તેમણે મને પુના મોકલ્યો. ] Jઅને બીજા માણસો દ્વારા તપાસ કરાવી તો તેમની શંકામાં તેમને દઢતા થવા લાગી. પરિણામે કસ્તુરભાઈ શેઠT તરફથી વૈદ્યના ચુકાદાની જાણ સાગરજી મહારાજને કરાય તે પહેલા સાગરજી મહારાજે કપડવંજથી તાર કરી! શેઠને જણાવ્યું કે “વૈદ્ય તટસ્થ રહ્યા નથી, તેથી તેમની તરફથી જે કોઈ ચુકાદો આવે તે મને અને મારા અનુયાયીઓને કોઇને કબૂલ નથી.” આ તાર કર્યા પછી બે દિવસે ચુકાદાનું રજીસ્ટર કસ્તુરભાઈ શેઠ તરફથી સાગરજી મહારાજને કપડવંજ મોકલવામાં આવ્યું. આ રજીસ્ટર તેમણે એવું લખી પાછું મોકલ્યું કે અમારેj તમારી સાથે કોઈ આવો રજીસ્ટરનો પત્ર વ્યવહાર નથી. આ રજીસ્ટર વૈદ્યના નિર્ણયનું હોય તો તે અમારે, સ્વિીકારવાનું નથી. વૈદ્યના નિર્ણયનું રજીસ્ટર માની અમે તેમને પાછું મોકલીએ છીએ. આ પછી તેમણે “સવેળાની ચેતવણી” એ હેડીંગ આપી વર્તમાનપત્રોમાં જાહેરાત કરી કે વૈદ્યનો jચુકાદો સંઘને અને અમોને કબૂલ નથી. વૈદ્ય તટસ્થ રહ્યા નથી. આથી આ ચુકાદો બહાર પડે તો માનવાનો નથી. વર્તમાનપત્રોની જાહેરાત ઉપરાંત હેન્ડબીલ છપાવી માણસો મોકલી તેનો પ્રચાર કર્યો. આમ વૈદ્યનો | Tચુકાદો અધવચ્ચે રઝળી પડ્યો. પછી તે ચુકાદો કસ્તુરભાઈએ બહાર પાડ્યો અને વીરશાસન અને પ્રવચનપત્ર! વિગેરે જે રામચંદ્રસૂરિજીના પક્ષના વાજિંત્રો હતા તેમણે તે ચુકાદો અને તેના ગુજરાતી અનુવાદને બહાર પાડી પ્રચાર કર્યો. પણ ચુકાદાના પરિણામે જે સમાધાન થવાનું હતું તે ન થયું. - ત્યારબાદ પૂ. આચાર્ય સાગરાનંદસૂરિના ભક્તો અને બીજાઓએ “જૈનધર્મ પ્રભાવક સમાજ નામની | અમદાવાદમાં સંસ્થા ઊભી કરી. આ સંસ્થાના પ્રમુખ તરીકે ચીમનલાલ મંગળદાસ અને સેક્રેટરી તરીકે ! Iકાંતિલાલ લખભાઈ વિગેરે થયા. આ સંસ્થાએ પૂ. આચાર્ય વિજયનેમિસૂરિજી મહારાજથી માંડીને ૩૩ સમુદાયોના નામપૂર્વક જાહેરાત કરી કે “આ ચુકાદાને જૈન સંઘને સાથે કંઈ લેવાદેવા નથી. આ ચુકાદામાં સાગરજી મહારાજ જોડાયેલા હતા, પણ તે મધ્યસ્થી તટસ્થ નહિ રહેવાના કારણે તેમાંથી અલગ થયા છે. અને બીજાઓને તો આ ચુકાદા સાથે કાંઈ લેવાદેવા નથી. સકલ ગામોના જૈન સંઘો જે રીતે પર્વતિથિની ક્ષયવૃદ્ધિએj પૂર્વની અપર્વ તિથિની ક્ષયવૃદ્ધિ કરતાં હતાં તેમ તથા પર્વાનંતર પર્વતિથિ પૂનમ-અમાસની ક્ષયવૃદ્ધિએ તેરસની! ક્ષયવૃદ્ધિ કરશે. આમાં કોઈ ફેર નથી.” આ બધાથી શેઠને ખોટું લાગ્યું. તેમની પાસે સેવક' પત્રના પ્રતિનિધિને મોકલી એવું નિવેદન કરાવ્યું કે જે આચાર્યે સહી કરી હતી તે ફરી જાય તે માટે હવે શું કહેવું?” આ મતલબના નિવેદનનો રામચંદ્રj =============================== | ૭૨]. ( [મારાં સંસ્મરણો યાને ૫૦ વર્ષની જૈન શાસનની આછી રૂપરેખા | — — — — — — — — — — — — Page #80 -------------------------------------------------------------------------- ________________ |સૂરિજીના પક્ષે ખૂબ ખૂબ પ્રચાર કર્યો, પણ તેનું કાંઈ પરિણામ આવ્યું નહિ. ચુકાદો બહાર પડયા પછી તરફેણમાં અને વિરુદ્ધમાં ખૂબ ખૂબ છાપાબાજી ચાલી. પહેલાં હતો તેના કરતાં પણ વધુ કલેશ વધ્યો. શેઠને પણ આ બાબતમાં પડયા બદલ પસ્તાવો થયો. આ પછી તેમનાં નિવેદનો બદલ પડાપડી કરનારાઓને શેઠે ઘસીને ના પાડી દીધી. આ પછી પણ, આ વિવાદમાં મધ્યસ્થી તટસ્થ રહ્યા નથી, તેના પુરાવાઓ સાગરજી મહારાજને એક પછી એક વધુ મળતાં રહ્યાં. પૂ. આચાર્ય રામચંદ્રસૂરિજી મહારાજ જુનાગઢથી વિહાર કરી અમદાવાદ આવતા હતા તે વખતે જામનગર પાસેના પ્રાયઃ પડધરી ગામના ઉપાશ્રયમાં ઉતર્યા હતા. ત્યાં બપોરનો વિશ્રામ કર્યા બાદ સાંજે ત્યાંથી વિહાર કર્યો. પરંતુ આ ઉપાશ્રયના ટેબલના એક ખાનામાં પુનાના મોહનલાલ સખારામે લખેલા કાગળો તથા તેમણે મોહનલાલ સખારામને લખેલા કાગળની કોપીઓ વિસરાઈ ગઈ. આ પછી ત્યાં નગરવાળાં સાધ્વી હેતશ્રીજી મહારાજ આવ્યાં. તેમણે આ કાગળો જોયા. અને તે કાગળો સાગરજી મહારાજને સુરત મોકલ્યા. |આથી મધ્યસ્થી તટસ્થ રહ્યા નથી તેની વધુ દૃઢતા થઇ. આમ સાગરજી મહારાજ પાસે આ બધી સામગ્રી ભેગી | થઈ અને તે સામગ્રી એમ જણાવતી હતી કે મધ્યસ્થી તટસ્થ રહ્યા નથી, અને મેં જે ચુકાદાનો ઇન્કાર કર્યો તે ઠીક જ કર્યું છે. આ પછી પણ કીર્તિમુનિ અને ભાનુસૂરિ વિગેરેએ પણ વૈદ્ય સાથે પત્ર વ્યવહાર કર્યો. અને હું પણ વૈદ્યને પુનામાં મળ્યો. તથા રામસૂરિના ભક્તો પણ પુનામાં મળ્યા. આ બધાનું ફલિત એ ચોક્કસ હતું મધ્યસ્થી વૈદ્ય તટસ્થ રહ્યા નહોતા. વધુમાં પંડિત સુખલાલજી અને ગુર્જર ગ્રંથ રત્નવાળા શંભુભાઈ મળ્યા. હું તેમનું પણ કહેવું થયું કે શેઠે વૈદ્યને મધ્યસ્થી બનાવવામાં ભૂલ ખાધી છે. તે એટલા ગંભીર અને મધ્યસ્થી | |માટે યોગ્ય નથી. આ વૈદ્યનો ચુકાદા અંગેનો ઊહાપોહ ઘણાં વર્ષો સુધી ચાલ્યો અને આજે પણ યથાવત્ છે. (૧૧) ડૉ. પી. એલ. વૈદ્યના ચુકાદા પછી, શેઠ આણંદજી કલ્યાણજીની પેઢીના પ્રમુખ શેઠ કસ્તુરભાઈ લાલભાઈ હતા, તેથી આ ચુકાદાને અનુસરીને પેઢીના વહીવટમાં તેઓ પર્વતિથિઓની વ્યવસ્થા કરશે તેવી ધારણા આચાર્ય વિજયરામચંદ્રસૂરિના ભક્તોની હતી. અને તે માટે પેઢીની મિટિંગમાં કસ્તુરભાઈ શેઠ શું વલણ લે છે તે રાહ જોતા હતા. આ દરમ્યાન મેં શેઠ વાડીલાલ દોલતરામના મુળચંદભાઈ તથા કેટલાક પાસે પાલીતાણાની ભાતા ખાતામાં ચૌદશ-અમાસની ક્ષથવૃદ્ધિએ શ્રીસંઘ અને રામચંદ્રસૂરિજીની વચ્ચે જે મતભેદ |આવતો હતો તેમાં શ્રીસંઘને અનુસરતી ચૌદશે આયંબિલ વિગેરે ભગુભાઈ શેઠની વારીમાં નોંધાવી દીધું હતું. Iઅને તેની પાકી પહોંચ પેઢી પાસેથી મેળવી લીધી હતી. થોડા વખત બાદ પેઢીની મિટિંગ મળી. તેમાં પર્વતિથિની ચર્ચા થઈ કે આપણે શું કરવું ? શેઠે |અગાઉની તિથિઓ નોંધાયેલી જોઇ અને બધાની વાતો સાંભળ્યા પછી કહ્યું કે ‘આપણે જૂની પરંપરા પ્રમાણે Iજે રીતે કરતા હતા તે રીતે કરવાનું છે. ચુકાદો ભલે હું લાવ્યો, પણ કોઈએ માન્ય ન કર્યો હોવાથી આપણને તે ચુકાદા સાથે કોઈ નિસ્બત નથી, મારા ઘરમાં પણ જૂની પ્રણાલિકા પ્રમાણે બધાં વર્તવાનાં છે. અને આપણે પેઢીની પરંપરાગત પ્રણાલિકા પ્રમાણે વર્તવાનું છે.' આમ આ ચુકાદાનો પેઢીમાં સ્વીકાર થયો નહિ. તિથિ ચર્ચા] [૭૩ Page #81 -------------------------------------------------------------------------- ________________ (૧૨) i ડૉ. પી. એલ વૈદ્યના ચુકાદા અંગે એક પક્ષે ખૂબ પ્રચાર કર્યો. બીજા પક્ષે એટલા જ જોરથી તેનો વિરોધ કર્યો. આ વિરોધના વંટોળ પછી લોકોને સહેજે જાણવાની ઇચ્છા થાય કે આચાર્ય સાગરાનંદસૂરિજીએ ! 1શું લખ્યું હતું અને રામચંદ્રસૂરિજીએ શું જણાવ્યું હતું, અને તે બન્નેએ પરસ્પરની દલીલોનો કેવો રદિયો આપ્યો! હતો. તેથી પૂ. આચાર્ય સાગરાનંદસૂરિજી પાસે જે રામચંદ્રસૂરિજીને તેમણે મોકલેલા શાસ્ત્રની સાક્ષીપૂર્વકના નવા મુદ્દાઓનું લખાણ તેમજ આચાર્ય રામચંદ્રસૂરિજી મહારાજે સાગરાનંદસૂરિજીને મોકલેલા શાસ્ત્રપાઠ સાથેના ૨૫ jમુદ્દાઓ અને તે ૨૫ મુદ્દાઓનું પૂજય સાગરાનંદસૂરિ મહારાજે કઈ રીતે નિરસન કર્યું હતું, તે બધા લખાણની | Iકોપી તેમની પાસે હતી તે મેળવી, મેં પર્વતિથિ નિર્ણય' નામે પુસ્તક પ્રસિદ્ધ કર્યું. આ પુસ્તકમાં આ લખાણ | Iઉપરાંત વૈદ્યના ચુકાદાને સાગરાનંદસૂરિજી મહારાજ સિવાય બીજા ૩૩ સમુદાયોએ પણ ખોટો જાહેર કર્યો છે. તે વાત તેઓના અભિપ્રાય સાથે અને તેમના ફોટા સાથે મુદ્રિત કરી. તથા આ ચુકાદામાં ચુકાદો આવતાં પહેલાં કેવી મેલી રમત રમાય છે તેની પુષ્ટિ કરતાં મળેલા કાગળો પ્રસિદ્ધ કર્યા. પુસ્તકની શરૂઆતમાં પ્રાક્કથન ; રૂપે આખા તિથિ પ્રશ્નની છણાવટ કરતો ૧૧૬ પાનાનો નિબંધ મેં લખ્યો. આ પુસ્તક પાછળથી એટલું બધું ઉપયોગી થઈ પડ્યું કે વિક્રમ સંવત ૨૦૧૪નું મુનિસંમેલન થયું! ત્યારે તિથિચર્ચાના પ્રશ્નમાં આ પુસ્તકને દરેક આચાર્યો વિવિધ રેફરન્સ માટે રાખતા હતા. 1 આ પુસ્તકમાં વિવિધ કાગળો અને ચિઠ્ઠીઓ સાથે લક્ષ્મીચંદ હીરજીના લખેલા બે પત્રો છપાયા હતા.' આ બે પત્રો મને તે વખતે મુંબઈ ગોડીજી ઉપાશ્રયમાં બિરાજતા પૂ. આ. સાગરાનંદસૂરિ તરફથી પ્રકાશિત | કિરવા મળ્યા હતા. અને તેમણે તે પ્રકાશિત કરવા આપતા પહેલાં કહ્યું હતું કે મેં લક્ષ્મીચંદ હીરજીને આ બે ! Jપત્રો સંબંધી રજીસ્ટરથી પૂછાવ્યું હતું કે “આ પત્રો તમારા લેટર પેપર ઉપર લખાયેલા છે. તેમાં તમારા ! નામની સહી છે. તો તે પત્રોને હું તમારા માનું છું. અને તે પત્રમાં લખેલા લખાણ મુજબ લવાદની સાથે , ચુકાદો આપ્યા પહેલા તમારો સંપર્ક હતો તેમ પત્રોથી જણાય છે તો આનો ખુલાસો કરશો.” પણ લક્ષ્મીચંદ | હીરજી તરફથી મને આજ સુધી કોઈ ખુલાસો મળ્યો નથી. તેથી તે પત્રો સાચા છે. એમ જણાવી તેમણે મને | Jપ્રસિદ્ધ કરવા સોંપ્યા, અને મેં તે બીજા પુરાવાઓ સાથે આને પણ પ્રસિદ્ધ કર્યા. પુસ્તક પ્રસિદ્ધ થયા પછી મેં મુંબઈ મેઘરાજ પુસ્તક ભંડારને ત્યાં પણ કેટલાંક પુસ્તકો આપ્યાં હતાં.' પુસ્તકનો દુરૂપયોગ ન થાય તે માટે તેની કિંમત રૂ. નવ રાખી હતી. લક્ષ્મીચંદ હીરજીએ નવ રૂપિયા આપી 1 jઆ પુસ્તક મેઘરાજ પુસ્તક ભંડારમાંથી બીલ લઈ ખરીદ્યું. અને ત્યાર પછી મુંબઈના પ્રસિદ્ધ એડવોકેટ કાનુગા નું દ્વારા એક અઢાર પાનાની નોટિસ કાઢી મારા ઉપર રજીસ્ટરથી મોકલી. આ નોટિસ ઇંગ્લીશમાં લખેલી હતી.' મને અંગ્રેજી ભાષાનું જ્ઞાન નહોતું. તેથી મેં મારા ભાઈના સાળા શ્રીનટવરલાલને આ નોટિસ વંચાવી. તે તાજા! એલ. એલ. બી. થયેલ હતા. અને પગની બીમારીના કારણે સીવીલ હોસ્પિટલમાં હતા. આ નોટિસ ખૂબ જ કડક ભાષામાં લખેલ હતી. અને તેમાં પર્વતિથિ નિર્ણય પુસ્તકમાં છપાયેલા લક્ષ્મીચંદ હીરજીના બે ; કાગળોનો ઉલ્લેખ કરી જણાવ્યું હતું કે આ કાગળ ખોટા ઉપજાવી કાઢેલા છે અને તે પ્રસિદ્ધ કરવાથી અમારા | અસીલને મોટું નુકસાન થયું છે. તેના ફળ સ્વરૂપે ડેફેમેશનથી જે ગુનો થાય તે માટે તમે જવાબદાર છો. | | મેં તપાસ કરી તો આ નોટિસ મારા એકલા ઉપર આવી હતી. હું ગભરાયો, અને વિચાર કર્યો કે , ================================ ૭૪] [મારાં સંસ્મરણો યાને ૫૦ વર્ષની જૈન શાસનની આછી રૂપરેખા Page #82 -------------------------------------------------------------------------- ________________ પર્વ તિથિ નિર્ણય પુસ્તકનો લેખક અને સંપાદક હું છું. અને આ બધી જવાબદારી મારા એકલા ઉપર આવે ! અને કેસ થાય ત્યારે પુસ્તક છપાવનાર શેઠિયાઓ ખસી જાય તો શું થાય? આથી મેં એક સરક્યુલર તૈયાર ! કર્યો. તેમાં લખ્યું કે “આ પુસ્તક જૈન ધર્મ પ્રભાવક સમાજે પંડિત મફતલાલને છાપવા આપ્યું છે અને તેની ! જવાબદારી સમાજની છે.” આ સરક્યુલરમાં બધાએ ટપોટપ સહીઓ કરી. કોઈએ ઉપર વાંચ્યું નહિ. સહીઓવાળો સરક્યુલર મેં મારી પાસે રાખ્યો અને હું થોડો નિશ્ચિત બન્યો. આ પછી બે દિવસ બાદ મારા | iઉપર આવી હતી તેવી નોટિસ શ્રીચીમનલાલ મંગળદાસ ઉપર અને શ્રી કાંતિલાલ લખુભાઈ ઉપર આવી. | શ્રી ચીમનભાઈ આ નોટિસને વાંચ્યા બાદ ગભરાયા અને મોહનલાલ છોટાલાલ વિગેરે સમાજના સભ્યોને ! મળ્યા. તેમણે કહ્યું કે હું પ્રમુખ થયો તેની આ આપત્તિ છે. તે વખતે મોહનલાલ છોટાલાલ વિગેરેએ કહ્યું કે ! પંડિત મફતલાલ બે દિવસ ઉપર આપણી પાસે સરક્યુલરમાં સહી કરાવી ગયા હતા તે શું હતું? કોઈને આ ; વસ્તુની પૂરી યાદ નહોતી. મને બોલાવ્યો અને પૂછ્યું કે સરક્યુલરમાં શું લખ્યું હતું? મેં કહ્યું, આ પર્વતિથિ | નિર્ણય પુસ્તક સમાજે મને છાપવા આપ્યું છે તે લખ્યું હતું. તેમણે કહ્યું, અમારા ઉપર નોટિસ આવી છે. ત્યારે મેં કહ્યું, મારા ઉપર પણ નોટિસ આવી છે. ! જરા તપી જઈ શ્રીમોહનભાઈએ કહ્યું, અમારા ઉપર તમને વિશ્વાસ ના બેઠો કે જેથી તમારે આવો ! સરક્યુલર કાઢવો પડ્યો? મેં કહ્યું, હું એકલો પડી જાઉં માટે સરક્યુલર કાઢ્યો હતો. આ સંબંધમાં હું પૂજ્ય હંસસાગરજી મહારાજને મળ્યો. તેમણે મને આશ્વાસન આપ્યું. પણ મુંબઈમાંથી I આ નોટિસ નીકળી હતી અને નોટિસ કાઢ્યા પછી ૨૫000 રૂપિયાની રકમ જણાવી મુંબઈ હાઈકોર્ટમાં ! ચીમનભાઈ, કાંતિભાઈ અને મને પ્રતિવાદીઓ ગણી કેસ દાખલ કર્યો હતો. કેસ દાખલ કરવાની સાથે જ મુંબઈમાં તે વખતે સારા ગણાતા બેરિસ્ટરો કનૈયાલાલ મુનશી, તારાપોરવાળા વિગેરેને રીટેનર ફી આપી રોકી | jલીધા હતા. અમારા ઉપરાંત પૂ. સાગરજી મહારાજને પણ તે વખતે તે વાવી મુકામે બિરાજતા હોવાથી ; નોટિસ પહોંચાડી હતી. ! આ પછી ધર્મપ્રભાવક સમાજની મિટિંગ મળી અને આ નોટિસનો જવાબ આપવા વિગેરે કાર્ય | કરવાનું નક્કી કર્યું. હું તથા ચીમનભાઈ વિગેરે મુંબઈ ગયા. અને તે વખતે પાયધુની, જયંત મહાલમાં રહેતા | jજયંત મેટલ વર્કસવાળા ચીમનભાઈને ત્યાં ઊતર્યા. તેમના સોલીસીટર પૂર્ણાનંદ જશુભાઈ હતા. તેમની ઓફિસ | મુંબઈ કોટમાં ટેમરીડ લાઈનમાં હતી. ત્યાં અમે તેમને મળ્યા અને નોટિસનો જવાબ તૈયાર કરાવ્યો. આ| Lજવાબમાં કોઈ ભૂલ ન થાય માટે બીજા પ્રસિદ્ધ બેરીસ્ટરોની સલાહ લેવાનું રાખ્યું. ત્યારે ખબર પડી કે પ્રસિદ્ધ I બેરીસ્ટરો મુનશી, તારાપોરવાળા વિગેરેને તો તેમણે રોકી લીધા છે. આથી અમે તે વખતે એમ.પી. અમીન ! પાસે તે નોટીસનો જવાબ તૈયાર કરાવ્યો. અને ચીમનલાલ સેતલવાડ જે નિવૃત્ત હતા, તે છતાં લાગવગથી ; તેમની પાસે એપ્રુવ કરાવ્યો. આ બધા કામમાં જુનિયર બેરિસ્ટર તરીકે અમે સુરચંદભાઈ બદામીના પુત્ર પ્રિસન્નચંદ્ર બદામીને રોક્યા હતા. અમે આ પ્રવૃત્તિમાં હતા ત્યારે અમને ખબર પડી કે આચાર્ય મહારાજ સાગરાનંદસૂરિને જે નોટિસ ! વાપીમાં આપી હતી તે નોટિસનો જવાબ તો તેમણે કોઈની સલાહ લીધા વિના તેમની ભાષામાં અને રીતરસમ મુજબ આપી દીધો હતો. તેમાં તેમણે લખ્યું હતું કે “આ કાગળો છાપવા આપતા પહેલા મેં તમારા અસીલને પૂછાવ્યું હતું કે તમારા લેટર પેપર ઉપર અને તમારી સહીપૂર્વકના આ કાગળો છે તો તે સંબંધી ખુલાસો | ============================= == [૭૫ - - - - તિથિ ચર્ચા] . – Page #83 -------------------------------------------------------------------------- ________________ આપશો. પણ તેમણે કશો ખુલાસો ન આપ્યો તેથી આ કાગળ સાચા માની મેં પંડિત મફતલાલને છાપવામાં Jઆપ્યા છે. હવે જો તમારો અસીલ એમ કહે કે આ કાગળ મારા નથી તો મને તે તેના છે તેવું માનવાનો! કોઈ આગ્રહ નથી.” 1 અમે ચીમનલાલ શેતલવડ પાસે નોટિસનો જવાબ એપ્રુવ કરાવ્યા પછી જેશીંગભાઈની વાડીવાળા મધુરીબેનના સંબંધે વાડીવાળાની લાગવગથી ભૂલાભાઈ દેસાઈને મળ્યા. તેમણે આ નોટિસો, તેનો જવાબ બધું વાંચ્યા પછી કહ્યું કે સોલીસીટરો અને એડવોકેટના જવાબ કરતાં તમાસ-આચાર્ય મહારાજે જે જવાબ આપ્યો! છે તે બરાબર છે. આમાં પરિણામ કાંઈ આવવાનું નથી. એડવોકેટો અને સોલીસીટરો તમારા બન્નેના પૈસા ખંખેરશે અને છેવટે સમાધાન થશે. તેના કરતાં કસ્તુરભાઈ શેઠ જેવા ડાહ્યા માણસને વચ્ચે રાખી પતાવી લો. jઆમાં કોર્ટે ચઢવાની જરૂર નથી. અમે કહ્યું, આમાં કસ્તુરભાઈ શેઠ પડી શકે તેમ નથી. - જવાબો-પ્રતિ જવાબો થયા. સામા પક્ષે ઇન્વેન્ટરી માંગી. અમારા સોલીસીટરે ના પાડી. પરિણામેT Iકેસ કોર્ટમાં આગળ ચાલ્યો. વર્ષ દોઢ વર્ષ ચાલ્યો હશે. તેમાં કેસ ચાલ્યા પહેલાં હંસસાગરજી મહારાજની અને સાગરજી મહારાજની કમીશનથી જુબાની રાખવામાં આવી. આ કેસ દરમ્યાન હંસસાગરજી મહારાજ મુંબઈ 1 કોટમાં અને ત્યાર પછી ગોડીજીમાં હતા. આ કેસની જુબાનીમાં અમારા તરફથી પ્રસન્નચંદ્ર બદામી અને Tલક્ષ્મીચંદ તરફથી કરાણી બેરિસ્ટર હતા. શનિવારે શ્રીયુત ઈશ્વરનું મદ્રાસી પાસે આ જુબાની ચાલતી હતી. | Jઆ જુબાની લગભગ આઠ દસ શનિવાર ચાલી હશે. હંસસાગરજી મહારાજ નવા નવા ઇસ્યુ કાઢતા, અને Jપેલા લોકો રામચંદ્રસૂરિજી મહારાજને પૂછી નવાનવા પ્રશ્નો પૂછતા. પરિણામે એક ડેફેમેશનમાંથી ઘણા! ડફેમેશન ઊભા થતા. એક પ્રસંગ એવો આવ્યો જેમાં મિ. કરાણીએ પૂછ્યું કે બકુભાઈ મણીલાલ અમદાવાદના સગૃહસ્થ છે તે તમે જાણો છો ? ત્યારે હંસસાગરજીએ કહ્યું. “હા, તે ગૃહસ્થ છે તે જાણું છું. પણ તે સગૃહસ્થ નથી.! પછી સગૃહસ્થ કેમ નથી તેનું તેમણે વિવેચન કર્યું. આમ આ બધી ચર્ચા આડે રસ્તે વળી ગઈ. છેલ્લે પર્વતિથિ નિર્ણયમાં છાપેલ સોળ ચિઠ્ઠીઓની વાત નીકળી. આ ચિઠ્ઠીઓ સંબંધી અમારા કોઈના મનમાં કાંઈ શંકા નહોતી. આ ચિઠ્ઠીઓમાં ઉપર મોહનલાલ નામ લખેલું હતું અને તેમાં “ની પાના સોળ' ! આવાં લખાણો હતાં અને તેમાં વૈદ્યના નામનું સૂચન હતું. તેથી આ ચિઠ્ઠીઓ વૈદ્ય ઉપર લખાયેલી છે, એમ માન્યું હતું. આ ચિઠ્ઠીઓ હંસસાગરજી મહારાજને તેઓ કીકાભટની પોળના ઉપાશ્રયે હતા તે દરમ્યાન મળી! હતી. ચિઠ્ઠીઓના અક્ષર રામવિજયજી મહારાજના હતા. તે અક્ષર હંસસાગરજી મહારાજ સારી રીતે ઓળખતા હતા. તેમાં મોહનલાલ અને વૈદ્યના નામનો નિર્દેશ હોવાથી તે ચિઠ્ઠીઓ પી.એલ.વૈદ્ય અંગેની છે તેમ માની તેમણે મને છાપવા આપી હતી. જો કે ચિઠ્ઠીઓમાં લખનારનું નામ ન હતું. પણ અક્ષર રામચંદ્રસૂરિજીના જj હતા. તેથી તેમણે જ આ બધું કર્યું છે તેમ માન્યું હતું. પરંતુ સદ્ભાગ્યે અમને એવું સૂઝયું કે રામવિજયના સાચા અક્ષરો સાથે આ અક્ષરો મેળવી પોલીસ jખાતાનું સર્ટિફિકેટ લેવું. એટલે અમે શ્રીયુત ચીનુભાઈ સોલીસીટર દ્વારા પુના સી.આઈ.ડી. ખાતાને આ 1ચિઠ્ઠીઓ મોકલી. આ અક્ષર રામચંદ્રસૂરિજીના છે તે સર્ટિફીકેટ મેળવ્યું હતું. ================================ ( [મારાં સંસ્મરણો યાને ૫૦ વર્ષની જૈન શાસનની આછી રૂપરેખા — — — — — — — — — — —- - - - - - - - ૭૬] Page #84 -------------------------------------------------------------------------- ________________ છેલ્લે હંસસાગરજી મહારાજની જુબાનીમાં કરાણીએ એ પ્રશ્ન ઉઠાવ્યો કે આ અક્ષર રામચંદ્રસૂરિજીના| છે એ સાચું, પણ ઉપર કેશવલાલ નામ રબરથી કાઢી મોહનલાલ લખ્યું છે. આ ચિઠ્ઠીઓ પ્રવચનના પ્રુફ અંગે ! લખાયેલી છે અને તેમાં વૈદ્યનું જે નામ છે તે પી.એલ. વૈદ્ય નહિ પણ વડોદરાવાળા વૈદ્ય છે. જાણી જોઈને બદનામ કરવા આ ચિઠ્ઠીઓનો ઉપયોગ થયો છે. આનો જવાબ હંસસાગરજી પાસે કે અમારા બેરીસ્ટર પાસે નહોતો કારણ કે કાચથી સ્પષ્ટ દેખાતું હતું કે કેશવલાલને બદલે મોહનલાલ લખેલું હતું. આ અંગે અમે ગોડીજીમાં મળ્યા અને મોટા બદામી સુરચંદભાઈ તથા તેમના પુત્ર પ્રસન્નચંદ્રને I બોલાવ્યા. આ જુબાની દરમ્યાન સમાજવાદી કાર્યકર પુરુષોત્તમ બેરીસ્ટર પણ અમારા પક્ષે હતા. આ બધાના મળ્યા પછી અમારા તરફથી એ દલીલ થઈ કે આ ચિઠ્ઠીઓ રામચંદ્રસૂરિજીના હાથની છે તે સાચી છે. કેશવલાલને બદલે મોહનલાલ લખાયું છે તે પણ સાચું છે. બનવા જોગ છે કે તેમાં જે વૈદ્યનો ઉલ્લેખ છે તે વડોદરાના વૈદ્યનો હોઈ શકે. પણ આ બધું કાવતરું અમને ફસાવવા માટે સામા પક્ષ તરફથી કરાયું છે. કેમકે |જો આ ચિઠ્ઠીઓ અમે ઊભી કરી હોત તો સી.આઈ.ડી. પાસે નિર્ણય કરાવત નહિ અને કોર્ટમાં રજૂ કરતI નહિ. આથી આ ચિઠ્ઠીઓ અમને ફસાવવા માટે કાવતરાપૂર્વક સામા પક્ષે જ કરી છે. આ વાત કમિશ્નરને પણ ગળે ઊતરી અને તેણે તે પણ નોંધ્યું. હંસસાગરજી મહારાજ ઉપરાંત સુરત મુકામે તે વખતે બિરાજતા પૂ. સાગરાનંદસૂરિજીની પણ કમીશનથી જુબાની લેવામાં આવી. સાગરજી મહારાજને સામા પક્ષના વકીલ તરફથી ઘણી જાતના પ્રશ્નો પૂછાયા. પણ તેમણે જે હતું તે યથાવત્ કહ્યું. હંસસાગરજીની જુબાનીમાં લક્ષ્મીચંદ |અને તેની પત્ની લક્ષ્મીબાઈ સંબંધી જે પ્રશ્નો હતા સંબંધે યથાવત્ જે જાણકારી હતી તે કહ્યું. આ કેસ ચાલતો હતો તે દરમ્યાન શાસનસુધાકર પેપરમાં હંસસાગરજી મહારાજે કેસ સંબંધી કેટલીક વિગતો પ્રગટ કરેલી, તે અંગે લક્ષ્મીચંદે કોર્ટનો તિરસ્કાર કર્યો છે તેવી મતલબની અરજી કરી. શાસન |સુધાકરના તંત્રી, હંસસાગરજીના મોટાભાઈ મોતીચંદને પણ કોર્ટમાં ઘસડ્યા. એમને પણ અમે અમારી સાથેના |વકીલો દ્વારા તેમના જવાબો અપાવ્યા. છેવટે કેસ હાઈકોર્ટના જજ આગળ નીકળ્યો. શરૂઆતમાં આ જજ | પારસી હતા. સંસ્કૃતના અભ્યાસી ન હતા. આથી આ કેસ અમદાવાદના વતની નાનુભાઈ ભગવતી જજ પાસે ! મુંબઈ હાઈકોર્ટમાં નીકળ્યો. તેમણે કેસ નીકળતાં જ સમાધાનની ભૂમિકા રજૂ કરી અને કહ્યું કે હવે આ પુસ્તક જ્યારે ફરી છાપો ત્યારે લક્ષ્મીચંદના કાગળ નહિ છાપવા. આમ જજની રૂબરૂ સમાધાન થયું અને કેસ માંડવાળ થયો. સાથે સાથે મોતીચંદભાઈનો પણ કેસ માંડવાળ થયો. આ કેસમાં બન્ને પક્ષોએ સારો ખર્ચ કર્યો. આ કેસ લગભગ બે વર્ષ ચાલ્યો હશે. આ માટે મારે મુંબઈના ઘણા આંટા ખાવા પડ્યા. આ કેસ | દરમ્યાન મોટે ભાગે હું મારા મિત્ર તારદેવમાં રહેતા મણિલાલને ત્યાં ઊતરતો. જ્યારે કેસમાં ચીમનભાઈ વિગેરેની જરૂર પડતી ત્યારે હું અને ચીમનભાઈ મરીન ડ્રાઈવ ઉપર કાંતિલાલ ઇશ્વરલાલને ત્યાં ઉતરતા. એ વખતે સોંઘવારી હોવાથી ઘરના ખર્ચની બહુ વિટંબણા નહોતી. પણ હું મારું ભણાવવાનું તથા કોઈપણ |આર્થિક ઉપાર્જન કરવાનું કરી શક્યો નહિ. તેમજ જે માણસોએ મને વિશ્વાસ આપ્યો હતો કે તમે નોકરી છોડી Iદો, બધું થઈ રહેશે. તેઓએ કશું કર્યું નહિ. પૂ. સાગરાનંદસૂરિજી મહારાજને લાગ્યું કે આ માણસે પોતાનીI નોકરી ગુમાવી છે. રાત દિવસ જોયા સિવાય મહેનત કરી છે માટે કાંઈક કરવું જોઈએ. આથી તેમણે સુરત ગોપીપુરામાં આનંદ પુસ્તકાલયમાં એક સાધુ-સાધ્વીજીઓને ભણાવવાની પાઠશાળા ખોલી તેમાં મારો મહિને ૩૦૦ રૂપિયા પગાર નક્કી કર્યો. અને હું સુરત રહ્યો. સુરતમાં મોતીચંદ કસ્તુરચંદને ત્યાં જમતો અને તિથિ ચર્ચા] [૭૭ Page #85 -------------------------------------------------------------------------- ________________ નેમુભાઈની વાડીના ઉપાશ્રયમાં મહારાજ હતા તેના ત્રીજે માળે રહેતો. અમદાવાદથી સુરત ઘર વસાવ્યું નહોતું. જો કે ઘર ભાડે લેવાનું નક્કી કર્યું હતું. પણ સુરતમાં રહેવું કે અમદાવાદમાં રહેવું તેની દ્વિધામાં હતો. મારી પાસે જે પુસ્તકો જયાનંદ કેવળી ચરિત્ર, પ્રમાણનયતત્ત્વ |લોકાલંકાર વિગેરે છપાયેલા હતા તે બધાં મેં પૂજ્ય આચાર્ય નેમિસૂરીશ્વરજી મહારાજને પાંચથી છ હજારમાં | |આપી દીધા હતા. પુસ્તકના ધંધામાંથી ફારગત થઈ ગયો હતો. સુરત જવાનું લગભગ નક્કી કર્યું હતું. પણ ત્યાં મચ્છરનો ત્રાસ હોવાથી આ વિચાર નિશ્ચિત થતો ન હતો. હું સુરતથી અમદાવાદ આવ્યો. મેં મારાં ધર્મપત્નીને સુરત જવાની વાત કરી. તે તેમને ન રૂચ્યું હું સુરત ગયો અને મહારાજશ્રીને કહ્યું કે તમે મારી ચિંતા ના કરશો. હું ભણેલ માણસ છું એટલે મને ભણાવવાનું મળી રહેશે. મહારાજને દુઃખ હતું કે ગૃહસ્થોએ ।કશું કર્યું નથી, અને આને નોકરી છોડાવી દીધી છે તે વાજબી કર્યું નથી. હું નિશ્ર્ચિત હતો. અમદાવાદ આવ્યો 1અને ટ્યુશનો વિગેરે શરૂ કર્યાં. મારો પર્વતિથિ નિર્ણય પુસ્તકના પ્રકાશન અને તે અંગે થયેલા કેસમાં અનુભવ એ થયો કે સાધુ |મહારાજના ઘણાખરા ભક્તો ગમે તેવા ધર્મી હોય પણ તેમના અમદાવાદના ભક્તોમાં તો ખરેખરા અમદાવાદી Iલાગ્યા છે. ચીમનભાઈ, ગિરધરભાઈ અને મોહનભાઈ આ ત્રણે સાગરજી મહારાજના ખાસ ભક્તો ગણાતા હતા, અને આ બધા કામમાં સક્રિય રસ લેતા હતા. તેમના ભરોસે કોઈ સાધારણ શક્તિવાળાએ કામ કર્યું હોત તો તે દુ:ખી દુ:ખી થઈ જાત. મારી પાસે ભણતર હતું અને આ સિવાય બીજા ઘણા સારા સંબંધો હતા, તેથી ખાસ વાંધો ના આવ્યો. પણ તિથિચર્ચા અને પર્વતિથિ નિર્ણયના કેસ પછી ભણવા-ભણાવવાની જે લાઈન હતી તે ધીમે ધીમે છૂટી ગઈ. અને વિક્રમ સંવત ૨૦૦૪ પછી પ્રેસની લાઈનમાં પડ્યો. આ પ્રેસની લાઈન |લીધા છતાં અને મહારાજશ્રીના ભક્તો દ્વારા કશું કારગત નથી તેવું જાણ્યા છતાં આ તિથિનો રસ છૂટ્યો નહિ. |અને હું સતત તેમાં ગળાબૂડ રહ્યો. પરિણામે પછીના દસથી બાર વર્ષ આડા અવળા ગુમાવ્યાં. પછી ભાન થયું કે પોતાના ધંધાને નુકસાન પહોંચાડીને કાંઈ કામ કરવું નહિ. અને જે કાંઈ કામ કરવું હોય તે અમદાવાદમાં રહી કરવું. સાધુ મહારાજના કાગળ આવે કે તાર આવે ત્યારે દોડી ન જવું. આથી મેં વિક્રમ સંવત ૨૦૧૮ પછી આનો અમલ કર્યો. અને ત્યારથી જ આર્થિક સ્થિતિ સુધરી. ત્યાં સુધી તો સાધુઓ પાછળ ફર્યા જ કરું છું. (૧૩) વિક્રમ સંવત ૨૦૦૪માં ભાદરવા સુદ પાંચમનો ક્ષય આવ્યો. હવે આ વખતે સંઘમાં શી વ્યવસ્થા થશે તેની સૌ વિચારણામાં હતા. કેમકે વિક્રમ સંવત ૧૯૫૨, ૧૯૬૧ અને ૧૯૮૯માં જેમણે ભાદરવા સુદ ૬ નો ક્ષય કર્યો હતો તેઓમાંના મોટા ભાગે ૧૯૯૨ અને ૧૯૯૩માં ભાદરવા સુદ પાંચમની વૃદ્ધિ વખતે [છઠની વૃદ્ધિ ન કરતાં આરાધ્ય પંચમીના આગળના દિવસે ચોથ અગર ત્રીજની વૃદ્ધિ કરી રવિવારે અને I ગુરૂવારે સંવત્સરી કરી હતી. તેઓ આ વખતે કદાચ ભાદરવા સુદ છઠનો ક્ષય નહિ કરે તેવી ભીતિ આચાર્ય ! વિજય પ્રેમસૂરિ વિગેરે બે તિથિ પક્ષના આચાર્યને હતી. અને તેમ થાય તો હંમેશને માટે પર્વતિથિઓ અને સંવત્સરીમાં કાયમનો ભેદ રહે. અને આપણો પક્ષ (પ્રેમસૂરિજીનો પક્ષ) હંમેશને માટે નાનો રહે. ૭૮] [મારાં સંસ્મરણો યાને ૫૦ વર્ષની જૈન શાસનની આછી રૂપરેખા Page #86 -------------------------------------------------------------------------- ________________ આ અરસામાં હું પાટણ ગયો. પાટણમાં તે વખતે પૂ. પન્યાસ ચરણવિજયજી ચોમાસું હતા. તેમની | |સાથે મારે સારો સંબંધ હતો. તેમનું પુસ્તક ‘સુભાષિત રત્નાકર' મારા હસ્તક છપાતું હતું. પાટણમાં તે વખતે પૂ. આચાર્ય પ્રેમસૂરિ મહારાજ નગીનદાસ શેઠના જ્ઞાનમંદિરમાં ચોમાસું બિરાજતા હતા. તે મને મળ્યા. તેમણે કહ્યું, ‘‘આ સાલ જો સંવત્સરીમાં ભેદ પડશે તો તે ભેદ હંમેશનો રહી જશે, માટે તમે એક કામ કરો. સાગરજી મહારાજે વિક્રમ સંવત ૧૯૬૧માં ભાદરવા સુદ ૫ ના ક્ષયે જેમ કપડવંજના સંઘની એકતા ખાતર ભેદ પડવા નહોતો દીધો, તેમ ૨૦૦૪માં તેઓ તેમ કરે તો, અમારા પક્ષ તરફથી જે પર્વતિથિઓની ક્ષયવૃદ્ધિ થાય છે । અને લખાય છે તે બંધ કરી દઈએ. બાર પર્વતિથિ અખંડ રાખીએ. આ માટે તમારે સાગરજી મહારાજ સાથે | ગાઢ સંબંધ છે તો તેઓને તેમ કરવાનું સમજાવો. આમ થાય તો આ તિથિનો ઝઘડો પતી જાય.” મેં કહ્યું : હું મહેનત કરું. આપે સાગરજી મહારાજ ઉપરનો કાગળ આ પ્રમાણે લખી આપવો પડશે. Iતે કબૂલ થયા અને કહ્યું કે હું કાગળ લખી આપીશ, એટલું જ નહિ, પણ વાપી બિરાજતા પૂ. આચાર્યI લબ્ધિસૂરિજી મહારાજ ઉપર પણ કાગળ લખી આપીશ કે “આપ અને સાગરજી મહારાજ સહીથી પેપરમાં આ સમાધાનનો ડ્રાફ્ટ બહાર પાડો. વધુમાં અમે પૂનમની ક્ષય-વૃદ્ધિએ તેરસની ક્ષયવૃદ્ધિ કરવાનું બંધ કર્યું છે બદલ મિચ્છામિ દુક્કડં દેવો હશે તો પણ દઈશું”. આ વખતે કાંતિવિજયજી વિગેરે પણ હાજર હતા. પણ હું નીકળ્યો ત્યાં સુધી તેઓ કાગળ લખી શક્યા નહિ. હું અમદાવાદ આવ્યો. મારા પાટણથી નીકળ્યા પછી તેમણે વીરચંદભાઈ પંડિતને બોલાવ્યા અને પૂછ્યું કે મફતલાલ પંડિત છે કે ગયા ? તેમણે કહ્યું કે તે અમદાવાદ ગયા. આ પછી પ્રેમસૂરિ મહારાજે વાત થયા મુજબનો કાગળ લખી પંડિત વીરચંદભાઈને આપ્યો. પંડિત વીરચંદભાઈ અમદાવાદ ખેતરપાળની પોળે |આવ્યા અને કહ્યું કે આપણે સુરત જવાનું છે. હું પ્રેમસૂરિ મહારાજનો કાગળ લાવ્યો છું. ત્યારબાદ હું પૂ. આ. સિદ્ધિસૂરિ મહારાજને વિદ્યાશાળામાં મળ્યો. મહારાજશ્રીને પાટણની અને પંડિત વીરચંદભાઈ આવ્યાની બધી વાત કરી. મહારાજશ્રીએ કહ્યું, બધું પતી જતું હોય તો સારું. હું અને વીરચંદભાઈ સુરત ગયા. સાગરજી મહારાજ તે વખતે નેમુભાઈની વાડીના ઉપાશ્રયના પાછલા ભાગમાં બિરાજતા હતા. તેમને સાંભળવાની તકલીફ વધી ગઈ હતી. આથી કેટલીક વાત મોઢેથી અને કેટલીક વાત લખાણથી બતાવી જણાવ્યું કે આપે કપડવંજમાં વિ.સં. ૧૯૬૧માં કપડવંજના સંઘની શાંતિ માટે કર્યું હતું, તેમ વિ.સં. ૨૦૦૪માં કરો તો સકળ સંઘની શાંતિ થાય. ઘણી ચર્ચા વિચારણા પછી તે સંમત હું થયા. પણ તે જ વખતે નવાપુરામાં રહેતા માણેકચંદ ચોક્સીને ત્યાં તાર ઉપર તાર આવ્યા. તમે કાંઈ કરશો | Iનહિ. તમે કાંઈ કરશો તો અમને કોઇને કબૂલ નથી. વીરચંદભાઈને જણાવ્યું કે તમે પાછા આવો. પરિણામે ! આ બધું અટક્યું. જો કે તે વખતે સાગરજી મહારાજે કહ્યું હતું કે મિચ્છામિ દુક્કડં દેવાની કાંઈ જરૂર નથી. પોતાને લાગ્યું તે સૌએ અપેક્ષાએ કર્યું છે. વીરચંદભાઈ પાટણ ગયા. હું અમદાવાદ આવ્યો અને પૂ. આ. નેમિસૂરિ મહારાજ તે વખતે I |સાબરમતી ચોમાસું હતા તેમને મળ્યો. તેમણે મને કહ્યું કે તું મને મળ્યા વગર કેમ સુરત ગયો ? તારે મને મળવું તો જોઇતું હતું. જો તું મને મળ્યો હોત તો હું તને સાગરજી ઉપર કાગળ લખી આપત. મેં કહ્યું, પ્રેમસૂરિ મહારાજનો કાગળ હતો પણ તેમના પક્ષમાં ભંગાણ હતું એટલે કશું બન્યું નહિ. , તિથિ ચર્ચા] [૯ Page #87 -------------------------------------------------------------------------- ________________ | આમ વિ.સં. ૨૦૦૪ માટે પ્રેમસૂરિજી મહારાજે કરેલો સમાધાનનો પ્રયત્ન નિષ્ફળ ગયો. 1 (૧૪). | વિક્રમ સંવત ૨૦૦૪ના સંવત્સરી પ્રસંગને સર્વ સમાધાનપૂર્વક નિપટાવવા એક મિટિંગ શેઠ કેશવલાલ | લલ્લુભાઈને ત્યાં મળી. આ મિટિંગમાં અમદાવાદના મોટા ભાગના ઉપાશ્રયના વહીવટદારોને તથા ખાસ ખાસ ] Jઆગેવાનોને આમંત્રણ આપવામાં આવ્યું. ભગુભાઈ શેઠે આ મિટિંગમાં આવવાનું મને કહ્યું. મેં કહ્યું હું કોઈI Iઉપાશ્રયનો ટ્રસ્ટી નથી. જો તમે જતી વખતે સાથે લઇ જવાના હો તો હું તમારી સાથે આવીશ. કેશુભાઈ ! શેઠને ત્યાં મિટિંગ મળી. આ મિટિંગમાં ઉપાશ્રયના આગેવાનો ઉપરાંત મુખ્ય મુખ્ય આચાર્યોના મુખ્ય ભક્તો ! jપણ હાજર હતા. શેઠ જીવતલાલ પ્રતાપશી, શ્રીયુત ગિરધરલાલ છોટાલાલ, શેઠ માયાભાઈ સાંકળચંદ વિગેરે ! હતા. સામાન્ય ચર્ચા થયા બાદ એમ નક્કી થયું કે આપણે બધાએ ભેગા મળી જે નક્કી કરીએ તે પ્રમાણે આ l૨૦૦૪ની સંવત્સરી એક થવી જોઇએ. આમાં સૌ સંમત થયા. અને ભગુભાઈ શેઠે એક પછી એકને નિર્દેશ કરી પૂછ્યું કે બોલો, તમે વલ્લભસૂરિજી મહારાજ તરફથી, તમે સિદ્ધિસૂરિ મહારાજ તરફથી, તમે બુદ્ધિસાગરસૂરિ ! 'મહારાજ તરફથી. આમ એક એકને પૂછતાં બધાએ સંમતિ દેખાડી. પણ ગિરધરભાઈને પૂછતાં ગિરધરભાઈએ કહ્યું : હું તમારી સાથે છું. પણ સાગરજી મહારાજની જવાબદારી લેતો નથી. આ પછી શેઠ મયાભાઈએ એક | પ્રિપોઝલ મૂક્યો કે ‘બાર મહિનાના ૩૬૦ દિવસમાં એક સંવત્સરીનો ઉદયતિથિનો અમારો આગ્રહ કબૂલ | Jરાખો તો અમારે ૩૫૯ દિવસ તમારા જે કહો તે અમોને કબૂલ છે.” ભગુભાઈ શેઠે બધાને પૂછ્યું. બધાએ હા હા કરી. મને પૂછતાં મેં કહ્યું, બરાબર નથી. આથી ભગુભાઈ શેઠ અને બીજાને ખોટું લાગ્યું. બધા હા પાડે છે અને પંડિત કેમ ના પાડે છે ? તેમણે મારી વાત ગણતરીમાં લીધી નહિ. મિટિંગ બરખાસ્ત થયા પછી તે jભગભાઈ શેઠ મને મળ્યા, એટલે મેં તેમને સમજાવ્યું કે મયાભાઈ શેઠની વાત આપણા કોઈ આચાર્યને કબુલ . નથી, અને તેમની વાત રામચંદ્રસૂરિજીના સમર્થનમાં છે. આ પછી બધા જેશીંગભાઈ કાલીદાસ શેરદલાલને | ત્યાં તેમની ખબર પૂછવા ગયા. ત્યાં ભગુભાઈએ કહ્યું કે આપણે ૩૫૯ દિવસ નક્કી કરીને મયાભાઈને આપવાના. માયાભાઈ કહે : એમ નહિ, અમારે પહેલાં એક દિવસ નક્કી કરવાનો. આમ વાત ઊડી ગઈ. ! | આ પછી બીજે દિવસે જીવાભાઈ શેઠ ભગુભાઈ શેઠને તેમના ઘેર ગુસાપારેખની પોળે મળ્યા. અને હું કહ્યું કે આપણે આગામી ૨૦૦૪ની સંવત્સરીની એકતા માટે સુરેન્દ્રનગરમાં બિરાજતાં પૂ. આ. નેમિસૂરિ I મહારાજને મળીએ. જો તેમને મળશું તો કાંઈક ઠેકાણું પડશે. ભગુભાઈ શેઠે કહ્યું, સારું, વિચારીએ. અને એક દિવસ આપણે બધા સુરેન્દ્રનગર જઇએ. ત્યારપછી તેમણે મને બોલાવ્યો. મેં કહ્યું, આ બરાબર નથી. ' કેમકે કાલે વિદ્યાશાળામાં મૃગાંકવિજયજી મ. સા. જે પૂ. આ. સિદ્ધિસૂરિજી મહારાજની ખૂબ જ સેવા કરે છે ! તેમણે મને સમાચાર આપ્યા કે કાલે માયાભાઈ શેઠ મહારાજ પાસે આવ્યા હતા ત્યારે મહારાજે કહ્યું, “તમે | Iકાલે કેશુભાઈને ત્યાંની મિટિંગમાં એમ કેમ કહ્યું કે સિદ્ધિસૂરિજી મહારાજ તરફથી હું? આમ કંઈ સાધુઓએ ! ગૃહસ્થોને જવાબદારી સોંપી નથી કે ગૃહસ્થો કહે તેમ અમારે કરવાનું.” એટલે મને લાગે છે કે સુરેન્દ્રનગર જવાની પાછળ આ બધો ટોપલો નેમિસૂરિ મહારાજને નામે ઓઢાડવાનો, અને કંઈ ન બન્યું તેમાં નેમિસૂરિ | jમહારાજ જવાબદાર બને તે ચાલાકી લાગે છે. મારી વાત ભગુભાઈ શેઠ સમજી ગયા. તેમણે જીવાભાઈ શેઠને કહ્યું, આપણે સુરેન્દ્રનગર જતાં ! ================================ | ૮૦]. મારાં સંસ્મરણો યાને ૫૦ વર્ષની જૈન શાસનની આછી રૂપરેખા 6 - - - - — — — — - - - - - - - - - - - - - - - - Page #88 -------------------------------------------------------------------------- ________________ પહેલાં વિદ્યાશાળાએ બાપજી મહારાજને મળીએ અને પછી સુરેન્દ્રનગર જઈએ. તે મુજબ ભગુભાઈ શેઠI વિગેરે બધા વિદ્યાશાળાએ બાપજી મહારાજને મળવા ગયા, અને ૨00૪ સંવત્સરી બાબતની મિટિંગની વાત! કરી. મહારાજે કહ્યું, “આ રીત ખોટી છે. કોઈ સાધુએ કોઈ ગૃહસ્થને જવાબદારી સોંપી નથી. અને કોઈ ગૃહસ્થ કોઈ જવાબદારી લે તો તે માટે સાધુઓ બંધાયેલા છે એમ માનવું નહિ.” આમ કેશુભાઈને ત્યાંની ; સંવત્સરી અંગેની વાત ખોરંભે પડી. પરંતુ વિ.સં. ૨૦૦૪માં નેમિસૂરિ મહારાજે ૧૯૫૨, ૧૯૬૧ અને ૧૯૮૯ની માફક ભાદરવા સુદ ! પાંચમના ક્ષયે બીજા પંચાંગનો આશરો લઈ ભા.શુ. છઠનો ક્ષય કરી ભાદરવા શુ. ૪ ની સંવત્સરી કરી. આ વખતે ૧૯૫૨, ૧૯૬૧ અને ૧૯૮૯માં જેમના વડીલોએ ભા. શુ. છઠનો ક્ષય કર્યો હતો તેમાંથી ડહેલાના jઉપાશ્રયના સુરેન્દ્રસૂરિજી મહારાજ તથા બુદ્ધિસાગરસૂરિ વિગેરેનો સમુદાય સાગરજી મહારાજના પક્ષમાં જોડાયો. | પણ નેમિસૂરિજી મહારાજનું વર્ચસ્વ હોવાથી મુંબઈ ગોડીજી તથા અમદાવાદ વિગેરે ઘણાં સ્થળે નેમિસૂરિજી મ.સા. ના કહેવા પ્રમાણે થયું. i આ વખતે નેમિસૂરિજી મહારાજે ભા.શુ. પાંચમના ક્ષયે છઠનો ક્ષય કર્યો હતો અને રામચંદ્રસૂરિજી i મહારાજના પક્ષે પંચાંગમાં આવેલ ભા.શુ. પાંચમનો ક્ષય યથાવત્ રાખ્યો હતો. આમ પંચાંગમાં જણાવવાનો ! ફિર હતો પણ દિવસ અને વાર એક હતો. આથી નેમિસૂરિ મહારાજ અને તેને અનુસરતા સંઘો તથા ! રામચંદ્રસૂરિજી મહારાજ અને તેને અનુસરતા સંઘોની સંવત્સરી એક દિવસે થઈ. જુદા પડવામાં સાગરજી jમહારાજ, સુરેન્દ્રસૂરિજી મહારાજ અને પ્રતાપસૂરિજી વિગેરે કેટલોક પક્ષ જુદા દિવસે સંવત્સરી કરનારો થયો. ! આ વખતે મુંબઈમાં ભોગીલાલ લહેરચંદની ઓફિસમાં મુંબઈના આગેવાનોની એક મિટિંગ મળી ! હતી. તે મિટિંગમાં મને બોલાવ્યો હતો. આ મિટિંગમાં પૂ. આ. નેમિસૂરિ મહારાજની માન્યતા મુજબ અને ! સાગરાનંદસૂરિ મહારાજની માન્યતા મુજબ ઘણી ચર્ચા થઈ. અને અંતે મુંબઈએ નેમિસૂરિમહારાજની માન્યતા ; jમુજબ સંવત્સરી કરવાનો નિર્ણય કર્યો. શ્રીભોગીલાલ લહેરચંદ સાથે આ પછીથી જ મારો ગાઢ સંબંધ બંધાયો. અને તે ઠેઠ સુધી રહ્યો. | સામાન્ય ધારણા એવી હતી કે વિ.સં. ૧૯૯૨ અને ૯૩માં આરાધ્ય પંચમીના આગળના દિવસે સંવત્સરી : jકરવાનું નેમિસૂરિ મહારાજે રાખ્યું હતું. તે વિ.સં. ૨૦૦૪માં પણ આરાધ્ય પંચમીના આગળના દિવસે પસંવત્સરી કરવાનું રાખશે. પણ તેમ ન કરતાં ૧૯૫૨, ૧૯૬૧ અને ૧૯૮૯નો આશરો લઈ કરવાનું રાખ્યું! તેથી ઘણાંને આશ્ચર્ય થયું. | મેં ત્યાર પછી પૂ. આ. મહારાજને પૂછ્યું કે સાહેબ આપે ૧૯૯૨માં ને ૧૯૯૩માં વિ.સં. 1 I૧૯૫૨, ૧૯૬૧ અને ૧૯૮૧નો રસ્તો ન અપનાવ્યો. અને આ વખતે ૧૯૯૨-૯૩ના આપના આરાધ્ય | Jપંચમીના આગળના દિવસે સંવત્સરી કરવી તે શિરસ્તાને ન અપનાવતાં કેમ ૧૯૫૨, ૧૯૬૧ ને ૧૯૮૯નો ! શિરસ્તો અપનાવ્યો? તેના જવાબમાં તેમણે કહ્યું, “જો, હું વિ. સં. ૯૨ અને ૯૩ ની માફક કરું તો આ ! જે તિથિનો મતભેદ પડ્યો છે તે કોઈ રીતે ક્યારેય પણ ઉકેલાય નહિ. જો હું ૨૦૦૪માં ૧૯૫૨, ૧૯૬૧ અને ૧૯૮૯નો આશરો લઉં તો હું કહી શકું કે અમારા વડીલોએ જે કર્યું હતું તે કર્યું. હવે આ સંબધે આપણે 1 સાથે બેસી વિચાર કરીએ અને જે શાસ્ત્રથી અને પરંપરાથી સિદ્ધ થાય તે આખો સંઘ આચરે. જો હું ૨૦૦૪માં | ================= ============== તિથિ ચર્ચા - - - [૮૧) Page #89 -------------------------------------------------------------------------- ________________ સાગરજીના પક્ષે બેસી જાઉં તો આનો કોઈ અંત ન આવે. બાકી મારી માન્યતા તો આરાધ્ય પંચમીના આગળના દિવસે સંવત્સરી કરવાની છે.” ' (૧૫). | વિ.સં. ૨૦૧૩ અને ૧૪માં પણ આ પ્રમાણે પંચાંગમાં ભા. શુ. ૫ નો ક્ષય આવ્યો. ત્યારે પણ! પડેલા પક્ષો મુજબ સહુએ પોતપોતાનું સમર્થન કર્યું. આ વખતે વિ. સં. ૨૦૧૪ની સંવત્સરી પહેલાં આના ઉકેલ માટે અમદાવાદમાં શ્રમણ સંમેલન બોલાવવાનું નક્કી થયું અને તે માટે બધા પક્ષોના મુખ્ય માણસોની jએક કમિટિ કેશુભાઈ શેઠને ત્યાં રચાઈ. તે અંગેનો કારોબાર કેશુભાઈ શેઠે સંભાળવા માંડયો. તે વખતે Jરામચંદ્રસૂરિજી મહારાજ કલકત્તા તરફ હતા. ચંદ્રસાગરજી મહારાજ ઉજજૈન તરફ હતા. પૂ.આ. નેમિસૂરિજી| |મહારાજ ૨૦૦૫માં અને સાગરજી મહારાજ ૨૦૦૬માં કાળધર્મ અખી ગયા હતા. અમદાવાદમાં તે વખતે ! પ્રેમસૂરિજી મહારાજ ખરતરગચ્છના ઉપાશ્રયે અને ઉજમભાઈની ધર્મશાળામાં દેવેન્દ્રસાગરજી મહારાજ બિરાજતા ! હતા. નંદનસૂરિ મહારાજ પાલીતાણા હતા. બધાની ઇચ્છા તિથિ પ્રશ્ન પતી જાય તેમ હતી. આ માટે ઉદયસૂરિજી મહારાજે અમદાવાદ તરફ વિહાર કર્યો પણ નંદનસૂરિજી મહારાજ પાલીતાણા રોકાયા. તેમણે સિાગરજી મહારાજના ભક્તોને બોલાવ્યા અને કહ્યું કે “જો તમે બધા તમારા સાગરજી મહારાજના સમુદાયનેT એમ સમજાવી શકો કે સામો પક્ષ બાર પર્વતિથિ અખંડ રાખે, પંચાંગમાં પર્વતિથિઓની ક્ષયવૃદ્ધિ લખવાનું! નિ રાખે અને સંવત્સરી પ્રશ્ન પાંચમની ક્ષયવૃદ્ધિએ છઠની ક્ષયવૃદ્ધિ રાખવામાં આવે તો તિથિનું સમાધાન થાય! તેમ છે. અને આ વાત તમે મહેનત કરીને કરો તો હું વિહાર કરી અમદાવાદ જાઉં.” ભક્તોએ કહ્યું અમે અમારાથી શક્ય કરીશું. આ પછી નંદનસૂરિજી મહારાજે વિહાર કર્યો. કોઠ મુકામે તેમને રામચંદ્રસૂરિજી jતરફથી શ્રીકાંત મળ્યો. તેને પણ નંદનસૂરિજી મહારાજે વાત કરી. લાગ્યું કે બધું પતી જશે. ઉદયસૂરિજી | |મહારાજ અમદાવાદ આવ્યા અને બકુભાઈ શેઠને બંગલે ઉતર્યા. નંદનસૂરિજી મહારાજ પણ આવ્યા. તે પણT તેમની સાથે ઉતર્યા. નંદનસૂરિજી મહારાજના આવ્યાના સમાચાર જાણી રામચંદ્રસૂરિજી તથા વિક્રમસૂરિજી! મહારાજ વિગેરે બકુભાઈના બંગલે આવ્યા. નંદનસૂરિજી મહારાજ તથા રામચંદ્રસૂરિજી વિગેરે પરસ્પર મળ્યા.' નંદનસૂરિજી મહારાજે કહ્યું : “વિ. સં. ૧૯૯૦ ના મુનિ સંમેલનમાં મારા અને તમારા વડીલ હતા. આ સંમેલનમાં મારે અને તમારે મુખ્ય ભાગ ભજવવાનો છે. તો આપણે વિચાર કરીએ કે કઈ રીતે કામ લેવું?” ત્યારે રામચંદ્રસૂરિજીએ કહ્યું : “અત્યારે વિચાર કરવાની કંઈ જરૂર નથી. સંમેલન વખતે જે આવશે તેવું Iવિચારાશે અને પડશે એવા દેવાશે.” નંદનસરિજીને લાગ્યું કે આ કામમાં આમનો જોઈએ તેવો સહકાર નથી.T Jઆ પછી શ્રીકાન્ત અને પ્રતાપસૂરિજી તેમની પાસે આવ્યા. પણ વાત અધૂરી રહી. ત્યારબાદ પૂ. આ. નંદનસૂરિ મહારાજ બહારની વાડીએ પધાર્યા. હું તેમને મળવા ગયો, ત્યારે થોડીવાર પછી કચરાભાઈ હઠીસીંગે મને કહ્યું. મફતલાલ ! ચાલો મારી ગાડીમાં. ત્યારે મહારાજે કહ્યું, તમે જાવ. મારે મફતલાલનું કામ છે. તેમણે મને બકુભાઈ શેઠના બંગલે બનેલી બધી વાત કહી. અને સાથે ઉમેર્યું કે “મને તો ઠીક, પણI Jઉદયસૂરિજી મહારાજને મયૂએણ વંદામિ કહેવાને બદલે “કેમ મહારાજ ઠીક છો ?” એમ કહ્યું. આથી મને. લાગે છે કે જેઓ આપણી સાથે જોડાયા છે તેને આપણે નારાજ કરીએ છીએ અને જેની સાથે આપણે કશો ; સંબંધ નથી તેને વળગતા જઈએ છીએ. આ ઠીક નથી. સમાધાનની કોઈ પૂર્વભૂમિકા દેખાતી નથી.” ! =============================== ૮૨] મારાં સંસ્મરણો યાને ૫૦ વર્ષની જૈન શાસનની આછી રૂપરેખા - - - - - - - - - - - - - - - - - Page #90 -------------------------------------------------------------------------- ________________ થોડીવાર પછી પુણ્યવિજયજી મહારાજ આવ્યા. તેમની સાથે થોડી વાત કરી પછી તેમણે આ| મતલબનું લખાવ્યું કે “અમારા અને તમારા વડીલો જે વર્ષોથી કરતા હતા અને જેમાં કોઈ મતભેદ ન હતો ! તે સર્વસંમત તિથિની પરિપાટી બદલી પર્વતિથિની ક્ષયવૃદ્ધિ કરનાર અને પૂનમ અને અમાસની ક્ષયવૃદ્ધિએ 'તેરસની ક્ષયવૃદ્ધિ થતી હતી તેને બદલનાર જયાં સુધી મિચ્છામિ દુક્કડ ન માગે ત્યાં સુધી તેની સાથે કોઈ ચર્ચા jકે શાસ્ત્રવિચાર કરી શકાય નહિ. શાસનની સામે બહારવટું ખેડનારની સાથે વિચાર ન થઈ શકે.” આ પછી હંસસાગરજી મહારાજ આવ્યા. તેમની સાથે પણ આ વાત કરી, નક્કી કર્યું. પરિણામે કસ્તુરભાઈ શેઠના વંડામાં પહેલી મિટિંગ મળી. ત્યાં સૌ પ્રથમ સિદ્ધિસૂરિ મહારાજે મંગલાચરણ કર્યું. આ મંગલાચરણ બાદ બીજું મંગલાચરણ ઉદયસૂરિજી મહારાજ પાસે કરાવ્યું. આમ મંગલાચરણથી જ વૈધીભાવનું જાગ્યો. ત્યારપછીની બીજી બેઠકો પ્રકાશ હાઈસ્કૂલના પટાંગણમાં મળી. ત્યાં ચર્ચાની શરૂઆત થઈ. એક jકમિટિની રચના થઇ. આ કમિટિ વખતે ચંદ્રસાગરજી મહારાજ અમદાવાદમાં આવ્યા ન હતા. તે કમિટિની | સંરચના બાદ બેએક દિવસ પછી આવ્યા. એમને કમિટિમાં લેવાની વાત થઈ. તેમાં સામા પક્ષે વાંધો ઉઠાવ્યો.. ચર્ચાની શરૂઆતમાં નંદનસૂરિજી મહારાજે જે પુણ્યવિજયજીને લખાવ્યું હતું તે કહ્યું. સામે પક્ષે | રામચંદ્રસૂરિજી મહારાજે કહ્યું, અમને કેશુભાઈ શેઠે આ બધી ચર્ચા કરવાની છે એમ કહી બોલાવ્યા છે. પૂછો ! Iકેશુભાઈ શેઠને ! નંદનસૂરિજી મહારાજે જવાબ આપ્યો : ““એમણે ગમે તે લખ્યું હોય પણ જે શાસન સામે | બહારવટું ખેલે તેની સાથે ચર્ચા ન થઈ શકે. તમે પહેલાં મિચ્છામિ દુક્કડ દો. પછી અમે બધી ચર્ચા કરવા! તૈિયાર છીએ, અને તેમાં તમારી વાત સાચી ઠરે તો તે કરવામાં પણ વાંધો નથી. પણ વિના મતભેદવાળી. | સર્વ સંમત બાબતમાં કોઈ મન ફાવે તેવો શિરસ્તો બદલે તેની સાથે ચર્ચા ન થાય.” વાતાવરણ ગરમ થયું અને છેવટે વિ. સં. ૨૦૧૪નું સંમેલન નિષ્ફળ ગયું. પરંતુ આ સંમેલન નિષ્ફળ ગયા પછી એક તિથિ પક્ષના સાધુઓમાં કેટલીક મતભેદ હતો તે મતભેદi ટળી ગયો. આ મતભેદ એ હતો કે હર્ષસૂરિ મહારાજ વિગેરે ભાદરવા સુદ પાંચમની વૃદ્ધિએ ભા. શુ. ચોથી Tલેવી તેમ માનતા હતા. જ્યારે સાગરજી મહારાજ તથા સુરેન્દ્રસૂરિજી વિગેરે ભાદરવા સુદ પાંચમની વૃદ્ધિએI ત્રીજની વૃદ્ધિ માનતા હતા. આમ બન્નેની માન્યતામાં ફેર હતો, પણ દિવસ એક આવતો હતો. જ્યારે ભા.શુ.! પાંચમના ક્ષયે નેમિસૂરિ, હર્ષસૂરિ વિગેરે પૂર્વે પોતાના પૂર્વજોએ કર્યું હતું તે રીતે ભાદરવા સુદ છઠનો ક્ષય; માની કરતા હતા. આ બધા એકતિથિ પક્ષના આચાર્યો સર્વસંમત થઈ એક નિર્ણય ઉપર આવ્યા અને એક મુિસદ્દો તૈયાર કર્યો. અને તે મુસદ્દામાં પ્રગટ કરેલ નિર્ણયો આ છે : ૧. બાર પર્વતિથિની ક્ષય-વૃદ્ધિ કોઈ પણ સંયોગોમાં ન જ કરી શકાય. ૨. સંવત્સરી મહાપર્વની! આરાધના ભા. શુ. ૫ ને અખંડ રાખીને કરવાની છે. ? ચાલુ વર્ષે (સં-૨૦૧૪) તા. ૧૬-૯-૫૮ ને; મંગળવારે જ સંવત્સરી કરવાની છે. આ મુસદ્દા ઉપર એક તિથિ પક્ષના બધા આચાર્યોની સહીઓ લેવાનું કામ મને સોંપવામાં આવ્યું. મેં આ મુસદ્દો લખી નીચે લખ્યું કે (૧) શાસનસમ્રાટ વિજયનેમિસૂરિ મહારાજનો સમુદાય (૨) વિજયનીતિસૂરિજી. ================================ તિથિ ચર્ચા li | — — —— — — - - Page #91 -------------------------------------------------------------------------- ________________ |મહારાજનો સમુદાય. અને તેની સામે ઉદયસૂરિ મહારાજ, નંદનસૂરિ મહારાજ, લાવણ્યસૂરિ મહારાજ વિગેરેની | -સહીઓ લીધી. આ સહી કરાવ્યા પછી હું હર્ષસૂરિજી મહારાજ પાસે ગયો અને તેમની સહી નીતિસૂરિજી | મહારાજના સમુદાય સામે કરવાની માગણી કરી. તેમણે કહ્યું, સહી કરવાનો વાંધો નથી, પણ શાસનસમ્રાટ વિગેરે લખ્યું તે બરાબર નથી માટે હું સહી નહિ કરું. મેં વિચાર્યું કે હવે હું ઉદયસૂરિ મહારાજ પાસે જઇશ અને કહીશ કે શાસનસમ્રાટ શબ્દ કાઢી નાખો તો તે માનશે નહિ. અને આ સમાધાનનું કાંઠે આવેલું નાવ ડૂબી જશે. એટલે મેં તે કાગળ ઉપર સહી ઢોળી કાબરચીતરો કરી નાંખ્યો અને ફરી નવો કાગળ તૈયાર કર્યો. | |આ નવા કાગળમાં મેં (૧) પૂ. નેમિસૂરિ મહારાજનો સમુદાય (૨) પૂ. નીતિસૂરિ મહારાજનો સમુદાય, આમ | વિશેષણ વગર માત્ર નામો લખ્યાં. તે કાગળ ઉદયસૂરિ મહારાજ આગળ ધર્યો. તેમણે તથા નંદનસૂરિ મહારાજ, લાવણ્યસૂરિ મહારાજ વિગેરેએ સહીઓ કરી. આ સહીઓ થયા પછી હું હર્ષસૂરિ પાસે ગયો અને તે કાગળ ધર્યો. આ કાગળ દેખી તે આશ્ચર્ય પામ્યા. અને સહી કર્યા પછી બોલ્યા : બહુ સરળ આત્મા. આ પછી આ મુસદ્દો સમગ્ર આચાર્યો વતી વિજયનંદનસૂરિની સહીથી પ્રગટ કરવામાં આવ્યો. મારું કામ પૂરું થયું. આ બીજું સંમેલન મુનિ સંમેલન તરીકે ભલે નિષ્ફળ ગયું, પણ એકતિથિ પક્ષમાં જે પરસ્પર મતભેદ હતા તે ટળી ગયા, અને પછી બધાનાં પંચાંગો એક સરખાં સદા માટે થયા. (૧૬) આમ મુનિ સંમેલન નિષ્ફળ ગયું અને એક તિથિ પક્ષમાં સમાધાન થયું ત્યારે પ્રેમસૂરિ મહારાજને ખૂબ દુઃખ હતું. તેઓ બાર પર્વતિથિ અખંડ રાખવા અને પૂનમ-અમાસની ક્ષયવૃદ્ધિએ તેરસની ક્ષયવૃદ્ધિ ।રાખવા ખૂબ આતુર હતા. આમાં રામચંદ્રસૂરિજી ન માને તો તેમને પડતા મૂકીને પણ ક૨વા માટે તેમની તત્પરતા હતી. આ માટે મને તે વખતે કોઠ મુકામે નંદનસૂરિજી મહારાજ પાસે મોકલ્યો. પણ નંદનસૂરિજી |મહારાજની ઇચ્છા પોતાના તરફથી તેમના સમુદાયમાં ભેદ પડે તેવી ન હતી. આથી કાંઈ બન્યું નહિ. પણ પ્રેમસૂરિજીને પોતાના સમુદાય દ્વારા તિથિ મતભેદ પડયો તેનું પૂરું દુઃખ હતું. આ પછી પણ કાળુશીની પોળે મને બોલાવી નંદનસૂરિજી મહારાજ દ્વારા પ્રયત્નો કરવા સમજાવ્યો Iઅને એક કાગળ નંદનસૂરિજી ઉપર પણ તેમણે લખ્યો. આ કાગળ લઇ જવાની મેં ના પાડી એટલે ચીનુભાઈ I |સાંકળચંદ ભગત દ્વારા આ કાગળ પાલીતાણા મોકલ્યો. પણ તેમણે કહેવડાવ્યું કે “મારા કાગળનો અમલ થાય તો આ કાગળ તમારી પાસે રાખજો. અને અમલ ન થાય તો તે કાગળ પાછો આપજો.” નંદનસૂરિજી મહારાજે શરતી કાગળ લેવાની ના પાડી. અને કાગળ ચીનુભાઈને પાછો આપ્યો. નંદનસૂરિ મહારાજની એક જ વાત હતી કે અમારા દ્વારા તમારા સમુદાયમાં અમારે ભેદ પડાવવો નથી. તમે તમારે ત્યાં સર્વ સંમત થાવ તો |જ અમારે વાટાઘાટ કે વાત કરવી છે. (૧૭) વિક્રમ સંવત ૨૦૧૪માં ભાદરવા સુદ પાંચમનો ક્ષય આવ્યો. આ વખતે એક તિથિ પક્ષના બધા સમુદાયોએ જુદી જુદી રીતે પણ ભાદરવા શુદ પાંચમ અખંડ રાખીને એક જ દિવસે, ભાદરવા સુદ ચોથની |સંવત્સરી કરવી તેમ, અને રામચંદ્રસૂરિના પક્ષે ભાદરવા શુદ ચોથ-પાંચમ ભેગાં કરી સંવત્સરી કરવી એમ ૮૪] [મારાં સંસ્મરણો યાને ૫૦ વર્ષની જૈન શાસનની આછી રૂપરેખા Page #92 -------------------------------------------------------------------------- ________________ પોતપોતાનાં પંચાંગમાં જણાવ્યું. આમ એક તિથિ પક્ષની સંવત્સરી આગળના દિવસે થાય અને બે તિથિપક્ષની Iબીજા દિવસે સંવત્સરી થાય. આ સંવત્સરી એક દિવસે થાય તે માટે ખૂબ હિલચાલ ચાલી. બે તિથિ પક્ષી તરફથી એવો પ્રપોઝલ આવ્યો કે “એકતિથિ પક્ષની જે દિવસે સંવત્સરી છે તે દિવસે સકલ સંઘમાં એક | સંવત્સરી કરવી હોય તો જન્મભૂમિ પંચાંગ સ્વીકારી લઈએ તો એક દિવસે સકળ સંઘની સંવત્સરી થાય.” સકળ સંઘની એક સંવત્સરી કરવા માટે કસ્તુરભાઈ શેઠે આગેવાની લીધી અને બધા સમુદાયોના આચાર્યોને jજન્મભૂમિ પંચાંગ સ્વીકારવાનું જણાવ્યું. તે મુજબ બધા આચાર્યો તરફથી સંમતિ મેળવી. અને વિક્રમ સંવત | l૨૦૧૪માં જન્મભૂમિ પંચાંગ સ્વીકારવાથી એક દિવસે સંવત્સરી થઈ. વર્ષો સુધી સ્વીકારેલ ચંડાશુગંડૂ પંચાંગનો ! ત્યાર પછી ત્યાગ થયો. જો કે જન્મભૂમિ પંચાંગ સ્વીકાર્યું પણ મતભેદ તો ન જ ટળ્યો. કેમ કે તેમાં પણ પર્વતિથિની ક્ષયવૃદ્ધિ : |આવે ત્યારે એકતિથિ પક્ષ પર્વતિથિની ક્ષયવૃદ્ધિએ પૂર્વ અપર્વતિથિની ક્ષયવૃદ્ધિ કરતો. અને પર્વનંતર પર્વની | lષયવૃદ્ધિ આવે ત્યારે પૂર્વ-પૂર્વતર અપર્વતિથિની ક્ષયવૃદ્ધિ કરતો. અને રામચંદ્રસૂરિનો પક્ષ જન્મભૂમિમાં આવતી પર્વતિથિની ક્ષય-વૃદ્ધિને યથાતથ્ય રાખતો. ક્ષય વખતે ચોથ+ પાંચમ, સાતમ + આઠમ એમ લખતો ! અને વૃદ્ધિ વખતે પાંચ પાંચ લખી બીજી તિથિને આરાધ્ય જણાવતો આમ પંચાંગ બદલ્યું, પણ મતભેદ તો ! તેનો તે જ રહ્યો. જન્મભૂમિએ પણ એના પંચાંગમાં બન્ને પક્ષની માન્યતા શું છે તે જણાવતા બે કોઠા આપવા માંડ્યા, I જે આજ સુધી છપાય છે. (૧૮) i વિક્રમ સંવત ૨૦૧૪ની સંવત્સરી પછી કસ્તુરભાઈ શેઠે બન્નેને એક કરવા તેમના પાનકોર નાકાના 1 બિંગલે બધા આગેવાનોની મિટિંગ બોલાવી. તેમાં હું પણ હતો. શેઠે ખૂબ દર્દભરી રીતે વાત કરી. પણT 'રામચંદ્રસૂરિ પક્ષના ભક્તો તરફથી સહકાર નહિ મળતાં તે વાત પડતી મૂકાઈ. આમ વિ. સં. ૨૦૧૪માં એક દિવસે સંવત્સરી જન્મભૂમિ પંચાંગનો આશરો લેવાથી થઈ, પણ jમતભેદ ટળ્યો નહિ. ! આ ભાંજગડ ચાલતી હતી ત્યારે પ્રેમસૂરિ મ. કાળુશીની પોળે બિરાજતા હતા. તેમને કોઈ પણ રીતે ! તિથિનું સમાધાન કરવું હતું. પણ કસ્તુરભાઈ શેઠને ત્યાં જે મિટિંગ મળી તે મિટિંગમાં એવી વાત થઈ કે શેઠ! સમાધાનની ભૂમિકા રજૂ કરે અને અમદાવાદનો સંઘ વધાવી લે. પણ તેમાં બકુભાઈનાં પુત્ર ચંદ્રકાંતે વિરોધ ઉઠાવ્યો કે તમે જે ફોર્મ્યુલા નક્કી કરો તે પહેલાં અમને જણાવો. ત્યારે શેઠે કહ્યું કે એ રીતે થઈ શકે નહિ. 1 અને વાત પડતી મૂકાઈ. આથી પ્રેમસૂરિ મહારાજને ખૂબ ખોટું લાગ્યું. | તેમણે મને કાળશાની પોળે બોલાવ્યો અને કહ્યું કે “પંડિત ! તમે કસ્તુરભાઈ શેઠને મળો અને કહો ! કે તેઓ જાહેર કરે કે કોઈ પણ હિસાબે આ તિથિનું સમાધાન કરવું છે અને તે અમદાવાદનાં સંઘ દ્વારા જ ; jકરવું છે અને જો તે ન થાય તો હું પેઢીમાં પણ રહેવા તૈયાર નથી. આમ થશે તો આ લોકો ઢીલા પડશે. i અને કામ પતી જશે.” તિથિ ચર્ચા]. - [૮૫ - - - - Page #93 -------------------------------------------------------------------------- ________________ | હું અને શ્રીયુત કડિયા અરવિંદ મિલમાં ગયા અને મહારાજે કહ્યું હતું તે મુજબ શેઠને વાત કરી. | ત્યારે શેઠે કહ્યું, “જિદે ચડેલો માણસ કોઇપણ અકાર્ય કરતા વિચાર કરતો નથી. હું એમ કહીશ તો તે લોકો / કહેશે કે ભલે શેઠ રાજીનામું આપે, તેમના વગર ચાલશે. જો મહારાજે મને પેઢીમાંથી દૂર કરવો હોય તો! આ કરીએ.” શેઠની વાત અમને યોગ્ય લાગી, એટલે એ વાત ત્યાં અટકી ગઈ. આ સાલમાં (૨૦૧૪) તિથિ અને સમાધાન માટે મુંબઈથી ભોગીલાલ લહેરચંદ, જીવાભાઈ, i વાડીલાલ દોલતરામ વિગેરે આવ્યા હતા અને તે પાલડી જેસિંગભાઈ ઉગરચંદનાં બંગલે ઊતર્યા હતા. ત્યારે આ અમરતલાલ કાલીદાસ દોશીએ મને કહ્યું, “પંડિતજી! મુંબઈ અને અમદાવાદમાં આ પ્રયત્ન છે, તો મને લાગે છે કે પતી જશે.” મેં એમને કહ્યું કે આ સાધુઓનું કામ છે. ગૃહસ્થોનો એમને ટેકો હોય છે. એટલે ઠેકાણું નહિ પડે. ત્યારે તેમણે કહ્યું, “તમે કાળા ચશ્મા પહેરો છો એટલે તમને બધું કાળું દેખાય છે. મને લાગે ! છે કે બધું ઠેકાણે પડી જશે” મે કહ્યું, “સારૂં”. ત્યાર પછી તેઓ સિદ્ધિસૂરિ મહારાજને મળ્યા. તેમણે તેમને | પ્રોત્સાહન આપ્યું. ત્યાર પછી રામચંદ્રસૂરીશ્વરજી મહારાજને જ્ઞાનમંદિરમાં મળ્યા. ત્યારે તેમણે કહ્યું કે “શાસથી ! ચર્ચા કરો અને શાસ્ત્ર કહે તે મારે કબૂલ છે” આના જવાબમાં વાડીલાલ દોલતરામવાળા મૂળચંદભાઈએ કહ્યું, હવે સાહેબ ! સંઘમાં શાંતિ થાય તેમ કરો.” રામચંદ્રસૂરિએ જવાબ આપ્યો ” અમે વાણિયાના રોટલા પર બેઠા નથી. અમારે શાસ્ત્ર મુખ્ય છે. અહીં કંઈ કડદો કરવાનો નથી.” | આ પછી આ બધા કસ્તૂરભાઈ શેઠને મળ્યા. અને તેમને લઈને સિદ્ધિસૂરિ મહારાજને મળી જ્ઞાનમંદિરમાં | ગયા. ત્યાં પ્રેમસૂરિ, લબ્ધિસૂરિ અને રામચંદ્રસૂરિ ત્રણેયને સાથે મળ્યા. ત્યાં પણ રામચંદ્રસૂરિએ શાસ્ત્રને આગળ ધર્યું. ત્યારે કસ્તુરભાઈ શેઠે કહ્યું કે “તમારા ગુરુ મહારાજ પ્રેમસૂરિજી કહે છે કે “એને ખાવામાં-પીવામાં અને 'આચરણમાં કોઈ જગ્યાએ શાસ્ત્રનો ખપ નથી. માત્ર તિથિમાં શાસ્ત્ર ભરાયું છે. અર્થાત્ ટૂંકમાં શાસ્ત્રના બહાનાં jતળે એને ઝઘડો કાયમ રાખવો છે.” ! આનો જવાબ તે ન આપી શક્યા, અને શેઠ વિગેરે ઉઠી ગયા. (૧૯) વિક્રમ સંવત ૨૦૨૮, ૨૦૩૩ વિગેરેમાં પણ આ પ્રમાણે આવ્યું. તે વખતે પણ સંવત્સરી આવતા અગાઉ થોડો ધમધમાટ થાય, પણ અંતે બે પક્ષ રહ્યા. આ મતભેદ વખતે ચોમાસું રાખનારા પોતાના સંઘમાં | મતભેદ ન પડે તે લક્ષ રાખી તે તે સમદાયના સાધુઓને ચોમાસું રાખતા. મને ખ્યાલ છે તે મુજબ બનતા સુધી! વિક્રમ સં. ૨૦૩૨ની સાલ હતી અને પૂ. પંન્યાસ ભદ્રંકરવિજયજી ગણિવર ઘાણેરાવ ચોમાસું હતા. તેમને ! મળીને બાલચંદ કોચર નામના ગૃહસ્થ કુમુદભાઈ વેલચંદને ત્યાં આવ્યા અને મને ટેલિફોન કર્યો કે ભદ્રંકરવિજયજી મહારાજ તમને ખાસ કામ માટે ઘાણેરાવ બોલાવે છે. આ અગાઉ મારે કોચરની સાથે કોઈ સંબંધ ન હતો.' હિં કુમુદભાઈને લઈને ઘાણેરાવ ગયો. તે વખતે ઘાણેરાવમાં ઉપધાન ચાલતાં હતાં. બપોરે પૂ.પંન્યાસ | Iભદ્રંકરવિજયજી ગણિ (નવકારમંત્રવાળા)ને મળ્યો. થોડી વાતચીત બાદ તેમણે કહ્યું : તમે જમી આવો, પછી I Jઆપણે નિરાંતે બેસીએ. તેમણે પડિકમણું વહેલાં કરી લીધું, અને વાતચીતમાં બેઠા. તેમણે કહ્યું, “અત્યારે ગુજરાત, મારવાડ બધે ખૂબ ખૂબ ધર્મઆરાધના થાય છે. મને લાગે છે કે તમે રામચંદ્રસૂરિજી તરફ દુર્ભાવ છોડી દઈને મહેનત કરો તો સંવત્સરીની સાથે સમગ્ર તિથિપ્રશ્નનું સમાધાન થાય.” મેં કહ્યું, “આપને વચન ================================ મિારાં સંસ્મરણો યાને ૫૦ વર્ષની જૈન શાસનની આછી રૂપરેખા — — — — — — — — — — — — — — Page #94 -------------------------------------------------------------------------- ________________ |આપું છું કે હું જરાપણ દુર્ભાવ નહિ રાખું.” પણ તેઓ તરફથી મને મળવા બોલાવવાનું કહેણ આવશે તો | !હું તેમને મળવા જઇશ. સામે પગલે મળવા નહિ જઉં. તેમણે કહ્યું, ‘‘હું તમને કહેણ આવે તેવી વ્યવસ્થા કરીશ.’” સાથે સાથે કહ્યું કે ‘મને ભાસ થયો છે કે મહેનત કરવામાં આવશે તો પતી જશે.’’ મેં કહ્યું : ‘‘હું મારાથી બનતી બધી મહેનત કરીશ. મારા તરફથી કોઈ અંતરાય થાય તેવું નહિ કરું.' થોડા દિવસ બાદ મુંબઈથી અમને કહેણ આવ્યું કે તમે આ. વિ. રામચંદ્રસૂરિજીને પૂ. પંન્યાસ | ભદ્રંકરવિજયજીએ કહ્યું છે તે મુજબ મળવા આવો. આ મળવા જતાં પહેલાં હું ઊંઝા ધર્મસાગરજી વિગેરેને મળ્યો. અને તેમની સાથે નક્કી કર્યું કે “તેઓ બાર પર્વી અખંડ રાખતા હોય તો સંવત્સરી બાબતમાં પાંચમની ક્ષયવૃદ્ધિએ છઠની ક્ષયવૃદ્ધિ કરવી. બાંધછોડ કરવી.” આમ સાગરજી મહારાજના સમુદાયનો તેમના દ્વારા અભિપ્રાય જાણી લીધો. ત્યારબાદ હું શેઠ કસ્તુરભાઈને મળ્યો અને તેમની સલાહ મુજબ કલ્યાણભાઈ ફડિયાને લઇ એરોપ્લેન દ્વારા મુંબઇ ગયો. અમે લાલચંદ છગનલાલને ત્યાં ઉતર્યા. ત્યાં જમ્યા પછી સાંજના બે ત્રણ | [ગાડીઓ કરી આ. રામચંદ્રસૂરિજી મુંબઈ પાસેના કસારા સ્ટેશનના મકાનમાં બિરાજતા હતા ત્યાં પહોંચ્યા. વચ્ચે વિક્રમસૂરિ હતા. તેમને મળ્યા. તેમણે કહ્યું, બધું પતી જશે. વાંધો નહિ આવે. છતાં મારી જરૂર પડે ! તો કહેજો. અમે કસારા ગયા તે વખતે અમારી સાથે લાલચંદ છગનલાલ, બાલચંદ કોચર, પાટણવાળા કાંતિલાલ, ફડિયા વિગેરે હતા. પડિક્કમણું પૂરું થયા બાદ અમે આચાર્ય વિજય રામચંદ્રસૂરિને મળ્યા. તેમની સાથે વાત શરૂ કરી. I તેમણે કહ્યું, આપણે એકલા મળીએ. બીજા ગૃહસ્થોનું કામ નથી. અમે એકલા બેઠા. હું, તેઓ અને તેઓની ! સાથેના એક આચાર્ય મહારાજ હતા. મેં કહ્યું, અમારાવાળા કોઇને કાંઈ પડી નથી. સૌ પોતપોતાનામાં મસ્ત છે. પણ ભદ્રંકર વિજયજીગણિએ મને ઘાણેરાવ બોલાવ્યો અને વાત કરી તેથી હું અહીં આવ્યો છું. અને આપની સાથે વાત કરતાં કાંઈ મેળ પડે તો આગળ વધીએ”. તેમણે કહ્યું, ‘‘તમે આ સંબંધી શું વિચારો | İછો?” મેં ક્યું, ‘‘સંવત્સરીનો પ્રશ્ન હંમેશના સમાધાનપૂર્વક ઉકેલાય તેને માટે આપણે બધા પાંચમની | |સંવત્સરી કરીએ તો બધું પતી જાય. કોઈ કલેશ કંકાશ રહે નહિ. બીજો માર્ગ ભા. શુદ પાંચમની ક્ષય-વૃદ્ધિએ ! છઠની ક્ષયવૃદ્ધિ કરવામાં આવે. તમારે બાર પર્વતિથિ અખંડ રાખવી અને કલ્યાણકની વ્યવસ્થા પૂર્વવત્ રાખવી તો ઠેકાણું પડે”. તેમણે જવાબમાં કહ્યું, ‘‘આ બરાબર નથી”. ‘‘તો આપ સર્વસંમત થાય તેવો આના ઉકેલનો માર્ગ બતાવો”. તેમણે કહ્યું, ‘“આપણે સાથે બેસી શાસ્રીય ચર્ચા કરીએ અને સાથે બેસીને નિર્ણય થાય તે કરીએ મેં કહ્યું આ તો પહેલા કરી જોયું પણ કંઇ પરિણામ આવ્યું નહિ. દરેક સમુદાયના સાધુઓ | 1બીજું કાંઈ નહિ વિચારે. અમારા ગુરુએ કહ્યું તે સાચું તેમજ કહેશે અને કરશે. આપ છો ત્યાં સુધી આપના સમુદાયનું પણ ઠેકાણું પડશે. આપ નહિ હો ત્યારે તે પણ એમ જ કહેશે કે અમારા મહારાજે કર્યું તે સાચું”. આ પછી આડીઅવળી વાતો કરી. બીજા ભાઈઓ જે બહાર હતા તેમને બોલાવ્યા. તેમની આગળ અમારી પૂર્વની થયેલી વાત કરી. પછી કલ્યાણભાઈ ફડિયાએ કહ્યું, ‘‘મહારાજ ! પંડિતજી કહે છે તે વાત છોડી દો, પણ આપ અનુભવી અને શાસ્ત્રના જાણ છો તો સમાધાન થાય તેવો કોઈ માર્ગ કાઢો’”. તેમણે કહ્યું, ‘‘શાસ્ત્રીય İચર્ચા સિવાય બીજો કોઈ માર્ગ મને લાગતો નથી”. ત્યાર બાદ લાલચંદ છગનલાલે કહ્યું, ‘‘અમારે ત્યાં લેણ- I દણમાં વાંધો પડે ત્યારે વચલો માર્ગ કાઢી પતાવીએ છીએ. તેમ આમાં પણ બીજો ઉકેલ ન આવે તો વચલો I માર્ગ કાઢી પતાવો'. જવાબમાં, તમારે ત્યાં છૂટછાટ મૂકાય. અમારે ત્યાં કશું છૂટછાટ મૂકાય નહિ, એવું તિથિ ચર્ચા] [૮૭ Page #95 -------------------------------------------------------------------------- ________________ રામચંદ્રસૂરિજીએ કહ્યું. આમ કોઈ પરિણામ ન આવ્યું. અમે છૂટા પડ્યા. વળતાં ફરી વિક્રમસૂરિને મળ્યા. તે નારાજ થયા. ત્યાર પછી લાલચંદ છગનલાલને ત્યાં ભુવનભાનુસૂરિ તરફથી ટેલિફોન આવ્યો કે તમે મને મળો. તેઓ તે વખતે જશલોક હોસ્પિટલની પાસે સી. કે. મહેતાના બંગલામાં હતા. અમે ત્યાં તેમને મળ્યા. તેમણે કહ્યું, ‘‘પહેલા તમે મને મળીને ત્યાં ગયા | ।હોત તો સારું થાત’’. મેં કહ્યું, જે બન્યું તે ખરું. તમારાથી થાય તે શક્ય પ્રયત્ન કરશો. મેં તો ભદ્રંકરવિજયજીના | કહેવાથી આ બધી પ્રવૃત્તિ કરી હતી. ત્યારપછી ભુવનભાનુસૂરિ રામચંદ્રસૂરિજીને મળ્યા અને મને ફરી મુંબઈ બોલાવ્યો. પણ તેમાં કાંઈ પરિણામ હતું નહિ. આ પછી ‘મુંબઈ સમાચાર'માં કાંતિલાલ ચુનીલાલના નામથી અને બીજાઓના નામથી હું રામચંદ્રસૂરિજીને મળ્યો અને શી વાત થઇ તેના યદ્વા તદ્વા સમાચાર આવવા માંડ્યા. બે ત્રણ વખતના મુંબઈ સમાચારમાં આ સમાચાર વાંચ્યા પછી મેં મુંબઈ સમાચારને લખ્યું, ‘‘રામચંદ્રસૂરિ સાથે વાત કરનાર હું હતો. અને જે વાત થઈ તે વખતે જે હાજર હતા તેની સાક્ષી સાથે યથાતથ્ય સમાચાર આપને મોકલું તો તમે છાપવા તૈયાર છો કે કેમ ?’ મુંબઈ સમાચારે લખ્યું, તમે મોકલો અમે છાપીશું. મેં અથથી ઇતિ સુધી જે બન્યું તે I લખ્યું અને એમાં શ્રીકલ્યાણભાઈની સહી લીધી, તેમજ કોચર જે આચાર્ય વિજયરામચંદ્રસૂરિજીના પક્ષના હતા તેની પણ થોડી આનાકાની બાદ સહી લીધી. તે બધા સમાચાર મુંબઈ સમાચારને મોકલ્યા. મુંબઈ સમાચારે બધા સમાચાર મારી તથા કલ્યાણભાઈ વગેરેની સહીઓ સાથે પ્રગટ કર્યા. અને તે મુજબ જૈન પેપરે પણ પ્રસિદ્ધ કર્યા. આ પછી તેમના તરફથી જે ઊલ્ટા-સુલ્ટા સમાચાર પ્રસિદ્ધ થતા હતા તે બંધ થઈ ગયા. આ બધી વાત પૂ. ભદ્રંકરવિજયજી મહારાજને પહોંચી. તે શું બન્યું તે જાણવા ખૂબ આતુર હતા. મને અને કલ્યાણભાઈને તેમણે બ્રાહ્મણવાડા બોલાવ્યા. હું, કલ્યાણભાઈ બ્રાહ્મણવાડા ગયા અને જે વાત બની હતી તે કહી. તે નારાજ થયા અને કહ્યું. તમે મળ્યા તે સ્થાન સ્ટેશનનું હતું. તે બરાબર ન હતું. મેં કહ્યું, મહારાજ ! આપ જે કહો તે બરાબર. સંતોષ માનવો રહ્યો. આ પછી દિપક ફર્ટિલાઈઝરવાળા સી.કે. મહેતા મને મળ્યા અને શ્રીયુત ફડિયાને ઘેર અમારી બેઠક | થઈ. તેમણે વચ્ચે રમણલાલ વજેચંદને પણ માહિતગાર કર્યા. પણ પરિણામ કશું ન આવ્યું. આ પછી હું ભદ્રંકરવિજયજી ગણિની તબિયત નરમ થઇ ત્યારે તેમને પાટણ મળ્યો. ત્યારે તેમણે કહ્યું, મારી જીવતાં જીવતાં આશા હતી કે આ પતી જાય તો સારું. ભાવિભાવ ! મેં કહ્યું, મેં પ્રયત્નમાં કચાશ રાખી નથી. પણ બે હાથ |સિવાય તાળી ન પડે. આ વાત ત્યાં અટકી. આ પછી બીજા પણ નાના મોટા ઘણા પ્રયત્નો થયા. પણ જ્યારે Iસંવત્સરીનો મતભેદ આવે ત્યારે દોડાદોડ થાય. પછી બધું અટકી જાય. I આ પ્રયત્ન નિષ્ફળ ગયો. અને સંવત્સરી એક તિથિ પક્ષની અને બે તિથિ પક્ષની જુદી થઈ. આ પ્રયત્નમાં ભદ્રંકર વિજયજી મહારાજની રામચંદ્રસૂરિજીને વિનંતી હતી પણ ભુવનભાનુસૂરિજી વગેરે બધા આચાર્ય વિજયરામચંદ્રસૂરિ જે કાંઈ કરે કે કહે તેથી કાંઈ ઉપરવટ જવા તૈયાર ન હતા. તે વખતે ઓંકાર સૂરિ, Iભદ્રંકર સૂરિ વગેરે બીજા સમુદાયના બે તિથિ પક્ષના સાધુઓ તૈયાર હતા, પણ તેમનો સમુદાય નાનો હોવાથી બે 1જો તેઓ કાંઈ કરે તો પરિણામ ન આવે તેમ હોવાથી તેઓ મૌન રહ્યા. અને આ સાલની સંવત્સરી જુદી થઈ. [મારાં સંસ્મરણો યાને ૫૦ વર્ષની જૈન શાસનની આછી રૂપરેખા ૮૮] Page #96 -------------------------------------------------------------------------- ________________ (૨૦) મને સાલની યાદ નથી પણ મુનિ શ્રી ચંદ્રશેખર વિજયજી મુંબઈ ચંદનબાલા (વાલકેશ્વર)માં હતા ત્યારે તેમનાં વ્યાખ્યાનોની મુંબઈમાં સારી રમઝટ જામેલી. તે વખતે તેમના વ્યાખ્યાનમાં જુદી જુદી પ્રશ્નોત્તરીના પ્રસંગમાં તિથિચર્ચાનો પ્રસંગ પણ નીકળ્યો અને લોકોએ કહ્યું કે આ પ્રશ્નથી સંઘમાં ઘણી અશાંતિ છે તો તે હું Iમાટે શાંતિ થાય તેવું કાંઈ થાય કે નહિ ? ત્યારે મુનિશ્રીએ કહ્યું, ‘‘જરૂર થાય. તમે બધા એક થાવ અને | પ્રયત્ન કરો તો જરૂર પરિણામ આવે”. આ માટે મુંબઈમાં એક વગદાર િિમટ નીમાઈ. આ કિમિટમાં ! પ્રાણલાલ દોશી કાર્ય કરવામાં મુખ્ય હતા. કમિટિમાં બીજા સભ્યોમાં દીપચંદભાઈ ગાર્ડી, જે. આર. શાહ, અમરચંદભાઈ વગેરે હતા. કમિટિમાં વાત થયા મુજબ મને મુંબઈ આવવા અમરચંદભાઈનો ટેલીફોન આવ્યો. હું એરોપ્લેનમાં મુંબઈ ગયો. અમરચંદભાઈ તેડવા આવ્યા અને આ માટેની મિટિંગ પ્રાણલાલભાઈને ઘેર ।મળી. આ મિટિંગમાં મુંબઈના ઉપાશ્રયના આગેવાનો ભેગા મળ્યા. મેં તિથિના પ્રશ્ન અંગે આજ સુધી પચાસ | |વર્ષમાં જે જે પ્રયત્નો થયા તેનો ટૂંકો ખ્યાલ આપ્યો અને કહ્યું કે ‘‘સાધુઓ દ્વારા જે કાંઈ મતભેદ પડે તેનો I નિકાલ આવતો જ નથી. છતાં પ્રયત્ન કરો''. અને તેની ભૂમિકા રૂપે મેં તે વખતે પણ એ જ કહેલું કે ‘‘ભા. સુ. પ ની ક્ષયવૃદ્ધિએ છઠની ક્ષયવૃદ્ધિ કરવી. બારપર્વ તિથિ અખંડ રાખવી, કલ્યાણક તિથિઓ અખંડ રાખવી. આ ભૂમિકા હોય તો જ સમાધાન શક્ય બને. પણ મને ખાતરી છે કે આ શક્ય બનવાનું નથી’’. ચંદ્રશેખર વિજયજી મહારાજ લાગણીવશ ગમે તેટલું કહે પણ આનો દોર તેમના હાથમાં નથી. પ્રાણલાલભાઈ |ખૂબ લાગણી પ્રધાન હતા. ધર્મમાર્ગે અને અનુષ્ઠાનમાં સારા જોડાયેલા હતા. આ મિટિંગ પછી તેઓ મારે ઘેર આવ્યા અને જ્યાં જ્યાં જવું હોય ત્યાં ત્યાં જવાની તેમણે તૈયારી બતાવી અને સમયનો તથા પૈસાનો ભોગ ! આપવો પડે તો પણ ભોગ આપવાની પૂરતી તૈયારી બતાવી. I I મેં તેમને કહ્યું કે ‘‘પ્રાણલાલભાઈ ! આમાં કોઈ ફાવ્યું નથી. બધાએ આજ સુધી પ્રયત્નો કરી નિષ્ફળ નીવડ્યા છે. તમે આમાં ઊંડા ઊતરો અને કદાચ ઉભગી ન જાવ તો સારું. તમારી ઈચ્છા હોય અને પ્રયત્ન । કરવો હોય તો કરો. હું સાથ આપીશ, પણ પરિણામ કાંઈ નહિ આવે”. તેમણે કહ્યું કે ‘આપણે પ્રયત્ન ! કરીએ. શુભ બુદ્ધિથી પ્રયત્ન કરવાનો. પરિણામ શાસન દેવના હાથમાં છે”. તેમના કહેવાથી હું તેમને લઈ ચાણસ્મા બિરાજતા ભદ્રંકરસૂરિ પાસે ગયો. ભદ્રંકરસૂરિએ દિલ ખોલીને બધી વાત કરી અને ‘ઉદયની માન્યતાથી બે તિથિ પક્ષનો જે આરંભ થયો છે તે ખોટો છે. પણ અમે શું કરી શકીએ ? અમારો સમુદાય નાનો છે. સંઘની શાંતિ એ મુખ્ય છે. તિથિ પ્રશ્ન કોઈ પણ રીતે નિપટાવવો જોઈએ એમ હું માનું છું. Iરામચંદ્રસૂરિ સાથે ઘણો પત્રવ્યવહાર અને વાતચીત થઈ પણ તેમને કોઈ પણ રીતે આ ઝગડો નીપટાવવો | નથી”. આ વખતે ચંદ્રકાંત કાંતિલાલ અને કુમુદભાઈ વેલચંદ મારી સાથે ચાણસ્મામાં હતા. ત્યારબાદ ઓમકારસૂરિજી પાસે પણ પ્રાણલાલભાઈને લઈ હું ડીસા ગયો. તેમણે પણ ભદ્રંકરસૂરિજીની માફક કહ્યું. એટલું જ નહિ, પણ જમનાભાઈ શેઠના બંગલે રામચંદ્રસૂરિ સાથે થયેલી ચર્ચાની બધી વાત પણ કરી. પ્રાણલાલભાઈ આ રીતે બે-ત્રણ વખત આવ્યા. મહેનત કરી. પણ તેમને લાગ્યું કે આમાં કાંઈ ફળ | 1આવે તેમ નથી. તેથી શાંત થયા. બીજો એક પ્રયત્ન ઓમકારસૂરિ વાવ પાસેના એક માડકા ગામમાં હતા ત્યારે કર્યો. સાથે જમ્બુવિજયજી પણ હતા. જમ્મુવિજયજી અને ઓમકારસૂરિ બંનેએ મળી આ પ્રશ્ન માટે પ્રયત્ન કરવાનું વિચાર્યું. તેમણે [૮૯ તિથિ ચર્ચા] Page #97 -------------------------------------------------------------------------- ________________ [કસ્તુરભાઈ શેઠના સંબંધથી કસ્તુરભાઈ શેઠને તે હતા ત્યાં બોલાવવા માટે માણસ મોકલ્યો અને કહેવડાવ્યું કે ખાસ અગત્યનું કામ છે તેથી અહીં પધારો, અને તે કામ તિથિ સંબંધનું છે, તેમ જણાવ્યું. શેઠનો મારા ઉપર ટેલીફોન આવ્યો કે જમ્બવિજયજી મહારાજ મને વાવ પાસેના માડકા ગામમાં બોલાવે છે અને તેમને તિથિ સંબંધે વાત કરવી છે. હું આમાં કાંઈ જાણતો નથી. તમે મારી સાથે આવો તો સારું. મેં કહ્યું કે તમને બોલાવે છે, મને બોલાવતા નથી. તેમને કાંઈ ખાનગી વાત કરવી હોય તો સંકોચ થશે. માટે હું ન આવું İતો કેમ ? તેમણે કહ્યું કે તમારે મારી સાથે આવવાનું છે. ખાનગી હશે તો તે રીતે વર્તીશું, પણ તમારે |આવવાનું છે. હું અને શેઠ જમ્બુવિજયજીના કહેવાથી માડકા ગયા. ઓમકારસૂરિજી, જમ્મુવિજયજી અને શેઠ | બેઠા. ખાનગી મિટિંગ હોવાથી હું છટકી ગયો. પણ શેઠ તથા મહારાજે મને તેમાં હાજર રહેવાનો હુકમ કર્યો. | હું તેમાં હાજર રહ્યો. રામચંદ્રસૂરિ સાથે ઓમકારસૂરિજીને થયેલો પત્રવ્યવહાર શેઠને બતાવ્યો. બધી દલીલો સમજાવી. આ બે તિથિ અને સંવત્સરીના સંબંધમાંના શાસ્ત્રપાઠો બતાવ્યા અને જણાવ્યું કે ‘‘રામચંદ્રસૂરિની જીદ્દ ખોટી છે. સંઘમાં કોઈ પણ રીતે શાંતિ થવી જોઈએ. તેમને શાસ્ત્રાર્થ કરવો હોય તો હું કરવા તૈયાર છું. પણ તેમને કોઈ રીતે એકતા ખપતી નથી”. શેઠ આ બધું સાંભળી રહ્યા અને પાછા ફર્યા. આ વાતો ચાલતી હતી તે દરમ્યાન અનુભાઈ ચીમનલાલે એક પત્ર કસ્તુરભાઈ શેઠને લખ્યો કે ‘‘આપની મોટી લાગવગ છે, જૈન સંઘમાં આપનું ખૂબ વર્ચસ્વ છે. અને તિથિનો પ્રશ્ન સંઘની શાંતિને કોરી ખાય છે. તો આપ આપની લાગવગ વાપરી આને પતાવો”. જવાબમાં શેઠે લખ્યું કે ‘‘રામચંદ્રસૂરિજીની હયાતી છે ત્યાં સુધી આ પ્રશ્ન કોઈ રીતે પતે તેમ નથી અને તે માટે પ્રયત્ન કરવો પણ નિષ્ફળ છે”. (૨૧) આ પછી વિક્રમ સંવત ૨૦૪૨માં ભાદરવા સુદ પાંચમનો ક્ષય આવ્યો ત્યારે બે તિથિ પક્ષ વાળા | |ચોથ-પાંચમ ભેગી કરી સંવત્સરી કરવાના તેમના પૂર્વ રીવાજ મુજબ કરવાના હતા. જ્યારે એક તિથિ પક્ષના | સાધુઓ પાંચમના ક્ષયે ત્રીજનો ક્ષય કરી સંવત્સરી કરવાના હતા. આમ એક તિથિ પક્ષવાળાની સંવત્સરી આગળના દિવસે અને બે તિથિ પક્ષવાળાની સંવત્સરી બીજા દિવસે થવાની હતી. આ પહેલાં એક વર્ષ અગાઉ આની હિલચાલ શરૂ થઈ. આ વખતની હિલચાલ શરૂ કરનાર પૂજ્ય આચાર્ય ભૂવનભાનુ સૂરિ હતા. તેમણે મને યાદ છે તે મુજબ સંવત ૨૦૪૧ના ફાગણ મહિનામાં દિપચંદભાઈ તાસવાલા, કેશવલાલ મોતીલાલ ંઅને વાલજીભાઈ પાલીતાણાવાળા આ ત્રણેયને મારે ત્યાં મોકલ્યા અને તેમણે મને કહ્યું કે ‘‘હિમાંશુસૂરિ |મહારાજ સંઘની શાંતિ માટે આયંબીલની તપશ્ચર્યા કરે છે. જો તિથિ પ્રશ્નનું સમાધાન થાય તો સંઘની શાંતિ | થાય અને મહારાજ પારણું કરે. આ માટે અમારો પ્રયત્ન છે. તેથી અહીં અમે ભુવનભાનુસૂરિના કહેવાથી આવ્યા છીએ”. મેં તેમને જણાવ્યું કે ‘‘કઈ ભૂમિકા ઉપર તિથિનું સમાધાન કરવું છે ?” વાતચીત કરતાં એમ ફલિત થયું કે ‘‘પહેલાં કસારા મુકામે જે ભૂમિકા હતી તે ભૂમિકા ઉપર એટલે ભા.સુ. પાંચમની ક્ષય વૃદ્ધિએ İભા.સુ. છઠની ક્ષય વૃદ્ધિ કરવી અને બે તિથિ પક્ષે બારપર્વી અખંડ રાખવી અને કલ્યાણક તિથિઓને પૂર્વવત્ રાખવી. આ રીતે કરવામાં આવે તો શક્ય બને તેમ છે અને તે રીતે કરવાની ભુવનભાનુસૂરિ વગેરેની તૈયારી | છે”. મેં કહ્યું, ‘‘તમારા પક્ષમાં રામચંદ્ર સૂ. સિવાય બીજા બધા આચાર્યોની સંમતિ મેળવી લાવો. એ પછી આપણો આગળ વાત કરીએ. કારણ કે તમારે ત્યાં બધાનું નક્કી ન થાય તો અમારે ત્યાં પ્રયત્ન કરવાનો કાંઈ [મારાં સંસ્મરણો યાને ૫૦ વર્ષની જૈન શાસનની આછી રૂપરેખા ૯૦] Page #98 -------------------------------------------------------------------------- ________________ અર્થ નથી”. તેઓ અહીંથી ગયા અને એમના પક્ષના આચાર્ય વિક્રમસૂરિ, ઓંકાર સૂરિ, ભદ્રંકર સૂરિ વિ. 1 બધાને મળી આવીને ફરી પાછા મારી પાસે મહિના પછી આવ્યા અને કહ્યું કે “અમે અમારા પક્ષની સંમતિ ! લઈ આવ્યા છીએ. એકલા રામચંદ્ર સૂ.ને મળ્યા નથી. બીજા બધા આ પ્રયત્ન કરવામાં સંમત છે”. મેં કહ્યું, ' સારું. મારે ત્યાં પ્રયત્ન કરીશ. તે પહેલાં આપણે એક વખત ભુવનભાનુસૂરિને મળીએ અને કઈ રીતે પ્રયત્ન કરવો તેનો વિચાર કરીએ”. તેઓ મુંબઈ ગયા. આ પછી થોડા દિવસ બાદ મનુભાઈ અમૃતલાલ કોન્ટ્રાક્ટર મારે ત્યાં રૂ. ૧OOO/- લઈ આવ્યા અનેT હું ઘેર ન હોવાથી મારા પુત્રના હાથમાં તે પૈસા આપી ગયા. મેં મનુભાઈને ટેલીફોન કરી પૂછ્યું કે આ શાના પૈસા મોકલ્યા છે? તેમણે કહ્યું દીપચંદભાઈ તાસવાલાએ મને તમને આપવા માટે મોકલાવ્યા છે અને તે એટલા! માટે કે તમારે મુંબઈ જવું આવવું પડે તેના ખર્ચ માટે મોકલ્યા છે. મેં તેમને કહ્યું કે આ પૈસા પાછા લઈ જાવ, અને મારે જવું હશે તો હું મારા ખર્ચે જઈશ. એ પૈસા મેં પાછા મોકલી આપ્યા. ત્યાર બાદ આ બધી વાતથી ; jશ્રેણિકભાઈ અને ફડિયાને વાકેફ કર્યા. પછી હું તથા કલ્યાણભાઈ ફડિયા બંને વિમાનમાં મુંબઈ ગયા. અમારી i સામે અમને લેવા શ્રી કેશવલાલ મોતીલાલ અને દીપચંદભાઈ તાસવાલા એરોડ્રોમ પર આવ્યા. અમે કેશવલાલી મોતીલાલના જમાઈને ત્યાં શાંતાક્રુઝ ઉતર્યા. જમી પરવારીને અમે ચંદનબાળામાં વિરાજતા પૂ. આ.! ભુવનભાનુસૂરિને મળ્યા. એમ નક્કી થયું કે મારે અને ભુવનભાનુસૂરિએ એકલાએ મળવું. એ મુજબ હું અને ! ભુવનભાનુસૂરિ એક રૂમમાં બેઠા. આડીઅવળી વાતો પછી ભુવનભાનુસૂરિએ કહ્યું કે “પૂર્વની પેઠે બારપર્વ | અખંડ રાખવા અને કલ્યાણક તિથિઓ વિ. પૂર્વની પેઠે રાખવા સંમત છીએ. તમારે તમારા એક તિથિ પક્ષે | Iભા.સુ. પાંચમની ક્ષયવૃદ્ધિ આવે ત્યારે બીજા પંચાંગનો આશરો લઈ ભા. સુ. છઠની ક્ષયવૃદ્ધિ કરી ભા. સુ. | ચોથના રોજ સંવત્સરી કરવી. આ રીતે થાય તો અમારો પક્ષ બધી રીતે તૈયાર છે”. મેં કહ્યું, અમારે ત્યાં ! પૂ. આ. વિજયનેમિસૂરિ વિ. માં વાંધો નહીં આવે. પણ સાગરજી મ.નો સમુદાય આ કબૂલ નહીં કરે. ગયે ! વખતે તો ધર્મસાગરજી વિ. હતા એટલે આ માટે પ્રયત્ન કર્યો હતો. પણ આજે આ કરવું ઘણું મુશ્કેલ છે. છતાં મારાથી બનતી બધી મહેનત હું કરીશ. આમ છતાં મને લાગે છે કે જો ભા.સુ. પાંચમની સંવત્સરી થાય , jતો ઘણું સહેલું થઇ પડે. કોઈનો અહમ પોષાય નહિ અને આપણા ગચ્છ સિવાય બીજા ગચ્છોની સાથે પણ j આપણા ગચ્છની સંવત્સરી એક થાય. અને આ થાય તો ઘણું સારું થાય. અને આ થાય તો મને લાગે છે, કે ફળ આવશે. જો તમારા પક્ષના બધા સંમત થતા હોય તો મારા પક્ષ માટે હું મહેનત કરું”. તેમણે કહ્યું, I મને તો બંનેમાં વાંધો લાગતો નથી”. મેં કહ્યું, “એમ નહિ પણ તમે લખો”. એમણે એક કાગળ લીધો ! અને લખ્યું કે “ભા. સુ. પાંચમની ક્ષયેવૃદ્ધિએ બીજાં પંચાંગોનો આશરો લઈ છઠની ક્ષયવૃદ્ધિ કરવાનું અને ; બારપર્વતિથિ અખંડ રાખવાનો તેમજ કલ્યાણક તિથિઓ પૂર્વવત્ રાખવાનું અમને કબૂલ છે. તેમજ ભા.સુ. ૫ ની સંવત્સરી કરવામાં આવે તો તે પણ કબૂલ છે. અને તેમાં પણ બાર પર્વ તિથિ અખંડ ; jરાખવાનું અને કલ્યાણક તિથિ પૂર્વવત રાખવાનું કબૂલ છે”. આ કાગળ મેં એમની પાસેથી લીધો અને જણાવ્યું કે “પાંચમની સંવત્સરી કરવાનું મને વાજબી લાગે છે અને તે મુજબ પ્રયત્નો કરીશું તો ફળ મળશે. તેમ છતાં તમારો આગ્રહ હોય તો પહેલા માટે પણ પ્રયત્ન કરીશું. પણ મને તેમાં ફળ મળવાની આશા ઓછી દેખાય છે”. તેમણે કહ્યું કે “તે બંનેમાંથી ગમે ====== === = = = તિથિ ચર્ચા [૯૧ Page #99 -------------------------------------------------------------------------- ________________ - - I તે કરો. મને કબૂલ છે અને મારા પક્ષના બધા આચાર્યોને કબૂલ કરાવવા હું પ્રયત્ન કરીશ. તમે તમારે ત્યાં પ્રયત્ન કરો”. આ વાત અમારી ત્યાં અટકી. આ દરમ્યાન શ્રીયુત શ્રેણિકભાઈ શેઠ મુંબઈ ગયા તે વખતે તેમને મુંબઈમાં લાલબાગવાળા જેઠાભાઈ; વિ. તથા ભુવનભાનુસૂરિ શ્રેણિકભાઈને મળ્યા અને કહ્યું કે તિથિના પ્રશ્ન સમાધાન કરવામાં આવે તો બધું પતી જાય તેમ છે, માટે તમે કાંઈક પ્રયત્ન કરો. અને મારી સાથે થયેલી બધી વાતચીત કરી. શ્રેણિકભાઈએ કહ્યું કે તમે રામચંદ્ર સુ.ને મળો અને તેમનો શો અભિપ્રાય છે તે જાણે અને પ્રયત્ન કરો. ત્યારે તેમણે કહ્યું ! કે તે તો કોઈ જાતની વાત કરવા તૈયાર નથી. અમે ઘણો ઘણો પ્રયત્ન કર્યો. પણ તેમના તરફથી કશો સહકાર મળતો નથી. 1 શ્રેણિકભાઈ શેઠ અમદાવાદ આવ્યા પછી મને મળ્યા અને મને કહ્યું, “તમે આ. રામચંદ્ર સૂ.ને મળો | અને તેમનું શું દિલ છે તે જાણો અને એકતિથિ પક્ષ તરફથી પણ પ્રતિભાવ છે તે જાણો. જો પ્રયત્ન કરવાથી પરિણામ સારું આવે તો સંઘનો ઉદ્યોત થાય”. હું દેવેન્દ્રસાગરસૂરિને મળ્યો અને તેમની સાથે કેટલીક વાત કરી. ઊંઘતા ઝડપાવાય નહીં તે માટે એક પત્રિકા તૈયાર કરી અને તે પત્રિકા શાસન સુરક્ષા સમિતિના ! નામે પ્રગટ કરી. આ પત્રિકામાં આજ સુધીનો બનેલો ટૂંકો ઈતિહાસ લખો અને સમાધાનની ભૂમિકામાં જુદી ; જુદી ભૂમિકાઓ સાથે પાંચમની સંવત્સરીની પણ ભૂમિકા દર્શાવી. આ પત્રિકાઓ હેતુ એ હતો કે એકતિથિ jપક્ષના આચાર્યો તરફથી બધેથી એકસરખો અવાજ જાય. પણ ખરી રીતે પ્રયત્ન કરવાનો તો બે તિથિ | પક્ષવાળાને હતો. કારણકે એક તિથિ પક્ષવાળા તો બહુમતીમાં હતા અને તેમના સમુદાયો ઘણા હતા. સૌT lપોતપોતાની વાતમાં મસ્ત હતા અને તેઓને સમાધાનની બાબતમાં કાંઈ પડી ન હતી. આ પછી શ્રેણિકભાઈના! કહેવાથી મેં રામચંદ્ર સૂત્રને મળવાનો વિચાર કર્યો. રામચંદ્ર સૂ. મ. તે વખતે લક્ષ્મીવર્ધકના ઉપાશ્રયમાં ! બિરાજતા હતા. મેં પ્રથમ કુમુદભાઈ વેલચંદને બોલાવ્યા અને કહ્યું કે તમે પ્રથમ રામચંદ્ર સૂ. ને મળો અને jતેમને જણાવો કે તિથિના પ્રશ્ન અંગે હાલ જે વાતાવરણ ચાલે છે તે સંબંધમાં પંડિત મફતલાલ તમને મળવાનું Tમાગે છે. તેમણે કહ્યું, ખુશીથી કાલે શનિવારે બપોરે બે વાગ્યા પછી મળવા આવે. તે મુજબ હું લક્ષ્મીવર્ધકનાT Iઉપાશ્રયે હું કુમુદભાઈ વેલચંદને સાથે લઈને ગયો. અમે એક રૂમમાં બંધ બારણે બેઠા. તે વખતે આ. વિ.1 રામચંદ્ર સૂપ, મહોદય સૂ. તથા હેમભૂષણ વિ., હું તથા કુમુદભાઈ હતા. મેં આ જે કાંઈ બની રહ્યું હતું તે બધી વાત કરી. અને જણાવ્યું કે તમારા પક્ષના આ. ભુવનભાનુસૂરિ jવિ. તરફથી આ પ્રયત્ન થાય છે. અમારાવાળાને તો કાંઈ પડી નથી. તમારાવાળા બધા કારસૂરિ ભદ્રંકર સૂરિ ભુવનભાનુસૂરિ વિ. બધા તિથિનું સમાધાન કરવા તૈયાર છે. અને તેની શી ભૂમિકા છે તે પણ કહ્યું.T તિઓ પાંચમની ક્ષયવૃદ્ધિએ છઠની ક્ષયવૃદ્ધિ કરવાની, બાર પર્વ તિથિ-અખંડ રાખવાની અને કલ્યાણક તિથિઓ! યથાવત રાખવાની તેમજ પાંચમની સંવત્સરી થાય તો પણ તે રીતે કરવામાં તેઓ તૈયાર છે. તેના પુરાવા રૂપે મેં ભુવનભાનુસૂરિના હાથની લખેલી અને તેમના અક્ષરવાળી ચિઠ્ઠી તેમને બતાવી. આ ચિઠ્ઠી તેમણે ખૂબ ધારી ધારીને જોઈ. મને કહ્યું હું આની ઝેરોક્ષ કોપી કરાવી લઉં. મેં ના પાડી. તેમણે કહ્યું, આપણે આની કોપી કરી લઈએ. મેં તેની પણ ના પાડી. મેં કહ્યું તમને જેટલું યાદ રહે તેટલું રાખી લો. માત્ર તમારી જાણ ખાતર આ ચિઠ્ઠી બતાવી છે. જેથી તમને ખ્યાલ આવે કે તમારા પક્ષના સાધુઓ કઈ રીતના તૈયાર છે. I 'મહારાજે ચિઠ્ઠી વાંચી પાછી આપી. =============================== ૯૨] મારાં સંસ્મરણો યાને ૫૦ વર્ષની જૈન શાસનની આછી રૂપરેખા ––––––––––– - - - - - - - - - - - - - - - - - - -- Page #100 -------------------------------------------------------------------------- ________________ - - - - - - - - - - - 5 આ પછી મારી અને તેમની વચ્ચે ૧૯૯૦ના મુનિ સંમેલનથી માંડીને આજ સુધીના બનેલા બનાવો! સંબંધી ઘણી ઘણી વાતો થઈ. ૫. આ. નેમિસુરિ મ. સંબંધી. સાગરાનંદ સ. મ. સંબંધી, સિદ્ધિસરિ મ. સંબંધી | Iવિ. ઘણી વાતો થઈ. વચ્ચે વચ્ચે તેમણે સિદ્ધચક્ર પેપરના તેમના સમર્થનમાં આવે તેવા સાગરજી મ.નાં ! 'અવતરણો આપ્યા. તે સંબંધમાં મેં જણાવ્યું કે સાહેબ છેલ્લો અભિપ્રાય એ આખરી અભિપ્રાય ગણાય. એટલે ; સાગરજી મ. ને આપ માન્ય કરતા હો તો તેમનો છેલ્લો અભિપ્રાય માન્ય કરવો જોઇએ. સિદ્ધચક્રમાં આમ jકહ્યું છે અને તેમ કહ્યું છે તે વાત બરાબર નથી. છેલ્લો સાગરજી મ. નો અભિપ્રાય તો સ્પષ્ટ છે કે પૂનમ-1 Jઅમાસની ક્ષયવૃદ્ધિએ તેરસની ક્ષયવૃદ્ધિ કરવી અને ભા. સુ. ૫ ની ક્ષયવૃદ્ધિએ ત્રીજની ક્ષયવૃદ્ધિ કરવી. બાર ! પર્વતિથિ અખંડ રાખવી. આ તેમનો અભિપ્રાય છે. આથી સિદ્ધચક્રના પેરેગ્રાફો રજૂ કરવાનો કાંઈ અર્થ નથી.' આ વખતે તેમણે ૧૯૯૦ના મુનિ સંમેલન વખતે થયેલી ઘણી વાતચીતો કરી. તેમાં મેં તેમને કહ્યું : કે આપને માટે તે વખતે નેમિસૂરિ મ.નો અભિપ્રાય બહુ સારો ન હતો. તે વાતમાં તે પણ કબૂલ થયા કે મારી | કોઈ વાત નેમિસૂરિ મ. સ્વીકારવા તૈયાર જ ન હતા. અને ખરી રીતે મને સાંભળવા અને સહકાર આપવામાં તિયાર ન હતા. આ ઔપચારિક મનમેળની કેટલીક વાતો બાદ તેમણે કહ્યું કે “તિથિચર્ચાથી ઘણું નુકસાન થયું ! છે. હવે પતી જાય તો સારું છે. બે આઠમને બદલે બે સાતમ કરો તો મને કાંઈ વાંધો લાગતો નથી. તેમજ પૂનમ-અમાસની ક્ષયવૃદ્ધિએ અમે પ્રેમસૂરિ મ.ના પટ્ટકને અનુસરી તેરસની ક્ષયવૃદ્ધિ કરીએ છીએ. ભા. સુ. 1 i૫ ની ક્ષયવૃદ્ધિએ છઠ્ઠની ક્ષયવૃદ્ધિ કરો તો મને કાંઈ વાંધો નથી. અને ભા. સુ. ૫ ની સંવત્સરી થાય તો પણ વાંધો નથી. હું પણ ઈચ્છું છું કે આ બધું પતી જાય તો સારું.” મેં કહ્યું જો તેમ હોય તો મને પતી જવામાં કિશો વાંધો લાગતો નથી. કારણ કે આપ બધી રીતે પતાવવા તૈયાર છો અને આપના પક્ષના સાધુઓ બધી! રીતે પતાવવા તૈયાર છે. અને અમારા પક્ષના સાધુઓને મનાવવામાં મને કાંઈ વાંધો આવશે નહિ. કારણ ! કે તેઓ ખોટી પકડવાળા નથી. આમ ખૂબ ખૂબ આનંદભેર અમે છૂટા પડ્યા અને મને લાગ્યું કે મહારાજ | તો ખૂબ સરળ છે અને બધી રીતે પતાવવા તૈયાર છે. કાળ ખૂબ યોગ્ય છે, આ પછી હું નારણપુરા બિરાજતા દેવેન્દ્રસાગરસૂરિ મ. ને તે જ દિવસે શનિવારે રાતે મળ્યો અને શ્રેણિકભાઈને પણ તેમના બંગલે મળ્યો. તેઓ | Jપણ મારી વાતથી ખુશ થયા. આમ વાતાવરણ ખૂબ સરસ થયું. રાત્રે હું ખૂબ વિચારે ચડ્યો. મને લાગ્યું કે આટલાં વર્ષોની પકડવાળા અને તેના માટે બધી રીતે ? ઝઝૂમેલા આ મહારાજ કેમ આટલા સરળ બની ગયા? પછી મેં વિચાર્યું કે આ બધી વાત અમારી ખાનગી થઈ છે. તેમાં કોઈ પ્રતિષ્ઠિત સાક્ષી નથી. કાલે આગળ વધીએ અને છેવટે કહેવામાં આવે કે આવું મેં કાંઈ | Iકહ્યું નથી તો શું થાય? આ માટે કોઈ પ્રતિષ્ઠિત સાક્ષીને રાખવો જોઈએ. આથી વિચાર્યું કે શ્રેણિકભાઈ શેઠને કાલે રવિવારે આ. મ. પાસે લઈ જવા અને જે વાત મારી | સમક્ષ આ. મ. કહી છે તે વાત તેમની સમક્ષ કરાવવી. જેથી વાત પાકી થાય અને આગળ વધવામાં વાંધો | ન આવે. આમ રાતે મેં મનોમન નિર્ણય કર્યો. રવિવારે સવારે શ્રેણિકભાઈ શેઠને ફોન કર્યો કે આજે બપોરે ર-૩૦ થી ૩-૦૦ ના સુમારે મારે ત્યાં ! પધારો. આપ મારે ત્યાં પધારો ત્યાર પછી આપણે વિજય રામચંદ્ર સૂ. પાસે જવાનું છે. તે એટલા માટે કે : મેં આપને કાલ વાત કરી હતી તે તિથિ સંબંધીની બધી વાતમાં આપને સાક્ષી રાખવા. કેમકે અમે જે વાત I = = = = = તિથિ ચર્ચા] | Page #101 -------------------------------------------------------------------------- ________________ કરી હતી તેમાં તેમના સાધુ અને હું હતો. મોભાદાર કોઈ સાક્ષી ન હતા. જો આપને રૂબરૂ તે વાત કરી પાકી | Jથાય તો આગળ વધવામાં વાંધો ન આવે. તેમણે કહ્યું આજે રવિવાર છે, ડાયવર હાજર નથી, મુશ્કેલી છે. મેં કહ્યું આ કામ અતિ ઉત્તમ છે. ' iગમે તેમ કરી આપ અવશ્ય પધારો. તેઓ ૨-૩૦ વાગ્યે મારે ઘેર આવ્યા. તે દરમ્યાન મેં કુમુદભાઈ વેલચંદને | પણ બોલાવી લીધા. અમે ત્રણેય જણા લક્ષ્મીવર્ધકના ઉપાશ્રયે પૂ.આ. મ. પાસે ગયા. મહારાજે શ્રેણિકભાઈને | જોયા, આશ્ચર્ય પામ્યા. અમે બધા એક રૂમમાં એકાંતમાં બેઠા. મેં વાત છેડી કે સાહેબ હું શ્રેણિકભાઈને એટલા! માટે લાવ્યો છું કે આપણે કાલે જે વાત થઈ તેના તે સાક્ષીરૂપ રહે. ' મેં કહ્યું, આપણે કાલે નીચે મુજબ વાત થઈ હતી તે બરાબર છે. “બાર પર્વ તિથિ-અખંડ રાખવી. ' પંચાંગમાં પાંચમ કે આઠમ વ. ક્ષયવૃદ્ધિએ પૂર્વની અપર્વ તિથિની ક્ષયવૃદ્ધિ કરી લખવી, અને જ્યારે પંચાંગમાં | lભા.સુ. પની ક્ષયવૃદ્ધિ આવે ત્યારે બીજા પંચાંગનો આશરો લઈ છુંઠની ક્ષયવૃદ્ધિ કરવી અને ચોથની સંવત્સરી | કરવી. પંચાંગો વિ.સં. ૧૯૯૨ પહેલાં વીરશાસન વિ.પત્રોમાં છપાતાં હતાં તે પ્રમાણ છાપવાં. તેમજ જો ! તે ન બને તો ભા.સુ. પના રોજ સંવત્સરી કરવી. બાર પર્વ તિથિ અખંડ રાખવી અને પૂર્વની પેઠે પંચાંગ છાપવાં.” આ વાત બરાબર છે કે કાંઈ ફેર છે? તેમણે કહ્યું કે વાત બરાબર છે. આ વાત થઈ હતી. તો પછી આપણે એક પટ્ટક કરીએ અને એ પટ્ટકનો મુસદો મારી પાસે તૈયાર છે. આપ સહી કરો.' બીજા બધા અમારા-તમારાની હું સહીઓ લઈ આવીશ. મહારાજશ્રીએ કહ્યું, “એમ નહીં. પટ્ટક નવેસરથી વિચારી કરવો પડે. વિ.સં. ૨૦૨૦માં ગુરુ ! મહારાજનો પટ્ટક પિંડવાડા મુકામે કર્યો, ત્યારે અમે અમારા પક્ષના તમામ પદવીધરો આચાર્યો, ઉપાધ્યાય, 'પન્યાસ, ગણી વિ.ની સંમતિ અને સહીઓ લીધી હતી. એટલે હું કાંતિલાલ ચુનીલાલને કોલ કરાવી કાલે સિવારે બોલાવું છું. અને તેમના દ્વારા બધા પાસેથી એવી સંમતિ મેળવાવું છું કે મહારાજ તિથિચર્ચાનું સમાધાન | પંડિત મફતલાલ દ્વારા કરવા તૈયાર છે અને તેઓ જે સમાધાન કરે તેની તેમાં અમારી બધાની સંમતિ છે. અને | એ સંમતિ બાદ આપણે મુસદ્દો તૈયાર કરી આગળ કામ ચલાવીએ.” ' વધુમાં તેમણે કહ્યું કે “મારી એવી ઈચ્છા ખરી કે બંને પક્ષો પોતપોતાના મંતવ્યોના સમર્થનના શાસ્ત્ર jપાઠો લખે અને પછી એમ લખે કે અમારી આ માન્યતા હોવા છતાં સંઘની શાંતિની ખાતર અમે નીચે પ્રમાણે તું પિટ્ટક કરીએ છીએ.” મેં કહ્યું કે “સાહેબ, આ પાઠો લખવામાં અને તેના અર્થ કરવામાં વિસંવાદ ઊભો થશે. કારણકે જ પાઠો તમે લખશો તે પાઠો અમે પણ લખીશું અને તેના અર્થ અમે કાંઇક કરીશું અને તમે પણ કાંઈક કરશો.' ક્ષયે પૂર્વના અર્થમાં આજે ૫૦ વર્ષ થયાં સંમતિ સધાઈ નથી તો તેમાં કઈ રીતે સંમતિ સધાય? વાત ડહોળાશે ! અને ઠેકાણું પડશે નહિ માટે સૌ સૌએ પોતાની માન્યતા સાપેક્ષભાવે કરી છે અને સંઘની શાંતિ ખાતર આપણે નિીચે પ્રમાણેનો નિર્ણય કરીએ છીએ તેમ લખવું વધુ સારું રહેશે.” 1 શ્રેણિકભાઈએ પણ મારી વાતમાં સંમતિ આપી અને કહ્યું કે “પંડિતજી જે કહે છે તે બરાબર છે. આ બધું લખવામાં ડહોળાશે.” મહારાજે ફરી કહ્યું કે “હું કાંતિલાલને કાલે બોલાવું છું. તે અમારાવાળાની ! ==================== [મારાં સંસ્મરણો યાને ૫૦ વર્ષની જૈન શાસનની આછી રૂપરેખા [૯] - - - - - - - - - - - - - - - Page #102 -------------------------------------------------------------------------- ________________ Iસંમતિ લઈ આવે. પછી આગળ કામ ચલાવીએ.” મેં કહ્યું કે ‘“તમારાવાળાની અને અમારાવાળાની બંનેની સહીઓ હું લઈ આવીશ. આપ સહી કરો.’’ તેમણે કહ્યું કે ‘‘ઉચિત નથી. અમારા દ્વારા પ્રયત્ન કરવો જોઇએ”. આ વાત ત્યાંથી અટકી અને અમે ઊભા થયા. આ પછી હું, શ્રેણિકભાઈ અને કુમુદભાઈ ત્રણેય મારે ઘેર આવ્યા. મેં કુમુદભાઈને દૂર રાખી શ્રેણિકભાઈ સાથે વાત કરી કે તમને સાક્ષી તરીકે રાખ્યા તે બરાબર. પણ આમાં મહારાજશ્રીની નિખાલસતા લાગતી નથી. શ્રેણિકભાઈએ કહ્યું કે પંડિતજી, મહારાજશ્રીની અને તમારી વાતોમાં મને બહુ સમજણ પડતી નથી. ત્યારબાદ શેઠ અને કુમુદભાઈ મારે ઘેરથી ગયા. (૨૨) રવિવારે રાતે આ વાતચીત સંબંધી અને ખૂબ વિચારો આવ્યા અને મને લાગ્યું કે કાંતિલાલ ચુનીલાલને બોલાવવામાં અને બીજાઓની સંમતિ મેળવવાની પાછળ મહારાજશ્રીની પોલીસી લાગે છે. જે કામ આટલું સરાણે ચડ્યું છે તે રોળી નાખવાની આની પાછળ વૃત્તિ દેખાય છે. મેં આ સંબંધી રાતના ખૂબ વિચાર કર્યા İઅને સવારે શ્રીયુત કુમુદભાઈને બોલાવી મહારાજશ્રીનું વ્યાખ્યાન ઊઠે ત્યારે તરત જવાનું નક્કી કર્યું. આ દિવસ સોમવારનો હતો. વ્યાખ્યાન ઊઠ્યા બાદ મહારાજશ્રીની સાથે રૂમમાં હું, કુમુદભાઈ, ! મહોદય સૂ. અને મહારાજશ્રી મળ્યા. મેં મહારાજશ્રીને કહ્યું કે ‘‘તમે કાંતિલાલ ચુનીલાલ દ્વારા તમારા પક્ષના બધા આચાર્યો કહેવડાવો, “હું પંડિત સાથે તિથિ સમાધાન કરવા માગું છું, તો તમે બધા તે વાતમાં સંમતિ લખી આપો.” આ કહેવડાવવાની પાછળ આપની મુરાદ મને શુદ્ધ દેખાતી નથી. કેમકે તમે જ્યારે બધાને İકહેવડાવો કે “હું સમાધાન કરવા તૈયાર છું તેમાં બધા સંમતિ આપો''. પછી આપ મારી સાથે મુસદ્દો તૈયાર કરવામાં અનેક વાંધાઓ નાખો અને કહો કે પંડિતજી આ માનતા નથી અને તે માનતા નથી. તેમ કરી આ 1 આગળ વધેલી વાતને રોળી નાખવાની મુરાદ જણાય છે. વધુમાં આપને સહીઓ કરી આપનારા કશું બોલી | શકે નહિ અને આજે ભુવનભાનુ સૂરિ વિ. જે તૈયાર થયા છે તે બધા ઠંડા પડી જાય અને વિખૂટા પડી જાય. એવી મને તમારી મુરાદ દેખાય છે. માટે મારે કોઈ સમાધાનની ભૂમિકા તમારી સાથે કરવી નથી. કેમકે તે કરવાથી હું મારા પક્ષમાં હલકો પડીશ''. મહારાજશ્રી સ્ટેજ હસ્યા અને બોલ્ઝા, ‘‘તો આપણે આ વાત રહેવા દઈએ અને સર્વ મંગલ I કરીએ”. મેં કહ્યું સર્વમંગલ કરો. તે વખતે હેમભૂષણવિજયે કહ્યું, આમાં કાંઈ સમજણ પડી નહિ. મેં જવાબ I આપ્યો, મહારાજશ્રીને પૂછો. વધુમાં તે વખતે મેં મહારાજશ્રીને કહ્યું કે ‘‘ખંભાતમાં જ્યારે આપના પ્રવચનની સાથે ચંદ્રશેખર | વિજયજી હતા ત્યારે લોકોએ ચંદ્રશેખરવિજયજીને બોલવા ઘણી ચિઠ્ઠીઓ મોકલી, પણ આપે સર્વમંગલ કરી | તેમને બોલવા ન દીધા. પણ પછી આપને લાગ્યું કે ભુવનભાનુસૂરિથી ચંદ્રશેખરવિજયજીને છૂટા પાડવા માટે આ સારો સમય છે. એટલે આપે ‘મારો ભઈલો' કહી તેમને આગળ ધર્યા. આ કરવા પાછળ ચંદ્રશેખર વિજયજીને ભુવનભાનુસૂરિથી જુદા પાડવાનો આશય હતો. તેમ હું સમાધાન કરવા તૈયાર છું અને બધા સંમતિ આપો, તે પાછળ સમાધાનની વૃત્તિ નથી પણ તોડી પાડવાની વૃત્તિ છે”. આ પછી હું મન્થેણ વંદામિ કહી તિથિ ચર્ચા] [૯૫ Page #103 -------------------------------------------------------------------------- ________________ કુમુદભાઈની સાથે ત્યાંથી છૂટો પડ્યો. (૨૩) થોડા સમય બાદ શ્રેણિકભાઈ શેઠ મુંબઈ ગયા. તે વખતે તેમને ખંભાતવાળા શ્રી બાબુકાકા અને લાલચંદ છગનલાલ શ્રીપાળનગરવાળા મળ્યા. તેમણે કહ્યું કે અમે સાંભળ્યું છે કે મહારાજશ્રી ભા.સુ. પ ની ] |ષયવૃદ્ધિએ છઠની ક્ષયવૃદ્ધિ કરવા અને ભા. સુ. ૫ ની સંવત્સરી કરવા તૈયાર થયા છે. અને તે વાત તમારી | Jરૂબરૂ થઈ છે તે સાચી છે કે ખોટી? શ્રેણિકભાઈએ કહ્યું, મારી રૂબરૂ બંને વાત મહારાજે કબૂલ કરી છે.' બીજાઓની સંમતિ મેળવવા પૂરતું જ અધૂરું રહ્યું છે. તેઓએ કહ્યું, તો તો પતી જશે. અમે અમદાવાદ ! આવીએ અને અધૂરું હોય તો વિનંતી કરી પૂરું કરીએ. શ્રેણિકભાઈએ કહ્યું કે આવો અને પૂરું કરો. પણ તે બધાને અને શ્રેણિકભાઈને મારી સાથે સોમવારે થયેલી વાતચીતની ખબર ન હતી. થોડા દિવસ બાદ શ્રી બાબુકાકા તથા લાલચંદભાઈ આવ્યા. મહારાજશ્રીને મળ્યા. મહારાજશ્રીએ કહ્યું, “શ્રેણિકભાઈની રૂબરૂi વાત થઈ હતી તે વાત સાચી. પણ પાંચમની સંવત્સરી કરવામાં તો ઘણી મુશ્કેલી પડે. એટલે તે તો બની શકે તેમ નથી. પણ ભા. સુ. ૫ ની ક્ષયવૃદ્ધિએ છઠની ક્ષયવૃદ્ધિ કરવામાં વાંધો નથી. અને કલ્યાણકની ! તિથિઓ અમે અમારી રીતે રાખીએ. શ્રેણિકભાઈના ગયા બાદ પંડિતની સાથેની વાત કથળી ગઈ છે. પંડિતનું |કહેવું એવું છે કે ૧૯૯૨ પહેલાં જે રીતે પંચાંગો બહાર પડતાં હતાં તે રીતે યથાવત બહાર પાડવાં જોઈએ.' કલ્યાણકનું તમારું જુદું ન ચાલે. સમાધાન થાય એટલે સંપૂર્ણ સમાધાન થવું જોઈએ. આથી વાત અટકી પડી ! બાબુકાકા અને લાલચંદભાઈ શ્રેણિકભાઈને મળ્યા અને કહ્યું કે કલ્યાણકના હિસાબે વાત અટકી છે..! શ્રેણિકભાઈએ કહ્યું કે તમે પંડિતને મળો અને પંડિત અને મહારાજને ભેગા કરી ઠેકાણું પાડો. મહારાજને પણ ; સમજાવો અને પંડિતને પણ સમજાવો. મને આમાં કાંઈ સમજણ પડતી નથી. શ્રેણિકભાઈના કહેવાથી તેઓએ મને રમણલાલ વજેચંદના બંગલે બોલાવ્યો. મહારાજશ્રીની વાત! કબુલ કરાવવા મારા ઉપર ખૂબ પ્રયત્ન કર્યો અને છેવટે નક્કી કર્યું કે તમે, અમે અને મહારાજ ભેગા થઈએ અને કોઈ રીતે નિકાલ લાવીએ. મહારાજને સમજાવો કે કલ્યાણકની વાત પડતી મૂકે. મેં કહ્યું, તમે મારી સાથે ન રહેવા માગતા હો તો હું મહારાજશ્રીની પાસે આવું. પરંતુ મહારાજશ્રીની વાતમાં હાએ હા કરવી હોય તો ! હું નહીં આવું. કાલે આપણે મહારાજશ્રીને મળીએ. નક્કી કર્યા મુજબ બીજા દિવસે મહારાજશ્રીને મળ્યા ત્યારે | રિમણલાલ વજેચંદ અને લાલચંદ છગનલાલ મારી સાથે હતા. બાબુકાકા જમ્યા પછી મારે સૂઈ રહેવાની ટેવી છે એમ કહી આવ્યા નહિ. અમારી વાત ચાલી. મને મહારાજશ્રીએ કલ્યાણકની વાત પકડી રાખી તે કબૂલ! કરાવવા પ્રયત્ન કર્યો. પણ મેં કહ્યું, આ વાત મારા હાથની નથી. તેમણે કહ્યું, તમે તમારા પક્ષને સમજાવો, તમારું વર્ચસ્વ છે. મેં કહ્યું, આ બધી વાત સાચી. પણ આ શક્ય નથી. તે વખતે લાલચંદભાઈએ મહારાજશ્રીને ; jકહ્યું, સાહેબ અમારે ત્યાં શાક ન થાય ત્યારે જ ખબર પડે કે આજે બીજ કે પાંચમ પર્વ તિથિ છે. કલ્યાણકની | તો કોને ખબર જ છે ? કલ્યાણકને પંચાંગમાં લખવાનો આગ્રહ છોડી દો. મહારાજશ્રી કબૂલ ન થયા. | રિમણલાલ પણ લાલચંદભાઈની માફક કહેવા માંડયા. પણ તેમને તો તેમણે ઊતારી જ પાડ્યા. આમ આ વાત! અધૂરી રહી. ફરી બીજે દિવસે રમણલાલ વજેચંદને ત્યાં મને બોલાવવામાં આવ્યો અને બાબુકાકા, લાલચંદભાઈ ================================ [મારાં સંસ્મરણો યાને ૫૦ વર્ષની જૈન શાસનની આછી રૂપરેખા — — – - - - - - - - - - - - - - - - - - - - - Page #104 -------------------------------------------------------------------------- ________________ સિાથે કાંતિલાલ ચુનીલાલ ભળ્યા. તેમણે કલ્યાણકની વાત જારી રાખી સમાધાન કરાવવા પ્રયત્ન કર્યો. હું કોઈj રીતે કબૂલ ન થયો. છેવટે મેં એમને કહ્યું કે તમે મહારાજશ્રી પાસે કેવો પટ્ટક કરવો છે તે લખાવી લાવો પછી. આપણે વિચાર કરીએ. બીજે દિવસે તેઓ એટલે કાંતિલાલ ચુનીલાલ પટ્ટકનો મુસદ્દો તૈયાર કરાવી લાવ્યા. તેમાં એવી ઘણી વાતો હતી કે જે અમારા પક્ષને કબૂલ ન થાય. તેથી તેમાં અમે સુધારા કરી તે પટ્ટક પાછો : આપ્યો. બીજે દિવસે કેટલાક સુધારા એમને એમ રાખી પટ્ટક સુધારી લઈ આવ્યા. આમાં મારા તરફથી મેં 1 ત્રણ મુદ્દાઓ સુધારવાનું સૂચવ્યું. એ પટ્ટકમાં ક્ષયે પૂર્વા અને ઉદયમિ0થી એક પક્ષ કરતો હતો તે કાઢી | Iનાખવાનું અને ભવિષ્યમાં શાસ્ત્રાનુલક્ષી પરંપરાથી ફેર કરી શકાય તેને બદલે માત્ર પરંપરાથી એ શબ્દ | Jરાખવાનું મેં સૂચવ્યું. અને જણાવ્યું કે બીજું કાંઈ લખવાની જરૂર નથી. અમે બધા સાપેક્ષભાવે કરીએ છીએ! પણ સંઘની શાંતિ ખાતર આ પ્રમાણે કરીએ છીએ. મારા ત્રણ સુધારા એમને કબૂલ ન થયા. એટલે મેં કેવો ! પટ્ટક કરવો તે દેવેન્દ્ર સાગર સૂરિ મહારાજશ્રીની સહીથી મોકલી આપ્યો. અને તેમનો લખેલો પટ્ટક મારી પાસે રાખ્યો. દેવેન્દ્ર સાગર સૂરિ મ. નો પટ્ટક તેમને કોઈ રીતે કબૂલ થાય તેમ ન હતો. આમ આ વાત ખોરંભે પં Jપડી. (૨૪) આચાર્ય વિજય રામચંદ્રસૂરિ સાથેની મારી વાતચીતથી પડી ભાંગી તેવી વાત સમાજમાં પ્રસરી અને એમ ફેલાયું કે મહારાજશ્રીની પ્રારંભમાં પાંચમની સંવત્સરીની વાત હતી. પણ તે બરાબર નહિ લાગવાથી તે પડતી મૂકી અને ભા.સુ. પની ક્ષયવૃદ્ધિએ છઠની ક્ષયવૃદ્ધિ કરવાની વાતમાં તેમની સંમતિ હતી, પણ સાથે 1 પંચાંગની ઉદયતિથિએ કલ્યાણક કરવાની વાતનો તેમનો આગ્રહ હોવાથી આ વાત આગળ ચાલી નહીં. વાત | પડતી મૂકાઈ. . પરંતુ ભુવનભાનુસૂરિની ઇચ્છા આ વાત કોઈ પણ રીતે પડતી મૂકાય તેમ ન હોવાથી મને ફરી મુંબઈ બોલાવ્યો. હું એમને મુંબઈ મળ્યો અને આ વાત આગળ ચલાવવામાં તેમની પ્રેરણાથી રજનીકાંત દેવડી, પ્રાણલાલ દોશી અને હિમ્મતભાઈ વધુ સક્રિય બન્યા. તેમણે મને કહ્યું: “આ બધી વાતો અમારા બે તિથિ 1 પક્ષવાળા તરફથી થાય છે. તમારા એક તિથિ પક્ષવાળા તરફથી કોઈ હિલચાલ જ નથી. માટે તમારા તરફથી | Iકોઈ પ્રયત્ન થવો જોઈએ. આના અનુસંધાનમાં બે પટ્ટક તેમના શિષ્યના હસ્તાક્ષરમાં કરાવ્યા. એક પટ્ટકમાં! .ભા. સુ. પની ક્ષયવૃદ્ધિએ ભા. સુ. ૬ ની ક્ષયવૃદ્ધિ કરવાની, બારપર્વ અખંડ રાખવાની અને કલ્યાણક! તિથિઓ પૂર્વવત્ રાખવાની વાત હતી. અને બીજા પટ્ટકમાં ભા. સુ. પાંચમે સંવત્સરી કરવાની, બારપર્વી ; અખંડ રાખવાની અને કલ્યાણક તિથિઓ અખંડ રાખવાની વાત હતી. આ બંને પટ્ટકમાં અમારા એટલે એક તિથિ પક્ષના આચાર્યોની સહી લેવાનું કામ ઉપાડવા મને ! જણાવ્યું. અને તે માટે તે વખતે મુંબઈ શાંતાકુઝના જૈન ઉપાશ્રયમાં બિરાજતા ડહેલાવાળા પૂ. આ. રામસૂરિની! સહીથી ચાલુ કરવાનું સૂચવ્યું. બે તિથિ પક્ષના આચાર્યો પાસેથી સહી કરાવવાનું કામ તેમણે માથે રાખ્યું. ' આ મુજબ તથા રજનીકાંત દેવંડી શાંતાક્રુઝના ઉપાશ્રયે ગયા. રામસૂરિ મહારાજ સાથે ખૂબ ચર્ચા વાતચીત કરી પણ તે કબૂલ થયા નહિ, અને જણાવ્યું કે આપણે શી જરૂર છે? આમ છતાં અમે ખૂબ ખૂબT આગ્રહ રાખ્યો ત્યારે છેવટે અનિચ્છાએ બંને પટ્ટક ઉપર તેમણે સહી કરી આપી. આ બંને પટ્ટક ઉપરની સહી! =============================== તિથિ ચર્ચા] [૯૭ Page #105 -------------------------------------------------------------------------- ________________ - - - - - - - - - - - - - - - - લઈ હું તથા રજનીકાંત ભુવનભાનુસૂરિને મળ્યા. તે ખુશ થયા. અમે અમારી પ્રવૃત્તિ આગળ ચાલુ રાખી. | Jઅને બીજા આચાર્ય પ્રેમસૂરિ વગેરેની સહીઓ લેવા માંડી. એમને પણ અમે કહ્યું કે તમે તમારા પક્ષના આચાર્યોની સહીઓ લો. તેમણે પણ તેમના પક્ષના આચાર્યોની સહીઓ લેવા માંડી. આ ચાલતું હતું તે વખતે એક તિથિ પક્ષના અમારા અમુક આચાર્યોને કઠતું ! હતું કે આગામી પહેલી સંવત્સરી અમારે અમારી રીતની છોડવી પડે તે વાજબી થતું નથી. એને બદલે | પાંચમની સંવત્સરી થાય તો કોઈનું અહમ રહે નહિ. માટે પાંચમની સંવત્સરી થાય તેમ કરો. છઠની ! ક્ષયવૃદ્ધિવાળો પ્રસંગ કરવામાં તેઓ નારાજ હતા. પાંચમની સંવત્સરીના પક્ષમાં કલાપૂર્ણસૂરિ કબૂલ થાય તેમ ! ન હતા. કારણકે રામચંદ્રસૂરિથી જુદા પડવાનું તેમને કોઈ રીતે પાલવે તેમ ન હતું. અને તે જુદા પડે તો જે સમાધાન થાય તે અધૂરું રહેતું હતું. આથી મેં ભુવનભાનુસૂરિને કહ્યું કે છઠની ક્ષયવૃદ્ધિની ફોર્મ્યુલામાં તમે થોડું iઉમેરો, તો હું અમારાવાળાને સમજાવી શકે. તે ઉમેરવાની કેટલીકલમો મેં તેમની પાસે લખાવી : (૧) | ચોમાસામાં શત્રુંજયમાં ગિરિરાજ ઉપર યાત્રા કરવાની નહિ. (૨) ગ્રહણ વિ. વખતે દેરાસરો માંગલિક બંધા રાખવાં. (૩) પક્તી વગેરે પ્રતિક્રમણના છેડે સંતિકર બોલવાની પ્રણાલિકા માન્ય રાખવી.(૪) નવ અંગે પૂજા! ન કરાવવી. (૫) અને આ પટ્ટકને જે માને નહિ તેની સાથે ઇતર ગચ્છના સાધુઓની જેમ વ્યવહાર કરવો. ' i આ કલમો મંજૂર હોય તો હું અમારાવાળાને સમજાવી શકું. ભુવનભાનુ સૂ, કબૂલ થયા અને તેનું Iકલમો તેમના શિષ્યોના હસ્તાક્ષરથી પટ્ટકમાં ઉમેરી. આ બધું છતાં અમારા પક્ષ તરફથી કામ લેવું કઠિન હતું.' છેવટે જ્યારે ભુવનભાનુ સૂ. ગળગળા થઈ ગયા અને કહ્યું કે “બે તિથિ પક્ષવાળા રામચંદ્ર સૂ.ના હિસાબે ! અમને તરછોડે છે, અને એક તિથિ પક્ષવાળા અમને બે તિથિ પક્ષવાળા ગણી અમારાથી આઘા ભાગે છે. ' આ બધા સાધુઓને મેં દીક્ષા આપી, હવે મારે શું કરવું?” મેં કહ્યું, “હું પ્રયત્ન કરીશ, અને અમારા પક્ષમાં કોઈ જાતનો વાંધો નહિ આવવા દઉં”. તેથી તેઓ સંતોષ પામ્યા. | તેમને તેમના પક્ષના બધા આચાર્યોનો વિશ્વાસ હતો પણ કલાપૂર્ણસૂરિનો વિશ્વાસ સંપાદન કરવાનો ! બાકી હતો. કારણકે તે રામચંદ્રસૂરિ સાથે ઘનિષ્ટપણે સંકળાયેલા હતા. એટલે તેમણે તેમના ભક્ત હિમ્મતભાઈ બેડાવાળાને, તેઓ જયપુર ચોમાસું હોવાથી ત્યાં મોકલવાનું નક્કી કર્યું. પરંતુ તેઓ તત્કાલે જઈ શકે તેમ ન Jહતા. આથી તેમણે પ્રાણલાલ દોશીને નક્કી કર્યા. તેઓ તૈયાર થયા, પણ તેમણે કહ્યું કે હું વિનંતી કરી શકીશ. જો પંડિતજી સાથે આવે તો તે દલીલ કરી શકે. આથી પ્રાણલાલભાઈ સાથે મારે ક્યપુર જવાનું નક્કી થયું. હું તથા પ્રાણલાલભાઈ જયપુર એરોપ્લેન દ્વારા ગયા. વચ્ચે એરોપ્લેન ખોટકાએલ હોવાથી જયપુર સાંજે ! પહોંચ્યા. પ્રતિક્રમણ બાદ પ્રાણલાલભાઈએ કલાપૂર્ણ સૂ.ની સાથે બાર વાગ્યા સુધી વાત કરી. પણ કલાપૂર્ણસૂરિ ! રામચંદ્ર સૂ. જો સંમત થાય તો સંમત થવાના આગ્રહવાળા રહ્યા. કેમકે તેમણે કહ્યું કે તેમના ભક્તો અને સાધ્વીજીઓનો મોટો ભાગ રામચંદ્ર સૂ.ને અનુસરે છે. મારો સમુદાય વિખેરાઈ જાય. ! છેવટે મેં કહ્યું : સાહેબ, અમારે ત્યાં કોઈને કશી પડી નથી. પરંતુ આ બધો પ્રયત્ન ભુવનભાનુસૂરિ ! વિ. ના કહેવાથી કર્યો છે. હવે આ પ્રયત્ન ન કરવા જેવો લાગતો હોય તો પડતો મૂકીએ”. તેમણે કહ્યું, ' પ્રયત્ન કરવા જેવો છે. પણ મારી મુશ્કેલી છે”. રાતે અમે સૂઈ ગયા. સવારે વહેલા પાંચ વાગે કલાપૂર્ણસૂરિએ બોલાવ્યો અને કહ્યું કે “જો કારસૂરિ અને ભદ્રકરસૂરિ આ પટ્ટકમાં સંમત થતા હોય તો તેઓ મારા વતી ! સહી કરે”. મેં કહ્યું કે તમે તેમના ઉપરનો કાગળ લખી આપો કે જો તમે સંમત થતા હો તો તમે મારા વતી | =============================== ૯૮] [મારાં સંસ્મરણો યાને ૫૦ વર્ષની જૈન શાસનની આછી રૂપરેખા - - - — — – - - - - - - - - --- - - - - - --- Page #106 -------------------------------------------------------------------------- ________________ |સહી કરશો. તેમણે કાગળ લખી આપ્યો. આ કાગળ લઈ અમે મુંબઈ આવ્યા. અમારે ત્યાં તો ખાસ મુશ્કેલી | પડે તેવું હોય તો માત્ર સાગરજી મહારાજના સમુદાયનું હતું. બીજા કોઈને તો ખાસ વાંધો ન હતો. સાગરજી મ. ના સમુદાયમાં દેવેન્દ્ર સા. મ. આ પટ્ટક કરવામાં સંમત હતા. પણ તેમને કંચનસાગરસૂરિ અને નરેન્દ્ર સાગરજીની બીક હતી કે તે વિરુદ્ધ પડે તો અમારા સાગર સમુદાયમાં મુશ્કેલી ઊભી થાય. | આથી અમરચંદ રતનચંદ, રજનીકાંત દેવડી અને હું એરોપ્લેન દ્વારા મુંબઈથી ભાવનગર થઈ I !પાલીતાણા ગયા અને સુરતથી શાંતિલાલ હજારી ભાવનગર થઈ પાલીતાણા આવ્યા. આજ સુધી અમારી પાસે I એક તિથિ પક્ષના અને બે તિથિ પક્ષના જુદા જુદા કાગળ ઉપર સહીઓ હતી. પણ એક જ ડ્રાફ્ટ ઉપર બંને તિથિ પક્ષના આચાર્યોની સહીઓ હવે કરાવવાની હતી. અમે પાલીતાણા કંચનસાગર સૂરિને મળ્યા, અને દેવેન્દ્રસાગર સૂરિની ભલામણનો પત્ર તેમને આપ્યો. અમારી સાથે સાગરજી મહારાજના પક્ષના અનન્ય ભક્ત ।શાંતિભાઈ વિ. હોવાથી મુશ્કેલી પડી નહિ, અને કંચનસાગરજીએ આ પટ્ટક સ્વીકારવાનું દેવેન્દ્રસાગરજીને |લખી આપ્યું. આ પછી અમે તળાજા બિરાજતા નરેન્દ્રસાગરજી પાસે ગયા. તેમને પટ્ટક વંચાવ્યો. કંચન 1 સાગરસૂરિનો દેવેન્દ્રસાગરસૂરિ ઉપરનો કાગળ પણ વંચાવ્યો અને કહ્યું કે આ કામ આ રીતે પતી જાય તેમ છે. નરેન્દ્રસાગરજીએ પટ્ટકની કોપી માગી. અમે જ્યાં સુધી નક્કી થાય નહિ ત્યાં સુધી આપવાની ના પાડી. તેમણે પણ છેવટે અમને સંમતિ આપી. અમને મોટામાં મોટી બીક સાગરજી મ. ના પક્ષની હતી તે ટળી ગઈ. એટલે એક તિથિ પક્ષના આચાર્યોની સર્વસંમતિ મેળવવામાં અમને કાંઈ વાંધો નહિ આવે તેવો વિશ્વાસ બેઠો. |અને એક ડ્રાફ્ટ ઉપર બંને પક્ષના આચાર્યોની સહી કરાવવાનો કાગળ હતો તેના ઉપર યશોદેવસૂરિની સહી | કરાવી. ત્યારબાદ હું અને રજનીકાંત વિ. અમરેલી બિરાજતા ભુવનરત્નસૂરિ પાસે ગયા. ત્યાં તેમની પણ સહી કરાવી. ત્યાંથી આવ્યા બાદ અમદાવાદમાં મેરૂપ્રભ સૂરિ મ. અને દેવેન્દ્રસાગર સૂરિ મ. ની સહીઓ ! કરાવી. આ સમય પર્યુષણનો આગળનો દિવસ હતો. પર્યુષણના પહેલા દિવસે હું અને રજનીકાંત ભદ્રંકરસૂરિ પાસે ગયા. વ્યાખ્યાન ઊઠ્યા બાદ તેમને મળ્યા અને આ બધી વાતથી તેમને વાકેફ કર્યા અને તેમની સહી ।માગી. અત્યાર સુધી તો તેઓ આ કરવામાં તલપાપડ હતા પણ સહી કરવાનો વખત આવ્યો ત્યારે એમ કહ્યું ... |કે વિબુધપ્રભસૂરિને વાંધો આવશે. છેવટે તેમણે કલાપૂર્ણ સૂરિની માફક એક કાગળ લખી આપ્યો કે ઓંકારસૂરિ સંમત થાય તો મારા વતી પણ તે સહી કરે. અમે વાવ ચોમાસું બિરાજતા કારસૂરિ પાસે ગયા. આ દિવસ | પર્યુષણનો બીજો દિવસ હતો. ઓંકાર સૂરિ મ. અમારી બધી વાત સાંભળી. કલાપૂર્ણસૂરિ અને ભદ્રંકરસૂરિ બંનેના કાગળો પોતાની જોડે રાખી, બંનેની વતી અને પોતાની એમ ત્રણેય સહીઓ કરી આપી. અમે ।અમદાવાદ આવ્યા. વિક્રમ સૂ. મ. તે વખતે શાંતિનાગરના ઉપાશ્રયે બિરાજતા હતા. તેમની સ્થિતિ ડામાડોળ İહતી. કારણકે અમદાવાદમાં તે વખતે રામચંદ્ર સૂ.મ. લક્ષ્મીવર્ધકના ઉપાશ્રયે હતા. તે અમદાવાદમાં હોય અને I Iતેમને ન ગમતી વાતમાં સહી કરવી તે તેમને માટે ઘણું કઠણ હતું. પણ રજનીકાંત દેવડીના પ્રયાસથી તેમણે ! સહી કરી આપી. રાજેન્દ્રસૂરિ તે વખતે સાબરમતી ચોમાસું હતા. તેમણે સામેથી કહેણ મોકલ્યું કે મારી સહી લઈ લો. તેમણે સહી કરી આપી. આ દરમ્યાન પર્યુષણની ચૌદશ આવી. તે દિવસે મારાથી મોટા મારા કાકાના પુત્ર અમરાઈવાડી રહેતા તે ગુજરી ગયા. અમારે ચૌદશની રાતે અહીંથી નીકળી મુંબઈ જવાનું હતું. પણ હું મારા કુટુંબમાં મોટો હોવાથી ન નીકળી શક્યો. રજનીકાંત મુંબઈ ગયા. ઉતાવળા થયા. અને તાલાવેલીમાં તેઓ રામસૂરિ ડહેલાવાળાને મળ્યા. તેમણે તેમની સહી માગી. ડહેલાવાળાએ જોયું કે કાગળ | તિથિ ચર્ચા] [૯૯ Page #107 -------------------------------------------------------------------------- ________________ Iઉપર બધાની સહીઓ થઈ હતી. તેમને લાગ્યું કે સૌથી મોટો હું હોવા છતાં મને પૂછ્યા વગર, મારી દરકાર | lરાખ્યા વિના બધાએ સહીઓ કરી છે તે જોઈ માઠું લાગ્યું અને કહ્યું કે “હું સહી નહીં કરું, પણ તમે જે કરશો! તે કબૂલ કરીશ”. શ્રા. વ. અમાસની રાતે મારા કાકાના દીકરાનું પથરણું પતાવી હું સુરત ગુયોમુંબઈથી 'રજનીકાંત આવ્યા. અમે બંને નવસારી ગયા અને સુબોધસાગરજીને મળ્યા. તે દિવસ ભા. સુ. ૧ નો હતો.' સુબોધસાગર સૂ. ને અમે વાત કરી. તેમણે સહી કરી આપી. એટલું જ નહિ, પણ વ્યાખ્યાનમાં બોલ્યા કે lહવે તિથિ ચર્ચાનું બંધ થાય છે, અને શાસનમાં જય જયકાર થાય છે. આમ લગભગ બધાની સહીઓ થઈj ગિઈ, અને હું અમદાવાદ આવ્યો. નક્કી થયા મુજબ આ કાગળ શ્રેણિકભાઈને મોકલવામાં આવ્યો અને તેમનામાં દ્વારા આ પટ્ટકને જાહેર કરવાનું નક્કી કરવામાં આવ્યું. આ જાહેરાત સંવત્સરીના દિવસે કરાવવી તેમ નક્કી ! થયું. પરંતુ રમણલાલ વજેચંદ વિ. શ્રેણિકભાઈને મળ્યા અને કહ્યું કે “બે-ત્રણ દિવસ સબૂર કરો. અમે અને મુંબઈવાળા રામચંદ્ર સૂ.ને દબાવીશું અને તેમની સંમતિ મેળવી આપીશું. બેત્રણ દિવસ માટે ખોટો વિખવાદ ; iઊભો ન કરો”. શ્રેણિકભાઈની ઓફિસમાં રમણલાલ વજેચંદ સાથે મારી બેઠક થઈ અને મને કહેવામાં આવ્યું કે આ પટ્ટક બહાર પાડવા માટે આઠમ સુધી રાહ જુઓ. અને તે મુજબ આઠમ સુધી રાહ જોઈ. (૨૫) શ્રીયુત શ્રેણિકબાઈ પાસે એક જ મુસદ્દા ઉપર બંને પક્ષના આચાર્યોની સહીઓવાળો કાગળ આવ્યો. અને તેમના દ્વારા જાહેર કરવાનું કહેવામાં આવ્યું. પણ આમાં ડહેલાવાળા રામસૂરિ મહારાજની સહી ન હોવાથી પૂજ્ય દેવેન્દ્રસાગર સૂરિ તથા આચાર્ય મેરૂપ્રભ સૂરિને લાગ્યું કે વર્ષો સુધી આપણી સાથે રહેલા અને | આપણી સાથે બેઠેલા તે સહી ન કરે તે વાજબી નથી. આથી દેવેન્દ્રસાગર સૂરિ મહારાજે રામસૂરિ મહારાજના! lભત્રીજા જે ઝવેરીપાર્કમાં રહે છે તે ગુણવંતભાઈને બોલાવી કહ્યું કે તમે રામસૂરિ મહારાજ પાસે એરોપ્લેનમાં ! જાવ અને તેમની સહી લઈ આવો. તેમની સાથે રામસૂરિ મહારાજ ઉપરનો એક કાગળ આચાર્ય દેવેન્દ્રસાગર; સૂરિ અને મેરૂપ્રભસૂરિએ લખ્યો. તેમાં એવી મતલબ હતી કે ““શાસન ઐક્ય થાય છે, આપણું ઘણું સચવાય jછે. આપ સહી ન કરો તે ઠીક નથી. આપ સહી કરશો અને શાસન ઐક્યમાં આપ આપનો સહકાર | |આપશો”. આ કાગળ લઈ ગુણવંતભાઈ મુંબઈ ગયા. અને રામસૂરિને તે કાગળ આપ્યો. પણ તેમણે સહી ; કિરવાને બદલે તેમણે નરેન્દ્રસાગરજી, કંચનસાગરસૂરિજી અને અભયસાગરજી વિ.ને તાર કરી જણાવ્યું કે “મેંj પિટ્ટકમાં સહી કરી નથી. પટ્ટકમાં મારો વિરોધ છે. અને દેવેન્દ્રસાગરસૂરિ આમાં સંમત ન થાય તેમ તમે કરો.' પરિણામે દેવેન્દ્રસાગરસૂરિએ સહી કરી હતી છતાં તે ઢીલા પડ્યા. અને ભા.સુ. આઠમ સુધી રાહ જોઈ. પટ્ટકI બહાર પાડવાનો હતો તે બહાર પાડવાનો મોકૂફ રહ્યો. પર્યુષણ બાદ ભા.સુ. આઠમ પછી મુંબઈના આગેવાનો તથા શ્રેણિકભાઈ શેઠ તથા હું ડહેલાવાળા | રામસૂરિને શાંતાક્રુઝમાં મળ્યા. પ્રારંભમાં શેઠ અને મહારાજ બંનેએ વાત કરી. ત્યારે મહારાજનું કહેવું થયું. કે “આમાં સામા પક્ષનું બધું સચવાય છે. આ પટ્ટકમાં ભા. સુ. ૫ ની ક્ષયવૃદ્ધિએ છઠની ક્ષયવૃદ્ધિ કરવાનું ! લખ્યું છે. તેને બદલે આ બે ક્ષયવૃદ્ધિમાંથી ગમે તે એક અમારું રાખો”. શ્રેણિકભાઈએ કહ્યું, “બધાંની સહીઓ થઈ ગઈ છે અને હવે તે કેમ બને ? વધુમાં આપે અગાઉ બે પટ્ટકના મુસદ્દા કર્યા હતા તેમાં તો સહી કરી ! =============================== [મારાં સંસ્મરણો યાને ૫૦ વર્ષની જૈન શાસનની આછી રૂપરેખા ૧૦૦] --------- – Page #108 -------------------------------------------------------------------------- ________________ Iઆપી છે. તે મુસદ્દામાં પાંચમની ક્ષયવૃદ્ધિએ છઠની ક્ષયવૃદ્ધિ હતી. અને આમાં પણ તે જ છે”. મહારાજે કહ્યું, ‘“મેં પંડિતજીના દબાણથી સહી કરી આપી હતી. પણ પછીથી તેમને કાગળ લખી મારી સહી કેન્સલ કરવાનું તરત જણાવ્યું હતું”. આ પછી શ્રેણિકભાઈની સાથે હું પણ મહારાજ સાહેબની |સાથે ચર્ચામાં જોડાયો. મેં પણ મહારાજશ્રીને ખૂબ સમજાવ્યું. પણ મહારાજશ્રી સંમત ન થયા. આ પછી બધા | Iઆગેવાનો વિખેરાયા અને બપોર પછી મુંબઈમાંની શ્રેણિકભાઈની ઓફિસે મળવાનું રાખ્યું. બપોરે શ્રેણિકભાઈની ઓફિસે મળ્યા અને એમ નક્કી થયું કે રામસૂરિ મહારાજ ન માને તો પણ પટ્ટક બહાર પાડવો. પરંતુ દેવેન્દ્રસાગરસૂરિ મક્કમ હોવા જોઈએ. જો દેવેન્દ્રસાગરસૂરિ મક્કમ ન હોય તો | પટ્ટક બહાર ન પાડવો. આ વખતે કુમુદભાઈ વિગેરેએ કહ્યું કે દેવેન્દ્રસાગર સૂરિની સહી છે માટે પટ્ટક બહાર પાડી દેવો. ।પણ શ્રેણિકભાઈએ મના કરી અને કહ્યું કે આપણે અમદાવાદ જઈ દેવેન્દ્રસાગરસૂરિને મળો પછી વાત. આ મુજબ હું, શ્રેણિકભાઈ, ફડિયા વગેરે અમે નારણપુરા ઉપાશ્રયે દેવેન્દ્રસાગરસૂરિને મળ્યા. દેવેન્દ્રસાગરસૂરિજી આદિથી અંત સુધી આ પ્રવૃત્તિમાં સક્રિય હતા અને રામસૂરિજીની સહી લેવા માટે પણ અંતેમનો તનતોડ પ્રયત્ન હતો. છતાં જ્યારે કંચનસાગરસૂરિ, નરેન્દ્રસાગરજી અને અભયસાગરજી તરફથી વિરોધ | |આવ્યો ત્યારે તે ચમકી ઊઠ્યા. કહ્યું કે મારી સહી પણ કેન્સલ સમજવી. મારે મારા સમુદાયમાં ફાટિયા પડે તે કોઈ રીતે પાલવે તેમ નથી. શ્રેણિકભાઈએ ઊઠતાં ઊઠતાં કહ્યું, ‘‘આપ પૂજ્ય આચાર્ય ભગવંત છો, પણ ગચ્છાધિપતિ માટે જે શક્તિ જોઈએ તે આપ બતાવી શકતા નથી”. આમ પટ્ટક બહાર પાડવાની વાત ખોરંભે પડી. અને રામસૂરિ મહારાજને મનાવવાની વાત દૂર રહી, પણ તેઓએ તેમના વ્યાખ્યાનમાં પટ્ટક માટે ભેગા થયેલા આચાર્યોની ઠેકડી ઉડાડી. ૨૬ મહિના સુધી આ વાત પડી ભાગી. પણ આ માટે કરેલો પ્રયત્ન નિષ્ફળ જાય તેને માટે પૂજ્ય જમ્મુવિજયજી મહારાજ વિગેરેને પણ ઘણું દુઃખ થયું. આ અરસામાં કપડવંજમાં મુનિ શ્રી શીલચંદ્રવિજયજીની ગણી પદવી થઈ, અને તે વખતે પૂજ્ય આચાર્ય સૂર્યોદયસૂરિ મહારાજને ભાવનગર ચોમાસાની વિનંતી કરવામાં આવી. ત્યારે તેમણે પટ્ટકને અનુલક્ષી ‘‘ભા. સુ. પાંચમના ક્ષયે ભા. સુ. છઠના ક્ષયપૂર્વકની ભા. સુ. ચોથના દિવસે સંવત્સરી કરવાની હોય તો વિચાર થાય”, તે જણાવ્યું. આથી ભૂંસાઈ ગયેલા પટ્ટકની વાત ફરી સળવળી. આમ છતાં મેરૂપ્રભસૂરિ વગેરે બધા નક્કી થઈ ગયા હતા કે આપણે કશું કરવું નથી. એકતિથિ પક્ષવાળા ભા.સુ. પાંચમના ક્ષય ભા. સુ. ત્રીજનો ક્ષય કરે છે, તે પ્રમાણે કરીશું. આપણે આપણામાં મતભેદ ઊભો કરવો નથી. આ વાત ઓપેરા સોસાયટીના ઉપાશ્રયે તેઓ પધાર્યા ત્યારે તેમણે કહી અને મને કહ્યું કે તેઓએ પ્રયત્ન કર્યો પણ ફળ ન આવ્યું. પણ આપણામાં મતભેદ પાડવો નથી. આ બધું છતાં ભુવનભાનુસૂરિ, ઓમકારસૂરિ, ભદ્રંકરસૂરિ વગેરે ખૂબ જ કટિબદ્ધ હતા તિથિ ચર્ચા] [૧૦૧ Page #109 -------------------------------------------------------------------------- ________________ T“દેવેન્દ્રસાગરસૂરિ ન માને અને નેમિસૂરિવાળા જો કબૂલ થાય તો પણ અમે પટ્ટક માટે તૈયાર છીએ”. આથી! 'સૂર્યોદયસૂરિ, હેમચંદ્રસૂરિ વગેરેની પ્રેરણાથી મેરૂપ્રભસૂરિ મહારાજને પટ્ટક બહાર પાડવામાં સંમત કર્યા. પણT તેમણે દક્ષસૂરિ મહારાજની સંમતિ મેળવવાની અપેક્ષા રાખી. આ માટે દક્ષસૂરિ મહારાજ પાસે ખાસ શ્રાવકોને મોકલ્યા અને ખૂબ ખૂબ મથામણ પછી તેમણે સંમતિ આપી. આ સંમતિ આવ્યા બાદ મેરૂપ્રભસૂરિજી મહારાજ jપટ્ટકને અનુસરવા સંમત થયા. (૨૭) શ્રીયુત શ્રેણિકભાઈ શેઠને ત્યાં રમણલાલ વજેચંદ સાથે મારે જે વાત થઈ તેમાં ભા.સુ. ૮ સુધી રાહ! જોવાનું નક્કી થયું. પણ તે દરમ્યાન ઘણો ખળભળાટ મચ્યો. i ભા. સુ. ૫ ની સવારે શ્રીપાળ નગર (મુંબઈ)માં રહેતા એંક કચ્છી ભાઈ મારે ત્યાં આવ્યા. અને . કિલાપૂર્ણસૂરિ મહારાજના હાથનો એવો કાગળ લઈને આવ્યા કે “પટ્ટકમાં મારી સહી ગણશો નહિ અનેT પંડિતજીને માલૂમ થાય કે હું પટ્ટકમાંથી નીકળી જાઉં છું”. આ કાગળ મારા હાથમાં મૂકી તે ભાઈ કોઈ પણ! જાતની વાતચીત કર્યા વગર ચાલ્યા ગયા. આ દિવસ ભા. સુ. ૫ નો હતો. હું વિચારમાં પડ્યો. ત્યાં રાતે મુંબઈથી મારા ઉપર કોલ ઉપર કોલ આવ્યા. તેમાં જણાવ્યું કે કચ્છી ભાઈ જે કાગળ લઈને આવ્યા, તે વાત jજાણ્યા પછી અમે એરોપ્લેન દ્વારા જયપુર ગયા હતા અને ક્લાપૂર્ણસૂરિ મહારાજનો બીજો કાગળ લઈને આવ્યા Iછીએ અને તેમાં તેમણે જણાવ્યું છે કે “કચ્છી ભાઈ દ્વારા આવેલ કાગળને કેન્સલ ગણવો અને હું મારા વતી] Iઓમકારસૂરિએ સહી કહી હતી તે કબૂલ રાખું છું. એટલું જ નહિ, પણ મારી હું સહી કરી આપું છું.' રામચંદ્રસૂરિ મહારાજ સંમત થયા કે ન થાય હું પટ્ટકમાં સંમત છું”. (૨૮) પૂજ્ય આચાર્ય મેરૂપ્રભસૂરિ મહારાજની સંમતિ બાદ આગેવાનો શ્રેણિકભાઈને મળ્યા. નક્કી કર્યું કે જે થવું હોય તે થાય, આપણે પટ્ટક બહાર પાડી દઈએ. આ પટ્ટકમાં ડહેલાવાળા રામસૂરિની સહી નથી અને દિવેન્દ્રસાગરસૂરિએ સહી કરી છે છતાં તેમણે પાછળથી ના કહેવડાવી છે તો તે સહી છોડીને બીજાઓની! સહીઓ પૂર્વકનો પટ્ટક બહાર પાડી દેવો. આમ કરવાથી બીજું કાંઈ નહિ તો બે તિથિ પક્ષમાં મોટું ગાબડું પડે છે, અને આ રીતે બાર આની; એકતા સધાય છે. સાગરજી મહારાજનો સમુદાય સંવત્સરી પૂરતો જુદો પડે છે, પણ તેને સમજાવી લેવાશે.' એમ માની આ પટ્ટક બહાર પાડવાનું નક્કી થયું. પેપરમાં આપવા માટેનો આખો મુસદો મેં સવિસ્તર તૈયાર! કર્યો અને એની ભૂમિકા પણ બતાવી અને આ મુસદા ઉપર શ્રેણિકભાઈની સહી લઈ ગુજરાત સમાચારમાં બહાર પાડવાનું નક્કી કર્યું. બહાર પાડવાના આગળના દિવસે હું રામપુરા બિરાજતા દેવેન્દ્રસાગરસૂરિ મહારાજને મળ્યો, અનેT કહ્યું કે પટ્ટક બહાર પડશે અને તે કાલે સવારે જ બહાર પડશે. તમે સંમત નહિ થાવ તો પણ તમારી સાથેના! બીજા પટ્ટકને અનુસરશે. તેમને આખી રાત ઊંઘ ન આવી. ખૂબ અજંપો થયો. મારા ઉપર ઘણું ખોટું લાગ્યું. ' પટ્ટક બહાર પડ્યો. અમદાવાદના “ગુજરાત સમાચાર'માં છપાયો. ================================ ૧૦૨] [મારાં સંસ્મરણો યાને ૫૦ વર્ષની જૈન શાસનની આછી રૂપરેખા | | - - — — — — — — — — — — — — — — — — — Page #110 -------------------------------------------------------------------------- ________________ આ વખતે રામચંદ્રસૂરિજી મહારાજ પાદરા હતા. વ્યાખ્યાનમાં તેમને લોકોએ પ્રશ્નો પૂછ્યા. પટ્ટક બહાર પડ્યો, તમારું શું માનવું છે ? તેમણે કહ્યું કે એક મુખ્ય સમુદાયના આચાર્યની સહી નથી. જોઉં છું કે શું થાય છે ? અત્યારે કાંઈ બોલતો નથી, પણ જરૂર પડે ત્યારે તેનો પ્રતિકાર કરીશ. પટ્ટક બહાર પડ્યા પછી દેવેન્દ્રસાગરસૂરિના પગલે સુબોધસાગરસૂરિએ પણ પોતાની સહી પાછી |ખેંચી અને જણાવ્યું કે ‘‘સમગ્ર શાસનની એકતા થાય છે અને રામચંદ્રસૂરિ વગેરે પણ સંમત છે એમ માની, I સમજી મેં સહી કરી હતી પણ તેમ ન હોવાથી મારી સહી હું પાછી ખેંચું છું”. આ પછી તો પટ્ટકમાં સહી કરનારા એકતિથિ પક્ષના આચાર્યોમાં નેમિસૂરિ મહારાજના સમુદાય સિવાય બધા આચાર્યો ખરી પડ્યા અને ! એકબીજા ઉપર આક્ષેપ, પ્રતિઆક્ષેપ થવા માંડ્યા. એક તિથિ પક્ષના બધા સમુદાયોનો આજ સુધી મારી પ્રત્યે અનન્ય સદ્ભાવ હતો તે પણ ઓછો થયો. અને મારા ઉપર પણ જુદા જુદા આક્ષેપો થયા. નરેન્દ્રસાગરસૂરિએ |એક પછી એક થોકબંધ પત્રિકાઓ બહાર પાડવા માંડી અને મુંબઈમાં પણ આક્ષેપ - પ્રતિઆક્ષેપ પૂર્વકના |ખૂબ ખૂબ લખાણો આવવા માંડ્યાં. - આ બધું નાટક જોઈ રામચંદ્રસૂરિજીને ખૂબ આનંદ થયો. નેમિસૂરિજીવાળા અને સાગરજીવાળાને આક્ષેપ - પ્રતિઆક્ષેપમાં ઊતરતા જોઈને મલકાયા. એક પ્રસંગે ડહેલાવાળા રામસૂરિ તેમને મળવા ગયા, અને તેમને (રામચંદ્રસૂરિને) પટ્ટકના વિરોધમાં સૂર પૂરાવવાનું કહ્યું ત્યારે તે મૌન રહ્યા કે અમારે કાંઈ કહેવાની જરૂર નથી. આ અરસામાં જમ્બુવિજયજી મહારાજે આચરણાના સંબંધમાં એક સવિસ્તર લેખ પ્રસિદ્ધ કર્યો અને તેમાં જણાવ્યું કે સંઘની શાંતિ ખાતર આચરણામાં આચાર્યો ફેરફાર કરી શકે અને આવો ફેરફાર ઘણી વખત થયો છે. તેના શાસ્ત્રીય પુરાવા રજૂ કર્યા. મારા ઉપર પણ વર્ષોથી એક તિથિ પક્ષના વફાદાર સાથી રહેવા છતાં આક્ષેપો થયા. તેનો સવિસ્તર રદિયો મારા નામથી મુંબઈની ‘સંદેશ’ની આવૃત્તિમાં પ્રસિદ્ધ કર્યો. આ આક્ષેપ-પ્રતિઆક્ષેપનું યુદ્ધ એટલું બધું લાંબું ચાલ્યું કે એક તિથિ પક્ષમાં જ બે જૂથ પડ્યા. અને |આક્ષેપ-પ્રતિઆક્ષેપ માટે જાહેર દૈનિકો સિવાય પોતાના પાક્ષિક અને માસિક સમાચારપત્રો કાઢ્યા. આ બધું વિ.સં. ૨૦૪૧ થી શરૂ થઈ વિ. સં. ૨૦૪૨ના સંવત્સરી સુધી ચાલ્યું. વિ.સં. ૨૦૪૨ની સંવત્સરી આવતાં । પહેલાં અમદાવાદમાં નગરશેઠના વંડામાં એક મિટિંગ શ્રેણિકભાઈના પ્રમુખપણા નીચે બોલાવવામાં આવી. I આ મિટિંગમાં બધા ઉપાશ્રયોના આગેવાનોને આમંત્રણ આપવામાં આવ્યું. શ્રેણિકભાઈ શેઠે પટ્ટક સંબંધી આજ સુધી બનેલ સિલસિલાબંધ વૃત્તાંત કહ્યો અને જણાવ્યું કે ‘‘પંડિતજીને એન્જાઈનાનું દર્દ હોવા છતાં ખૂબ મહેનત કરી બધાની સહીઓ લઈ મારી પાસે તે પત્ર મૂકવામાં આવ્યો ત્યારે મેં આમાં ભાગ લીધો. પણ |સહીઓ કર્યા પછી આચાર્યમહારાજ જેવા મોટા માણસો ફરી જશે તેનો ખ્યાલ તો તેઓ ફરી ગયા પછી જ| Iઆવ્યો. વિ.સં. ૨૦૪૨ની સંવત્સરી સૌ સૌને ત્યાં બિરાજતા મુનિઓ પ્રમાણે કરે એ માટે આપણો સંઘ કોઈ જાતનો આગ્રહ રાખતો નથી’’. આ પ્રમાણે અમદાવાદમાં અગાઉ ચોમાસાનું નક્કી થયા મુજબ સંવત્સરી થઈ. મોટા ભાગે ભા.સુ. પાંચમના ક્ષયે છઠના ક્ષયપૂર્વકની ચોથના દિવસે સંવત્સરી થઈ. થોડા વર્ગે ભા. સુ. ત્રીજના ક્ષયપૂર્વકની સંવત્સરી કરી. આમ ત્રીજના ક્ષયપૂર્વકની સંવત્સરી આગળના દિવસે અને છઠના ક્ષયપૂર્વકની સંવત્સરી પછીના દિવસે આવી. અમારા વિશ્વનંદીકરના ઉપાશ્રયે સાગરજી મહારાજના સાધુ | તિથિ ચર્ચા] [૧૦૩ Page #111 -------------------------------------------------------------------------- ________________ બિરાજતા હતા. અને હું આ સંઘમાં આગેવાનીભર્યો ભાગ લેતો હતો. આથી મારે માટે શું કરવું તે કપરો | પ્રશ્ન હતો. હું ફૂલચંદભાઈની સાથે ભાવનગર ગયો અને ત્યાં સંવત્સરી પ્રતિક્રમણ વગેરે કર્યું. સંવત્સરી પછી આ પણ આક્ષેપ - પ્રતિઆક્ષેપનું યુદ્ધ તથા કોણે ભા. સુ. પના ક્ષયે ત્રીજના ક્ષયપૂર્વકની સંવત્સરી કરી તેના ! એકબીજાના આંકડા પ્રસિદ્ધ થયા. પણ એકાદ માસ ચાલ્યા પછી બધું શાંત પડ્યું. જે પેપરો એકબીજાના આક્ષેપ-પ્રતિઆક્ષેપ માટે નીકળ્યા હતા તે પણ બંધ થયા. આનું પરિણામ એટલું તો જરૂર આવ્યું કે બે તિથિ 1 jપક્ષનો મોટો ભાગ જે આજ સુધી બે આઠમ, બે ચૌદશ વિગેરે લખતો હતો તે બંધ થયો અને ઓમકારસૂરિ, I lભદ્રકરસૂરિ, કલાપૂર્ણસૂરિ, ભુવનભાનુસૂરિ વગેરે પૂર્વના બે તિથિ પક્ષના આચાર્યોએ એક તિથિ પક્ષની પંચાંગા Jપ્રકાશન કરવાની પદ્ધતિને સ્વીકારી. બે આઠમ, બે ચૌદશ લખવાનું બંધ થયું. કલ્યાણક તિથિઓ પૂર્વની પેઠે ! આરાધવાનું શરૂ થયું. પંચાંગમાં માત્ર રામચંદ્રસૂરિજીને અનુસરનારો જ વર્ગ બે તિથિવાળો રહ્યો. ટૂંકમાં પંચાંગ પ્રકાશન બધાંનું, સાગરજી મહારાજ વગેરેનું પણ એકસરખું રહ્યું. વિક્રમ સંવત ૧૯૯૨થી વિક્રમ સંવત ર૦૪રસુધી ચાલેલા વિવાદોમાં જેમાં હું થોડા-વત્તા અંશેT સંકળાયેલો હતો તેની મેં આછી નોંધ આપી છે. પણ આ ઉપરાંત ઘણા પ્રસંગો હું જેમાં ન સંકળાયેલો હોઉં! તેવા પણ બન્યા છે. જેમકે, પાલિતાણામાં એક પ્રસંગ એવો બન્યો કે | રામચંદ્રસૂરિ મહારાજ સાગરજી મહારાજને જે પ્રશ્નો પૂછે તેમનો જવાબ સાગરજી મહારાજે આપવો | Jઅને પછી રામચંદ્રસૂરિજીને પ્રશ્ન પૂછવામાં આવે. આ માટે કોટાવાળી ધર્મશાળામાં એક મિટિંગ થઈ અનેT તિમાં રામચંદ્રસૂરિજી મહારાજે પ્રશ્નો પૂછ્યા તેનો સાગરજી મહારાજે જવાબ આપ્યો. પછી સાગરજી મહારાજના ! પ્રશ્ન પૂછવાની વખતે મિટિંગ અધૂરી રહી. i (૨) વિજય વલ્લભસૂરિ મહારાજ મુંબઈ હતા ત્યારે એક વાત એવી આવી કે દેવદ્રવ્યની બાબતનો 1 આગ્રહ વલ્લભસૂરિ છોડી દે અને રામચંદ્રસૂરિજીએ નવો તિથિ-મત છોડી દેવો. આ વાત પણ ઊડી ગઈ. 1 | (૩) પાલિતાણામાં ચર્ચા ચાલતી હતી તે દરમ્યાન સાગરજી મહારાજની પાસેથી રામચંદ્રસૂરિજી | jતરફથી જુદાજુદા ગ્રંથોમાં આ પ્રસંગ ક્યાં ક્યાં આવે છે તે પૂછવામાં આવતા ત્યારે તેઓ પુસ્તક(ગ્રંથ) અને ! તે સ્થળો ચિહ્ન કરીને રામચંદ્રસૂરિને મોકલતા. આ રીત પૂજય આચાર્ય નેમિસૂરિ મહારાજે જાણી ત્યારે | સાગરજી મહારાજને તેમણે કહ્યું, “આ તમે શું કરો છો ? હું તો ઇચ્છું છું કે કશો સંબંધ જ ન રાખો”. આમ, I આવા ઘણા પ્રસંગો જેમાં હું ન હોઉં તેવા બન્યા છે. તેની નોંધ આમાં આપી નથી. ટૂંકમાં, મારું માનવું છે ! કે તિથિનો પ્રશ્ન બહુ મહત્ત્વનો નથી. કેમકે આપણું પંચાંગ હજાર વર્ષથી નષ્ટ થયેલું છે. બ્રાહ્મણોનાં પંચાગ ઉપર આ બધું ચાલે છે. તેમાં આ ચર્ચા કરી શાસનને ડહોળવાનો કશો અર્થ નથી. i સૌને શાસનદેવ સન્મતિ આપે ! (૩૦) પંડિત પ્રભુદાસભાઈ ઘણા સમયથી શાસનના પ્રશ્નોમાં રસ લેતાં આવ્યા છે. તેઓ પણ આ પ્રશ્નમાં jરસ લેતા હતા. તેમના દ્વારા જે કાંઈ પ્રસંગો બન્યા તેમાંના એક-બે પ્રસંગોની નોંધ હું આવું છું. વિક્રમ સંવત ૨૦૧૩ અને ૨૦૧૪નાં સંવત્સરીના મતભેદના પ્રસંગ દરમ્યાન અને બીજા મુનિ! સંમેલન દરમ્યાનના ગાળામાં પૂજ્ય લબ્ધિસૂરિ મહારાજ શાહપુર હતા. પૂજ્ય નંદનસૂરિ મહારાજ શાંતિનગર ================================ મારાં સંસ્મરણો યાને ૫૦ વર્ષની જૈન શાસનની આછી રૂપરેખા ૧૦૪] Page #112 -------------------------------------------------------------------------- ________________ lહતા. પ્રભુદાસભાઈ એક દરખાસ્ત લઈને આવ્યા કે “પૂજ્ય આચાર્ય નંદનસૂરિ મહારાજ અને રામચંદ્રસૂરિજી! બિને પરસ્પર મળે અને વાતચીત કરે તો કાંઈક ઠેકાણું પડે. આ માટે હું રામચંદ્રસૂરિજીને તૈયાર કરું. તમે પૂજ્યT આચાર્ય નંદનસૂરિજી મહારાજને તૈયાર કરો. તે સંમત થાય તો આપણે બંનેને ભેગા કરીએ”. મેં કહ્યું, ભલે ! ;! આપ રામચંદ્રસૂરિ મહારાજને સમજાવો. હું પૂજ્ય નંદનસૂરિ મ. માટે પ્રયત્ન કરું છું. હું શાંતિનગરમાં ; નંદનસૂરિ મહારાજને મળ્યો. તે કબૂલ થયા. તેઓ કહે કે “શાંતિનગરના કોઈ બંગલામાં મળવું હોય તો ત્યાં ; jમળીએ. અને અહીં ન મળવું હોય તો વચ્ચે કોઈ પણ બીજા સ્થાને મળીએ”. મેં પ્રભુદાસભાઈને કહ્યું, પૂજય | નિંદનસૂરિ મહારાજ તૈયાર છે. આપ પૂજ્ય રામચંદ્રસૂરિ સાથે વાત કરો. તેઓ શાહપુર મંગલપાર્કના ઉપાશ્રયેT ગયા. ત્યાં લબ્ધિસૂરિ સાથે રામચંદ્રસૂરિજી બિરાજતા હતા. તેમને વાત કરી. “તેમણે કહ્યું એમ નહીં. આપણે ! ભૂમિકા નક્કી કરીએ. કઈ ભૂમિકા પર કઈ રીતે વાત કરવી ?” પ્રભુદાસભાઈએ કહ્યું, તમે બંને મળીને | ભૂમિકા નક્કી કરજો. પણ વાતનું ઠેકાણું ન પડ્યું. અને મળવાનું અદ્ધર રહ્યું. | આ સિવાય રામચંદ્રસૂરિજી મહારાજ સાથે બીજી વાર પણ પાલિતાણામાં તેમણે પ્રયત્ન કરેલો. બીજો એક પ્રસંગ એવો છે કે પ્રભુદાસભાઈએ બંને આચાર્યોને વિસ્તૃત કાગળ લખેલા. તેમાં એકબીજાની માન્યતા, સ્વભાવ, પ્રકૃતિ અને સંજોગોનું વિસ્તૃત વર્ણન કરેલુ. પણ તે બંને કાગળો અરસપરસ સામસામાના કવરમાં ગયા. એટલે પૂજય આચાર્ય રામચંદ્રસૂરિ પર લખેલો કાગળ પૂજય નંદનસૂરિજીના jકવરમાં બીડવામાં આવ્યો, અને નંદનસૂરિજી ઉપર લખેલો કાગળ રામચંદ્રસૂરિજીના કવરમાં બીડવામાં આવ્યો. | Jઆ બંને તે વખતે અમદાવાદમાં બિરાજતા હતા. બંનેએ પરસ્પર એકબીજાને તે કાગળ મોકલી આપ્યા. પણ I પ્રભુદાસભાઈનું એકબીજા માટે શું કહ્યું છે તે તેમણે બંનેએ જાણી લીધું. : તિથિના સમાધાન અંગે, જ્યારે ખંભાતમાં પૂ. આ. નેમિસૂરિ મહારાજ શેઠ મૂળચંદ બુલાખીદાસના ઉપાશ્રયે બિરાજતા હતા, અને લબ્ધિસૂરિ મહારાજ જૈન શાળાએ બિરાજતા હતા, ત્યારે આ બંને આચાર્યો સ્તંભન પાર્શ્વનાથના દેરાસરે મળી ગયા. બંનેએ સાથે ચૈત્યવંદન કર્યું. ચૈત્યવંદન બાદ પૂ. લક્ષ્મણસૂરિ મહારાજે ! Iકહ્યું, “આપ બંને મુરબ્બી આચાર્યો ભેગા મળી તિથિના પ્રશ્નનું સમાધાન કરો. આ પછી પૂ. આ. લક્ષ્મણસૂરિ! પૂ. આ. નેમિસૂરિજી મહારાજને મળ્યા. એવું નક્કી થયું કે સાગરજી મહારાજ વિગેરેની બધી જવાબદારી! નિમિસૂરિ મહારાજે લેવી અને આ સિદ્ધિસૂરિ મહારાજ અને રામચંદ્ર સૂ. વિગેરેની જવાબદારી લબ્ધિસૂરિ. મહારાજે લેવી. આ બંને આચાર્યો ભેગા મળી જે નિર્ણય લાવે તે સંઘે સ્વીકાર કરવો. આ માટે બંને તરફથી પ્રયત્નો શરૂ થયા. | પૂ.આ. નેમિસૂરિ મહારાજે શ્રીયુત શેઠ મૂળચંદ બુલાખીદાસને મોકલી સાગરજી મહારાજની સંમતિ! મેળવી લીધી. અને પૂ.આ. લબ્ધિસૂરિ મહારાજે સિદ્ધિસૂરિ મહારાજ તથા રામચંદ્રસૂરિ મહારાજ પાસે સંમતિ | માટે માણસ મોકલ્યો. તે માણસ પૂ. સિદ્ધિસૂરિ મહારાજ પાસે ગયો ત્યારે આચાર્ય રામચંદ્રસૂરિ મહારાજે jસિદ્ધિસૂરિ મહારાજને કહ્યું કે “હું જાતે ખંભાત જાઉં છું. સંમતિ લખીને મોકલવાની કાંઈ જરૂર નથી”. માણસ સાથે કહેવડાવ્યું કે રામચંદ્રસૂરિ જાતે પોતે આવે છે. આ ચાલતું હતું ત્યારે નગીનદાસ શેઠ અને જીવાભાઈ | ખંભાત હતા. તે પૂ.આ. નેમિસૂરિજીને મળ્યા. ત્યારે તેમણે કહ્યું કે આનો અર્થ એ છે કે આ કાંઈ થવાનું નથી. રામચંદ્રસૂજીિ મહારાજ ખંભાત આવ્યા. પણ લબ્ધિસૂરિજી મહારાજ અને નેમિસૂરિજી વચ્ચે થયેલ જે વાત ! હતી તે વાત ઊડી ગઈ. આવા જેમાં હું ન હોઉં તેવા પણ ઘણા પ્રસંગો બન્યા છે. ================================ તિથિ ચર્ચા. [૧૦૫ I I ] ] | Page #113 -------------------------------------------------------------------------- ________________ (૩૧) સમાલોચના મારી દષ્ટિએ તિથિનો પ્રશ્ન જેણે આખા શાસનને છિન્ન ભિન્ન કર્યું છે તે વાસ્તવિક રીતે જોઈએ તો ખાસ મહત્ત્વનો નથી. કેમકે આપણું પંચાગ હજાર વર્ષથી નષ્ટ થયું છે. અને જૈનેતરના પંચાગ ઉપર આ બધું ચાલે છે. તેને લઈને આખા શાસનને છિન્ન-ભિન્ન કરે તેવું આ તિથિ-પ્રશ્નમાં બન્યું છે. તે વાજબી નથી. ખરી રીતે જોઈએ તો ૫૨(બાવન), ૬૧ વગેરેમાં ભદ્રિક પુરુષોએ ઉદયને અવલંબી માર્ગ કાઢવા ।બીજા પંચાગનો આશરો લઈ છઠ્ઠનો ક્ષય કર્યો, અને પૂ. સાગરજી મહારાજે પૂનમની ક્ષયવૃદ્ધિએ થતી | પ્રણાલિકાને મુખ્યતાએ ધ્યાનમાં રાખી ત્રીજમાં ક્ષયની વાત ઉચ્ચારી. આથી આ પ્રશ્ન સંવત્સરી પૂરતો જા | વિવાદગ્રસ્ત રહ્યો હતો. અને વિક્રમ સંવત ૧૯૯૨માં પણ વિજય રામચંદ્રસૂરિ મહારાજે આ જ વાતને ! અવલંબી સંવત્સરી પૂરતો મતભેદ રાખ્યો હોત તો, જ્યારે સંવત્સરીમાં મતભેદ આવે ત્યારે જ ચર્ચા રહેત. પણ વિ.સં. ૧૯૯૩ પછી જૈન શાસનમાં સર્વાનુમતે વર્ષો સુધી ચાલતી સર્વસંમત પ્રણાલિકાને બદલી. પર્વતિથિની ક્ષયવૃદ્ધિ કરવા સાથે પૂનમ-અમાસની ક્ષયવૃદ્ધિના પ્રસંગે પણ તેરસની ક્ષય-વૃદ્ધિ થતી, તેને [બદલવાનું કરી, તેને અનુરૂપ પંચાંગા કાઢી, સાથે ક્લ્યાણક તિથિઓમાં પણ મતભેદ ઊભો કરી શાસનમાં | દ્વૈિધીભાવ ઉત્પન્ન કર્યો તે વાજબી નથી કર્યું. આમ તિથિપ્રશ્નને લઈ શાસનમાં ખૂબ જ ડહોળાણ ઉત્પન્ન થયું છે, જે આજે પણ યથાવત્ છે. પૂ.આ. નેમિસૂરિ મહારાજનું તો એમ જ માનવું હતું કે આરાધ્ય પંચમીનાં આગલા દિવસે સંવત્સરી કરવી. તે માન્યતા એ રીતે હતી કે જો કાલકસૂરિ વખતે માનો કે બે પાંચમની આવી હોત તો બીજી પાંચમે આપણી જે સંવત્સરી થતી હતી તે રાજાના કહેવાથી પહેલી પાંચમે સંવત્સરી થાય. jઅને તે વાતનો દૃઢ સંકલ્પ રાખી ૧૯૯૨માં પાંચમની વૃદ્ધિએ પહેલી પાંચમે (ચોથ કરી) સંવત્સરી કરી. Iજ્યારે વિ.સં. ૨૦૦૪ માં પાંચમનો ક્ષય આવ્યો ત્યારે તે રીત નહિ અજમાવતાં જૂની પ્રણાલિકામાં તે ગયા, ત્યારે તેમના મનમાં જે વાત આરાધ્ય પંચમીનાં આગલે દિવસે સંવત્સરી કરવાની હતી, છતાં તે ન કરતાં ૧૯૫૨, ૧૯૬૧માં જે કર્યું હતું તે માર્ગે જવામાં તેમણે કહેલું કે હું આ કરીશ તો સમાધાન વખતે સમાધાન કરી શકીશ. નહિતર હું પણ પક્ષમાં વહેંચાઈ જઈશ અને સમાધાનનો માર્ગ નહિ રહે. I ટૂંકમાં આ પ્રશ્નનો ઉકેલ વ્યવહારુ રીતે જ લાવી શકાય તેવો છે. ચર્ચાથી અંત આવે તેવો નથી. Iઅને આને માટે સંપૂર્ણ શાંતિ જોઈતી હોય તો પાંચમની સંવત્સરી એ જ યોગ્ય રસ્તો છે. તે સિવાયના બધા I માર્ગો તર્કવિતર્ક અને મતભેદવાળા જ રહેવાના. બધા જ એકસંમત થાય તેવું એક માર્ગમાં દેખાતું નથી. ૧૦૬] [મારાં સંસ્મરણો યાને ૫૦ વર્ષની જૈન શાસનની આછી રૂપરેખા Page #114 -------------------------------------------------------------------------- ________________ - (ભાગ - લિંબાય - 8 મુનિ સંમેલન વિ.સં. ૧૯૯૦ના ફાગણ મહિનામાં અમદાવાદમાં મુનિ સંમેલન ભરાયું. તે વખતના મુખ્ય સૂત્રધાર; પૂ.આ. વિજય નેમિસૂરિ મહારાજ અને નગરશેઠ કસ્તુરભાઈ મણિભાઈ હતા. ૧૯૯૦ પહેલાં જૈન-શાસનમાં દીક્ષાનાં પ્રકરણ અંગે ખૂબ જ ઊહાપોહ થયેલ. દીક્ષા આપવાની સમર્થનમાં યંગમેન્સ જૈન સોસાયટી, ધર્મારાધક સંસ્થા વિગેરે સંસ્થાઓ, જૈન યુવક સંઘ-મુંબઈએ દેશવિરતિ ! દિક્ષાનો વિરોધ કરેલો, તે વિરોધનો સામનો કરવા ઊભી થયેલી. આમ, યુવક સંઘ અને સોસાયટી આ નામથી પરસ્પર ખૂબ જ ઘર્ષણ ઊભું થયેલું. સુધારકોએ અઢાર (૧૮) વર્ષ પહેલા દીક્ષા ન આપવી તેવો કાયદો લાવવા દેશી રજવાડાઓમાં પ્રયત્ન કરેલો. અને તેનો કાયદો લાવવાનું બિલ ધારાસભામાં લાવેલું.i | સુધારકો તરફથી જ્યાં-જયાં નાની ઉંમરના બાળકોની દીક્ષા થાય ત્યાં તોફાનો આરંભેલાં. અને ! દીક્ષા આપનારને પકડાવવા સુધીના પ્રયત્નો કરેલા. આના પરિણામે સાધુઓ પ્રત્યે દ્વેષનું વાતાવરણ સુધારકોએ ઊભું કરેલું. તેના ઝઘડા, પાટણ, ખંભાત, રાધનપુર વિગેરે ઠેકાણે મોટા પ્રમાણમાં થયા. એટલું જ નહિ, jપણ જ્ઞાતિઓમાં પણ ભેદ પડ્યા. સગાવ્હાલામાં પણ ભેદ પડ્યા. યુવક સંઘની માન્યતાવાળાના સગાઓનું સર્કલ જુદું થયું, અને દીક્ષાનાં સમર્થક સોસાયટીની માન્યતાવાળાઓનું સર્કલ જુદું થયું. 1 એકબીજાનાં સગપણ-સાંધાઓ તૂટવા માંડ્યા. સાધુઓના સામૈયામાં વિરોધ થવા લાગ્યો. કોર્ટે કેસ જવા લાગ્યા. આમ, વાતાવરણ ઘણું કલુષિત થયું. | યુવક સંઘનાં સમર્થક તરીકેમાં પૂજય વિજયવલ્લભસૂરિજી, પૂ. વિદ્યાવિજયજી ગણાવા લાગ્યા. અને આ બાળદીક્ષાના સમર્થક તરીકે પૂ.આ. સાગરાનંદસૂરિ, પૂ.આ. લબ્ધિસૂરિ, પૂ.આ. રામચંદ્રસૂરિ વિગેરે ગણાવા ! લાગ્યા. જ્યારે વિજય નેમિસૂરિ મહારાજ અને વિજય નીતિસૂરિ મહારાજ તટસ્થ તરીકે ગણાતા હતા. આ તટસ્થોને પણ દીક્ષાના સમર્થક આચાર્યો તરફથી ઘણા ઉપાલંભ સાભંળવા પડતા. આમ, સાધુ-સમાજમાં, 1 સંઘમાં અને જ્ઞાતિમાં દીક્ષાના પ્રસંગે અને દેવદ્રવ્યના પ્રસંગે ખૂબ જ વાતાવરણ ડહોળાયું હતું. આ બધાનો i શાંતિથી, સાથે બેસીને ઉકેલ આવે તે માટે સંઘના આગેવાનો ચિંતિત હતા. આ ચિંતાને લઈ નગરશેઠI == == =========== ==== ======== ===== મુનિ સંમેલન]. [૧૦૭ Page #115 -------------------------------------------------------------------------- ________________ કિસ્તુરભાઈ ચણીભાઈએ અમદાવાદમાં સાધુ સંમેલન બોલાવવાનું નક્કી કર્યું અને પૂ.આ. વિજય નેમિસૂરિજીની| તેમણે મુખ્ય દોરવણી લીધી. આ સંમેલન બોલાવતા પહેલાં નગરશેઠ કસ્તુરભાઈ મણીભાઈ તથા શેઠI કસ્તુરભાઈ લાલભાઈ વિગેરે બધા આચાર્યોને મળ્યા અને તેમની સંમતિ મેળવી, રાજનગર અમદાવાદમાં ! ૧૯૯૦ ના ફાગણ મહિનામાં સંમેલન બોલાવવાનું નક્કી કર્યું. આ અરસામાં સાગરજી મહારાજ જામનગર બિરાજતા હતા. તે વખતે કસ્તુરભાઈ મણીભાઈ તથા | કિસ્તુરભાઈ લાલભાઈ તેમને ત્યાં મળ્યા અને સંમેલન બોલાવવાની વાર્તા કરી. ત્યારે સાગરજી મહારાજે કહ્યું ! કે આ સંમેલન તમે બોલાવો છો તે કવખતનું છે. કેમકે સાધુઓનો પરસ્પર મનમેળ નથી અને સંમેલન લડી! ઝઘડીને વિખૂટું પડે તો તેનાથી જૈન સંઘની આબરૂને ધક્કો લાગશે. માટે હમણાં કાળ પાક્યો નથી લાગતો. ; નગરશેઠે સાગરજી મહારાજને કહ્યું, સાહેબ ! અમે અમદાવાદમાં સાધુભગવંતોને બોલાવીએ છીએ. જે સર્વત્યાગી મુનિ થયા છે તે ભેગા થઈ લડશે તો અમે સમજીશું કે સાધુ સાધુ રહ્યા નથી. અમને પૂરો વિશ્વાસ Iછે સાથે બેસશો એટલે ઘણો ખરો ઉકેલ આવશે. - | નગરશેઠની સહીથી મુનિ-સંમેલનની આમંત્રણ પત્રિકા તમામ સાધુઓને, ગચ્છના ભેદ સિવાય,! ખરતર ગચ્છ વિગેરે બધાને આમત્રણ આપ્યા તેમને ઊતરવાની વ્યવસ્થા અને વૈયાવચ્ચની વ્યવસ્થા માટે જુદી ; જુદી કમિટિઓ નીમાઈ. અમદાવાદમાં મુનિ-સંમેલન ભરાયા અગાઉ ખૂબ ધર્મનું વાતાવરણ જાગ્યું. દૂર દૂરથી i jઆચાર્યાદિ મુનિભગવંતોએ અમદાવાદ તરફ વિહાર કર્યો. દિલ્લી તરફથી ત્રિપુટી મહારાજ, મારવાડથી | વલ્લભસૂરિ મહારાજ વિગેરે બધા અમદાવાદ તરફ આવવા લાગ્યા. આમ, એકબીજા આચાર્યોના ભક્તો સૌI પૂજયોની સેવામાં તત્પર બન્યા. આ દરમ્યાન પૂજ્ય આચાર્ય વિજય નેમિસૂરિ મહારાજે કોઠ મુકામે પૂઆ. દાનસૂરિજી, પૂ.આ. લબ્ધિસૂરિજી વિગેરેને મળવા માટે કહેણ મોકલ્યું. પણ કોઈ મળવા આવ્યું નહિ. પૂ.આ. નેમિસૂરિ મહારાજ અમદાવાદ આવ્યા અને ભગુભાઈ સુતરિયાના બંગલે ઊતર્યા. તેમણે જોયું કે મુનિ સંમેલન માટેનું વાતાવરણનું યોગ્ય ન હતું. કેમકે તે વખતે વિદ્યાશાળામાં વિરાજતા પૂ.આ. સિદ્ધિસૂરિ મહારાજ, પૂ.આ. દાનસૂરિ મહારાજ, પૂ.આ. લબ્ધિસૂરિ મહારાજ વિગેરેનો સાથ ન હતો. બીજી બાજુ નીતિસૂરિ મહારાજ દીક્ષા! વિગેરેના પ્રસંગોમાં તટસ્થ ગણાતા હતા તે પણ સાથમાં ન હતા. તેમણે પણ તેમનો જુદો ચોકો જમાવ્યો ! હતો. અને તેમના સાથમાં પૂ.આ. વલ્લભસૂરિજી, વિદ્યા વિજયજી, માણેકસિંહ સૂરિજી વિગેરે જુદા જુદા નાના સમુદાયો હતા. પૂ.આ. સાગરાનંદસૂરિજીનો પણ નેમિસૂરિજી સાથે સંપર્ક ન હતો. આ પહેલાં દીક્ષા વિગેરેના પ્રસંગમાં સાગરજી મહારાજ પૂ.આ. દાનસૂરિ, લબ્ધિસૂરિ વિગેરે સાથે હતા તે ૮૮-૮૯ નાં વર્ષો 1 દરમ્યાન સંબંધ બગડવાથી અળગા થઈ ગયા હતા. આમ, મુનિ-સંમેલનના મુખ્ય સૂત્રધાર પૂ.આ. નેમિસૂરિ! હોવા છતાં જુદા જુદા સમુદાયોનો કોઈ સાથે મેળ નહોતો. એટલું જ નહિ, પણ વિરોધ હતો. આ ચાલતું હતું તે દરમ્યાન સાગરજી મહારાજના સમુદાયમાં છાણી મુકામે પરસ્પર સાધુઓમાં iઝઘડો થયો, મારામારી થઈ અને પૂજય ચંદ્રસાગરજી, ધર્મસાગરજી, હંસસાગરજી વિગેરે સાધુઓ જુદા પડયા. 1 પેપરોમાં આ સમાચાર મોટા અક્ષરે છપાયા. જેને લઈને સાગરજી મહારાજની છાયામાં થોડી ઓછાશ આવી. | 1 સાગરજી મહારાજ વિહાર કરતા તેમની પાસે રહેલા સાધુઓ સાથે અમદાવાદ રાજપુર આવ્યા. અને ત્યાંથી વિહાર કરી એલિસબ્રીજ ગિરધરભાઈ છોટાલાલનાં બંગલે જવાનું નક્કી કર્યું. ================================ ૧૦૮]. ( મારાં સંસ્મરણો યાને ૫૦ વર્ષની જૈન શાસનની આછી રૂપરેખા - Page #116 -------------------------------------------------------------------------- ________________ પહેલાં સાગરજી મહારાજ અમદાવાદ આવતાં ત્યારે વિદ્યાશાળાએ ઊતરતા. પણ હવે દાનસૂરિ | Iવિગેરે સાથે સંબંધ બગડવાથી અને તેઓ બધા વિદ્યાશાળાએ હોવાથી તેઓ ત્યાં ઊતરવાનાં ન હતા.' ગિરધરભાઈને બંગલે ગયા પછી ક્યાં ઊતરવું? નાગજી ભુદરની પોળે કે બીજે? તે નક્કી કરવાનું હતું.' પૂ.નેમિસૂરિ મહારાજ આ બધી વસ્તુનું ધ્યાન રાખતા હતા. તેમણે જોયું કે વિદ્યાશાળાનું ગ્રુપ અલગj હતું. તે ગ્રુપમાં સિદ્ધિસૂરિ, દાનસૂરિ, લબ્ધિસૂરિ વિગેરે હતા. બીજું ગ્રુપ નીતિસૂરિ મહારાજનું હતું. આ| ગ્રુપમાં વલ્લભસૂરિ, માણેકસિંહસૂરિ તથા બીજા છૂટક છૂટક સમુદાયો હતા. આ બધા દહેગામમાં ભેગા થયા ! હતા. જયારે નેમિસૂરિ મહારાજ પાસે પોતાનો સમુદાય અને મોહનસૂરિ વિગેરે હતા. તેમને મુનિ સંમેલન : બોલાવવાનું અને તેને સફળ કરવાની ભારે ચિંતા હતી. વાતાવરણ બરાબર ન હતું. સંઘની આબરૂનો પ્રશ્ન હતો. તેમણે સાગરજી મહારાજ તરફ નજર દોડાવી. તે રાજપુરથી વિહાર કરી એલિસબ્રીજના પુલ પર | આવ્યા ત્યારે તેમની સામે વિજ્ઞાનસૂરિ વિગેરેને મોકલ્યા અને તેમના દ્વારા કહેવડાવ્યું કે “મહારાજ તમને યાદ કરે છે અને આપે ત્યાં પધારવાનું છે”. સાગરજી મહારાજે જવાબમાં કહ્યું. “અમે હાલ ગિરધરભાઈનાં ! બંગલે જઈએ છીએ અને પછી મહારાજ સાહેબને મળશું.” પણ વિજ્ઞાનસૂરિએ કહ્યું કે ““આપે મહારાજ ! સાહેબને મળ્યા વગર આગળ જવાનું નથી”. સાગરજી મહારાજે કહ્યું, “જોઈશું !” ત્યાર પછી આગળ jચાલતાં વાડીલાલ સારાભાઈ હોસ્પિટલ પાસે લાવણ્યસૂરિ, અમૃતસૂરિ વિગેરે ઊભા હતા તે મળ્યા અને તું તેમણે પણ વિજ્ઞાનસૂરિની માફક કહ્યું. આનો જવાબ પણ સાગરજી મહારાજે “જોઈશું' કહી વાળ્યો. સાગરજી] મહારાજ આગળ ચાલતા ભગુભાઈ શેઠના બંગલા પાસેથી પસાર થાય તે અગાઉ ત્યાં આગળ ઉદયસૂરિ,I નિંદનસૂરિ વિગેરે ઊભા હતા. તેઓએ મર્થેણ વંદામિ કહી સાગરજી મહારાજને પૂજ્ય મહારાજ પાસે ! 'પધારવાનું કહ્યું. અહીં પણ સાગરજી મહારાજનો જવાબ ““પછી જોઈશું” એ હતો. પણ પણ એ દરમ્યાન નેમિસૂરિ મહારાજે ગિરધરભાઈને ઉદ્દેશીને કહ્યું. ““પછી પછી શું કરો છો ? અંદર આવો !” સાગરજી : મહારાજ ભગુભાઈ શેઠના બંગલામાં દાખલ થયા. પૂ.નેમિસૂરિ મહારાજ સાથે પાટ પર બેઠા અને નેમિસૂરિ 1 સાગરજી મહારાજના સાધુઓને ઉપથિ છોડી નાખવા કહ્યું, અને સાથે નવકારશી કરી. અને જાણે જૂના મિત્રો ઘણા વર્ષે સાથે મળ્યા હોય એમ એકબીજા સાથે વાતે જોડાયા. આ પછી દસેક વાગ્યાના સુમારે દાનસૂરિ, લબ્ધિસૂરિજી વિગેરે પૂ.નેમિસૂરિ મહારાજને મળવા નું Iઆવ્યા. તેઓ બંને આચાર્યોને સાથે બેઠેલા જોઈ આશ્ચર્ય પામ્યા. પરસ્પર સુખશાતા બાદ વાતનો પ્રારંભ થતાં પહેલાં નેમિસૂરિ મહારાજને આ લોકોએ કહ્યું કે “આપણે ખાનગીમાં વાત કરીએ.” નેમિસૂરિ મહારાજે! જવાબ આપ્યો : “આપણે મુનિ સંમેલનની વાત કરવાની છે. મારે કાંઈ કશું ખાનગી કરવાનું નથી. તમારે આપણા બધાની સાથે વાત કરવી હોય તો કરો. નહિતર તમને ઠીક લાગે તેમ કરો.” તેઓ આવ્યા હતા તેવા ચાલ્યા ગયા. આ પછી અમદાવાદમાં ત્રણ મોટાં સામૈયાં થયાં. પૂ.આ. નેમિસૂરિ અને સાગરજી મહારાજનો ! સામૈયાપૂર્વક પાંજરાપોળના ઉપાશ્રયે પ્રવેશ થયો. પૂ.આ. નીતિસૂરિ, વલ્લભસૂરિ વિગેરેનો સામૈયાપૂર્વક ડહેલાના ઉપાશ્રયે પ્રવેશ થયો. અને ત્રીજો પ્રવેશ વિદ્યાશાળાનો હતો. આમ, ૧૯૯૦ નાં મુનિ-સંમેલનના 1 પ્રારંભમાં મોટા ત્રણ ગ્રુપ હતા. I II === મુનિ સંમેલન IIT | | Page #117 -------------------------------------------------------------------------- ________________ (૨) વિ.સં. ૧૯૯૦ના ફાગણ સુદ ત્રીજના દિવસે, નગરશેઠના વંડે વિશાળ મંડપ બંધાયો હતો તેમાં દૂરદૂરથી આવેલા પૂજ્ય આચાર્યાદિ મુનિ-ભગવંતો પધાર્યા. એકી-સાથે આ બધા મુનિ-ભગવંતોને જોવાનોદર્શન કરવાનો અમદાવાદને પહેલો અવસર હતો. આથી આસપાસનાં ગામોના—બહારગામોના પ્રતિષ્ઠિત |આગેવાનો અહીં પધારેલા. સ્નાત્રપૂજા બાદ નગરશેઠ કસ્તુરભાઈ મણીભાઈએ આમંત્રણ પત્રિકા વાંચી. । મુનિ-ભગવંતો સમક્ષ શાસનમાં રહેલા પ્રશ્નોની રજૂઆત કરી સુંદર ઉકેલ લાવવા વિનંતી કરી અને શાસનની ! શાન બઢાવવા પ્રાર્થના કરી. આ પછી બધા ગૃહસ્થો વિખરાયા. આચાર્યાદિ મુનિ ભગવંતોની બેઠક મળી. શરૂઆતમાં સૌ મૌન હતા. કોઈ કાંઈ બોલ્યું નહિ. આ |પછી નેમિસૂરિ મહારાજને કહેવામાં આવ્યું કે આપ મંગલાચરણ કરો. કારણ કે આપ સૌથી મોટા આચાર્ય | છો. નેમિસૂરિ મહારાજે જવાબમાં કહ્યું, ‘‘આપણે સૌ સરખા, કર્કોઈ મોટું નથી ને કોઈ નાનું નથી. આપણે | બધા બાર નવકાર ગણી કામ શરૂ કરો”. પણ બધાનો આગ્રહ થયો “ના ! આપ મંગલાચરણ કરો.” છેવટે નેમિસૂરિ મહારાજે મંગલાચરણ કર્યું. કામનો પ્રારંભ થયો. થોડી ચર્ચા બાદ આવેલા આચાર્યો પૈકી મુખ્ય મુખ્ય નવ આચાર્યોની કમિટિ નિમાઈ. તેમાં પૂ.આ. નેમિસૂરિ મહારાજ, પૂ.આ. સાગરાનંદસૂરિજી મહારાજ, |પૂ.આ. સિદ્ધિસૂરિ મહારાજ, પૂ.આ. નીતિસૂરિ મહારાજ, પૂ.આ. વલ્લભસૂરિ મહારાજ, પૂ.આ. દાનસૂરિ | |મહારાજ, પૂ.આ. (પાયચંદગચ્છ) સાગરચંદજી મહારાજ, (ત્રિસ્તુતિક ગચ્છ) ભૂપેન્દ્રસૂરિજી, જયસિંહસૂરિ મહારાજ (ખરતર ગચ્છ), આ નવ મુખ્ય આચાર્યોની કમિટિ નીમાઈ. એક પછી એક પ્રશ્નોની ચર્ચા ચાલી. આ બધા પ્રશ્ન વખતે નેમિસૂરિ મહારાજ સાગરજી મહારાજને આગળ ધરતા અને જવાબનું કામ તેમને સોંપતા. કોઈ ગૂંચ ઊભી થાય તો તેનો ઊકેલ તે લાવતાં. આમ, આ સંમેલન ૩૩ દિવસ ચાલ્યું. આ ૩૩ દિવસ દરમ્યાન જુદી જુદી ચર્ચા પછી સર્વસંમતિપૂર્વક પૂ.આ. નંદનસૂરિજી, પૂ.પંન્યાસ રામવિજયજી [પૂ.પૂણ્યવિજયજી અને પૂ.ચંદ્રસાગરજી મહારાજની કમિટિ નિમાઈ. આ ચાર જણાએ ભેગા મળી એક પટ્ટક Iતૈયાર કર્યો. અને પટ્ટક મુનિ સંમેલનમાં રજૂ થયો. તે પટ્ટક ઉપર મુખ્ય નવ આચાર્યોની સંમતિ લેવાની હતી. I પણ આ દરમ્યાન યોગી શાંતિવિજયજી મહારાજ કેસરીયાજી પ્રકરણ અંગે ઉદયપુરના રાણા અને પ્રધાન સાથે સંઘર્ષમાં ઊતરેલા અને તેમાં તે ઉપવાસ ઉપર ઉતરેલા. તેમને સમર્થન આપતો ઠરાવ આ સંમેલનમાં મુનિ ભગવંતોએ કરેલો. તેમાં દાનસૂરિજી અને સિદ્ધિસૂરિજી મહારાજનો વિરોધ હતો. બીજી કેટલીક બાબતમાં ।પણ તેમનો વિરોધ હતો. તેને લઈ પટ્ટક ઉપર તે નવ આચાર્યોને બદલે સાત આચાર્યોની સહી થઈ. દાનસૂરિ | 1અને સિદ્ધિસૂરિની સહી ન થઈ. આ સંમેલન દરમ્યાન કાર્યવાહી ગુપ્ત રાખવાની હતી છતાં કોઈને કોઈ રીતે ગમે તે દ્વારા જાણ મેળવી ‘જૈન જ્યોતિ' પેપર ધીરજલાલ ટોકરશી પ્રકાશિત કરતા હતા, તેના વધારા બહાર પડતા. આ ।માહિતી તે ક્યાંથી મેળવે છે તે માટે ખૂબ સંભાળ રાખવા છતાં ગમે તે રીતે તે મેળવીને છાપતાં, અને લોકો Iતે વધારો વાંચી સંમેલનની કાર્યવાહીથી વાકેફ થતાં. આ સંમેલન દરમ્યાન વિજયનીતિસૂરિ મહારાજ અને I વિજય વલ્લભસૂરિજીનું ગ્રુપ જે પ્રારંભમાં અલગ હતું, તેને પૂ.આ. નૈમિસૂરિ મહારાજે પોતાની કુનેહથી પોતાનું કરી લીધું. વિદ્યાવિજયજી સારા વક્તા અને બોલકા હતા. તેમને પણ પોતાની વતી તેમણે મૂકવાનો આગ્રહ કરી પોતાના કરી લીધા. આમ, જે શરૂઆતનાં ત્રણ ગ્રુપો હતાં તેમાં બે ગ્રુપ તો એકમેક થઈ ગયાં. ૧૧૦] [મારાં સંસ્મરણો યાને ૫૦ વર્ષની જૈન શાસનની આછી રૂપરેખા Page #118 -------------------------------------------------------------------------- ________________ છે તથા ન થઈ. [વિજય વલ્લભસૂરિ મહારાજ બાળદીક્ષાના વિરોધી હતા, અને દેવદ્રવ્યમાં સુપનાં (સ્વખાં)ની આવક સાધારણમાં | લઈ જવાના સમર્થક હતા. તેમને પણ સમજાવી વચલો માર્ગ કાઢયો અને પટ્ટકને સર્વસંમત બનાવવા પ્રયત્ન કરી સર્વ સમંત બનાવ્યો. પણ આ નવ આચાર્યો પૈકી બે આચાર્યો કોઈને કોઈ કારણસર પટ્ટકની સર્વસંમતિમાં! સંમત ન થયા. પટ્ટકમાં સાત આચાર્યોની સહી થઈ. બે આચાર્યોની સહી ન થઈ. આ માટે બધા પ્રયત્ન પછી નેમિસૂરિ મહારાજે નગરશેઠને બોલાવી કહ્યું કે “આ બે આચાર્ય સંમત થતા નથી તો તમે હવે સંઘ બોલાવી આ પટ્ટકને જાહેર કરો. અને સાત આચાર્યોની સંમતિપૂર્વક પટ્ટક જાહેરા થયેલો જણાવો”. સાગરજી મહારાજ તે વખતે પાંજરાપોળના ઉપાશ્રયે હતા. તેમણે નેમિસૂરિ મહારાજને ! કહ્યું, “આ બરાબર નથી થતું. સંઘમાં વિખવાદ વધશે. કારણ કે અમદાવાદમાં સિદ્ધિસૂરિજીનું વિશિષ્ટ સ્થાન છે. તેને લઈ અમદાવાદમાં કુસંપ વધશે. તે દ્વારા ગામે ગામ કુસંપનાં બીજ વવાશે. અને સંમેલનની નિષ્ફળતા પુરવાર થશે”. નેમિસૂરિ મહારાજે કહ્યું “તો શું કરવું ?” * સાગરજી મહારાજે કહ્યું કે “હું સિદ્ધિ-સૂરિને મળીશ”. તે નગરશેઠનાં વડે સિદ્ધિસૂરિ મહારાજને ! મળ્યા અને સમજાવ્યા તથા પટ્ટકમાં તેમની સહી લીધી. તે વખતે મનહરસૂરિ હાજર હતા. આ વખતે ; રામવિજયજી મહારાજે સાગરજી સાથે વાત કરવાનું કહ્યું. સાગરજી મહારાજે તેમની સાથેની વાત ટાળી. |રામવિજયજી મહારાજ સમજી ગયા કે સિદ્ધિસૂરિ મહારાજની સહી પછી જુદા પડવામાં સાર નથી. આથી | તેમણે કહ્યું કે “બાપજી મહારાજ આવી ગયા એટલે અમે આવી ગયા.” અને તેમણે પણ દાનસૂરિ મહારાજની ! Jસહી કરાવી લીધી. આમ, પટ્ટક નવ આચાર્યોની સહી યુક્ત સર્વસંમત બહાર પડયો. (૩) આ ૧૯૯૦નું મુનિ-સંમેલન ચાલતું હતું ત્યારે મારી ઉમર ૨૪ વર્ષની હતી. હું તે વખતે આ મુનિ સિંમેલનના કાર્યમાં સક્રિય રસ લેતો હતો. તે વખતે દરેક સાધુ-સાધ્વીઓનું એક લિસ્ટ તૈયાર કરતો. તે | Iલિસ્ટમાં દરેક સાધુ સાધ્વીઓનાં ગૃહસ્થાવસ્થાનાં નામ, સાધુપણાનું નામ, દીક્ષાનો સમય, અભ્યાસ વિગેરે! ઠેરઠેર મળીને નોંધતો હતો. અને આ બધા-મોટા-સાધુઓને પણ મળતો હતો. સંમેલનના કાર્યમાં શેઠા ભગુભાઈ સુતરીયા મુખ્ય ભાગ લેતા હતા. તેમની સાથે પણ મારે સારો સંબંધ હતો. | આ સંમેલન યઈમે જૈન-અભ્યદય પ્રિન્ટિંગ પ્રેસ મેં ગોલવાડ રતનપોળમાં શરૂ કર્યું હતું અને તેમાંનું પિચસંગ્રહ, કમ્મપયડી વિગેરે ગ્રંથો છપાતા હતા. આ મુનિ સંમેલનનો પટ્ટક મારા આ પ્રેસમાં છપાયો છે.' તેની ગુજરાતી અને હિન્દી બંને આવૃત્તિ મારા ત્યાં છપાઈ છે. આ સંમેલન દરમ્યાન આ નવે આચાર્યોનો! થોડો ઘણો પણ સંબંધ રહ્યો હતો. સંમેલનનાં ટાઈમ દરમ્યાન દાનસૂરિ મહારાજ હસ્તકની કલ્પદીપિકા અને નારચંદ્ર મારે ત્યાં છપાતા હતાં. | મુનિ-સંમેલન બાદ ૧૯૯૦નું ચાતુર્માસ સાગરજી મહારાજનું પાંજરાપોળે થયું, અને મુનિ સંમેલનની! પૂર્ણાહુતિ બાદ ડહેલાના ઉપાશ્રયના ધર્મવિજયજી ગણિવર બનતા સુધી ચૈત્ર વદ આઠમના દિવસે કાળધર્મ | પામ્યા. તેમની નિકરણ-યાત્રા ભવ્ય નીકળી હતી. અને દેવ-વંદનમાં નેમિસૂરિથી માંડીને તમામ સાધુઓ હાજર હતા. આમ, ૧૯૯૦નું મુનિસંમેલન એ એક યાદગાર સંમેલન હતું. આ સંમેલનમાં નેમિસૂરિ | |મહારાજની કુનેહ, નગરશેઠનું ધૈર્ય અને સાગરજી મહારાજની વિદ્વત્તાનાં દર્શન થયાં હતાં. =========================== મુનિ સંમેલન] ૧૧ Page #119 -------------------------------------------------------------------------- ________________ આ મુનિ-સંમેલનમાં પૂ.આ. નેમિસૂરિજી મહારાજે સાગરજી મહારાજનો જે સંપર્ક સાધ્યો તે મુદ્રારાક્ષસ | Iનાટકમાં ચાણક્યે નંદરાજાના પ્રધાન રાક્ષસનો જે સંપર્ક સાધ્યો હતો તેની યાદ અપાવે તેવો પ્રસંગ હતો. તેમજ આ સંમેલનમાં નેમિસૂરિ મહારાજે જે કુનેહથી કામ લઈ સંમેલનને સફળ રીતે પાર પાડ્યું તે તેમના દૂરંદેશીપણાને સૂચવતું હતું. (૪) વિ.સં. ૨૦૧૪નું મુનિ સંમેલન પૂ.આ. વિજય પ્રેમસૂરિ મહારાજને આભારી હતી. વિ.સં. ૧૯૯૨૯૩ માં સંવત્સરી અંગે મતભેદ પડયો. તેમાં તેઓ રામચંદ્રસૂરિ સાથે સહમત હતા. પણ નવાં પંચાગો કાઢ્યાં, પર્વતિથિની ક્ષયવૃદ્ધિઓ કરવાનું ચાલુ કર્યું, આ બધી વાતમાં તેમની સંમતિ ન હતી, એમ તેમનું કહેવું હતું. છતાં પૂનમ-અમાસની ક્ષય વૃદ્ધિએ પ્રાચીન તેરસની ક્ષય વૃદ્ધિ થતી હતી તે બદલી પૂનમના ક્ષયે İચૌદશના દિવસે ચૌદશ-પૂનમ બે કરવાનું અને પૂનમની વૃદ્ધિએ ચૌદશ પછી પહેલી પૂનમને ફલ્ગુ અને બીજી | પૂનમને આરાધ્ય કરવાની જે પ્રવૃત્તિ રામચંદ્રસૂરિએ કરી તેમાં જોડાયા એટલે તેમનો રામચંદ્રસૂરિજીની તિથિપ્રવૃત્તિ સાથે વિરોધ હતો તે વાત ગૌણ બની જાય છે. જો કે, ત્યાર પછીનાં (૧૯૯૩ પછીનાં) વર્ષોમાં પ્રેમસૂરિ મ. બધા સારા સારા માણસોને કહેતા ફરતા હતા કે, ‘‘પૂનમ-અમાસની ક્ષયવૃદ્ધિએ તેરસની ક્ષયવૃદ્ધિ થતી હતી તે ખોટી હોય તો પણ સર્વ સંઘ સંમત ના હોય તો તેને ફેરવવી વાજબી નથી. ફેરવવાની ।જે પ્રવૃત્તિ થઈ છે તે ખોટી થઈ છે. મારો સમુદાય ઉપરનો કાબૂ ન હોવાને કારણે હું તેનો વિરોધ કરી શક્યો Iનથી, પણ ખોટું તે ખોટું જ કહેવું પડે. વળી, પૂનમ-અમાસની ક્ષય વૃદ્ધિએ ઉદયનો આગ્રહ રાખવામાં બીજી પણ ઘણી મુશ્કેલીઓ છે. જેમકે, કારતક સુદ પૂનમનો ક્ષય આવે ત્યારે ચૌદશના દિવસે ચૌદશ-પૂનમની આરાધના કરવામાં ડિકકમણું, યાત્રા અને ચાતુર્માસ બદલવું આ બધામાં મુશ્કેલી આવે તેમ છે. તેમજ કારતક સુદ પૂનમની વૃદ્ધિ વખતે ચોમાસીના પડિકકમણા પછી પહેલી પૂનમનો દિવસ ખાલી રાખવો અને બીજી પૂનમે આરાધના કરવી તેમાં પણ ચાતુર્માસ બદલવા વિગેરેમાં મુશ્કેલી પડે તેમ છે. આથી પૂનમ|અમાસની ક્ષય-વૃદ્ધિએ તેરસની ક્ષય-વૃદ્ધિ થતી હતી, તે ઉથાપવામાં ઘણી ભૂલ થઈ છે. અને શાસનનો | |અપરાધ થયો છે. આ ભૂલ કોઈ રીતે સુધારવી જોઈએ”. આ વાત તેઓ ઠેરઠેર કરતા હતા. પણ સમુદાય ઉપરનો કાબૂ ન હોવાને કારણે કશું કરી શકતા નહીં અને ઇચ્છાએ કે અનિચ્છાએ પણ પોતે અને પોતાના શિષ્યો આની પાછળ ઘસડાતા હતા. પણ હ્રદયમાં ખૂબ રંજ હતો. આને લઈ તેઓએ ૧૯૯૩થી ૨૦૧૪ સુધીમાં ઘણા પ્રયત્નો કર્યા, પણ કાંઈ ફળ આવ્યું નહિ. આ માટે મુનિ-સંમેલન જેવું કાંઈ થાય તો કંઈક ઠેકાણું પડે. આ મુનિ-સંમેલનમાં સંવત્સરી પૂરતો ઉદયનો પોતાનો આગ્રહ સચવાય તો, બાર-પર્વતિથિ | Iઅખંડ રાખવાનું અને નવું પંચાંગ જે કાઢતા હતા તે બંધ કરવાનું ઇચ્છતા હતા. આ માટે તેમણે ૨૦૧૪ની I સાલ પહેલા શ્રીયુત શેઠ કેશવલાલ લલ્લુભાઈ વિગેરેનો સંપર્ક સાધી મુનિ-સંમેલન બોલાવવાનું નક્કી કર્યું. શ્રીકેશવલાલ શેઠે પૂ.આ. દેવેન્દ્રસાગરસૂરિજી વિગેરે જે ઉજમફઈના ઉપાશ્રયે બિરાજતા હતા, તેનો । Iઅને બીજા સમુદાયોનો સંપર્ક સાધ્યો. અમદાવાદના આગેવાનોની આ માટે કમિટિ નીમી અને તેના કન્વિનર I તરીકે પોતે રહી શેઠ કેશુભાઈએ બહારગામ બિરાજતા બધા મુનિ-ભગવંતોનો સંપર્ક સાધ્યો. અને મુનિસંમેલન બોલાવવાનું નક્કી કર્યું. આ વખતે રામચંદ્રસૂરિજી મ.કલકત્તા તરફ બિરાજતા હતા. તેઓની સાથે ૧૧૨] [મારાં સંસ્મરણો યાને ૫૦ વર્ષની જૈન શાસનની આછી રૂપરેખા Page #120 -------------------------------------------------------------------------- ________________ 1 પત્રવ્યવહાર શરૂ કર્યો. ચંદ્રસાગરજી મહારાજ ઉજજૈન તરફ બિરાજતા હતા તેમની સાથે અને પાલિતાણા | રૂબિરાજતા નંદનસૂરિ મ. સાથે પત્રવ્યવહાર શરૂ કર્યો. અને બધાને અમદાવાદ આવવા આમંત્રણ આપ્યું. 1 આ પત્ર વ્યવહાર ચાલતો ત્યારે હું કેશુભાઈ શેઠને ખાસ કહેતો કે ‘‘આ પત્રવ્યવહાર કરતા કોઈ પણ વાતમાં બંધાઈ ન જાઓ તે ધ્યાન રાખશો.” તે કહેતાં “હું ધ્યાન રાખુ છું, છતાં રામચંદ્રસૂરિ સાથેનાં પત્રવ્યવહારમાં તેઓ એવું જણાવી ચૂક્યા હતા કે ‘‘તમે અહીં પધારો, તિથિ-સંબંધી શાસ્રીય વિચાર થશે.” । Iઆ વાતને ધ્યાનમાં રાખી રામચંદ્રસૂરિજી મ. વિહાર કરી અમદાવાદ પધાર્યા. પૂ. ઉદયસૂરિજી મહારાજ પણ અમદાવાદ પધાર્યા. નંદનસૂરિજી મ.પાલિતાણા હતા તેમને પધારવા આગ્રહ થયો, પણ તે ચોક્કસ ભૂમિકા ન થાય ત્યાં સુધી પધારવાનાં વિચારના ન હતા. આથી તેમણે પ્રથમ સાગરજી મ.ના ભક્તોને બોલાવી કહ્યું કે “હું અમદાવાદ જાઉં અને તિથિનો પ્રશ્ન ચર્ચાય ત્યારે તમારા તરફથી સાગરજી મહારાજ દ્વારા jભા.સુ.પાંચમની ક્ષય વૃદ્ધિએ ત્રીજની ક્ષય-વૃદ્ધિ કરવાનો પ્રસંગ દૂર કરી છઠ્ઠની ક્ષયવૃદ્ધિનો પ્રસંગ આવે અને Iતે કરતાં સામો પક્ષ, બાર પર્વતિથિ અખંડ રાખવા તૈયાર થાય, અને એમનાં નવાં પંચાંગો બંધ કરે તેવું બને I તે વખતે તમારા તરફથી સહકાર મળે તેવું હોય તો હું જાઉં”. આ ભક્તોએ શાસનનું ઐક્ય થતું હોય તો અમે અમારાથી બનતો યોગ્ય પ્રયત્ન કરીશું, તેવી હૈયાધારણ આપેલ. આ પછી તેઓ વિહાર કરી અમદાવાદ આવ્યા, અને બકુભાઈ શેઠના બંગલે ઊતર્યા. આ પછી જે વિગત બની તે બધી વિગત તિથિના પ્રશ્નમાં અગાઉ લખાઈ ચૂકી છે એટલે અહીં ફરી લખતા નથી. (૫) ત્રીજું મુનિ-સંમેલન : ૨૦૪૪ વિ.સં. ૨૦૪૪ માં પંકજ સોસાયટીમાં જે મુનિ સંમેલન થયું અને તેના ઠરાવો થયાં તેની પૂર્વ ભૂમિકા વિ.સં. ૨૦૪૨ની હતી. વિ.સં. ૨૦૪૨માં જે પટ્ટક થયો, તે પટ્ટકમાં સહીઓ થઈ અને ત્યારપછી જુદાં જુદાં કારણોસર સહીઓ કરેલી હોવા છતાં તે સહીઓ કરનારા નીકળી ગયા. આ બધું થયાં પછી જે તેમાં રહ્યા હતા, તેમને | વિચાર આવ્યો કે આપણે કાંઈક કામ કરવું જોઈએ. અને તે માટે તેની પૂર્વભૂમિકારૂપે પહેલાં શાંતિનગર I અમદાવાદમાં પૂ.આ. ઓમકાર સૂરિજી, ચંદ્રોદય સૂરિજી વિગેરે મળ્યા અને નક્કી કર્યું કે આપણે ૨૦૪૨ના પટ્ટકમાં સહીઓ કરનારા મળીએ અને કાંઈ સક્રિય વિચાર કરીએ. તે મુજબ વિ.સં. ૨૦૪૪માં પંકજ સોસાયટીમાં મળવાનું રાખ્યું. આ માટે તેમણે પન્યાસ ચંદ્રશેખર વિજયજી, હિમાંશુ સૂરિજી વિગેરેને બોલાવ્યા. તે વિહાર કરી અમદાવાદ આવ્યા અને ઓમકાર સૂરિજી પણ પાટણ તરફ પ્રતિષ્ઠા વિગેરેનું કાર્ય પતાવી |અમદાવાદ આવ્યા. અમદાવાદ આવ્યા પછી ઓમકારસૂરિજીને લાગ્યું કે વિ.સં. ૨૦૪૨ના પટ્ટકને સ્વીકાર | કરનારા ઉપરાંત પૂ.આ. રામસૂરિજી, પ્રેમસૂરિજી વિગેરે જે છે તે બધાને પણ આમંત્રણ આપવું. અને શાસનનાં બધા પ્રશ્નોની દિલ ખોલીને ચર્ચા કરવી. 1 આ સંબંધમાં પં.ચંદ્રશેખર વિજયજી વિગેરેને ભય હતો કે તાજેતરમાં જ મન દુભાયા છે એટલે İબધાને ભેગા કરવામાં કાંઈ સારું પરિણામ નહિ આવે. પણ ઓમકારસૂરિજી મક્કમ હતા. તેમણે શ્રાવકો દ્વારા | અને પછી પોતે રામસૂરિજી મ.અને પ્રેમસૂરિજીને મળ્યા. ચર્ચામાં ભાગ લેવા આમત્રંણ આપ્યું. આ બધામાં મુનિ સંમેલન] [૧૧૩ Page #121 -------------------------------------------------------------------------- ________________ - - - - - - - - -- - - - - - - - - સૌથી મોટા રામસૂરિજી હતા અને તે આ બધા ભેગા થાય તેમાં મુખ્ય સ્થાને હતા. રામસૂરિજી તથા પ્રેમી સૂરિજી તરફથી કહેવામાં આવ્યું કે બીજા પ્રશ્નોની ચર્ચા કરીશું પણ ૨૦૪રના પટ્ટક સંબંધી કે તિથિ સંબંધી! ચર્ચા નહિ કરીએ. ઓમકાર સૂરિજીએ તેમની વાત કબૂલ રાખી, અમે ચર્ચા નહિ કરીએ, પણ તમે સંમત થાઓ. અને તમે તે ચર્ચા કરો તો અમે વાંધો નહિ લઈએ. આ બધું નક્કી થયા પછી પંકજ સોસાયટીમાં આ મુનિ સંમેલન ભરાયું. આ મુનિ સંમેલનની વિશેષતા એ હતી કે આ મુનિ સંમેલન સાધુઓ દ્વારા ઊભું થિયું હતું. આમાં કોઈ ગૃહસ્થ સંચાલક ન હતા. ચૈત્ર સુદ ૧૦ના દિવસે સામૈયાપૂર્વક પંકજ સોસાયટીમાં | Iબંધાયેલા વિશાળ મંડપમાં તેનો પ્રારંભ થયો. સાધુ ભગવંતોએ સાથે બેસી શાસ્ત્રો, આજની પરિસ્થિતિ આ. Iબધાનો વિચાર તથા ચર્ચા કરી ઠરાવો કર્યા. આ બધાય ઠરાવો સર્વ સંમતિથી કર્યા. આ સંમેલનમાં અહીં બિરાજતા, રામચંદ્રસૂરિજીના આજ્ઞાવર્તી સાધુઓને આમંત્રણ આપવામાં આવ્યું. તેમણે પણ ચર્ચામાં ભાગ લીધો. વાતાવરણ એટલું સરસ જાગ્યું કે જાણે બધા એક જ સમુદાયના સાધુઓ હોય એમ ખુલ્લા દિલથી ચર્ચા jકરી. અને બધા ઠરાવો સર્વાનુમતે સાધુ ભગવંતોએ નક્કી કર્યા. આ પછી પૂ.આ. પ્રેમસૂરિ અને રામસૂરિ મને લાગ્યું કે તિથિનો પ્રશ્ન આપણે સર્વસંમતિથી ઉકેલીએ. ઓમકારસૂરિજી તો પહેલેથી બંધાયેલા હતા! Iકે અમારે આ વાત ન કાઢવી, પણ તમે કાઢો તો અમે વાંધો નહિ લઈએ. તે મુજબ વિ.સં. ૨૦૪રના ! Jપટ્ટકમાં જે વિસંવાદ ઊભો થયો હતો તે દૂર કરી આ બધાએ નક્કી કર્યું કે “ભા.સુ. પાંચમના ક્ષયે ભાદરવા સુદ છઠ્ઠનો ક્ષય કરવો, અને ભા.સુ. પાંચમની વૃદ્ધિએ ત્રીજની વૃદ્ધિ કરવી”. આ મુસદ્દામાં પ્રેમસૂરિજી, રામસૂરિજી અને સાગરજી મ. તથા વિ.સં. ૨૦૪૨ના પટ્ટકને સ્વીકારનારા બધાંજ સંમત થયા. અને આ Iબધા ઠરાવો સર્વાનુમતે નક્કી થયા. પૂ.આ. રામસૂરિ મહારાજે રામચંદ્રસૂરિજી મ.ને મુંબઈ જણાવ્યું કે અમે વિચાર વિનિમય અને શાસ્ત્રીય ચર્ચા કરી આ બધા ઠરાવો કર્યા છે તેમાં આપ પણ સમંત થાઓ. પણ તેમાં તેમનો સહકાર ન મળ્યો. (૬) ચર્ચા - વિચારણાના અંતે સાધુ ભંગવતોએ કરેલા બધા ઠરાવો સંઘ સમક્ષ (રાજનગરના) રજૂi કિરવાનો નિર્ણય કર્યો. નગરશેઠ અરવિંદભાઈ વિમળભાઈ તરફથી અમદાવાદનો ચતુર્વિધ સંઘ બોલાવવામાં આવ્યો. આ બેઠક પંકજ સોસાયટીમાં યોજાઈ. સેંકડો સાધુ-સાધ્વી ભગવંતો, હજારો શ્રાવક-શ્રાવિકા સમક્ષI આ ઠરાવો રજૂ થયા. તેની પૂર્વ-ભૂમિકા સાથે ઓમકારસૂરિ મહારાજે સુવિસ્તૃત વિવેચન કર્યું અને તેને પૂ.આ.રામસૂરિજી, પ્રેમસૂરિજી, ચંદ્રોદયસૂરિજી, કલાપૂર્ણસૂરિજી, નરેન્દ્રસાગરજી, ભાનુસૂરિજી વિગેરે સર્વ સમુદાયના સાધુ ભગવંતોએ ઉમળકાભેર સમર્થન આપ્યું. | નગરશેઠ વતી શ્રીયુત શ્રેણિકભાઈ શેઠે સમર્થન આપવા સાથે આનંદ વ્યક્ત કરતાં કહ્યું: “આજનો! |દિવસ શાસન માટે ધન્યતમ છે. મને એટલી બધી ખુશી ઉત્પન્ન થાય છે કે હું તે શબ્દોમાં વ્યક્ત કરી શકતો ! નથી”. આ પ્રસંગે રામચંદ્રસૂરિજી તરફના કંઈક ભક્તો તરફથી હાઈકોર્ટ દ્વારા જે મનાઈહુકમ લાવવામાં ; આવ્યો હતો તે પણ શ્રેણિકભાઈએ વાંચી સંભળાવ્યો હતો. આમ છતાં સંઘમાં ખૂબ ખૂબ આનંદ હતો. આવો jપ્રસંગ અમદાવાદ ૧૯૯૦ પછી પહેલો જ નિહાળ્યો હતો. I| 8 || ૧૧૪] [મારાં સંસ્મરણો યાને ૫૦ વર્ષની જૈન શાસનની આછી રૂપરેખા - - - - - - - - - - - - - - | | Page #122 -------------------------------------------------------------------------- ________________ મુનિ સંમેલનનાં આ ઠરાવો પેપરોમાં પ્રસિદ્ધ થયા. તેની પુસ્તિકાઓ બહાર પડી. ગામે ગામથી તેને ! અનુમોદન મળ્યું. રામચંદ્રસૂરિ મ. સિવાય સકલ સંઘની એકતા સધાઈ. પાંજરાપોળના ઉપાશ્રયે, વીરના ઉપાશ્રયે. ડહેલાના ઉપાશ્રયે એમ ઠેરઠેર જાહેર સભાઓ થઈ. બધા સમુદાયના આચાર્ય ભગવંતોએ સમર્થના આપ્યું. જે આજ સુધી જે એકબીજાના ઉપાશ્રયે સાધુઓ નહોતા પધારતા, તે બધા પધારતા થયા. વંદન આદિ | કરતા થયા. પરસ્પર સુખશાતા કરતા થયા. સંઘમાં વાતાવરણ ખૂબ ઉલ્લાસનું પથરાયું. પણ થોડા દિવસ | બાદ આ સંમેલનનાં મુખ્ય સૂત્રધાર અને જેની કુનેહથી આ સંમેલન પાર પડયું તે ઓમકારસૂરિ મ. અચાનક બિમાર પડ્યા. માંદગી ગંભીર બની. થોડા જ દિવસમાં કાળધર્મ પામ્યા. તેમના કાળધર્મ બાદ તેમના ગુણાનુવાદની સભાઓ અમદાવાદ, મુંબઈ, સુરત ઠેકઠેકાણે થઈ. જાણે આ મહાન કાર્ય પતાવી તેમણે તેમનાં ! જીવનને સફળ માન્યું હોય તેમ તે કાળધર્મ પામ્યા. | શ્રીઓમકારસૂરિની ધીરજ અને કુનેહ, રામસૂરિજી મહારાજની સરળતા, પ્રેમસૂરિજી મ.ની કામ કેમ ! લેવું તેની પટુતા, અને યુવાન સાધુઓનો ઉત્સાહ એ આ બધાં સંમેલનની સફળતાનાં કારણો હતાં. આ બધુ છતાં સાગરજી મ.ના કેટલાક સાધુઓને અમારા ગુરૂ મહારાજનું પૂરું સચવાતું નથી, તે ! દુઃખ હોવાના કારણે, કેટલાકે પાછળથી પત્રિકા વિગેરે તિથિ સંબંધી ઠરાવ અંગે કાઢેલી. પણ તે સાગરજી ! મ.ના બધા સાધુઓને સમંત નથી રહી. અને વધુમાં દેવેન્દ્રસાગરજી મ.ના કાળધર્મ પછી સાગરજી મ.ના સમુદાયની જે વિશિષ્ટ પ્રતિભા હતી, તે પણ ઓછી થઈ છે. આમ, પકંજ સોસાયટીમાં થયેલા સંમેલન બાદ jથોડી કટુતા સાગરજી મ.ના સાધુઓ તરફથી થઈ છે. પણ તે ખાસ ગણનાપાત્ર નથી. એકંદરે સંઘમાં ચૌદi આની એકતા સધાઈ છે. અમે ઇચ્છીએ છીએ કે આ કટુતા પણ સમય જતાં જતી રહેશે. હવે જે વિસંવાદ સંઘમાં રામચંદ્રસૂરિ સાથે રહ્યો છે, તે દૂર થાય, તેની આશા રાખીએ. જો કે તેમનો ! અને તેમને અનુસરતો મોટો સમુદાય તેમની માન્યતાને છોડીને સંઘની માન્યતામાં અને પંકજ સોસાયટીના iઠરાવોમાં ભળી ગયો છે. આમ, એકદરે સંઘમાં ચૌદ આની એકતા સધાઈ છે. I I I == ===== મુનિ સંમેલન ૧૧૫ , T | | Page #123 -------------------------------------------------------------------------- ________________ વિભાગ - જ ? બોમ્બે-પબ્લિક ટ્રસ્ટ એક્ટ સ્વતંત્રતા મળ્યા બાદ સરકાર તરફથી જુદાજુદા ધર્મમાં હસ્તક્ષેપ કરનારા કાયદાઓનાં બિલો આવવા માંડ્યાં. આ બિલોમાં “બોમ્બે-પબ્લિક ટ્રસ્ટ એક્ટ”, “ભિક્ષા પ્રતિબંધક કાયદો”, “બાલ દીક્ષા વિરોધ Iકાયદો” વિગેરે કાયદાઓ જુદા જુદા રાજ્યોમાં આવવા લાગ્યા. આ કાયદાઓનો વિરોધ આપણા સંઘો] તિરફથી છૂટક છૂટક રીતે મુંબઈ, અમદાવાદ, પાટણ વિગેરે ઠેકાણે સભાઓ દ્વારા કરવામાં આવતો. પણ તેની! | કોઈ ધારી અસર થતી ન હતી. મુંબઈ સરકાર તરફથી “બોમ્બે-પબ્લિક ટ્રસ્ટ એક્ટ”નું બિલ આવ્યું. આ ટ્રસ્ટ-એક્ટને શેઠ આણંદજી કિલ્યાણજીની પેઢીએ સમર્થન આપ્યું. કસ્તુરભાઈ શેઠ એમ માનતા હતા કે આપણા દેરાસરો-ઉપાશ્રયોના! વિહીવટોમાં, જુદા જુદા વહીવટદારો માલિકી હક્કે વર્તે છે. કેટલાક વહીવટો તો જતે દહાડે ડૂબી જાય છે.! માટે આ કાયદો જરૂરી છે. સરકાર આ કાયદો કરે તેમાં કશું ખોટું નથી. કસ્તુરભાઈ શેઠનું જૈન સંઘમાં ખૂબ જ વર્ચસ્વ હતું. તેથી કેટલાક વહીવટદારો, સરકાર ધાર્મિકj વિહીવટમાં હસ્તક્ષેપ કરે તે સારું નથી તેમ માનવા છતાં તેની સામે સક્રિય વિરોધ કોઈ કરી શકતા ન હતા.1 lખુદ પેઢીના પ્રતિનિધિઓ (તે વખતના) શેઠ માયાભાઈ સાકળચંદ, ભગુભાઈ સુતરીયા પણ માનતા હતા કે! સરકારના હસ્તક્ષેપને પેઢી સંમતિ આપે તે સારું નથી. છતાં કસ્તુરભાઈ શેઠની પ્રતિભા સામે તેઓ કાંઈ બોલી શકતા નહિ. પૂ. ધર્મસાગરજી મ. આ કાયદો દેખી ખૂબ દુઃખી થયા. તેમણે આણંદજી કલ્યાણજી પેઢીને અનેT બીજાને પત્રો લખ્યા કે વહીવટી સુધારવા માટે આપણી જૈન સંઘની કમિટીઓ નીમો, પણ સરકારનો હસ્તક્ષેપ. | કોઈ રીતે વાજબી નથી. પણ તેમનું આ કહેવું કોઈએ ખાસ ગણકાર્યું નહિ. છેવટે તે એવા નિર્ણય ઉપર આવ્યા કે કોઈ કાંઈ ન કરે તો મારે સરકારના આ કાયદાની સંમતિના વિરોધમાં આમરણાંત ઉપવાસ કરવા. =============================== ૧૧૬] [મારાં સંસ્મરણો યાને ૫૦ વર્ષની જૈન શાસનની આછી રૂપરેખા | - - - - - - - - - - - - - - - - - - Page #124 -------------------------------------------------------------------------- ________________ | આ માટે તેમણે તેમના ગુરૂ ચંદ્રસાગરજી મ.ને પ્રભાસ પાટણ અનુમતિ માટે કાગળ લખ્યો. તે કાગળ મનેT I જોવા મોકલ્યો. આ કાગળમાં હું સમંત ન થયો. મેં તેમના કાગળ સાથે ચંદ્રસાગરજી મ.ને લખ્યું કે તમે! એ સંમતિ આપશો નહિ. અને ધર્મસાગરજી મ.ને જણાવ્યું કે તમારું શરીર દુર્બળ છે. ૧૫-૨૦ ઉપવાસ બાદ વાતાવરણ ગરમ થાય ત્યારે તમે ચાલ્યા જશો, અને ફળ કાંઈ નહીં આવે. તો તમે મહિનો-દોઢ મહિનો ખેંચી i શકે તેવા ઉપવાસીને શોધો. તેમનું કહેવું થયું કે ‘‘આ વાત બરાબર નથી. હું બીજાને ઉપવાસ કરાવું તો, I લોકો મને કહેશે કે તમે બીજાને મારવા તૈયાર થયા છો, તમે કેમ કરતા નથી ? એટલે બીજાને ઉપવાસ બરાબર નથી”. આ પછી તે વખતના ચંદ્રોદયસાગરજી વિગેરે દ્વારા અમદાવાદમાં મિટિંગો] I કરી. આગેવાનોની એક મિટિંગ લવારની પોળે બોલાવી. આ મિટિંગમાં ટ્રસ્ટ એક્ટનો વિરોધ કરવો તે નક્કી. થયું. પણ તેની આગેવાની લેનાર કોઈ દેરાસર-ઉપાશ્રયનો ટ્રસ્ટી હોવો જોઈએ. તે ટ્રસ્ટી અમને અમદાવાદમાંથી | કોઈ મળ્યો નહિ. ધર્મસાગરજી મ.ને મેં જણાવ્યું કે તમે કોઈ દેરાસર- ઉપાશ્રયનો એવો ટ્રસ્ટી શોધી આપો, jકે જે આની આગેવાની લે. એમને પણ કસ્તુરભાઈના વિરોધ સામે ટકી શકે તેવો કોઈ જડ્યો નહિ. તેમણે Tછેવટે મને વેજલપુરનાં રતિલાલ પાનાચંદનું નામ સૂચવ્યું. આ રતિલાલની ઉંમર તે વખતે ૨૧-૨૨ વર્ષની હતી, તે વેજલપુર દેરાસર-ઉપાશ્રયના ટ્રસ્ટી હતા. હું રતિલાલને વડોદરા સ્ટેશને મળ્યો. તે તૈયાર થયા. હું! તેમને લઈ મુંબઈ ગયો. તિથિ-ચર્ચાના કેસને લઈને મુંબઈના સોલિસીટરો સાથે પરિચય હતો. તેમજ ; ધર્મસાગરજી મ.ને જીવાભાઈ શેઠ સાથે પરિચય હતો. જીવાભાઈ શેઠ ટ્રસ્ટ એક્ટ થાય તે વાજબી માનતા; 1 નહોતા. આ રીતે ધર્મસાગરજી મ.ના લીધે જીવાભાઈ શેઠનો અમને ટેકો મળ્યો. અને તેમના જ દ્વારા | મુંબઈની મધ્યસ્થ કમિટી અને તેના ભોગીલાલ લહેરચંદનો પણ ટેકો મળ્યો. અમે મુંબઈમાં સોલિસિટરો દ્વારા | એક ક્વેરી તૈયાર કરાવી. તેમાં આ ટ્રસ્ટ એક્ટથી જૈન સંઘને શું નુકસાન થાય, કયા ક્યા કાયદાઓ કેટલી ! ખતરનાક છે વિગેરે માટે આના નિષ્ણાત બેરિસ્ટરનો અભિપ્રાય લેવાનો નક્કી કર્યો. ધર્મસાગરજી મ.ને પ્રભુદાસભાઈ ઉપર અટલ વિશ્વાસ હતો. અને તે જે કહે તે સાંભળી બૅરિસ્ટરો અભિપ્રાય આપે તેવી તેમની ઇચ્છા હતી. આથી મુલ્લા ઍન્ડ મુલ્લા કંપનીના શ્રીયુત દેસાઈ પાસે અમે જવાનું નક્કી કર્યું. પ્રભુદાસભાઈએ ગાંધીજીએ આફ્રિકામાંથી ગુજરાત આવ્યા, ત્યાં સુધીનું બે દિવસ, કલાક-I કલાક વર્ણન કર્યું. મુલ્લા કંપનીનાં દેસાઈએ મને કહ્યું, તમારે બોલવું હોય એટલું ભલે બોલો, પણ એ સમજીએ રાખો કે મારો કલાકનો ૧૦૦૦ રૂા. ચાર્જ છે. મેં એ દિવસે રાતે પ્રભુદાસભાઈને કહ્યું કે તમે મુદ્દાઓ લખાવો. આમ તો તમને સાંભળવામાં જ મોટી રકમનો ખર્ચ થઈ જશે અને પરિણામ કાંઈ નહીં આવે. તે કબૂલ થયા. મુદ્દાઓ લખી દેસાઈને આપ્યા. અને તેની પાસે પ્રશ્નો રજૂ કરી તે વખતના સારા ગણાતા બૅિરિસ્ટર એન્જિનિયર વિગેરેનો અભિપ્રાય લીધો. તઉપરાંત કલકત્તા હાઈકોર્ટના રિટાયર્ડ જજ પી.આર.I દાસના કુટુંબી જજનો અભિપ્રાય લીધો. આ બધાના લેખિત અભિપ્રાય કેટલી કલમો કેવી ખતરનાક છે તે ! | અને આ ટ્રસ્ટ ઍક્ટથી જૈન સમાજને શું-શું શોષવું પડશે તે અંગે હતા. અને સરકાર સામે ટ્રસ્ટ એક્ટની | વિરુદ્ધ કેસ કરવાનું નક્કી કર્યું. આ કાર્યમાં અમને ભોગીલાલ લહેરચંદ તથા જીવાભાઈનો પૂરો સાથ મળ્યો. i ધર્મસાગરજી મ. પણ વિહાર કરી મુંબઈ આવ્યા. કોટમાં ચોમાસું રહ્યા. આ દરમ્યાન, અમે, હિંદુ મહાસભાનો I સંપર્ક સાધ્યો, હિંદઓના હવેલીવાળા મહારાજનો સંપર્ક સાધ્યો, લાલબાગમાં પ્રેમસરિજી મહાર મહારાજની નિશ્રામાં ==== ============ ======== === ===== બૉમ્બે-પબ્લિક ટ્રસ્ટ એક્ટ [૧૧૭] — — — — — — — | — | — ___ Page #125 -------------------------------------------------------------------------- ________________ મિટિંગો ભરી. શ્યામપ્રસાદ મુકરજીને ભોગીલાલ લહેરચંદ તથા ધર્મસાગરજી સાથે મેળવી આપ્યા. અને, મુંબઈમાં ટ્રસ્ટ એક્ટ વિરોધી વાતાવરણ ગાજતું કર્યું. રતિલાલ પાનાચંદે વેજલપુર સંઘ તરફથી બોમ્બે ટ્રસ્ટ એક્ટ અસ્ટ્રાવાયર કરાવવા માટે મુંબઈ હાઈકોર્ટમાં મુંબઈ સરકાર સામે કેસ દાખલ કર્યો. આ માટે બૅરિસ્ટરોની શોધ કરતાં મુંબઈમાંથી કોઈ સારો | પ્રસિદ્ધ બૅરિસ્ટર કેસ લડવા તૈયાર ન થયો. કેમકે તે બધા એમ માનતા હતા કે ટ્રસ્ટ એક્ટ જરૂરી છે. ધાર્મિકI ખાતાના વહીવટદારો પૈસાની ગોલમાલ,તથા આપખુદ વહીવટ કરે તેને માટે ટ્રસ્ટ એક્ટ આવશ્યક છે. આથી! એક મુંબઈના વૃદ્ધ કાંગા બૅરિસ્ટર અને એક મદ્રાસના બૅરિસ્ટરને રોક્યા. આ કેસ મુંબઈ હાઈકોર્ટના ચીફ જજ ચાગલા અને જે. સી. શાહ બૅન્ચ આગળ ચાલ્યો. કાંાએ જોરદાર દલીલો કરી. અને મદ્રાસના i બૅરિસ્ટરે પણ જોરદાર રજૂઆત કરી. પણ ચાગલા અને જે. સી. શાહે આ કેસને કાઢી નાખ્યો. આ કેસમાં Tચાલતો હતો ત્યારે હું, પ્રભુદાસભાઈ તથા વડોદરાવાળા વકીલ મુંબઈ પ્રતાપભાઈનાં બંગલે ઊતર્યા હતા. ત્યાં ભોગીભાઈ અમારી સવારસાંજ પૂરી સંભાળ રાખતા. આ કેસમાં લગભગ પંદરેક હજાર (૧૫000 રૂા.) રૂ.નું ખર્ચ થયું હશે. ધર્મસાગરજી મ.ને કેસ નિષ્ફળ ગયો, એટલે લોકો તરફથી પૈસા નહિ મળે તેની ચિંતા હતી. મને કહ્યું કે તમે જીવાભાઈ, ભોગીભાઈને વાત કરો. મેં જીવાભાઈને કહ્યું કે આ કેસમાં ૧૫0001 રૂા. જેટલો ખર્ચ થયો છે, અને હજી આગળ આ કેસ સુપ્રિમમાંથી લડવાનો છે. તો તેના પૈસાની વ્યવસ્થા Iકરવી પડશે. મહારાજનું કહેવું છે કે જીવાભાઈ, ભોગીભાઈ શેઠને વાત કરો. જીવાભાઈએ મને કહ્યું કે તમે Iભોગીભાઈની વાત કરો છો પણ ભોગીભાઈ હાથ મૂકવા નહિ દે, છતાં તમારે પ્રયત્ન કરવો હોય તો કરો.' ભોગીભાઈ આપશે તેટલી રકમ હું આપીશ. હું ભોગીભાઈ પાસે ગયો. મેં તેમને વાત કરી. તેમને વાત ગળે! ઊતરી. તેમણે સારી રકમ જીવાભાઈને ત્યાં મોકલી અને કહેવડાવ્યું કે તમે આનો હિસાબ વિગેરેની વ્યવસ્થા રાખજો. ટૂંકમાં મુંબઈ હાઈકોર્ટનાં ખર્ચની ચિંતા ટળી ગઈ. મુંબઈના કેસ દરમ્યાન થયેલ ખર્ચ અને તેની પતાવટનું કાર્ય જીવાભાઈ સંભાળતા હતા. તેમણે મને! કહ્યું કે કાંગાની ફી વગેરે પંડિતજી, તમે પતાવજો. કેમકે મારાથી ઓછું આપવાનું તેમને નહીં કહેવાય. મેં! જીવાભાઈને કહ્યું, “સારું”. હું કાંગાની ઓફિસમાં ગયો. તેમને કહ્યું આપણે કેસમાં હારી ગયા છીએ.' jઅમારે બેરિસ્ટરોને જે પૈસા આપવાના છે તે દેવદ્રવ્યના છે. અને આ દેવદ્રવ્ય અમારે ત્યાં એટલું બધું મહત્ત્વનું Tગણાય છે કે ચકલા પણ દેવદ્રવ્યનો ઉપયોગ કરે તો સારી ગતિ ના થાય. કાંગા એકદમ બોલી ઊઠ્યા : તું, Iમને એવા પૈસા ન આપીશ કે મારી દુર્ગતિ થાય. તારે જે પૈસા આપવા હોય તે આપજે. હું પૈસાનો ભૂખ્યો! Iનથી, પછી મને કહ્યું : પંડિતજી, તમને પૂછું છું કે આ તમે જૈન-વાણિયાઓ આટલા બધા ધનવાન અને સુખી ! 'કેમ છો અને અમે પારસીઓ કેમ દુઃખી છીએ ? આ પૂછ્યું ત્યારે આજના પ્રસિદ્ધ બૅરિસ્ટર પાલ તેમના હાથ નીચે કામ કરતા હતા તે હાજર હતા. મેં જવાબ આપ્યો : જૈનનો છોકરો ધર્માદું ખાતો નથી.' iદુકાનને ઓટલે પડી રહેશે, ફેરી કરશે, પણ ધર્માદાના પૈસાનો ઉપયોગ નહીં કરે. તેને લઈને જૈનો દુ:ખી નથી. તરત જ કાંગા બોલ્યા : તારી વાત સાચી છે. અમારે પારસીઓને પારસી પંચાયત તરફથી હપ્તા બાંધી | 'આપીએ છીએ એટલે તે સાવ નિષ્ક્રિય બની જાય છે. તેમણે પાલખીવાલાને કહ્યું: “સાંભળ ! ધર્માદું ખાનારો! == = == ૧૧૮] ===================== [મારાં સંસ્મરણો યાને ૫૦ વર્ષની જૈન શાસનની આછી રૂપરેખા — — — — — — — — — — — — — — — — Page #126 -------------------------------------------------------------------------- ________________ માણસ કોઈ દિવસ ઊંચો આવતો નથી.” આ વખતે કાંગાની ઉંમર ૮૦ વર્ષની આસપાસ હતી. આની |પરિણામ એ આવ્યું કે કાંગાએ ફક્ત ૨00 જેવી નજીવી રકમ જ આ કેસમાં લીધી હતી. આમ, મુંબઈl | હાઈકોર્ટનો કેસ પણ અમે કરકસરથી લડ્યા હતા. (૬) મુંબઈ હાઈકોર્ટમાં કેસ શરૂ કર્યો ત્યારે મોટા દેરાસરોના કોઈ પણ સારા ટ્રસ્ટીઓની આ કેસમાં /એફીડેવીટ રજૂ કરવાની હતી. આ માટે જીવાભાઈ વિગેરે કોઈ ટ્રસ્ટીઓ તૈયાર ન હતા. આ કેસ માંડ્યો હતો. તે દરમ્યાન હું અમદાવાદ આવ્યો. મેં એફીડેવીટ આપવા મહાવીર સ્વામીના દેરાસરના ટ્રસ્ટી ભોગીલાલ સાંકળચંદ વિગેરેનો પ્રયત્ન કર્યો પણ તેમાં સફળતા મળી નહિ. છેવટે મેં કસ્તુરભાઈ શેઠ ઉપર નજર નાંખી. 'ભગુભાઈ શેઠને ત્યાંથી કસ્તુરભાઈ શેઠને ટેલિફોન કર્યો. તે સમજયા કે ભગુભાઈ શેઠ છે. મેં મળવાનું j કહ્યું. તેમણે બીજે દિવસે ચાર વાગ્યે મળવાની હા પાડી. તેઓ મ : અવાજ ઓળખી નહિ શકવાથી | ભગુભાઈ છે તેમ સમજયા હતા. મેં ભગુભાઈ શેઠને કહ્યું કે કાલે આ ટ્રસ્ટ એક્ટ અંગે હું શેઠને મળવા 1જવાનો છું. તે વખતે આત્મારામ સુતરીયાના પિતા ભોગીલાલ સુતરિયા પણ હાજર હતા. તે બંનેએ કહ્યું: ટ્રસ્ટ એક્ટ વિરુદ્ધની તમારી પ્રવૃત્તિથી શેઠ નારાજ છે. તમારું અપમાન કરશે. શેઠને મળીને કાંઈ લાભ નહિ! ન થાય. મેં કહ્યું હું એકલો જઉં છું. કોઈને સાથે લઈ જવાનો નથી. માન કે અપમાન કરશે તો હું જાણીશ.' ભગુભાઈ શેઠે કહ્યું, “ભલે ! જવું હોય તો જાવ. બાકી અમે જાણીએ છીએ તે મુજબ શેઠ ટ્રસ્ટ એક્ટના ખાસ 1હિમાયતી છે.” બીજે દિવસે શેઠની સાથે વાત થયા મુજબ હું શેઠના બંગલે શાહીબાગ ગયો. એ દિવસ રવિવારનો Tહતો. તિથિ-ચર્ચા વિગેરેના પ્રસંગથી શેઠ મને ઓળખતા તો હતા જ. પણ તેમનો મારી સાથે ખાસ લાગણીનું Iભર્યો સંબધ તે વખતે ન હતો. તેમની સામે બેઠા પછી મને કહ્યું, “શું કામ છે?” મેં ટ્રસ્ટ એક્ટની વાત! | કાઢી. ધર્મસાગરજી મ.નો ટ્રસ્ટ એક્ટ પ્રત્યેના વિરોધને રજૂ કરી કહ્યું કે “આ માટે અમે દેશના પ્રસિદ્ધ! વકીલોનો અભિપ્રાય મેળવ્યો છે. આ ટ્રસ્ટ એક્ટથી શું નુકસાન થશે અને કઈ કઈ કલમો વધુ નુકસાન કર્તા છે તેનો અભિપ્રાય મેળવ્યો છે. આપ જેમ માનો છો તેમ ટ્રસ્ટ એક્ટની પંચાવનમી, છપ્પનમી અને ત્રીસમી | ક્લમ વિગેરે વધુ ખરાબ છે તેમ તેઓનું માનવું છે. અને તે કલમોને લઈ ટ્રસ્ટ એક્ટને અસ્ટ્રાવાયર ઠરાવવાનું પ્રિયત્ન કરવો જોઈએ, તેમ આ બધા સારા સારા વકીલોની માન્યતા છે. (પહેલાં મને ખબર હતી કે શેઠI અમુક-અમુક કલમોને ખરાબ માને છે પણ ટ્રસ્ટ ઍક્ટનો વિરોધ કરવાનું ઇચ્છતા ન હતા). આમ કહી મેં મુંબઈ, કલકત્તા અને મદ્રાસ વિગેરેના સારા-સારા વકીલો દ્વારા મેળવેલા લેખિત | અભિપ્રાયો તેમની આગળ-જૂ કર્યા. આ અભિપ્રાય વાંચી શેઠ વિચારમાં પડ્યા. મને કહ્યું “તમારે મારું શું! | કામ છે ?” કહ્યું, “મુંબઈ સરકાર સામે કેસ કરવામાં અમારે તમારી એફિડેવીટની જરૂર છે. તમે એ! એફિડેવીટમાં આપણી પ્રણાલિકા મુજબ જે માનો છો અને જે કલમો માટે આપને પણ રંજ છે તે વાત રજૂ કરો”. એમ કહી મેં આખા કેસનો હૂડો (બ્રીફ) રજૂ કર્યો. અને કહ્યું કે આપ વિચારશો અને યોગ્ય લાગે = = = = = = = = = = બૉમ્બે-પબ્લિક ટ્રસ્ટ એક્ટ] [૧૧૯ - - - - - - - - I IT | | Page #127 -------------------------------------------------------------------------- ________________ Iતો આ કેસમાં આપ એફિડેવીટ કરશો’. તેમણે કહ્યું, “બે દિવસ પછી મને મળજો”. હું ઘેર આવ્યો. ઘેર આવ્યા બાદ મને વિચાર આવ્યો |કે આ કેસમાં કેટલાક વિચારો પ્રભુદાસ ભાઈના રજૂ કર્યા છે. અને તે વિચારો ખૂબ જ જૂનવાણી હોવાથી કદાચ શેઠને નહીં ગમે અને ના પાડે. તો શેઠના મોભાને અનુરૂપ મારે તેમની એફિડેવીટનો ડ્રાફ્ટ કરાવી લેવો અને તે શેઠને આપવો, તે ઠીક રહેશે. મેં આવો ડ્રાફ્ટ કેસને અનુસરી સ્થાનિક વકીલ દ્વારા તૈયાર શંકરાવી ટાઇપ કરાવ્યો. અને બીજે દિવસે શેઠને પાનકોર નાકા તેમની ઓફિસે આ ડ્રાફ્ટ લઈને મળ્યો. તેમને I [આપ્યો. શેઠે કેસના કાગળો મને પાછા આપ્યા. અને કહ્યું, “મને મારી એફિડેવીટ કરવામાં વાંધો લાગતો ! નથી. ફરી એકાદ બે દિવસ બાદ મળો”. I આ બધી વાત મેં પૂ. આ. કૈલાસસાગરસૂરિ જે આંબલી પોળ-ઝવેરીવાડના ઉપાશ્રયે બિરાજતા હતા, તેમને તથા શ્રી ભગુભાઈ શેઠને કરી. ભગુભાઈ શેઠ ખુશ થયા. પણ આ વાત કૈલાસસાગરસૂરિએ [કેશુભાઈ શેઠને કરી. તેમણે મહારાજને કહ્યું, આ બને જ નહિ. શેઠ પહેલેથી ટ્રસ્ટ એક્ટની તરફેણમાં છે. I બે દિવસ બાદ હું શેઠને મળવા ગયો. ત્યાં રસ્તામાં પેઢીનાં મેનેજર નાગરદાસભાઈ મળ્યા. તેમને મે કહ્યું, શેઠ પાસે હું એફિડેવીટ અંગે જાઉં છું. તેમણે કહ્યું, કેશુભાઈ શેઠ, શેઠ પાસે બેઠા છે. માટે હમણાં જવાનું રહેવા દો. હું પાછો વળ્યો. બીજે દિવસે બરાબર ચાર વાગ્યે શેઠ પાસે ગયો. ત્યારે પણ કેશુભાઈ શેઠ શેઠ પાસે બેઠા હતા. |મેં શેઠને કહ્યું આપની એફિડેવીટ કરાવવી છે. આપને ક્યારે અને ક્યાં અનુકૂળ છે. શેઠે કહ્યું, ‘‘તમારે જ્યાં I કરાવવી હોય ત્યાં બધે અનુકૂળ છે. અમદાવાદ કરાવવી હોય તો પણ અને મુંબઈ હાઇકોર્ટમાં કરાવવી હોય ! તો હું મુંબઈ બુધવારે આવું છું ત્યારે ત્યાં કરી આપીશ”. કેશુભાઈ શેઠ આ સાંભળી સ્તબ્ધ થઈ ગયા અને શેઠને કહ્યું, ‘“આપણે ટ્રસ્ટ એક્ટનું સમર્થન કરતા આવ્યા છીએ, અને આ ભાઈ ટ્રસ્ટ એક્ટનો વિરોધ કરે છે, તેમાં આપ એફિડેવીટ કરશો તે ખરાબ નહિ ગણાય ? શેઠે જવાબ આપ્યો : આ લોકો પોતાના ખર્ચે આ બધી મહેનત કરે છે. અને ટ્રસ્ટ એક્ટની જે કલમો આપણને ખૂંચે છે, તેનો વિરોધ કરે છે. તેમજ તે જે કહે છે તેને સારા સારા બૅરિસ્ટરોનું સમર્થન છે. ખરી રીતે આપણે જે કરવાનું બાકી હતું તે કામ કરે છે. આપણને ટેકો આપવામાં શો વાંધો હોય ? તમને લાગે ।કે પેઢીના પ્રમુખ તરીકે મારે એફીડેવીટ ન કરવી જોઈએ તો હું મારી સ્વતંત્ર એફીડેવીટ કરવા તૈયાર છું. હું 1જો તેઓ આ કેસમાં સફળ થશે અને આપણે વિરોધ કરશું, તો લોકો આપણને ધિક્કારશે”. કેશુભાઈ શેઠ સમજ્યા કે શેઠ મક્કમ છે. એટલે તે બોલ્યા કે આપ, પેઢીનાં . પ્રમુખ તરીકે એફીડેવીટ કરો કે સ્વતંત્ર કરો બધું સરખું છે. આપના નામની કિંમત છે. ત્યારબાદ બીજે દિવસે શ્રીચીમનલાલ મંગળદાસ દ્વારા કોર્ટમાંથી એફિડેવીટ કરનારને શેઠની પાસે લઈ જઈ અમદાવાદ ડિસ્ટ્રીક્ટ કોર્ટમાં શેઠની મેં એફિડેવીટ કરાવી. આ એફિડેવીટ પછી તો શ્રીરમણલાલ | દલસુખભાઈ, શ્રીજીવાભાઈ શેઠ વિ. બધા એફિડેવીટ કરવા તૈયાર થયાં. આગળ જણાવ્યું તે મુજબ આ કેસ હાઈકોર્ટમાં ચાલ્યો, પણ હાઇકોર્ટે આ કેસ કાઢી નાખ્યો. ૧૨૦] [મારાં સંસ્મરણો યાને ૫૦ વર્ષની જૈન શાસનની આછી રૂપરેખા Page #128 -------------------------------------------------------------------------- ________________ 2) બૉમ્બે હાઇકોર્ટમાંથી બૉમ્બે પબ્લિક ટ્રસ્ટ એક્ટનો કેસ નીકળી ગયો છતાં ધર્મસાગરજી મ. નાસીપાસ થયા ન હતા. તેમને સુપ્રિમ સુધી દિલ્લીમાં લડવાની ભાવના હતી. તેથી આ કેસ માટે દિલ્લીના દાદી ચાંદજી; નામના સોલિસિટરની કંપની સાથે સંપર્ક સાધ્યો અને તેમને આ કેસના કાગળો સોંપ્યા. તેણે દિલ્લી સુપ્રિમ Iકોર્ટમાં આ કેસ દાખલ કર્યો. અમે દિલ્લીમાં રહેતાં હિંદુ મહાસભાના પ્રમુખ એન.સી. ચેટરજી બેરિસ્ટરનેT રોક્યા. આ બૅરિસ્ટર પાસે આપણા જેવા મદ્રાસ વિગેરે સ્થળોના પણ કેસો હતા. તેમની ફી ઘણી મોટી હતી.' !પણ શ્યામપ્રસાદ મુકરજીએ અમારી વતી ભલામણ કરી ફી ઓછી કરાવી હતી. આ કેસ નિયત દિવસે સુપ્રિમ કોર્ટમાં નીકળ્યો. આ કેસ ચલાવવા માટે પાંચ જજોની બેન્ચ હતી.i સિરકાર તરફથી મોતીલાલ સેતલવડ બૅરિસ્ટર હતા જે ભારતભરમાં પ્રસિદ્ધ ગણાતા હતા. ધર્મની વ્યાખ્યા, ટ્રિસ્ટના હેતુઓ વિગેરે ઉપર ખૂબ ચર્ચા ચાલી. મોતીલાલ સેતલવડે ૫૫, ૫૬ વિગેરે કલમોનો બચાવ કરતાં! | કહ્યું કે આપવાનો એક માણસે ગંગામાં રહેલા માછલાંઓને ખોરાક આપવા માટે ટ્રસ્ટ બનાવ્યું હોય અને તેને : અનુસરીને માછલાંઓને કણક વિગેરે ખર્ચ થતો હોય તે જ વખતે દુષ્કાળ હોય અને ગંગાના કિનારે માણસો ભૂખે મરતા હોય તો તે ટ્રસ્ટનો હેતુ બદલી ભૂખ્યા માણસોને અનાજ આપવું વાજબી કે માછલાંઓને કણક jઆપવી વાજબી ! સરકારે પપ, પ૬ વિગેરે કલમોમાં ટ્રસ્ટે જે હેતુ માટે ટ્રસ્ટ કર્યું હોય તે હેતુ કરતાં વિશિષ્ટાં લાભદાયી હોય તો ટ્રસ્ટનો હેતુ બદલાય તેમાં શું વાંધો હોય ?” આનો જવાબ આપતાં સુપ્રિમના જજોએI જણાવ્યું કે “જે હેતુ માટે ટ્રસ્ટ બનાવ્યું હોય તે હેતુ માટે ટ્રસ્ટનો ઉપયોગ કરવો જોઈએ. કારણ કે ટ્રસ્ટીએ! પોતાના પૈસા બચાવી જે હેતુ સફલ કરવા ટ્રસ્ટ બનાવ્યું હોય તેનો અપલાપ ન થવો જોઈએ”. બીજું, મોતીલાલ સેતલવડે જુદાજુદા દેશોની ધર્મની વ્યાખ્યા આપી હતી. તેનો જવાબ આપતાં જજોએ કહેલું કે, i“પરદેશના ધર્મની વ્યાખ્યા અને હિંદુસ્તાનની ધર્મની વ્યાખ્યા તથા રીતરસમ જુદા છે. અહીંના તો રાષ્ટ્ર પપ્રમુખ રાજેન્દ્રબાબુ નાગા બાવાની રક્ષા પોતાના માથા પર ઝીલે ને પોતાની જાતને કૃતકૃત્ય માને છે. એટલે Jપરદેશોના ધર્મની વ્યાખ્યા કે રીતરસમ સાથે હિંદુસ્તાનને જોડી શકાય નહિ”. ખરી રીતે અમારા વકીલ એન.સી.ચેટર્જીનો કશું બોલવાનો વખત જ ન આવ્યો. જજોએ જ jમોતીલાલ સેતલવડની દલીલોનો પ્રતિકાર કર્યો. અને ટ્રસ્ટ ઍક્ટની પ૫, ૨૬, ૩૦ ની વિગેરે કલમોને અસ્ટ્રાવાયર ઠરાવી. આ કલમો જો રહી હોત તો દેવદ્રવ્ય, જ્ઞાનદ્રવ્ય વિગેરે દ્રવ્યોનો ઉપયોગ પણ સરકારનું લોકહિતોનાં કામોમાં કરાવી શકત. આ કલમો અસ્ટ્રાવાયર ઠરાવવાથી જે હેતુ માટે ટ્રસ્ટ બનાવ્યું હોય તે હેતુ! માટે જ નાણાં ખર્ચાવા જોઈએ, તે નિશ્ચિત થયું. અને તેના ઉપર સુપ્રિમ કોર્ટની મહોર છાપ મળી. આ કેસ ચાલતો હતો ત્યારે અમે દિલ્લીમાં દેરાસરની બાજુમાં રહેલી ધર્મશાળામાં ઊતર્યા હતા.j જમવાની વ્યવસ્થા માટે અમે એક કામચલાઉ રસોઇયો રાખ્યો હતો. અમે દિલ્લીના કેસના કામમાં વ્યસ્તી Jરહેતા હતા. - આ વખતે ઈન્દ્રસૂરિજી મ. દિલ્લીમાં હતા. હું તેમને મળતો હતો. અને કેસના અંગે કોઈ શાસ્ત્રપાઠી Iકે પુસ્તકોની જરૂર હોય તેમાં તેમની મદદ અમને મળતી હતી. મેં તેમને કહેલું કે “તમે તો દેવદ્રવ્યનો] =============================== બોમ્બે-પબ્લિક ટ્રસ્ટ એક્ટ _[૨૧] Page #129 -------------------------------------------------------------------------- ________________ સર્વસાધારણ ઉપયોગ થાય તેમાં માનનારા છો. અમે દેવદ્રવ્યની રક્ષાને લક્ષમાં રાખી કેસ લડીએ છીએ.” Jતેમણે મને જવાબ આપ્યો, “આ બધી વાત છોડો. તમે અહીં આવ્યા છો. મારે તમને બધી રીતે મદદ કરવી! જોઈએ. અને મારે જૂનો બધો મતભેદ ભૂલી જવો જોઈએ. તમારે દિલ્લીમાં કોઈ પણ કામમાં મારી જરૂર! હોય ત્યાં તમારે મને સુખેથી કહેવું”. ઇન્દ્રસૂરિ મ.ને નહેરૂ કુટુંબ સાથે સારો સંબંધ હતો. અને દિલ્લીનાં પંચાતુર્માસો દરમ્યાન રાજદ્વારી પુરુષો સાથે પણ ઘણો ઘનિષ્ઠ સંબંધ હતો. તેઓ અમને ખૂબ ખૂબ ઉપયોગી ; |નિવડતા હતા. શાસ્ત્રો અને શાસ્ત્રપાઠો પૂરા પાડતા. એટલું જ નહિ, પણ અમારા સમર્થનનાં સ્થાનો પણ તે ટાંકી કાઢી આપતા. દિલ્લીમાં મારો તેમની સાથે થયેલ ગાઢ પરિચય તે જીવ્યા ત્યાં સુધી ખૂબ સારો રહ્યો.' Tગુજરાતમાં આવ્યા અને મુંબઈ ગયા ત્યારે પણ હું તેમને અવારનવાર મળતો. તે ખૂબ નિખાલસ અને ! ઇતિહાસના સારા વિદ્વાન હતા. તે ક્ષત્રિય કુંટુબના હતા. એકવાર તેમણે મને કહ્યું તે “મારા કુટુંબના માણસો માંસાહારી હતા. તેમણે મને ચોમાસાની વિનંતી કરી. મેં તેમની વિનંતી સ્વીકારી. મેં તેમને કશું જ કહ્યું : jનહિ. છતાં હું ચોમાસું રહ્યો ત્યારે તેમનાં બધાં ઘરોમાં કંદમૂળ વિગેરે પણ વપરાતું બંધ થયું. તેઓ મને | |પૂછવા કરતાં દિલ્લીના શ્રાવકોને પૂછી જૈન કુટુંબની મર્યાદા જાણી લાવતા. અને એક-એક ઘર જૈન કુટુંબT જેવું ચુસ્ત બની ગયું”. (૧૦) સુપ્રિમ કોર્ટમાં ચુકાદો આવ્યો, ત્યારે કસ્તુરભાઈ શેઠ દિલ્લીમાં હતા. અમે (હું અને રતિલાલ પાનાચંદ) કોઈક કારણસર દિલ્લી સ્ટેશન પર ગયા. શેઠ અમને મળ્યા. શેઠને અમે દિલ્લીમાં સુપ્રિમ કોર્ટમાં Iકેસ ચાલ્યો તે વાત કરી. શેઠ ખુશ થયા અને કહ્યું, બધું સારું કર્યું. અમે કહ્યું, અમને બીક હતી કે કેસમાં! હારશું તો લોક અમને પથ્થરો મારશે, પણ શાસનદેવીની કૃપાથી જે થયું તે સારું થયું. શેઠે જવાબ આપ્યો, “શુદ્ધ બુદ્ધિથી કરનારને કોઈ દિવસ મુશ્કેલી પડતી નથી. જે કાંઈ તમે કર્યું તે ખૂબ ખૂબ સારું કર્યું છે. હું તમને ખૂબ ધન્યવાદ આપું છું. અને આ અંગે મારું કાંઈ પણ કામ હોય તો મને મળજો”. | સુપ્રિમ કોર્ટમાં હું જાણું છું તે મુજબ આ અમારી અપીલ ખૂબ મહત્ત્વની હતી. અને તે લૉ રિપોર્ટોમાં! !ઠેર ઠેર છપાઈ હતી. આ કેસમાં અમને ૧૮૦૦૦ રૂા. લગભગ ખર્ચ થયો હશે. સુપ્રિમ કોર્ટમાં કેસ લડવા! માટે આ ખર્ચ બહુ ન ગણાય, પણ તે વખતે જમાનો સસ્તો હતો અને શ્યામપ્રસાદ મુકરજીએ એન.સી. 'ચેટર્જીને નજીવી રકમ આપી અમારા કામમાં મદદ કરી હતી. સુપ્રિમના કેસ દરમ્યાન શ્યામપ્રસાદ મુકરજી; સાથેનો અમારો સંબધ સવિશેષ થયો હતો. (૧૧) સુપ્રિમનો ચુકાદો આવ્યા બાદ પૂ. ધર્મસાગરજી મ. અને અમને ખૂબ ધન્યવાદ મળ્યા. એટલું જ નહિ, પણ કસ્તુરભાઈ શેઠે તો અમારા ચુકાદાની ખૂબ-ખૂબ પ્રશંસા કરી, અને એટલે સુધી બોલ્યાં કે ; 1 “અકબર બાદશાહનાં તામ્રપત્ર જેવો આ ચુકાદો છે”. તેમણે નગરશેઠના વડે અમદાવાદનો સંઘ બોલાવ્યો. અમારી, ધર્મસાગરજી મ.ની, ભોગીભાઈ શેઠની અને જીવાભાઈની ખૂબ-ખૂબ પ્રશંસા કરી. અને અમે ટ્રસ્ટનું Iએક્ટના જે સમર્થનમાં હતા તે ભૂલ સુધારવા બદલ ખૂબ આભાર માન્યો. ================================ ૧૨૨] [મારાં સંસ્મરણો યાને ૫૦ વર્ષની જૈન શાસનની આછી રૂપરેખા ----- |. Page #130 -------------------------------------------------------------------------- ________________ | આ પછી ગોડીજીના ઉપાશ્રયે (મુંબઈ) એક સભા બોલાવાઈ અને અમદાવાદના પગલે ત્યાં પણ અમારું બહુમાન કર્યું. ચુકાદાની પ્રશંસા સાથે તેમાં સાથ આપનાર ભોગીભાઈ શેઠ વિગેરેની પણ પ્રશંસા કરી.! અને ધર્મસાગરજી મ. ને તો ખૂબ-ખૂબ બિરદાવ્યા. (૧૨) પૂ. ધર્મસાગરજી મ. આ કેસ દરમ્યાન જે કાંઈ ખર્ચ થાય તે ખર્ચ તેઓ ઇન્દોરની પેઢી દ્વારા કરતા હતા. પણ તે પાછો બીજેથી મેળવીને પેઢીને પરત કરતા હતા. આમ, આ ખર્ચ સુપ્રીમમાં લગભગ ૧૮000નો થયેલો, તે ભેગા કરવા માટે મને કહ્યું કે કસ્તુરભાઈ શેઠ ચુકાદાની પ્રશંસા કરે છે તો તેમની! ' દ્વારા આ ૧૮૦૦૦ રૂ. મેળવી લેવા પ્રયત્ન કરો. શેઠને મળ્યો. શેઠને કહ્યું, સુપ્રિમમાં લડવામાં ૧૮000 રૂ.નો ખર્ચ થયો છે. આપણે પૈસા ભેગા Iકરવાના છે. શેઠે મને કહ્યું “ટીપ કરો. મારા ૫૦૦ રૂા. લખી લો અને આગળ ચાલો”. મેં કહ્યું, “તમારા I૫00 લખે આ ટીપ ક્યારે પૂર્ણ થાય ?” તેમણે મને જવાબ આપ્યો : “તમે અમદાવાદમાં ઘણા વખતથી! કામ કરો છો. ઘણાના પરિચયવાળા છો. એક પૈસા લખાવે તેવા આગેવાનોનું લિસ્ટ કરો. અને બધાને ત્યાં : ફરી વળો. જે આપે તેના લો. અને ના આપે અને તમને ૧૮૦૦) માં જેટલાં ખૂટે તેટલા તમારે મારી i પાસેથી લઈ જવા”. મેં તેમની સમક્ષ લિસ્ટ તૈયાર કર્યું. અને ફરવા માંડ્યું. જણાવતા આનંદ થાય છે કેj બધાના પૈસા ભરાઈ ગયા અને ૧૮૦૦૦ રૂા. પૂરા થઈ ગયા. શરૂઆતમાં કેટલાકે આનાકાની કરેલી ત્યારે Jતેમને મેં કહેલું કે આ લિસ્ટ શેઠે તૈયાર કર્યું છે, અને તેમણે કહ્યું છે, જે ના આપે તેના નામ આગળ ચોકડી! કરી આગળ ચાલશો. તમે ના આપો તેનો વાંધો નહિ પણ તમે પછી ન કહેશો કે તમે આ વાત કેમ ન કરી.' . ટૂંકમાં શેઠના નામથી આ અમારી ટીપ ભરાઈ ગઈ. તે બધા પૈસા ગુલાબચંદ નગીનદાસની પેઢીમાં ભરાવી iદીધા. (૧૩) બૉમ્બે હાઈકોર્ટ તથા સુપ્રિમ કોર્ટમાં કેસ ચાલતો હતો તે દરમ્યાન પૂ. ધર્મસાગરજી મ. તરફથી! | દિવ્ય પ્રકાશ નામનું એક પાક્ષિક પેપર શરૂ કરવામાં આવ્યું હતું. આ પેપર નયન પ્રિન્ટિંગ પ્રેસમાં છપાતું, હતું. આ પેપરમાં ટ્રસ્ટ એક્ટ અંગે તેમજ બીજા સમાચારો પ્રસિદ્ધ કરવામાં આવતા હતા. આમાં મોટા jભાગના લેખો હું લખતો હતો. તેમજ કોઈક લેખ ટ્રસ્ટ એક્ટની વિરુદ્ધના લેખો આવતા હતા. તેમજ કોઈને પોતાના ટ્રસ્ટો સંબધી મુશ્કેલીઓ હોય તે જણાવવામાં આવતી. આનાં સરનામાં વિગેરેનું બધું કાર્ય હું તથા 1ચિરંજીવી કીર્તિ જે અભ્યાસ કરતો હતો, તે કરતા હતા. આ પેપર હાઈકોર્ટ અને સુપ્રિમમાં કેસ ચાલ્યો તેT દરમ્યાન ચાલુ રહ્યું હતું. પછી નાહક ખર્ચ કરવાનો અર્થ નથી તેમ જાણી બંધ કરવામાં આવ્યું હતું. ! ટૂંકમાં ૨૦૦૫ થી ૨૦૧૧-૧૨ સુધીનાં વર્ષો મારાં આવી ભાંજગડમાં જ પસાર થયાં. તે દરમ્યાન |પ્રેસ હતો, પણ ધ્યાન નહિ આપવાના કારણે કશું કમાતો ન હતો. અને આ કેસ વિગેરેની દોડાદોડીમાં Iભણાવવાનું પણ અનિયમિત હતું. સોંઘવારી હોવાથી ઘરખર્ચમાં ખાસ મુશ્કેલી નડી નહીં. પણ ધંધાકીય કોઈI | પ્રગતિ કરી નહિ, તેમજ બાળકોના અભ્યાસ તરફ અને ઘર તરફ ધ્યાન નહિ આપવાનાં કારણે બાળકો સારો. ============================= બોમ્બે-પબ્લિક ટ્રસ્ટ એક્ટ] | | [૧૨૩] | Page #131 -------------------------------------------------------------------------- ________________ |અભ્યાસ કરી શક્યા નહિ. શક્તિ હોવા છતાં આ ર્થોપાર્જન પણ કરી શક્યો નહિ. અને આ બધી ભાંજગડમાં | જ છ-સાત વર્ષનો સમય ગાળ્યો. પૂ. ધર્મસાગરજી મ. સંસારીપણામાં નગીનદાસ કરમચંદના ત્યાં નામાદાર હોવાથી મૂળથી કરકસરિયા અને ઝીણવટભર્યા સ્વભાવવાળા હોવાથી કામ પૂરતો માણસોનો સંબધ રાખે, પણ કામ સર્યા પછી તેમને |સંબંધની બહુ કિંમત ન હતી. જેને લઈ પ્રભુદાસભાઈએ ઘણાં વર્ષો ધૂનમાં ને ધૂનમાં તેમની પાછળ ગુમાવી| હેરાન થયા અને હું પણ છ-સાત વર્ષ ગાળ્યા બાદ સમજ્યો કે મહારાજના તાર કે કાગળથી બહુ દોડાદોડી કરવાની જરૂર નથી. વિ.સં. ૨૦૧૩-૧૪ પછી તેમનો તાર કે કાગળની ઉપેક્ષા કરવા માંડ્યો. ખાસ જરૂર હોય તો જ બહારગામ જવાનું રાખ્યું. આમ, ટ્રસ્ટ એક્ટ વિગેરેની પાછળ મેં પાંચ છ વર્ષ ગાળ્યાં હશે. કો ૧૨૪] [મારાં સંસ્મરણો યાને ૫૦ વર્ષની જૈન શાસનની આછી રૂપરેખા Page #132 -------------------------------------------------------------------------- ________________ વિભાગ - ૫ હરિજન પ્રકરણ (૧) સરકાર તરફથી હરિજન પ્રવેશનું બિલ આવ્યું. આ બિલનાં પરિણામે હિંદુ મંદિરો, જૈન મંદિરો ' વિગેરેમાં હરિજનો સાથે સંઘર્ષ ઊભો થયો. જો કે ખરી રીતે હરિજનોને જૈન મંદિરો સાથે કોઈ ખાસ નિસ્બત i હતી નહિ. હિંદુ મંદિરો સાથે જ નિસ્બત હતી. છતાં હુંસાતુંસીના પરિણામે અને હરિજન પ્રવેશ બિલનાડું સિમર્થકો તરફથી કેટલાક સ્થળોએ જૈનોમાં પણ ખળભળાટ મચાવ્યો હતો. આ ખળભળાટ પ્રસિદ્ધ સ્થાનો! પૂરતો હતો. શ્રી શત્રુંજય તીર્થ, સૌરાષ્ટ્રમાં આવેલ પ્રસિદ્ધ જૈન તીર્થ છે. ત્યાં કેટલાક હરિજન પ્રવેશના આગ્રહી માણસો હરિજનોને લઈ જવા પ્રચાર કરતા હતા. આ તીર્થનો વહીવટ શેઠ આણંદજી કલ્યાણજી પેઢી! ; પાસે હતો. એટલે તેનો કોઈને કોઈ નિર્ણય પેઢીને કરવાનો હતો. પેઢીની એક મિટિંગ કસ્તુરભાઈ શેઠના પ્રમુખ પદ નીચે મળી. તેમાં આની ચર્ચા ચાલી. એવું નક્કી. થયું કે નાહી ધોઈ ચોખ્ખા થઈ હરિજનો આવે તો તેમને દર્શન કરવા દેવામાં વાંધો લેવો નહિ. આની પાછળ] . શેઠનો આશય એવો હતો કે કોઈ આવવાનું નથી. છતાં ના કહીશું તો હરિજન પ્રવેશના સમર્થકો જિદમાં 1 ચડશે અને સંઘર્ષમાં ઊતરશે. તેથી આ ઠરાવ કરવો. અને એ રીતે આ ઠરાવ કર્યો. I પરંતુ આ ઠરાવથી સાધુ સંસ્થાનું દિલ દુભાવ્યું. તેઓએ આ પેઢીના ઠરાવનો વિરોધ કર્યો. ઠેરઠેર પેઢીની વિરુદ્ધ ભાષણો થયાં. ઠરાવો થયા અને વાતાવરણ બગડ્યું. (૨) આ અરસામાં પાલિતાણામાં ન્યાયસૂરિ, મંગલપ્રભસૂરિ વિગેરે બિરાજતા હતા અને બીજા સાધુઓ j પણ પાલિતાણામાં હતા. આ બધા તળેટી પાસેના ગિરિવિહારમાં ભેગા થયા. તેમાં મનમોહન વિજયજી અને વલ્લભસૂરિજીના સમુદાયના એક સાધુ, પ્રાયઃ પ્રીતિવિજયજીએ પેઢીના આ ઠરાવ વિરુદ્ધ આમરણાંત ઉપવાસી I શરૂ કર્યા. પૂ. ધર્મસાગરજી મહારાજે ટ્રસ્ટ એક્ટ વખતે એક “સંસ્કૃતિ રક્ષક સભા' નામની સંસ્થા સ્થાપી હતી ======== હરિજન પ્રકરણ [૧૨૫| - - - - - - Page #133 -------------------------------------------------------------------------- ________________ I અને તેના સેક્રેટરી તરીકે રાધનપુરવાળા લક્ષ્મીચંદ પ્રેમચંદ હતા. તેઓ આ સાધુના ઉપવાસ વિગેરેના આંદોલનમાં | Iસક્રિય હતા, અને ધર્મસાગરજીની પ્રેરણાથી જુદા જુદા હેન્ડબિલો બહાર પાડતા હતા. સાધુઓની તબિયત દિવસો જતાં ગંભીર થતાં જૈન સંઘમાં તેનો પ્રચાર કરી પેઢી અને કસ્તુરભાઈ સામે વાતાવરણ ગરમ ઊભું કરતા હતા. હું પહેલાં સંસ્કૃતિ રક્ષક સભામાં ખૂબ રસ લેતો હતો, પણ પછીથી મેં રસ ઓછો કરી પ્રેસમાં ધ્યાન 1આપવા માંડ્યું હતું. શ્રીશેઠ ભગુભાઈએ આ વાતાવરણને સમેટવા અને મનમોહનવિજયજીને સમજાવવા અમૃતલાલ જેશીંગભાઈ વિગેરેને પાલિતાણા મોકલ્યા પણ પરિણામ ન આવ્યું. ત્યારે મને ભગુભાઈ શેઠે કહ્યું કે પંડિત, તમે પાલિતાણા જાઓ અને સાધુઓને સમજાવો. મેં કહ્યું, તમે કહો છો કે કસ્તુરભાઈ શેઠ કહે છે ? તમારા ખાનગી પ્રયત્નથી હું જવા માંગતો નથી. શેઠે સારું કહી માંડી વાળ્યું. થોડા દિવસ થયા ને |વાતાવરણ વધુ ખરાબ થવા લાગ્યું. (૩) આ અરસામાં સાબરમતીમાં ચંદ્રોદયસાગરજીના જ્ઞાનમંદિરનું ઉદ્ઘાટન હતું. આ ઉદ્ઘાટન કસ્તુરભાઈ શેઠના હસ્તે હતું. ઉદ્ઘાટન કર્યા બાદ શેઠે મને ઊભો રાખી કહ્યું, “તમે પાલિતાણા જાવ અને સાધુઓ સાથે જે રીતે વાત પતે તેમ પતાવો. કોઈ સાધુ કાળધર્મ પામશે તો વાતાવરણ ઘણું ખરાબ બનશે.” મેં સારું કહી પતાવ્યું. આ પછી હું ભગુભાઈ શેઠને મળ્યો. અને તેમની સાથે નક્કી થયા મુજબ પાલિતાણા જવાનું નક્કી ।કર્યું. હું, કેશુભાઈ શેઠ, કાંતિલાલ ભોગીલાલ વિગેરે પાલિતાણા ગયા. સોનગઢ મુકામે પેઢી તરફથી ગાડી | Iલેવા આવી. પાલિતાણામાં અમો બધા જીવાભાઈ શેઠના બંગલે ઊતરવાના હતા. મેં કહ્યું કે તમે જીવાભાઈ શેઠને ત્યાં જાઓ. હું જુદો ઊતરીશ. તેઓ બધા જીવાભાઈ શેઠને ત્યાં ગયા. હું વંડે ઊતર્યો અને લક્ષ્મીચંદ પ્રેમચંદને મેં બોલાવ્યા. આ દરમ્યાન ધર્મસાગરજી મ.નો એક કાગળ મારી ઉપર આવ્યો હતો. તેઓ તે વખતે નાગપુર હતા. તેઓએ જણાવ્યું હતું કે “પંડિત ! તમે પાલિતાણા જાઓ અને આ જે સાધુઓ ઉપવાસ પર ઊતર્યા છે તે પતાવો.” લક્ષ્મીચંદને મારો કાગળ હું લખી આપું છું તે આપજો. અને તે કોઈ માથાકૂટ |ન કરે અને તમે કહો તે રીતે પતાવવું. આ કાગળ મેં લક્ષ્મીચંદને આપ્યો. અને કહ્યું કે આપણે કોઈ રીતે આ કામ પતાવી નાખવાનું છે. આગળ ચલાવવું નથી. કારણ કે આ આગળ ચલાવવામાં ઘણાં ભયસ્થાન છે. લક્ષ્મીચંદ સંમત થયા. (૪) હું ગિરિવિહાર, કે જ્યાં સાધુઓ ભેગા થયા હતા ત્યાં ગયો. ત્યારે સાધુઓ સાથે શ્રીશેઠ કેશુભાઈ, | કાંતિલાલ ભોગીલાલ વિગેરે વાતો કરતા હતા. મેં જતાંવેંત કહ્યું, “સાહેબ ! તમારી ખાનગી વાત ચાલતી| |હોય તો હું પછી મળીશ.” તેઓએ કહ્યું કે “આવો, અમારે કાંઈ ખાનગી નથી. તમારી ખાસ જરૂર છે.” I મેં જાણે આ પેઢીવાળા સાથે કોઈ સંબધ ન હોય તે રીતે કહ્યું, “પેઢીવાળાને ખૂબ અભિમાન છે. કોઈ સાધુઓને પૂછતા નથી. ફાવે તેવા ઠરાવો કરે છે. ભલે એક-બે સાધુ ખપી જાય. પણ એમને ખબર પડવી જોઈએ કે સંઘ સાધુઓ સાથે છે તમારી સાથે નહિ.” આનું પરિણામ એ આવ્યું કે ન્યાયસૂરિએ કેશુભાઈને કહ્યું, “ઊઠો, અમારે તમારી સાથે કાંઈ વાત કરવી નથી.” કેશુભાઈ શેઠ, કાંતિભાઈ વગેરે જીવાભાઈના ૧૨૬] [મારાં સંસ્મરણો યાને ૫૦ વર્ષની જૈન શાસનની આછી રૂપરેખા Page #134 -------------------------------------------------------------------------- ________________ - ----- ગઢ | બંગલે ગયા. મેં સાધુઓ સાથે વાત આરંભી. મનમોહનવિજયજીને પૂછ્યું કે “તમે કયા હેતુથી ઉપવાસ કરો] છે?” તેમણે કહ્યું, મારે બીજું કાંઈ જોઈએ નહિ. મને એવું સર્ટિફિકેટ મળવું જોઈએ કે ધર્મ માટે ભોગી ! આપનાર હું અવ્વલ નંબરનો છું”. પ્રીતિવિજયજીને પૂછ્યું તો તે સમુદાય બહાર મૂકેલા સાધુ હતા. મેં ન્યાયસૂરિ વિગેરેને કહ્યું, “આપની બાંધી મૂઠી રહે તે રીતે તથા ગૌરવ સચવાય તે રીતે વાત પતાવો. આમાં ખાસ દમ નથી. ક્યારે આ સાધુ પારણું કરી નાખશે તેનું ઠેકાણું નથી”. તેમની સાથે છેવટે એવું નક્કી કર્યું. | કે આપણે સાંજે પાલિતાણા સંઘના ભાઈઓને બોલાવવા. ભાંજગડ કરવી અને આ વાતને પતાવવી. | આ પછી હું જીવાભાઈ શેઠના બંગલે ગયો. કેશુભાઈ શેઠ ખૂબ નારાજ હતા. તેમને એમ થયું કે! , પંડિત મફતલાલને લાવવામાં ભૂલ કરી. તેમણે તો સાધુઓને વધારે ટાઈટ કર્યા. અને તે તો આપણી સાથે, વાત કરવા તૈયાર નથી. મેં કેશુભાઈ શેઠને કહ્યું, બધું પતી જશે. પણ તમારે થોડું નમતું જોખવું પડશે. તે i કહે કે શેઠને પૂછ્યા સિવાય અમે કઈ રીતે નમતું જોખી શકીએ. મેં કહ્યું, તો પછી તમે જાઓ અને શેઠને મોકલો. તે વિમાસણમાં પડ્યા કે એ પણ કેમ બને. મેં કહ્યું, “તમે ચિંતા ન કરો, બધું પતી જશે.” I તે દિવસે રાતના પાલિતાણા સંઘના ભાઈઓની અમદાવાદથી આવેલા પેઢીના પ્રતિનિધિઓ અને 1 ન્યાયસૂરિ, મંગલપ્રભસૂરિ વિગેરે સાધુઓ સાથે ખૂબ ચર્ચા ચાલી. સાધુભગવંતો અને પાલિતાણાના આગેવાનો એ નિર્ણય ઉપર હતા કે હરિજનપ્રવેશ અંગે સાધુભગવંતો તરફથી જે નિર્ણય સર્વાનુમતે આવે તે નિર્ણય પેઢીએ કબૂલ રાખવો. આ મુજબ પેઢીના પ્રતિનિધિઓ કબૂલ થાય તો સાધુઓએ પારણાં કરવાં. અને આગ | હરિજનપ્રવેશ સંબંધી જે હિલચાલ સંસ્કૃતિ રક્ષક સભા તરફથી કે બીજા તરફથી કરવામાં આવે છે તે બધી ; બંધ કરવી. આ માટે પેઢીના પ્રતિનિધિઓ ખૂબ મૂંઝવણમાં હતા. તેમને બીક હતી કે આ સમાધાન શેઠને કબૂલ નહિ થાય તો ! તેથી તેઓએ અમદાવાદ ટેલિફોનથી સંપર્ક સાધવા ખૂબ પ્રયત્ન કર્યો પણ સંપર્ક સધાયો 1 નહિ. તેમને કહ્યું, સમાધાન કરો. પારણાં થઈ જવા દો, પછી બધું થઈ રહેશે. ચિંતા ન કરો. કેશુભાઈ શેઠે ન ગમતું છતાં સ્વીકાર્યું અને આ મુસદ્દા પર સહી કરી. બીજે દિવસે મનમોહન વિજયજી તથા પ્રીતિવિજયજીનાં પારણાં થયાં. ન્યાયસૂરિ વિગેરેને મેં કહ્યું, “મહારાજ સાહેબ ! જે થયું છે તે સારું થયું છે.' | બહુ લંબાયું હોત તો કોઈ મહત્ત્વની વ્યક્તિઓ મનમોહન વિજયજીને તમે શાસન માટે પ્રાણ આપો તેવા! વ્યક્તિ છો, તેવું સર્ટીફિકેટ આપત તો તે પારણાં કરી નાખત, અને પ્રીતિવિજયજીનું પણ કાંઈ ઠેકાણું ન હતું.' આ થતાં તમારી બાંધી મૂઠી રહી છે. પેઢીને પણ નુકસાન નથી, કારણ કે સમગ્ર સાધુ ભગવંતો ભેગા મળીને | નિર્ણય આપે ત્યારે તેમને કરવાનું છે, તેમાં તેમની નાનપ નથી. આથી જે નિર્ણય થયો છે તે વાજબી છે”.j આ બધી પ્રવૃત્તિ પાલિતાણાના સંઘે કરવાની છે, તે પણ નક્કી થયું હતું. આમ, હરિજન પ્રવેશ અંગેની! ! હિલચાલમાં જે આમરણાંત ઉપવાસથી વાતાવરણ ક્ષુબ્ધ થયું હતું અને પત્રિકાઓ એક પછી એક બહાર પડતી! | હતી અને તેમાં કસ્તુરભાઈ શેઠને ધમકી આપવામાં આવતી હતી કે આ ઉપવાસથી કોઈ પણ સાધુનો દેહોત્સર્ગ થશે તો તેની જવાબદારી તમારી છે. આ પ્રવૃત્તિથી શેઠના કુટુંબીજનો પણ વ્યગ્ર હતા. તેમાં ખાસ ================================ હરિજન પ્રકરણ]. – – I ] Page #135 -------------------------------------------------------------------------- ________________ 1કરીને કસ્તુરભાઈ શેઠનાં બહેન ડાહીબહેને શેઠને કહ્યુ હતું કે તમે આ પ્રવૃત્તિમાં પડ્યા છો તે વાજબી નથી. I કોઈ સાધુનો દેહોત્સર્ગ થશે તો વાતાવરણ ખરાબ થશે અને આજ સુધી તમે કરેલ શાસન સેવા ગૌણ બની | I જશે. મુસ્લિમોની જેમ ધર્મઝનૂન જૈનોમાં પણ પ્રસરશે. અને સારા ખોટાનો વિચાર નહિ આવે. શેઠ પણ આ બધાથી ચિંતિત હતાં. પારણાં થતાં તે નિશ્ચિત બન્યા. (૭) પાલિતાણાથી અમે અમદાવાદ આવ્યા. પેઢીના પ્રતિનિધિઓ શેઠને મળ્યા. તેમને વસવસો હતો કે કરેલું સમાધાન શેઠને નહિ ગમશે, અને આપણને ઠપકો મળશે. પણ શેઠે કહ્યું, ‘“જે કર્યું તે સારું કર્યું”. હું। |પણ પછી શેઠને મળ્યો. શેઠે મને કહ્યું, ‘‘સમાધાન કર્યું તે સારું કર્યું. અમે જે કાંઈ ઠરાવ કર્યો તે શાસનનું -હિત રાખીને કર્યો છે. છતાં બધાને ગમે તે કરવામાં અમને વાંધો નથી”. આ જ અરસામાં કલકત્તાથી પૂ. આ વિજય રામચંદ્રસૂરિ મ.નો શેઠ ઉપર તાર આવ્યો. તેમાં જણાવ્યું હતું કે પાલિતાણામાં ઉપવાસ પર ઉતરેલા સાધુઓની તબિયત નાજુક છે, અને તેઓને કાંઈ થશે તો તેના જવાબદાર તમે છો. જૈન સંઘ તમારી પાસે જવાબ માગશે. શેઠે જવાબ આપ્યો “MADE PARANA” પારણાં થઈ ગયાં છે. ચિંતા કરશો નહિ.” રામચંદ્રસૂરિ મ.એ તાર કર્યો ત્યારે પાલિતાણામાં પારણાં થયાં છે તેની ખબર ન હતી. તેથી તેમણે તાર કરેલો. તેમના ખાસ ભક્ત શ્રીકાંત મને મળ્યા. તેમણે મને કહ્યું, “પંડિત મફતલાલ ! તમે પારણાં કરાવવામાં ઉતાવળ કરી. બે ત્રણ દિવસ વધુ ખેંચ્યું હોત તો ઠીક થાત.” મેં કહ્યું, “આ ઉપવાસ કરનારા |અમારા પક્ષના સાધુ હતા. તમે ઉપવાસ કરો. અમે પારણાં કરાવવા માટે મહેનત નહિ કરીએ. અમારા સાધુ | |ઉપવાસ કરે અને કૂદાકૂદ તમે કરો તે કેમ પાલવે ?” તે મૌન રહ્યા. (c). પૂ. ધર્મસાગરજી મ. નાગપુર હતા, તેમણે પહેલાં મને આ પતાવવા કાગળ લખ્યો હતો. પણ પતાવ્યા પછી રામચંદ્રસૂરિજી મ. તરફથી તેમને કાંઈ જણાવવામાં આવેલું. તેથી તેમણે મને લખ્યું કે ‘થોડું ખેંચાયું હોત તો ઠીક થાત. ગુજરાત, સૌરાષ્ટ્રમાં વાતાવરણ કેવું જામ્યું હતું, તેની મને ખબર ન હતી. એટલે મેં તમને જણાવેલું કે પતાવો. પણ મને બીજાઓ તરફથી એવા સમાચાર મળ્યા છે કે આ પતાવવામાં Iઉતાવળ થઈ છે. થોડો વિલંબ કર્યો હોત તો કસ્તુરભાઈ શેઠમાં જે અહમ હતો તે હેઠો પડત. તમે એક વાર નાગપુર આવો. આપણે મળીએ અને હવે જે સમાધાન થયું છે તેનાં સંબધમાં વિચાર કરીએ”. હું નાગપુર ગયો. મહારાજને મળ્યો. નાગપુરમાં ધર્મસાગરજી મ. સાથે રામચંદ્રસૂરિજીને પત્ર વ્યવહાર થયેલો તેથી તે એ મતના હતા કે બધા સાધુઓ તરફથી હરિજન પ્રવેશ અંગે પેઢીએ જે ઠરાવ કર્યો છે તેના વિરુદ્ધ એક મુસદ્દો તૈયાર કરી પેઢીને મોકલવો. અને તેમાં બધા સાધુઓની સંમતિ લેવી. આ કામ મારે આપણા પક્ષ તરફથી |કરવાનું અને રામચંદ્રસૂરિજીએ તેમના પક્ષ તરફથી કરવાનું. તે માટે મને લકત્તા જવાનું જણાવ્યું. કારણ | |કે તે વખતે રામચંદ્રસૂરિજી મ. કલકત્તામાં બિરાજતા હતા. ૧૨૮] [મારાં સંસ્મરણો યાને ૫૦ વર્ષની જૈન શાસનની આછી રૂપરેખા Page #136 -------------------------------------------------------------------------- ________________ (૯) હું કલકત્તા ગયો. આ અરસામાં મારે બાપાલાલ ચુનીલાલ ઝવેરી સાથે સારો સંબધ હતો. તે રામચંદ્રસૂરિ મ.નાં અનન્ય ભક્ત હતા. તેમને મેં કલકત્તા આવવા જણાવ્યું. તે અમદાવાદથી કલકત્તા આવ્યા. હું નાગપુરથી કલકત્તા ગયો. તે વખતે પંડિત પ્રભુદાસભાઈ કલકત્તામાં રહેતા હતા. હું તેમને ત્યાં iઊતર્યો હતો. રામચંદ્રસૂરિ મ. ૯૬ કૅનિંગ સ્ટ્રીટના ઉપાશ્રયે બિરાજતા હતા. શરૂઆતમાં પાલિતાણામાં જો બન્યું, તે બધી વાતથી મેં તેમને વાકેફ કર્યા. આ પછી શ્રીકાંત, હું અને તેઓ એકાંતમાં મળ્યા અને તેમાં! ! એમ નક્કી થયું કે અમારા એક તિથિ પક્ષના સાધુઓની સહી, હરિજન પ્રવેશ અંગે પેઢીએ જે ઠરાવ કર્યો : છે તેની વિરુદ્ધમાં લેવી. અને પૂ.આ. રામચંદ્રસૂરિ મ. તેમના બે તિથિપક્ષના સાધુઓની સહી મેળવે. | કલકત્તામાં હું ૩-૪ દિવસ રહ્યો, તે દરમ્યાન મહારાજનો ખૂબ સંપર્ક સધાયો. તેમના ભક્તોએ પણ | મારી સારી આગતા સ્વાગતા કરી. આ પ્રસંગે એક વાત આ પ્રસંગની અપ્રસ્તુત છે છતા જણાવું કે રામચંદ્રસૂરિજી મ. મને કહ્યું, : “મફતલાલ ! સાગરજી મ. કાળધર્મ પામ્યા, તેમની છેલ્લી અવસ્થામાં પણ મારા પ્રત્યેનો તેમનો દુર્ભાવ i શમ્યો ન હતો”. તેમણે આ વાત કરતા કહ્યું, “હું સુરતમાં મોહનલાલજી મ.ના ઉપાશ્રયે હતો. સાગરજીનું મ. ગોપીપુરા લીમડાના ઉપાશ્રયે હતા. તેમની તબિયત વધુ ખરાબ થઈ એટલે હું સાધુઓને લઈ લીમડાના Tઉપાશ્રયે ગયો. તે વખતે જયસાગરજીએ મને આસન આપ્યું. સાગરજી મ. મારી સામેથી મોઢું ફેરવી બીજી . | બાજુ વાળ્યું. હું બેઠો ત્યાં સુધી કશું કોઈ બોલ્યું નહિ. હું ચાલ્યો આવ્યો. આવું બે વાર બન્યું. એટલે કહું કે તેમના છેલ્લા સમયે પણ દુર્ભાવ તેમનો શમ્યો ન હતો”. મેં જવાબ આપ્યો : “આ વાત મેં સાંભળી છે. મારું આપને કહેવું છે કે આપ ગયા ત્યારે મન્થણ વંદામિ કે મિચ્છામિ દુક્કડમ દીધું હતું?” તેમણે કહ્યું, ના. તો પછી જો મન્થણ વંદામિ કે મિચ્છામિ દુક્કડમ, દિવાની આપની તૈયારી ન હતી તો શાથી ગયા હતા? આનો તો એ અર્થ થાય કે એમનું ધ્યાન બગાડવા! એ જ ગયા હતા. મ. ચૂપ રહ્યા. આ વાત પ્રાસંગિક કહી. કલકત્તા છોડ્યું ત્યારે રામચંદ્રસૂરિ મ. સાથે એવો નિર્ણય કરીને છોડ્યું કે અમારા પક્ષના સાધુઓની Jપેઢીના ઠરાવ વિરુદ્ધની મારે સહીઓ લેવી. તેમણે તેમના બે તિથિ પક્ષનાં સાધુઓની સહીઓ મેળવવી. આ| Iબંને ભેગી કરી કસ્તુરભાઈને આપવી. હું કલકત્તાથી નીકળી સુરત આવ્યો. સુરતમાં તે વખતે ભક્તિસૂરિ. | મ. બિરાજતા હતા. તેમની અને કેટલાક બીજાની સહીઓ લીધી. પછી હું અમદાવાદ આવ્યો. (૧૦) અમદાવાદ આવ્યા પછી પેઢીના ઠરાવ વિરુદ્ધ સહીઓ લેવાની પ્રવૃત્તિ અંગે મારો રામચંદ્રસૂરિ મ.] સાથે પત્રવ્યવહાર શરૂ થયો. મારા પત્રમાં હું જે વિગત લખતો તેની નીચે મારી સહી કરતો. સ્થળ અનેT તારીખ લખતો. જયારે રામચંદ્રસૂરિજી મ. તરફથી તેનો ઉત્તર આવતો ત્યારે તેમાં તારીખ, સ્થળ કે તેમની! 'સહી આવતી ન હતી. આવો પત્રવ્યવહાર બે-ત્રણ વાર ચાલ્યા બાદ મને આ પત્રવ્યવહાર લંબા : ન લાગ્યો. અને મેં તેમને (રામચંદ્રસૂરિ મ.ને) જણાવ્યું કે “તમને મારા પર વિશ્વાસ નથી. જેને લઈ તમે, 1 તારીખ, સ્થળ અને સહી લખતા નથી. અને જ્યાં વિશ્વાસ ન હોય ત્યાં કામ કરવું વાજબી નથી. આથી ================================ હરિજન પ્રકરણ - – ( [૧૬ — — — Page #137 -------------------------------------------------------------------------- ________________ પેઢીના ઠરાવની વિરુદ્ધની સહીઓ કરવાનું જે કામ મને સોંપાયું હતું તેમાથી હું છૂટો થાઉં છું. આપ જેની| પાસે ઠીક લાગે તેની પાસે કામ કરજો અને કરાવજો. હું આમાં પડવા માગતો નથી”. આ પછી બાપાલાલ! ચુનીલાલ મારી પાસે આવ્યા. મને ઘણું સમજાવ્યો. પણ મેં હરગીઝ આ કામ કરવાની ના પાડી. j. આ પછી તેમણે રમણલાલ દલસુખભાઈ વિગેરે દ્વારા આ કામ કરવાનો પ્રયત્ન કર્યો. પણ તે બધાએ Iકહ્યું કે આ કામ અમારું નથી. કેમકે એકતિથિ પક્ષવાળા અમને સહી કરી આપે નહિ. આમ, આ પેઢીનાાં lઠરાવ વિરુદ્ધ કામ કરવાનું અટક્યું, તે પછી થયું જ નહિ. ઉપરનું જે કાંઈ બન્યું હતું તે બધી વાત મેં કસ્તુરભાઈ શેઠને કરી અને કહ્યું કે પાલિતાણામાં થયેલ jમુસદ્દાની હવે ચિંતા કરવાની નથી. ! આ રીતે હરિજન-પ્રવેશ બંધી અંગે જે હિલચાલ થઈ તેમાં જે બાબતમાં હું સક્રિય હતો તે વાત! સંક્ષિપ્તમાં જણાવી છે. ૧૩૦] ==================== [મારાં સંસ્મરણો યાને ૫૦ વર્ષની જૈન શાસનની આછી રૂપરેખા Page #138 -------------------------------------------------------------------------- ________________ of Recous-eye વિભાગ - ૬ ભગવાન મહાવીરનાં નિર્વાણ પછીનાં ૨૫૦૦ વર્ષ શ્રમણ ભગવાન મહાવીર પરમાત્માનાં નિર્વાણ પછીનાં ૨૫૦૦ વર્ષ પૂરા થતાં હતાં. તે પહેલાં બે વર્ષ અગાઉથી ૨૫૦૦ વર્ષનો ઉત્સવ શાનદાર રીતે ઊજવવો. તેનો પ્રચાર જૈન સંઘમાં અને ભારતના | રાજયકર્તાઓમાં સારા પ્રમાણમાં ચાલ્યો હતો. “ભારતમાં અહિંસાનું જે કોઈ વાતાવરણ છે તે શ્રમણ ભગવાન મહાવીર પરમાત્માના ઉપદેશ અનેT . સિદ્ધાંતને આભારી છે. શ્ર.ભ. મહાવીર અને બુદ્ધ ભગવાન આ બંનેનો ભારતની સંસ્કૃતિમાં મહાન ફાળો છે,” તેમ ભારતના રાજપુરુષો માનતા હતા. આને લઈ ૨૫૦૦ વર્ષનો નિર્વાણ મહોત્સવ ભારતના ખૂણેખૂણે; ખૂબ જોરદાર રીતે ઊજવાય તે માટે સેન્ટ્રલ ગવર્નમેન્ટ અને પ્રાંતિક સરકારો ઉદ્યત હતી. તે તે સરકારોએ પોતાના બજેટમાં આના ખર્ચની વ્યવસ્થા પણ કરી હતી. | દિગમ્બર અને શ્વેતાંબર જૈનો પણ આ ૨૫૦૦ વર્ષનો ઉત્સવ ખૂબ સારી રીતે ઊજવાય તે માટે તુ તેમણે પોતપોતાનાં ફિરકાઓનાં ગામ અને શહેરોમાં સારી તૈયારી કરવા માંડી હતી. આ અંગે જે કાંઈ jખર્ચ કરવો પડે તે ખર્ચ તે-તે ફિરકાઓના સંયો અને સંપ્રદાયો કરવા તૈયાર હતા. આ અંગે નાના-મોટા | અનેક ગ્રંથો પ્રકાશિત થતા હતા અને ભ. મહાવીર પરમાત્માના ઉપદેશને અનુરૂપ સંસ્થાઓ વિગેરેનો પ્રારંભ થયો હતો. જ આ બધુ ચાલતું હતું તે વખતે એક નાનો વર્ગ અને તે પણ ખાસ કરીને પ્રભુદાસ બેચરદાસ પંડિતના વિચારોને અનુસરતો વર્ગ આના વિરોધમાં હતો. પ્રભુદાસભાઈ એમ માનતા હતા કે મહાવીર પરમાત્માના | ૨૫00 વર્ષની ઉજવણી પાછળ સરકારનો જે ટેકો છે તેમાં અંગ્રેજોની ભેદી ચાલ છે. તે માનતા હતા કે, |મહાવીર ભગવાન અને બુદ્ધ ભગવાનની આવી ઊજવણી પછી ઈસુની ઉજવણી સમગ્ર દુનિયાના ધોરણે મોટા! Jવ્યાપક રૂપે કરવી એના પગથાર રૂપે આ ઉજવણીને સરકારનો ટેકો છે. કેમકે ભગવાન મહાવીરની ઊજવણી. - આ રીતે કરી હોય તો ઇસુની ઉજવણી સમગ્ર દુનિયાના ધોરણે કરી શકાય. આ વિચારને માનનારા અને ================================ ભગવાન મહાવીરનાં નિર્વાણ પછીનાં ૨૫૦૦ વર્ષ - - - - - - - - - - - | Page #139 -------------------------------------------------------------------------- ________________ સરકારી ધોરણે ઊજવણી થવાથી આપણા સિદ્ધાંતોમાં ભેળસેળ થશે. તે ભયે કેટલાક આ ઊજવણીનો વિરોધ Iકરતા હતા. દિગમ્બર સમાજ ઊજવણી નિમિત્તનો સરકાર દ્વારા જે લાભ મળે તે લાભ ઉઠાવવા તૈયાર હતો. જ્યારે શ્વેતાંબર સમાજ આ મતભેદ હોવાને કારણે કેટલાક સરકારી ધોરણની ઉજવણીથી વિરુદ્ધ હતા અને કેટલાક તરફેણમાં હતા. જેને લઈ શ્વેતાંબર સમાજ સેન્ટ્રલ ગવર્નમેન્ટ કે પ્રાંતિક સરકાર પાસેથી કોઈ ખાસ લાભ લઈ શકેલ નહિ. ' આ ઊજવણી પ્રસંગની પ્રાંતિક સરકારોમાં જુદી જુદી કમિટિ નીમાઈ. અને આ પ્રાંતિક સરકારોમાં jજૈનોની લાગવગ મુજબ નાણાં ખર્ચવાનું પણ પ્રાંતિક સરકારોએ વિચાર્યું. ગુજરાત સરકારે એક કમિટિ નીમી.] અને તેમાં કસ્તુરભાઈ શેઠ, કાંતિલાલ ઘીયા વિગેરેને નીમ્યા. તેમાં ૨૫૦૦ વર્ષ નિમિત્તેની ઊજવણીમાં ખર્ચT કરવાની અમુક રકમની ફાળવણી પણ કરી. . કસ્તુરભાઈ શેઠે આ માટે શ્ર.ભ. મહાવીરનું જીવન ચરિત્ર શાળાઓમાં ભણતાં બાળકોને ઉપયોગી થાય, તેવું લખાવી શાળાઓમાં વહેંચાય તે વિચાર્યું. અને આ માટે તે વખતે સાબરમતીમાં બિરાજતા પૂજ્ય jમુનિરાજ શ્રી જખ્ખવિજયજીનો સંપર્ક સાધ્યો. એક દિવસે હું અને શેઠ જમ્બવિજય પાસે ગયા. શેઠે જમ્બવિજયજીને કહ્યું, “તમે મહાવીર! ભગવાનનું સચિત્ર જીવનચરિત્ર લખી આપો. તે છપાવી અમારે સ્કૂલમાં ભણતા વિદ્યાર્થીઓને વહેંચવું છે”.. મહારાજે કહ્યું કે “આ કામ મારાથી શક્ય નથી. કારણ કે હું બીજા કામમાં રોકાયેલો છું. ૫. મફતલાલને ; આ સોંપો. હું તે લખશે તે જોઈ લઈશ”. શેઠે આ કામ મને સોંપ્યું અને શ્ર.ભ. મહાવીરનું જીવનચરિત્ર જન્મથી માંડી નિર્વાણ સુધીનું સચિત્રો તૈિયાર કરવાનું મેં પ્રારંવ્યું. આ માટે આ કામ શરૂ કરતાં પહેલાં આવાં સચિત્ર જીવન ચરિત્રો ઑફ સેટT પ્રેસમાં છપાયેલા હોય તેવા બીજાં ચરિત્રો હું જોઈ ગયો. અને શ્ર.ભ. મહાવીરનું જીવનચરિત્ર લખવાનું શરૂ કર્યું. લખાણને અનુરૂપ ચિત્રો દોરવાનું કામ મેં સોલંકી ચિત્રકારને સોંપ્યું. હું લખાણ લખતો, તેને અનુરૂપ ચિત્ર દોરવાનો ચિત્રકારને ખ્યાલ આપી હું ચિત્રો દોરાવતો. અને આ રીતે મેં ભગવાન મહાવીરનાં જન્મથી માંડી નિર્વાણ સુધીનાં ચિત્રો દોરાવ્યા. તે ચિત્રો સાથે લખાણ પણ Jઆપ્યું. આ લખાણ અને ચિત્રો છપાવતાં પહેલાં મેં કસ્તુરભાઈ શેઠને બતાવ્યાં. કસ્તુરભાઈ શેઠે મને કહ્યું, i“તમે સૌ પહેલા જમ્બવિજય મ. ને બતાવી આવો. તે બરાબર કહે તેટલે છાપવાનું શરૂ કરજો”. તે વખતે | જમ્બવિજયજી મ. કચ્છમાં બિરાજતા હતા. હું કચ્છ ગયો. ચિત્રો લખાણ વિગેરે બધુ તેમને બતાવ્યું. તે બધુંT જોઈ ગયાં. અને શેઠ ઉપર કાગળ લખી આપ્યો કે “હું જોઈ ગયો છું બધુ બરાબર છે. અને છાપવામાં વાંધો! નથી”. આ પછી ચિત્રો અને લખાણ મેં પૂ.આ. નંદનસૂરિજી મ. તથા કૈલાસસાગરસૂરિજીને બતાવ્યાં. અને =============================== ૧૩૨] ( [મારાં સંસ્મરણો યાને ૫૦ વર્ષની જૈન શાસનની આછી રૂપરેખા Page #140 -------------------------------------------------------------------------- ________________ ભદ્રંકરસૂરિજીને પણ બતાવ્યા. આ ત્રણેયનો અભિપ્રાય બરાબરનો આવ્યો. ત્યારબાદ શેઠની સંમતિથી અજંટા, Iઓફસેટને છાપવાનું કામ સોંપ્યું. આની પચાસ હજાર કોપીઓ છપાવવામાં આવી. આ છપાઈ, બંધાઈ. મુ બહાર પડે તે પહેલાં એક પ્રસંગ બન્યો. IYી. આ પ્રસંગ એ હતો કે અજંટા ઑસેટમાં એક ભાઈ હાજા પટેલની પોળના છાપકામ માટે અવારવનારાં આવતા હતા. તેમણે અજંટા ઓફસેટના માલિકને પૂછી એક ચોપડી લીધી. અને કહ્યું કે આ તો અમારા જૈન. Tધર્મની છે. બાળકોને વાંચવા જેવી છે. હું લઈ જાઉં છું. એમ કહી અજંટા ઓફસેટના માલિક મોતીભાઈl | પાસેથી લઈ ગયા. તેણે આ ચોપડી હાજાપટેલની પોળના ઉપાશ્રયે બિરાજતા રામચંદ્રસૂરિ મ.ના સમુદાયના | સાધુ હેમચંદ્રવિજયજીને આપી. તેમણે તે ચોપડી રામચંદ્રસૂરિજીને મોકલી. તે જોયા બાદ કાંતિલાલ ચુનીલાલ, i દ્વારા શેઠને કાગળ લખાવ્યો કે “તમારા દ્વારા શ્ર.ભ. મહાવીરની એક પુસ્તિકા છપાય છે. તે મેં જોઈ છે. આ ચોપડી બરાબર નથી. તે જૈન શાસનની અવહેલના કરનારી છે. માટે પ્રકાશિત ન કરવી જોઈએ”. તેનું Iઉપરાંત જામનગર તરફનાં ભા.જ.પ.ના કેટલાક ધારાસભ્યો દ્વારા પણ આ ચોપડીનો વિરોધ શરૂ કરાવ્યો.! શેઠે મને બોલાવ્યો અને કહ્યું કે “મફતલાલ ચોપડી બહાર પડી નથી. અને તેની વિરુદ્ધના કાગળો! તો મારી પર આવે છે. આ ચોપડી સામા પક્ષ પાસે ગઈ કેવી રીતે? તમે શું ધ્યાન રાખ્યું? તમે છાપવા jઆપેલ પ્રેસવાળો તમને પૂછ્યા સિવાય કેમ આપે? અને તેના આપ્યા સિવાય સામાવાળાને ખબર શી રીતે Jપડે? તમે તપાસ કરો.” હું અજંટા ઓફસેટના માલિકને મળ્યો અને શેઠે મને કહ્યું હતું તે બધું કહ્યું. તેણે કહ્યું મેં બીજા! ; કોઈને આપી નથી. પણ એક હાજા પટેલની પોળવાળા ભાઈને આપી છે. તેણે કદાચ માને પહોંચાડી હશે.' ' મેં કહ્યું. “આ બધું ખોટું થયું છે. શેઠ તરફથી મને ખૂબ ઠપકો મળ્યો છે. અને સામાવાળા પક્ષે શેઠ ઉપરાંત, 1 ધારાસભ્યોને પણ જણાવી આનો વિરોધ કર્યો છે. કદાચ પરિણામ એ પણ આવે કે ચોપડી કેન્સલ થાય. અને 1 તમારી ભૂલે આ પચાસ હજાર ચોપડીનું બિલ અટકી પડે. એથી મને મોટું નુકસાન થાય. તે વિમાસણમાં |પડ્યા. જે ભાઈને ચોપડી આપી હતી તેમને મળ્યા. તેણે કહ્યું, ““મેં તો માત્ર મને જોવા આપી હતી. પણI આવું પરિણામ આવશે તેની મને ખબર ન હતી”. શેઠે મને કહ્યું : “રાજય સરકાર તરફથી તમને પૈસા આપવાના છે આ થયું એટલે કદાચ તમારા jપૈસા અટકે. અને તમારી સાથે કદાચ મારું નામ પણ વગોવાય. તેમણે મને અમદાવાદના પ્રસિદ્ધ ગણાતા ફોજદારી વકીલ પાસે મોકલ્યો અને કહ્યું કે પ્રેસવાળા સામે પગલાં લો”. હું વકીલ પાસે ગયો. તેમને બધી વાત કરી. તેમણે કહ્યું, “આ કેસમાં કામ તમને સોપેલું હોવાથી તમારી સામે અને તમારી સાથે તમારામાં મળતિયા તરીકે પ્રેસવાળા સામે પગલાં લેવાય. એકલા પ્રેસવાળા સામે ન લેવાય”. વકીલે શેઠને પણ વાત, કરી. શેઠ વિચારમાં પડ્યા. (પ) - થોડા દિવસ બાદ શેઠે મને બોલાવ્યો અને કહ્યું : “અજંટા પ્રેસમાં જે ચોપડીઓ છપાવી છે તે | બંધાવી લો અને બંધાવ્યા પછી મારે ત્યાં મોકલી આપો”. મેં પચાસ હજાર ચોપડીઓ બંધાવી શેઠને ત્યાં =============================== ભગવાન મહાવીરનાં નિર્વાણ પછીનાં ૨૫૦૦ વર્ષ [૧૩૩/ Page #141 -------------------------------------------------------------------------- ________________ |મોકલી આપી. અને તેમના કહેવા મુજબ બિલ બનાવી આપ્યું. થોડા દિવસ બાદ આ બિલના પૈસા મને| |અપાવી દીધા અને ચોપડીઓ જુદી જુદી સ્કૂલોમાં ડિસ્ટ્રીબ્યુટ કરાવી દીધી. (૬) આ બધું બન્યા છતાં રામચંદ્રસૂરિજીએ તથા તેમના ભક્તો દ્વારા, જુદા જુદા ધારાસભ્યો દ્વારા, એમનો વિરોધ ચાલુ રાખ્યો. અને સરકારી ખાતામાં આની પૂછપરછ અને તપાસ કરવાનું આરંભાયું. સરકાર | -તરફથી નક્કી થયું કે ચોપડીની તરફેણમાં શેઠે જવાબ આપવો અને ચોપડી બરાબર નથી તેવો વિરોધ કરનારાઓ તરફથી રાણપુરવાળા ભાઈ શ્રીનરોત્તમદાસ મોદીને નક્કી કર્યા. શેઠે તેમના તરફથી મારું નામ ! સૂચવ્યું. (6) સરકાર તરફથી શાહીબાગ એનેક્સીમાં મિટિંગ મળી. રાણપુરવાળા ભાઈનું કહેવું હતું કે ‘‘ચિત્રો | Iબરાબર નથી. આ ચિત્રો ભગવાનની છાયાને ઓછી કરનારા છે. માટે આ ચોપડી રદ થવી જોઈએ. બીજી ચોપડી છપાવો તો અમે ખર્ચ આપવા તૈયાર છીએ. ચિત્રો જુદાં કરાવો”. મેં જવાબ આપ્યો કે “લખાણમાં કોઈ ભૂલ હોય તો હું સુધારવા તૈયાર છું. ચિત્રો તો ગમે તેવા સારા ચિત્રકારે દોર્યાં હોય તો પણ તેમાં ભૂલ કાઢનાર ગમે તે ભૂલ કાઢી શકે. અને આ છપાવતાં પહેલાં આ ચોપડીનું લખાણ અને ચિત્રો જમ્મુવિજયજી મ.ને બતાવ્યાં છે. તેમણે પાસ કર્યા પછી અને શેઠને જણાવ્યા પછી, શેઠનો ઓર્ડર મળ્યા બાદ આ પુસ્તક Iછપાયું છે. દેવેન્દ્રસાગરસૂરિ, કૈલાસસાગર સૂરિ વિ. ને બતાવ્યું છે. તેમણે પણ આમાં, ચિત્રો કે લખાણમાં | ભૂલ કાઢી નથી’’. રાણપુરવાળા નરોત્તમદાસે કહ્યું, ‘‘તમે આચાર્ય વિજયરામચંદ્રસૂરિજીને બતાવી કેમ નહિ ?' મેં ।જવાબ આપ્યો : ‘‘બધાને બતાવવાનું શક્ય ન બને’”. વધુમાં મેં તે વખતે તેમને કેટલીક વાતો કહીને જણાવ્યું [કે અમારા જેવાને અશ્રદ્ધાળુ ન બનાવો. આમ, એક-બે મિટિંગો થઈ, અને વાત ખોરંભે પડી. છપાયેલાં પુસ્તકો શેઠ દ્વારા વહેચાઈ ગયાં. રાજ્ય તરફથી પણ પછી કોઈ આગળ પૃચ્છા થઈ નહિ. રામચંદ્રસૂરિજી તરફથી પણ પછી કોઈ કાર્યવાહી આગળ ચાલી નહિ. (<) આ પુસ્તક છપાયું તે દરમ્યાન હું મુંબઈમાં દીપચંદ ગાર્ડીને મળેલો. તેમણે આ પુસ્તક જોયા પછી મને કહેલું કે મુંબઈ સ૨કા૨ને પણ પણ આવું કોઈ સાહિત્ય છપાવવું છે. તમે જો આ જ પુસ્તક, ચિત્રો આનાં આ રાખો અને ગુજરાતી લખાણને બદલે અંગ્રેજી લખાણ કરી છપાવી શકતા હો તો મુંબઈ સરકાર તરફથી ૫૦૦૦૦ કોપી છપાવવાની હું વ્યવસ્થા કરૂં. મેં સારું કહ્યું. આ પછી મણિલાલ હીરાચંદ ગાંધી દ્વારા ગુજરાતી લખાણનો અંગ્રેજી અનુવાદ કરાવ્યો. પણ ગુજરાત સરકાર દ્વારા જે કાર્યવાહી ચાલી તેથી હું ઉદ્વિગ્ન થવાથી મેં આ કામ કરવાનું માંડી વાળ્યું. અંગ્રેજી અનુવાદ સહ પુસ્તક છપાવવાનો વિચાર બંધ રાખ્યો. આ પુસ્તકની પ્રસ્તાવના તે વખતના ૧૩૪] [મારાં સંસ્મરણો યાને ૫૦ વર્ષની જૈન શાસનની આછી રૂપરેખા Page #142 -------------------------------------------------------------------------- ________________ મુખ્યમંત્રી બાબુભાઈ જશભાઈ પટેલે લખી હતી. અને પ્રાસંગિક શેઠ કસ્તુરભાઈએ લખ્યું હતું. આ પુસ્તકના પાછળના પાનામાં જે થોડા શ્લોકોનો અનુવાદ હતો તે ગાર્ડીને ખૂબ ગમ્યો હતો. તેમણે તે ખાસ ઊતારી લીધો હતો. આ પુસ્તકના પ્રસંગથી જ દીપચંદભાઈ ગાર્ડી સાથે સવિશેષ પરિચય અને સંબંધ થયો હતો. (૯) શ્ર.ભ. મહાવીર નિર્વાણનાં ૨૫૦૦ વર્ષ સંબંધી ચર્ચા ચાલતી હતી, તે અરસામાં પર્યુષણ પર્વમાં મારે મુંબઈ જવાનું થયું. કારણ કે તે પર્યુષણમાં મારી દીકરીએ મુંબઈમાં અઠ્ઠાઈ કરી હતી. મુંબઈમાં તે વખતે રામસૂરિજી મ. ડહેલાવાળા ગોડીજીમાં ચાતુર્માસ બિરાજતા હતા. ત્યાં ગોડીજીમાં મેં સંવત્સરીનો પૌષધ કર્યો | હતો. પૌષધના પારણા પછી મેં તે વખતે પૂ.આ. રામચંદ્રસૂરિજી મ. સાંતાક્રૂઝ બિરાજતા હતા તેમનો સંપર્ક | સાધવા મેં સાંતાક્રુઝ ટેલિફોન કર્યો અને ત્યાંના તે વખતના ટ્રસ્ટી ઠાકોરભાઈ સાથે વાત કરી કે મહારાજને હું મળવા માગું છું તો તમે સમય નક્કી કરી મને જણાવો. તેમણે મને પ્રાયઃ ભાદરવા સુદ નોમનો દિવસ આપ્યો. હું સાંતાક્રુઝ ગયો. તેમને મળ્યો. ભ. મહાવીરના નિર્વાણનાં ૨૫૦૦ વર્ષ સંબંધી વાત કરી કે, આપણી અંદરોઅંદરની લડાઈને લીધે આપણે પ્રાંતિક સરકારો જે આમાં સારા પૈસા ખર્ચવા માગે છે તેનો । લાભ લઈ શકતા નથી. દિગમ્બરો તેનો લાભ ઊઠાવે છે. તેમની સંસ્થાઓને સદ્ધર કરે છે. અને ભવિષ્યની | પેઢીને પણ તૈયાર કરી શાસ્ત્રથી અભિજ્ઞ બનાવે છે. ત્યારે આપણે લડવામાંથી ઊંચા આવતા નથી. । જૈન સંઘના શ્રાવકોને તો આની કોઈ પડી નથી. તમે સાધુઓ જેમ દોરો તેમ દોરવાય છે. આપ અને નંદનસૂરિ મ. એક મત થઈ જે કોઈ નિર્ણય કરો તે સમસ્ત સંઘોને કબૂલ થાય તેમ છે. તમારા બેના મતભેદને કારણે સંઘને ઘણું નુકસાન થાય છે. સરકાર પૈસા ખર્ચવા માગે છે તેને આપણે ખર્ચી શકતા નથી. | તેટલું જ નહિ, પણ સરકારમાં આપણા શ્વેતાંબર સમાજની ખરાબ છાયા પડે છે. તેના નિમિત્તમાં આપણા | સંઘ પક્ષે તમે બંને જવાબદાર બનો છો. તો સાથે બેસીને કોઈને કોઈ પણ જાતના નિર્ણયમાં એક મત થાઓ.I જવાબમાં તેમણે આ વાતને ઉડાવી દઈ તિથિ-ચર્ચાની વાત કાઢી અને કહ્યું : ‘‘કોઈને શાસ્ત્ર સમજવું નથી. પોતાનો કક્કો ખરો કરવો છે. એ કેમ બને ?’” મેં જવાબમાં કહ્યું, ‘“મહારાજ, આ તિથિની ચર્ચા । જ ખોટી ઉત્પન્ન થઈ છે. જેનો પાયો નથી તેવી ચર્ચાથી જૈન સંઘને ઘણું નુકસાન થયું છે. મેં બંને પક્ષોની Iદલીલો અને શાસ્ત્રપાઠો વાંચ્યા છે. મને આપનો આગ્રહ બરાબર લાગતો નથી'. આમ ઘણી વાતો કરી. I પણ જે વાત માટે હું ગયો હતો તે વાતને છોડીને આડીઅવળી વાતે ચડ્યા. આ બંને આચાર્યોનો મતભેદ છેવટ સુધી રહ્યો અને તેથી આપણાં સંઘને જે લાભ થવાનો હતો તે થયો નહિ અને સરકારમાં છાયા ખોટી પડી. (૧૦) શ્ર. ભ. મહાવીરનાં ૨૫૦૦ વર્ષ સંબંધમાં કસ્તુરભાઈ શેઠ સારો રસ લેતા હતા. તેઓ સરકારમાં સારી લાગવગ ધરાવતા હતા. તેમ સંઘમાં પણ તેમની સુંદર છાયા હતી. આ અંગે સંઘની એક મિટિંગ કેશુભાઈ શેઠને ત્યાં રાખવામાં આવી. તેમણે અમદાવાદના આગેવાનોને બોલાવ્યા. આમાં તે વખતના ડેપ્યુટી ભગવાન મહાવીરનાં નિર્વાણ પછીનાં ૨૫૦૦ વર્ષ] [૧૩૫ Page #143 -------------------------------------------------------------------------- ________________ મિનિસ્ટર કાંતિલાલ ઘીયા પણ હતા. આ મિટિંગમાં બે જાતના મતભેદવાળા ભાઈઓ હતા. કેટલાક| |રામચંદ્રસૂરિજીની તરફેણવાળા તો કેટલાક નંદનસૂરિજીની તરફેણવાળા હતા. રામચંદ્રસૂરિજી ઊજવણીની વિરોધમાં હતા જ્યારે નંદનસૂરિજી મ. ઊજવણીની તરફેણમાં હતા. I આ મિટિંગ થાય તે પહેલા કસ્તુરભાઈ શેઠે મને અરવિંદ મિલમાં સવારે બોલાવ્યો અને કહ્યું કે તમે |એક સુંદર લખાણ તૈયાર કરી આપો. આ લખાણ આ મિટિંગમાં રજૂ થવું જોઈએ. મેં અરવિંદ મિલમાં તેમની Iઓફિસમાં જ બેસી એક લખાણ રોહિણિયા ચોર અને મહાવીર પરમાત્માના સંબંધના દૃષ્ટાંતને રજૂ કરીI તૈયાર કરી આપ્યું. આ સમયે ૧૧-૦૦ વાગ્યાનો હતો. મિટિંગ ૩-૦૦ વાગે મળવાની હતી. શેઠે પોતાની લાગવગથી બે કલાકમાં જ આ લખાણ છપાવ્યું અને મિટિંગમાં બેઠેલા બધાને જણાવ્યું કે ભગવાનના શબ્દો અનિચ્છાએ પણ માત્ર કાને પડવાથી રોહિણિયા ચોર જેવા પ્રતિબોધ પામ્યા. તે પરમોપકારી ભગવાનની ૨૫૦૦ વર્ષની ઊજવણીમાં તેના જ ભક્તો, શ્રાવકો વિરોધ કરે તેનાથી બીજું શું આશ્ચર્ય હોઈ શકે ? શેઠના આ શબ્દોની અસર ખૂબ સારી થઈ. અને અમદાવાદ શહેરે આ ઊજવણીનો કાર્યક્રમ વર્ષ દરમ્યાન ઘણા પ્રસંગો યોજી સારી રીતે પાર પાડ્યો. (૧૧) આ પ્રસંગને અનુરૂપ એક મોટો કાર્યક્રમ હઠીભાઈની વાડીએ રાખવામાં આવ્યો હતો. અને ત્યાં | બહારના પણ બીજા વક્તાઓને બોલાવ્યા હતા. હઠીભાઈની વાડીએ રાતના ભગવાનનાં જીવનના વિવિધ 1 પ્રસંગ-ચિત્રોનું આલેખન કર્યું હતું. તે અંગે વક્તાઓ ભાષણ કરવાના હતા. ત્યારે આની ઊજવણીનો વિરોધ કરનારા વી૨સૈનિકોએ ખૂબ તોફાન કર્યું. મરચાનો ભૂકો ઉછાળ્યો. અને આ સભામાં બોલવા આવનારાઓનાં કપડાં ખેંચ્યાં. આ વાતાવરણ શિષ્ટ અને શોભાયુક્ત નહોતું. તદ્ઉપરાંત આ ઊજવણીનાં વિરોધમાં ચંદ્રશેખર વિજયજી હતા. તેને લઈ તેમના વીર સૈનિકો પણ વિરોધમાં જોડાયા હતા. તેમણે ઊજવણી અટકે તે માટે ઉપવાસ આદર્યા. આ ઉપવાસ લાંબા ન ચાલે તે માટે I કસ્તુરભાઈ શેઠ જ્યાં મહારાજ બિરાજતા હતા, તે વિદ્યાશાળાએ ગયા. મ.ને પોતાનું દૃષ્ટિબિંદુ સમજાવ્યું અને ઉપવાસ છોડી દેવા વિનંતી કરી. મહારાજ તે વખતે ન માન્યા. શેઠ મ. પાસેથી નીકળ્યા તે વખતે વીર સૈનિકોએ શેઠની સાથે સારૂં વર્તન ન કર્યું. મ.ને આ વાતની ખબર પડી ત્યારે તેમને દુઃખ થયું. આ પછી |બે-એક દિવસ બાદ મ.ને સમજાવ્યા. તેથી તેમણે પારણું કર્યું. આ પ્રસંગે ઇન્દોરમાં એક સભા થઈ. ત્યાં કસ્તુરભાઈ શેઠ ગયા હતા ત્યારે તેમને ત્યાં પણ આ વીર સૈનિકોએ ધક્કે ચડાવ્યા હતા. ટૂંકમાં આ પ્રસંગ શ્વેતાંબર જૈન સમાજ માટે સારો ન ગણાયો. કારણ કે તેમાં કેટલાંક તોફાની ।તત્ત્વોએ ભાગ લીધો અને સંઘની છાયાને હલકી પાડી. ૧૩૬] [મારાં સંસ્મરણો યાને ૫૦ વર્ષની જૈન શાસનની આછી રૂપરેખા Page #144 -------------------------------------------------------------------------- ________________ વિભાગ - ૭ પાલિતાણા નૂતન મંદિર પ્રતિષ્ઠાનો પ્રસંગ શ્રી શત્રુંજય ગિરિરાજ ઉપર વચલા ગાળામાં પેઢીના પ્રતિનિધિઓની લાગવગથી જ્યાં જેને ઠીક લાગ્યું ત્યાં લોકોએ પ્રતિમાઓ બેસાડી. કારણ કે ભાવિક માણસો શત્રુંજય ઉપર પ્રતિમા પધરાવાય તે એક જીવનનો એક અમૂલ્ય લ્હાવો ગણતા. આને લઈ જેની લાગવગ અને શક્તિ પહોંચી ત્યાં સૌએ તેનો ઉપયોગ | કર્યો. જેને લઈ પ્રાચીન શિલ્પ દબાયું. અને કેટલીક કદરૂપતા થઈ. શેઠ કસ્તુરભાઈએ આબુનો જીર્ણોદ્ધાર વસ્તુપાલ અને તેજપાલ અને વિમળશાહે જે મંદિરો બંધાવ્યા, | હતાં, તે મંદિરોને અનુરૂપ કરાવ્યો. તેમ પાલિતાણાનું શિલ્પ જે દબાયું હતું તે મૂળ સ્વરૂપે પ્રગટ થાય અને, | મૂળ સ્વરૂપનું દેરાસર સચવાઈ રહે તે માટે પાછળથી બેસાડેલી આ બધી પ્રતિમાઓ ખસેડવાનું નક્કી કર્યું,i Jઅને તે માટે પૂ.આચાર્ય ઉદયસૂરિ, નંદનસૂરિ મ.ની સલાહ લીધી. સારા દિવસે અને મુહૂર્ત તે પ્રતિમાઓ! તેમણે ખસેડી. જે દિવસે આ પ્રતિમાઓ ખસેડી એ દિવસે પાલિતાણામાં સ્થાનિક સંઘ તથા કેટલાક યાત્રિકો/ તરફથી ખૂબ મોટો ઊહાપોહ જાગ્યો. અને નંદનસૂરિ મ.તે વખતે પાલિતાણા હોવાથી તેમની સામે હલ્લો! લઈ જવામાં આવ્યો. પણ તે મક્કમ હતા, એટલે ખાસ કાંઈ અજુગતું બન્યું નહિ. આ પ્રસંગે અમદાવાદથી ; પેઢીના પ્રતિનિધિઓ આવ્યા. તેમણે શેઠનો આદેશ અને અભિપ્રાય સ્થાનિક સંઘ અને ઊહાપોહ કરનારાઓને સિમજાવી બધી વિગતથી વાકેફ કર્યા. પણ તેમનો અસંતોષ મટયો નહિ. | આ ખસેડેલી પ્રતિમાઓ કોઈ બહાર ઠેકાણે આપવાની નહોતી. ગિરિરાજ ઉપર જ સારા ઠેકાણેT ! પધરાવવાની હતી. અને જેમની પ્રતિમા પધરાવેલી હોય અને તેના વારસો હયાત હોય તો તેમના હાથે! પ્રતિષ્ઠા કરાવવાની હતી. આ બધી પ્રતિમાને એક મોટું નવું દેરાસર બાંધી ડુંગર ઉપર જ સારી જગ્યાએ પ્રતિષ્ઠિત કરવાની હતી. આ બધો ખુલાસો શેઠે અને પેઢીએ કર્યો હતો. છતાં ઊહાપોહ કરનારાઓનું મન jમાન્યું ન હતું. શેઠે માન્યું કે ઊહાપોહ કરનારા ભલે આજે ઊહાપોહ કરે પણ જયારે નવું મંદિર બંધાઈ આ બધી મૂર્તિઓની પ્રતિષ્ઠા થશે એટલે આપોઆપ ઊહાપોહ શમી જશે. તેમણે જૂની નહાવાની જગ્યા હતી તેT ============ ===== ====== ==== ===== | પાલિતાણા નૂતન મંદિર પ્રતિષ્ઠાનો પ્રસંગ]. [૧૩૭ — — — — — — — — — — — — Page #145 -------------------------------------------------------------------------- ________________ જિગ્યાએ એક મોટી ભમતીવાળું મંદિર ઊભું કર્યું. અને આ બધી પ્રતિમાઓ તેમાં પધરાવવાનું અને પ્રતિષ્ઠિતી કિરવાનું નક્કી કર્યું. આ કામ ઝડપભેર આરંવ્યું અને ૩-૪ વર્ષના ગાળામાં ગિરિરાજ ઉપર ભમતીવાળું, દિરાસર તૈયાર થયું. દાદાના દરબારની આસપાસ જુદાજુદા ઠેકાણે પધરાવેલી પ્રતિમાઓને ઉત્થાપિત કરી આ નવા દેરાસરમાં પધરાવવાનું નક્કી કર્યું. જે લોકોના કુટુંબીઓનાં નામ સરનામાં ન મળ્યાં, તેમની પ્રતિમાઓને પ્રતિષ્ઠિત કઈ રીતે કરવી તે વિચાર પેઢીની મિટિંગમાં આવ્યો. આ પેઢીની મિટિંગમાં પ્રતિમાની ઊંચાઈ 1 jમુજબ અને બેઠક પ્રમાણે નકરો નક્કી કરવામાં આવ્યો. આમ તો સામાન્ય રિવાજ એવો છે કે કોઈ પણ] lભગવાનની પ્રતિષ્ઠા કરવી હોય ત્યારે ઉછામણી બોલવી જોઈએ. પણ પ્રતિમાઓ ઘણી હતી. અને ઉછામણી! Iબોલવાનો હક્ક ભારતભરના ગામેગામના સંઘને છે તે બધાને પહોંચી ન શકાય અને વ્યવસ્થા ન કરી શકાય એટલે પેઢીએ નકરો નક્કી કર્યો. અને તેના ફોર્મ કાઢી જાહેરમાં ભરાવવાનું નક્કી કર્યું. આ આવેલા ફોર્મ | સારા દિવસે પ્રતિષ્ઠિત આગેવાનોની હાજરીમાં જેટલી પ્રતિમાઓ હોય તેટલા ઉપાડવામાં આવે અને જેનો jનંબર લાગ્યો હોય તેને પ્રતિષ્ઠા કરવાનો હક્ક અપાય તેવું નક્કી થયું. તે મુજબ ગામેગામથી સેંકડો ભાઈ બહેનોએ શક્તિ મુજબના નકરાને અનુસરી ફોર્મ ભર્યા અને પોતાનાં નંબર આવે તે આશાને મનમાં રાખી રાહ જોવા લાગ્યા. (૪). નકરાની આ પદ્ધતિ વિજય રામચંદ્રસૂરિ, ચંદ્રશેખરવિજયજી વિગેરેને અને બીજા પણ કેટલાકને ન Tગમી. તેઓને લાગ્યું કે આ પ્રતિમાઓની ઉછામણી બોલાય તો લાખ્ખો રૂપિયાની દેવદ્રવ્યની આવક થાય.' આ નકરાની પદ્ધતિથી દેવદ્રવ્યને મોટું નુકસાન થશે અને તે દિવસે નકરાની પદ્ધતિ ઘર ઘાલી જશે.' નકરાની પદ્ધતિ ખૂબ ખોટી છે. તેમણે પેઢી સામે ખૂબ ઊહાપોહ જગાવ્યો. લોકોને નકરાની પ્રતિમાની, પ્રતિષ્ઠા ન લેવાનું સમજાવ્યું એટલું જ નહિ, પણ નકરાથી પ્રતિમાની પ્રતિષ્ઠા કરનાર સામે અવરોધ ઊભો ; કરવાનું નક્કી કર્યું. જાહેરમાં હેન્ડબિલ કાઢ્યાં અને જણાવ્યું કે આ રીતે દેવદ્રવ્યને નુકસાન કરનારાઓને iટી.બી. થશે, કેન્સર થશે, દેવાળું કાઢશે, કોઈ રીતે આ ભવમાં સુખી નહિ થાય અને પરભવમાં પણ સુખીT નહિ થાય વિગેરે કહેવાનું રાખ્યું. એટલું જ નહિ, પણ પ્રતિષ્ઠા કરવા આવનારને ઉપર ન જવા દેવા માટે માર્ગમાં અવરોધ ઊભા કરવામાં આવશે તેમ પણ કહ્યું. આવું ઘણું કરવામાં આવ્યું. બોલી બોલીને પ્રતિષ્ઠા! કરવી તે વાતને સ્વીકારનારા રામચંદ્ર સૂરિ પક્ષના સાધુ હતા. ઉપરાંત એક તિથિ પક્ષના પણ કેટલાક એવું! માનતા હતા કે નકરાની પદ્ધતિ બરાબર નથી. તેથી દેવદ્રવ્યને નુકસાન થવા સંભવ છે. આમાં કૈલાસસાગરસૂરિ jપણ તે મતના હતા. પૂ.આ. વિજય નંદનસૂરિ વિગેરે તથા પૂ.મુનિ શ્રી જખ્ખવિજયજી વિગેરે એ માન્યતાનાનું lહતા કે નકરાથી પ્રતિષ્ઠા થાય તેમાં કંઈ ખોટું નથી. આમાં સામાન્ય માણસ પણ લાભ લઈ શકશે. 1 જેમ જેમ દિવસો નજીક આવતા ગયા તેમ તેમ આ સંઘર્ષ વધુ જામતો ગયો. અને એવી પણ વાતો | બહાર આવી કે જે પક્ષ નકરાથી પ્રતિષ્ઠામાં નથી માનતો તે પક્ષની સાધ્વીઓ રસ્તામાં સૂઈ જશે. લોકોને Tઉપર ચઢવા નહિ દે. તેમજ વીરસૈનિકો અવરોધો ઊભા કરશે. શેઠ આ બધી વસ્તુથી ખૂબ ચિંતિત હતા. ૫૦ વર્ષથી પેઢીનો કારોબાર તેઓ સંભાળતા હતા. આવો વિરોધનો પ્રસંગ તેમને માટે કપરો હતો. તેમણે વિચાર્યું કે “શું કરવું?” પેઢીના કેટલાક સભ્યો શેઠને કહેતા | ================================ ૧૩૮] [મારાં સંસ્મરણો યાને ૫૦ વર્ષની જૈન શાસનની આછી રૂપરેખા - - - - - - - - - - - - - - - - - - Page #146 -------------------------------------------------------------------------- ________________ |હતા કે આવો સંઘર્ષ થાય તેમ છે તો હમણાં પ્રતિષ્ઠા બંધ રાખો. ત્યારે શેઠનું કહેવું હતું કે જાહેર કર્યા પછી| તોફાનોથી ડરી બંધ રાખવી તે કાયરતા છે. ગમે તે થાય, પ્રતિષ્ઠા તો નિયત દિવસે કરવી જ. તોફાનો| કરનારા જે તોફાનો કરે તેને પહોંચી વળવાની તૈયારી રાખવી. પણ ડરીને બંધ રાખવી તે વાજબી નથી. (૫) પૂ.આ.નંદનસૂરિ મ.ના હસ્તે પ્રતિષ્ઠા કરાવવાનું નક્કી થયું હતું. તેનું મુહુર્ત પણ તેમણે કાઢ્યું હતું. | આ મુહૂર્ત બરાબર નથી તેવી વાતો જામનગરના કેટલાક અસંતુષ્ટ ભાઈઓ તરફથી પેપરોમાં પ્રસિદ્ધ કરવામાં | આવી. આ મુહૂર્ત નંદનસૂરિ મ.ખૂબ વિચાર અને ગણતરીપૂર્વક બીજા જ્યોતિષના જોણકારોની સલાહ લઈને ! કાઢ્યું હતું. છતાં વિરોધીઓ તરફથી આવતી આ વાતોનો તેઓ રદિયો આપવા તૈયાર થયા. તે માટે આખો એક લેખ તૈયાર કર્યો. પ્રતિષ્ઠા પ્રસંગને અનુલક્ષી તેઓ વિહાર કરી પાલિતાણા જવાના હતા. ત્યાં જતાં પહેલાં તેઓ પાંજરાપોળથી મહિમાંપ્રભસૂરિનાં જ્ઞાનમંદિરે ઊતર્યા. હું તેમને મળવા ગયો. તેમણે મને |વિરોધીઓએ કરેલા આક્ષેપોના જવાબ આપતો લેખ બતાવ્યો. મેં કહ્યું, “મહારાજ ! ગમે તે માણસ ગમે Iતેવા આક્ષેપ કરે તેનો જવાબ આપવાની જરૂર નથી ! કોઈ મહત્ત્વની વ્યક્તિ આપને કહે તો જ જવાબ| આપવો. તેથી આ સવાલ જવાબમાં મહેરબાની કરી ઊતરશો નહિ”. આ વાત તેમને ગમી અને તેમણે લખેલો લેખ રદ કર્યો. તે વખતે તેમની સાથે સૂર્યોદયસૂરિ, શીલચંદ્રવિજયજી વિગેરે હતા. આ પછી મહારાજશ્રીએ વિહાર કર્યો અને તે ધંધુકા પહોચ્યા. (૬) ધંધુકા હું, ફુલચંદભાઈ, પ્રમોદભાઈ, વિગેરે ગયા. તેમણે નંદિસૂત્ર ઉપર આપેલાં વ્યાખ્યાનોનું પુસ્તક તૈયાર થયું હતું. તેની પ્રસ્તાવના લખવાનું કામ મને સોંપ્યું હતું. તે પ્રસ્તાવના મેં લખી હતી. તેનું કાચું મેટર મ.શ્રી અને શીલચંદ્રવિજયજીને વંચાવ્યું. તેમણે પોતે સ્વસ્થ રીતે સાંભળ્યું. તેમાં કાંઈ ફેરફાર કરવાનો હોય તો તે કરવા મેં વિનંતી કરી. ત્યારે તેમણે કહ્યું, બધું બરાબર છે. આ લખાણ વાંચ્યું ત્યારે નંદનસૂરિ મ., સૂર્યોદયસૂરિ, શીલચંદ્રવિજયજી વિ. બધા હાજર હતા. આ પછી હું અમદાવાદ આવ્યો. અને |બીજા દિવસે હું ફુલચંદ કારીગરના ત્યાં માંડવીની પોળે હતો. તે વખતે સાંજનાં ૬-૦૦ થી ૬-૩૦ ના સુમારે I સમાચાર આવ્યા કે નંદન સૂરિ મ. કાળધર્મ પામ્યા છે. અમને બધાને આશ્ચર્ય થયું. ગઈકાલ સાંજ સુધી તો ! કશું હતું નહિ. મહારાજ ખૂબ સ્વસ્થ હતા અને ઓચિંતું આ કેમ બન્યું ? અમે તુર્તજ બધા ગાડી કરીને તગડી ગયા. સમાચાર ફેલાતાં તો રાતના ખંભાત, બોટાદ, અમદાવાદ એમ ઠેરઠેરથી માણસો ભેગા થયા. બધાને આશ્ચર્ય થયું. ગોચરી વાપર્યા પછી કોણ જાણે શું થયું કે મહારાજ |ખેંચાઈ ગયા અને પ્રાણ છોડયા. રાતના ૧૨-૦૦ ૧૨-૩૦ સુધી ચર્ચા ચાલી કે મહારાજને અમદાવાદ લઈ જવા, બોટાદ લઈ જવા કે ધંધુકા લઈ જવા, અને ક્યાં અગ્નિદાહ આપવો ? અમદાવાદવાળા અમદાવાદ માટે ખૂબ આગ્રહી હતા. બોટાદવાળા બોટાદ માટે આગ્રહી હતા. છેવટે એમ નક્કી થયું કે ગમે ત્યાં લઈ જવાનું નક્કી થાય પણ તેમના દેહને વાહનમાં નહિ લઈ જવાનો. ખાંધે ઉપાડીને લઈ જવાનો. આ અમદાવાદ માટે શક્ય નહોતું. બોટાદવાળાની બધી તૈયારી હતી. તેથી છેવટે બોટાદ લઈ જવાનું નક્કી થયું. પાલિતાણા નૂતન મંદિર પ્રતિષ્ઠાનો પ્રસંગ] [૧૩૯ Page #147 -------------------------------------------------------------------------- ________________ (6) બોટાદનાં સંઘે એક ખાસ જગ્યા પસંદ કરી. અમદાવાદ, મુંબઈ, ખંભાત, ભાવનગર, મહુવા વિગેરે ગામેગામના સંઘો આ નિહરણ યાત્રામાં જોડાયા. આણંદજી કલ્યાણજી પેઢીના પ્રતિનિધિઓ પણ બધા આવ્યા ંઅને અગ્નિદાહ થયો. નંદનસૂરિ મ.મૂળ બોટાદના જ વતની હતા. અને નેમિસૂરિ મ.પાસે લાવણ્યસૂરિ, અમૃતસૂરિ વિગેરે શિષ્યો બોટાદના હતા. નેમિસૂરિ મ.નો બોટાદ ઉપર ઘણો ઉપકાર હતો. આમ, નંદનસૂરિ મ.નો જે ગામમાં જન્મ થયો તે જ ગામમાં તેમનો અગ્નિદાહ થયો. (<) નંદનસૂરિ મ.ના કાળધર્મ બાદ પ્રતિષ્ઠા (પાલિતાણા) કોના હાથે કરવી તે પ્રશ્ન કસ્તુરભાઈ શેઠને મૂંઝવણમાં નાંખ્યા. ખૂબ જ પ્રતિભાશાળી અને અડગ નંદનસૂરિ મ.ના ગયા પછી તેમના જેવી તેજસ્વી વ્યક્તિ મળવી મુશ્કેલ હતી. છતાં શેઠ તો નિશ્ચિત હતા કે જે દિવસે પ્રતિષ્ઠાનું મુહૂર્ત છે તે જ દિવસે પ્રતિષ્ઠા કરવી. તેમણે કસ્તૂરસૂરિ મ.નું પ્રતિષ્ઠા માટે નક્કી કર્યું અને તેમને વિનંતી કરી. સાથે સાથે એ પણ નક્કી કર્યું કે |એમની સાથે સાગરજી મ.ના સાધુઓ હોય તો વધુ સારું. એટલે દેવેન્દ્ર સાગરજી મ.ની તપાસ કરી. તેઓ Iતે વખતે દહેગામ પાસેના નજીકના ગામમાં હતા અને કપડવંજ દીક્ષા આપવા માટે જવાના હતા. તેમનું સ્થળ અને સમય જાણી લીધા પછી હું અને કસ્તુરભાઈ શેઠ બને તે ગામમાં ગયા. મહારાજને મળ્યા. મહારાજને | કહ્યું કે નંદનસૂરિ મ.કાળધર્મ પામ્યા છે. કસ્તૂરસૂરિ મ.ના હસ્તુ પ્રતિષ્ઠા કરાવવાની છે. આપે કોઈ પણ રીતે આ પ્રતિષ્ઠામાં સામેલ થવાનું છે. દેવેન્દ્રસાગરસૂરિ મહારાજે કહ્યું, હું કપડવંજ જાઉ છું. દીક્ષાનું મુહૂર્ત નક્કી થઈ ગયું છે. એટલે મારાથી આવી શકાય તેમ નથી. શેઠે કહ્યું ગમે તેમ કરો પણ તમારે આવવાનું છે. મહારાજ સંમત થયા. શેઠે કહ્યું, તમને વિહારની મુશ્કેલી હોય તો હું ડોળી મોકલું. પણ કસ્તૂરસૂરિ મહારાજ |અમદાવાદથી વિહાર કરે ત્યારે તમારે બધાએ સાથે નીકળવાનું છે. દેવેન્દ્રસાગરસૂરિએ કહ્યું, “બધુંય સાચું પણ હું ડોળીમાં બેસતો નથી.” શેઠે કહ્યું, “ડોળી સાથે રાખજો.” દેવેન્દ્રસાગરસૂરિ સવાર-સાંજ વિહાર કરતા અમદાવાદ આવી પહોંચ્યા. અને કસ્તૂરસૂરિ અને તેમણે બંનેએ સાથે અમદાવાદથી પાલિતાણાની પ્રતિષ્ઠા માટે વિહાર કર્યો. (૯) પૂ.આ. કસ્તૂરસૂરિ અને પૂ.દેવેન્દ્રસાગરસૂરિ કોઠ હતા તે દરમ્યાન એક વાત એવી બહાર આવી ભાણાભાઈ વિગેરે કસ્તૂરભાઈ શેઠને મળ્યા અને આ પ્રતિષ્ઠાની જે વાત ચાલે છે તેમાં તે કોઈ સમાધાનની ભૂમિકા લઈ આવ્યા હતા. આ વાત મને નરોત્તમદાસ મયાભાઈએ કરી. તેમણે કહ્યું કે હું સરસપુર ગયો હતો. ત્યાં વિક્રમસૂરિને મળ્યો હતો. ત્યારે તેમણે મને આ વાત કરી હતી. આ વાત ઉપરથી હું બપોરે કસ્તૂરભાઈ શેઠને મળ્યો. તેમને મેં કહ્યું, જુઓ, આ સાધુ ભગવંતોનું કામ છે. તમે કોઈ સમાધાન આ લોકો સાથે કરો અને તે સમાધાન જે અત્યારે તમારી સાથે રહેલા છે તે સાધુઓને કબૂલ નહિ હોય તો ઘણી મુશ્કેલી વધશે. તેથી કોઈ પણ સમાધાન કરતાં પહેલાં કે સમાધાનની વાત કરતાં પહેલાં જેઓ તમારી સાથે રહેલા ૧૪૦] [મારાં સંસ્મરણો યાને ૫૦ વર્ષની જૈન શાસનની આછી રૂપરેખા Page #148 -------------------------------------------------------------------------- ________________ શું છે તેમને વિશ્વાસમાં લેજો”. શેઠે મને કહ્યું, “તમે નિશ્ચિંત રહો. હું કોઈ પણ છૂટછાટ મૂકવા તૈયાર નથી અને I આપણી સાથે રહેલા સાધુઓને પહેલાં વિશ્વાસમાં લઈશ. પછી જ આગળ વાત કરીશ. મારી વાત તો એ છે કે એ પક્ષના કેટલાક શ્રાવકોની પ્રતિમાઓ નકરામાં પાસ થઈ છે. તેઓ પ્રતિષ્ઠામાં સામેલ થવા માંગે છે કે નહિ ? અને સામેલ ન થવા માંગતા હોય તો તેમને કેન્સલ કરી બીજાને આપી દેવાની વાત છે. તેઓ કાંઈ આનાકાની કરે અગર તેઓમાં જે કોઈ શંકાસ્પદ હોય તેમની જગ્યાએ બીજાને તૈયાર રાખવાની વાત ।છે. જરાયે ઢીલું મૂકવાની કે બાંધછોડ કરવાની વાત નથી. આથી આમાં કાંઈ શંકા રાખવાનું કારણ નથી.| |આમ છતાં તમે કોઠ જઈ આવો અને કસ્તૂરસૂરિ અને દેવેન્દ્રસાગરસૂરિને મળી આવો. તેમના કાને આવી વાત હોય તો તે શંકા ન રાખે. કોઈ પણ વાત તેમની સંમતિ વગર આગળ ચલાવવામાં નહિ આવે”. (૧૦) આ બધું ચાલતું હતુ તે દરમ્યાન મુંબઈથી માણેકલાલ ચુનીલાલ વિગેરે ગૃહસ્થોની સહીઓ સાથેનો | એક કાગળ શેઠ ઉપર આવ્યો. આ કાગળ એ હતો કે ‘‘નકરાથી પ્રતિષ્ઠા કરવાનું જે પેઢીએ નક્કી કર્યું છે। તેનાથી દેવદ્રવ્યને ભારે નુકસાન થાય છે તેમ અમારું માનવું છે. અને નકરાથી પ્રતિષ્ઠા કરવાની વાતમાં! અમારો વિરોધ છે”. બીજો એક કાગળ રજિસ્ટરથી કૈલાસસાગરજી મ.નો આવ્યો. આ કાગળમાં તેમણે જણાવ્યું હતું કે ‘‘નકરાથી પ્રતિષ્ઠા કરવાનું રાખવાથી દેવદ્રવ્યને ભારે નુકસાન થાય તેમ છે. આથી નકરાથી પ્રતિષ્ઠા કરવાના આપેલ આદેશમાં અમારો સન્ન વિરોધ છે”. આ કાગળ આવ્યો ત્યારે હું શેઠ પાસે બેઠો । હતો. શેઠે મને કાગળ વંચાવ્યો. મેં કહ્યું, ‘‘કૈલાસસાગરસૂરિ સાથે મારો સારો સંબંધ છે. હું એમને સમજાવવા |પ્રયત્ન કરીશ”. શેઠે કહ્યું, “સારું ! પ્રયત્ન કરો” મેં શેઠને કહ્યું, “તમે તમારી ગાડી મોકલજો. હું પાલિતાણા જઈશ”. શેઠે કહ્યું કે મારી ગાડી નહિ આવી શકે. પણ તેમણે રસિકલાલ મોહનલાલ છોટાલાલની ગાડી મોકલી. હું પાલિતાણા ગયો. તે વખતે રાજેન્દ્રવિહારમાં કૈલાસસાગસૂરિ મ. ઉપધાન કરાવતા હતા. હું તેમને મળ્યો. મેં તેમને શેઠનો આશય સમજાવ્યો. પણ મહારાજ ન માન્યા. એ તો એક જ વાત લઈને બેઠા હું કે ઉછામણીથી દેવદ્રવ્યની મોટી આવક થાત. પેઢીએ નકરાથી પ્રતિષ્ઠાનો આદેશ આપી આ આવક ગુમાવી છે. હું પાલિતાણા હતો તે દરમ્યાન કસ્તૂરભાઈ શેઠ પેઢીના પ્રતિનિધિઓ સાથે પાલિતાણા આવ્યા. તે [કૈલાસસાગરસૂરિજીને મળ્યા. સુખશાતા પૂછી. પણ મહારાજે કોઈ વાત કાઢી નહિ, તેમ શેઠે પણ કોઈ વાત કાઢી નહિ. ઊઠતી વખતે શેઠે કહ્યું કે મફતલાલ આવ્યા છે તે સાંભળ્યું છે તો બોલાવો. હું તેમની પાસે ગયો. તેમણે કહ્યું, “તમે રોકાવાના છો ?” મેં કહ્યું, “ના” તો તેમણે કહ્યું “તમારે આવવું હોય તો કાલે અમારી સાથે અમદાવાદ આવો”. મેં કહ્યું, “સારું”. શેઠના ગયા પછી મેં મહારાજ સાથે વાત કરી તો તેમણે કહ્યું કે શેઠે કોઈ વાત કાઢી નથી અને મેં પણ વાત કાઢી નથી. મેં મહારાજશ્રીને કહ્યું કે આ ઠીક કર્યું નથી. શેઠ આવ્યા હતા તો તમારે વાત કાઢવી હતી. તમારી વાત સમજાવવી હર્તી અને શેઠનું દૃષ્ટિબિંદુ સાંભળવું હતું. મહારાજે કહ્યું, ‘“શેઠ પાસે તમે જાઓ અને કહો કે મહારાજ તમને મળવા બોલાવે છે”. હું શેઠ પાસે ગયો. શેઠને વાત કરી કે મહારાજ તમને બોલાવે છે. શેઠે મને કહ્યું, “શું કરવું ? જવું કે ન જવું ?' મેં કહ્યું, “જવું હોય તો જાવ અને ન જવું હોય તો તમારો કોઈ વાંક કાઢે તેમ નથી. પાલિતાણા નૂતન મંદિર પ્રતિષ્ઠાનો પ્રસંગ] : [૧૪૧ Page #149 -------------------------------------------------------------------------- ________________ તમે ગયા હતા. મહારાજે વાત કાઢી નહિ તેથી પતી જાય છે. તમારા જવાથી અને કહેવાથી મહારાજ માનેj તેિમ લાગતું નથી” શેઠે કહ્યું, “જવાનું માંડી વાળીએ એ જ ઠીક લાગે છે.” બીજે દિવસે સવારે હું શેઠની! સાથે અમદાવાદ આવ્યો અને કૈલાસસાગરજી મ.ની વાત પડતી મૂકાઈ. (૧૧) આ ચાલતું હતું ત્યારે તેમસાગરસૂરિ મ.ભાવનગર હતા. પ્રતિષ્ઠાની કંકોત્રીઓ મારે ત્યાં છપાતી] Tહતી. મેં શેઠને કહ્યું કે કોઈ ગમે તે એક પ્રોગ્રામમાં તેમસાગરસૂરિને આપણે સંકલિત કરી લેવા જોઈએ.. તેમની નિશ્રામાં કુંભસ્થાપના વિગેરે કરાવવાનું નક્કી કર્યું. હું તેમની સંમતિ લઈ આવ્યો. મને બીક હતી! કે કદાચ કૈલાસસાગરસૂરિ મ. ભાવનગર જાય અને હેમસાગરસૂરિ મને ભોળવે તો સાગર સમુદાયમાં નવી! મુશ્કેલી ઊભી થાય. એટલે આ માટે તેમની સંમતિ લઈ કંકોત્રીમાં તેમનું નામ દાખલ કર્યું અને કૈલાસસાગરસૂરિ jમને મેં કહ્યું કે “તમે તમારો વિરોધ તમારા પૂરતો રાખજો, પણ સુબોધસાગરસૂરિ વિગેરેને આમાં ભેળવશો નહિ”. તે કબૂલ થયા. આ દરમ્યાન પધસાગરસૂરિને પણ હું ખંભાત વિગેરે ઠેકાણે મળ્યો હતો. આમાં પાલિતાણા ગિરિરાજના નૂતન મંદિરની પ્રતિષ્ઠાના પ્રસંગમાં આપણા એકતિથિ પક્ષમાં ગાબડું ન પડે તેની/ પૂરેપૂરી કાળજી રાખી હતી. (૧૨) આ પ્રતિષ્ઠાનો પ્રસંગ ખૂબ સારી રીતે યોજાય તેવી શેઠશ્રીની ભાવના હતી. પણ પેઢીનો મોટા Iભાગનો કારોબાર કેશુભાઈ શેઠ સંભાળતા હતા. તે ગણતરીબાજ અને કરકસરવાળા માણસ હતા. એટલે |આ પ્રતિષ્ઠા પ્રસંગમાં બહુ ખર્ચ થાય તે તેમની ભાવના ન હતી. તે તો એમ ઇચ્છતા હતા કે પ્રતિષ્ઠાના દિવસેT અને આગલા એક બે દિવસે પાલિતાણા ભોજનશાળા દ્વારા ફ્રી જમવાની વ્યવસ્થા કરાવવી. મારી ઇચ્છા અને કલ્યાણભાઈ ફડિયાની ઈચ્છા ખૂબ શાનદાર રીતે આ ઉત્સવ ઊજવાય તેવી હતી. તેથી મેં શેઠને વાત કરી કે ગિરિરાજ ઉપરની આ પ્રતિષ્ઠા ખૂબ શાનદાર રીતે યોજાવી જોઈએ. શેઠે મને કહ્યું કે તમે લખીને લાવો, શું શું કરવું જોઈએ અને કેટલો ખર્ચ થાય. હું કલ્યાણભાઈને મળ્યો અને તેમની સાથે બેસીને નક્કી કર્યું કેj કેવી રીતે પ્રતિષ્ઠા ઊજવવી. આ માટે જુદી જુદી કમિટીઓની રચના કરવી. જેમકે સાધુસાધ્વીઓની વૈયાવચ્ચની! 1 કમિટી, ઊતારાની વ્યવસ્થા, પ્રતિષ્ઠાના દિવસો દરમ્યાન રોજ નવકારશી વિગેરે. આનો કાચો કાફ્ટ કરી | શેઠને આપ્યો. અને તેનો અંદાજિત ખર્ચ પણ કેટલો થાય તે પણ લખી શેઠને આપ્યો. શેઠે કહ્યું, “આ બધું કરવાનું. કશી કચાશ નહિ રાખવાની. ખર્ચની વ્યવસ્થા બધી થઈ જશે.” શેઠે આણંદજી કલ્યાણજી પેઢીમાં અમદાવાદના આગેવાનોની મિટિંગ બોલાવી અને પ્રતિષ્ઠામાં ખર્ચ કરવાની રકમ જણાવી. જુદી જુદી વ્યક્તિઓને jઅમુક અમુક પૈસા ભેગા કરવાનું અને ખૂટતા પૈસા પોતે આપવાનું નક્કી કર્યું. આ મુજબ વિધિકારકો, રસોઈયાઓ, કામ કરનારાઓ, આ બધાની વ્યવસ્થાની તડામાર તૈયારીઓ! ચાલી. એટલું જ નહિ, જે વિધિકારકો સંદિગ્ધ એટલે પ્રતિષ્ઠા પ્રસંગના વિરોધી લાગ્યા તેમને બદલે બીજી ટુકડીઓની પણ વ્યવસ્થા રાખી. શેઠ આણંદજી કલ્યાણજી પેઢીમાં પત્રકારોની મિટિંગ બોલાવી તેમને પ્રતિષ્ઠા વિગેરેનો અહેવાલ જણાવ્યો. પેપરોમાં સારા પ્રમાણમાં પ્રચાર થયો. શેઠ પોતે પ્રતિષ્ઠાના પહેલા દિવસે હાજર jરહ્યા. પેઢીના પ્રતિનિધિઓ તથા મુંબઈ અમદાવાદના આગેવાનો બધા પ્રતિષ્ઠા પ્રસંગે પધાર્યા. સાધુ ભગવંતોનું =============================== ૧૪૨] [મારાં સંસ્મરણો યાને ૫૦ વર્ષની જૈન શાસનની આછી રૂપરેખા Page #150 -------------------------------------------------------------------------- ________________ I દૂરદૂરથી વિહાર કરી પધાર્યા. તપગચ્છના સાધુઓ ઉપરાંત ખરતરગચ્છ વિ.ગચ્છના મુનિભગવંતો પણ પધાર્યા. સાધુ-સાધ્વીઓ માટે વૈયાવચ્ચની ખૂબ સુંદર વ્યવસ્થા થઈ. દરેક કમિટીના કન્વિનરોને કોઈ પણ જાતની અગવડ ન પડે તે માટે શેઠે શેઠ આણંદજી કલ્યાણજીની પેઢીની પ્રતિષ્ઠા પ્રસંગની એક લેટર પેપર 1 બુક આપી અને તે જે કાંઈ ખર્ચ કરે તેનાં નાણાં ચૂકવવાનો પેઢીનાં કેશિયરને ઓર્ડર કર્યો. પાલિતાણામાં 1 ખુરશી ટેબલ પૂર્વકની હજારો માણસો જમે તેવી વ્યવસ્થાપૂર્વકની નવકારશી થઈ. ગિરિરાજ ઉપર પણ દાદાના દરબારમાં પણ વ્યવસ્થિત પૂજા પ્રક્ષાલ થાય અને કોઈને કોઈ અડચણ ન પડે તેવી સંપૂર્ણ વ્યવસ્થા થઈ. આમ, આ ઉત્સવ યાદગાર ઊજવાયો. (૧૩) આ પ્રતિષ્ઠા પ્રસંગનો વરઘોડો નીકળ્યો તેમાં અમદાવાદ, મુંબઈ અને ગામેગામના સંઘો અને તેના! | આગેવાનો હતા. આ વરઘોડો ચાલતો હતો તે દરમ્યાન શેઠ ભોગીલાલ લહેરચંદ, શેઠ જીવાભાઈ વિગેરે આગેવાનોએ કહ્યું કે આજે રાતે બોલીની ઉછામણી છે તે વખતે શેઠને આ પ્રસંગે ગામેગામના સંઘો તરફથી | અભિનંદન પત્ર અપાય તો સારું. આ વાત કરી ત્યારે સાંજના ૪-૩૦ કે પ-00 વાગ્યા હતા. મિટિંગ રાતના | આઠ વાગે મળવાની હતી. માનપત્ર લખવું, છપાવવું, એની ફેમ વિગેરે તૈયાર કરવી, શેઠની સંમતિ લઈ | આપવી, આ વિગેરે માટે સમય બહુ ઓછો હતો. છતાં મેં તે કરવાનું માથે લીધું. હું વરઘોડામાંથી નીકળી! | ગયો અને બહાદુરસિંગજી પ્રિન્ટિંગ પ્રેસની ઓફિસમાં બેસી માનપત્રનો પ્રાફટ તૈયાર કર્યો અને તે માનપત્ર! ; ભરત પ્રિન્ટરી વાળાને તાબડતોબ તૈયાર કરી છાપવાનું સોંપ્યું. સાથે સાથે તે પણ કહ્યું કે કોઈ સારી ફ્રેમથી; મઢાવી અમને સાડા આઠ વાગ્યા સુધીમાં મળી જાય તેમ કરો. તેણે તે મુજબ કરવાનું માથે લીધું. (૧૪) રાત્રે ૮-૦૦ વાગે પાલિતાણામાં ભેગા થયેલા ગામેગામના સંઘોની મિટિંગ મળી. તે મિટિંગમાં T ગિરિરાજ ઉપર જે દેરાસર (ભમતીવાળું) બંધાયું હતું તેના મુખ્ય મંદિરના મૂળનાયક વિગેરે ભગવંતોની! બોલી બોલી આદેશ આપવાનું નક્કી થયું હતું તે મુજબ શ્રીયુત ફુલચંદભાઈ કારીગર બોલી બોલતા હતા.! ; તેમને મેં કહ્યું કે માન-પત્ર આવે ત્યાં સુધી તમે બોલી બોલવાનું થોડું લંબાવજો. તેમણે તે લંબાવ્યું અને [૯-૦૦ વાગ્યે માન-પત્ર આવ્યું. આ માનપત્ર આવ્યું ત્યાં સુધી શેઠને કોઈ વાતથી વાકેફ કર્યા ન હતા. શેઠને તે જ વખતે કહ્યું કે | ગામેગામના સંઘો તરફથી આપને અભિનંદનપત્ર આપવાનો છે. માનપત્ર આવી ગયું છે. આ . આપે આનાકાની કરવાની નથી. શેઠે આનાકાની કરી, પણ છેવટે અમારી વિનંતીનો વિજય થયો. શેઠને અભિનંદન પત્ર અપાયું. અને મુંબઈ અમદાવાદ વિગેરેના આગેવાનોએ તેને અનુલક્ષીને સુંદર શબ્દોમાં શેઠને નવાજયા. શેઠ ગળગળા થઈને આનો ઉત્તર આપ્યો. આ અભિનંદન પત્ર ટૂંક સમયમાં થયું હોવા છતા સારું થયું હતું અને | ગામેગામના સંઘોને તે ગમ્યું હતું. ========= ====== પાલિતાણા નૂતન મંદિર પ્રતિષ્ઠાનો પ્રસંગ — — — — — — — — — — Page #151 -------------------------------------------------------------------------- ________________ (૧૫) પ્રતિષ્ઠાના દિવસે ટાઈમ્સ ઑફ ઇન્ડિયા, ગુજરાત સમાચાર, સંદેશ વિગેરેના ખબરપત્રીઓ પાલિતાણા ગિરિરાજ ઉપર આવ્યા હતા. પેપરોમાં પ્રકાશિત કરવાનું કાર્ય મહેન્દ્રભાઈ ફડિયા અને રમણલાલ ગાંધીને સોંપાયું હતું. તેઓએ આ ખબરપત્રીઓને શેઠની સાથે મેળવી ગિરિરાજની બધી વિગતો પ્રાપ્ત કરી હતી અને |આંખે દેખ્યો બધો અહેવાલ પોતપોતાનાં પેપરોમાં પ્રસિદ્ધ કર્યો હતો. પ્રતિષ્ઠા અગાઉ જે ઊહાપોહ થયો હતો અને તેને લઈને બીક હતી કે ઊહાપોહ કરનારા કાંઈને કાઈ વિઘ્ન નાખશે. તેની સાવચેતી રાખવા માટે શેઠે સરકાર તરફથી આ તોફાન કરનારાઓને પકડવા માટે કો૨ા વોરંટો કઢાવી રાખ્યાં હતાં. અને પોલિસની વ્યવસ્થા ઉપરાંત સાધ્વીઓ વિગેરે કોઈપણ જાતનો અંતરાય કરે તો સ્ત્રી પોલિસની પણ વ્યવસ્થા રાખી હતી. એટલું જ નહિ, પણ કોઈ ડ્રિસ્ટ્રીકટ કોર્ટમાંથી મનાઈ હુકમ લઈશું |આવે તો તેના આગોતરા પ્રતિકાર માટે ખાસ ખાસ કોર્ટોમાં કીોને પણ રોક્યા હતા. પરંતુ શાસનના સદ્ભાગ્યે આવું કશું બન્યું નહિ. વિરોધ કરનારા સમજી ગયા કે આપણા વિરોધના પ્રતિકાર માટે જડબેસલાક વ્યવસ્થા છે. એથી કાંઈ બન્યું નહિ. પ્રતિષ્ઠા સાંગોપાંગ સારી રીતે ઊજવાઈ. આ પ્રતિષ્ઠા સારી રીતે ઊજવાયાથી શેઠને ખૂબ આનંદ થયો. તેમને પોતાનાં આ પચાસ વર્ષમાં| પેઢીના વહીવટ દરમ્યાનના ગાળામાં આ એક કપરી પરીક્ષા હતી. તેઓ પેઢીમાંથી નિવૃત્ત થવા ઇચ્છતા હતા. પણ આ કાર્ય સંપન્ન કરીને જ નિવૃત્ત થવાનું રાખ્યું હતું. (૧૬) ગિરિરાજ ઉપરનાં નવા મંદિરની પ્રતિષ્ઠા પ્રસંગને અનુરૂપ એક સંસ્કૃત ભાષામાં લેખ તૈયાર કરવામાં |આવ્યો. આ લેખ નેમિસૂરિ મ.ના યુવાન સાધુઓએ તૈયાર કર્યો હતો. અને તે નૂતન પ્રાસાદમાં પેસતાં I જમણી બાજુઓ ચોંટાડવામાં આવ્યો. આજે પણ તે ચોંટાડેલ છે. આ લેખની એક કેપ્સુલ તૈયાર કરી જમીનમાં પણ દાટવામાં આવી, જે કાળાંતરે કામ આવે. પ્રતિષ્ઠાનું કાર્ય પૂર્ણ થયા બાદ શેઠે અમદાવાદમાં ઑલ ઈન્ડિયાના પ્રતિનિધિઓની એક મિટિંગ |પાનકોર નાકે બોલાવી. આ મિટિંગમાં જેઓએ પ્રતિષ્ઠાના કાર્યમાં સાદ્યંત (આદિથી અંત સુધી) ભોગ આપ્યો હતો તેને અભિનંદનપત્ર આપવાનું રાખ્યું. આ બધાને અભિનંદન પત્ર આપવાનું લખાણ કરવાનું મને સોંપવામાં આવ્યું. મેં કલ્યાણભાઈ ફડિયા, ફુલચંદભાઈ કારીગર વિ.વિ.નાં અભિનંદન પત્રોનું લખાણ તૈયાર કર્યું અને શેઠને વંચાવ્યું. શેઠે મને કહ્યું, મારે તમને સૌથી પહેલાં અભિનંદન પત્ર આપવાનું છે. કેમકે તમે પહેલેથી છેક સુધી મારી સાથે આ કામમાં મદદરૂપ રહ્યા છો. માટે તમારું અભિનંદન પત્ર મારી પાસે ।લખનાર કોઈ નથી, તો તમે જ લખો. મેં કહ્યું, એ કદાપિ ન બને. શેઠે કહ્યું, “હું કોઈને કહીશ નહિ.” །મેં કહ્યું, “તમે કહો કે ના કહો, પણ મારાથી તે લખાય જ નહિ.” છેવટે તે કામ તેમણે રતિલાલ દીપચંદ ! દેસાઈને સોંપ્યું. તેમણે મારું અભિનંદન પત્ર લખ્યું. આમ હું અને મારી સાથેના બીજા બધાને શેઠના હસ્તક આણંદજી કલ્યાણજીની જનરલ મિટિંગમાં અભિનંદન પત્રો મળ્યાં. । આ જ મિટિંગ વખતે શેઠે પોતાના પેઢીમાંથી પ્રમુખપદના રાજીનામાની વાત છેડી. બધાયે ખૂબ વિરોધ કર્યો. શેઠે કહ્યું, “ભલે હું રાજીનામું આપીશ, પણ પેઢીના કામમાં હું રસ લેતો બંધ નહિ થાઉં તેની| ૧૪૪] [મારાં સંસ્મરણો યાને ૫૦ વર્ષની જૈન શાસનની આછી રૂપરેખા Page #152 -------------------------------------------------------------------------- ________________ | ચિંતા કરશો નહિ. મારી હાજરીમાં જ બીજાને તૈયાર થવા દો.' બધાયે ખૂબ વિરોધ કર્યો. પણ શેઠ મક્કમ| હોવાથી તેમણે રાજીનામું આપ્યું. (૧૭) આ બધું થયા પછી શ્રીયુત રતિલાલ દીપચંદે એવી વાત મૂકી કે પાલિતાણા ગિરિરાજ ઉપરનો નૂતન | મંદિર પ્રતિષ્ઠાનો પ્રસંગ ઘણા વર્ષે થયો છે અને તે ઘણા વાવંટોળમાંથી પસાર થઈ યાદગાર બન્યો છે. તો Iતેના અહેવાલનું એક પુસ્તક તૈયાર થાય તો વધુ સારું. જતે દિવસે આ બધું વિસરાઈ જશે. પુસ્તક હશે તો! તે યાદગાર રહેશે. શેઠને આ વાત કરી. શેઠે તેની સંમતિ આપી. પેઢી પાસે અને બીજા પાસે જે વિગત હતી તેનો સંગ્રહ કરી રતિલાલે ગિરિરાજ ઉપરનાં નૂતન મંદિરના પ્રતિષ્ઠાના અહેવાલનું એક પુસ્તક છપાવ્યું જેમાં પ્રાસ્તાવિક તરીકે લખવાનું મને સોંપવામાં આવ્યું. આ રીતે ગિરિરાજ ઉપરનાં નૂતન મંદિરની પ્રતિષ્ઠાનો પ્રસંગ એ જૈન સંઘમાં યાદગાર રીતે ઊજવાયો. પાલિતાણા નૂતન મંદિર પ્રતિષ્ઠાનો પ્રસંગ] 11 "I II [૧૪૫ Page #153 -------------------------------------------------------------------------- ________________ I વિભાગ - ૮ અખાત્રીજનાં પારણાં (૧) પાલિતાણામાં વર્ષીતપનાં સામુદાયિક પારણાં થાય છે. આ પારણામાં જુદા જુદા પ્રાંતોમાંથી વર્ષીતપI કરનારાં ભાઈ-બહેનો તેમનાં કુટુંબ પરિવાર સાથે પધારે છે. સારી બોલી બોલી ભગવાનનો પ્રક્ષાલ વિગેરે. કરે છે. અને તપસ્વીઓને સૌ સૌની શક્તિ મુજબ સારી પ્રભાવના પણ કરે છે. | કેટલાક લોકો વર્ષીતપનાં પારણાં કરવા હસ્તિનાપુર જાય છે. ત્યારે મુંબઈ, અમદાવાદ વિગેરે) કેટલાક મોટાં ગામોના લોકો જ્યાં આગળ આદેશ્વર ભગવાનનું દેરાસર હોય તેની નિશ્રામાં રહી સામુદાયિકI Jપારણાં કરે છે. પણ શત્રુંજયનો મહિમા વધુ હોવાથી આ પ્રસંગે દસ-પંદર હજારથી પણ વધુ યાત્રિકો ત્યાં! ભેગા થાય છે. છઠ્ઠ કરી સાત યાત્રાઓ ઘણા તપસ્વીઓ છેલ્લા દિવસોમાં કરે છે. અને અખાત્રીજના દિવસે સારી Tબોલી બોલી વધુ બોલી બોલનાર દાદાનો શેરડીના રસથી પ્રથમ પ્રક્ષાલ કરે છે. ત્યારબાદ બીજા યાત્રીઓ 'પણ શેરડીના રસનો પ્રક્ષાલ કરે છે. 1 આ વિધિ ઘણાં વર્ષોથી ચાલી આવે છે. અને તેની નોંધ છેલ્લાં ૬૦-૭૦ વર્ષથી પેઢીના ચોપડે |પણ છે. (૨) શેઠ શ્રેણિકભાઈએ મને કહ્યું, “પંડિત મફતલાલ ! શેરડીના રસનો પ્રક્ષાલ કરવાની રીત ઘણા વર્ષથી ચાલે છે. આ પ્રક્ષાલ થયા પછી દાદાના ગભારામાં અસંખ્ય કડીઓ ઉભરાય છે. અને આ અસંખ્ય કીડીઓની હિંસા થાય છે. અહિંસાપ્રધાન આપણા ધર્મનું એવું તો અનુષ્ઠાન ન હોવું જોઈએ કે જેમાં આવી ; ઘોર હિંસા પ્રત્યક્ષપણે થાય અને તે ચલાવી લેવાય. કોઈ પણ રીતે આ શેરડીના રસનો પ્રક્ષાલ બંધ થાય! તેિમ કરવું જોઈએ. આ બંધ કરવા માટે પેઢી કોઈ પણ પગલું ભરે તે માટે તેને બધા સાધુ ભગવંતોનું સમર્થના =============================== [૧૪] [મારાં સંસ્મરણો યાને ૫૦ વર્ષની જૈન શાસનની આછી રૂપરેખા - - - - - - - - - - - - - - - - - - Page #154 -------------------------------------------------------------------------- ________________ - મળવું જોઈએ. કારણ કે ધર્મઅનુષ્ઠાનમાં સાધુ ભગવંતોનું માર્ગદર્શન અને નિર્ણય એ જ આખરી છે. તમે સાધુઓ સાથે ઘનિષ્ઠ પરિચય ધરાવો છો. તો સાધુ મહારાજ તરફથી શેરડીનો પ્રક્ષાલ બંધ કરવાનું સૂચવવામાં આવે તેવો કાંઈક પ્રયત્ન કરો. દાદાના ગભારામાં ભગવાનની પૂજાના સ્થળે આ કીડીઓની થતી હિંસા જોઈ | મારું હૃદય કંપી ઊઠે છે. તમે કાંઈક પ્રયત્ન કરો”. મેં આ માટે વિચાર કર્યો કે અમારા પક્ષના સાધુ મહારાજો પાસેથી આ માટે સહીઓ મેળવવી બહુ | મુશ્કેલ નથી, પણ બે તિથિ પક્ષના સાધુ મહારાજો અને તેમાંય ખાસ કરીને તેના આગેવાન વિજય રામચંદ્રસૂરિ. મ. પાસેથી સહી મેળવાય તો આ કામ પતી જાય. પણ તેમની સાથેનો મારો સંબંધ મીઠો નથી. એટલે આ 1 કામ મારાથી કરવું અશક્ય છે. આમ છતાં સારું કામ છે, જીવહિંસાને અટકાવવાનું કામ છે. માટે પ્રયત્ન i તો કરવો, એમ માની મેં પ્રયત્ન કરવાનો નિર્ણય કર્યો. (૪) | સારા દિવસે કુમુદભાઈ વેલચંદ રાયચંદને મેં બોલાવ્યા. મેં કહ્યું, “મારે રામચંદ્રસૂરિને ખાસ મળવું! ' છે. તે એકલા હોય ત્યારે તેમનો ટાઈમ લઈ લો.” તે રામચંદ્રસૂરિજી મ. ને મળ્યા. અને મને ટાઈમ લઈ, ' કહ્યું, “તમે કાલે બપોરે ત્રણ વાગ્યા પછી જ્ઞાનમંદિર આવો”. હું, કુમુદભાઈ જ્ઞાનમંદિર ગયા. પૂ. મહારાજ 1 સાથે આડીઅવળી વાત કર્યા પછી વર્ષીતપનાં પારણાં પ્રસંગે શેરડીના રસની પ્રક્ષાલની વાત કરી અને કહ્યું, |“શેરડીના રસથી અસંખ્ય કીડીઓ ઊભરાય છે અને તેની હિંસા થાય છે. આ માટે કાંઈક કરવું જોઈએ. તેj કરવા માટે બધા સાધુઓનો આદેશ પેઢીને થાય તો આ કામ પેઢી બંધ કરવા ઇચ્છે છે. આપ તેમાં સંમતી | થાઓ તો તમારા પછી બીજા બધા સાધુ મહારાજોની સહી મેળવી પેઢીને હું આપું. અને તેને લઈ પેઢી! - શેરડીના રસનો પ્રક્ષાલ બંધ કરે”. મ.શ્રીએ કહ્યું “આ કેટલા વરસથી થાય છે ?” મેં કહ્યું, “૬૦ વર્ષથી તો પેઢીમાં દાખલો છે." તેમણે કહ્યું, “તો આજ સુધી કેમ કોઈએ અટકાવ્યું નહિ ?” મેં કહ્યું, “કોઈએ સક્રિય પ્રયત્ન નહિ કર્યો; Tહોય.” તેમણે આગળ વધતાં કહ્યું, “આ માટે મારે શાસ્ત્ર અને બીજું સાહિત્ય જોવું જોઈએ. પછી હું તમને | નિશ્ચિત જવાબ આપું.” મેં કહ્યું, “ભલે ! આપ જુઓ. અઠવાડિયા પછી હું આવું !” તેમણે કહ્યું, “સારું,! , અઠવાડિયા પછી મળજો.” | દસ દિવસ બાદ ફરી કુમુદભાઈ દ્વારા મહારાજનો સમય માંગી હું તેમને જ્ઞાનમંદિરમાં મળ્યો. તેમણે I કહ્યું, “શાસ્ત્રમાં શેરડીના રસનો પ્રક્ષાલ કરવાનું વિધાન છે.” મેં કહ્યું, “ભલે વિધાન હોય, પણ અહીં તો! | આદેશ્વર ભગવાને શેરડીના રસથી પારણું કર્યું છે. શેરડીના રસથી ભગવાનને નવરાવ્યા નથી. જયારે 1 વર્ષીતપનાં પારણાંમાં તો ભગવાનને શેરડીનો રસનો પ્રક્ષાલ કરવામાં આવે છે તે કોઈ રીતે યોગ્ય નથી. શાસ્ત્રમાં ભગવાનનાં પારણાના બદલે ભગવાનનો પ્રક્ષાલ કરવાનું વિધાન હોય તો બતાવો”. તે વિચારમાં i પડ્યા. તેમણે મને કહ્યું, “તમારા પક્ષના સાધુઓની સહીઓ લો. પછી હું આ સંબધી વિચારીશ.” મેં કહ્યું, ======= ================ ========= અખાત્રીજનાં પારણાં [૧૪૭ - - Page #155 -------------------------------------------------------------------------- ________________ | ‘મહારાજ ! અમારા સાધુ મહારાજો અને તમારા વચ્ચે ખૂબ અંતર છે. એટલે ઠેકાણું પાડવું હોય અને આ ' કરવા યોગ્ય લાગે તો એક મુસદ્દો કરી આપ સહી કરો. અમારે ત્યાં સહી કરાવવાની ખાસ મહેનત નહિ! પડે,” આ વાત તેમને ગળે ઊતરી અને તેમના જ હસ્તાક્ષરમાં એક મુસદ્દો તૈયાર કર્યો. તે મુસદ્દો એવો હતો કે શેરડીના રસના પ્રક્ષાલથી અસંખ્ય કીડીઓની હિંસા થાય છે. તો આથી એવું કરવું ઉચિત લાગે છે કે પહેલી બોલી બોલનાર મંગલ ખાતર સો ગ્રામ જેવા શેરડીના રસનો પ્રક્ષાલ કરે, અને ત્યારબાદ મોટા । હું દેગડામાં પા કિલો કે અડધો કિલો શેરડીનો રસ નાખી પાણી અને દૂધનો પ્રક્ષાલ કરવો”. આવી મતલબનો | | એક મુસદ્દો ઘડ્યો. અને તેમાં તેમની સહી લીધી. ત્યારબાદ બીજા બધા આચાર્યોની પણ સહીઓ લીધી. એટલું | જ નહિ, ખરતરગચ્છ, અચલગચ્છ, ત્રિસ્તુતિક ગચ્છ વિગેરે બધાની સહીઓ લીધી. કારણ કે બધા કીડીઓની! હિંસા થાય તે ખોટું તો માનતા જ હતા. આ બધાની સહીઓ લઈ તે મુસદ્દો આણંદજી કલ્યાણજી પેઢીને સોંપ્યો. 1 (૬) આણંદજી કલ્યાણજીની પેઢીએ આ મુસદ્દા પરની સહીઓ આવ્યા પછી પેપરમાં જાહેર કરવાનું | |રાખ્યું. તેમાં એવો વિચાર રાખ્યો કે સહીઓ સાથેનો મુસદ્દો છપાવીશું તો કોઈ આચાર્યની સહી નહિ આવી! હોય તો તેને ખોટું લાગશે. આથી તેણે એવું છપાવ્યું કે “જૈન સંઘનાં તમામ ગચ્છનાં આચાર્યોએ જે આજ સુધી શેરડીના રસનો પખાલ થતો હતો તે કીડીઓની હિંસા થવાને લીધે બંધ કરવાનો આદેશ કર્યો છે. અને માત્ર ઉપચાર માટે દૂધ અને પાણીના દેગડામાં થોડોક રસ ભેળવવો”. આ થવાથી પાલિતાણામાં દાદાના દરબારમાં શેરડીના રસનો પ્રખાલ થતો હતો તે બંધ થયો. પાલિતાણાના અનુકરણ રૂપે મુંબઈ, અમદાવાદ | વિગેરે ઠેકાણે પણ શેરડીના રસનો પ્રક્ષાલ થતો હતો તે બંધ થયો, અને કીડીઓની થતી હિંસા અટકી ગઈ. I આ કાર્યને હું મારા જીવનનું મહાન સુકૃત કાર્ય માનું છું. (૭) આ બધુ છતાં અખાત્રીજનો દિવસ નક્કી આવ્યો ત્યારે પાલિતાણામાં ભેગા થયેલા યાત્રિકો પૈકી | મુંબઈના કેટલાક ધનવાન યાત્રિકો, અને તેમાંય ખાસ કરીને રામચંદ્રસૂરિના ભક્ત યાત્રિઓએ ધાંધલ મચાવી| |કે અમે તો પહેલી બોલી બોલીશું તો અમારા કુટુંબનાં જેટલા સભ્યો હશે તેની પાસે શેરડીના રસનો પ્રક્ષાલ કરવાનો આગ્રહ રાખીશું. અમને કોણ રોકે છે તે જોઈશું. મને શ્રેણિકભાઈ શેઠ તરફથી કહેવામાં આવ્યું તમે પાલિતાણા જાઓ. હું પાલિતાણા ગયો. હસ્તગિરિમાં રામચંદ્રસૂરિજી મ. તે વખતે બિરાજતા હતા. તેમની પાસેથી ફરી આદેશ લઈ જાહેર કરાવ્યું કે શેરડીના રસનો પ્રક્ષાલ બંધ કરવાનો છે. મુંબઈવાળા જે । આદેશ લેવાની ઇચ્છાવાળા હતા તેમને આદેશ ન મળ્યો. એક મારવાડી ભાઈને મળ્યો. તેનો તો કોઈ આગ્રહ Iહતો જ નહિ. આમ, પહેલા વર્ષે શેરડીના રસનો પ્રક્ષાલ બંધ થયો. ત્યારબાદ પણ તે બંધ સતત ચાલ્યો અને I કીડીઓની હિંસા થતી અટકી. આનું અનુકરણ ગામેગામનાં સંઘોએ કર્યું. ૧૪૮] ܀܀܀ [મારાં સંસ્મરણો યાને ૫૦ વર્ષની જૈન શાસનની આછી રૂપરેખા Page #156 -------------------------------------------------------------------------- ________________ વિભાગ - ૯ લગામ- 6) ૧. આબુવાળા શાંતિસૂરિ મ.ના સંબધી હું પતાસાપોળ ભઠ્ઠીની બારીએ લક્ષ્મીચંદ ગગલદાસના મકાનમાં રહેતો હતો. તે સાલ પ્રાયઃ વિ.સં. i૧૯૯૧ની હતી. તે વખતે મારી ઉંમર ૨૬ વર્ષની હતી. અમદાવાદમાં બાલાભાઈ કકલની પાઠશાળા જે મહાવીર સ્વામીના દેરાસરના ઢાળ ઉતરતા આવેલી છે ત્યાં ત્રણ કલાક ભણાવતો હતો. તેમજ સાધુઓને છૂટક-છૂટક ભણાવતો અને ટ્યુશન કરતો હતો. એ દરમ્યાન હું શરૂઆતમાં લલ્લુ રાયજીની બોર્ડિગમાં પણI : સવારે ધાર્મિક ભણાવતો હતો. મને યાદ છે તે મુજબ ડૉ. દિનકરભાઈ કૉલેજમાં અર્ધમાગધી ભણતા હતા. તેમને સવારે પાંચથી Tછ ભણાવતો અને પરમ પૂજય પન્યાસ ધર્મવિજયજી મ.ની પ્રેરણાથી જગાભાઈ ભોગીલાલ નાણાવટીને ત્યાં પણ સાંજે બે કલાક ભણાવતો. જગાભાઈ ભોગીલાલના ત્યાં શ્રીયુત કાંતિલાલ ભોગીલાલના પુત્રો તથા! . જગાભાઈ શેઠનાં પુત્ર-પુત્રી પરિવાર મારી પાસે ભણતાં હતાં. આમાં શશીકાંત, રમણકાંત, નલિનીકાંત, અને નલિનીબેન ભણતાં હતાં. આ છોકરાઓ ધાર્મિક ભણતા હતા. અને નલિની કોલેજમાં ભણતી હોવાથી i મારી પાસે સંસ્કૃત ભણતી હતી. તે ઉપરાંત બપોરના ૪-૦૦ વાગ્યે જગાભાઈનાં માતુશ્રી જાસુદબા પણ મારી T પાસે ધાર્મિક કથા વાર્તા સાંભળતાં હતાં. ! શ્રીજગાભાઈ ભોગીલાલ પહેલાં મુંબઇમાં શેર બજારનો ધંધો કરતા હતા. તેઓ કસ્તુરભાઈ શેઠના! બનેવી થાય. તે નાતે તેમણે પાછળથી નૂતન મિલ શરૂ કરી. આ નૂતન મિલના ખાત મુહૂર્ત વખતે પણ હું i તેમને ત્યાં ભણાવતો હોવાથી તેના ખાત મુહૂર્તમાં મેં રસ લીધેલો. શ્રીજગાભાઈ શેઠના નાનાભાઈ પાંતિલાલને જ્યોતિષ તથા નિમિત્તશાસ્ત્રનો સારો શોખ હતો.T ! તેમની પાસે ચન્દ્રોન્ઝીલન વિગેરે ગ્રંથો હતા તે મને આપેલા. તેનું મેં મારી શક્તિ મુજબ ભાષાંતર વિગેરે. કરેલું. તેમનો સંબંધ મારી સાથે મિત્ર જેવો થયેલો. તેઓ મારે ઘેર ઘણી વાર આવતા અને હું પણ તેમના; i ઘેર ઘણી વાર જતો. આ ઉપરાંત કાંતિભાઈ, શાંતિભાઈ અને પાંતિભાઈ આ ત્રણે ભાઈની પત્નીઓ પણ | મારી પાસે ભણતી. તેઓને હું ધાર્મિક ભણાવતો અને ધાર્મિક વાતો કહેતો. ====== === ============== === ====== (આબુવાળા શાંતિસૂરિ મ.ના સંબધી] [૧૪૯ -- - - - - - - - - - - - – | Page #157 -------------------------------------------------------------------------- ________________ આમ તેઓના ઘર સાથે અને તેમને લઈ તેમના સગાઓ સાથે પણ મારો ગાઢ પરિચય હતો. તેમને ત્યાં વાર તહેવારે કોઈ પણ સારો પ્રસંગ હોય ત્યારે તેમના કુટુંબીની પેઠે બોલાવતા. અને કોઈને કોઈ સારી વાનગી તેમને ત્યાં થઈ હોય તો મારે ઘેર મોકલતા. આ કુટુંબના કર્તા હર્તા જગાભાઈ શેઠ હતા. તેમનો બોલ આખું કુટુંબ ઝીલતું. મને યાદ છે તે મુજબ નૂતન મિલ શરૂ કર્યા બાદ પણ એમને ત્યાં કોઈ દિવસ રાત્રિ ભોજન થતું ન હતું. પણ મિલનાં વ્યવહારના કારણે રાત્રિભોજનની શરૂઆત થઈ. આ વસ્તુ તેમનાં માતુશ્રી જાસુદબાને ન ગમી. તેમણે એક દિવસ રસોઈયા અને નોકરને કહ્યું કે તમે કાલથી તમારા શેઠિયા આ| Iછોકરાઓને કહી દેજો કે રાત્રે જમવાનું આ રસોડામાં હું જીવું છું ત્યાં સુધી નહિ બને. તમારે રાત્રે જમવું. હોય તો તમારી વહુઓને કહી દેજો કે તમારું ભાણું તેમના રૂમમાં લઈ જાય. આ ઘરના રસોડે રાત્રિ-ભોજન. 'નહિ થાય. | નોકરોએ જાસુદબાનો ઓર્ડર શેઠિયાઓને કહ્યો અને બ્રીજે દિવસથી જ રાત્રિ-ભોજન બંધ થયું. 1 તેમનું રસોડું સાધુ-સાધ્વીઓ માટે, વહોરાવવાનું અને ઉકાળેલા પાણી માટે, અભંગ દ્વાર હતું.' 1 જાસુદના ખૂબ જ ધર્મિષ્ઠ અને મક્કમ હતાં. (૧૨) આ કુટુંબના શેઠિયાઓ આબુવાળા શાંતિસૂરિના ખૂબ જ ભક્ત હતા. તેઓ અવારનવાર આબુI 1જતા. ત્યાં થોડા દિવસ રહેતા અને જે કાંઈ પોતાની મુશ્કેલી હોય તે મહારાજ પાસે રજૂ કરી તેમની પાસેથી! જયોતિષ, નિમિત્ત વિગેરે દ્વારા પ્રત્યુત્તર મેળવી આનંદ પામતા. | દિવાળીના વેકેશનના દિવસ હતા. બોર્ડિંગ વિગેરેમાં રજાઓ હતી. જગાભાઈ શેઠે મને કેહ્યું, | T“પંડિતજી ! હું આબુ જાઉં છું. તમે મારી સાથે આબુ પધારો. આનંદ આવશે. યોગી શાંતિસૂરિજીને મળશો,T Jતો તમને ઘણુંઘણું જાણવાનું મળશે”. મેં હા પાડી અને સારા દિવસે તેમની સાથે જવાનું નક્કી કર્યું. | હું તેમની સાથે તે વખતનાં જૂના અમદાવાદ સ્ટેશને ગયો. તેમણે તેમની ટિકિટ ફર્સ્ટ ક્લાસની jકરાવી અને ફર્સ્ટક્લાસની જોડે સર્વન્ટનો રૂમ ગાડીમાં રહેતો, તેમાં મારી વ્યવસ્થા કરી. આ સર્વન્ટ રૂમમાં Jપાણી, પથારી વિગેરેની બધી વ્યવસ્થા હતી. પણ મને તેમનું આ મારી સાથેનું અંતર ગયું નહિ. ! અમે આબુ ગયા. શાંતિસૂરિ મ. દેલવાડાના દેરાસરમાં પેસતાં નાકા પરના ઉપાશ્રયમાં બિરાજતા હતા. તેમની પાસે તે વખતના લીંબડીના ઠાકોર અને રજવાડાના બીજા દરબારો તથા મુંબઈ, અમદાવાદના મોટા શેઠિયાઓ ઘણા આવતા. તે કહે ત્યાં સુધી તેઓ રહેતા. અને મ. ઉપર ખૂબ જ શ્રદ્ધા રાખતા. | મહારાજને મળ્યો. તેમની સાથે ખૂબ જ ભળી ગયો. તેમણે મને ચન્દ્રોન્મીલન વિગેરે ગ્રંથોની! પૃચ્છા કરી. મેં તે સંબધી જે લખ્યું હતું તે મને બતાવ્યું. મ.મારી સાથે ખૂબ ભળી ગયા અને બધાને બહાર કાઢી મારી સાથે વાતો કરતા. તેમની એક ખાસિયત હતી કે બધાને બહાર કાઢવા હોય ત્યારે ઓમ શાંતિ ! | ઓમ શાંતિ ! કહી હાથ હલાવે એટલે બધા ચાલ્યા જાય. લોકો કહે છે તે મુજબ તેઓ ભરવાડ જ્ઞાતિના હતા. પણ રાજસ્થાનના આસપાસના પ્રદેશમાં તેમની ખૂબ સુંદર છાયા હતી અને કેટલાક ભક્તો તો તેમનેT પ્રભુ જેવા માનતા. ===== ૧૫૦] == = = == = = === = = === = == [મારાં સંસ્મરણો યાને ૫૦ વર્ષની જૈન શાસનની આછી રૂપરેખા - - - - - - - - - - - - - - - - - - - Page #158 -------------------------------------------------------------------------- ________________ (૧/૩) હું અને જગાભાઈ શેઠ આબુ હતા. તે વાત મુંબઈમાં રહેતા લાલભાઈ ઝવેરીએ જાણી. આ જાણી તેઓ અમદાવાદ થઈ આબુ આવ્યા. આ લાલભાઈ ઝવેરી ગાયકવાડ સરકારના ખાસ ઝવેરી હતા. મુંબઈમાં તેઓ ઝવેરાત ઉપરાંત સટ્ટાનો ધંધો કરતા. તેમને થયું કે જગાભાઈ શેઠ અને પંડિતજી મહારાજ પાસે ગયા I છે તો હું પણ જાઉં અને કોઈક સારી રૂખ લઈ આવું. આ હેતુથી તે આબુ આવ્યા. અમારી સાથે તે ઊતર્યા.। ખૂબ વાતોડિયા અને મિલનસાર હોવાથી મારી સાથે એકદમ ભળી ગયા. થોડા વખતમાં ખૂબ સારો સંબંધ બાંધ્યો. અંગત રીતે મને કહ્યું કે હું મહારાજ પાસે રૂખ માટે આવ્યો છું. તે મહારાજને હું અવારનવાર મળતો. ત્યારે મેં એકવાર તેમને પૂછ્યું : આ બધા તમારે ત્યાં આવનારાઓ | સામાયિક, પ્રતિક્રમણ કે ધર્માનુષ્ઠાન કરતા નથી. આપ પણ તેમાં તેમને દોરતા નથી. તો શા માટે આવે છે ? તેમણે મને કહ્યું, “બધા આવનારા કોઈને કોઈ સ્વાર્થ માટે આવે છે. આ રજવાડાઓ આવે છે અને આ શેઠિયાઓ આવે છે તે પણ બધા કોઈને કોઈ સ્વાર્થ માટે આવે છે. હું તેમને નાસિકાનાં વ્હેણ દ્વારા કંઈને કંઈ કહું છું. અને સાચું પડે તે બીજાને જણાવી બીજાઓને પણ તેમાં જોડી લઈ આવે છે. મારી પાસે | બીજું કાંઈ નથી.” મેં કહ્યું, “આ લાલભાઈ ઝવેરી આપની પાસે રૂખ માટે આવ્યા છે તે હું જાણું છું. જગાભાઈ શેઠ શાથી આવ્યા છે તે મને ખબર નથી ? તે સર્વ વાતે સુખી છે. તેને કોઈ બાધા નથી.” મહારાજે કહ્યું, “મારે ત્યાં આવનાર સ્વાર્થ વિના કોઈ આવતું નથી. જગાભાઈને એમના કુટુંબની એક અંગત મુશ્કેલી છે તેથી આવ્યા છે.'' આ પછી લાલભાઈ ઝવેરીને તે મળવા આવ્યા ત્યારે તેમણે તેમને એકાંતમાં કહ્યું, “દેખો લાલભાઈ તમે સટ્ટો છોડી દો નહિ તો ખુવાર થશો. અને કૂતરાના મોતે મરશો. મારું કહેવું સાંભળો અને માનો.' હું આ પછી લાલભાઈ ઝવેરી મને મળ્યા. મહારાજે ખરી રીતે મારી પાસે વાત સાંભળીને જ તેમને એવું કહેલું Iતેમ મને લાગ્યું. આવું આવું બધું બીજાઓ માટે પણ હતું. હું આબુ હતો ત્યારે એક પ્રસંગ જગાભાઈ શેઠ સાથે બન્યો. બેસતા વર્ષના દિવસે તેમણે મને બોલાવ્યો અને સવારમાં ઊઠતાની સાથે બોણી તરીકે મને રૂપિયો આપવા માંડ્યો. મેં શેઠને ના પાડી. મારે બોણી ન જોઈએ. શેઠે કહ્યું, “મારો હાથ બેસતા વર્ષે ખાલી જાય તે ઠીક ન લાગે.” મેં કહ્યું, “તમને તે ઠીક ન લાગે પણ હું હાથ ધરું તે મને પણ ઠીક ન લાગે”. અમે ચાર-પાંચ દિવસ આબુ રહ્યા હઇશું. જગાભાઈ હજુ વધુ રોકવાના હતા. પણ મારે લાલભાઈ ઝવેરી સાથે સારો સંબંધ થવાથી હું આબુથી નીકળી ઘેર જવા માંગતો હતો. જગાભાઈ શેઠ કહ્યું, “પંડિત !! તમે સાથે આવ્યા ને સાથ છોડો તે ઠીક ન લાગે.” મેં જવાબમાં કહ્યું, “તમને મારો સાથ ગમતો જ નહોતો કેમકે આપણે અમદાવાદથી નીકળ્યા ત્યારે તમે ફર્સ્ટક્લાસમાં બેઠા અને મારી વ્યવસ્થા સર્વન્ટ ડિપાર્ટમેન્ટમાં કરી. એટલે ખરી રીતે તમે મારો સાથ ઇચ્છતા જ ન હતા’. તેમણે મને રોકાવા ઘણું ઘણું કહ્યું પણ હું રોકાયો નહિ. આ પ્રસંગ પછી મારી સાથેનું વર્તન તેમનું સુધરી ગયું. મારી સાથે આંતરો રાખવાની તેમણે ટેવ સુધારી. પછી તો તેમણે મારી સાથે ચોસઠ પહોરી પૌષધ વિગેરે કર્યા. ખૂબ સારો સંબધ રાખ્યો. આબુવાળા શાંતિસૂરિ સાથે ત્યાર પછી મારે સારો સંબંધ રહ્યો. આબુવાળા શાંતિસૂરિ મ.ના સંબધી] [૧૫૧ Page #159 -------------------------------------------------------------------------- ________________ હું આબુ, બ્રાહ્મણવાડાજી વિગેરે ઠેકાણે ત્યારપછી બે ત્રણ વાર મળ્યો હોઈશ. તેમનું સર્કલ મોટું થતું ગયું અનેj Jતેમના બોલ ઉપર લોકો ખૂબ વિશ્વાસ રાખતા. મને યાદ છે તે મુજબ તે કોઈને કહે કે જો આ તમે નહિ કરો! તો તમારું ભલું નહિ થાય, તો સામો માણસ શ્રાપ સમજી કંપતો અને તેમના બોલને સ્વીકારતો. તેનું મુખ્ય. કારણ તેમનું જીવન મૌનપ્રધાન હતું. ૨. પરમાનંદ પ્રકરણ (૨/૧) વિ.સં૧૯૯૦નાં મુનિ સંમેલન પછી થોડા જ વખત બાદ યુવક સંઘે અમદાવાદમાં યુવક સંઘનું! સંમેલન બોલાવ્યું અને તેના મુખ્ય પ્રમુખ તરીકે પરમાનંદ કાપડિયાને બોલાવ્યા. આ પરમાનંદ કુંવરજી કાપડિયા ભાવનગરના કુંવરજીભાઈ આણંદજીના સુપુત્ર હતા. તે લબ્ધપ્રતિષ્ઠ jશ્રીમંત હતા. કુંવરજીભાઈ દ્રવ્યાનુયોગના સારા અભ્યાસી હતા. ભાવનગરમાં આવતા સાધુ સાધ્વીઓને | ભણાવતા. સારાયે જૈન સંઘમાં તેમની સારી પ્રતિષ્ઠા હતી. પણ તેમના પુત્ર પરમાનંદ સુધારક વિચારના હતા.' છતાં તે આમ તો પ્રમાણિક અને ચિંતક હતા. 1 યુવક સંઘે આ સંમેલનની બેઠક પાનકોર નાકા પાસે આવેલા રીગલ સિનેમામાં બોલાવી. આમાં jપ્રમુખપદ પરથી ભાષણ કરતાં પરમાનંદે નેમિસૂરીશ્વરજી મ. ઉપર ખૂબ ખરાબ આક્ષેપો કર્યા. તેમણે જણાવ્યું Iકે “આ ગાદીપતિ નેમિસૂરીશ્વરજી મહારાજનું અમદાવાદ છે વિગેરે”. અને ખૂબ સુધારક ઠરાવો કર્યા. આ | કામમાં ધીરજલાલ ટોકરશી, મૂળંચદ આશારામ વૈરાટી, શરાફ લલ્લું મનોરવાળા, શકરાભાઈ લલ્લુભાઈ ! વિગેરે મુખ્ય હતા. આ બધા યુવક સંઘની ટોળીના આગેવાનો હતા. 1 થોડા જ વખત પહેલાં મુનિ સંમેલન ગયું હતું અને ધીરજલાલ ટોકરશી વિગેરેએ યુવકસંઘની ટોળી જમાવી હતી. આ ટોળી જૂનવાણી વિચારોનો અવારનવાર વિરોધ કરતી હતી. જો કે અમદાવાદની દૃષ્ટિએT Jઆ કામ કરનારા થોડા હતા પણ સક્રિય તો હતા જ. પૂ.આ. વિજય નેમિસૂરિ મહારાજે નગરશેઠને બોલાવ્યા. તેમની સૂચનાથી નગરશેઠે પરમાનંદ કુંવરજી સાથે પત્રવ્યવહાર શરૂ કર્યો. જે ઠરાવો ધર્મને બાધા કરનારા હતા, તેનો ખુલાસો માંગ્યો. આ lખુલાસો પરમાનંદભાઈ તરફથી સંતોષકારક ન મળ્યો. એટલે તેમણે અમદાવાદ સંઘની મિટિંગ બોલાવી અનેT 'પરમાનંદ કુંવરજીને સંઘ બહાર કરવાનો ઠરાવ કરવાનો નિર્ણય કર્યો. • આ કાર્ય નગરશેઠ કસ્તુરભાઈએ આરંભ્ય. એક સારા દિવસે નગરશેઠના વડે સંઘ ભેગો થયો અને પરમાનંદ કુંવરજી ને સંઘ બહાર કરવાનો ઠરાવ રજૂ કર્યો. આ ઠરાવ સંઘે પાસ કર્યો. પણ તે વખતે | Tયુવકસંઘના મળતિયાઓએ તોફાન કર્યું. ચંપલો તથા જોડાઓ ઉછાળ્યા. પણ તેમનું કશું ચાલ્યું નહિ. ઠરાવી Jપાસ થયો. આ ઠરાવ પાસ થયા બાદ યુવક સંઘવાળાઓ પાંજરાપોળના ઉપાશ્રયે પહોંચ્યા. તેમનું માનવું હતું, કે આની પાછળ નેમિસૂરીશ્વરજીનો હાથ છે. એટલે તેમણે ઉપાશ્રયે જઈ નેમિસૂરિજી મહારાજ વિરુદ્ધ સૂત્રો] ===== ========================== ૧૫૨] [મારાં સંસ્મરણો યાને ૫૦ વર્ષની જૈન શાસનની આછી રૂપરેખા - ---- I ] - - - --- - - - - - - - - - - - - - Page #160 -------------------------------------------------------------------------- ________________ પોકાર્યા. ધાંધલ ધમાલ કરી. પણ કશું વળ્યું નહિ. આ પછી ધીરજલાલે જૈન જ્યોતિના વધા૨ા કાઢ્યા. પેમ્ફલેટો વહેંચ્યાં. આ બધુ કર્યું, પણ નેમિસૂરિ મ. શાંત હતા. તેમણે આ પ્રતિકારને જરાય ધ્યાનમાં ન લીધો. છેવટે યુવક સંઘવાળા થાક્યા અને આ પ્રકરણ પૂરું થયું. ૩. રતલામ પ્રકરણ રતલામમાં શાંતિનાથ ભગવાનનું એક મોટું દેરાસર છે. આ દેરાસરમાં પૂજારી તરીકે વંશપરંપરાગત બ્રાહ્મણો પૂજા કરતા હતા. તેઓ જૈનેતર હોવાથી તેમણે પોતાની પૂજા માટે મહાદેવ વિગેરેની સ્થાપના દેરાસરના ગભારામાં એક બાજુ કરી હતી. આ એ કારણે બનેલ કે વચગાળામાં દેરાસરનો પૂરો વહીવટ |સંભાળપૂર્વક ન રાખતા હોવાથી બ્રાહ્મણોએ આવું કરેલું. તેની શરૂઆતમાં કોઈને ખબર પડેલી નહિ. અને1 પછીથી ખબર પડી ત્યારે આપણા જૈનોએ તેની ઉપેક્ષા કરી. આ કેટલાક વર્ષથી ચાલતું હતું. તેમાં જૈનો તથા ચાતુર્માસ દરમ્યાન આવતા સાધુઓને પણ ખબર હતી. છતાં જૈન-જૈનેતરો વચ્ચે કજિયો થાય તે બીકે કોઈ કાંઈક કરતા ન હતા. વિ.સં. ૨૦૧૦-૧૧ની સાલનો આ સમય હતો. સાગરજી મ.ના સાધુઓ ત્યાં ચાતુર્માસ રહેલ, તેમણે આ જોયું. શ્રાવકોને ઉપેક્ષા બદલ ઠપકો આપ્યો. અને એક દિવસે આ મહાદેવ વિગેરેની સ્થાપના શ્રાવકોની સાથે મળી ઉખેડી બહાર કાઢી નાખી. પરિણામે જૈન-જૈનેતરમાં મોટો વિખવાદ થયો. તે વખતે ત્યાં આ કામ કરનારા શ્રાવકો ઉપર વોરંટ કાઢ્યું. તેમને પકડ્યા અને જેલમાં પૂર્યા. આ પકડાનારાઓમાં કેટલાક બુઝર્ગ પ્રતિષ્ઠિત સારા આગેવાન જૈન ધર્મીઓ પણ હતા. જેને લઈને જૈન સમાજમાં મોટો ઊહાપોહ | જાગ્યો. હું તે વખતે સંસ્કૃતિ રક્ષક સભાનું કામ સંભાળતો હતો. અને ધર્મસાગરજી મ.ની બધી પ્રવૃત્તિઓમાં | જોડાયેલો હતો. ધર્મસાગરજી મહારાજે માળવામાં ચોમાસું કરેલું હોવાથી અને રતલામ, ઉજ્જૈન, ઇન્દોર વિગેરે |સાગરજી મ.ના ભક્ત શ્રાવકોના ક્ષેત્રો હોવાથી તેમના કહેવાથી હું રતલામ ગયો. તેમના આગેવાનોને | મળ્યો. આ અંગે તારો વિગેરે જે કરવા પડે તે કર્યા. જો કે હું ગયો તે દરમ્યાન તો જે શ્રાવકોને પકડ્યા હતા । તેમને છોડી મૂક્યા હતા. પણ જૈનોમાં ભયનું વાતાવરણ હતું. જૈનેતરોની વસ્તી મોટી, અને જૈનોની સંખ્યા! ઓછી હતી. ઉપરાંત આ સંઘર્ષ લાંબો ચાલે તો સ્થાનિક સંધોને ખૂબ શોષવું પડે તેમ હતું. તેથી સમાધાનનો રાહ અપનાવાયો. આ પછી તો આ કાર્ય શ્રીયુત રમણલાલ દલસુખભાઈએ સંભાળ્યું. તે મુંબઈથી આવ્યા. કલેક્ટર વિ.ને મળ્યા. સ્થાનિક સંઘોને પણ મળ્યા. અને કહ્યું કે મ.શ્રીના કહેવાથી આ ઉતાવળ કરવાની | જરૂર ન હતી. સલાહ સંપથી કામ લેવાની જરૂર હતી. આ પ્રસંગને લઈ મારો રમણભાઈ શેઠ સાથે વિશેષ પરિચય થયો. રમણભાઈ શેઠે સાદ્યંત આ કામ સંભાળ્યું. રતલામમાં મુખ્ય આગેવાન તેજરાજજી હતા. કોઈ પણ સંઘ રતલામ આવે ત્યારે તેમના તરફથી વર્ષો થયા સાધર્મિક જમણ ભક્તિપૂર્વક અપાતું. આ કુટુંબની પ્રસિદ્ધિ સારાયે જૈન સમાજમાં હતી. દગડુમલ અને મિશ્રીમલ એ રતલામના વતની હતા. પાછળથી તેમણે દીક્ષા લીધેલી. એ સમયમાં મિશ્રીમલજી | કર્મગ્રંથ, કમ્મપયડીનાં ઘણા સારા વિદ્વાન ગણાતા. ગુજરાતમાંથી સાધુઓ તેમની પાસે ભણવા જતા. રતલામ પ્રકરણ] [૧૫૩ Page #161 -------------------------------------------------------------------------- ________________ ૪. સંસ્કૃતિ રક્ષક સભા સંસ્કૃતિ રક્ષક સભાની સ્થાપના ધર્મસાગરજી મહારાજે કરી હતી. આ સભા મુખ્યત્વે તો સરકારી તરફથી થતા ધર્મવિરોધી કાયદાઓના પ્રતિકાર માટે અને એ કાયદાઓનો સમાજમાં વિરોધનો પ્રચાર કરવા! માટે સ્થપાયેલી હતી. શરૂઆતમાં તેની સેક્રેટરી તરીકે શ્રીયુત ચીમનલાલ કડિયા હતા. પણ આ કડિયા બે તિથિ પક્ષના ચુસ્ત રાગી અને આગેવાન હોવાથી કેટલીક વાર તેમની અને ધર્મસાગરજી વચ્ચે ઘર્ષણ જાગતું.' iધર્મસાગરજી કહે તે કરતાં તેઓ પોતાને ઠીક લાગે છે અને બે તિથિ પક્ષના સાધુઓને રૂચે તે જ પ્રવૃત્તિમાં સિવિશેષ રસ લેતા. એક પ્રસંગ એવો બન્યો કે ધર્મસાગરજી મહારાજે સરકાર તરફથી થતા વિરોધી કાયદાઓનો! પ્રતિકાર કરવા માટે શંખેશ્વરમાં સંમેલન બોલાવેલું. આ સંમેલનના મુખ્ય મહેમાન તરીકે પ્રભુદાસભાઈના 1 કહેવાથી રાજકોટના જસાણીને નિમંત્રેલા, આ બધી વાત ધર્મસાગરજીએ કડિયાને અજાણ રાખી કરેલી Tહોવાથી કડિયાએ તેનો વિરોધ કર્યો, અને ધર્મસાગરજી મહારાજે બોલાવેલું સંમેલન થાય જ નહિ તેવો પ્રયત્નો કિર્યો. તેણે કોઈ જાતનો પ્રચાર કર્યો નહિ અને સંમેલન નથી તેવું જ વાતાવરણ ઊભું કર્યું. ધર્મસાગરજી મ.ની! મૂંઝવણ વધી. તેમણે બોલાવેલ જસાણી વિગેરે આગળ શું કરવું તે મૂંઝવણમાં પડ્યા. મને તેમણે ચાણસ્મા! બોલાવ્યો. કહ્યું કે કોઈ પણ રીતે સંમેલન થવું જોઈએ. તમે આચાર્ય ભગવંતોના આ સંમેલનને સંદેશા મળે; તેવી વ્યવસ્થા કરો. અને કડિયાનો વિરોધ છતાં માણસો ભેગા થાય તેવું કાંઈક કરો. હું પૂ.આ. સિદ્ધિસૂરિ મ., રિદ્ધિસાગરસૂરિ મ. જે અમદાવાદમાં હતા તેમને મળ્યો. સિદ્ધિસૂરિ 'મહારાજે તો મને કહ્યું કે, “તારે જેવો સંદેશો જોઈએ તેવો મારા નામથી લખી . કડિયાની વાતને મારો! ટેકો હોય જ નહિ.” આ રીતે તે વખતે તેઓ કડિયાથી ખૂબ નાખુશ હતા. સંમેલનનાં ટાઈમ અગાઉ એક દિવસ પહેલાં હું શંખેશ્વર ગયો. સંમેલનની કોઈ તૈયારી ન હતી.T કડિયાએ સંમેલન નથી તેવો પ્રચાર કરેલો. જસાણી, પ્રભુદાસભાઈ વિગેરે આવ્યા. મેં તે વખતે ધર્મસાગરજી 'મને કહ્યું, “થાળી વગડાવી લોકોને ભેગા કરી સભા ભરો. કોઈ વાંધો નહિ આવે. કારણ કે અત્યારે અહીં! જે યાત્રાળુઓ છે તેનો મોટો ભાગ આપણા સર્કલનાં ગામડાંઓનો છે. બધાં આવશે. સભામાં માણસ થશે.' થાળી વગાડી લોકોને ભેગા કર્યા. સભા બોલાવી. જસાણી પ્રભુદાસભાઈનાં ભાષણો થયાં. ઠરાવો કર્યા. આ Jવખતે કડિયાએ વિરોધ કર્યો પણ સભામાં અમારા પક્ષના માણસો વધુ હોવાથી તેનું કાંઈ ચાલ્યું નહિ. સેક્રેટરી તરીકે તેમને રદ કરી રાધનપુરવાળા લક્ષ્મીચંદ પ્રેમચંદ સેક્રેટરી બનાવ્યા અને આખી સંસ્કૃતિ રક્ષક સભાનું માળખું ધર્મસાગરજી તરફ બનાવ્યું. આ પછી લક્ષ્મીચંદ પ્રેમચંદ ઘણો વખત આ સભાના સેક્રેટરી તરીકે રહ્યા. અને હું પણ આ સભાના |સક્રિય કાયકર્તા તરીકે રહ્યો. વડોદરાવાળા સુંદરલાલ કાપડિયા પણ ધર્મના રાગને લઈ આ સભામાં સક્રિય| રહ્યા. ધર્મસાગરજી મહારાજે આ સભા દ્વારા, જયારે જયારે જરૂર પડી ત્યારે સરકાર સામે કેસો કરાવ્યા. jજ્યાં જયાં સરકાર દ્વારા ધર્મનો હસ્તક્ષેપ લાગ્યો ત્યાં ત્યાં બધે આ સંસ્કૃતિ રક્ષક સભા દ્વારા અદાલતી; j કાર્યવાહી શરૂ કરી. ધર્મસાગરજી મહારાજ એક જ એવા સાધુ સમાજનાં વ્યક્તિ હતા કે સરકાર દ્વારા જ્યાં ================================ ૧૫૪]. [મારાં સંસ્મરણો યાને ૫૦ વર્ષની જૈન શાસનની આછી રૂપરેખા Page #162 -------------------------------------------------------------------------- ________________ જ્યાં હસ્તક્ષેપ થાય ત્યાં ત્યાં પહોંચી જતાં અને જેને સરકારી હસ્તક્ષેપની અસર થાય તેને ઊભા કરી સરકારી Jસામે કેસ કરાવતા હતા. આ રીતે તેમણે કેસરીયાજી વિગેરેનો પણ કેસ કરાવ્યો. કેસરીયાજી પ્રકરણમાં એવું બનેલું કે Iકેસરીયાજીનો વહીવટ વર્ષો થયાં ઉદયપુરનો જૈન સંઘ સંભાળતો. પણ પાછળથી જૈન સંઘમાં મતભેદી પડવાથી અને દિગમ્બરોના હસ્તક્ષેપથી તેમજ સર્વ કોમનાં યાત્રીઓ ત્યાં દર્શનાર્થે આવતા હોવાથી આ| | વહીવટ ઉદયપુરના રાણાએ સંભાળ્યો. અને ભારતને સ્વતંત્રતા મળ્યા બાદ સરકારે તે વહીવટ લીધો. આ! વહીવટ ફરી શ્વેતાંબરોને મળે તે માટે ધર્મસાગરજી મહારાજે જોધપુરની કોર્ટમાં કેસ કર્યો. આ કેસ ચાલ્યો ત્યારે દિગમ્બરો કે જૈનેતરો કોઈએ રસ લીધો નહિ. કેમકે તેઓ સમજતા હતા કે આમાં કશું વળવાનું નથી.' jકેમકે રાણા અને સરકાર પાસે પોણો સો વર્ષ કરતાં વધુ વર્ષથી વહીવટ છે. પરંતુ હાઈકોર્ટમાં કેસ ચાલ્યો.j અને જોધપુર હાઈકોર્ટે આપણા શ્વેતાંબર સંઘ તરફી ચુકાદો આપ્યો. આ ચુકાદો આવ્યા બાદ દિગમ્બરો! સળવળ્યા. તેઓ તેનો પ્રતિકાર માટે તૈયાર થયા. પણ તેઓ હાઈકોર્ટમાં પક્ષકાર ન હોવાથી કાંઈ કરી શકે! - તેમ ન હતા. સરકાર સુપ્રિમમાં ગઈ. આપણે સુપ્રિમમાં દાદા ચાંદજી સોલિસીટરને રોક્યા. આ દરમ્યાન | દિગમ્બરોએ સુપ્રિમમાં અરજી કરી કે અમને પક્ષકાર તરીકે લો. દાદા ચાંદજી વિરોધ કરી શકે તેમ હતા.' પણ તેમને રોકેલા હોવા છતાં કાંઈ ફી નહિ આપેલી હોવાથી તેણે કાંઈ ધ્યાન આપ્યું નહિ. અને સુપ્રિમ કોર્ટે T દિગમ્બરોને પક્ષકાર તરીકે લીધા. સરકાર જોધપુર હાઇકોર્ટના ચુકાદાની સામે અપીલમાં ગયેલી હતી. અને તે શ્વેતાંબરોની સામે વિરોધમાં હતી. દિગમ્બરો શ્વેતાબંરો સામે વિરોધમાં હતા. આમ સરકાર અને દિગમ્બરોનું ગઠબંધન થયું. આપણા તરફથી ઉદયપુર સંઘના ભાઈઓ અને શિરોહીવાળા પોખરાજજી સિંઘવી પણ ધ્યાન આપતા હતા.j I પણ આ કેસનો આખો કાબૂ ધર્મસાગરજી મ. પાસે હતો. ધર્મસાગરજી મ.માં એક મોટી ખામી એ હતી કેT | સામા માણસને જે પૈસા આપવાના નક્કી કર્યા તે પૈસા ખૂબ પરેશાન કરીને આપે. એટલે સામો માણસ! ; તેમના કાર્યમાં દત્તચિત્ત ના રહે. આવું દાદા ચાંદજીનાં સંબંધમાં પણ બનેલું. તેને તેમણે પૈસા ન મોકલ્યા; તેના પરિણામે તેણે કશો પ્રતિકાર ન કર્યો અને દિગમ્બરો પક્ષકાર તરીકે દાખલ થયા. આ કેસ સુપ્રિમમાં આવ્યો ત્યારે ધર્મસાગરજીએ મને કહ્યું “તમે દિલ્હી જાઓ. કોઈ પ્રાચીન! : પુરાવાની જરૂર હોય તો કામ લાગો. વધુમાં આણંદજી કલ્યાણજી પેઢી પાસે બાદશાહો વખતનાં આ તીર્થો 1 સંબંધીનાં તામ્રપત્રો છે. તે રજૂ કરવા પડે તેં રજૂ કરાય અને સુપ્રિમને જણાવાય કે મોગલ બાદશાહોનાં | વખતથી આ તીર્થ શ્વેતાંબર સંઘને સોપાયેલું છે”. આ કેસ જોધપુર હાઈકોર્ટમાં ચાલ્યો અને સુપ્રિમમાં આવ્યો ત્યાં સુધી મેં આમાં કોઈ રસ લીધેલો નહિ તેમજ મને લાગેલું કે ધર્મસાગરજી મ.ની પ્રવૃત્તિ પાછળ ઘેલા થવામાં સાર નથી. એટલે મેં ધીમેધીમે અળગા રહેવાનું શરૂ કર્યું. પણ જયારે આ કેસ સુપ્રિમમાં આવ્યો ત્યારે તેઓ જૈન મર્ચન્ટમાં હતાં અને મને Iકહ્યું, તમે એરોપ્લેનમા દિલ્હી જાઓ. કેસ ચાલવા ઉપર છે. અને પેઢી પાસેથી તે આપે તો તામ્રપત્ર લેતાં | જાઓ. પેઢીએ તેમનો માણસ મોકલી મને તામ્રપત્રો જરૂર પડ્યે સુપ્રિમમાં રજૂ કરવાનું કહ્યું. હું દિલ્લી! | ગયો.પોખરાજજી પણ દિલ્લી આવ્યા હતા. આપણા તરફથી મુંબઈ હાઈકોર્ટનાં નિવૃત્ત થયેલ જજ શ્રીયુત =============================== [૧૫૫ II ( સંસ્કૃતિ રક્ષક સભા | - Page #163 -------------------------------------------------------------------------- ________________ પંચાગલાને રોક્યા. તેમણે શરૂઆતમાં જ દિગમ્બરોને પક્ષકાર તરીકે લીધા તેનો વિરોધ કર્યો. પણ સુપ્રિમ કોર્ટના જિજોની બેન્ચોએ આપણાં સોલિસીટરને ત્રણ-ત્રણ વાર પૂછાવ્યા છતાં કોઈ પણ જવાબ ન મળવાથી એમનેT ! પક્ષકાર તરીકે લીધા તે જણાવ્યું. આ કેસ ચાલ્યો ત્યારે દિગમ્બર સમાજના મોટા આગેવાનો હાજર હતા.' ; જયારે આપણા તરફથી મને અને પોખરાજજી સિવાય કોઈને રસ નહોતો. આપણી પેઢીને ધર્મસાગરજી મ.ની વાતમાં રસ ન હોવાથી તે હંમેશા તેઓની ઉપેક્ષા કરતા. સુપ્રિમમાં ચાગલાએ ઘણી દલીલો કરી. પણ સુપ્રિમના જજોનું કહેવું થયું કે જ્યારે આનો વહીવટj વરાણાના હાથમાં હતો ત્યારે તમે કશું કર્યું નથી. હવે રાષ્ટ્રીય સરકાર થઈ એટલે તમે કલ્થો લેવા નીકળ્યા છો.1 Jઆવી તો ઘણીયે મિલ્કતો જૈનોની અને હિંદુઓની મુસ્લિમોના હાથમાં છે. અને તેમાં પુરાવાઓ તે મિલકતો જૈનોની-હિંદુઓની છે તેવા સ્પષ્ટ હોવા છતાં તમે કે હિંદુઓએ કાંઈ કર્યું નથી. દા.ત. ખંભાતની મસ્જિદ વિગેરે. આજે તમે રાષ્ટ્રીય સરકાર આવી એટલે લડવા તૈયાર થયા છો. દેશી રજવાડાઓમાં ત્યારે કાંઈ તમે, jકર્યું નહિ. કેસરીયાજીનું તીર્થ તો શ્વેતાંબર-દિગમ્બરો જ નહિ પણ સમગ્ર જૈન-જૈનેતરોનું વર્ષો થયા પૂજનીય રહ્યું છે. અને સરકાર વર્ષોથી વહીવટ કરે છે. વિગેરે વિગેરે દલીલો કરી. પરિણામે સુપ્રિમમાં જોધપુર) હાઈકોર્ટમાં જીતેલા હોવા છતાં આપણું કાંઈ વળ્યું નહિ. આની પાછળ આપણી પૈસા ખર્ચવાની ચીકાશ અનેT સમાજના ટેકાનો અભાવ મુખ્ય હતો. આપણા તરફથી કોઈએ ધર્મસાગરજીને સાથ ન આપ્યો. આ સાથમાં ! પેઢી કે સાધુઓ કોઈ ન હતા. ધર્મસાગરજી મહારાજે આ કેસને રિ-ઓપન કરવા ઘણી મહેનત કરી પણ jપરિણામ ન આવ્યું. i આ કેસમાં તેમણે જે પુરાવાઓ રજૂ કર્યા હતા તે ખૂબ જ સચોટ, સારા અને ઐતિહાસિક હતા.j Iબાદશાહોના વખતથી માંડી કેસ ચાલ્યો ત્યાં સુધી કેસરીયાજીમાં શું-શું બન્યું, તેનો વહીવટ શ્વેતાબંરો પાસેT lહતો, ભંડારની ચાવીઓ તેની પાસે હતી, વિગેરે ઘણી સામગ્રી એમણે એકઠી કરી હતી. આ બધાના ફોટાઓ! | અને સરકારી કોર્ટોમાંથી મહેનતપૂર્વક નક્કો મેળવી હતી. આ અથાગ પરિશ્રમની કોઈએ કિંમત કરી નહિ.' [ આથી કેસરીયાજીનું કામ કથળવામાં ઓછા વત્તા પ્રમાણમાં આપણે બધા જવાબદાર છીએ. ૫. ચંદ્રોદય સાગરજી મ.નો કેસ ચંદ્રોદય સાગરજી મ. મૂળ કપડવંજના વતની હતા. તેમણે તેમના પિતા વિનયસાગરજી અને કાકા! ચારિત્ર સાગરજી સાથે દીક્ષા લીધી હતી. તેમનો અભ્યાસ તો સાધારણ હતો. પણ વકતૃત્વ કળા ઘણી સારી ' હતી. તેથી તેમણે અમદાવાદ, મુંબઈ, સુરત વિગેરે ઠેકાણે સારી નામના મેળવી હતી. તેમણે સાબરમતીમાં iવરસોડાવાળી ચાલમાં જ્ઞાનમંદિર બંધાવ્યું હતું અને તેનું ઉદ્ઘાટન કસ્તુરભાઈ શેઠના હાથે કરાવ્યું હતું. આj જ્ઞાનમંદિરના ટ્રસ્ટીઓ પોપટભાઈ મગનલાલ અને અનુભાઈ ચીમનલાલ વિગેરે છે. ચંદ્રોદયસાગરજી મ. મુંબઈ હતા. ત્યાં તેમણે સારું જમાવ્યું હતું. પરંતુ તેમના ઉપર એક અપવાદ! આવ્યો. આ અપવાદ તે ભાયખલ્લા હતા ત્યારે એક સુરતની બાઈ વારે ઘડીયે તેમની પાસે આવતી અને 'તેને લઈ ભાયખલ્લાના ટ્રસ્ટીઓને તેમના ચારિત્ર્ય વિશે શંકા ઉપજી. આ વાત પેપરોમાં મુંબઈ સમાચારમાં) ; jછપાઈ અને જીવાભાઈ શેઠ તથા નગીનભાઈ શેઠ, ભોગીલાલ લહેરચંદ વિગેરેએ તેને સમર્થન આપ્યું. તેને | લઈ મુંબઈમાં આ વાત ખૂબ ચગડોળે ચડી. ================================ ૧૫૬]. [મારાં સંસ્મરણો યાને ૫૦ વર્ષની જૈન શાસનની આછી રૂપરેખા – – – – – – – – – – – –- - - - - - - I | Page #164 -------------------------------------------------------------------------- ________________ આને લીધે કોર્ટમાં કેસ થયા. મ.ની વિરુદ્ધમાં જીવાભાઈ વિગેરે રહ્યા. અને મ.ના બચાવ પક્ષમાં | જયંત મેટલવાળા, કપડવંજના વતની ચીમનભાઈ અને સાગરજી મ.ના ભકતો રહ્યા. આ વાતને તિથિચર્ચા/ સાથે જોડવામાં આવી. સાગરજીના ભક્તોએ જીવાભાઈ ઉપર એવો આક્ષેપ મૂક્યો કે આ સાધુ સાગરજીના છે માટે તેમને વગોવવા આ બધો પ્રયત્ન થયો છે. ત્યારે જીવાભાઈ વિગેરેનું કહેવું હતું કે આ વાત ખોટી છે. અમે આમાં કોઈ ખોટી રીતે સંડોવાયા નથી. પણ શાસનને ઉડ્ડાહ કરનારૂં તેમનું વર્તન હોવાથી અમારે નાઈલાજે આ કહેવું, કરવું કે બહાર પાડવું પડ્યું છે. આ કેસમાં જીવાભાઈ તરફથી ફોજદારી વકીલ કાનુગા હતા અને ચીમનલાલ તરફથી પણ સારા વકીલો હતા. આ કેસ ચાલતો હતો તે દરમ્યાન હું મુંબઈ ગયેલો ને મારા મિત્ર માણેકલાલ ગણપતલાલ ને ત્યાં ઊતર્યો હતો. એ દરમ્યાન એક સવારે ગીરગાંવ પોલિસ કોર્ટ તરફથી મારા ઉપર સમન્સ બજવવામાં I આવ્યું. તેમાં જણાવ્યા મુજબ કોર્ટ મને કેટલાક પ્રશ્નો પૂછવા માગતી હતી. આ કેસ તિથિચર્ચા સાથે સાંકળી| ! લીધો હોવાથી સાગરજી મ.ના ભક્તોએ મારા ઉપર નોટિસ કઢાવવાનો પ્રયત્ન કર્યો. તેઓ એમ કહેતા હતા જીવાભાઈ શેઠને વૈઘના ચુકાદામાં સંડોવાયેલા જણાવી સાગરજી મ.ના ભક્તોએ પ્રહાર કર્યો છે. હું, મૂળચંદ બુલાખીદાસ કે જે ખંભાતના હતા, તેમને સાથે લઈ જીવાભાઈ શેઠને પારસી ગલીના તેમના મકાનમાં મળ્યો. અને કહ્યું કે આ કેસના વાતાવરણથી તમે શાસનને શુદ્ધ કરવાની ભાવનાની જે વાત કરો Iછો, તેનાથી ઊલટું થાય છે. શાસન વધુ વગોવાય છે. માટે આ કેસને બંને પક્ષો ભેગા થઈ માંડી વાળો. |પણ શેઠ જીદમાં હતા. નિયત કરેલા દિવસે મારી કોર્ટમાં જુબાની થઈ. કોર્ટે મને કહ્યું કે “તમે પંડિત છો ! શાસ્ત્રના જાણકાર છો. તો કોર્ટ તમારી પાસે કેટલીક વિગતો જાણવા અને સમજવા માંગે છે.” તેમ કહી તેમણે મને હું પ્રશ્ન પૂછ્યો કે “કોઈ સાધુ એકાંતમાં કોઈ એકલી સ્ત્રી સાથે હોય તો તે બ્રહ્મચર્યથી દોષિત ગણાય કે નહિ ?” મેં જવાબ આપ્યો, “દોષિત ગણાય પણ ખરા અને ન પણ ગણાય.” મેં કહ્યું, “અમારા આગમ પૈકીના વિપાક સૂત્રમાં મૃગાપુત્ર લોઢિયાનો પ્રસંગ આવે છે. આ મૃગાપુત્ર જન્મ્યો ત્યારથી તે દુગંછિત આકારનો હતો. મનુષ્ય ભવમાં નારક જેવી ભયંકર વેદનાનું સ્વરૂપ જોવું હોય તો મૃગાપુત્રને જુઓ એમ મહાવીર પરમાત્માએ પર્ષદામાં કહ્યું. આ સાંભળી ગૌતમસ્વામી રાણી પાસે આવ્યા અને મૃગાપુત્રની વાત કહી તેને જોવાની ઇચ્છા બતાવી. ગૌતમસ્વામી ભોયરામાં રાખેલ । મૃગાપુત્રને જોવા ગયા. ત્યારે રાણી અને ગૌતમસ્વામી બે જ હતા. ગૌતમસ્વામી ભગવાન મહાવીરના પ્રથમ | મહાલબ્ધિવંત ગણધર છે. ત્યાં તેમને એકાંત કે એકલા હોવાથી દોષિત મનાય નહિ. દોષિત માનવા માટેI તો બીજા ઘણા પુરાવા જોઈએ. માત્ર એકાંતમાં બેઠા હોવાથી દોષિત કહેવા તે વાજબી નથી”. આ મારી જુબાની મુંબઈ સમાચારમાં આખું પાનું ભરીને આવી હતી. જો કે મને સાગરજી મ.ના ભક્તો તેમના બચાવ માટે લઈ ગયા હતા. આ પ્રકરણથી ચંદ્રોદયસાગરજીની છાયા થોડી હલકી પડી હતી. તે નાની ઉંમરે અમદાવાદમાં કાળધર્મ પામ્યા હતા. તેમની વ્યાખ્યાન શક્તિમાં અનુપ્રાસવાળા જોડકા વિશેષ આવતા. આમ સ્વભાવે તે ભદ્રિક અને નિખાલસ હતા. ચારિત્ર્ય સંબધમાં તો કેટલીક વાર ખોટા આક્ષેપો પણ થાય, અને સાચા આક્ષેપોવાળા સિફતથી બચી પણ જાય. ચંદ્રોદય સાગરજી મ.નો કેસ] [૧૫૭ Page #165 -------------------------------------------------------------------------- ________________ ૭. આગમ મંદિર (૧) પૂ.આ સાગરાનંદસૂરિ મહારાજ પાલિતાણા હતા ત્યારે તેમના મનમાં એક વિચાર આવ્યો કે આગમનાં Tગ્રંથો પ્રતાકારે તો બધા છપાઈ ગયા છે. પણ આ કાગળમાં છાપેલા ગ્રંથી કોઈ આસમાની સુલતાનીમાં નાશી Jપામે ત્યારે કોઈ પથ્થર કે તામ્રપત્રમાં કરાયેલા હોય તો વધુ સારું. આ માટે તેમણે આરસમાં ૪૫ આગમ ગ્રંથોને કોતરાવાનો વિચાર કર્યો. પણ સાથે સાથે એ પણ વિચાર્યું કે આ કોતરાવેલા આગમગ્રંથો કોઈ એક સ્થળે ઈમારતમાં ચોંટાડીશું તો કોઈ દર્શનનો લાભ લેવા નહિ આવે. આ માટે કોઈ ભવ્ય દેરાસરની વ્યવસ્થા Iકરી હોય અને તેની ભીંતમાં આ આગમગ્રંથો કોતરાવ્યા હોય તો દેરાસરના હિસાબે આ આગમ ગ્રંથોનો સહુ Iકોઈ લાભ લેશે. આ વિચારને મૂર્ત સ્વરૂપ આપવા તેમણે વિચાર કર્યો. તે માટે તેમને પાલિતાણા જ વધુ યોગ્ય લાગ્યું. કેમકે ગામેગામના સંઘો પાલિતાણામાં દર્શન માટે આવે અને દેરાસરની સાથે આગમનાં પણ દર્શન jકરે. આમ કરવાથી આગમ પ્રત્યેની ભક્તિ સચવાઈ રહેશે તેમ વિચાર્યું. ! પાલિતાણાની સ્થિરતા દરમ્યાન તેમણે જમીનની શોધ કરી અને તળેટીને અડીને જ તેમણે વિશાળ ! જમીન શ્રાવકો દ્વારા ખરીદાવી. આ માટે તેમણે જુદી જુદી વ્યક્તિઓના અભિપ્રાયો લીધા. વિ.સં. ૧૯૯૩માં પૂ. સાગરજી મ. અને પૂ. નેમિસૂરિ મ.નું ચાતુર્માસ જામનગરમાં સાથે થયું. પૂ. I 'નેમિસૂરિ મ. સાથે અમદાવાદના નગરશેઠ કસ્તુરભાઈ મણીભાઈને સારો સંબંધ હોવાથી તેઓ જામનગર) 'નેમિસૂરિ મ. પાસે આવતા. તેમણે તેઓને વાત કરી. નગરશેઠે એક પ્લાન એવો તૈયાર કરાવ્યો જેમાં! ચારેબાજુ ફરતો કોટ રાખી વચ્ચે સ્વસ્તિકના આકારમાં દેરાસરનું સંકુલ ઊભું કરવું. તેમાં એક પાંખડીમાં છ અને પાંચ દેરી, બીજી પાંખડીમાં પણ તે પ્રમાણે છે અને પાંચ દેરી, આમ ચાર પાંખડીમાં મળી કુલ ૪૪i દેરીઓ અને મોટું દેરાસર આમ ૪૫ આગમનાં ૪૫ દેરાં થાય. આકાશમાં ઊંચે એરોપ્લેન પસાર થાય ત્યારે 1 |પૃથ્વી પર મોટો ૪૫ દેરાના સંકુલવાળો સાથિયો પથરાયેલો દેખાય. આ દેરાઓમાં ૪૫ આગમો આરસમાં | કોતરાવી ચોંટાડવાનો પ્લાન તેમણે તૈયાર કરી પોપટલાલ ધારશીભાઈને આપ્યો. શરૂઆતમાં તો આ વાત! ઠીક લાગી. પણ પછી વિચારતા સાગરજી મ.ને તે વાત ગમી નહિ. તેમણે તો એ વિચાર કર્યો કે વચ્ચે ચાર શાશ્વત ભગવાનોથી પ્રતિષ્ઠિત થયેલ દેરાસર રાખવું. અને ભમતીમાં ૨૦ વિહરમાન ભગવાન અને ૨૪ jતીર્થકર ભગવાન એમ ૪૪ ચૌમુખજીની પ્રતિમાઓ ભરાવી, સ્તંભ ઉપર સ્થાપી, ઉપર આરસમાં કોતરાયેલાં | આગમો ચોંટાડવાં. છે તે વખતના પ્રસિદ્ધ સોમપુરા મિસ્ત્રીઓને તેમણે બોલાવ્યા. આ વાત તેમને કરી. તેમની પાસે પ્લાન તૈયાર કરી પ્રભાશંકર મિસ્ત્રીને આ કામ સોંપ્યું. પ્રભાશંકર મિસ્ત્રી તે વખતના સર્વ સોમપુરા મિસ્ત્રીઓમાં મુખ્ય ગણાતા હતા અને શિલ્પશાસ્ત્રના સારા જાણકાર હતા. આ પ્રભાશંકર મિસ્ત્રીએ સરકાર તરફથી સોમનાથ | મહાદેવનો જીર્ણોદ્ધાર હતો. તેમજ અમદાવાદ ગાંધીનગરની રચના પાછળ પણ તેઓ સરકારના ખાસT સલાહકાર હતા. ====== ================== ૧૫૮] મારાં સંસ્મરણો યાને ૫૦ વર્ષની જૈન શાસનની આછી રૂપરેખા -- - - - - - - - - - - - - - - - - - - - -- Page #166 -------------------------------------------------------------------------- ________________ ભગવાનની મૂર્તિઓ તેમજ મંદિરનું કામ તો તેમણે પ્રભાશંકર મિસ્ત્રીને સોંપ્યું. આ કામ માટે પૈસાની | સગવડ કરવા એક યોજના ઘડી. આ યોજનામાં ૪૪ ચૌમુખજી ભરાવવાના અને પ્રતિષ્ઠા કરાવવાના એક ચૌમુખજી દીઠ રૂા. ૩૫∞ રાખ્યા. અને મુખ્ય દેરાસર બનાવવાનો પોપટલાલ ધારશી અને તેના કુટુંબને લાભ આપ્યો. જોડે સિદ્ધચક્ર મંદિર બનાવ્યું. તેનો લાભ અમૃતલાલ કાલીદાસ દોશી જામનગરવાળાને આપ્યો. (૭/૨) પૂ. સાગરજી મહારાજે આ આગમો કોતરાવવાનો નિર્ણય કર્યો ત્યારે અક્ષરો લખી ટાંકણાથી કોતરાવવાની રીત પ્રસિદ્ધ હતી. સાગરજી મને લાગ્યું કે આમ કરવામાં અક્ષરોનું એકસરખાપણું સચવાવું મુશ્કેલ બનશે. અને આમ કરવા પાછળ ઘણાં વર્ષનો સમય જશે. આ માટે કોઈ એવી પદ્ધતિ મળે કે છાપેલા અક્ષરો જેવું કોતરકામ થાય તો સારું ! તેમણે આ માટે ઘણા માણસોનો પરિચય સાધ્યો. તેમને એક જાપાનીઝ શિલ્પી મળ્યા. તેણે આ કામ કરવાનું વચન આપ્યું. પણ તેની કિંમત સાગરજી મહારાજે આગમોના કોતરકામ |માટે જે રકમ નક્કી કરી હતી તેનાથી ખૂબ વધુ હતી. અને એક વાર લોકો પાસેથી રકમ નક્કી કર્યા બાદ| |બીજી વા૨ વધુ માગણી કરવી તે ઉચિત ન લાગવાથી તે અચકાયા. તેમણે જુદી જુદી ટાઇપ ફાઉન્ડ્રીઓ વાળા અને જુદા જુદા સાહસિકોનો પરિચય સાધ્યો. પણ આ બધામાં તેમને કોઈ ખાસ સફળતા મળી નહિ. આ અરસામાં ઉત્કૃષ્ટ મુદ્રણાલયવાળા અમદાવાદના પુરુષોત્તમદાસ શંકરલાલ મને મળ્યા. તેમણે મને કહ્યું, હું આ કામ કરી આપું. પણ તેનાં પ્રાથમિક ખર્ચ માટે મને પહેલા પૈસા મળવા જોઈએ. કામ કર્યા બાદ પૈસા |આપવાના હોય તો મારી શક્તિ પૈસા રોકવાની નથી. મેં મહારાજશ્રીની સાથે તે પુરુષોત્તમદાસનો સંબંધ |કરાવી આપ્યો. મહારાજને લાગ્યું કે માણસ હોંશિયાર છે. પણ પૈસા પહેલાં રોકી શકે તેમ નથી, અને શ્રાવકો પહેલાં પૈસા આપવામાં વિશ્વાસ મૂકે કે નહિ તે મોટો સવાલ છે. પણ પછી તેમણે જોયું કે જાપાનીઝ પાસે અને બીજા પાસે કામ કરાવવામાં લગભગ સવા લાખથી દોઢ લાખ ખર્ચ થયો હતો જ્યારે આ માણસ છાપેલા અક્ષરો જેવા અક્ષરો પથ્થર ઉપર છાપી ટાંકણા સિવાય એસિડથી કોરી ૬૦૦૦૦માં કરી આપવા તૈયાર હતો. છેવટે તેમણે નક્કી કર્યું કે તેમને જે પૈસા જોઈશે તે અમે આપીશું. પણ પાલિતાણામાં રહી આ આગમોના મૂળ પાઠને મુદ્રણમાં વપરાય છે તેવા અક્ષરો પથ્થર ઉપર છાપી કોતરવાનું કામ કરવાનું રહેશે. આ માટે તેને જોઈતી બધી સગવડ પૂરી પાડીશું. પરંતુ મને કહ્યું કે તેમાં તમે સાર્મી બનો. જો કે આ સાક્ષી થવામાં ભવિષ્યમાં અમારે તમારી સામે | કાંઈ કરવાનું નથી. પણ તમે સાક્ષી હશો તો તેના પર દબાણ રહેશે. અને આ કામ તે પૂરું કરશે. જો તમે સાક્ષી નહિ હો તો તેને વધુ ખર્ચ લાગશે કે અડચણ પડશે તો કામ છોડી દેશે. માટે તમે સાક્ષી રહેવાનું રાખો. આ આપણે સમજવાનું છે. , આ મુજબ પુરુષોત્તમદાસ સાથે દસ્તાવેજ થયો. તેમને કામ સોંપાયું. તેમણે બહાદુરસિંગજી પ્રિન્ટિંગમાં રહી નિર્ણય સાગરમાંથી થ્રી લાઈનના સંસ્કૃત ટાઇપો મંગાવી કમ્પોઝ શરૂ કર્યું. પૂ. સાગરજી મ. પાસે વંચાવી | શિલાઓ ઉપર છાપવા માંડ્યાં. અને આ શિલાઓને પાણીમાં ડૂબાડી એસિડ દ્વારા અક્ષરોને કોતરાવ્યા. આ કામ ચાલતું હતું તે દરમ્યાન પુરુષોત્તમદાસનાં પત્ની અને જુવાન છોકરો ગુજરી ગયા. એના આગમ મંદિર] [૧૫૯ Page #167 -------------------------------------------------------------------------- ________________ ।મનમાં એવી દહેશત પેસી ગઈ કે આ ધર્માદાનું કામ કર્યું માટે આમ બન્યું. તે મારી પાસે આવ્યા અને કહેવા | લાગ્યા કે મારે આ ધર્માદાનું કામ કરવું નથી અને મારે પૈસા જોઈતા પણ નથી. મેં ઘણું સમજાવ્યા પણ તે ન માન્યા. હું છેવટે તેમને સાગરજી મ. પાસે લઈ ગયો. તેમણે તેમને સમજાવ્યા, પણ વચ્ચે વચ્ચે પોપટભાઈ, કેટલીક વા૨ કચકચ કરે તે તેને પસંદ નહોતું. મેં મહારાજશ્રીને કહ્યું કે પોપટભાઈને સમજાવો, નહિતર આ માણસ પૈસા ખાતર કામ કરતો નથી પણ પ્રતિષ્ઠા ખાતર કરે છે. તેને ખોટું લાગશે તો તે છોડી દેશે. મહારાજશ્રીએ પુરુષોત્તમદાસને કહ્યું, તમારે જે કાંઈ મુશ્કેલી હોય તે મને વાત કરવી. પોપટભાઈ! |3 બીજા કોઈની જોડે વાત ન કરવી. પુરુષોત્તમદાસે વરસ-દોઢ વરસમાં આ કામ સંતોષકારક રીતે પૂરું કર્યું. અને તે ફક્ત ૬૦૦૦૦/- રૂા. માં બધાંયે આગમો છાપેલા અક્ષરની માફક ટાંકણું લગાડ્યા વગર તેણે કોતરી આપ્યાં. પછી તેમાં કલર પૂરી તેને ભીંતો પર ચોંટાડવામાં આવ્યાં. આ પુરુષોત્તમદાસે સૂરતના આગમમંદિરનાં તામ્રપત્ર ઉપરનાં આગમો પણ તૈયાર કર્યાં છે. અને અમદાવાદ ગીતામંદિરમાં ગીતાનું કોતરકામ પણ તેના હસ્તે થયું છે. તે એવા બુદ્ધિશાળી હતા કે ‘ગુજરાત સમાચાર’ અને ‘સંદેશ'ના રોટરી મશીનમાં કાંઈ પણ ખામી થાય તો તે દૂર કરી આપી ચાલુ કરાવતા. એક પ્રસંગ મને યાદ છે તે મુજબ સંદેશનું રોટરી મશીન બંધ પડ્યું. તે કેમ કરીને ચાલે નહિ. તેમણે | |પરસોત્તમદાંસને બોલાવ્યા. તેમણે છીકણી તાણતા તાણતા કહ્યું કે કોલસાના અંગારા ભરી બેત્રણ સગડા લાવો. આ સગડાની ગરમીથી જામી ગયેલી સહી પાતળી પડી અને મશીન ચાલુ થઈ ગયા. બીજું કશું કરવું પડ્યું નહિ. અમદાવાદમાં તે પ્રસિદ્ધ હોશિયાર કારીગર ગણાતા. પાછળથી મારો પ્રેસ તેમના પ્રેસની જોડે જ| થયો. જેને લઈ મારો અને તેમનો સંબંધ સવિશેષ ગાઢ થયો. આમ, પાલિતાણા આગમમંદિરને લઈ પછી સૂરત, પ્રભાસપાટણ, શંખેશ્વર વિગેરેમાં આગમમંદિરો થયાં. આ આગમમંદિરની શિલા ઉપર જે આગમો છપાવ્યાં તેની કાગળ ઉપર કેટલીક કોપીઓ સાગરજી મહારાજે છપાવી અને આગમરત્ન મંજૂષા નામની પેટીઓ મૂકી. તેમાં ૪૫ આગમોના મૂળ પાઠો સંસ્કૃત લિપિમાં છાપ્યા. આ પેટીઓ જુદાજુદા ઉપાશ્રયે પહોંચાડી. તે આજે તે તે જ્ઞાનભંડારોમાં વિદ્યમાન છે. (૭/૩) પૂ.આ. સાગરાનંદસૂરિજી મહારાજે આગમમંદિર અંગે ત્રણેક ચોમાસાં પાલિતાણા પન્નાલાલ બાબુની ધર્મશાળામાં કર્યાં. આ દરમ્યાન તેમણે ૪૫ આગમોના મૂળ પાઠો જે આરસ ઉપર છપાવ્યા તેનું સંશોધન કર્યું. હું અને આગમમંદિરનું નિર્માણકાર્ય પૂર જોશમાં ચાલે તે માટે ધ્યાન આપ્યું. આ માટે જે ચૌમુખજીની પ્રતિમાઓ ।જયપુરમાં ભરાવવાની હતી તે પ્રતિમાઓ ખૂબ સુંદર થાય તેનું પણ તેમણે પૂરું લક્ષ્ય રાખ્યું. મૂળનાયક તરીકે | |જે ચૌમુખજી ભરાવવાના હતા તે તેમણે ભરાવ્યા. પણ તે ચાર પૈકીમાંથી એક પ્રતિમાનો આરસ બરાબર | ન લાગ્યો, એટલે એ ચાર પ્રતિમાને મૂળનાયક તરીકે બેસાડવાને બદલે તેમણે બીજી નવી ચાર પ્રતિમાઓ ભરાવી. અગાઉની ભરાવેલી મૂળનાયકની ચાર પ્રતિમાઓને તેમણે સિદ્ધચક્ર ગણધર મંદિરનાં ભોંયરામાં ૧૬૦] [મારાં સંસ્મરણો યાને ૫૦ વર્ષની જૈન શાસનની આછી રૂપરેખા Page #168 -------------------------------------------------------------------------- ________________ રાખવાનો વિચાર કર્યો. અને તે સિવાય પણ બીજી વિશેષ પ્રતિમાઓ ભરાવી હતી, તેની અંજનશલાકા| | કરાવી પરોણાગત તરીકે ભોંયરામાં રાખવાનો વિચાર કર્યો. આ વખતે હું પાલિતાણા હતો. આવડી મોટી પ્રતિમાનો તે વખતે સોંઘવારીનો વખત હોવાથી ફક્ત ૩૫૦ રૂા. ખર્ચ આવ્યો હતો. મેં મહારાજશ્રીને વિનંતી કરે કે મારા આર્થિક સંજોગો તો સાધારણ છે પણ જો આ પ્રતિમાજીઓ કોઈને આપવાના હો તો તેમાંથી મને એક આપશો. હું તેના નકરાના ૩૫૦ રૂ।. આપી I દઈશ. મેં એ ચાર પ્રતિમા પૈકી એક પ્રતિમા રાખી. આ પ્રતિમાનું અંજનશલાકા વખતે તેમણે મૃગનું લાંછન| | કોરાવી શાંતિનાથ ભગવાન નામ રાખ્યું. આજે પણ તે પ્રતિમા ભોયરાંમાં પેસતાં જ મૂળનાયક તરીકે બિરાજે! છે. મારા જીવન માટે તે એક અમૂલ્ય લાભ છે. આ પ્રતિમાના સ્થાપનથી હું અને મારું કુટુંબ જ્યારે જ્યારે પાલિતાણા જઈએ છીએ ત્યારે અચૂક એકાદ દિવસ વધુ રોકાઈ તે પ્રતિમા ભગવંતની પૂજા કરવાનું ચૂકતા નથી. આગમમંદિરની પ્રતિષ્ઠા થયા ૨૦-૨૫ વર્ષ પછી આગમ મંદિરના ટ્રસ્ટીઓને લાગ્યું કે ભોંયરામાં! સ્થાપન કરેલી પરોણા દાખલ તરીકે રાખેલી પ્રતિમાઓ, જો કોઈને બહારગામ લઈ જવી હોય આપવાનીI શરતે રાખી હતી. પણ ઘણા વખતથી કેટલીક પ્રતિમાઓ ભોંયરામાં રહેલી છે. કોઈ બહારગામ લઈ ગયું નથી. તો નકરાથી જેને જોઈએ તેને પ્રતિમાઓ આપી તેની પ્રતિષ્ઠા કરાવી લેવી. આ નિર્ણયની મને મોડી જાણ થઈ અને મારા નામે અંજનશલાકા કરાવેલી પ્રતિમા બીજા ભાઈના હાથે પ્રતિષ્ઠિત થઈ ગઈ. આમાં । છતાં ત્યાં રહેલી પ્રતિમાઓને પ્રતિષ્ઠા કરવાનું અને નકરાથી જુદી જુદી વ્યક્તિને સોંપવાનું કામ શ્રીયુત | રતિલાલ નાથાલાલને પેઢીના ટ્રસ્ટીગણે સોંપેલું હોવાથી મેં તેમની દ્વારા ભોયરાંમાં રહેલ મુનિસુવ્રત સ્વામીની પ્રતિમાની પ્રતિષ્ઠા કરી. જે પ્રતિમા શાંતિનાથ ભગવાનની સામેના જ ગોખલામાં છે. આમ, શાંતિનાથ ભગવાનની પ્રતિમા ભરાવવાનો અને મુનિસુવ્રત સ્વામીની પ્રતિષ્ઠા કરાવવાનો લાભ મને જે મળ્યો તેને હું મારું સદ્ભાગ્ય માનું છું. કારણ કે પાલિતાણામાં આવો લાભ મળવો મુશ્કેલ છે. આવો લાભ સાગરજી મ.ની । મારી ઉપ૨ની કૃપાનું ફળ છે. (૭/૪) પાલિતાણા આગમમંદિરની અંજનશલાકા-પ્રતિષ્ઠા કરાવવાનું મુહૂર્ત નીકળ્યું અને તેને અનુસરી આમંત્રણ પત્રિકાઓ કાઢવામાં આવી. આ પત્રિકાઓ કાઢ્યા બાદ આ મુહૂર્ત બરાબર નથી, આ મુહૂર્તમાં પ્રતિષ્ઠા કરવામાં આવશે તો ઘણો અનર્થ થશે. આવી વાતનો તે વખતે પાલિતાણામાં રહેતા ખતરગચ્છીય | યતિ લક્ષ્મીચંદજી દ્વારા ખૂબ ખૂબ પ્રચાર કરવામાં આવ્યો. આ પ્રચારને લીધે આગમમંદિરના ટ્રસ્ટીઓ ક્ષુબ્ધ| બન્યા. તેઓ મહારાજશ્રીને (સાગરજી મ.) મળ્યા, અને કહ્યું કે “સાહેબ ! મુહૂર્ત માટે શંકા બતાવવામાં! આવે છે તો વિચાર કરો. મહારાજના મગજમાં એક વાત નિશ્ચિત રૂપે બેસી ગઈ હતી કે આ લક્ષ્મીચંદના વિરોધની પાછળ રામચંદ્રસૂરિનો હાથ છે અને તે જ આ બધું કરાવે છે. એટલે ટ્રસ્ટીઓને કહ્યું કે ગભરાઓ નહીં ! સૌ સારાં વાનાં થશે. ખોટા પ્રચારથી શંકાશીલ ન બનો. ટ્રસ્ટીઓ અને મહારાજ વચ્ચે અંતર ઊભું કરવામાં બીજો એક પ્રશ્ન એ હતો કે મહારાજશ્રી આ અંજન શલાકામાં જે પ્રતિમાઓની અંજનશલાકા કરાવવાની હતી તે પ્રતિમાઓને કંદોરો કરાવવાની તરફેણમાં આગમ મંદિર] [૧૯૧ Page #169 -------------------------------------------------------------------------- ________________ ન હતાં. તે એમ માનતા હતા કે દિગમ્બરોથી શ્વેતાબંરોની પ્રતિમા જુદી પાડવા માટે લાંછન ઉપર જેT Jઅંચલિકાનો આકાર રાખવામાં આવે છે તે બસ છે. કંદોરાની જરૂર નથી. કંદોરાની પ્રથા પાછળથી ઘૂસી છે.' આ વાત ટ્રસ્ટીઓને રૂચતી ન હતી. પણ ટ્રસ્ટીઓ મહારાજને વિનંતી કરવાથી આગળ વધુ કાઈ કરી શકે તેમ ન હતા. તેઓએ અર્જનશલાકા અને પ્રતિષ્ઠા મહોત્સવનું કાર્ય જોશભેર આગળ વધાર્યું. આ પ્રસંગ; iચાલતો હતો ત્યારે રામચંદ્રસૂરિ મ. કંકુબાઈની ધર્મશાળામાં હતા. . (૫) આગમમંદિરનો પ્રતિષ્ઠા મહોત્સવ નજીક હતો. ત્યારે હું પાલિતાણા હતો. પાલિતાણામાં તે વખતે. | દર્શનવિજયજી ત્રિપુટી કોટાવાળી ધર્મશાળામાં હતા. તેમણે સાગરજી મ.ને કહ્યું કે “મહારાજ ! આપ પ્રતિમાને કંદોરો નથી કરાવતાં, તેથી ઘણાને દુઃખ લાગે છે સગરજી મહારાજે તેમને જવાબ આપ્યો કે, | “આચારોપદેશમાં આ સંબધે વિચાર છે. તેમાં દિગમ્બર અને શ્વેતાંબરની પ્રતિમાનાં નિર્માણમાં ફેર રાખવામાં આપણે ત્યાં અંચલિકા કરાવવાનું વિધાન છે. અને તેને લઈ હું કંદોરો રાખવાને બદલે અચંલિકા કરાવું છું”.i આ અરસામાં પૂ. આ. નેમિસૂરિ મ. પાલિતાણા પધાર્યા. તે જસરાજ મોદીના બંગલામાં ઊતર્યા. ' હતા. હું સાંજે તેમને વંદન કરવા ગયો. ત્યારે બીજી વાતો બાદ આગમમંદિરનો પ્રતિષ્ઠાના પ્રસંગની વાત jનીકળી. ત્યારે ત્યાં બેઠેલા જસરાજ મોદી અને બીજાએ પૂ.આ. નેમિસૂરિ મ.ને કહ્યું કે “તમે પરંપરાની વાત Iકરો છો, પણ સાગરજી મ. પરંપરાને તોડી આગમમંદિરની પ્રતિષ્ઠામાં અંજનશલાકા થનારી પ્રતિમાઓને, કંદોરો કરાવવાના નથી. આમાં તમારી પરંપરા કયાં સચવાય છે? આપણે ત્યાં તો પરંપરા મુજબ દરેક 1 પ્રતિમાને કંદોરો થાય છે”. પૂ. આ. નેમિસૂરિ મહારાજે મારી તરફ આંગળી કરી કહ્યું, “આ પંડિતને વાત! 1 કરો. તે સાગરજી મ. પાસે રોજ બેસે છે. તે તેમને કહેશે અને સમજાવશે.” મેં કહ્યું, “મહારાજને મેં અને ત્રિપુટી મહારાજે કહ્યું પણ તે આચારોપદેશનો દાખલો આપી માત્ર અંચલિકાની તરફેણમાં છે. અમારી આ વાત ચાલતી હતી. તે દરમ્યાન ખુદ સાગરજી મ. ત્યાં આવ્યા અને પૂ. આ. નેમિસૂરિ સાથે બેઠા. શરૂઆતમાંj તેમણે સુખશાતા વિ. ની પૃચ્છા કરી. અને નેમિસૂરિ મ.ના શારીરિક શાતાના સમાચાર પૂછ્યા. નેમિસૂરિ. 'મહારાજે “હાથ પગ દોરડી અને પેટ ગાગરડી જેવી મારી શરીરની સ્થિતિ છે પણ કાંઈક સુકૃતના લીધે! 3 ઉદયસૂરિ, નંદનસૂરિ જેવા શિષ્યો મળ્યા છે”. સાગરજી મહારાજે કહ્યું, “આમ ન બોલો. આપ મહા 1 પુણ્યશાળી છો. શરીર તો વૃદ્ધાવસ્થા થાય એટલે એનો ધર્મ બજાવે.” થોડીવારે બધા સ્વસ્થ થયા એટલે મેં jપૂ.આ. નેમિસૂરિ મ.ને કહ્યું, “આપ મને જે વાત કરતા હતા તે વાત સાચંરજી મ.ને કહો. તે આવ્યા છે.” નેમિસૂરિ મહારાજે મને કહ્યું, “તું ઊભો થા. અમારે શાંતિથી મળવું છે”. હું ઊભો થયો. તે બંને મહાપુરુષો] Iમળ્યા, અને વિખૂટા પડ્યા.” આ પછી મને પન્નાલાલ બાબુની ધર્મશાળાએ આવ્યા બાદ સાગરજી મહારાજે મને પૂછ્યું, “નેમિસૂરિ jમહારાજનું શું કહેવું હતું.” મેં તેમને પ્રતિમાજી ઉપર કંદોરો કરાવવાની બધી વાત કરી. સાગરજી મહારાજે . મને કહ્યું, “તેમણે મારી આગળ કશી વાત કાઢી નથી. મેં કહ્યું, “તેઓ ખૂબ હોશિયાર છે. પરિણામ આવે! 'તો જ વાત કાઢે તેવા છે.” = == ૧૬૨] ====================== [મારાં સંસ્મરણો યાને ૫૦ વર્ષની જૈન શાસનની આછી રૂપરેખા | Page #170 -------------------------------------------------------------------------- ________________ I (૭/૬). થોડા દિવસ બાદ ગિરિરાજ ઉપર યાત્રા કરવાનું થયું. હું મહારાજશ્રીની સાથે જ યાત્રામાં હતો.' ' દાદાના દરબારમાં ચૈત્યવંદન વિ. કર્યા બાદ નવા આદેશ્વર અને સીમંધર સ્વામી ભગવાનના દેરાસરે ગયા. 1 ત્યાં મેં સાગરજી મ. ને એ પ્રતિમાઓ બતાવી. આ પ્રતિમાઓને કંદોરો, અચંબિકા બંને હતાં. પલાંઠીમાં I લેખ હતો તે વંચાવ્યો. આ ભગવાનની પ્રતિષ્ઠા વિજય સેનસૂરિજી મહારાજ વિગેરે પ્રતિષ્ઠિત આચાર્યોના lહસ્તે થઈ હતી. યાત્રા કરી ઊતરતાં મેં મ. શ્રીને કહ્યું, આપ કહો છો તે આચારોપદેશની આ બધા આચાર્યોને! ! ખબર નહિ હોય? મ. વિચારમાં પડ્યા. યાત્રા બાદ તે ધર્મશાળાએ આવ્યા અને સાંજે પ્રભાશંકર મિસ્ત્રીને ; કહ્યું, “પ્રતિમાનો આકાર સચવાઈ રહે તે ધ્યાન રાખી કંદોરાનું આછું ચિહ્ન દરેક પ્રતિમાને કરાવવાનું 1 રાખો”. મેં પ્રભાશંકરને કહ્યું, “ઊભા થાવ અને દરેક પ્રતિમાને કંદોરો કરાવો. આંધળો માણસ પણ હાથ i ફેરવે તો તે સમજે તેવો કરાવો. ઉપવાસ કર્યા પછી બે કોળિયા ખાઈએ તો ઉપવાસ ભાંગ્યો ગણાય અને |દસ કોળિયા ખાઓ તોય ભાંગ્યો ગણાય.” મહારાજ મૌન રહ્યા. પ્રભાશંકર ઊભા થયા અને દરેક પ્રતિમાને ! કંદોરાનો આકાર થયો. આમ આ વિવાદ શમી ગયો. ટ્રસ્ટીઓ રાજી થયા. આ પ્રતિષ્ઠા ખૂબ સરસ રીતે થઈ. પ્રતિષ્ઠાના દિવસો દરમ્યાન હું કુટુંબ સાથે પાલિતાણામાં હતો. I પન્નાલાલ બાબુની ધર્મશાળામાં જ ઊતર્યો હતો. આ પ્રતિષ્ઠા દરમ્યાન મારા બીજા પુત્ર ભરતકુમારને ટાઇફોઈડ) થયો હતો. તેની દવા ડૉક્ટર બાવીશી કરતા હતા. આ પ્રતિષ્ઠામાં અંજનશલાકાના લેખો તેમજ બીજું કેટલુંકી કામ મને સોપાયું હતું. પ્રતિષ્ઠાના દિવસોમાં રોજ નવકારશી થતી અને છેલ્લે પ્રતિષ્ઠાના દિવસે આખા પાલિતાણા શહેરને જમણ આપવામાં આવ્યું. મુહૂર્તમાં વાંધે કાઢનારા અદશ્ય થઈ ગયા હતા. પ્રતિષ્ઠા ખૂબ 1 નિર્વિઘ્ન પૂર્ણ થઈ હતી. આ ઉત્સવ થયો ત્યારે ખાંડ વિગેરે જીવનજરૂરિયાતની ચીજોનું રેશનિંગ હતું. છતાં પાલિતાણા દરબારે ખૂબ સારો સહકાર આપ્યો હતો. બધી સગવડ કરી હતી. મને યાદ છે તે મુજબ આ પ્રતિષ્ઠાનો રથયાત્રાનો વરઘોડો નીકળ્યો ત્યારે નગીનદાસ શેઠે માણેકલાલ. ; ચુનીલાલ, પોપટભાઈ વિ.ને કહ્યું કે “આ વરઘોડામાં પધારવા માટે રામચંદ્ર સૂરિજીને આમંત્રણ આપો”. ; પણ પોપટભાઈએ કંઈ ગણકાર્યું નહિ. ફરી નગીનભાઈએ પ્રેરણા કરી ત્યારે કહ્યું કે આ સાધુમહારાજોનું કામ j છે, કોઈને ગમ્યું ન ગમ્યું, તો આપણે શાને વચ્ચે પડવું? કોઈએ આમંત્રણ આપ્યું નહિ. કારણ કે આવું I દિવસોમાં તિથિચર્ચા અંગે તેમની વચ્ચે ખૂબ વૈમનસ્ય થયું હતું. આ વૈમનસ્યનો એક પ્રસંગ મને યાદ છે,આ ! તે આ મુજબ છે : પાલિતા માં દિવાળીમાં ભગવાન મહાવીર પ્રભુના નિર્વાણ કલ્યાણકનો વરઘોડો પેઢી તરફથી | નીકળે છે. આમ, પાલિતાણામાં બિરાજતા સાધુઓ તેમજ ચોમાસામાં રહેલા ગૃહસ્થો પધારતા હોય છે.j | આવો વરઘોડો નીકળ્યો. તે વખતે પાલિતાણામાં ભક્તિસૂરિ, સુરેન્દ્રસૂરિ, સાગરજી મ. અને રામચંદ્રસૂરિજી/ ચોમાસું હતા. જીવાભાઈ શેઠ પણ તે વખતે ત્યાં હતા. બધા સાધુઓ વરઘોડામાં હતા. પરંતુ રામચંદ્રસૂરિ સાથે મેળ ન હોવાને લીધે તે એકલા તેમના સાધુઓ સાથે ચાલતા. જ્યારે ભક્તિસૂરિ, સુરેન્દ્રસૂરિ અને સાગરજી મ. વાતો કરતા કરતા સાથે ચાલતા હતા. રામચંદ્રસૂરિ આ વરઘોડો રણશી દેવરાજની ધર્મશાળા ================================ આગમ મંદિર) [૧૬૩ Page #171 -------------------------------------------------------------------------- ________________ |આગળ આવ્યો ત્યારે ત્રણેય આચાર્યોની આગળ ચાલતા હતા. આ દશ્ય વરઘોડામાં રહેલા હંસસાગરજીથી। |સહન ન થયું. તેમણે આગળ આવી વાજાવાળાને ઊભા રાખ્યા, અને તેમને કહ્યું, “તમે આ મહારાજને | તમારાથી પણ આગળ લઈ લો. વાતાવરણમાં સન્નાટો ફેલાઈ ગયો અને રામચંદ્રસૂરિજી વરઘોડામાંથી નીકળી ગયા. I પાલિતાણાના આગમ મંદિર બાદ સુરતના ઝવેરીઓને વિચાર આવ્યો કે સૂરત ઉપર સાગરજી | ।મ.નો મોટો ઉપકાર છે. અહીં પણ આગમ મંદિર જેવું થાય તો વધુ સારું. સાગરજી મ. સાહેબ સૂરત ચોમાસુ હતા ત્યારે આ સંબંધી સક્રિય પ્રવૃત્તિ થઈ. સૂરતમાં આગમ મંદિર કરવાનાં વિચારને વેગ મળ્યો. સૂરતીઓએ ગોપીપુરામાં ઓસવાલ મહોલ્લાની નજીક એક જગ્યા લીધી. ત્યાં એક ભવ્ય દેરાસરનું નિર્માણ કર્યું. આ દેરાસરના ભોંયરામાં આગમનાં તામ્રપત્રો ચોંટાડવાનો નિર્ણય કર્યો. પાલિતાણામાં આરસ ઉપર આગમ કોતરાવ્યાં હતાં. અહીં તેમણે તામ્રપત્ર ઉપર આગમ કોતરાવવાનું નક્કી કર્યું. આ કામ અમદાવાદવાળા |પુરુષોત્તમભાઈને સોંપ્યું. તેમણે પહેલાં કામ કરેલું હોવાથી તેનો અનુભવ હતો. આથી આ તામ્રપત્રોનું કામ ! તેમણે જલદી કરી આપ્યું. ભવ્ય જિનપ્રસાદનું કામ પણ પાનાચંદ મદ્રાસી વિગેરે ઉત્સાહી ભાઈઓ દ્વારા જલદી થયું. આ સૂરતના આગમ મંદિરની પ્રતિષ્ઠા વખતે સાગરજી મ. હયાત ન હતા. આની પ્રતિષ્ઠા માણેકસાગરસૂરિ હસ્તક થઈ. આ મંદિરમાં મૂળનાયક ભગવાન તરીકે પાલિતાણા સિદ્ધચક્રના ભોંયરામાં જે પ્રતિમાઓ પરોણાદાખલ ભરાવી હતી, તેમાં પાંચ પ્રતિમાઓ મોટી હતી. આ પ્રતિમાઓમાં એક પ્રતિમા |શ્રીયુત મોહનલાલ છોટાલાલના નામથી ભરાવવામાં આવી હતી. બીજી એકાદ પ્રતિમા સુતરીયા કુટુંબ | Iતરફથી અને બીજી ઝવેરચંદ પન્નાજી વિગેરે તરફથી હતી. આમાંથી મોહનલાલ છોટાલાલ તરફથી ભરાવાયેલી I મહાવીર સ્વામીની પ્રતિમાને આગમમંદિરમાં મૂળનાયક તરીકે રાખવામાં આવી. તે અને બીજી પ્રતિમાઓની પ્રતિષ્ઠા સાથે આગમનાં તામ્રપત્રોને પણ ભોંયરામાં ચોંટાડવામાં આવ્યાં. આ પ્રસંગે જ પૂ. ચંદ્રસાગરજી મહારાજ અને હેમસાગરજીની આચાર્યપદવી થઈ. આ આગમમંદિરની જોડે એક બીજી જગ્યા કુંથુનાથ |સ્વામીના દેરાસરની પાસેની હતી તે જગ્યામાં સાગરજી મ. કાળધર્મ પામ્યા પછી ત્યાં તેમની પ્રતિમા ભરાવી | પ્રતિષ્ઠા કરવામાં આવી છે. (૭/૯) ચંદ્રસાગરજી મ. માળવામાં હતા અને સાગરજી મ. મુંબઈ હતા. તે વખતે મુંબઈના શેઠિયાઓ કાંતિલાલ ઈશ્વરભાઈ, મૂળચંદ બુલાખીદાસ, ભાઈચંદ નગીનદાસ અને ગોડીજીના ટ્રસ્ટીઓએ ચંદ્રસાગરજીને |આગ્રહ કર્યો કે આપ મુંબઈમાં પધારો. આપની આચાર્યપદવી ગોડીજીમાં થાય તેમ અમે ઇચ્છીએ છીએ. આ |બધાના આગ્રહથી ચંદ્રસાગરજી મ. મુંબઈ પધાર્યા. શેઠિયાઓએ સાગરજી મહારાજને ખૂબ આગ્રહ કર્યો કે ! “સાહેબ ! આપ ચંદ્રસાગરજી મ.ને આચાર્યપદવી આપો. તે મોટા શિષ્ય સમુદાયવાળા છે. તેજસ્વી અને પ્રભાવક છે. આપના હસ્તે તેમની આચાર્યપદવી થાય તેમ અમે ઇચ્છીએ છીએ'. સાગરજી મ. શરૂઆતમાં મૌન રહ્યા. પણ પછીથી શેઠિયાનો ખૂબ આગ્રહ થયો ત્યારે તેમણે કહ્યું કે “મુંબઈ શહેરમાં ઉતારાની વ્યવસ્થા ।કરવી, રેશનિંગના જમાનામાં આ બધું કરવું મુશ્કેલ છે'. એમ કહી તેમણે તે ટાળ્યું. ( વધુમાં પૂ. સાધ્વીશ્રી તિલકશ્રીજી મ. વિગેરેએ પણ ચંદ્રસાગરજીને આચાર્યપદવી મહારાજ દ્વારા [મારાં સંસ્મરણો યાને ૫૦ વર્ષની જૈન શાસનની આછી રૂપરેખા ૧૬૪] Page #172 -------------------------------------------------------------------------- ________________ | થાય તેવો આગ્રહ પત્રો અને ગૃહસ્થો દ્વારા પૂ. સાગરજી મ.ને કરાવ્યો. પણ સાગરજી મ. આચાર્ય પદવી। આપવાના સંબધમાં મૌન રહ્યા. સાધ્વી શ્રી તિલકશ્રી મહારાજે મને ખાસ કહ્યું કે તમે મહારાજશ્રીને આ સંબધમાં આગ્રહ કરો. મેં મુંબઈમાં મહારાજને કહ્યું કે “મ. સાહેબ ! ચંદ્રસાગરજી મ. પ્રભાવશાળી, સારા શિષ્યોનાં સમુદાયવાળા અને આપના સમુદાયની છાયા સા૨ી વધારે તેવા છે. તો તેમને આચાર્ય પદવી તમે આપો તેવું ઘણા ઇચ્છે છે'. પણ આ આગ્રહની ખાસ કાંઈ અસર થઈ નહીં. મહારાજે મને મારી કહેલી વાતનો પ્રત્યુત્તર આપ્યો કે “તમારી વાત બધી સાચી. પણ મારે સમુદાયની દૃષ્ટિએ બધો વિચાર કરવો જોઈએ. હું ઇચ્છુ છું કે મારા મૃત્યુ પછી માણેકસાગરસૂરિ તેમને આચાર્યપદવી આપે. મારી હયાતીમાં આચાર્યપદવી આપવાથી મારા કાળધર્મ બાદ સમુદાય છિન્નભિન્ન થઈ જાય તેમ મને લાગે છે. તેથી મારી ઇચ્છા માણેકસાગરસૂરિના હસ્તે તેમની પદવી થાય તેવી છે.” પરિણામે આ આચાર્યપદવી આપવાની જે હિલચાલ શરૂ થઈ હતી તે બંધ રહી. મુંબઈમાં મહારાજ ગોડીજી હતા તે વખતે ચંદ્રસાગરજી મ. ભોગીલાલ લહેરચંદના બંગલે અંધેરી હતા. તેમણે આ બધી વાત જાણ્યા બાદ તેમના ભક્તોને આ અંગે વધુ હિલચાલ કરવાની ના પાડી. વિ.સં. ૨૦૦૫માં મહારાજશ્રી કાળધર્મ પામ્યા. ત્યારબાદ પ્રાયઃ આગમમંદિરનાં પ્રતિષ્ઠાના પ્રસંગે જ ચંદ્રસાગરજીની આચાર્ય પદવી થઈ અને સાથે સાથે હેમસાગરજીની પણ આ પદવી થઈ. આ વાત સૂરત આગમમંદિર પ્રતિષ્ઠાના પ્રસંગ સાથે સંકળાયેલ છે તેથી અહીં લેવામાં આવી છે. (૭/૧૦) સૂરતના આગમમંદિર બાદ પ્રભાસ પાટણમાં પણ એક આગમમંદિર પૂ. આ. ચંદ્રસાગરસૂરિ દ્વારા કરવામાં આવ્યું. પણ તેમાં મારો પ્રત્યક્ષ કે પરોક્ષ કોઈ જાતનો સંબધ નહિ હોવાથી હું એ સંબધી કાંઈ લખતો નથી. તેમજ આ આગમમંદિર સંબધી કોઈ ખાસ હકીકતની મને જાણ નથી. તદઉપરાંત સ્થાનકવાસી સંપ્રદાયના એક ભાઈ જે પાછળથી સાધુ થયા હતા, અને પૂ. મહાત્માજીના | |અંગત ભક્ત હતા, તેમણે પણ અમદાવાદમાં આગમોને તામ્રપત્ર ઉપર ઉત્કીર્ણ કરાવી ઉસ્માનપુરા બાજુમાં| એક આગમમંદિર બંધાવ્યું છે. આ ભાઈએ (બુધાભાઈ ઉર્ફે શ્રી દયામુનિ) સ્થાનકવાસીમાં દીક્ષા લીધેલ હોવા છતાં સ્થાનકવાસીનાં ૩૨ આગમોનો આગ્રહ રાખ્યો નથી. કેમકે સ્વાનકવાસી સંપ્રદાય ૪૫ આગમ માનતો નથી. તે ૩૨ આગમોને માને છે. પણ આ ભાઈએ સાગરજી મ.નાં આગમોની નેગેટીવ ઉપરથી આગમો કોરાવી તામ્રપત્રમાં સ્થાપિત કર્યાં છે. (૭/૧૧) પૂ. અભ્યુદય સાગરજી મ. અમારે ત્યાં વિશ્વનંદીકર સંઘમાં ચોમાસું રહ્યા ત્યારે અને તે પહેલાથી શંખેશ્વરમાં આગમમંદિર થાય તેવી પ્રવૃત્તિ તેમણે ઉપાડી હતી. તેમણે શંખેશ્વરમાં એક મોટી વિશાળ જગ્યા ભરૂચમાં રહેતાં એક ભાઈ દ્વારા ખરીદાવી. અને અમારા ત્યાના ચાતુર્માસ દરમ્યાન એક કમિટિ નીમી. આ । કમિટિમાં અનુભાઈ ચીમનલાલ, રમણલાલ ગાંધી, હું, મુંબઈ અને સુરતનાં કેટલાક ગૃહસ્થોને નિયુક્ત કર્યા. હું |સારા દિવસે મુંબઈના કેશવલાલ બુલાખીદાસ દ્વારા ખાતમુહૂર્ત થયું અને આ કામ આગળ ચાલ્યું. આ આગમ મંદિરમામાં એવી વ્યવસ્થા રાખી હતી કે વચ્ચે દેરાસર અને ભમતીમાં બીજી દિશાઓમાં નાનાં દેરાસરો રાખી વચગાળાની ખાલી જગ્યાના ગાળામાં તાંબા ઉપર આગમો કોરાવી ચોંટાડવાં. આ કામ આગમ મંદિર] [૧૯૫ Page #173 -------------------------------------------------------------------------- ________________ |આગળ ચાલે તે પહેલાં રામચંદ્રસૂરિજીના ભક્તો દ્વારા, શંખેશ્વર હારીજ તાલુકાની અંદરના ભાગમાં હોવાથી | હારીજ કોર્ટમાં આગમમંદિરનું કામ અટકાવવા કેસ થયો. આ કેસમાં એમ જણાવવામાં આવ્યું કે “આ ! આગમો પવિત્ર છે, તે તપશ્ચર્યાપૂર્વક સાધુઓ જ વાંચી શકે. ગૃહસ્થોને વાંચવાનો અધિકાર નથી. આગમ મંદિરમાં આગમો કોરાવી ચોંટાડવાથી બધી પબ્લિક માટે વાંચવાની છૂટ મળે તે અમારા ધર્મ વિરુદ્ધ છે. માટે તે અટકાવવું જોઈએ”. આવી આ કેસમાં દાદ માંગવામાં આવી. આ માટે રામચંદ્રસૂરિજીના ભક્તોએ |અમદાવાદના હાઇકોર્ટમાં પ્રેક્ટીસ કરતા સારા વકીલોને રોક્યા, જેના પરિણામે આગમમંદિરની કમિટીને પણ [હાઇકોર્ટમાં પ્રેક્ટીસ કરનાર મંગળદાસ વકીલને રોકવા પડ્યા. , રામચંદ્રસૂરિજી મ. તરફથી તે કાળે તેમના ગણાતા અનન્ય ભક્ત ધ્રાંગધ્રાવાસી બાબુભાઈ હળવદવાળા અને એક રાજકોટના ભાઈ આ કેસના સંચાલનમાં ખાસ રોકાયા. તેઓ તરફથી આગમ મંદિરમાં કોઈ પણ રીતે આગમો ન ચોંટાડાય તેનાં પ્રતિકાર માટે જુદા જુદા શાસ્ત્રપાઠો, લેખો વિગેરે રજૂ થયા. આનો જવાબ આપવાનું કામ મારે માથે આવ્યું. જેને લઈ આ કેસમાં પર્શી મુદ્દતોએ હું આગમમંદિરના ટ્રસ્ટીઓ સાથે હાજર થતો, અને વકીલને તેનો પૂર્વાપરનો ખ્યાલ આપતો. આ કેસ હારીજ કોર્ટમાં ચાલ્યો. અમારા અને એમના વકીલોએ વિરુદ્ધ અને તરફેણોની દલીલો I કરી. પણ કેસ હારીજ કોર્ટમાંથી નીકળી ગયો. અમે સ્થાનિક વકીલ તરીકે ચાણસ્માના સૂરજમલ વકીલને રોક્યા હતા. જે હારીજ કોર્ટનું સ્થાનક કામ સંભાળતા હતા. હારીજ કોર્ટમાંથી આ કેસ નીકળી ગયા બાદ આ કેસની મહેસાણા કોર્ટમાં અપીલ થઈ. અને ।ત્યારબાદ અમદાવાદ હાઈકોર્ટમાં આ કેસ આવ્યો. કેસમાં તથ્ય ન હોવાથી આ કોર્ટોએ કેસ કાઢી નાખ્યો. પણ આ કામમાં બે થી ત્રણ વર્ષ સુધી મારે અને આગમમંદિરની કમિટીને દોડાદોડ ઘણી જ કરવી પડી. I આ કેસ માંડનાર બાબુભાઈ રામચંદ્રસૂરિ મ.ના અનન્ય ભક્ત હતા. પણ સમય જતાં તેમના અંગત પરિચયમાં આવતાં તે પાછળથી તેમના એટલા બધા વિરુદ્ધ થયા કે તેમણે ઘણીવાર મ.ને તેમની કેટલીક I ખોટી જિદોને દૂર કરવા, ખોટી ખટપટોને દૂર કરવા સમજાવ્યા. છતાં તે ન માન્યા ત્યારે તેમના વિરુદ્ધના |પ્રસંગોની એક પુસ્તિકા બહાર પાડી. અને એ પુસ્તિકામાં મહારાજ કેવાં કેવાં ખોટાં કામો કરે છે તે જણાવ્યું. હું Iઅને સાથે એ પણ જણાવ્યું કે હું આ બધું કોઈ મારી સામે કેસ કરે તો કોર્ટમાં સાબિત કરવા તૈયાર છું. આ । પુસ્તિકા ઉપરાંત તેમણે જુદા જુદા લેખો પણ પેપરોમાં આપ્યા. રામચંદ્રસૂરિજી ભક્તો દ્વારા સીધી રીતે તો ! નહિ, પણ આડી અવળી રીતે તેમની ઉપર કેસો કરવાની નોટિસો ગઈ. પણ આ ભાઈ એટલા બધા મક્કમ હતા કે નોટિસો આપનારા છેવટે થાક્યા. બાબુભાઈનો મારી સાથે ખૂબ ગાઢ સંબંધ બંધાયો. જ્યારે તે ધ્રાંગધ્રા હતા ત્યારે પત્રથી મારી સાથે સંબંધ રાખતા. પણ પછીથી તે અમદાવાદ આવ્યા અને કાયમી વસવાટ તેમના પુત્ર અને પૌત્રો સાથે થયો. એટલે અવારનવાર મળવાનું રાખતા. તે ખૂબ તપસ્વી હતા. છઠ્ઠને પારણે છઠ્ઠ | Iઅને અઠ્ઠમને પારણે અઠ્ઠમ જેવી ઘોર તપશ્ચર્યા તેમણે હંમેશા ચાલુ રાખી હતી. પાછળના વખતમાં તેઓ I તપશ્ચર્યા અને પુસ્તકવાંચન કરતા. રામચંદ્રસૂરિ સાથેના વિરોધ માટે મેં એમને બેત્રણ વાર કહેલું કે ‘‘ઘણાં વર્ષો સુધી એમનો સંબંધ રાખ્યા બાદ તમે આ વિરોધ કરો તે શોભે નહિ”. તેમનો જવાબ એ હતો કે ‘‘અમે તેમનાં વ્યાખ્યાન સાંભળવા અને આગતાસ્વાગતા સિવાય કશું અગાઉ કર્યું નથી. રાજકોટનું પ્રકરણ અને બીજાં પ્રકરણો બાદ અમારી આંખ ઊઘડી કે અમે તેમનાં દ્વારા શાસનને ઘણું નુકસાન પહોંચાડ્યું છે. અને |શાસનના સારા માણસોની નિંદા કરી છે. હું તેમનો જે વિરોધ કરું છું તેની પાછળ તેમની નિંદા કરવાનો | ૧૬૬] [મારાં સંસ્મરણો યાને ૫૦ વર્ષની જૈન શાસનની આછી રૂપરેખા Page #174 -------------------------------------------------------------------------- ________________ । હેતુ નથી. પણ તેમની ખોટી પ્રવૃત્તિથી બીજા ફસાય નહિ તે જ માત્ર આશય છે”. આ બાબુભાઈ બે વર્ષ પહેલાં સ્વર્ગવાસી થયા. તેમનો પાછળના વખતનો મારી સાથે સારો સંબંધ રહ્યો. રામચંદ્રસૂરિજી મ.ના ઘણા વર્ષો સુધી ભક્ત હતા, છતાં છેલ્લા સમયે તેઓનો પરસ્પર મિચ્છામિ દુક્કડમ થઈ શક્યો નહિ. (૭/૧૨) શંખેશ્વર આગમમંદિરનું બાંધકામ તે કેસ નીકળી ગયા પછી ખૂબ ત્વરિત ગતિએ ચાલ્યું. મુંબઈ, ! અમદાવાદ અને બીજાં સ્થળોના ટ્રસ્ટોએ તેમજ વ્યક્તિગત માણસોએ પણ સારા પૈસા લખાવ્યા. અને શંખેશ્વરમાં ભવ્ય જિનમંદિરની સાથે આગમમંદિર ઊભું થયું. આ આગમમંદિરના ફાળા માટે હું અનુભાઈની સાથે મુંબઈ, ઊંઝા, ચાણસ્મા વગેરે ઠેકાણે ફર્યો છું. પણ અનુભાઈના પ્રયત્નથી આગમમંદિરને સારી રકમ ।મળી છે. આ આગમમંદિર સાથે એક ધર્મશાળા પણ બનાવવામાં આવી. આ ધર્મશાળાનો ઉપયોગ ખૂબ |સરસ રીતે થાય છે અને મૂળ દાદાના દેરાસરની ધર્મશાળા કરતાં પણ યાત્રિકો અહીં રહેવાનું વધુ પસંદ કરેI છે. કારણ કે એટેચ બાથરૂમ સંડાસની વ્યવસ્થા આ ધર્મશાળામાં છે અને સાથે જેને રસોડું કરવું હોય તેને માટે સુંદર વ્યવસ્થા છે. આજે તો આ સ્થળ ખૂબ રમણીય બન્યું છે. આ આગમ મંદિરની પ્રતિષ્ઠા વખતે મને આગમ મંદિર તરફથી અભિનંદન પત્ર આપવામાં આવ્યો । હતો. આ આગમ મંદિરની પ્રતિષ્ઠા શાનદાર રીતે ઊજવાઈ હતી. હજારોની સંખ્યામાં યાત્રિકોએ ભાગ લીધો હતો. પ્રતિષ્ઠા દેવેન્દ્રસાગર સૂરિ મ.ની નિશ્રામાં થઈ હતી. તે વખતે સાગર સમુદાયનાં સાધુ સાધ્વીઓ છેક માળવાથી વિહાર કરી પધાર્યા હતા. હેમસાગરસૂરિ રાજકોટ હતા, તે આવી શક્યા ન હતા. (૭/૧૩) પૂ. દોલતસાગર સૂરિ મ. હસ્તક પૂનામાં આગમમંદિર કરાવવાની પણ હિલચાલ શરૂ થઈ ગઈ છે. |આ માટે જમીન ખરીદાઈ ગઈ છે. અને તેનું ખાતમુહૂર્ત પણ થઈ ગયું છે. આ જગ્યા ખૂબ રળિયામણી છે. I આમ, સાગરજી મહારાજે પોતાની હયાતીમાં પાલિતાણામાં આગમમંદિર ઊભું કર્યું. તેમના શિષ્યોએ તેમના | ગુરુને અનુસરી સૂરત, પ્રભાસપાટણ, શંખેશ્વર, વિગેરે ઠેકાણે આગમમંદિરો ઊભાં કર્યાં છે. જૈન સંઘમાં એવું બને છે કે ગુરૂ જે પ્રવૃત્તિ કરતાં હોય તેને અનુરૂપ શિષ્યો તે પ્રવૃત્તિને વિસ્તારતા હોય છે. બુદ્ધિશાળી અને વિદ્વાન શિષ્યો હોય તો ગુરૂની તે-તે પ્રવૃત્તિઓમાં સવિશેષ પ્રગતિ કરતા હોય છે. સાગરજી મહારાજે આગમમંદિર કર્યું એટલે તેમના શક્તિશાળી શિષ્યોએ જુદે જુદે ઠેકાણે આગમમંદિરો ઊભાં |કર્યાં, પણ સાગરજી મહારાજે આગમોનું સંશોધન કરી ૪૫ આગમ ગ્રંથો એકલહાથે બહાર પાડ્યાં, તે! આગમ ગ્રંથોનું વિશિષ્ટ સંસ્કરણ કે આગમોના અભ્યાસમાં કોઈ સવિશેષ પ્રગતિ કરી નથી. માત્ર તેમણે શિલા ઉપર કોરાયેલાં આગમોની કોપી જ બધા આગમમંદિરોમાં કરી છે. ખરી રીતે તો સાગરજી મહારાજે છપાવેલાં આગમોનું વિશિષ્ટ સંસ્કરણ અને અભ્યાસનો ફેલાવો કરવો જોઈતો હતો. તેમાનું કાંઈ કર્યું નથી. તેમને મળેલા વારસાને વધુ ઉજ્જવલ કરવો જોઈતો હતો, અને સાગરજી મહારાજે તેમની હયાતીમાં કરેલી આગમો ઉ૫૨ની ટિપ્પણીઓ વિગેરેને ચાલુ રાખી પ્રકાશિત કરવી જોઈતી હતી. તેવું કશું થયું નથી. •*••*••*• આગમ મંદિર] [૧૬૭| Page #175 -------------------------------------------------------------------------- ________________ 2% વિભાગ – ૧૦ રાજનગર ઇનામી પરીક્ષા (૧) વિ.સં. ૧૯૮૧ આસપાસ પૂ. સાગરજી મહારાજ અમદાવાદ વિદ્યાશાળામાં ચોમાસું હતા. તે સુંદરમ્યાન તેમણે અમદાવાદમાં ચાલતી પાઠશાળાઓ અને બહારગામ ચાલતી પાઠશાળામાં ભણતાં બાલક |અને બાલિકાઓ પ્રતિક્રમણનાં સૂત્રો મોઢે કરે તે ઉપરાંત વધુ અભ્યાસ કરે, તેને પ્રોત્સાહન મળે તે માટે| |‘રાજનગર ધાર્મિક ઇનામી પરીક્ષા' નામની એક સંસ્થા સ્થાપી હતી. આ સંસ્થા દ્વારા અમદાવાદની I પાઠશાળામાં ભણતાં બાળક અને બાળિકાઓની પરીક્ષા લેવા ઉપરાંત અમદાવાદનાં અને બહા૨કામનાં ધાર્મિક સારો અભ્યાસ કરનારાઓની પરીક્ષા લેવાનું રાખવામાં આવ્યું હતું. તેમાં ઉતીર્ણ થનારાઓનું સારાં ઇનામો દ્વારા બહુમાન કરવામાં આવતું. (૨) હું પાલિતાણાથી અમદાવાદ આવ્યો ત્યારે અમદાવાદમાં બાલાભાઈ ક્કલની પાઠશાળા અને વિદ્યાશાળામાં ભણાવતો હતો. તે દરમ્યાન મયાભાઈ સાંકળચંદ શેઠ દ્વારા મને આ પરીક્ષાની કમિટીમાં લેવામાં આવ્યો. આ લેતી વખતે તેમનો આશય એવો હતો કે આ ભાઈ ભણેલા છે અને યુવાન છે અને હું |પાઠશાળાઓમાં કામ કરે છે, તો આ સંસ્થા દ્વારા તેમાં સારો રસ ઉત્પન્ન કરશે. હું જ્યારે આ કમિટીમાં| નિયુક્ત થયો ત્યારે આ કમિટીમાં મયાભાઈ સાકળચંદ શેઠ પ્રમુખ હતા. કમિટીમાં સભ્યો તરીકે ગિરધરલાલ છોટાલાલ, અમૃતલાલ રતનચંદ, પ્રેમચંદ હઠીસિંઘ વિગેરે હતા. મેં તેનાં અભ્યાસક્રમમાં થોડો ફેરફાર સૂચવ્યો. તે સંસ્થાએ કબૂલ રાખ્યો. હું આ સંસ્થામાં નિયુક્ત થયો, તે અરસામાં અમદાવાદમાં ધાર્મિક ભણાવતા શિક્ષકોનું એક મંડળ ઊભું કરાયેલું. આ મંડળમાં પણ હું સક્રિય ભાગ લેતો હતો. મંડળના શિક્ષકો અને ઇનામી પરીક્ષાની સંસ્થા વચ્ચે કોઈકોઈ બાબતમાં મતભેદ પડતા, ત્યારે મારી સ્થિતિ ખૂબ વિલક્ષણ બનતી. રાજનગરની પરીક્ષાની કમિટીના સભ્ય તરીકે મારે કમિટીનું સાચવવાનું અને આ બાજુ શિક્ષક મંડળનું સાચવવાનું. કેટલીક વાર ૧૬૮] [મારાં સંસ્મરણો યાને ૫૦ વર્ષની જૈન શાસનની આછી રૂપરેખા Page #176 -------------------------------------------------------------------------- ________________ - એવી સ્થિતિ સર્જાતી કે મારે કાં તો શિક્ષક મંડળમાંથી કાં તો રાજનગરની કમિટીમાંથી નીકળી જવું પડે. આ| |માટે સમતોલ થવામાં ઘણી મુશ્કેલી પડતી. એક વાર રાજનગર ઇનામી પરીક્ષાની મિટિંગ મળી. તેમાં મેં એક વાત એવી મૂકી કે “ચીમનલાલ નગીનદાસની બોર્ડિંગના વિદ્યાર્થીઓ ધાર્મિક અભ્યાસ કરે છે. આ વિદ્યાર્થીઓને આમાં રસ લેતા કરવા માટે આપણે તેના સંચાલક માણેકબેન અને ઇન્દુમતી બેનને આ સંસ્થામાં રસ લેતા કરવા જોઈએ.” તે માટે આJ વર્ષની પરીક્ષાઓ લેવાય તેનો ઇનામી મેળાવડામાં માણેકબેનના હસ્તે ઈનામો વહેંચાય તેવું કરવું જોઈએ.” | મારી આ વાત કમિટીના સભ્યોને પસંદ પડી. તેમણે કહ્યું, “આપણી કમિટી માણેકબેનને વિનંતી કરે અને આ વખતે ઇનામો તેમના હસ્તે વહેંચાય તેવું કરીએ. એ મુજબ મયાભાઈ શેઠ, ગિરધરભાઈ, અમુભાઈ રતનચંદ વિગેરે સાથે હું ખાનપુર માણેકબેનના બંગલે ગયા. તેમને ઇનામો તેમનાં હસ્તક વહેંચાય તેવી વિનંતી કરી. માણેકબેને કહ્યું, “હું કશામાં રસ લેતી! | નથી. અને મારા હાથે ઇનામો વહેંચવાનું રહેવા દો. સી.એન. બોર્ડિંગનાં વિદ્યાર્થીઓ તમારી ઇનામી, : પરીક્ષામાં રસ લેતા થાય તેમ કરશું. પણ મારા હાથે ઇનામ વહેંચવાનું રહેવા દો.” ઘણા આગ્રહ પછી તે jમૌન રહ્યા. એટલે આ કમિટીના સભ્યોએ માન્યું કે એટલે તેમને કબૂલ છે. તેઓ ત્યાંથી ઊઠ્યા અને Tમેળાવડાની મોટા પ્રમાણમાં તડામાર તૈયારી શરૂ કરી. (૪) આ મેળાવડામાં એવો કાર્યક્રમ રાખેલો કે અમદાવાદની પાઠશાળાના ધાર્મિક ભણતા બધા વિદ્યાર્થીઓ 1 હઠીભાઈની વાડીએ જાય. ત્યાં સ્નાત્ર પૂજા ભણાવે. સવારનો નાસ્તો પાણી કરે. પછી ભગુભાઈના વંડે | ચતુર્વિધ સંઘની મોટી સભા થાય. આમાં આ. ભગવંતો અને આગેવાનોનાં વક્તવ્યો થાય. અને એ સભામાં | માણેકબેનના હસ્તે ઇનામો વહેંચાય. બપોરે બધાં બાલક બાલિકાઓને જમણ આપવામાં આવે. અને જમણી | બાદ વકતૃત્વ હરિફાઈ યોજાય. રાત્રે વસ્તુપાલ તેજપાલના પ્રસંગનો એક ડાયલોગ-નાટ્યપ્રયોગ ભજવાય.' : આ બધું નક્કી થયું. તે મુજબ સવારે હઠીભાઈની વાડીએ દર્શનં વિગેરેનો પ્રોગ્રામ યોજાયો. અને ભગુભાઈનાં વડે નવાં વાગે ચતુર્વિત સંઘની સભાનું આયોજન થયું. આ પ્રસંગે સાગરજી મ., નીતિસૂરિ મ. વિગેરે અહીં બિરાજતા, હોવાથી તેઓને પધારવાનું આમંત્રણ અપાયું. સભા શરૂ થાય તે પહેલા માણેકબેનને બોલાવવા જવા માટે મને કહેવામાં આવ્યું. પણ હું કામમાં | ગૂંથાયેલ હોવાથી ભગવાનજી કપાસીને મોકલ્યા. માણેકબેને કહ્યું કે, “મફતલાલ પંડિત નથી આવ્યા?"i Iકપાસીએ કહ્યું કે “તે કામમાં રોકાયેલ હોવાથી નથી આવ્યા. હું આવ્યો છું.” માણેકબેનની ઇચ્છા હતી કેT . આ સભામાં બોલવાનું ભાષણ તેમણે તૈયાર કર્યું હતું તે મને વંચાવવું હતું પણ તે ન બન્યું. -- સભા શરૂ થઈ. સાગરજી મ., નીતિસૂરિ મ. વિગેરે આ. મહારાજો આવી ગયા. આગેવાન ગૃહસ્થો, પણ આવી ગયા. માણેકબેન પણ આવી ગયાં. સાગરજી મહારાજે શ્રુતજ્ઞાન ઉપર થોડું બોલ્યા બાદ બકુભાઈI =============================== રાજનગર ઇનામી પરીક્ષા] [૧૬૯ Page #177 -------------------------------------------------------------------------- ________________ મિણીલાલ વિગેરે બોલ્યા. અને માણેકબેનના હસ્તે ઇનામ વિતરણ થયું. આ પછી માણેકબેને તેમનું ભાષણ | વાંચવાનું શરૂ કર્યું. તેમાં ગાંધીસપ્તાહ, જૈન ધર્મની અહિંસા, સાથે ગાંધીજીની અહિંસા વિગેરેની વાતો કરી. અને ઇનામની વ્યવસ્થાને બિરદાવી. પણ તે વખતે કોલ્હાપુરની પ્રતિષ્ઠા કરાવી પાછા ફરેલા રામચંદ્રસૂરિજીના ભક્તોને આ વાત ન ગમી. તેમણે “જુઓ ! જુઓ !” કરી બૂમ પાડી. વાંચતા વાંચતા માણેકબેનનો હાથ ; ધ્રૂજવા લાગ્યો. તેમણે ભાષણ માંડ-માંડ પૂરું કર્યું. આ સભામાં તાજેતરમાં સી.એન.માં આવેલા સ્નેહરશ્મિઝીણાભાઈ, ફૂલચંદભાઈ, ઇન્દુમતીબેન એ બધાને આ ઠીક ન લાગ્યું. બકુભાઈ શેઠ ઊભા થયા. તેમણે | Jસાગરજી મ. ને કહ્યું, “માણેકબેન ગાંધીજીનાં સંબધમાં બોલ્યા છે તો આપ તે સંબંધી ખુલાસો કરો.”] 'સાગરજી મહારાજે કહ્યું, “બેસી જાવ.” તેમણે ભગુભાઈ શેઠને બોલાવ્યા અને પૂછ્યું “શું કરવું છે ?”! ભગુભાઈએ કહ્યું, “આપને જેમ ઠીક લાગે તેમ કરો.” સાગરજી મહારાજે કહ્યું, “કશું કહેવાની કે કરવાની જરૂર નથી.” સભા વિખરાઈ. પણ માયાભાઈ શેઠ વિગેરેને મારા પ્રત્યે ખૂબ ખોટું લાગ્યું. તેમને થયું કે પંડિતે અમને આવા સુધારક વિચારવાળા સાથે જોડી દઈ ખોટું કર્યું છે.” તે તો જાણે મોટો વ્રજઘાત થયો | તેમ નિરાશ થઈ ગયા. અને આ બધો દોષ મારો હોય તેમ બન્યું. આ બન્યું તે વખતે પ્રભુદાસભાઈ અમદાવાદમાં અને મિટિંગમાં હાજર હતા. તેમણે વકતૃત્વ વિગેરે ! હરિફાઈનો પ્રોગ્રામ પતાવ્યો. મેં ખાસ રસ લીધો નહિ. માયાભાઈ શેઠ વિગેરે પણ મારાથી ખૂબ નારાજ હોવાથી અને આ પ્રોગ્રામ અંગે તેમને રામચંદ્રસૂરિજીના ભક્તો તરફથી ઠપકો મળવાથી તે પણ પ્રોગ્રામના બીજા કાર્યક્રમોથી વિમુખ રહ્યા. 1 સાંજે વસ્તુપાલ-તેજપાલનો જે ડાયલોગ ભજવવાનો હતો, તેમાં બીજા વિદ્યાર્થીઓ સાથે સી.એન. બોર્ડિંગના વિદ્યાર્થીઓ ભાગ લેવાના હતા. આ ડાયલોગ જોવા અમદાવાદના જૈન વિદ્યાર્થીઓ ઉપરાંત ; jજૈનેતર વિદ્યાર્થીઓ પણ ઘણા ભેગા થયા હતા. ! તે સમયે લાઉડસ્પીકરની વ્યવસ્થા ન હતી. અને ભગુભાઈનાં વંડામાં કાચું થિયેટર બાંધ્યું હતું. કોઈ ! પાકું થિયેટર ન હતું. આગળના ભાગમાં આગેવાન ગૃહસ્થોની બેઠકો રાખવામાં આવી હતી. પાછળના ભાગમાં વિદ્યાર્થીઓ અને પબ્લિક હતી. પ્રોગ્રામ શરૂ થતાં પાછળથી ધસારો ખૂબ વધ્યો. અને તે ધસારો jઆગળની બેઠકો ઉપર ઠલવાતાં આખો પ્રોગ્રામ વેરણ-છેરણ થયો. ટૂંકમાં સારા માટે કરેલી આ વ્યવસ્થા બગડી. અને મારે માટે તો માણેકબેન તરફથી પણ ઠપકો ! મળ્યો અને રાજનગરની કમિટી તરફથી પણ સાંભળવાનું થયું. આ પ્રસંગ રામચંદ્રસૂરિજી મહારાજે કોલ્હાપુરની પ્રતિષ્ઠા કરાવી તે પછી તુર્તનો હતો. સાગરજી મ.T Jઅને રામચંદ્રસૂરિજી વચ્ચે વિખવાદ શરૂ થઈ ગયેલો હતો. સાગરજી મહારાજ તે વખતે અમદાવાદમાં નાગજી ! ભુદરની પોળના ઉપાશ્રયે હતાં. તેમણે માયાભાઈ શેઠને બોલાવ્યા, અને તેમને કહ્યું કે “આમાં નારાજ થવાનું 'કાંઈ કારણ નથી. ગાંધીજી સંબધી માણેકબેન બોલ્યાં તેનો વિરોધ કરવામાં આપણે આખી પબ્લિકનો વિરોધ jછોરવો પડે.” તે બોલ્યા, “તેમાં કાંઈ આપણને નુકસાન નથી. મારે નારાજ થવાનું કાંઈ કારણ નથી.”i =============================== ૧૭૦] | મારાં સંસ્મરણો યાને ૫૦ વર્ષની જૈન શાસનની આછી રૂપરેખા i | - - - - - - - - - - - - - - - - Page #178 -------------------------------------------------------------------------- ________________ આ પછી સાગરજી મ. જૈન સોસાયટીમાં મણિલાલ સુરચંદના સુમતિવીલા બંગલે આવ્યા. ત્યારે। તેમને મળવા બાપાલાલ વિગેરે તોફાનીઓ ગયા, અને કહ્યું કે ‘‘માણેકબેન બોલ્યા તેનો વિરોધ થવો જોઈએ”. સાગરજી મ. મક્કમ હતાં. તેમણે કહ્યું કોઈ વિરોધની જરૂર નથી. ગરબડ કરો નહિ. ચાલ્યા જાઓ’'. આ પછી સાગરજી મહારાજે માણેકબેન તથા ઇન્દુમતી બેનને બોલાવ્યા. તેમણે કહ્યું કે “કાંઈ| મનમાં લેશો નહિ”. માણેકબેને કહ્યું, “મને જૈન સમાજનાં સર્કલનો પરિચય નથી. આ લખેલું ભાષણ મારે ! મફતલાલને વંચાવવાનું હતું. પણ ઠેઠ સુધી બન્યું નહિ. મારી ઇચ્છા કોઈનું મન દુભવવાની હતી જ નહિ. મને ખબર હોત કે મારા આ બોલવાથી કોઈનું મન દુભાય છે તો હું આ બોલત જ નહિ. ઇન્દુમતી અને ફૂલચંદભાઈએ મારા બોલવાનું લખાણ તૈયાર કરેલું. મને તો આની કાંઈ સમજણ જ નથી'. સાગરજી મહારાજે આશ્વાસન આપ્યું અને કહ્યું, “કશો વાંધો નથી. તમે મનમાં કશું લાવશો નહિ.' રાજનગર ઇંનામી પરીક્ષા] I ' [૧૭૧ Page #179 -------------------------------------------------------------------------- ________________ - ભ વિભાગ - ૧૧ જુદા જુદા આગેવાન ગૃહસ્થોનો પરિચય પ્રભુદાસભાઈ હું વિ.સં. ૧૯૭૯માં મારી ૧૪ વર્ષની વયે વિદ્યાભવનમાં દાખલ થયો. આ દાખલ થયા પહેલાં હું રત્નસાગરજી બોર્ડિંગ સૂરતમાં રહ્યો હતો. ત્યાં મેં ગુજરાતી છઠ્ઠા ધોરણ સુધી અભ્યાસ કર્યો હતો. આ સંસ્થામાં એકાદ વર્ષ રહ્યો હોઇશ. ત્યાં તાવ વિગેરે આવવાના કારણે મેં આ સંસ્થા છોડી હતી. | આ સંસ્થા છોડી ત્યારે મારી ઉંમર પ્રાયઃ ૧૧-૧૨ વર્ષની હશે. હું રણુંજ આવ્યો. ત્યાં બાલમિત્રો, i સાથે ફરવામાં, રખડવામાં ચાર-છ મહિના ગાળ્યા હશે. તે વખતે અમે દેરાસરની સામેના એક મકાનમાં Jરહેતા હતા. આ મકાન આગળથી સિદ્ધપુર વિગેરે જવા માટેના યાત્રાળુઓ પસાર થતા હતા. તેઓ કાંઈકા lખરીદ કરે તે માટે બીડીઓ, દીવાસળીની પેટી વિગેરે રાખી થોડો વખત વેચવાનું કરેલું, અને ત્યાર બાદ 1 મંગળવિજયજી મ. અમારે ત્યાં ૧૯૭૪માં ચોમાસું રહેલા તે પરિચયને કારણે હું મહેસાણા પાઠશાળામાં દાખલ થયેલો. આ મહેસાણા પાઠશાળામાં ચાર-છ મહિના રહ્યા બાદ પાટણ વિદ્યાભવનમાં દાખલ થયો.' અહીંથી જ મારી ખરી પ્રગતિનાં મંડાણ શરૂ થયાં. આ સંસ્થામાં મને બધી જાતની તાલિમ મળી. 1 કસરતમાં હું કેશવલાલ સૈના સાથે કુસ્તીનો પરિશ્રમ કરતો. પાટણની વિવિધ સંસ્થાના સંમેલનમાં. વખ્તત્વ હરિફાઈમાં ભાગ લેતો હતો. વ્યાયામની હરીફાઈમાં, દોડની હરીફાઈમાં હું જોડાતો. આ સંસ્થામાં | સર્વોતમુખી વિકાસની પ્રક્રિયા હતી. જેને લઈ ઉદ્યોગમાં શીવણકામ શીખ્યો. ધાર્મિક શિક્ષણમાં પ્રતિક્રમણ, Tચાર પ્રકરણ, કર્મગ્રંથ, પંચસંગ્રહ વિગેરેનો ધાર્મિક અભ્યાસ કર્યો. સંસ્કૃતમાં માર્ગોપદેશિકા, દક્ષિણામૂર્તિનાં 1સંસ્કૃત પ્રથમ પુસ્તક, દ્વિતીય પુસ્તક, લઘુવૃત્તિ, હરસૌભાગ્ય, મુદ્રારાક્ષસ વિગેરે ગ્રંથો ભણ્યો. વ્યવહારિકા ક્ષેત્રનાં અભ્યાસમાં કમળાશંકર પ્રાણશંકર ત્રિવેદીનાં વ્યાકરણનો પહેલો. બીજો અને ત્રીજો ભાગ હિમાલયનો! પ્રવાસ, પિંગળનો અભ્યાસ, વિગેરે, ઇંગ્લિશના અભ્યાસમાં નેપોલિયન બોનાપાર્ટ, ગોલ્ડન ડિડઝ અને પાઠમાળા વિગેરેનો અભ્યાસ કર્યો. અહીં બધા સારા વિદ્વાનો ઉચ્ચ કોટિના આચાર્ય ભગવંતો અને રાજદ્વારી પુરુષોનો પરિચય અને =============================== | ૧૭૨] . ( [મારાં સંસ્મરણો યાને ૫૦ વર્ષની જૈન શાસનની આછી રૂપરેખા Page #180 -------------------------------------------------------------------------- ________________ - - | તેમના દ્વારા હિતોપદેશ વિગેરે પ્રાપ્ત કર્યા. આ સંસ્થામાં રહી જીવનનો સર્વતોમુખી વિકાસ સધાયો. આ Tબધાનાં મૂળ અમારે માટે આદર્શરૂપ પ્રભુદાસભાઈ હતા. પ્રભુદાસભાઈ અમારાથી પંદરેક વર્ષે મોટા હશે. એટલે જ્યારે અમે ભણતા ત્યારે તેમની ઉંમર ૨૮T૩૦ વર્ષની હશે. તેઓ તેમના પિતા અને ભાઈ સાથે પાટણ ખેતરવસીના પાડામાં રહેતા. તે પહેલેથી એકા | આદર્શ અને સિદ્ધાંતપ્રિય પુરુષ હતા. તેમની ભણાવવાની અને વિદ્યાર્થીઓને તૈયાર કરવાની અપૂર્વ કળામાં | હતી. કોઈ પણ ગ્રંથ એ ભણાવે તો તેનું એટલું વિશદ પૃથક્કરણ કરે કે આખો ગ્રંથ આંગળીના ટેરવે વિચારી! ( શકાય. ધાર્મિક અભ્યાસ અને સંસ્કૃત અભ્યાસ તેમણે કરાવ્યો. તેમજ જીવનમાં સંસ્કારનું બળ તેમણે અમારામાં : રોપેલું. જેને લઈ ખડતલ શરીર સાથે અમે વિદ્યાભ્યાસ કરી શક્યા. તેમનો મારી પ્રત્યેનો ઉપકાર કોઈ રીતે T વિસરી શકાય તેમ નથી. તે સિદ્ધાંતવાદી, ખૂબ જ પ્રામાણિક અને જૈન શાસનના અવિહડ રાગી હતા. કુટુંબનું ભરણપોષણ ; કરવાની જવાબદારી અને તેમનાં બાળકોને ભણાવવાની જવાબદારી હોવા છતાં તેઓ કોઈ દિવસ સિદ્ધાંતની બાંધછોડ કરી જીવ્યા નથી. વર્ષો સુધી તેમણે દુઃખ વેક્યું છે, પણ કોઈ દિવસ તેમણે સ્વાર્થ ખાતર નમતું | જોખ્યું નથી. તેમનું ચિંતન ખૂબ ઊંડું હતું. તે ભવિષ્યનાં પચાસ-સો વર્ષ પછી શું થશે તે જ્યોતિષથી નહિ, I પણ આજની હિલચાલથી પારખી અને જોઈ શકતા. સને ૧૯૩૯માં તેમણે બહાર પાડેલ પ્રતિક્રમણની | પુસ્તિકામાં દેશની કેવી પરિસ્થિતિ થશે તેનું આલેખન પચાસ વર્ષ પહેલાં કર્યું હતું. તે આજે સાક્ષાત જોઈ! શકીએ છીએ. રાજકીય પ્રસંગોનું તેમનું આલેખન ખૂબ વિચારણાપૂર્ણ હોય છે. તે જ રીતે ધાર્મિક પ્રસંગોનું પણ તેમનું આલેખન સચોટ હતું. તેઓ સાધુઓમાં વિજયનેમિસૂરિજી મ. તરફ ખૂબ જ આકર્ષાયા હતા.' તેમને તે ખૂબ દીર્ધદષ્ટિવાળા, વિચારક અને સંઘના હિતેચ્છુ લાગતા હતા. તેઓના વિચારો તેમના કાળમાં તો લોકોને હાસ્યાસ્પદ લાગતા, પણ આજે તેમના લેખો પુરવાર! કરે છે કે તેમણે લખેલું, એ જ રીતે આજે દેશમાં ચાલી રહ્યું છે. તેમના વિચારોને પોષક જૈન સંઘમાં સાધુઓ અને શ્રાવકોનો આજે પણ કેટલાક વર્ગ છે. તે તેમના T વિચારોને આગળ ધરી સમાજને તે રીતે દોરવા પ્રયત્ન કરે છે.. પ્રભુદાસભાઈ મારા તો જીવન સર્વસ્વ હતાં. પણ જૈનશાસનના એકે-એક પ્રશ્નમાં તેઓ દીર્ઘદ્રષ્ટિથી i વિચારતા. પોતાની શક્તિ મુજબ તેમાં રસ લઈ દરેક પ્રશ્નને હલ કરવા પ્રયત્ન કરતા. તેમણે સાધુઓ, | સાધ્વીઓ અને ગૃહસ્થોનો સારો સદ્ભાવ મેળવ્યો હતો. ઘર બાળીને તીર્થ કરવા જવા જેવું કામ તેમણે તેમના જીવનમાં કર્યું હતું. અર્થાત્ પોતાનાં સંતાનો કે કુટુંબની પરવા કર્યા વિના શાસનનાં કાર્યમાં તેઓ સદા/ | રત રહેતા. આજે તેઓ નથી. પણ તેમના વિચારને અનુસરતો બહોળો વર્ગ છે. તેમની તેમના જીવનકાળા : દરમ્યાન કદર ન થઈ તે આજે તેમના ગ્રંથો વાંચીને થાય છે. ધર્મસાગરજી મહારાજે તેમને અને તેમના વિચારોને સમર્થન આપેલું પણ તે અતિસંકુચિત સ્વભાવના I હોવાથી તેમના જીવનકાળ દરમ્યાન વિચારોનો ફેલાવો થયો નહિ. ચંદ્રશેખર વિજયજી વિગેરે પણ તેમના | વિચારોથી પ્રભાવિત હતા, પણ તે વખતે પ્રભુદાસભાઈનો ઉત્તરકાળ હતો. ટૂંકમાં પ્રભુદાસભાઈ જૈનસમાજને માટે સદા યાદગાર રહેશે. તેમણે વિદ્યાભવન અને મહેસાણા ================================ | જુદા જુદા આગેવાન ગૃહસ્થોનો પરિચય [૧૭૩ Page #181 -------------------------------------------------------------------------- ________________ |પાઠશાળામાં રહી સારા વિદ્વાન શ્રદ્ધાળુ પંડિતોને તૈયાર કરી સમાજને સોંપ્યા છે. તેમણે સ૨કા૨ના ધર્મવિરોધી | |કાયદાનો પ્રતિકાર કરવા માટે જે કોઈ સમર્થ હોય તેમને દિશાસૂચન તથા રાહ અર્પી છે. સમાજના મતભેદો વખતે મતભેદો ટળે તે માટે રાત કે દિવસ જોયા વગર અહીંથી તહીં ફર્યા છે અને એકબીજાને સહમત કરવામાં ખૂબ જ પ્રયત્ન કર્યો છે. પ્રભુદાસભાઈની તોલે આવે એવી આજે કોઈ વ્યક્તિ નથી. પોતાના બાલ્યકાળના ઉપકારી એવા પંડિત સુખલાલજી વિગેરેને પણ ધર્મમાર્ગે દોરવા તેમણે પ્રયત્ન કર્યો છે. આમ જૈન શાસનની છેલ્લા ૬૦। વર્ષની દરેક પ્રવૃત્તિમાં તેમનો સુંદર ફાળો છે. શેઠશ્રી કસ્તુરભાઈ (૧) શેઠ શ્રી કસ્તુરભાઈનો મારો પરિચય ઘર્ષણમાંથી થયો છે. તિથિ-ચર્ચા, ટ્રસ્ટ-એક્ટ, વિગેરે પ્રસંગોમાં | તો એમનાથી હું સામા-પક્ષે જતો. અને તે બધા વખતે તેમને હું એક તોફાની અને સાધુઓનો ચડાવ્યો હોઉં ! તેવું લાગતું. પણ પાછળથી તેમનો અને મારો ગાઢ પરિચય થયો તે તેમના જીવનના અંત સુધી રહ્યો. (૨) હું અમદાવાદમાં આવ્યો ત્યારે શરૂઆતમાં બાલાભાઈ કકલની પાઠશાળા પછી કેશવલાલ પ્રેમચંદ | |મોદી દ્વારા હું જૈન શ્વેતાંબર મૂર્તિ પૂજક બોર્ડિંગમાં (લલ્લુ રાયજી બોર્ડિંગ) ધાર્મિક શિક્ષક તરીકે ૩૦ રૂા.ના | પગારથી જોડાયો. આ સંસ્થામાં કસ્તુરભાઈ શેઠ પ્રમુખ હતા. અને કાળુશાહની પોળવાળા સાંકળચંદભાઈ સેક્રેટરી તરીકે હતા. પણ તે વખતે મારે કોઈ દિવસ શેઠને રૂબરૂ મળવાનું થયું ન હતું. બોર્ડિંગમાં હું ધાર્મિક ભણાવતો હતો, ત્યારે એક પ્રસંગ બન્યો. બોર્ડિંગમાં ભણવા માટે અરજી | કરનારા વિદ્યાર્થીઓ દાખલ થવાનું ફોર્મ મંગાવે ત્યારે બે કે પાંચ રૂ।. તેની પાસેથી ડિપોઝીટ લેવામાં આવતી. ! આ વખતે બોર્ડિંગમાં ગૃહપતિ તરીકે જેભાઈ માસ્તર હતા, તેમની સાથે આસિસ્ટન્ટ ગૃહપતિ તરીકે વિમળચંદ મોદી હતા. આ જેભાઈ માસ્તર જે ડિપોઝીટના પૈસા આવતા, તે ચોપડામાં જમા નહિ આપતા 1જુદા રાખી મૂકતા, પોતાની પાસે રાખતાં. જેભાઈ માસ્તર પ્રત્યે સાંકળચંદભાઈને ખૂબ લાગણી હતી. કેમકે તેઓ પહેલાં ગવર્ન્મેન્ટમાં કેળવણી ખાતામાં ડેપ્યુટી હતા, અને જેભાઈ સરકારી ગુજરાતી શાળાના માસ્તર હતા. તેને લઈ તેમનો પરિચય હતો. I આસિસ્ટન્ટ ગૃહપતિ અને જેભાઈને પરસ્પર બનતું ન હતું. એક વખતે જેભાઈ માસ્તર ૨જા ઉ૫૨ I હતા, ત્યારે વિમળચંદે જેભાઈ માસ્તર જે ડિપોઝીટની રકમ અલગ રાખતા હતા, અને ચોપડે બતાવતા ન હતા, તે બધી વિગત એકઠી કરી અને બોર્ડિંગની કમિટીના સભ્ય ચંદ્રકાન્ત છોટાલાલ ગાંધીને બતાવ્યું કે આ ૭૦૦ થી ૮૦૦ રૂપિયા જેવી રકમ ચોપડે લેવામાં આવી નથી. જેભાઈ માસ્તર તે પોતે લઈ ગયા છે અને પોતાના માટે વાપરી નાખી છે. આ વાત તેણે કસ્તુરભાઈ શેઠને પહોંચાડવાનું ચંદ્રકાન્ત ગાંધીને કહ્યું. તેમણે |આ વાત કસ્તુરભાઈ શેઠને કહી. તેમણે વાત મનમાં રાખી અને મિટિંગ મળી ત્યારે મિટિંગનું કામ પૂરું થયા | ૧૭૪] [મારાં સંસ્મરણો યાને ૫૦ વર્ષની જૈન શાસનની આછી રૂપરેખા Page #182 -------------------------------------------------------------------------- ________________ બાદ શેઠે જેભાઈ માસ્તરને કહ્યું કે, “તમે બહાર જાઓ. અમારે કેટલીક ખાનગી વાત કરવી છે.” માસ્તરો Tબહાર ગયા. શેઠે સાંકળચંદભાઈને કહ્યું કે “આ ૭૦૦-૮૦૦ રૂ. ની રકમ ચોપડે લેવામાં આવી નથી. તેમાં | માટે તમારો શો જવાબ છે?” સાંકળચંદભાઈએ કહ્યું કે, “જે રકમ ડિપોઝીટની અદ્ધર રાખી છે તે રકમ : ચોપડે લેવરાવી દઈશું.” શેઠે કહ્યું, “આજ સુધી ન લીધી તેનું શું? આ ન ચાલે.” તેમણે જેભાઈ માસ્તરને બોલાવ્યા. તેમનો જવાબ લીધો. તે ગલ્લાં-તલ્લાં કરવા માંડ્યા. શેઠે તેમની મિટિંગમાં રહેલા તેમના ભાણેજ jનરોત્તમદાસને કહ્યું કે “પોલિસને બોલાવો અને આ કેસ પોલિસને સોંપી દો”. શેઠ ચાલ્યા ગયા. પછીj I સારાભાઈ ડાહ્યાભાઈ હતા, તેમણે માસ્તરને ઠપકો આપ્યો. ચોપડે રકમ લઈ લેવરાવી. અને શેઠને શાંતા ! પાડી પોલિસને સોપવાનું બંધ કરાવ્યું. આ પછી જેભાઈ માસ્તરને રજા આપી. આ જેભાઈ માસ્તર વિશા ઓસવાલ હતા, અને વિશા ઓસવાલનાં કુટુંબોમાં જૂના વખતનાં તેમનાં સિગા-સગપણ પણ હતાં. પણ શેઠ કોઈ પણ જાતના ગોટાળાને ચલાવી લેવાના મતના ન હતા. ! આ જેભાઈ માસ્તરને સારાભાઈ, કનુભાઈ અને મનુભાઈ એ ત્રણ દીકરા હતા. ત્રણેય પાછળથી ; સારી લાઈનમાં જોડાયા હતા, અને સુખી થયા હતા. જેભાઈ માસ્તર પાછળના વખતમાં મોતિયાનાં ઑપરેશન 1 બાદ જામરનું પાણી ઊતરવાથી બે આખે અંધ બન્યા હતા. તે પાછળના વખતમાં ઝવેરીવાડ રહેતા હતા. jતેમનો મારી સાથે ખૂબ સારો મીઠો સંબંધ હતો. - કસ્તુરભાઈ શેઠ પોતાના વહીવટમાં કોઈપણ જાતનો નાનો કે મોટો ગોટાળો ચલાવી લેતા નહિ કે : સહન કરવાના પક્ષમાં ન હતા. તેમના હાથે ગોટાળાનો કોઈ પણ માણસ સપડાય તો તેને સષ્ઠ શિક્ષા કરવામાં i માનતા હતા. બીજો પ્રસંગ : હરજીવન માસ્તર આણંદજી કલ્યાણજીની પેઢીમાં કામ કરતા હતા. પેઢીમાં તેમની એ કામ સાધુ સાધ્વીજીઓને કોઈ ઉપકરણોની જરૂર હોય તે પૂરા પાડવાનું અને ગરીબોને ચણા વિગેરે વહેંચવાનું ' હતું. આ કામમાં તેમણે ખોટા-ખોટાં બિલો રજૂ કરી છ થી સાત હજાર રૂપિયા જેવી રકમ બનાવી હતી.' 1 સાધુ-સાધ્વીઓને પૂછતાં ખબર પડી કે તેમણે સાધુ-સાધ્વીઓને તેમનાં ઉપકરણો અને પાત્રા રંગવા માટેના I ડબા વિગેરે લાવી આપ્યા ન હતા, છતાં લાવી આપ્યા એમ જણાવી ખોટાં બિલ રજૂ કરી આ પૈસા બનાવ્યા Tહતા. આની જાણ ભગુભાઈ શેઠને થઈ. તે વખતે ભગુભાઈ શેઠની પેઢીમાં વારી હતી. (પેઢીમાં છ-છI મહિના માટે ટ્રસ્ટીઓમાંથી બે ટ્રસ્ટીઓની વારી રાખવામાં આવે છે. જે છ મહિના સુધી પેઢીનો કારોબારી સંભાળે છે). ભગુભાઈ શેઠ હરજીવન માસ્તરને બોલાવ્યા. અને ખૂબ શાંતિથી તેમને કહ્યું, “તમે જે આ [ ગોટાળો કર્યો છે તે માટે પેઢીના રિવાજ મુજબ તમારી ઉપર ફોજદારી પગલાં લેવામાં આવશે. તે ન લેવાં; i પડે માટે તમે જે બન્યું હોય તે યથાતથ્ય શાંતિથી બેસી લખીને આપો”. માસ્તરે ગભરાઈ જે રીતે તેમણે ગોટાળો કર્યો હતો તે બધું લખી આપ્યું. આ પછી ભગુભાઈએ તેમની પાસે શું મિલ્કત છે તે જાણી લીધી.1 પાલિતાણાનું ઘર વિગેરે તેમની પાસે મિલ્કત હતી. તે દ્વારા પેઢીનું લેણું વસુલ કર્યું. માસ્તરને પેઢીમાંથી છૂટી | કર્યા. એ વખતે કસ્તુરભાઈ શેઠ પરદેશ હતા. પરદેશથી આવ્યા પછી તેમણે આ વાત જાણી અને તેમના | સ્વભાવ મુજબ ફરિયાદ કરવાનું સૂચવ્યું. ભગુભાઈ શેઠે કહ્યું, “તમે કહો છે તે બરાબર છે. માસ્તરે ગલ્લાં તલ્લાં ક્યું હોત તો ફરિયાદ જરૂર કરત. પણ મારા કહેવાથી મારા ઉપર વિશ્વાસ રાખી તેણે બધુ લખી આપ્યું jછે. માટે ફરિયાદ ન કરવી જોઈએ”. શેઠના આ કહેવાથી પેઢીએ ફરિયાદ કરવાનું માંડી વાળ્યું. ================================ | જુદા જુદા આગેવાન ગૃહસ્થોનો પરિચય [૧૭૫ Page #183 -------------------------------------------------------------------------- ________________ આ બે પ્રસંગો તેમના કોઈ પણ વહીવટમાં કોઈપણ માણસ ઘાલમેલ કરે તો તેની સામે શેઠ સન્ની પગલા લેવાના સ્વભાવના હતા તેવું જણાવે છે. આ સ્વભાવને લઈને શેઠનાં તમામ વહીવટો સ્વચ્છ રહેતા.1 કસ્તુરભાઈ શેઠના ત્યાં કે તેમના વહીવટમાં કામ કરનાર ગમે તેવો હોશિયાર હોય પણ જો તે jપેઢીના માલિકો સાથે તોછડું વર્તન રાખે કે મારા વગર પેઢી ન જ ચાલે તેવું માને તો શેઠ ગમે તેટલું નુકસાન Jથાય તે સહન કરીને પણ તેવા માણસને રજા આપતા અચકાતા નહિ. શેઠ આણંદજી કલ્યાણજીની પેઢીમાં શ્રીયુત ઠાકર મેનેજર હતા. તે વખતે ડેપ્યુટી મેનેજર ઠાકરની નાજુક તબિયતના લીધે પેઢીનો તમામ વહીવટ સંભાળતા હતા. આ ભાઈને જરા અભિમાન આવ્યું, અને jકેશુભાઈ શેઠ જે પેઢીનું કામકાજ સંભાળતા હતા, તે કાંઈ પણ કહે તે ગણકારતા નહિ. કેશુભાઈ શેઠે આj Iભાઈને મહત્ત્વના કામ અંગે જૂનાગઢ જવાનું કહ્યું. તેમણે, મારી તબિયત બરાબર નથી, એમ બહાનું કાઢી! Jકેશુભાઈને ના પાડી. આવું બે-ચાર વખત બન્યા પછી કેશુભાઈ શેઠ અકળાયા. તેમણે કસ્તુરભાઈ શેઠને વાત! ' કરી. કસ્તુરભાઈ શેઠે આ ડેપ્યુટી મેનેજરને પોતાની પાસે બોલાવ્યા અને કહ્યું કે “તમારી તબિયત બરાબર, રહેતી નથી, તેથી પેઢીનાં કામમાં મહત્ત્વનું કામ હોય તો પણ જઈ શકતા નથી. તબિયત સાચવો. આજથી તમને પેઢીમાંથી છૂટા કરવામાં આવે છે”. પેઢીમાં માણસ મોકલી તેમનો પગાર હક્ક વગેરે તે જ વખતેj ચૂકવી દીધું. ડેપ્યુટી મેનેજરે કહ્યું, “હું ચાર્જ તમે કહો તે માણસને સોંપું”. શેઠે કહ્યું, “તમારે પેઢીમાં જવાની જરૂર નથી. માણસો એ બધુ સંભાળી લેશે.” | ટૂંકમાં કોઈ પણ માણસ પોતાની જાતને મહત્ત્વની માની માલિકોને દબડાવે અગર તેમને અવગણે jતો શેઠ ગમે તેટલું નુકસાન થાય તો પણ તેને છૂટો કરતા. (૪) ઝવેરીવાડમાં આયંબિલ શાળાની જોડે એક જ્ઞાનમંદિર છે. આ જ્ઞાનમંદિર આચાર્ય દેવસૂરિએ! બનાવેલ છે. અને તેનો વહીવટ એક ટ્રસ્ટ બનાવી પોતાને અનુકૂળ ટ્રસ્ટીઓ રાખી કરતા હતા. દેવસૂરિના કાળધર્મ પછી તેમના શિષ્ય અને તેમના શિષ્યોને અનુકુળ એવા સાધુઓ રહેતા હતા. આ સાધુઓ ચારિત્રથી | શિથિલ હતા. તેમનું વર્તન સાધુઓને અનુરૂપ ન હતું. પણ તેમને કોઈ કહી શકતું ન હતું. કારણ કે તે જ્ઞાનમંદિર તેમની માલિકીનું હતું. સંઘ સાથે સંબંધ ન હતો. તે જ્ઞાનમંદિરના ટ્રસ્ટીઓમાં શેઠની જ્ઞાતિનાં એકી વૃદ્ધ ટ્રસ્ટી હતા. તેમણે આ સાધુઓને બે-ત્રણ વખત ચેતવણી આપી હતી, પણ તે ગણકારતા ન હતા. ટ્રસ્ટી) - શેઠ પાસે ગયા. શેઠને કહ્યું કે “ઝવેરીવાડમાં જૈનોની વસ્તી છે. આ વસ્તીમાં આ સાધુઓ સાધુઓને ન છાજે, તેવી રીતે રહે છે. મારું માનતા નથી. આપ કાંઈક કરો.” શેઠે કહ્યું, “મારાથી કાંઈ ન થઈ શકે. આનો | વહીવટ તમે મને એટલે શેઠ આણંદજી કલ્યાણજીની પેઢીને સોંપો તો વિચારી શકાય.” તેમણે લખીને જ્ઞાનમંદિરનો વહીવટ પેઢીને આપ્યો. 1 પેઢીને વહીવટ આપ્યા બાદ શેઠે તે વખતના પેઢીના મેનેજર નાગરદાસને કહ્યું કે “એક ગુરખા! ' ચોકિયાતને જ્ઞાનમંદિરને દરવાજે બેસાડો. તેણે કાંઈ કરવાનું નથી. માત્ર બેસી રહેવાનું છે”. શેઠના હુકમથી; =============================== ૧૭૬] મારાં સંસ્મરણો યાને ૫૦ વર્ષની જૈન શાસનની આછી રૂપરેખા - - I | - - - - - - Page #184 -------------------------------------------------------------------------- ________________ | જ્ઞાનમંદિરના દરવાજે ચોકિયાત બેઠો. ત્યાં રહેલા સાધુઓએ વિરોધ કર્યો. ‘‘આ અમારું મકાન છે. કોઈને એમાં માથુ મારવાનો હક્ક નથી” એમ કહ્યું. પણ ચોકિયાતે જવાબ આપ્યો કે પેઢીનાં મેનેજરના હુકમથી હું અહીં બેઠો છું. સાધુ મેનેજરને મળ્યા. મેનેજરે શેઠનું નામ સૂચવ્યું. સાધુએ પોલિસમાં ફરિયાદ કરી કે “અમારું મકાન છે. તેમાં કોઈને ડખલ કરવાનો હક્ક નથી”. પોલિસ આવી. મેનેજરને ગેટ ઉપર લઈ ગઈ. આ સમાચાર શેઠને પહોંચાડ્યા. શેઠે પોલિસ કમિશ્નરને ટેલિફોન કર્યો. બધી વિગત સમજાવી. પોલિસે મહારાજનેI જ્ઞાનમંદિરમાંથી બહાર કાઢ્યા, અને કહ્યું કે ‘“તમે સાધુના આચારમાં નથી. ગૃહસ્થનાં કપડાં પહેરી લો. તમને બેડી પહેરાવી દોરડું બાંધી બધે ફેરવવામાં આવશે.” સાધુ કરગર્યા. કપડાં પહેરી વિદાય થઈ ગયા. પેઢીએ મકાનનો કબ્જો લઈ લીધો. ઝવેરીવાડમાં આ કૌંભાંડ બંધ થયું. શેઠ સાધુઓ અને ધર્મના રાગી હોવા છતાં કોઈ માથાભારે અને સાધુજીવનથી વિરુદ્ધ વર્તનારની શેહશરમ કે દબાણમાં આવી ખોટું ચલાવી લેવાના મતના ન હતા. પણ આ કરતાં પહેલાં પોતાનો અધિકા૨ છે કે નહિ અને એ કરવાથી શું પિરણામ આવશે તેનો વિચાર કરી કરતા. (૫) કસ્તુરભાઈ શેઠનું સ્થાન સારાયે ભારતભરના જૈન સંઘોમાં અજોડ હતું. અમદાવાદના નાગરિકોમાં પણ તેમનું સ્થાન ખૂબ વિશિષ્ટ હતું. તેમની મહેનત અને દૂરંદેશીથી અમદાવાદમાં કેળવણીની સંસ્થાઓ, કોલેજો થઈ છે. તેમણે વર્ષે-વર્ષે લાખો રૂપિયાનું દાન આપી એલ.ડી. એન્જિનિયરીંગ કોલેજો વિગેરે ઊભી કરી છે. તેમજ તેમની પ્રેરણાથી બીજા ગૃહસ્થો દ્વારા પણ ઘણી કોલેજો અને કેળવણીની સંસ્થાઓ સ્થપાઈ છે. જૂનો પ્રેમાભાઈ હોલ તેમના જ પૈસાથી આધુનિક નવીન ઢબનો બન્યો છે. છતાં આ હોલનું નામ તેમણે | તે જ રાખ્યું છે. પોતાના નામનો કોઈ મોહ રાખ્યો નથી. કેળવણીની સંસ્થાઓ ઉપરાંત વ્યાપારી મહાજનોની પ્રતિષ્ઠા જૈન સમુદાયમાં ઊભી કરવા તેમણે વ્યાપારી મહામંડળની સ્થાપના કરી છે. અને તે ગુજરાતનાં જુદા જુદા શહેરોનું પ્રતિનિધિત્વ આપી તેને પ્રતિષ્ઠિત બનાવ્યું છે. આ ગુજરાત વ્યાપારી મહામંડળ માટે તેનું પોતાનું મકાન કરવાનું વિચારાયું. તેની । મિટિંગ ખાનપુરમાં મંડળના ભાડાનાં મકાનમાં મવી. તે વખતે મંડળના પ્રમુખ અમૃતલાલ હરગોવિંદદાસ શેઠ હતા. તેમાં બીજા ઠરાવો સાથે બે ઠરાવ મહત્ત્વના થયા. એમાં એક ઠરાવ મંડળ માટે ગામમાં જમીન લઈ1 મકાન બાંધવાનો અને બીજો ઠરાવ ઇન્કમટેક્ષ જે સરકાર અગાઉથી ઉઘરાવે છે તે પછીથી ઉઘરાવવાનો થયો.. આ મિટિંગ બરખાસ્ત થયા બાદ શેઠ અને અમૃતલાલ શેઠ મળ્યા. તેમણે આ ઠરાવની વાત કરી. કસ્તુરભાઈ, શેઠે કહ્યું, ‘‘આ બંને ઠરાવ મને વાજબી લાગતા નથી. મકાન શહેરમાં બાંધવાનો વિચાર બરાબર નથી. શહેર દિવસે-દિવસે વિકસિત થતું જાય છે. શહેરમાં પાર્કીંગની અને બીજી મુશ્કેલીઓ નડશે. માટે મકાન/ | બાંધવું હોય તો તે શહેર બહાર એલિસબ્રીજ એરિયામાં બાંધવું જોઈએ. બીજો ઠરાવ ઇન્કમટેક્ષ અંગેનો છેI તે પણ બરાબર નથી. કેમકે કમાયા પછી આગલા વર્ષના હપ્તા ભરવા હશે તો સહેલાઈથી ભરી શકાશે. I પછીથી ભરવામાં ઘણી મુશ્કેલી નડશે'. અમૃતલાલ શેઠે કહ્યું, ભલે. આ ઠરાવ કરવાનો વિચાર ઊભો રાખ્યો. પણ બધાની સંમતિ લઈ [૧૭૭ જુદા જુદા આગેવાન ગૃહસ્થોનો પરિચય] Page #185 -------------------------------------------------------------------------- ________________ |લીધી અને શેઠના કહેવા મુજબ અમલ કર્યો. શેઠ જાણતા હતા કે અમદાવાદ શહેર ધીમે ધીમે ખૂબ વિકસશે. I Iએટલે એમણે વ્યાપારી મહામંડળના મકાન એલિસબ્રીજ એરિયામાં બાંધવાનું જણાવ્યું. તેમજ કેળવણીની કોલેજો માટે ખૂબ વિશાળ જગ્યાઓ ખરીદાવી. અમદાવાદમાં આ કોલેજો જે બહાર ખૂબ વિકસી છે તે શેઠની દીર્ઘદષ્ટિનું પરિણામ છે. અમદાવાદમાં પહેલાં માત્ર ગુજરાત કૉલેજ હતી. આજે વિવિધ વિષયોની ઘણી કૉલેજો થઈ છે. તેમાં શેઠે પોતાનાં દાન ઉપરાંત બીજાઓનું પણ મોટું દાન મેળવ્યું છે. (૬) વિ.સં. ૧૯૯૦ના મુનિ સંમેલન પછી શેઠ માણેકલાલ મનસુખભાઈએ પાલિતાણાનો છ'રી પાળતો મોટો સંઘ કાઢ્યો. આ સંઘ નીકળતાં પહેલા અમદાવાદમાં ભવ્ય વરઘોડો નીકળ્યો. તે વખતે દેશી રજવાડાઓ હોવાથી આ વરઘોડામાં દેશી રજવાડાના રાજાઓ, પ્રભાશંકર પટણી વગેરે તેના પ્રધાનો અને ભારતભરનાં İજુદા જુદા શહેરોના જૈન સંઘના આગેવાનો હતા. આ વરઘોડો ખૂબ ભવ્ય હતો. તેમાં યાત્રિકોની પણ ખૂબ |મોટી સંખ્યા હતી. સંઘનો પહેલો મુકામ સરખેજ થયો. યાત્રિકો અને દર્શનાર્થે આવેલ માણસો ઘણા હોવાથી |સંઘ જમણ વિગેરેની વ્યવસ્થા બરાબર થઈ નહિ. પીરસનારાઓની વ્યવસ્થા ન હોવાતી ભોજનસામગ્રીમાં I પડાપડી થઈ. આ પછી બીજો મુકામ જે ગામે થયો, તે ગામ કસ્તુરભાઈ શેઠના વહીવટવાળું હતું. સંઘનું જમણ કસ્તુરભાઈ શેઠે આપ્યું હતું. તેમણે મિલના માણસો અને પોતાના સગા સ્નેહીઓને સંઘની આગતા સ્વાગતા માટે હાજર રાખ્યા હતા. દરેક યાત્રાળુ અને દર્શનાર્થી સારી રીતે જમી શકે તેવી સુંદર વ્યવસ્થા ગોઠવી હતી. સંઘની ભક્તિ કેવી રીતે થાય તેનું ઉદાહરણ તેમણે બતાવ્યું હતું. ત્યારપછી સંઘ ઉત્તરોત્તર બીજાં સ્થળોને પસાર કરતો પાલિતાણા પહોંચ્યો. સંઘનાં ભવ્ય સામૈયાં થયાં. આ સંઘમાં ચાંદીનું દેરાસર હતું. ચાંદીનો રથ હતો. સંઘનો પડાવ થતો ત્યારે જાણે એક શહેર વસ્યું હોય તેવો દેખાવ હતો. (6) તિથિ-ચર્ચાના પ્રસંગમાં વૈઘનો ચુકાદો આવ્યા બાદ રામચંદ્રસૂરિજી મ. તરફથી વીરશાસન પેપરમાં એવું જાહેર કરવામાં આવ્યું કે ‘‘કસ્તુરભાઈ શેઠે લાવેલા નિર્ણયને અનુસરીને અમારું પંચાગ બહાર પાડવામાં આવનાર છે. અને તેને અનુસરીને પર્વતિથિની વ્યવસ્થા તે પંચાગમાં દર્શાવાઈ છે”. આ જાહેરાતને લક્ષમાં İલઈ જૈન ધર્મ પ્રભાવક સમાજની એક મિટિંગ શ્રીયુત ચીમનલાલ મંગળદાસના ત્યાં ફતાસા પોળમાં મળી. ।તેમાં એવો નિર્ણય થયો કે આપણું એક ડેપ્યુટેશન કસ્તુરભાઈ શેઠને મળવા જાય. આ ડેપ્યુટેશનમાં ચીમનલાલ | મંગળદાસ, અમૃતલાલ કાળીદાસ દોશી જામનગરવાળા, જેશીંગભાઈ સાંકળચંદ, પોપટલાલ ધારશીના મેનેજર સંઘવી ત્ર્યંબકલાલ અને મારે જવાનું હતું. શેઠને મળવા જવાનો ટાઈમ રવિવારના બપોરના ચાર વાગ્યાનો રાખ્યો. ચાર વાગ્યે અમે બધા ચીમનલાલ મંગળદાસના ઘેરથી નીકળ્યા. પણ અમૃતલાલ કાળીદાસ દોશી, જેશીંગભાઈ સાંકળચંદ વિગેરે કોઈને કોઈ કામનું બહાનું કરી છટકી ગયા. હું સંઘવી અને ચીમનભાઈ રહ્યા. |અમે ત્રણ જણ ચીમનભાઈની ગાડીમાં શાહીબાગ શેઠના બંગલે ગયા. રસ્તામાં સંઘવીએ મને કહ્યું, “પંડિત ! હું |શેઠ સાથે હું વાત કરીશ.” મેં કહ્યું, “ભલે”. ૧૭૮] [મારાં સંસ્મરણો યાને ૫૦ વર્ષની જૈન શાસનની આછી રૂપરેખા Page #186 -------------------------------------------------------------------------- ________________ - - - - - - - - - - - - - - - - શેઠનાં બંગલે વરંડામાં અમે બેઠા. સંઘવીએ વીરશાસનમાં આવેલી જાહેરાતની વાત કાઢી. પણ વાત, Iકરતાં બે અક્ષર બોલે અને “સાહેબ”, “સાહેબ” કીધા કરે. શેઠનો મિજાજ ગયો. તેમણે કહ્યું, “સાહેબ-I સાહેબ શું કરો છો? જે કહેવું હોય તે કહી દો. અહીં કોઈ સૌરાષ્ટ્રના દરબાર નથી.” સંઘવી એકદમ અટકી. ગયા. વાત ઉપાડી, અને કહ્યું કે “વીરશાસન આપના નામથી જે જાહેર કરે છે તેમાં આપની સંમતિ; 1 છે?” તેમણે કહ્યું, “તમે લાલભાઈ દલપતભાઈના નામથી જાહેર કરો. તે તો તમારા પ્રમાણે કરતા હતા Iને ! કસ્તુરભાઈ કરતાં તો તેના બાપ મોટા છે ને !” મેં જવાબમાં કહ્યું, “અમારે તો કસ્તુરભાઈ અને લાલભાઈ શેઠ બેય કરતાં સંઘનું નામ બરાબર છે. કારણ કે તે બધા કરતા મોટો છે”. આ પછી શેઠનો! 1 મિજાજ ગયો. તેમણે કહ્યું, “હું તો કંટાળ્યો છું. “શી ગતિ થાશે અમારી દીનાનાથ”ના ગાનારા વાણિયાઓ! લોકોનું ઉઠમણું કરવામાં અચકાતા નથી. અને મહારાજ જેવા મહારાજ તટસ્થના ચુકાદાને કબૂલ કરવાનું સ્વીકારી ફરી જાય ત્યાં શું કહેવું?” મેં કહ્યું, “સાહેબ ! આપ જાણો છો કે નહિ એની મને ખબર નથી.' jપણ અંતરીક્ષજીના કેસમાં આ સાગરજી મહારાજે સાત વર્ષની કેદની સજા થાય તેવી સ્થિતિ હતી તો પણ,j તમારા પિતા વિગેરેનો જુબાનીમાં ફેરફારવાળું બોલવાનો આગ્રહ હોવા છતાં, સત્ય બોલવાનો આગ્રહી | રાખ્યો હતો અને સત્ય બોલ્યા હતા. તે પ્રસંગે તમારા દાદીમા ગંગામાએ તમારા પિતાને ઠપકો આપ્યો હતો કે સાધુ મહારાજ સત્ય બોલવાના આગ્રહવાળા છે. તેમને ડગાવવા ન જોઈએ”. આ તે જ સાગરજી મહારાજ છે. આ કહ્યાથી શેઠ શાંત પડ્યા. પણ પછી મને કહ્યું, “મારી અને મહારાજ વચ્ચે જે પત્રવ્યવહાર થયો છે તે તમે જાણો છો ? તે જાણતા ન હો તો ખોટી પંચાતમાં ન પડો ?” મેં કહ્યું : “બધો પત્રવ્યવહાર મારા I હસ્તાક્ષરમાં લખેલો છે અને હું બધી વાતથી વાકેફ છું'. આ વાતચીત ચાલતી હતી તે દરમ્યાન ચીમનભાઈ શેઠ ઓછું સાંભળતા હોવાથી શેઠને ફરી પૂછ્યું.' “સાહેબ ! શું કહ્યું ?” શેઠે જવાબમાં કહ્યું, “કપાળ”, “તમે લોકો કશું સમજતા નથી અને બે પૈસા કમાયાથી પોતાની આબરૂ વધારવા સાધુઓનાં પ્યાદા બનો છો”. શેઠનો આ મારો પહેલો પરિચય હતો અને તે સંઘર્ષની શરૂ થયો હતો. આ પછી પણ ટ્રસ્ટ એક્ટ i વિગેરેના કામમાં પણ શેઠ સાથે મારે સંઘર્ષ રહ્યો હતો. એક વખત આણંદજી કલ્યાણજી પેઢીમાં મળેલી સંઘની I મિટિંગમાં શેઠે કહેલું કે “ઉજ્જડ ગામમાં એરંડો પ્રધાન” એમ મને ઉદ્દેશીને તેમણે ટીકા કરેલી. આ જ્યારેT 1 ટીકા કરેલી ત્યારે હું ધર્મસાગરજી મ. પાસે કાનપુર ગયો હતો. આવ્યા પછી જાણ્યું કે શેઠે આવી ટીકા કરી! ' હતી. આ મિટિંગમાં માયાભાઈ શેઠ, ચીમનલાલ કડિયા વગેરે હાજર હતા, પણ તેમાનાં કોઈએ મારો બચાવ કર્યો ન હતો. જો કે આ બધા અંદરખાનેથી મારી પ્રવૃત્તિને ટેકો આપતા હતા, પણ શેઠની આગળ કાંઈ કહેવાની કોઈની ગુંજાશ ન હતી. (૮) અમદાવાદમાં રાષ્ટ્રીય આગેવાનોની મિટિંગ હતી. પરંતુ કસ્તુરભાઈ શેઠે નગરશેઠના કહેવાથી ડાંગરવા સ્ટેશનની નજીક જાસલપુર ગામની શાળાનું ઉદ્ઘાટન કરવાનું સ્વીકારેલ, તે મુજબ તેઓ જાસલપુરી જવા અમદાવાદનાં જૂના સ્ટેશને આવેલા. હું પણ આ જાસલપુરના ભાઈઓના આગ્રહથી ત્યાં જવા અમદાવાદ સ્ટેશને આવેલો. હું ગાડી ઉપડવાનો ટાઈમ જોતો હતો તે વખતે શેઠ ત્યાંથી પસાર થયા. મને કહ્યું ““ક્યાં જવું છે?” મેં કહ્યું, “આપ જાઓ છો ત્યાં”, શેઠ ફર્સ્ટ ક્લાસમાં બેઠા. જાસલપુરના ભાઈઓએ મને પણ =============================== | જુદા જુદા આગેવાન ગૃહસ્થોનો પરિચય [૧૭૯ - — — — — — — — — — — — — — — — Page #187 -------------------------------------------------------------------------- ________________ ફર્સ્ટ ક્લાસમાં આવવા આગ્રહ કર્યો. હું અને શેઠ એક ડબામાં બેઠા. થોડીવાર પછી અમારી વચ્ચે વાતો શરૂ | થઈ. તેઓ મને પ્રભુદાસભાઈની સોબતથી કાઠિયાવાડના કોઈ ગામનો હું વતની છું તેમ માનતા હતા. પણ I વાત નીકળતાં મેં તેમને કહ્યું, “પાટણ પાસેનાં રણુજ ગામનો હું વતની છું”. આ પછી તેમની સાથે ખૂબખૂબ વાતો થઈ તે અમે જાસલપુર જઈ પાછા આવ્યા ત્યાં સુધી તેમણે મારી સાથે મન મૂકી વાતો કરી. સ્ટેશને ઊતર્યા બાદ તેમણે મને તેમના બંગલે જમવાનું કહ્યું. મેં ના કહી, મારા ઘેર રાહ જોતા હશે. પણ ત્યાર પછી શેઠની સાથે સવિશેષ નાતો બંધાયો. થોડા દિવસ બાદ કેશુભાઈ શેઠ દ્વારા જાણ્યું કે જીવાભાઈ શેઠ વિગેરે સાથે શેઠ હતા ત્યારે શેઠે કહ્યું કે “પંડિત મફતલાલ ખૂબ હોશિયાર અને સમજદાર માણસ છે. આવો ભણેલો માણસ પ્રેસના ધંધામાં જોડાય તે ઠીક નથી. તેને આવા ધંધામાંથી ફારગત કરી શાસનનાં કાર્યમાં જોડવા જોઈએ”. આ વાત તેમણે શેઠ જીવાભાઈ વિગેરેને કહી. એટલું જ નહિ, કાંતિલાલ ચીમનલાલ ઢેલસાવાળાનાં વિગેરેને પણ પ્રસંગ મળતાં કહી. જેને લઈ શેઠની આ વાત કહેવાની અસરથી આ લોકોએ મારી સાથે સંબધ વધાર્યો. ત્યારબાદ શેઠ કોઈ ને કોઈ પ્રસંગે મને પાનકોરનાકા બોલાવતા, અને શાસનનો કોઈ પ્રશ્ન હોય | તો મને પૂછતા પણ હતા. સુરેન્દ્રનગરમાં છોટાલાલ જમનાદાસના નામથી દવાખાનાનું ઉદ્ઘાટન હતું, ત્યારે કાંતિલાલ ચીમનલાલ કોલસાવાળાએ મને ખાસ સુરેન્દ્રનગર આવવા આમંત્રણ આપ્યું. હું સુરેન્દ્રનગર ગયો. શેઠનો વધુ |પરિચય થયો. અને વળતી વખતે તેમની જ ગાડીમાં હું અમદાવાદ આવ્યો. ત્યારબાદ શ્રાવક સંમેલન, શંત્રુજ્યની ઉપર નૂતન દેરાસરની પ્રતિષ્ઠા, હરિજન પ્રવેશ વિગેરે વિગેરે | જે કોઈ પ્રસંગો બન્યા તેમાં કસ્તુરભાઈ શેઠ સાથેનો મારો પરિચય વધુ ગાઢ બન્યો. અને મારા ત્યાં દીકરાના લગ્નમાં તેમણે હાજરી આપી. એટલું જ નહિ પણ, અવારનવાર મારા ધંધા માટે પણ પૂછતા કે કેટલો વકરો કરો છો અને કેટલા ટકા નફો બંધ બેસે છે. મારી ગેરહાજરીમાં મારા દીકરાને પૂછી, મારો કેવો ધંધો ચાલે છે તે ઉપર ધ્યાન આપતા. (૯) કસ્તુરભાઈ શેઠમાં ખાસ મહત્ત્વનો ગુણ એ હતો કે વિરોધીનો પણ સાચો રાહ હોય તો તે કબૂલ કરવાનો, અને રોજ પાસે બેસનારનો રાહ ખોટો હોય તો તેને સ્પષ્ટ ના સુણાવવાનો અજબ ગુણ હતો. પરંતુ તેમની આગળ તેમના તેજમાં અંજાયા વગર પોતાની સાચી વાત રજૂ કરવાની સામા માણસમાં ત્રેવડ હોવી જોઈએ. . મેં કેટલીય વાર તેમને રોજના પાસે બેઠેલા માણસો કોઈ વાત કરે અને તે બરાબર ન હોય તો સ્પષ્ટ ' ના સુણાવતા જોયા છે. અને તેમનો કટ્ટર વિરોધ કરનારા કોઈ પણ પ્રપોઝલ મૂકે, તે પ્રપોઝલ મૂકનારને ખાત્રી હોય કે મારી પ્રત્યે શેઠ નારાજ છે તેથી મારી વાત નહિ માને, છતાં સાચી વાત હોય તો તેનો સ્વીકાર કરતા શેઠ અચકાયા નથી. શેઠની ૫૫ વર્ષની ઉંમર થયા બાદ તેમણે જૈન સંઘના ધાર્મિક પ્રશ્નોમાં સારો રસ લેવા માંડ્યો હતો. તેમને સાધુ સંસ્થાના ત્યાગ, તપશ્ચર્યા અને જીવન ઉપર ખૂબ રાગ હતો. તે માનતા કે જૈન સાધુના જેવું [મારાં સંસ્મરણો યાને ૫૦ વર્ષની જૈન શાસનની આછી રૂપરેખા ૧૮૦] Page #188 -------------------------------------------------------------------------- ________________ જીવન જીવનાર આજે દુનિયામાં કોઈ વર્ગ નથી. આનું જતન અને રક્ષણ કરવું તે આપણી અનન્ય ફરજ છે, તેમ માની તેમણે સાધુ સંસ્થાનાં પ્રશ્નમાં રસ લેવા માંડ્યો હતો. તેમના કાને અથડાતી શિથિલાચારની વાત તેમને નજીવી લાગતી હતી. તે માનતા હતા કે સોમાં બે-ચાર માણસો શિથિલ હોય તેથી આખી ઉત્તમ સાધુ! | સંસ્થા વગોવાય તે બરાબર નથી. આથી તેવા થોડા શિથિલ સાધુઓને સારા બનાવવા પ્રયત્ન કરવો. અને તેમાં સારા ન બની શકે તેવા હોય તેને સમજાવી સાધુપણામાંથી ફારગત કરવા. કેટલાક સમજાવ્યા છતાં iફારગત ન થાય તેવા માથાભારે હોય તેમની સાથે કડક હાથે કામ લઈ તેમને દૂર કરવા. ઉત્તમ સાધુ-સંસ્થાનું વિગોવાય તે ઠીક નથી. આ માટે તેમણે પાછળના વર્ષોમાં ખૂબ ખૂબ પ્રયત્ન કર્યો. તે માટે કયા સમુદાયમાં! I કોણ માથાભારે છે, તેનાં નામ મેળવ્યાં, અને તેમની સામે કડક હાથે કામ લેવા તે-તે સમુદાયના મુખ્યT - આચાર્યોને મળવાનું રાખ્યું. પણ આ કામમાં મુખ્ય આચાર્યોનો પૂરો સાથ ન મળવાથી તેમણે આ માટે શ્રાવક-સંમેલનમાં નીમેલી કમિટી બરખાસ્ત કરી. તેમનાં જીવનમાં આ કરવા યોગ્ય કાર્ય નહિ થવાથી ડંખ j હતો પણ તેમાં તે નિરૂપાય હતા. પૂ. આ વિજય પ્રેમસૂરિ મહારાજની તેમને આ સંબંધમાં ખૂબ પ્રેરણા હતી. તેને લઈને જ તેમણેT Jઆ કામ ઉપાડ્યું હતું. શ્રાવક-સંમેલનમાં એક વગદાર કમિટી નીમી હતી. આ પછી અમદાવાદના અનેT બહારગામના ખાસ આગેવાનોને તેમણે ત્યાં બોલાવ્યા હતા. અને ક્યા સમુદાયમાં કયા માથાભારે સાધુ છે. તે જણાવી તે સામે પગલાં લેવા વિચાર્યું હતું. અને તે માટે તે-તે સમુદાયના આગેવાન શ્રાવકોને તેમની પાસે મોકલ્યા હતા. આવો એક પ્રસંગ મને યાદ છે તે આ મુજબ હતો : | જીવાભાઈ શેઠને તેમણે પ્રેમસૂરિ મ. પાસે મોકલ્યા. અને તેમની આગળ તેમના સમુદાયના માથાભારે | સાધુનું નામ સૂચવ્યું. પ્રેમસૂરિ મહારાજ શિથિલાચારને દૂર કરવાના વિચારના હતા, પણ આ સાધુનું નામ I આવતાં તે ચમક્યા. જીવાભાઈને કહ્યું, “આ સાધુ તો ચાલીસ વર્ષનો દીક્ષિત છે. તેની સામે કાંઈ કરવામાં! આવે તો તેના છાંટા ઘણાને-૨૫-પચ્ચીસ જણને ઊડે તેમ છે. માટે આ ન થઈ શકે”. જીવાભાઈ શેઠ પાછા આવ્યા. કસ્તુરભાઈ શેઠને મળ્યા અને કહ્યું કે મહારાજનો આવો જવાબ છે. શેઠ વિચારમાં પડ્યા. જે મને jઆજ સુધી પ્રેરણા આપતા હતા તે જ જો ઢીલા પડે તો કામ કઈ રીતે થાય? આ પછી શેઠે શિથિલાચારને Tદૂર કરવાનો પોતાનો જે વિચાર હતો તે માંડી વાળ્યો. પરંતુ પ્રેમસૂરિ મહારાજે આ વાત તેમના ભક્તો દ્વારા જાણી ત્યારે તેમને દુઃખ થયું. તેમણે મનેT ! બોલાવ્યો, અને કહ્યું, “શેઠ શિથિલાચાર દૂર કરવાનો વિચાર માંડી વાળવાનું રાખે નહીં. આ કામ કરવાનું ' જેવું છે. હું તેમને સાથ આપવા તૈયાર છું. આ પછી હું શેઠને લઈને પ્રેમસૂરિ મને મળ્યો. રૂબરૂ વાત ' કરાવી. શેઠે તેમને કહ્યું. “સાહેબ ! આપ ઘડીકમાં તૈયાર થાઓ અને ઘડીકમાં ઢીલા પડો તે કામ ન આવે.' તમે આ કામ માટે મને લેખિત આપો તો જ આગળ-વધાય” મહારાજ લેખિત આપવા તૈયાર થયા. તેમણે દિશાપોરવાડના ઉપાશ્રયે મારી અને શેઠની રૂબરૂમાં લખાણ તૈયાર કર્યું. પણ સહી વખતે મને બોલાવી કહ્યું,T |“મફતલાલ ! જ્ઞાનમંદિરમાં અમારા સાધુ હિમાંશુવિજય અને હેમંતવિજયજી છે તેમને જણાવી સહી કરું તો! | ઠીક લાગે”. શેઠે કહ્યું, “ભલે.” અને શેઠ ઊભા થયા. ત્યારબાદ બીજા દિવસે મહારાજે ભક્તો દ્વારા પ્રયત્ન ' કર્યો પણ તેમને હિમાંશવિજયજી અને હેમંતવિજયજીનો ટેકો ન મળ્યો. તેમણે મને બોલાવ્યો અને કહ્યું, j “આ બે સાધુ લેખિત લખાણ આપી સહી કરવાની ના પાડે છે. તમે તેમને મળો અને સમજાવો”. મેં કહ્યું Iકે તમારા બન્ને ચેલા છે, છતાં જે તમને ના પાડે છે તે મારું થોડું જ માનવાના છે? આમ છતાં તમે મારી =============================== | જુદા જુદા આગેવાન ગૃહસ્થોનો પરિચય - - - - - -- - -- - - - - - [૧૮૧] = = = = | | | - Page #189 -------------------------------------------------------------------------- ________________ |સાથે ભાનુ વિજયજી મ.ને મોકલો તો હું મહેનત કરું. તે મુજબ તેમણે બીજા દિવસે ભાનુવિજયજી મ. ને| મોકલ્યા. અમે હિમાંશુવિજયજીને ઘણું સમજાવ્યા પણ તે માન્યા નહિ અને કહ્યું કે “શેઠ મહારાજને એમ કહે કે તમારી મોઢાની વાતમાં મને વિશ્વાસ નથી. લેખિત આપો તો જ મને વિશ્વાસ બેસે. આ મને ગમ્યું નથી, તેથી હું ના પાડું છું. શેઠ ગમે તેવા મોટા માણસ હોય. પણ એમને આપણા ઉપર વિશ્વાસ ન હોય તો એમની સાથે કામ કરવાનો કોઈ અર્થ નથી”. આ પછી હું ફરી મ.ને મળ્યો. મ. ને તેમના એક ભક્ત રમણલાલ ।વજેચંદે કહ્યું કે ‘‘સાહેબ, આપની આવી મહત્ત્વની બાબતમાં પંડિતને શું કામ રાખો છો. મારે શેઠ સાથે ક્યાં |સંબંધ નથી ?'’ આ પછી તે શેઠને મળ્યા, પણ શેઠે દાદ દીધી નહિ. ત્યારબાદ શેઠ પરદેશ ગયા. ત્યાંથી આવ્યા બાદ પ્રેમસૂરિ મ.ને ચંદ્રશેખર વિજયજી અને મુકિતવિજયજી મળ્યા પછી તેમણે મને કહ્યું કે ‘‘હું લેખિત ! આપવા તૈયાર છું'. તે મુજબ મેં મ. શ્રી પાસે લખાણ કરાવ્યું. સહી લીધી. પણ તેમાં પહેલાનાં જેવો લખાણમાં જુસ્સો ન હોવાથી શેઠે મને કહ્યું, ‘‘આ બરાબર નથી, ફરી લખાણ તૈયાર કરો”. તે વખતે મહારાજ સાણંદ પ્રતિષ્ઠા પ્રસંગે પધાર્યા હતા. હું સાણંદ ગયો. ઘડીક લખાણ પર સહી કરવાની હા પાડે અને ઘડીક ના પાડે. પણ છેવટે તેમની સાથેનાં સાધુઓનાં દબાણથી સહી કરી. શેઠને મેં આ બધી વાત કરી. શેઠે [કહ્યું, “આમાં પડવા જેવું નથી. જેનો સાથ લઈ આપણે પ્રયત્ન કરવા માગીએ છીએ તે નિર્બળ હોય તો ! કામ પાર પડે નહિ”. ટૂંકમાં ત્યારબાદ તેમણે શિથિલાચારને દૂર કરવાનું કામ છોડી દીધું. (૧૦) કસ્તુરભાઈ સાથે આમ તો ઘણા પ્રસંગો બન્યા છે. પણ તે પ્રસંગો એક યા બીજી રીતે જુદા-જુદા બનાવોમાં આવી ગયા છે તેથી પુનરૂક્તિ થાય તેથી જણાવેલ નથી. કસ્તુરભાઈ શેઠ આ કાળના જૈનસંધમાં સર્વમાન્ય પુરુષ હતા. તે પ્રતિભાવંત અને દીર્ઘદૃષ્ટિવાળા । હતા. તેમણે રાણકપુર, આબુ વિગેરેનાં મંદિરોનો જીર્ણોદ્ધાર એવી રીતે કરાવ્યો કે વસ્તુપાલ-તેજપાલ વિગેરેએ જે જીર્ણોદ્ધાર કરાવેલો તેવો જ પત્થર પોતાની લાગવગથી મેળવી તેવા જ શિલ્પને અનુરૂપ જીર્ણોદ્ધાર કરાવ્યો છે. અને રાણકપુરનું દેરાસર જે ભવ્ય હતું તેની ભવ્યતા પૂરેપૂરી સચવાઈ રહે તેનું પૂરું લક્ષ્ય રાખી ભારતના અને પરદેશના શિલ્પીઓને બોલાવી તેનો જીર્ણોદ્ધાર કરાવ્યો છે. આ બે સ્થાનોને પરદેશથી ભારતમાં આવતા ।મુલાકાતીઓને ભારતીય દર્શનીય સ્થાનોમાં અજોડ સ્થાન અપાવ્યું છે. તે જ રીતે જૂનાગઢ, શંત્રુજ્ય વિગેરેનાં |મંદિરોનો જીર્ણોદ્વાર તેના જૂના શિલ્પને પ્રગટ કરવા સાથે તે સ્થાનોનો જીર્ણોદ્વાર ખૂબ સરસ રીતે કરાવ્યો | છે. પેઢી હસ્તકનાં જે કોઈ મંદિરો હતાં, તે બધાં મંદિરોને સુઘડ અને વ્યવસ્થિત બનાવ્યાં છે. તેમણે તેમના જીવનકાળ દરમ્યાન જૈનશાસનમાં સર્વતોમુખી કાર્ય કર્યું છે. પચાસ વર્ષથી વધુ સમય સુધી પેઢીના પ્રમુખપદે તે રહ્યા છે. પેઢીને સમૃદ્ધ બનાવી છે. તેનો વહીવટ વિશ્વસનીય બનાવ્યો છે. પોતાના મિલ વિગેરેના ઘણા વ્યવસાયો હોવા છતાં પેઢીનાં દરેક કામોમાં અને જૈન શાસનમાં દરેક કાર્યમાં તે સક્રિય રહ્યા છે. તેમણે કરોડોથી પણ વધુ રૂપિયાની સખાવત કરી છે. નાની ઉંમરે પોતાના માથે આવી પડેલ પોતાના પિતાનો | |વ્યવહારિક બોજો ઉઠાવી ધંધાને વિકસાવી તેમણે ભારતના ઉદ્યોગપતિઓમાં વિશિષ્ટ સ્થાન મેળવ્યું છે. તે I જ રીતે જૈન શાસનમાં પણ તેઓ વિશિષ્ટ સ્થાન ધરાવતા હતા. [મારાં સંસ્મરણો યાને ૫૦ વર્ષની જૈન શાસનની આછી રૂપરેખા ૧૮૨] Page #190 -------------------------------------------------------------------------- ________________ - - શેઠ ભગુભાઈ ચુનીલાલ સુતરીયા અમે વિદ્યાભવનમાં ભણતા હતા, ત્યારથી ભગુભાઈ શેઠનું નામ સાંભળ્યું હતું. અમે ભણતા હતા તે વખતે તેમણે અમદાવાદમાં નીતિસૂરિ મ. પાસે ઉપધાન કરાવેલાં. નીતિસૂરિ મ.નો વિદ્યાભવન ઉપર અને |પ્રભુદાસભાઈ ઉપર ઉપકાર હોવાથી તેમનાં નામ અને પ્રભાવથી પરિચિત હતા પણ તેમનો સંબંધ અને 'પિછાણ તો અમદાવાદમાં આવ્યા પછી કેટલાક વખત બાદ થયાં, અને તે પણ નીતિસૂરિ મ.ના પરિચયમાં અંગે જ. (૨) બીજા વિશ્વયુદ્ધના તે અરસામાં ભગુભાઈ શેઠ, ચીમનભાઈ લાલભાઈ વિગેરેએ મને કહેલું કે |“સાંજે આઠ વાગ્યા પછી તમે પંડિતજી, એક કલાક રાખો, અને તેમાં ધાર્મિક વાંચન કરવાનું રાખીએ”.I મેં હા પાડી. અને મહાવીર સ્વામીના દેરાસરના ઢાળ ઉપર આવેલ બાલાભાઈ કક્કલની પાઠશાળામાં સાંજેT ! એક કલાક આપવાનું નક્કી કર્યું. આ મોટી ઉંમરના આગેવાન ગુહસ્થોના કલાસમાં ભગભાઈ. ચીમનભાઈ! લાલભાઈ, માયાભાઈ સાંકળચંદ, પન્નાલાલ ઉમાભાઈ, ચુનીલાલ ભગુભાઈ વિગેરેએ આવવાનું શરૂ કર્યું. આ રાતની પાઠશાળામાં પૂજાઓના અર્થ અને પૂર્વાચાર્યોનાં જીવનચરિત્ર સંબંધની વાતો હું કહેતો. ! આ ગૃહસ્થો ધાર્મિક સંબધી મને કોઈ પ્રશ્નો પૂછતાં તો તેનો જવાબ આપતો. આ કામ થોડો વખત ચાલ્યું,! તેવામાં બીજા વિશ્વયુદ્ધના લીધે બ્લેકઆઉટ થયો. આ બ્લેક આઉટ હોવા છતાં થોડો વખત તો આ પાઠશાળા 1 ચાલી. પરંતુ પછીથી ચીમનભાઈ શેઠને અંધારાના કારણે રખડતી ગાયે જરાક વગાડ્યું ત્યારથી તે આવતા; i બંધ થયા. અને પાઠશાળાનો રાત્રિનો વર્ગ બંધ થયો. પરંતુ ચીમનભાઈએ અને ભગુભાઈએ મને એક-એક Tલાક પોતાને ત્યાં આવવાનું જણાવ્યું. આ મુજબ હું ભગુભાઈ શેઠના ત્યાં બપોરે ચાર વાગ્યે અને ચીમનભાઈ શેઠના ત્યાં સવારે દસથી! 1 અગિયાર વાગ્યે એમ ભણાવવા જતો. ભગુભાઈ શેઠના ત્યાં સામયિકમાં બેસી શાંત સુધારસ ભાવના અને i ઉપદેશમાળા વિગેરે વાંચતો. પણ ભગુભાઈનો સ્વભાવ વાતોડિયો હોવાથી તેઓ મારી સાથે સંઘની અને | સમાજની વિવિધ વાતો કરતા. તેમને હું વાંચતો તે યાદ ઓછું રહેતું. પણ વાંચનમાં સમય જાય તે ગમતું.' [તેથી હું હંમેશા ત્યાં કલાક આપતો. આ ઉપરાંત પણ તેઓ મને કોઈને કોઈ કામ પ્રસંગ તેમને ઘેર બોલાવતા અને મારી સાથે ઘનિષ્ઠ j સંબંધ રાખતા. તે વખતે હું જૈન બોર્ડિગમાં ધાર્મિક શિક્ષક તરીકે બોર્ડિંગના વિદ્યાર્થીઓને ભણાવતો ત્યારે ત્યાં જવા! | માટે સાઈકલનો ઉપયોગ કરતો. આમાં એક વાર પગ તરગોડ થયો અને મારે ઘેર પંદર દિવસ આરામ કરવો પડ્યો... આ પંદર દિવસ દરમ્યાન ભગુભાઈ શેઠ મારે ઘેર ખેતરપાળની પોળે આવતા. અડધો કલાક કે કલાક | બેસતા અને વાતો કરતા. શેઠ સાથે એટલો બધો નાતો હતો કે મારા દીકરાનાં લગ્ન પ્રસંગે ગાદી તકિયા,i વાસણ કણ ને બધું તેમને ત્યાંથી તેમણે મોકલ્યું હતું. અને નાની મોટી બધી બાબતોમાં સહાયરૂપ થતા.1 ==================== ======= ==== જુદા જુદા આગેવાન ગૃહસ્થોનો પરિચય [૧૮૩ — - - - Page #191 -------------------------------------------------------------------------- ________________ ભગુભાઈ શેઠનો ધંધો શરાફનો, તે ઉપરાંત કાપડનો હતો. તેમાના કુટુંબમાં તેઓ મોટા અને આખા | કુટુંબને માન્ય પુરુષ હતા. અમદાવાદ શહેરમાં કૌટુમ્બિક કે વ્યવહારિક કોઈ પણ મુશ્કેલી હોય તો તેમની | સલાહ લેવામાં આવતી. અને તેઓ બહુ જ સમજણપૂર્વક સલાહ આપતા અને દરેક માણસને વડીલ તરીકે પ્રેમ આપી તેને હૂંફ આપતા. જૈન સંઘમાં અને ખાસ કરીને અમદાવાદના સંઘમાં દરેક બાબતમાં તે પૃચ્છાયોગ્ય પુરુષ હતા. તેમનો સ્વભાવ ધીર ગંભીર શાંત અને ડાહ્યો હતો. સાધુભગવંતો પણ તેમની સલાહ |લેતા. તેમની સાથેનો મારો સંબંધ ખૂબ જ ગાઢ હતો. રોજ કોઈને કોઈ કામે તેઓ મને બોલાવતાં. ઉનાળામાં |ડુમ્મસ વિગેરે ઠેકાણે મહિના-માસ માટે આરામ કરવા જતા ત્યારે પણ મને અનુકૂળ હોય તો સાથે લઈ| જવાનો આગ્રહ રાખતા અને હું પણ અનુકૂળતા પ્રમાણે તેમની સાથે જતો. તેઓ તેમના જીવનકાળનાં છેલ્લાં વર્ષોમાં ખૂબ સાવધાન હતા. તેમને લાગ્યું કે હવે જીવન લાંબું ચાલે તેમ નથી ત્યારે તેમણે એક-એક વહીવટમાંથી રાજીનામું આપ્યું. પોતાની મિલ્કતમાંથી પણ તેઓ છૂટા |થયા અને જેમના નામે કરવાની હતી તે કરાવી નિવૃત્ત થયા. ધર્માદામાં અને શુભ કાર્યમાં આપવાની રકમ | તેમણે જ્યાં જ્યાં આપવાનું નક્કી કર્યું હતું ત્યાં ત્યાં આપી દીધી. તેમની સેવા કરનારાઓને ઇનામ કે મદદ | કરવાની હતી, તે પણ બોલાવી આપી. દીધી. તે શેઠ આણંદજી કલ્યાણજી પેઢીના ટ્રસ્ટી હતા. છેલ્લે પેઢીમાંથી રાજીનામું આપ્યું. આ રાજીનામા વખતે કસ્તુરભાઈ શેઠ હાજર ન હોવાથી બીજા ટ્રસ્ટીઓએ મંજૂર ન કર્યું. શેઠ આવે ત્યાં સુધી રાહ જોવા કહ્યું. ત્યારે ભગુભાઈ શેઠે કહ્યું, “મારા જીવનનો ભરોસો નથી. શેઠની હું ।રાહ જોઈ શકું નહિ. મારું રાજીનામું પાસ કરો. હું પેઢીના ચેકો કે કોઈ વહીવટમાં સહી કરવાનો નથી”. ફરજિયાત પેઢીનાં બીજા ટ્રસ્ટીઓને તેમનું રાજીનામું પાસ કરવું પડ્યું. 1 તેમનો છેલ્લો અંતિમકાળ ખૂબ જ અનુમોદનીય હતો. બપોરે ૩-૦૦ વાગ્યાનો સમય હશે. શેઠના ત્યાંથી મને બોલાવવામાં આવ્યો. હું ઘુસાપારેખની પોળેથી તેમના ઘરે ગયો. તે સ્વસ્થ હતા. પણ ગભરામણ હતી. તેમણે કુટુબના બીજા સભ્યો ભોગીલાલ સુતરીયા વિગેરેને બોલાવ્યા. બધાને મિચ્છામિ દુક્કડમ દીધો. |થોડા વખત પછી સુતર મહાજન દવાખાનાના ડૉક્ટર આવ્યા. તેમણે તપાસી દવાની ગોળી આપી. શેઠે દવા | Iલેવાની ના પાડી. ડૉક્ટર ગયા. ત્યારબાદ શેઠે ચૈત્યવંદન કર્યું. સંથારાપોરસી ભણાવી. પુણ્યપ્રકાશનું સ્તવન ! સાંભળ્યું. ફરી મિચ્છામિ દુક્કડમ દીધો. ચારે આહારનાં પચ્ચકખાણ કર્યાં. ખૂબ સ્વસ્થતાપૂર્વક જરા પણ વેદના અનુભવ્યા વિના આંખો મરડી અને દેહ છોડ્યો. આવું મૃત્યુ મેં કોઈનું જોયું નથી. સ્ટેશને જવા માટે માણસ જેમ તૈયાર થાય તેમ તે પરલોક સીધાવ્યા. હું Iતે સ્વર્ગવાસ પામ્યા ત્યારે તેમણે તમામ વહીવટોમાંથી રાજીનામાં આપી દીધા હતાં. સુકૃત કરવાનું જે કાંઈ! હતું, તે તેમણે હાથે કર્યું હતું. પુત્રો કે પરિવારને કરવાનું બાકી રાખ્યું ન હતું. ખૂબ સ્વસ્થ ચિત્તે તેઓ સ્વર્ગવાસી બન્યા. તેમના મૃત્યુથી અમદાવાદ શહેરે ડાહ્યો નાગરિક અને જૈન સંઘે શાસનહિતૈષી પુરુષ અને તેમનાં કુટુંબે તેમનો મોભ ગુમાવ્યો. તેઓ શ્રીયુત ચીમનભાઈના મૃત્યુથી સાવધ થઈ ગયા હતા. તેમણે મને કહ્યું હિતું કે ‘‘ચીમનભાઈ મારાથી દસ-પંદર વર્ષે નાના હતા. અને અચાનક માંદગીમાં પટકાયા. ભાન ગુમાવ્યું. દિવસો હેરાન રહી ગુજરી ગયા. મારે તે જોઈ ચેતવું જોઈએ અને જીવનની બધી પ્રવૃત્તિ સમેટવી જોઈએ'. એમ કહી તેમણે તેમનાં જીવનને ખૂબ વિચારપૂર્વક સમેટી લીધું. તેમનું જીવન ખૂબ આદર્શરૂપ હતું. ૧૮૪] [મારાં સંસ્મરણો યાને ૫૦ વર્ષની જૈન શાસનની આછી રૂપરેખા Page #192 -------------------------------------------------------------------------- ________________ શેઠ ચીમનભાઈ લાલભાઈ શ્રીયુત શેઠ ચીમનભાઈ હીરાચંદ રતનચંદની પેઢીના મુખ્ય સંચાલક હતા. અમદાવાદની તે વખતની pi કાપડની પેઢીઓમાં તેમનું સ્થાન પ્રથમ હતું. તેમની અમદાવાદમાં પાંચ-છ પેઢીઓ ચાલતી. અમદાવાદના Jપ્રતિષ્ઠિત પુરુષોમાં તેમની ગણના હતી. તેમના નાના ભાઈએ દીક્ષા લીધી હતી. જે પાછળથી યશોદેવસૂરિના, Iનામે પ્રસિદ્ધ હતા. - ચીમનભાઈને પુત્ર નહોતો. બે પુત્રીઓ હતી. યશોદેવસૂરિનું સંસારી નામ જેશીંગભાઈ હતું. તેમને jત્રણ પુત્રો હતા. જેશીંગભાઈની દીક્ષા લીધા બાદ તમામ પેઢીઓનો વહીવટ ચીમનભાઈ સંભાળતા. ચીમનભાઈj નેમિસૂરિ મ.ના અનન્ય ભક્ત હતા. અને ધાર્મિક અનુષ્ઠાનમાં તેઓ દરેક અનુષ્ઠાન ડહેલાના ઉપાશ્રયે કરતા.1 તેમનો પરિચય બ્લેક આઉટ વખતથી રાત્રિની પાઠશાળાથી થયો અને વધ્યો. આ પાઠશાળાનો રાત્રિનો વર્ગ | બંધ થયા બાદ તેમને ત્યાં હું બે કલાક ભણાવવા જતો. તેમાં સવારે દસથી અગિયાર અને રાત્રે આઠ વાગ્યા! ; પછી જતો. તેઓ ખૂબ નિયમિત હતા. ગમે તેટલો વ્યવસાય હોય છતાં તે સમેટીને મારા ભણાવવાના વખતે તેઓ ભણવા બેસી જતા. હું સામાયિકમાં જ ભણાવતો. તેમની સ્મરણશક્તિ સારી હતી. તેઓ આગલા [દિવસે ભણેલું પછીનાં દિવસે રિપીટ કરી જતા. તેમની નિયમિતતાનો એક પ્રસંગ કહું. | મારો ભણાવવાનો સમય દસ વાગ્યાનો હતો. હું તેમની પેઢીએ ગયો ત્યારે ઘાંચીની પોળવાળા! ; મોહનભાઈ અને બુધાભાઈ વિગેરે બેઠેલા હતા. તેમણે મને આવેલો જોઈ કહ્યું, “પંડિતજી ! આજે શેઠ કામમાં છે. કાલે આવવાનું રાખજો.” ચીમનભાઈ શેઠ તરત બોલ્યા. “પંડિતજીને ધક્કો ખવડાવવાનો નથી.' | તમારે કામ હોય તો કાલે આવજો. આમ ભણવાનું બંધ રાખીએ તો છેવટે આળસ થાય. માટે આ કામ| પહેલું, પછી બધું.” . તેઓ ખૂબ અનુષ્ઠાનપ્રિય હતા. પ્રતિક્રમણ કે પૌષધ કરે ત્યારે બધી ક્રિયાઓ ઊભા રહી કરતા. બહુ jજ મિતભાષી અને દીર્ધદષ્ટિવાળા પુરુષ હતા. લાખોનો વેપાર અને ઘણી પેઢીઓ ચલાવતા હોવા છતાં ખૂબ સ્વસ્થ રીતે દરેક પ્રશ્નને તેઓ ઉકેલતા. તેમનો પરિચય ભણાવવાના કારણે મારે ખૂબ સારો થયો. પણj Iભગુભાઈ શેઠના જેટલો ગાઢ નહિ. કેમકે તેઓ ખૂબ કાર્યરત હતાં, અને જરૂર પૂરતી વાત સિવાય બીજી વાતમાં પડતા ન હતા. તિથિ-ચર્ચાની વાતો ચાલતી હતી તે અરસામાં તેમણે પાલિતાણામાં ચોમાસું કર્યું હતું અને ત્યારબાદ jનવ્વાણુંયાત્રા કરી હતી. પાલિતાણામાં તેઓ વંડામાં ઊતર્યા હતા અને ત્યાં રસોડું રાખ્યું હતું. પાલિતાણાની નિવ્વાણું યાત્રા દરમ્યાન કોઈ દિવસ તે ઘોડાગાડીમાં બેઠા ન હતા. પગે ચાલતા તળેટીએ જતા અને ઉપરી ! પણ દાદાની યાત્રા કરતા. નવ્વાણું યાત્રા દમ્યાન નેમિસૂરિ મ. રોહિશાળા પધાર્યા, ત્યારે તેઓ પગે ચાલતા! | રોહિશાળા ગયા હતા. પાલિતાણાની નવ્વાણું યાત્રા દરમ્યાન તેઓ તમામ પ્રવૃત્તિથી નિવૃત્ત થઈ ધર્માનુષ્ઠાનમાં રોકાયેલા હતા. તેમની સાથે એ વખતે આ નવ્વાણુંની યાત્રામાં ઘાંચીની પોળના બુધાભાઈ વિગેરે હતા. હું jતે વખતે પાલિતાણામાં સાગરજી મ. પાસે તિથિચર્ચાના કામ અંગે રોકાયેલો હતો. ત્યારે તેમના આમંત્રણથી તેમનાં રસોડે જમતો હતો. તેમનું રસોડું સાધુ-સાધ્વીઓ માટે અલંગ હતું. કોઈ પણ સાધુ-સાધ્વીને દવા==================== ==== ======= જુદા જુદા આગેવાન ગૃહસ્થોનો પરિચય I [૧૯૫] Page #193 -------------------------------------------------------------------------- ________________ Tદારૂ કે વૈયાવચ્ચ માટે કોઈ પણ જરૂર હોય તો તેમના ત્યાંથી વ્યવસ્થા થતી. તેમની નવાણું યાત્રા આદર્શરૂપી Jહતી. (૨) તેમની સાથે (ચીમનભાઈ) અંગત પરિચય બહુ ઓછો હતો પણ તેમની લાગણી મારે માટે ખૂબ lહતી. તેમની નવ્વાણું યાત્રા દરમ્યાન મારે ભણાવવાનું બંધ રહ્યું, એટલે મને તેમની પેઢીમાંથી જે પગારાં મળતો તે મેં લેવો બંધ કર્યો. શેઠે યાત્રા કરીને આવ્યા બાદ જાણ્યું કે પંડિતજીએ પગાર લીધો નથી. તેમણેT 'મને ખૂબ આગ્રહ કર્યો અને કહ્યું કે “તમે બારે માસ આવનાર છો, પગાર લેવો જોઈએ”. તેમના આગ્રહથી! તે મેં લીધો. i બીજો એક પ્રસંગ મારા નાના ભાઈનો છે. મારા નાના ભાઈ મણિલાલ રતનપોળમાં રૂપમમાં | નિોકરી કરતા હતા. તે વખતે તેમને રૂ. ૩૦ જેવો પગાર હશે. રૂપમમાં કેટલોક વખત નોકરી કર્યા બાદ ત્યાંના મેનેજર જેચંદભાઈ સાથે નહિ ફાવવાથી રૂપમની નોકરી છોડી દીધી. ભણાવવાના પરિચયને કારણે !ચીમનભાઈ શેઠને વાત કરી કે મારો ભાઈ રૂપમમાં કાપડની નોકરી કરતો હતો. તેણે તે છોડી દીધી છે. તેને! નામાની આવડત છે. આપ તેને આપની પેઢીમાં કોઈ જગ્યાએ ગોઠવો. તેમણે “સારું' કહી એક દિવસે jજયંતિલાલ જેશીંગભાઈની પેઢીમાં કામ કરતા બાપુને બોલાવ્યા. મારા ભાઈને પણ બોલાવ્યો. હું સાથે હતો.' તે મારા ભાઈ સાથે વાત કરી કાંઈ નક્કી કરે તે પહેલા બાપુ વચમાં કાંઈ બોલવા ગયા એટલે તેમને શેઠેT Jઅટકાવી મારા ભાઈનો રૂા. ૭૫ મહિને પગાર નક્કી કર્યો. આ પગાર બાપુને કહ્યો, પણ ચીમનભાઈ શેઠI આગળ કશું બોલી શક્યા નહિ. જયંતિલાલ જેશીંગભાઈની પેઢી રહી ત્યાં સુધી મારા ભાઈએ ત્યાં નોકરી કરી. ચીમનભાઈ શેઠના સ્વર્ગવાસ પછી તેમની બધી પેઢીઓની પડતી આવી, તેમ આ પેઢીની પણ પડતી આવી. છેવટ સુધી મારા Iભાઈએ ત્યાં નોકરી કરી. ચીમનભાઈ શેઠ તે વખતે અમદાવાદના ધર્મનિષ્ઠ પુરુષોમાં ગણનાપાત્ર હતા. તે આણંદજી કલ્યાણજી jપેઢીના પ્રતિનિધિ હતા. ખૂબ જ સમજદાર અને દૂરંદેશી હતા. વિશા શ્રીમાળી જ્ઞાતિના મુખ્ય આગેવાનો Jપુરુષો પૈકીના તે એક હતા. જૈન સંઘનો કોઈ પણ પ્રશ્ન હોય તો તેમાં તેઓની સલાહ લેવામાં આવતી. એક તિથિ પક્ષના તેઓ અખંડ રાગી હતા. ખૂબ જ ઉદાર દિલના અને સાધુ સમાજમાં પણ પૃચ્છાયોગ્ય પુરુષા હતા. તે પંચાવન-સાઈઠ વર્ષની ઉંમરમાં સ્વર્ગવાસી થયા. સ્વર્ગવાસ થતાં પહેલાં ગેસની મુશ્કેલીના કારણે] તેઓ કેટલાક દિવસ બેભાન રહ્યા. આ બેભાન અવસ્થાનો એક પ્રસંગ મને યાદ છે તે મુજબ, જ્યારે તેઓ! બેભાન હતા ત્યારે હું ખબર કાઢવા ગયો. અમદાવાદ વિશા શ્રીમાળી જ્ઞાતિમાં અને તેમાંય મોટા ઘરોમાં! એવો રિવાજ છે કે દર્દી પાસે ખબર કાઢનારાઓને મોકલતા નથી. બહાર ખબર-અંતર પૂછી આવનારા જતા રહે છે. પણ લાંબી માંદગી વખતે ઘરના માણસો એટલા બધા સાવધ હોતા નથી. મને તેમની પાસે અંગત =============================== ૧૮૬] ( [મારાં સંસ્મરણો યાને ૫૦ વર્ષની જૈન શાસનની આછી રૂપરેખા | Page #194 -------------------------------------------------------------------------- ________________ |પરિચય હોવાને લીધે જવા દીધો. મેં ત્યાં જોયું કે તેમની પુત્રી માણેકબેન વિગેરે તેમનાં પસંદ કરેલાં સ્તવનો] Tગાતાં હતાં ત્યારે બેભાન અવસ્થામાં પણ ચીમનભાઈ તે સ્તવનોની પંક્તિઓ સાથે ઝીલતા હતા. અર્થાત! | બેભાન અવસ્થામાં પણ તેમનું જીવન ધર્મમય સ્તવનોમાં જોડાયેલું હતું. થોડા દિવસ બાદ બેભાન અવસ્થામાં તે સ્વર્ગવાસી થયા. ચીમનભાઈ પુણ્યપુરુષ હતા. જૈનસંઘનાં દરેક કામોમાં તે રસ લેતા હતા. માકુભાઈ શેઠના સંઘમાં,I ' ૧૯૯૦ના મુનિ સંમેલનમાં તેમણે સારો રસ લીધો હતો. તેમના મૃત્યુથી જૈન સંઘે એક ડાહ્યો માણસ ગુમાવ્યો! | હતો. અને તેમનાં કુટુંબે તો તેમના ગયા પછી તેમની દૂરંદેશીના અભાવે પ્રગતિ થવાને બદલે ઉત્તરોઉત્તર, ; ધંધામાં, વ્યવહારમાં, બધે જ ઓછાશ અનુભવી. તે ગયા પણ તેમની સુગંધ સંઘમાં રહી ગઈ. શેઠ શ્રી મયાભાઈ સાંકળચંદ હું અમદાવાદમાં આવ્યો તેમાં માયાભાઈ શેઠનો મોટો ઉપકાર છે. પાલિતાણા બ્રહ્મચર્ય આશ્રમમાં | હું હતો, અને તે બ્રહ્મચર્ય આશ્રમ છોડું તે પહેલાં પાલિતાણાની તળેટીનાં ભાતા ખાતાની બહાર તેમનો] અજાણ્યે પણ પ્રતિષ્ઠિત વ્યક્તિ તરીકે પરિચય થયો. તેમની સાથે વાતચીતમાં મેં કહેલું કે મારે પાલિતાણામાં છોડવું છે અને અમદાવાદમાં કોઈ સારું સ્થાન મળે તો ત્યાં ભણાવવાની નોકરી કરવી છે. તેમણે મને તેમનું! | સરનામું આપ્યું અને હું પાલિતાણાથી અમદાવાદ આવ્યો ત્યારે તેમને મળ્યો. તેમણે શરૂઆતમાં બાલાભાઈ કકલની પાઠશાળામાં નોકરી અપાવી. આ પછી તો મેં મારી મેળે ટ્યુશનો અને નોકરી શોધી લીધી. પણ jતેમની સાથે વધુને વધુ ગાઢ પરિચયમાં આવ્યો. માયાભાઈ શેઠનો ધંધો રૂની દલાલીનો અને શેરબજારનો હતો. તેઓ ધાર્મિક પુરુષ હતા. સાથે તેઓ! કર્મગ્રંથ વિગેરે ગ્રંથોના અભ્યાસી હતા. તેમનો પરિવાર પણ ધાર્મિક સારો અભ્યાસ કરનારો હતો. તેમની પુત્રી કમળા તો છ કર્મગ્રંથ ભણેલી હતી. તેઓ ખાનદાન કુટુંબના વિશાશ્રીમાળી જ્ઞાતિના શેઠ હતા. તેમના jકુટુંબમાંથી શાંતિદાસ મનિયાશાએ દીક્ષા લીધી હતી. જેનો ઉલ્લેખ ઉપાધ્યાય માનવિજય કૃત ધર્મસંગ્રહ Tગ્રંથની પ્રશસ્તિમાં છે. તેઓ પગથિયાના ઉપાશ્રયના ટ્રસ્ટી હતા. ખાસ કરીને સિદ્ધિસૂરિ મ.ના અનન્ય રાગી, | હતા. ધાર્મિક અને ભણેલા પુરુષની રીતે સાધુ સાધ્વી મહારાજોમાં પણ તેમની સારી પ્રતિષ્ઠા હતી. | અમદાવાદમાં પાઠશાળા અને ટ્યુશનમાં જોડાયા બાદ રાજનગર ઇનામી પરીક્ષાની કમિટીમાં હું i સભ્ય બન્યો હોઉં તો તેમાં તેમનો પ્રયાસ હતો. તેઓ મારી સાથે શાસનમાં બનતી નાની મોટી દરેક Tઘટનાઓની ચર્ચાવિચારણા કરતા. મહિનામાં બે-ચાર વખત તો હું તેમના ત્યાં રાતના દસ-અગિયાર વાગ્યા સુધી વાતચીતમાં રોકાતો. તેમનાં પુત્ર-પુત્રીઓ બધી મારી સાથે સારો સંબધ રાખતાં. (૨). 1 - વિ.સં. ૧૯૯૨ પછી તિથિનો મતભેદ પડ્યો. ત્યારે તેઓ બે તિથિ-પક્ષના રાગી હતા. હું એક | તિથિ પક્ષનો હતો. આમ, અમારી વચ્ચે તિથિ અંગે મતભેદ હોવા છતાં પરસ્પર ખૂબ લાગણી અને સદ્ભાવ) ====== ========== =========== ==== જુદા જુદા આગેવાન ગૃહસ્થોનો પરિચય [૧૮૭| I | ! Page #195 -------------------------------------------------------------------------- ________________ - - - Tહતા. જૂના કાળમાં આત્મારામજી મ. વિગેરેએ સ્થાનકવાસી સંપ્રદાયમાંથી સંવેગી દીક્ષા લીધી. ઘણાં વર્ષો ! સુધી સ્થાનકવાસી સંઘમાં તેઓએ મુહપત્તિ બાંધેલી તે છોડી આપણા સંવેગી પક્ષમાં ભળ્યા. ત્યારે તેમણે મુહપત્તિ બાંધવાનું છોડી દીધું. તે જયારે આપણે ત્યાં દીક્ષિત બન્યા, ત્યારે વ્યાખ્યાન વખતે સાધુઓ મુહપત્તિ Iબાંધતા હતા, અને અમદાવાદનાં બધા ઉપાશ્રયો, ડહેલાનો ઉપાશ્રય, લુહારની પોળ, વીરનો ઉપાશ્રય વિગેરેનું Iબધે ઠેકાણે વ્યાખ્યાન વખતે મુહપત્તિ બાંધવામાં આવતી. તેમણે જેમની પાસે અહીં દીક્ષા સ્વીકારી હતી તે! મણિવિજય દાદા વિગેરે પણ વ્યાખ્યાન વખતે મુહપત્તિ બાંધી વ્યાખ્યાન વાંચતા. બુટેરાયજી મહારાજ, . મુળચંદજી મ., આત્મારામજી મ. વિગેરે જ્યારે અમદાવાદ આવ્યા ત્યારે અમદાવાદમાં દરેક ઉપાશ્રય iમુહપત્તિ બાંધી વ્યાખ્યાન વાંચવાની પ્રથા હતી. આ પ્રથાનો બુટેરાયજી મ. અને આત્મારામજી મહારાજે |પોતાને માટે ઉપયોગ કરવાનું ન રાખ્યું. તેઓ વ્યાખ્યાન વખતે હાથમાં મુહપત્તિ રાખી વ્યાખ્યાન વાંચતા પણT Iબાંધતા નહિ. જેને લઈ અમદાવાદના બધા ઉપાશ્રયનાં દ્વારા તેમના ઉતરવા માટે બંધ થયા. પણ નગરશેઠનું કુટુંબ તેમનું ભક્ત હોવાથી ઉજમફઈની ધર્મશાળામાં તેમને ઉતારો મળ્યો. તે દિવસે ઉજમફઈની ધર્મશાળા! ઉપાશ્રય તરીકે પલટાણી અને મુહપત્તિ ન બાંધનારાઓનું ઉતરવાનું મુખ્ય સ્થાન રહ્યું. બૂટેરાયજી મ. અને આત્મારામજી મ. વિગેરેએ આપણામાં દીક્ષા લીધી ત્યારપછી મુહપત્તિ બાંધવા,i Iન બાંધવાની, જૂની પેઢીગત સાધુઓ અને આ નવા સાધુઓ વચ્ચે ચર્ચા ચાલી. તેમાં કેટલાક શ્રાવકો તો! Iએવા ચુસ્ત હતા કે મુહપત્તિ ન બાંધનાર સાધુ વિદ્વાન હોય અને સારા અભ્યાસી હોય તો પણ તેમનું વ્યાખ્યાન ન સાંભળે. આવો એક ચુસ્ત વર્ગ હતો. આ ચુસ્ત વર્ગમાં છેલ્લે છેલ્લે પ્રેરક નીતિસૂરિ મ. હતા.' તેમણે આ સંબંધમાં “મુહપત્તિ ચર્ચા સાર’ એ નામનું એક પુસ્તક છપાવ્યું હતું. માયાભાઈ શેઠ મુહપત્તિ બાંધી વ્યાખ્યાન વાંચનારા વર્ગના ચુસ્ત હિમાયતી હતા. જો કે આવા ચુસ્તી 'હિમાયતીઓ અમદાવાદમાં બહુ થોડા રહ્યા હતા. છતાં તેમનો આગ્રહ આ સંબંધમાં ખૂબ હતો. જેને લઈને! તેમના વહીવટના ઉપાશ્રયમાં મુહપત્તિ ન બાંધનાર સાધુ વ્યાખ્યાનપીઠ ઉપર બેસી વ્યાખ્યાન આપે તે તેમને ગમતું ન હતું. પૂ. આ સિદ્ધિસૂરિ મ.ના નાતે સાગરજી મ. અને રામચંદ્રસૂરિજી વિગેરેનો સવિશેષ સંબંધ થયો. તેને લઈ મયાભાઈ શેઠ પણ તેમના પરિચયમાં આવ્યા. રામચંદ્રસૂરિજી, તે વખતના રામવિજયજી સારા! વક્તા હોવાથી પગથિયાના ઉપાશ્રયે તેઓ વ્યાખ્યાન આપે તેવો વિચાર કેટલાક તરફથી રજૂ થયો. ત્યારે તે માયાભાઈ શેઠે તેનો વિરોધ કર્યો અને સ્પષ્ટ જણાવ્યું કે અમારા ઉપાશ્રયની વ્યાખ્યાનપીઠ ઉપરથી મુહપત્તિ | jનહીં બાંધનાર સાધુનું વ્યાખ્યાન નહીં થઈ શકે. જો તેમને વ્યાખ્યાન આપવું હોય તો તે પાછિયાની પોળનાનું |ચોકઠામાં આપી શકે છે. અને તે મુજબ રામવિજયજી મ.નું વ્યાખ્યાન પાછિયાની પોળના ચોકઠામાં ગોઠવાયું! હતું. માયાભાઈ શેઠ ખૂબ જૂનવાણી વિચારના હતા. મને યાદ છે તે મુજબ પ્રાયઃ હંસવિજયજી મ. [કાળધર્મ પામ્યા. તેમની સભા ઉજમફઈના ઉપાશ્રયે કસ્તુરભાઈ શેઠના પ્રમુખપદ નીચે થઈ. તે વખતે સભાની 1. |રીત મુજબ શોકઠરાવ થયો. આનો વિરોધ કરવા અને માયાભાઈ શેઠે કહેલું. પણ કસ્તુરભાઈની છાયાથી તેનું Iકાંઈ બનેલું નહિ. =============================== ૧૮૮] , [મારાં સંસ્મરણો યાને ૫૦ વર્ષની જૈન શાસનની આછી રૂપરેખા Page #196 -------------------------------------------------------------------------- ________________ - - - T વેરાવળ, માંગરોળ તરફ કેટલીક પ્રતિમાઓની પ્રતિષ્ઠા સુવિદિત નહિ ગણાતા સાધુઓ દ્વારા થયેલી, તે જાણ્યા પછી તેઓ વેરાવળ, માંગરોળ ગયા ત્યારે તે પ્રતિષ્ઠિત ભગવાનોનાં દર્શન નહિ કરવાનું વિચાર્યું. . અને અમલમાં પણ મૂક્યું. આ પછી મારી આગળ તેમણે ચર્ચા કરી ત્યારે મેં કહ્યું, “આ વર્તન ખોટું છે”.! ; આ સંબંધમાં ત્યાર પછી મેઘસૂરિ મ. સાથે ચર્ચા કરી ત્યારે તેમણે પણ કહ્યું કે “આ બરાબર નથી. પ્રતિષ્ઠા 1 કરનાર કોણ છે તેનાં ઊંડાણમાં ઉતરવામાં આવે તો ઘણાં તીર્થોની યાત્રા રહી જશે. ભગવાનની મૂર્તિ દેખો jએટલે મસ્તક નમવું જોઈએ. કોણે પ્રતિષ્ઠા કરી એ ન વિચારવું જોઈએ”. વધુમાં તેમનું કહેવું એ હતું કેj “સમાજના મુખ્ય માણસે વ્યવહારમાં કાંઈ પણ ખરાબ દેખાય તેવું ન કરવું જોઈએ”. આ વાત મયાભાઈનેT ! ગળે ઊતરી. અર્થાત્ માયાભાઈ ખૂબ રૂઢિચુસ્ત, જૂનવાણી, વિચારોના હતા. પરંતુ ખૂબ જ ધર્મનિષ્ઠ, ક્રિયાશીલ! અને વિદ્યાવ્યાસંગી હતા. i તેમના કાળમાં વિશા શ્રીમાળી જ્ઞાતિનું વર્ચસ્વ તેમની શેઠાઈના કારણે તેમણે સાચવી રાખ્યું હતું.i Tબીજા ગૃહસ્થોના પુત્રોમાં ધાર્મિકતાનો જે વારસો ન દેખાયો તે વારસો તેમણે તેમના પુત્રોમાં આપ્યો હતો.. !જેને લઈ તેમના સ્વર્ગવાસ બાદ તેમના પુત્ર નરોત્તમદાસ આણંદજી કલ્યાણજીની પેઢીના પ્રતિનિધિ થયા! | હતા. અને પેઢીમાં સારું વર્ચસ્વ ધરાવતા હતા. | જૂના આગેવાન ગૃહસ્થો સારો ધાર્મિક અયાસ કરેલા હોય તેમાં માયાભાઈ શેઠનું ઉદાહરણ છેલ્લાં છે. તેઓ જીવ્યા ત્યાં સુધી તિથિ અંગે અને બીજા કેટલાક પ્રશ્નો અંગે મારા અને તેમનામાં મતભેદ હોવા Iછતાં ખૂબ સારો સંબધ હતો. તેમના વડવાઓની યાદગીરી નિમિત્તે ધર્મસંગ્રહ ગ્રંથનું ભાષાંતર થાય તે ઇચ્છા! તેમના સ્વર્ગવાસ પછી ભંદ્રકરસૂરિ દ્વારા ભાષાંતર કરાવી તે ગ્રંથને પ્રકાશિત કરી તે ઇચ્છાને પાર પાડી છે.' i અમદાવાદમાં તે કાળે ભગુભાઈ, ચીમનભાઈ, માયાભાઈ અને ગિરધરભાઈ આ ચાર પુરુષો સંઘના મુખ્ય આગેવાન હતા. અને તે કોઈ વિચારમાં નિશ્ચિત થાય તે વિચાર આખા સંઘને માન્ય બનતો. I શેઠ જીવતલાલ પ્રતાપશી શેઠ જીવાભાઈ પ્રતાપશી રામચંદ્રસૂરિજી મ.ના અનન્ય ભક્ત હતા. ખાસ કરીને રામચંદ્રસૂરિજી! મ.ના મુંબઈમાં લાલબાગમાં ચાતુર્માસ થયા ત્યારે તેમના દ્વારા જે કોઈ ધાર્મિક પ્રવૃત્તિઓ થઈ તેમાં જીવાભાઈ : શેઠે મુખ્ય ભાગ ભજવેલો. શરૂઆતમાં રામચંદ્રસૂરિજી મહારાજે વ્યાખ્યાનમાં “કેટલાક જૈનોના ઘરમાં પણ i ઈંડાનો ઉપયોગ થાય છે, આવું વિધાન કરેલું તે અંગે ઊહાપોહ જાગેલો. તેમજ યુવક સંઘ અને સોસાયટીનું Tએ બે નામે જૈનોમાં ઊહાપોહ જાગેલો. તથા નાની ઉંમરનાં બાળકોને દીક્ષા આપવા વિગેરેના પ્રસંગોનેT |અનુસરી જે મતભેદ ઊભા થયેલા તે બધામાં રામચંદ્રસૂરિજી પક્ષે જીવાભાઈ શેઠ ખાસ ઊભા રહેલ. પાછળથી! શાસન પક્ષમાં પેણ તિથિ-મતભેદને કારણે જે ભેદ થયો તેમાં જીવાભાઈ શેઠ રામચંદ્રસૂરિજી મ.ના પક્ષે! : આગેવાન રહેલા. લાલબાગનો ઉપાશ્રય આ બધા પ્રસંગોમાં રામચંદ્રસૂરિજી મ. તરફી રહેલ. મુંબઈમાં જીવાભાઈ શેઠની તેમના ભક્ત તરીકેની પ્રસિદ્ધિ હતી. તેઓ તેનાં અનન્ય વફાદાર તરીકે ગણાતા હતા. ! =============================== જુદા જુદા આગેવાન ગૃહસ્થોનો પરિચય [૧૮૯ - - - - - - - - - - - ] Page #197 -------------------------------------------------------------------------- ________________ વિ.સં. ૧૯૯૨માં સંવત્સરીનો મતભેદ આવ્યો. ત્યારે પ્રેમસૂરિજી મ.ના આજ્ઞાવર્તી ક્ષમાભદ્રસૂરિજી ગોડીજીમાં ચાતુર્માસ હતા. ત્યારે ગોડીજીમાં બેસનારાઓએ રામચંદ્રસૂરિજી તરફી સંવત્સરી કરવાનો ઇન્કાર કર્યો અને તે અંગે ગોડીજીમાં તોફાન થયું. ત્યારે જીવાભાઈ શેઠે પોલિસ બોલાવી ક્ષમાભદ્રસૂરિ વિગેરેમાં |મહારાજોનો બચાવ કર્યો હતો. આ ઉપરાંત પણ અમદાવાદ, ખંભાત, રાધનપુર વિગેરે ઠેકાણે યુવક સંઘની | પ્રવૃત્તિને લઈ શાસન પક્ષ સામે યુવકોનાં જ્યાં તોફાનો થયાં ત્યાં તેઓ બચાવમાં ઊભા રહેતા હતા. અર્થાત્ | જૈન સંઘમાં જીવાભાઈ શેઠ રામચંદ્રસૂરિ મ.ના અનન્ય ભક્ત ગણાતા હતા. જેને લઈ બીજા આચાર્યોનો દુર્ભાવ તેમની તરફ હતો. અને તેમનો વ્યવહાર પણ બીજા સાધુઓ પ્રત્યે ગૌણરૂપે હતો. તિથિ-ચર્ચાનાં ચુકાદા પ્રસંગમાં વૈદ્યના ચુકાદામાં ઘાલમેલમાં તેમનું નામ ગવાતું હતું. આમ છતાં, ધર્મના રાગી હોવાથી વિજય નેમિસૂરિ પ્ર. વિગેરે આચાર્યો પાસે તેઓ જતા આવતા રહેતા. પણ આ બધાનો તેઓ વિશ્વાસ મેળવી શક્યા ન હતા. પાછળનાં વર્ષોમાં રામચંદ્રસૂરિજી મ. ને તેમના ગુરુ પ્રેમસૂરિજી મ. સાથે ઘર્ષણ થતાં અને દરેક |પ્રસંગોમાં રામચંદ્રસૂરિજી મ.ની અણ્ડામણો જણાતાં તેઓ તેમનાથી ઉભગ્યા હતા. વ્યવહારથી તેઓ તેમનું બધું સાચવતા. છતાં અંદરથી તેમને તેમની કેટલીક પ્રવૃત્તિ ગમતી ન હતી. રામચંદ્રસૂરિજી મ. પણ તેમની આ સ્થિતિ જોઈ તેમના ઉપર અટલ વિશ્વાસ ન મૂકતા. (૩) આ જીવાભાઈ શેઠ મને સામા પક્ષનો માની મારાથી અળગા રહેતા હતા. મને યાદ છે તે મુજબ | |૨૦૧૪ની સાલ સુધી તો તેઓ મારી પ્રત્યે શંકાશીલ હતા. તેમને હું કટ્ટર વિરોધી લાગતો. કોઈ કોઈ વાર ધર્મસાગરજી મહારાજ કે બીજા સાધુઓની પાસે કોઈ પ્રસંગે મારો અને તેમનો મેળાપ થતો ત્યારે પણ તેઓ મારી પ્રત્યે શંકાની નજરે જોતા. મને યાદ છે તે મુજબ એક પ્રસંગ મારી પ્રત્યેની શંકાશીલતાનો નીચે મુજબ છે. વિ.સં. ૨૦૧૪ની |આસપાસના ગાળામાં મોહનલાલ ચુનીલાલ ધામી રાજકોટવાળા કસ્તુરભાઈ શેઠની વિરુદ્ધ “જયહિન્દ’પેપરમાં લેખો લખતા હતાં. આ ગાળામાં મારો જીવાભાઈ શેઠ સાથે વધુ પડતો સંબંધ થયો. એક વખત કસ્તુરભાઈ શેઠને તેમણે કહ્યું કે ‘મોહનલાલ ચુનીલાલ ધામી, પ્રભુદાસ બેચરદાસ પંડિત અને મફતલાલ એક ટોળીના છે. આપ તેમના ઉપર બહુ વિશ્વાસ મૂકતા પહેલાં વિચાર કરજો’. શેઠે જવાબ આપ્યો, ‘મારો મફતલાલ સાથેનો સંબંધ છેલ્લા દસ વર્ષથી છે. અને મારી સમજ છે તે મુજબ મને તેમના સંબંધમાં કોઈ અસંતોષ કે શંકા થઈ નથી. અને હું દસ વર્ષમાં તેમને પારખી ન શકું તેમ બને નહિ. મને તો તે ખૂબ વિશ્વસનીય લાગ્યા [છે'. આ કહ્યું ત્યારે કેશુભાઈ શેઠ હાજર હતા. તેમણે મને તેમની ઓફિસમાં ખાનગીમાં કહ્યું કે ‘શેઠને માં તમારા ઉપર ખૂબ વિશ્વાસ છે. તમારા માટે એક આગેવાન ભાઈએ ટીકા કરી હતી પણ શેઠે તમારો બચાવ કર્યો હતો”. મેં આ વાત ખાસ લક્ષમાં ઓછી લીધી. પરંતુ, થોડા દિવસ બાદ ઝવેરીવાડ આંબલીની પોળે શ્રીયુત રમણલાલ વજેચંદના ત્યાં એક મિટિંગ હતી. આ મિટિંગમાં રમણલાલ દલસુખભાઈ પણ હતા. હું તેમને મળવા રમણલાલ વજેચંદના ઘેર ગયો. ૧૯૦] [મારાં સંસ્મરણો યાને ૫૦ વર્ષની જૈન શાસનની આછી રૂપરેખા Page #198 -------------------------------------------------------------------------- ________________ 1 મિટિંગ મળ્યા બાદ રમણલાલ દલસુખભાઈને મળ્યો અને વાતચીત કરી. હું નીકળતો હતો ત્યાં જીવાભાઈ શેઠેj મને રોક્યો. કહ્યું કે મારે તમારી સાથે થોડી વાત કરવી છે. મેં કહ્યું, ભલે. અમે એકાંતમાં એક બાજુ બેઠા.! તેમણે મને કહ્યું, “મેં તમારી વિરુદ્ધ કસ્તુરભાઈ શેઠને કહ્યું હતું, પણ તમારા ઉપર તેમનો અટલ વિશ્વાસ છે. તમારા માટે મેં જે વિરુદ્ધ કહ્યું તેનો મિચ્છામિ દુક્કડમ દઉં છું. અત્યાર સુધીનાં જુદા જુદા પ્રસંગોને લઈને; મારી દૃષ્ટિ તમારા વિરુદ્ધ હતી. પણ શેઠ જેવા તમારા ઉપર આટલો વિશ્વાસ રાખે છે તો મારા જેવાએ તમારી વિરુદ્ધ રહેવાનું કારણ નથી”. આ પછી જીવાભાઈ શેઠ સાથેનો મારો સંબંધ ખૂબ જ વધ્યો. આ અગાઉ ટ્રસ્ટ-એક્ટ વિગેરેના! કેસમાં સંબંધ હતો, પણ શેઠ શંકાશીલ હતા. આ પ્રસંગ બન્યા પછી તો તે મારા પ્રેસની ઓફિસે અને મારે; ઘેર પણ ઘણીવાર આવતા અને હું પણ તેમને ત્યાં ઘણીવાર જતો. તેમને ત્યાં જમતો. અઠવાડિયામાં એકાદ Hવખત જો ન મળ્યા હોઈએ તો તે મળવાનો અચૂક વિચાર રાખતા. બહારગામ પણ જવાનું થાય ત્યારે તેj દરમ્યાન અવારનવાર મળતા. હું પાછળનાં વખતમાં મુંબઈ જતો ત્યારે તેમના ઘેર ઊતરતો. મારા ધંધામાં! કોઈ વખત પૈસાની ભીડ પડતી, તો તેઓ મને પૈસાની પણ મદદ કરતા. તે પૈસાનું હું વ્યાજ આપવા માંગતો! તો પણ તે લેતા નહિ. કસ્તુરભાઈ શેઠની સાથેના મારા વધુ પડતાં સંબંધને કારણે તેમણે મને કહ્યું કે “એક દિવસ શેઠાં 'મારે ત્યાં જમવા આવે. અને સાથે તમે પણ આવો. મારે વીલ સંબધમાં શેઠની સલાહ લેવી છે.” મેં શેઠનેT વાત કરી. એક રવિવારે કસ્તુરભાઈ શેઠે તેમને ત્યાં આવવાનું કબૂલ્યું. પણ જમવા આવવાની વાતનો તેમણે! સ્વીકાર ન કર્યો. જીવાભાઈ શેઠનો આગ્રહ તેમને જમવા લાવવાનો ખૂબ હોવાથી મેં તેમને ઘણો આગ્રહ કર્યો. શેઠ મૌન રહ્યા. મેં સંમતિ માની લીધી. જમવા આવવાના દિવસ અગાઉ તેમના પુત્રને અરવિંદ મિલમાં jઆમંત્રણ આપવા મોકલ્યા. શેઠે ના કહી. મેં આગ્રહ કર્યો કે આ ભાઈ મુંબઈથી ખાસ આમંત્રણ આપવાનું આવ્યા છે. શેઠ અને હું તેમને ત્યાં જમવા ગયા. શેઠ સાથે જીવાભાઈએ વલસંબંધી વાત કરી અને સલાહી Tલીધી. આ પછી તેમની તબિયત નરમ રહેવા લાગી. ત્યારે તે મને તેમના ત્યાં બોલાવતાં. હું પુણ્ય jપ્રકાશનું સ્તવન, શાંત સુધારસ ભાવના વિગેરે સંભળાવતો. આમ પાછળનાં વર્ષોમાં જીવાભાઈ શેઠ સાથે મારો ખૂબ સંબંધ રહ્યો. જૂનાં કેટલાક મતભેદો હોવા છતાં તે બધા વિસરી ગયા હતા. અને વડીલ તરીકે| રહી મને યોગ્ય સલાહ સૂચન પણ આપતાં. અને હું પણ ધાર્મિક મતભેદોના પ્રસંગને અનુસરીને કોઈ વાત! ! કહું તે પૂરી ચીવટથી સાંભળતા. (૪) જીવાભાઈ શેઠ કહેતા હતા કે હું મુંબઈમાં આવ્યો ત્યારે ૧૫/- રૂ. ના પગારે નોકરીએ રહ્યો હતો.' પણ પાછળથી જાતમહેનત અને બુદ્ધિથી તે ખૂબ આગળ વધ્યા. મુંબઈ શેરબજારના સ્થાપકો પૈકીના તેઓ એક હતા. શેરબજારમાં તેમની ખૂબ મોટી પ્રતિષ્ઠા હતી. એટલું જ નહિ, પણ જૈન સંઘમાં તેઓ ગણનાપાત્ર iવ્યક્તિ હતા. બ્રિટિશ સામ્રાજય દરમ્યાન રાજ્યમાં પણ તેમની મોટી લાગવગ હતી. સારાયે જૈન સંઘમાં તેઓનું સ્થાન આગેવાન ગૃહસ્થ તરીકે ગણાતું. તે ખૂબ ધર્મનિષ્ઠ, ક્રિયાશીલ, =============================== ( જુદા જુદા આગેવાન ગૃહસ્થોનો પરિચય [૧૯૧ Page #199 -------------------------------------------------------------------------- ________________ સેવાભાવી હતા. તેમણે પાલિતાણામાં રહી સવા લાખ નવકારનો જાપ કર્યો હતો. ધર્મ ઉપરની આસ્થા તેમની ! Tગજબની હતી. તેમનો કહેલો એક પ્રસંગ મને યાદ છે. તેમણે કહ્યું કે “મારો દીકરો કૉલેજમાં ભણતો હતો. તેનાં માર્ક અને રીઝલ્ટ માટે હું પ્રોફેસરના ત્યાં ગયો હતો. ત્યાંથી હું પાછો ફરતો હતો તે વખતે મારી ગાડી ભીંડી | બિજારમાંથી પસાર થઈ અને ચારે બાજુથી મુસ્લિમોનું એક ટોળું “મારો મારો' કરતું આવ્યું. ગાડીની આસપાસT તે ટોળું ઘેરાઈ વળ્યું. હું સમજી ગયો કે બચવાની આશા નથી. મેં નવકારમંત્ર ગણવા શરૂ કર્યા. મનમાં ! આગારવાળું પચ્ચકખાણ ધાર્યું. આ ટોળું મારી ગાડી ઉપર કાંઈ ઘા કરે તે પહેલાં એક બુઝર્ગ મિયાં લુંગી ; પહેરેલો આગળ આવ્યો. મને ઓળખી તે બોલ્યો, “જીવાભાઈ, તમે અહીં ક્યાંથી આવ્યા ?” ટોળાને હાક મારી તેણે કહ્યું, આઘા ખસો. ગાડીમાં એક માણસને બેસાડી મારી ગાડી હિંદુ લત્તાના નાકે મૂકી ગયો. મને | Jઆ પ્રસંગથી નવકાર ઉપર ખૂબ આસ્થા રહી. અને મેં પાલિતાણામાં ચાર માસ રહી સવા લાખ નવકારમંત્રનો! 1જા૫ કર્યો”. આ નવકારના જાપ વખતે એવો નિયમ રાખેલો કે આ જાપ પૂરો ન થાય ત્યાં સુધી ગમે તેવો | Jપ્રસંગ આવે તો પણ પાલિતાણા છોડવું નહિ. આ નિયમની કસોટી થઈ. હું તથા મારા ભાઈના પત્ની, I ચંદ્રશેખર વિજયજીની માતા વિગેરે તપશ્ચર્યાપૂર્વક જાપ કરતા હતા તે અરસામાં મુંબઈથી એક તાર આવ્યો.! 'આ તારમાં મારા ભાઈ કાંતિલાલની તબિયત નરમ હોવાના સમાચાર હતા. આ વખતે શત્રુંજય માહાભ્ય; વિગેરે વંચાતું હતું. આ તાર વાંચી મુંબઈ જવું-ન જવું તેનો વિચાર કરતા હતા તેવામાં બીજો તાર આવ્યો. આ તાર મારા ભાઈ કાંતિલાલ ગુજરી ગયાનો હતો”. “અમે બધા વિચારમાં પડ્યા. તે વખતે ભાવનગરથી વિમાનની સર્વિસ ન હતી. અમદાવાદ થઈ મુંબઈ પહોંચવા માટે ગમે તેટલી મહેનત કરીએ તો પણ પહોંચી શકાય તેમ ન હતું. ખૂબ ખૂબ વિચાર પછી ; નિર્ણય કર્યો કે તેમના અગ્નિદાહ પહેલાં આપણે કોઈ રીતે પહોંચી શકીએ તેમ નથી. અગ્નિદાહ થયા પછી પહોંચવું ન પહોંચવું સરખું છે. ચંદ્રશેખર વિજયજીની માતા પણ સવા લાખ નવકારમંત્રમાં જોડાયેલાં હતાં. તેમણે લોકાપવાદને ; iગણકાર્યા વિના નિર્ણય કર્યો કે જે થવાનું હતું તે થઈ ગયું. હવે જવાનો અર્થ નથી. લોકાપવાદ થશે પણ તું તે સવા લાખ નવકારમંત્રનો જાપ પૂર્ણ કરવામાં રોકાયાં. આ કસોટી અમારી ધર્મશ્રદ્ધાને હચમચાવે તેવી હતી. લોકો તરફથી અમારે ખૂબ સાંભળવાનું થયું. પણ આ જાપ અમે પૂર્ણ કર્યો.” 1 જીવાભાઈ શેઠે પાલિતાણાનો છરી પાળતો સંઘ કાઢ્યો હતો. ઉજમણું કર્યું હતું. પ્રતિષ્ઠા કરાવી હતી. પાલિતાણામાં સોસાયટીમાં કાચનું દેરાસર જે આજે ભવ્ય છે તે તેમના પરિશ્રમનો પ્રતાપ છે. 'પાલિતાણામાં શ્રાવિકાશ્રમ, આયંબિલ ખાતું વિગેરે સંસ્થાઓના તે પ્રાણરૂપ હતા. મુંબઈની આયંબિલ શાળા,T ભાયખલ્લાનું દેરાસર, લાલબાગનું દેરાસર, ઉપાશ્રય વિગેરે અનેક મુંબઈની સંસ્થાઓ અને રાધનપુરની ઘણી ! ધાર્મિક સંસ્થાઓના તે પ્રાણરૂપ હતા. સાધુ-સાધ્વીઓની વૈયાવચ્ચ અને સંઘ ઉપર કોઈપણ ઠેકાણે મુશ્કેલી આવે ત્યારે તેના બચાવમાં ખડે પગે તે રહેનારા હતા. મહારાષ્ટ્રમાં આવેલ જુર કૉન્ફરન્સમાં ધર્મવિરોધી 1 iઠરાવો અને મુંબઈ યુવક સંઘની ધર્મવિરોધી પ્રવૃત્તિઓનાં પ્રતિકારમાં તેમણે ઘણો રસ દાખવ્યો હતો. ગાયકવાડj = = = = ================ ( ૧૯૨] ( [મારાં સંસ્મરણો યાને ૫૦ વર્ષની જૈન શાસનની આછી રૂપરેખા - - - - - - - - - - - - - II - - ---- I Page #200 -------------------------------------------------------------------------- ________________ સરકારના દીક્ષાવિરોધી કાયદા વખતે તેના પ્રતિકારમાં પણ તે સહભાગી હતા. જૈન સંઘની કેટલીક ચર્ચામાં ભાગ લેવા બદલ તેમને ઘણી વખત મોટા આચાર્યો તથા આગેવાનો jતરફથી પણ દુર્ભાવ સહન કરવો પડ્યો હતો. મુંબઈ સરકારમાં દીક્ષાવિરોધી એક બિલ ધારાસભામાં આવવાનું હતું. તે વખતે પ્રેમસૂરિ મ. પૂના હતા. તેમણે અને તેમના સમુદાયે પ્રતિકાર માટે પ્રયત્ન કર્યો. તેમાં આગેવાન આચાર્ય ભગવંતોની સહીઓ લેવાની હતી. આ સહી માટે તેઓ પ્રથમ પાજરાપોળના ઉપાશ્રયે ઉદયસૂરિ મ. પાસે ગયા. ઉદયસૂરિ મહારાજે કહ્યું, “અમને સહી આપવામાં વાંધો નથી. પણ તમે પૂ. બાપજી મ.ની સહી પહેલાં લઈ આવો, Iકેમકે તે અમારા બધા કરતા મોટા છે.” જીવાભાઈ શેઠ વિદ્યાશાળાએ બાપજી મ. પાસે આવ્યા. બાપજી મ.T તે વખતે આંખ બહુ ઓછું દેખતા હતા. જીવાભાઈ શેઠે તેમને કહ્યું, “મ. સાહેબ, ૧૯૯૦ના મુનિ | સંમેલનના પટ્ટક ઉપર સહી કરનારા નવ આચાર્યો પૈકી આપ એક હયાત છો. આઠેય આચાર્યો કાળધર્મ, 1 પામ્યા છે. આપ સૌથી વડીલ અને વૃદ્ધ છો. એટલે હું આપની પહેલી સહી લેવા આવ્યો છું.” આ વાત |મહારાજને અવળી સમજાઈ. તેમણે કહ્યું, “આઠ ગયા, હું ન ગયો એમ તારું કહેવું છે ને ? પણ શું થાય? | મારા હાથની વાત થોડી છે?” આ વાત વખતે શેઠ ચીમનલાલ કડિયાના બનેવી પુરુષોત્તમદાસ હાજર હતા.' 'તેમની પાસેથી અને પછીથી જીવાભાઈ પાસેથી આ વાત સાંભળી. વાત કરવામાં કેવું ઊંધું પડે છે તેનું આ| દષ્ટાંત છે. બીજો પ્રસંગ વિ.સં. ૧૯૯૩ આસપાસનો છે. જે વખતે સાગરજી મ. અને નેમિસૂરિ મ. સાથેT |જામનગર ચોમાસું હતા. ચોમાસું ઊતર્યા બાદ ખંભાતમાં શાસ્ત્રીય ચર્ચા કરવાનું નક્કી થયું હતું. આ નક્કી! જીવાભાઈ શેઠ કરી ગયા હતા, પણ પાછળથી રામચંદ્રસૂરિજી મહારાજે મારે મહારાષ્ટ્ર તરફ વિહાર કરવાનો છે તેમ જણાવી ના પાડી અને બીજા તેમના સિવાય ચર્ચામાં ભાગ લેવા તૈયાર ન થયા. ત્યારે આ વાત કરવાનું jજીવાભાઈ શેઠ નેમિસૂરિ મ. પાસે આવ્યા. ત્યારે તેમનો વાંક નહોતો છતાં આ કામમાં પડવા બદલ નિંદનસૂરિજી મ. તરફથી ઘણું સાંભળવું પડ્યું હતું. આવા ઘણા પ્રસંગો જીવાભાઈ શેઠના જીવનમાં બન્યા] છે. પણ તે અટલ શ્રદ્ધાળુ હોવાથી સાધુ-સાધ્વીઓના સતત પરિચયમાં રહ્યા છે. સવાર સાંજ પ્રતિક્રમણ,! પૂજા-સેવા, નવકારશી, ચઉવિહાર, તપ જપ, પૌષધ વિગેરે ધર્માનુષ્ઠાનમાં સતત પરોવાયેલા રહેવા છતાં વ્યાપાર, સમાજ અને જૈન શાસનમાં તે અગ્રગય પુરુષ હતા. તેમની ખોટ શાસનને સદા રહેશે. શેઠ ભોગીલાલ લહેરચંદ અમે પાટણ ભણતા હતા ત્યારે પાટણના આગેવાનોમાં ભોગીલાલ શેઠનું નામ જાણીતું હતું.i પાટણમાં કોઈ વિશિષ્ટ પ્રસંગ હોય અને મુંબઈથી આગેવાનો પધારવાના હોય ત્યારે તેમાં ભોગીલાલ શેઠI મુખ્ય ગણાતા. - તેમનો પરિચય મને વિ.સં. ૨૦૦૪માં સંવત્સરીનો પ્રશ્ન આવ્યો ત્યારે થયો. મુંબઈમાં ગોડીજી વિગેરે ઠેકાણે કયા દિવસે સંવત્સરી કરવી તે પ્રશ્ન ઉપસ્થિત થયો, તેમાં આગેવાનોની મિટિંગ મળી. આમાં ================================ જુદા જુદા આગેવાન ગૃહસ્થોનો પરિચય [૧૯૩ Page #201 -------------------------------------------------------------------------- ________________ સંવત્સરીના મતભેદને સમજવા માટે તે આગેવાનોએ મને મુંબઈ બોલાવ્યો. હું તેમના કહેણથી મુંબઈ ગયો.j મુંબઈમાં ગોડીજી વિગેરે દેરાસરના ટ્રસ્ટીઓ અને આગેવાનોની એક મિટિંગ ભોગીલાલ લહેરચંદની ઓફિસમાં મળી. આ મિટિંગમાં જુદા જુદા મંતવ્યો રજૂ થયા બાદ મોટો વર્ગ નેમિસૂરિજી અને વલ્લભસૂરિજીને અનુસરતો ! હોવાથી તે વખતે પાંચમના (ભાદરવા સુદ પાંચમ) ક્ષયે છઠ્ઠના ક્ષય પૂર્વકનો નિર્ણય મુંબઈમાં નેમિસૂરિ મ.ની માન્યતા મુજબ થયો. આ પ્રસંગ પછી હું ભોગીલાલ લહેરચંદના અંગત પરિચયમાં આવ્યો. અને ત્યારબાદ મુંબઈમાં ટ્રસ્ટ એક્ટનો કેસ અમે લડ્યા ત્યારે તેમણે તેમાં પૂરો રસ દાખવ્યો. એટલે વધુ પરિચય થયો. આ કેસના! સંચાલનમાં અમારી સાથે તેઓ પૂરો રસ લેતા હતા. તેમનામાં ખૂબી એ હતી કે અમે મુંબઈ હાઈકોર્ટમાં. નિષ્ફળ ગયા ત્યારે તે હતાશ ન થયા. તેમજ અમને હતાશ ન કર્યા. અને અમારામાંથી રસ ઓછો કરી ફારગત ન થયા. પણ ગમે તેવા હતોત્સાહના પ્રસંગે પણ અમને બળ આપતા. આ કેસમાં રહેવા-જમવાની Iબધી જ સગવડ તેમણે વાલકેશ્વરના તેમના બંગલામાં કરી આપી હતી. આમ તેમની છાપ કરકસરિયા અને] Iકૃપણની હોવા છતાં અમને ટ્રસ્ટ એક્ટનાં કેસમાં દર્શન વિપરીત થયા હતાં. તે આદિથી અંત સુધી સાથે રહ્યા. હતા. ભોગીભાઈ શેઠ બહુ જ સ્પષ્ટ બોલા અને જે હોય તે કોઈની પણ શરમ રાખ્યા વિના સ્પષ્ટ કહેવાના સ્વભાવના હતા. I તેમને સાધુઓને કેટલોક વ્યવહાર ગમતો નહિ. મોટા સાધુ કે આચાર્ય, કાગળ કોઈ સાધુ પાસે, લખાવે, તેમનું પડિલેહણ બીજો સાધુ કરે, આ બધું તેમને અજુગતું લાગતું. અને તેની ટીકા કરતા. આ. સિવાય પણ તે ધર્મ-ક્રિયાકાંડમાં ઓછા જોડાયેલા હોવાથી અને સાધુઓના નિકટ પરિચયવાળા ન હોવાથી, કેટલીક બાબતોનો ખ્યાલ ન હોવાથી, લોકોને ન પસંદ પડે તેવું તે કહી નાખતા. આથી ધર્માનુષ્ઠાનપ્રિય લોકોમાં તે અપ્રિય થતા. ગતાનુગતિક દાનપ્રવાહમાં પણ તે ઓછુ માનતા. અને તેથી ઉપધાન વિગેરેમાં થતી મીઠાઈ વિગેરેની ટીકા કરતા. એ પણ લોકોને ઓછું ગમતું. પરંતુ મુંબઈ, પાટણ વિગેરે સ્થળોએ ધનવાન અને બુદ્ધિવાન હોવાના કારણે અનેક નાની મોટી સંસ્થાઓમાં તે ટ્રસ્ટી હતા. સાધુઓમાં ખાસ કરીને વિજય વલ્લભસૂરિજીના તેઓ સવિશેષ રાગી હતા. આમ છતાં અવસરે અવસરે બધા સાધુઓ પાસે જતા અને તેમના તરફથી કોઈ પણ કામ હોય અને તે તેમને ગમે; તો તેઓ કરતા. પણ કોઈને અંધ ભક્ત ન હતા. કેળવણીમાં ખાસ તેઓ માનતા હતા. જેને લઈને વલ્લભસૂરિજી મ. હસ્તકની કેટલીક સંસ્થાઓમાં તે સંકળાયેલા રહેતા. તે શ્રીરામ મિલના એજન્ટ, બાટલીબોયા કંપનીના માલિક અને ઝવેરી બજારના આગેવાન ઝવેરી હોવા છતાં ખૂબ સાદા, સરળ અને ગમતી પ્રવૃત્તિઓમાં! રસ લેનારા હતા. હું જાણું છું તે મુજબ ઘણાં વર્ષોથી તે કેવળ દૂધ અને ફળો ઉપર રહેતા. અનાજની વાનગી ભાગ્યે જ તેઓ આરોગતા. મસાલાવાળી વસ્તુઓ અને આચરકુચર આરોગનારાઓ ઉપર તેમને સૂગ હતી.' મોટી ઉંમરે પણ તેઓ સવારે કસરત કરતા. ઘરઆંગણે દેરાસર રાખેલું હોવાથી રોજ પૂજા કરતા અને સારા Tગાયકને બોલાવી સ્તવનો વિગેરે સાંભળતા. મુંબઈ જેવા શહેરમાં રહેવા છતાં ઘર-આંગણે ગાયો વિગેરેT Jપશુઓને પાળતાં. જે વાત પોતાને ગમે તે, બીજા ગમે તે ટીકા કરે તેની પરવા કર્યા વગર કરતા. ! મારો સંબંધ તેમની સાથે વિ.સં. ૨૦૦૪ પછી થયો. અને તે ઉત્તરોઉત્તર ગાઢ બન્યો. હું જ્યારે =============================== ૧૯૪] [મારાં સંસ્મરણો યાને ૫૦ વર્ષની જૈન શાસનની આછી રૂપરેખા - - - - - - - - - - - - - - - - - - - - - - Page #202 -------------------------------------------------------------------------- ________________ મુંબઈ જતો ત્યારે અચૂક તેમને તેમની ઓફિસે કે ઘેર મળવાનું રાખતો. એક વખત એવું બન્યું કે એમણે મને... તેમને ત્યાં જમવાનું આમંત્રણ આપ્યું. આ આમંત્રણ બેત્રણ દિવસ પછી નક્કી કર્યું હતું. તેઓ અંધેરી ટેકરી ઉપર તેમના બંગલે રહેતા હતા. હું તે દિવસે માણસાવાળા મૂળચંદ વાડીલાલને ત્યાં ગયો. તેમનો બંગલો તેમની ટેકરીની નીચેના ભાગમાં હતો. મૂળચંદભાઈ સાથે ઘનિષ્ઠ સંબધ હોવાના કારણે હું તેમના ત્યાં વાતે વળગ્યો. અગિયાર-સાડા અગિયાર થયા એટલે મૂળચંદભાઈએ મને કહ્યું, “તમે અહીં જમી લો. તમને ત્રણ ।દિવસ પહેલા આમંત્રણ આપ્યું છે. કદાચ ભોગીભાઈ શેઠ ભૂલી ગયા હશે. માટે ત્યાં નહિ જાઓ તો ચાલશે.| |કેમકે તેઓ તો અનાજની વાનગી જમતા નથી. કદાચ તે હાજર હશે કે નહિ હોય. અને તેમના માણસને I પણ ખબર હશે કે નહિ હોય”. આ વાત ચાલતી હતી ત્યાં ભોગીભાઈ શેઠનો ટેલિફોન આવ્યો. તેમણે કહ્યું, ‘‘હું તમારી રાહ જોઉં છું. તમે જમવા આવો”. ભોગીભાઈ શેઠ જાણતા હતા કે મફતલાલ મૂળચંદભાઈને ત્યાં બેઠા છે એટલે તેમણે મને ટેલિફોન કર્યો હતો. હું ત્યાં ગયો. જમ્યો. અને કહ્યું, “મેં માનેલું કે કદાચ । આપ ભૂલી ગયા હશો. અને મૂળચંદભાઈનો આગ્રહ હતો એટલે હું ત્યાં જમી લેવાનો હતો”. શેઠે જવાબમાં કહ્યું, “અમેય પાટણના છીએ. અમદાવાદના નથી. આમંત્રણ આપ્યા પછી ભૂલી જઈએ એ અમારામાં ન| બને.” તેમની નિખાલસતાને બીજો એક દાખલો તેમનો કહેલો કહું છું. એક વખત તેઓ ગોડીજીના ઉપાશ્રયે વલ્લભસૂરિજી મ. ને વંદન કરવા ગયા. તે અરસામાં મહારાજ આંખે દેખતા ન હતા. તેમના શિષ્ય | કહ્યું કે “ભોગીલાલ શેઠ આવ્યા છે.” મહારાજ કાંઈ ગણતા હતા. શિષ્યે બેથી ચાર વાર થોડા થોડા સમયને| ! આંતરે ભોગીલાલ શેઠ આવ્યાનું મહારાજને કહ્યું. મહારાજે કહ્યું, “તેમને સ્થિરતા હોય તો બેસે અને સ્થિરતા ન હોય તો જવું હોય તો જાય.” ભોગીલાલ શેઠ પંદર મિનિટ બેઠા. પછી મહારાજે વાત કરી. ભોગીલાલ શેઠને આ પ્રસંગથી મહારાજની નિસ્પૃહતા ઉપર આદર ઉપજ્યો અને મહારાજને કહ્યું કે “મારે જરાય ઉતાવળ નથી. આપ જે ગણતા હોય તે પૂરું કરો. હું નિરાંતે બેઠો છું.” તેમણે તેમના જીવનના કેટલાક પ્રસંગો મને કહેલા. તેમાંનો એક પ્રસંગ કહેતાં મને જણાવેલું “મારો ધંધો ઝવેરાતનો. હીરા-મોતીનાં પડીકાં લઈ અમારે ગ્રાહકને બતાવવા જવું પડે. એક પ્રસંગ એવો બન્યો કે મુંબઈના એક માળામાં બનારસ તરફ રહેતા એક શ્રીમંતને ત્યાં હું ઝવેરાતનાં પડીકાં બતાવવા ગયો. પડીકાં બતાવ્યા પછી મને ખબર પડી કે આ એક બનાવટી ટોળી છે. હું ફસાયો છું. ઝવેરાત જશે તે સાથે । જીવ પણ જશે. એવી ગંધ મને તેમની વાત અને રીતરસમ ઉપરથી લાગી. તે સહેજ આધા-પાછા થયા એટલે શું |હું રૂમમાંથી બહાર નીકળી ગટરની જે સિમેન્ટની પાઇપો હોય છે જે રોડ ઉપર પડતી હોય તેને પકડી ' સડસડાટ નીચે ઊતરી ગયો અને જીવ બચાવ્યો.' “એક વખત હું મારા બાપા સાથે હીરા અને મોતી વગેરેનું ઝવેરાત બતાવતો હતો ત્યારે જોનાર વ્યક્તિમાંથી એક વ્યક્તિએ પોતાના ગાલફોરામાં (મોઢાનાં) બે કિંમતી મોતી ભરાવ્યાં. અમે અમારાં મોતી ગણ્યાં, તો તેમાં બે મોતી ઓછાં હતાં. પેલી વ્યક્તિએ કહ્યું કે તમારો માલ છે. અહીં જે કાંઈક પડ્યુ હોય । તે જોઈ લો. અમે બધે તપાસ કરી પણ બે મોતી ઓછા હતાં. મને ખ્યાલ આવી ગયો કે સામી વ્યક્તિએ | ગાલફો૨ામાં મોતી ભરાવ્યાં હતાં. મારા બાપા વિચાર કરતા રહ્યા, અને મેં ઊઠીને સામેની વ્યક્તિને બેI તમાચા ચોડી દીધા. મોતી તરત બહાર નીકળ્યાં. અમે અમારો માલ લઈ વિદાય થયા.” જુદા જુદા આગેવાન ગૃહસ્થોનો પરિચય] [૧૯૫ Page #203 -------------------------------------------------------------------------- ________________ અમે મુંબઈમાં રહેતા હતા તે દરમ્યાન ધર્મસૂરિ મ. મુંબઈ આવ્યા. હું તેમના પરિચયમાં આવ્યો. । !અને મેં તેમની પાસે ભવિષ્યમાં બીજીવાર લગ્ન નહિ કરવાની પ્રતિજ્ઞા લીધી. તે સમય એવો હતો કે ! સ્ત્રીઓના જાન સુવાવડમાં જોખમાતા હતા. મારી ઉંમર નાની હતી. મારા બાપાને આ મારી પ્રતિજ્ઞા ગમી નહિ. તેમણે ઘણો વિરોધ કર્યો. હું મક્કમ રહ્યો.” (૨) મારું મોતિયાનું ઓપરેશન થયું ત્યારે મારા ભાઈ મણિલાલ વાડીલાલ દોલતરામના ત્યાં નોકરી કરતા હતા. પછીથી તેમની પેઢી બંધ થતાં તે મારી ભલામણથી ભોગીલાલ શેઠ દ્વારા શ્રીરામ મિલમાં જોડાયા. અને તે રિટાયર્ડ થયા ત્યાં સુધી ત્યાં રહ્યા. આ બધાં કારણોને લઈ ભોગીભાઈ સાથે ઉત્તરોઉત્તર ગાઢ પરિચય થયો. તેમની દીકરી વિમળાબેનનું કસ્તુરભાઈ શેઠના દીકરા સિદ્ધાર્થ સાથે વેવિશાળ નક્કી થયું ત્યારે હું મુંબઈ હતો. આ સંબંધ પછી ભોગીભાઈ અમદાવાદ આવતાં ત્યારે હું તેમને અચૂક મળતો, અને તે પણ મને મળવાની [ઇચ્છા રાખતા. એમનો સંબંધ તે જીવ્યા ત્યાં સુધી રહ્યો. અને ત્યારબાદ તેમના પુત્ર પ્રતાપભાઈ સાથે ભાયખલ્લાના ટ્રસ્ટના લીધે પરિચય થયો અને આજે પણ તે ચાલુ છે. (e) ભોગીભાઈ સુધારક છતાં ધર્મપ્રેમી અને રાગી હતા. તેમનામાં ધનવાનપણાનું જરાય અભિમાન ન İહતું. ગમે તેવી મુશ્કેલીનાં પ્રસંગે પણ તે સ્પષ્ટબોલા હતા. મોટા શ્રીમંત હોવા છતાં નાનામાં નાના માણસ | Iસાથે સારી રીતે ભળી શકતા હતા. તેમની મહેમાનગતિ શુદ્ધ શ્રાવકને શોભાવે તેવી હતી. ક્રિયાકાંડમાં ઓછા હોવા છતાં ધર્મગ્રંથો અને પૂર્વાચાર્યોનાં જીવનચરિત્રો સાંભળવામાં તેમને ખૂબ રસ હતો. મોટી ઉંમરે પણ કાંઈ શીખવા જેવુ લાગે તો તે શીખવાની તેમની તૈયારી હતી. જે તેમના મનમાં તે જ તેમની વાણીમાં હતું. જીવન સરળ અને આગ્રહરહિત હતું. તે દાન આપવામાં કંજૂસ ન હતા, પણ પોતાનો આપેલો પૈસો બરાબર યોગ્ય ખર્ચાય છે કે કેમ તેમાં તેઓ પૂરું ધ્યાન આપતાં. (૪) અમદાવાદની આણદંજી કલ્યાણજીની પેઢીમાં તેઓ મુંબઈ તરફથી પ્રતિનિધિ હતા. તે વખતે કસ્તુરભાઈ શેઠ સાથે વેવાઈનો સંબંધ નહિ થયેલો. આબુના જીર્ણોદ્ધારની વાત નીકળી અને તેમાં વસ્તુપાલ- | તેજપાલે જ્યારે દેરાસર બંધાવ્યું, ત્યારે કારીગરો આરસને ઘડતા, ત્યારે આરસનો જેટલો ભૂકો પડે તેટલી | ચાંદી આપતા વિગેરે વાત કહી, વસ્તુપાલના દેરાસરના નિર્માણની પ્રશંસા કરી. આ દેરાસરના જીર્ણોદ્વારમાં | ગમે તેટલો ખર્ચ થાય તો ખર્ચ કરી તેને અનુરૂપ જીર્ણોદ્ધાર કરવો તેવું શેઠે પેઢીની મિટિંગમાં જણાવ્યું. ભોગીભાઈ શેઠે તે વખતે કહ્યું, “આ બધું બરાબર છે. પણ વસ્તુપાલ તેજપાલે પોતાના પૈસા ખર્ચી આ ।મંદિરનું નિર્માણ કર્યું છે. જ્યારે આપણે તો લોકોના એકઠા કરેલા પૈસા ખર્ચવાના છે. એટલે દેરાસરનાં યથાવત કામ થાય તે બરાબર, પણ ખર્ચ કરતાં પહેલાં આપણે પૈસો વેડફાય નહિ તેનું ધ્યાન તો રાખવું જ ! પડે". ૧૯૬] [મારાં સંસ્મરણો યાને ૫૦ વર્ષની જૈન શાસનની આછી રૂપરેખા Page #204 -------------------------------------------------------------------------- ________________ - બીજો એક પ્રસંગ : આણંદજી કલ્યાણજી પેઢીના પ્રતિનિધિઓની મિટિંગ હતી. તે વખતે સાધુ-] Jસંસ્થાની વાત નીકળતાં ભોગીભાઈ શેઠે કહ્યું, “મોટા આચાર્ય અને મોટા સાધુઓ, આપણે જેમ નામું ' લખનાર, પરચૂરણ કામ કરનાર વિગેરે માણસો રાખીએ તેમ, તેઓ તેમની પાસે ટપાલ લખનારા, અને પરચૂરણ કામ કરનારા સાધુઓ રાખે છે”. આ વાત શેઠને ન ગમી. તેમણે ભોગીભાઈને કહ્યું, “આપ; વયોવૃદ્ધ આગેવાન છો. આવુ બોલવું ઠીક નથી”. ભોગીભાઈએ કહ્યું, “મને તો સાધુ-સંસ્થાનો નિકટનો jપરિચય નથી. પણ આ જીવાભાઈ શેઠ વગેરેએ મને કહ્યું હોય તે ઉપરથી કહું છું. બાકી અજુગતું બોલાયું lહોય તો મિચ્છામિ દુક્કડમ”. આ બંને પ્રસંગ શેઠના વેવાઈ થયા પહેલાંના છે. ભોગીભાઈ પાટણ, મુંબઈ વિગેરેની ઘણી સંસ્થાઓના ટ્રસ્ટી અને આગેવાન હતા. તે કોઈના ખાસT lભક્ત ન હતા, તેમ કોઈની પ્રત્યે અરૂચિ વાળા ન હતા. જે કોઈ પણ મુનિ-મહારાજનું કામ તેમને યોગ્યT લાગે અને રૂચે તો તે કરતા. તેમના ઘરના અને કુટુંબના સંસ્કાર ખૂબ જ ખાનદાન ગૃહસ્થને શોભે તેવા હતા. તેઓએ લાંબું તંદુરસ્ત આયુષ્ય ભોગવ્યું અને ઘણાં વર્ષો સુધી માત્ર દૂધ અને ફળાહાર ઉપર રહ્યા. તેમનાં સ્વર્ગવાસથી સમગ્ર જૈન સમાજ, પાટણ સંઘ અને મુંબઈ સંઘે નિર્મળ કાર્યકર્તાને ગુમાવ્યો છે અને તેની ખોટ | સદાને માટે રહી છે. શ્રીયુત ચીમનલાલ કેશવલાલ કડિયા ચીમનલાલ કેશવલાલ કડિયા અમદાવાદ વિશા ઓસવાલ જ્ઞાતિના હતા. તેઓ બહુ શ્રીમંત ન હતા jપણ કુશળ કાર્યકર હતા. જયારે યુવક સંઘ તરફથી દીક્ષાનો વિરોધ અને ધર્મવિરુદ્ધ કેટલીક પ્રવૃત્તિઓ ઉપડી ત્યારે તેનો પ્રતિકાર કરવાનો સામાન્ય જનતા તરફથી થયો ત્યારે તે તેના અગ્રણી હતા. જયાં જ્યાં દીક્ષાનો, Iવિરોધ થયો ત્યાં ત્યાં શ્રીયુત કડિયા પહોંચી જતા અને દીક્ષાર્થી અને તેનાં કુટુંબને તેઓ બધી રીતે મદદ. | કરતા. અને દીક્ષિત થનારને કોઈ મુશ્કેલી ન પડે તેની પૂરી સંભાળ રાખવી, તથા આ અંગે કોર્ટમાં કેસ થાય! કે તોફાન થાય તો તેને પહોંચી વળવાની ક્ષમતા રાખતા. તેમણે ધંધો છોડી યુવાન વયે શાસનના કાર્યમાં રસ દાખવ્યો હતો. આવા પ્રસંગે પોતાનાં પુત્ર, પુત્રી અને પરિવારની માંદગી વિગેરેને પણ ગૌણ કરી આ Iકાર્યને તેમણે તેમના જીવનમાં પ્રથમ સ્થાન આપ્યું હતું. વડોદરાનો દીક્ષા પ્રતિબંધક કાયદો, પરમાનંદj Jપ્રકરણ, કૉન્ફરન્સની સુધારક પ્રવૃત્તિ તેમજ યુવક સંઘની પ્રવૃત્તિઓ વિગેરેનો સામનો તેમણે રાત દિવસ જોયા! વગર કર્યો હતો. તેમનામાં મોટા ઉત્સવોને કેમ પાર પાડવા તેની સારી સૂઝ હતી. આ બધા કાર્યમાં! સહકાર્યકરોને એકઠા કરવા અને તેમની સંભાળ રાખી શાસનનાં કાર્યમાં જોડવા તેની સારી સૂઝ ધરાવતા | હતો. T વિ.સં. ૧૯૮૨ થી ૯૦-૯૨ સુધી શાસનનાં સર્વપક્ષીય કાર્યમાં તે જોડાયેલા હતા. પણ તિથિ વિગેરેT 'પ્રશ્નો પછી તે એકપક્ષીય થતા તેમના પ્રત્યે કેટલાક લોકોને અરૂચિ પેદા થઈ હતી. તિથિચર્ચામાં અને ખાસ કરીને રામચંદ્રસૂરિજી મ.ની દરેક પ્રવૃત્તિમાં તેમણે ખૂબ આનંદભેર રસ લીધો હતો. દાનસૂરિ જ્ઞાનમંદિરનું =========================== ===== | જુદા જુદા આગેવાન ગૃહસ્થોનો પરિચય) [૧૯૭ - - Page #205 -------------------------------------------------------------------------- ________________ [નિર્માણ તેમના પરિશ્રમનું પરિણામ છે. આ બધું છતાં પાછળના વખતમાં તેઓને રામચંદ્રસૂરિજી મ. સાથે મતભેદ પડ્યો. છેવટના કાળે. તે મતભેદ એટલો બધો તીવ્ર બન્યો કે એકબીજાનાં દૂષણો તરફ વળ્યો. છેલ્લા વખતે તેમને કેન્સરની બિમારી jથઈ. આ બિમારી વખતે શાસનનાં જે કાંઈ કાર્યો કર્યાં હતાં, તેમાં સાહસ અને ઉત્સાહથી જે કાંઈ ખોટું થયું lહતું તેનો સંભાળી સંભાળીને મિચ્છામિ દુક્કડમ તેમણે દીધો હતો. પરમાનંદભાઈ જેવાને કાગળ લખી. મિચ્છામિ દુક્કડમ દીધો હતો. રામચંદ્રસૂરિજી કે જેમની સાથે વર્ષો ગાળ્યાં, પણ પાછળથી પડેલ મતભેદને! લીધે જે વૈમનસ્ય થયું, તેનો પણ તેમણે મિચ્છામિ દુક્કડમ દીધો. 1 કડિયાએ તેમનાં યુવાનીનાં વર્ષો શાસનની સેવામાં ગાળ્યાં હતાં. તે કેટલીક બાબતમાં એકપક્ષીય હોવા છતાં તેમનું હૃદય મલિન ન હતું. દરેકનાં કાર્યમાં તે ઊભા રહ્યા હતા. યુવક સંઘ સાથેની લડતમાં, 'સુધારકો તરફથી તેમણે ઘણું સહન કર્યું હતું. એકંદરે કડિયા જેવા આગેવાન કાર્યકરોની જૈન શાસનને ન પૂરી શકાય તેવી ખોટ છે. તેમના સ્વર્ગવાસ પછી શોકસભાનો વિચાર થયો. આ શોકસભા આયંબિલશાળામાં રાખવાનું વિચાર્યું.T આ માટે પ્રમુખ તરીકે શેઠ કેશવલાલ લલ્લુભાઈનું નામ શ્રીયુત રતિલાલ નાથાલાલે સૂચવ્યું. પણ કેશુભાઈ! શેઠે કહ્યું, “શ્રીયુત કડિયા માટે સકલ સંઘની સભા ન હોય”. આ વાત મને તેમનાં કુટુંબી તરફથી કહેવામાં આવી. કેશુભાઈ શેઠને મળ્યો અને કહ્યું, “કડિયાએ જે છેલ્લા પંદર-વીસ વર્ષમાં જે કામ કર્યું છે તે ખૂબ jઅનુમોદન માગી લે તેમ છે. આવો કાર્યકર આપણને મળવો મુશ્કેલ છે. તેથી તમારે ના ન પાડવી”. શેઠેj મારી વાત સ્વીકારી અને આયંબીલશાળામાં તેમની શોકસભા યોજાઈ. આ સભા બોલાવવામાં અમદાવાદના! 'તેમના જીવનકાળ દરમ્યાન ઘણા વખત સુધી વિપરીત રહેલા મોહનલાલ છોટાલાલ વિગેરે ગૃહસ્થોની મેં! સહીઓ લીધી. અને તે સભાને અનુમોદન આપ્યું. શ્રીયુત કડિયા જીવનકાળ દરમ્યાન ઘણા સાધુઓના સંઘર્ષમાં આવ્યા હતા. છતાં તે વીસરી જઈ તેમનાં કાર્યની રીતને બીરદાવી તેમના જીવનમાં થયેલા શાસનના હિતસ્વી કાર્યોની અનુમોદના આચાર્ય ભગવંતો તરફથી તે સભામાં મળી હતી. (૨) શ્રીયુત કડિયા યુવક સંઘ વિગેરે પ્રવૃત્તિઓ અંગે, અને ત્યારબાદ રામચંદ્રસૂરિજીના એકપક્ષીય થયા પછી પણ, યંગમેન્સ સોસાયટીની ઓફિસ રતનપોળમાં ચલાવતા હતા. હું તે વખતે નાગજી ભુદરની પોળમાં jરહેતો હતો. આ સાલ પ્રાયઃ વિ.સં. ૧૯૯૦-૯૧ની હોવા સંભવ છે. તે વખતે હું વિદ્યાશાળામાં ભણાવતો હતો. અને મારે વિદ્યાશાળામાં ભણાવવાને લઈ પ્રેમસૂરિજી મ., જબુસૂરિજી મ., ક્ષમાભદ્રસૂરિજી મ.T 1વિગેરેનો સારો પરિચય થયો. એ દરમ્યાન જૈન અભ્યદય પ્રિન્ટિંગ પ્રેસ પણ હું ચલાવતો હતો. 1 જબુસૂરિ મહારાજે મને પંચનિગ્રંથી પ્રકરણનું ભાષાંતર કરી છાપવાનું સોપ્યું. આ પુસ્તક છાણીવાળા jનગીનદાસ ગરબડદાસની આર્થિક સહાયથી છપાતું હતું. આ પુસ્તકની પ્રસ્તાવના મેં લખી હતી. આj પ્રસ્તાવનામાં એક જગ્યાએ “આ નિગ્રંથ ગર્ભ અને જન્મથી આઠ વર્ષ પૂર્ણ થયા બાદ દીક્ષા લેનાર હોય છે તેવું છપાયું હતું. આ લખાણ સંબધમાં તે વખતે સાગરજી મ.ને વાંધો હતો. કારણ કે સાગરજી મ. એમ. =============================== ૧૯૮] ( [મારાં સંસ્મરણો યાને ૫૦ વર્ષની જૈન શાસનની આછી રૂપરેખા | Page #206 -------------------------------------------------------------------------- ________________ | માનતા હતા કે “ગર્ભથી આઠમા વર્ષે દીક્ષા થઈ શકે છે”. તેને અંગે તેમણે “સિદ્ધચક્ર' પાક્ષિકમાં ટૂંકી નોંધ] 1 આપી, તેમાં લખ્યું કે મફતલાલને પૂછતાં તેમણે કહેલું કે “વિદ્યાશાળામાં રહેલ આચાર્યે આ શબ્દો લખાવ્યા. છે છે”. આ લખાણનો ઊહાપોહ જાગ્યો. કડિયા દ્વારા ગિરધર પરષોત્તમે મને સાગરજી મ.ને નોટિસ મોકલવાનો. એક કાગળ મોકલ્યો. આથી હું ગભરાયો. મેં આ વાત સિદ્ધિસૂરિ મ. ને કરી. તેમણે મને કડિયા દ્વારા આવેલ 1 ગિરધર પરષોત્તમનાં નોટિસના કાગળો તેમને સોંપવાનું કહ્યું. મેં તેમને સોંપ્યા. કડિયા તરફથી નોટિસ i વિગેરેની ઉઘરાણી થતાં મેં કહ્યું કે “એ કાગળો મેં બાપજી મ.ને આપ્યા છે, તેથી એ કાગળો તમે તેમની] પાસેથી લઈ આવજો”. પરિણામ એ આવ્યું કે કોઈ લેવા ગયું નહિ ને વાત પડતી મૂકાઈ. અર્થાત્ એ કાળા | કડિયા રામચંદ્રસૂરિજીના એટલા બધા ભક્ત બન્યા હતા કે તેમના માટે ગમે તેવું અનિચ્છનીય કામ કરવા તૈયાર! થતા. I I I ==== I === ========= જુદા જુદા આગેવાન ગૃહસ્થોનો પરિચય. [૧૯૯ | - | | Page #207 -------------------------------------------------------------------------- ________________ વિભાગ – ૧૨ પૂજ્ય આચાર્ય ભગવંતોનો પરિચય ૧. શાસન સમ્રાટ વિજય નેમિસૂરિ મહારાજ (૧) પૂ.આ. વિજય નેમિસૂરીશ્વરજી મ.નાં પ્રથમ દર્શન હું પાટણ વિદ્યાભુવનમાં ભણતો તે વખતે થયેલાં. Iત્યારે મારી ઉંમર ૧૪-૧૫ વર્ષની હતી. વિદ્યાભુવનમાં અમને ધાર્મિક અભ્યાસ કરાવતા વઢવાણના વતની | |શાંતિલાલ હરગોવિંદદાસે અમને તેમના પ્રભાવકપણાની અને જૈન શાસનનાં મહાન આચાર્ય તરીકેના તેમના I જીવનનુ વર્ણન કરી અમારામાં તેમના પ્રત્યે અહોભાવ પ્રગટાવ્યો હતો. વિદ્યાભુવનના અભ્યાસ દરમ્યાન તેઓશ્રીનું અમારે ત્યાં આગમન થતું. ત્યારે તેમની વાણીના | શ્રવણમાં રાજસ્થાનનાં કાપરડા વિગેરે તીર્થોમાં તેમણે તીર્થોની રક્ષામાં જે કુનેહપૂર્વક કાર્ય કરેલું તે અને તેની ! પાછળ તેઓએ તથા તેમના શિષ્યોએ જે ભોગ આપેલો તેનું વર્ણન તથા અમદાવાદના નગરશેઠનાં કુટુંબોની રીતરસમ તેમજ ખંભાત અને ભાવનગરના આગેવાન ગૃહસ્થોનાં કુટુંબોની રીતરસમ વિગેરેનું વર્ણન તેઓ કરતા. તે સાંભળી અમે તે-તે શહેરોના આગેવાનોનાં જીવનોનાં આછા દર્શન કરેલાં. આમ, મારા બાલ્યકાળમાં તેમની પ્રભાવક મોટા મહાત્મા તરીકેની છાપ હતી. આ છાપ પાછળથી મારા ગુરૂ પંડિત પ્રભુદાસભાઈનો તેમની સાથેનો સવિશેષ પરિચય અને તેમની પ્રત્યેના તેમના અતિ ઉત્કટ અહોભાવે તેમની પ્રત્યે અમને વધુ આકર્ષી દઢ કરી હતી. વિ.સં. ૧૯૯૦ના મુનિ-સંમેલનની કરેલી તેમની કાર્યવાહીએ તેમનામાં રહેલ દીર્ઘદૃષ્ટિ અને શાસનની સર્વતોમુખી સુરક્ષાનું ભાન કરાવ્યું હતું. કપરા કાળમાં પણ ધૈર્ય ગુમાવ્યા વિના કામ કરવાની તેમનામાં અપૂર્વ શક્તિ હતી. ૧૯૯૦નું મુનિસંમેલન તેમજ ગાયકવાડ સરકારનો દીક્ષા પ્રતિબંધક કાયદો, યુવક સંઘ અને યંગમેન્ટ્સ જૈન સોસાયટીની પ્રવૃત્તિ, દેવદ્રવ્યની ચર્ચા, સંવત્સરી તિથિ-મતભેદ વિગેરે વિગેરે પ્રસંગોમાં તે શક્તિનાં દર્શન થયાં છે. ૨૦૦] [મારાં સંસ્મરણો યાને ૫૦ વર્ષની જૈન શાસનની આછી રૂપરેખા Page #208 -------------------------------------------------------------------------- ________________ જે કાળે શાસનની કેટલીક સુવિહિત પ્રણાલિકાઓ છિન્ન-ભિન્ન થઈ જવામાં હતી, તે વખતે તે| પ્રવાહને બદલવાનું અપૂર્વ કામ તેમણે તેમના જીવનકાળ દરમ્યાન કર્યું હતું. જેમકે, યોગોન્દ્વહન વિગેરેની | પ્રક્રિયાનો લોપ કરી પદગ્રહણ કરવાની શરૂઆત આત્મારામજી મ., વિજયધર્મસૂરિજી, બુદ્ધિસાગરસૂરિજી વિગેરેએ કરી હતી. તેને વળાંક આપી સમગ્ર શાસનને યોર્ગોદ્વહન તરફ વાળવાનું અપૂર્વ કાર્ય તેમણે કર્યું છે. સાધુ-સંસ્થામાં પઠન-પાઠનનો નાદ ગજવી, જે કાળે માત્ર ટબા અને ભાષાંતરોથી સંતોષ માનતા સાધુ | ।હતા, તે કાળે તેમણે જૈન શાસનને વ્યાકરણ, ન્યાય, જ્યોતિષ અને આગમના ધુરંધર વિદ્વાનો સોંપ્યા છે.| પૂર્વકાળના પરંપરાનુગત યતિઓ પાસે રહેલા હસ્તલિખિત ભંડારો પાણીના મૂલ્યે વેડફાતા હતા, અને કેટલાક અમૂલ્ય ગ્રંથો નાશ પામતા હતા. તે ગ્રંથોને તેમણે તેઓની પાસેથી લઈ સમૃદ્ધ જ્ઞાન-ભંડાર ઊભા કર્યા. આ કરવા પાછળ કેવળ તેમની શ્રુત-રક્ષાની બુદ્ધિ હતી. જેને લઈ જરૂરી અને બિનજરૂરી હસ્તલિખિત ભંડારો તેમણે યતિઓને બીજે વેચતા અટકાવી જૈન સંઘમાં સુરક્ષિત રાખ્યા. તેઓની દૃષ્ટિ સદાકાળ સંઘશાંતિ માટે રહી છે. કોઈ પણ વિવાદગ્રસ્ત પ્રશ્ન પ્રસંગે શાસનમાં વિખવાદ ન થાય તે લક્ષ રાખી, પોતાની ગમે તેવી માન્યતાને ગૌણ કરતાં તે અચકાયા નથી. સંવેગી સાધુઓની અમદાવાદ, ખંભાત ભાવનગર વિગેરે મોટા શહેરોનાં કુટુંબો ઉપર સંયમની | છાયા પ્રસરાવવાનો પ્રારંભ આ કાળમાં તેમના દ્વારા થયો છે. જેને લઈ આ કુટુંબો યતિઓના પ્રભાવથી વિરમી સાધુઓના પરિચયમાં આવ્યા અને તેને અનુસર્યા. તેમાં તેઓનો પ્રભાવ મુખ્ય કારણરૂપ છે. (૨) વિ.સં. ૧૯૮૭ આસપાસ હું અમદાવાદમાં આવ્યો. તે પહેલાં પૂ.આ. નેમિસૂરીશ્વરજી મ.ના સમુદાયના સાધુઓ પૈકી દર્શનસૂરિ મ.નો અને પૂ.આ. વિજ્ઞાનસૂરિ મ. વિગેરેનો થોડો પરિચય હતો. પૂ.આ. વિજ્ઞાનસૂરિ મ.નો સવિશેષ પરિચય અમે પાટણ ભણતા હતા ત્યારે અમને પંડિત વીરચંદભાઈ ભણાવતા હતા, અને તે તેમના શિષ્ય કસ્તુરવિજયજીને પણ ભણાવતા હતા. તેને લઈને, અને દર્શનસૂરિ મ.નો પરિચય પાલિતાણામાં જિનદત્ત બ્રહ્મચર્યાશ્રમમાંથી છૂટા થયેલા મારી પાસેનાં વિદ્યાર્થીઓ પૈકી જયંતિલાલ જે પાછળથી ।જયાનંદસૂરિ થયા તેને લઈને હતો. હું પાલિતાણાથી અમદાવાદ આવ્યો અને શરૂઆતમાં અમદાવાદમાં સ્થિર થાઉં તે વખતે પૂ.આ. મ.ને મળ્યો. તે પહેલાં બોટાદમાં પં. ચરણવિજયના ચોમાસામાં થોડા દિવસ બોટાદ રહેલો. ત્યારે પૂ. આ. મ.ની કારકિર્દીના વખાણ બોટાદમાં સાંભળેલા. તેથી સવિશેષ પ્રભાવિત થયેલો. અમદાવાદમાં આવ્યા પછી |થોડા જ વખતમાં મુનિ-સંમેલનની તૈયારીની પ્રવૃત્તિમાં અમદાવાદ શહેરના જૈનો રસ લેતાં, તેમાં હું પણ રસ | લેતો હોવાથી આ મ.ના પરિચયમાં આવેલ. ખરી રીતે તો વિશેષ પરિચય તિથિ-ચર્ચાના પ્રસંગમાં જ થયો, અને તેનું વર્ણન તિથિ-ચર્ચાના પ્રસંગમાં જુદા જુદા બનાવોમાં આવી ગયેલ છે. I તિથિ-ચર્ચાના કેસ વખતે મેં સુરત જવાનું અને ત્યાં રહેવાનું નક્કી કર્યું તે વખતે મારી પાસે પુસ્તકો હતાં, તેમાં ‘જયાનંદ કેવલી ચરિત્ર, પ્રમાણનયતત્વ લોકાલંકાર વિગેરે પુસ્તકો જે પહેલાં મેં છપાવ્યાં પૂજ્ય આચાર્ય ભગવંતોનો પરિચય] [૨૦૧ Page #209 -------------------------------------------------------------------------- ________________ - lહતાં તે બધાં પુસ્તકો સુરત લઈ જવા અનુકૂળ ન હતાં. તેથી આ પુસ્તકો વેચી નાખવા મેં વિચાર કર્યો. તે | વાત મેં પૂ.આ.મ.ને જણાવી. આ. મહારાજે મને કહ્યું, “તારે કાઢી નાખવા હોય તો અમે આ તારાં પુસ્તકો / જ કાંઈ વેચવાનાં હોય તે બધાં લઈ લઈશું.” અને તે કહ્યા પછી તરત જ રકમ બોલવા માંડી, “પાંચ હજાર, ! છ હજાર..” મહારાજશ્રીને કહ્યું, “સાહેબ, તમે કેટલાં પુસ્તક છે તેનું લિસ્ટ જોયું નથી અને મેં બતાવ્યું છે નથી. માટે રકમનું નક્કી ન થાય”. મહારાજે કહ્યું, “મારે તારું લિસ્ટ જોવું નથી, તારે રકમ ઓછી પડતી ! હોય તો કહેજે.” મેં મહારાજને કહ્યું, “હું આપને ત્યાં બધાં પુસ્તકો મોકલી આપું છું. અને આપ જે રકમ | અિપાવશો તે મને કબૂલ છે.” મેં પુસ્તકો લારી ભરીને મોકલી આપ્યાં. તેમાં કેટલાંક અધૂરાં પુસ્તકો અનેT કેટલાંક છૂટા-છવાયા પાનાં પણ હતાં. આ બધું આવ્યા પછી હું મહારાજ સાહેબ પાસે બેઠો હતો. ત્યારે આ ઉદયસૂરિ મહારાજે કહ્યું કે “સાહેબ ! આમાં કેટલાંક પુસ્તકો આખાં ને સારાં છે, કેટલાંક અધૂરાં છે. અને કેટલાંક છૂટાં-પાનિયાં છે. આ બધો સંગ્રહ તો આપણા ભંડારમાં પણ ગુંચવાડો ઊભો કરશે.” મહારાજે ! જવાબમાં કહ્યું કે “તમને ખ્યાલ નથી. આની પાસેથી જે છૂટાં પાનાં અને પ્રકીર્ણ પુસ્તકો આવ્યાં છે તે જ ! lખૂબ ઉપયોગી છે. કેમકે તેણે તિથિ અંગે અને બીજા ચર્ચાસ્પદ પ્રશ્નો અંગે સંગ્રહેલો સંગ્રહ આપણને બીજે | ક્યાંયથી ન મળી શકે તે મળ્યો છે. તે જ મહત્ત્વનું છે.” આ પુસ્તકોનો મારો સંગ્રહ પૂ.મ.શ્રીના ત્યાં આવ્યો ત્યારે મારા ભાષાંતર કરેલા “પ્રમાણનયતત્ત્વ લોકાલંકાર”, “પંચનિર્ચથી પ્રકરણ” વિગેરે પુસ્તકોને મહારાજે ફુરસદે વાંચેલાં અને મને પ્રોત્સાહન આપેલું.' ( આ પુસ્તકોને વ્યવસ્થિત કરવામાં એમની પાસેથી પસાર થતાં લાવણ્યસૂરિ મ. વિગેરેને પણ તેઓ બેસાડતા અને કહેતા કે આ પુસ્તકોનું પૃથક્કરણ કરો. જેને લઈ લાવણ્યસૂરિ મહારાજે મને એક વાર કહેલું | કે “મફતલાલ, તમે તો અમને પણ કામે લગાડ્યા છે.” એક પ્રસંગે હું મ.શ્રી પાસે બેઠો હતો. સામેના ભાગમાં ઉદયસૂરિ મ. બેઠા હતા. હું આ.મ. સાથે વાત કરતો હતો તે વખતે ઉદયસૂરિ મહારાજે કહ્યું, “મફતલાલ, તમારા જમણા પગમાં ઊર્ધ્વરેખા છે. બીજું ! તો ઠીક, પણ તમે દીક્ષા લો તો આચાર્ય થા.” પૂ.આ. મ. તુરત જ બોલ્યા, “ઉદયસૂરિ કહે છે તે ખોટું ! છે. પણ તું આચાર્ય થાય જ નહિ. છતાં “તું થાય નહિ” એ મારા વચનને ખોટું પાડીશ તો હું રાજી થઈશ.”! 'એમ કહી એઓ હસ્યા. અર્થાત્ તું ઉદયસૂરિનાં વચનને સાચું પડે તેમ ઇચ્છું છું. | પૂ. નેમિસૂરિ મ.માં વિનોદ કરવાનો સ્વભાવ હતો. એક વખત તેઓ જૈન મર્ચન્ટ સોસાયટીના Iઉપાશ્રયમાં હતા. ત્યારે પંડિત પ્રભુદાસભાઈ, પં. વીરચંદભાઈ તેમને વંદન કરવા ગયા. વંદન બાદ શાસનની કેટલીક વાતો પછી વાત નીકળતાં આ. મ. પ્રભુદાસભાઈ અને વીરચંદભાઈને ઉદ્દેશીને બોલ્યા કે “આ! કાઠિયાવાડીનો વિશ્વાસ જ રખાય નહિ”. (પં. પ્રભુદાસભાઈ અને વીરચંદભાઈ કાઠિયાવાડી ફેંટો બાંધતા ; હતાં) આના જવાબમાં વીરચંદભાઈ બોલ્યા, “સાહેબ, આપ મહુવાના વતની છો. મહુવા કાઠિયાવાડમાં jઆવેલું છે.” મહારાજે હસતાં હસતાં કહ્યું, “અમે માથું મુંડાવ્યું. કોઈ અમને કાઠિયાવાડી નહિ કહે. તને | Iકાઠિયાવાડીપણું ન ગમતું હોય તો તું તારું પાઘડું ઊતારી દે અને માથું મુંડાવી સાધુ બની જા.” | બીજો એક વિનોદનો પ્રસંગ સાગરજી મ. અંગેનો છે. સાગરજી મ. તિથિચર્ચાના પ્રસંગમાં અને jકેટલાક પ્રસંગોમાં ચર્ચામાં ઊતરતા. આ વાત નેમિસૂરિજીને કેટલીક વાર ગમતી નહિ. ત્યારે તેઓ સાગરજી | =============================== ૨૦૨] મિારાં સંસ્મરણો યાને ૫૦ વર્ષની જૈન શાસનની આછી રૂપરેખા - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - -- Page #210 -------------------------------------------------------------------------- ________________ ।મ.ને કહેતાં કે “તમે કપડવંજનાં નેમા વાણિયા છો. નેમ એટલે અડધો. અર્થાત્ તમે અડધા વાણિયા છો.પૂરા Iવાણિયા નથી. જેની સાથે ફળ ન આવે તેની સાથે ચર્ચામાં ઊતરવાની જરૂર જ નથી.' એક વખત મ.શ્રી પાલિતાણા પધારેલા. ત્યાં આમ તો તેઓ મોટી ટોળીના ઉપાશ્રયે ઊતરતા હોય છે. પણ વખતે નાની ટોળીવાળાએ ખૂબ આગ્રહ કરીને આણંદજી કલ્યાણજી પેઢી પાસેના તેમના ઉપાશ્રયે İઊતાર્યા. સાંજનો વખત હતો. હું મ.શ્રી પાસે બેઠો હતો. તે વખતે સંસ્કૃતમાં કાવ્યમય એક પત્ર લાવણ્યસૂરિજી Iમ.નો લખેલો તેમના ઉપર આવ્યો હતો. તે પત્રનું વાંચન મારી પાસે તેમણે કરાવ્યું. આ પત્રની રચના સુંદર કાવ્યમય હતી. એ વખતે વિ.સં. ૧૯૯૨ની સંવત્સરીની વાત નીકળી. મેં મહારાજને કહ્યું કે ‘‘સિદ્ધિસૂરિ મહારાજે કહ્યું કે આ બાબતમાં નેમિસૂરિ મહારાજ મને ભોળવી ગયા'. આના જવાબમાં મહારાજે કહ્યું, “મેં કોઈ નાના માણસને ભોળવ્યો નથી. ૯૦ વર્ષના પીઢ માણસને વાત કરી, સમજાવી અને સંમત કર્યા હતા”. એક પ્રસંગે રામચંદ્રસૂરિજી મહારાજે મને કહેલું કે ‘‘હું નેમિસૂરિ મ.ને ઘણી વખત મળ્યો છું, અને ! તીર્થોના પ્રસંગમાં મતભેદ વખતે મેં તેમની સાથે રહી કામ કરવાનું જણાવ્યું છે. પણ તેમણે કોઈ દિવસ મને મહત્ત્વ આપ્યું નથી”. એક પ્રસંગ ટાંકતાં તેમણે કહેલું કે ‘‘રાજગૃહી સંબંધે આણંદજી કલ્યાણજી પેઢીના પ્રતિનિધિઓ ખાસ કરીને કસ્તુરભાઈ દિગમ્બરો સાથે એવું સમાધાન કરી આવેલા કે જે નેમિસૂરિ મ.ને પસંદ İન હતું. તેમણે કસ્તુરભાઈ વિગેરેને તે સમાધાન અંગે ખૂબ ઠપકો આપેલો. આ વાત (રામસૂરિ મ. કહે છે । 1કે) મેં સાંભળી. હું પૂ. નેમિસૂરિ મ.ને મળેલો અને તેમને કહેલું કે આપ આનો પબ્લિક વિરોધ કરો તો હું! તે વિરોધમાં સાથ આપવા તૈયાર છું. આના જવાબમાં મ.શ્રીએ કહ્યું કે મેં ખાનગીમાં ઠપકો આપ્યો તે બસ છે. જાહેરમાં હું વિરોધ કરવા માંગતો નથી. રામચંદ્રસૂરિએ વધુમાં કહ્યું કે આપ વિરોધ ન કરો તો કાંઈ નહિ પણ હું વિરોધ કરું તો આપ મને ટેકો આપશો ખરા ? આના જવાબમાં પણ મ.શ્રીએ કહ્યું “ના”. આ પ્રસંગે |મેં રામચંદ્રસૂરિજીને કહેલું કે ‘‘નેમિસૂરિ મહારાજે તમને ના કહી તેનું કારણ એ છે કે તેઓ કેવા માણસ સાથે કામ કરવું અને કેવા માણસ સાથે કામ ન કરવું તેના બરાબર જાણ હતા. અને બીજું એ કે તેઓ માનતા | હતા કે કોઈ પ્રશ્નમાં મતભેદના કારણે શાસનનાં કામ કરનારને ઊભગાવવા તે વાજબી નથી”. (૩) પૂ.આ. નેમિસૂરિ મ.ને શાસન સમ્રાટ અને સૂરિચક્રચક્રવર્તીનું જે બિરુદ આપવામાં આવે છે તે કુંવાજબી છે. કેમકે તે શાસનના હિતૈષી પુરુષ હતા. તેમના આચાર્યપદના કાળને નેમિયુગ કહીએ તો પણ 1ખોટું નથી. કેમકે તે કાળ દરમ્યાન યોગોન્દ્વહન, પ્રતિષ્ઠા, અંજન શલાકા અને અર્હપૂજન વિગેરે વિવિધ I અનુષ્ઠાનો અને સંઘો વિગેરે શાસન પ્રભાવક કાર્યો તેમની નિશ્રામાં ખૂબ વિસ્તર્યાં છે. કાલપ્રવાહ મોટા પુરુષોને પણ અસર કરે છે. તેનું એક ઉદાહરણ એ છે કે પૂ. સાગરજી મહારાજે |આગમો પ્રસિદ્ધ કર્યાં. આ પ્રસિદ્ધ કરનાર આગમોદય સમિતિ અને દેવચંદ લાલભાઈ પુસ્તકોદ્ધાર ફંડનાં | કાર્યવાહકો આ પ્રસિદ્ધ થયેલા આગમગ્રંથોનો સેટ લઈ તેમને ભેટ આપવા આવ્યા. ત્યારે આ. મહારાજે કહ્યું I 1કે આ આગમોને સ્પર્શ પણ કરાય નહિ. કેમકે આ છપાયેલાં આગમોથી આશાતના વધશે. અને તેની અવહેલના થશે”. તેમ કહી તે આગમો લીધાં નહિ. સમય સમયનું કામ કરે છે તે મુજબ સમય જતાં તેમણે પોતે તે આગમો પાછળથી ખરીદાવ્યાં. [૨૦૩ પૂજ્ય આચાર્ય ભગવંતોનો પરિચય] Page #211 -------------------------------------------------------------------------- ________________ એટલું જ નહિ, પણ પછી તેમનો પરિવાર પણ તે અને તેના જેવા ગ્રંથોને છપાવવા માંડ્યો. આ સમયની | બિલિહારી છે. પં. પ્રભુદાસભાઈનો કહેલો એક પ્રસંગ મને યાદ છે. જ્યારે વિ.સં. ૨૦૧૪ નું મુનિસંમેલન થયું jઅને નંદનસૂરિ મહારાજે એ મુનિ-સંમેલનની શરૂઆતમાં “જેણે સંઘની સર્વમાન્ય પ્રણાલિકા બદલી હોય તેવા, શાસનની સાથે બહારવટું ખેડનારની સાથે ચર્ચા ન થઈ શકે; તે પહેલાં સંઘને શરણે આવે પછી જાં તિની સાથે ચર્ચા થાય”, આ વાત વિ.સં. ૧૯૯૩ થી પર્વતિથિઓની ક્ષય વૃદ્ધિ કરનાર રામચંદ્રસૂરિજીનાT પક્ષને કહી, ત્યારે તેમણે પ્રભુદાસભાઈએ નેમિસૂરિ મ.ને યાદ કર્યા કે “ખરેખર આ વચન નેમિસૂરિ મ.નું! જ ઉચ્ચારાયેલું છે. નંદનસૂરિ મહારાજે નેમિસૂરિ મ.ની ખરેખરી પ્રભા જાળવી છે”. આ ભાવ પ્રભુદાસભાઈનો ; હતો. | નેમિસૂરિ મ. તે કાળના સંઘના સર્વસ્વ હતા. શાસનના સ્તંભરૂપ હતા. તેમનાં દર્શનથી પૂર્વી Iમહર્ષિઓનાં દર્શનની ઝાંખી થતી હતી. ૨. પૂ. આગમોદ્ધારક આ. સાગરાનંદસૂરિજી મ. પ.પૂ. આચાર્યદેવ સાગરાનંદસૂરિજી મ.ના મેં બાળપણમાં વિદ્યાભવનના અભ્યાસ દરમ્યાન પાટણમાં દર્શન કર્યા હતાં. ત્યારબાદ પાટણનાં અભ્યાસ પછી જ્યારે હું પાલિતાણા જિનદત્ત આશ્રમમાં આવ્યો ત્યારે jતેમનો મેં નજીકથી થોડો પરિચય મેળવ્યો. પણ તેમનો ઘનિષ્ઠ પરિચય તો તિથિચર્ચાના પ્રસંગમાં જ થયો,j અને તે ખૂબ ગાઢ થયો. પૂ. આનંદસાગરસૂરિ મહારાજે વિ.સં. ૧૯૯૦માં પૂ.આ નેમિસૂરિ મ. સાથે રહી મુનિસંમેલનમાં સારો ભાગ ભજવ્યો હતો. મુનિસંમેલનની સફળતામાં તેમનો હિસ્સો ખૂબ જ મહત્વનો હતો. એ મુનિસંમેલનમાં jપૂ. નેમિસૂરિ મ.ની કુનેહ અને પૂ. સાગરજી મ.ની વિદ્વત્તાનાં દર્શન સમગ્ર શાસનને થયાં હતાં. પૂ. સાગરજી | મિ. કલકત્તા તરફથી ગુજરાતમાં આવ્યા બાદ ગુજરાતમાં ચાલેલી બાળદીક્ષા પ્રકરણ, યુવક સંઘ અને સોસાયટીની! ધમાલ વિગેરે પ્રવૃત્તિઓ, જે રામચંદ્રસૂરિજી દ્વારા શરૂ થઈ ગઈ હતી, તેમાં પ્રોત્સાહક બન્યા હતા. અને જો ! દિવસે તે એક-મેક બની ગયા હતા. આ. રામચંદ્રસૂરિ વિગેરે સાથેની એકમેકતા બહુ થોડાંક જ વર્ષ ટકી હતી. વડોદરા ગાયકવાડ સરકારનાં દીક્ષા-પ્રતિબંધક કાયદાની જુબાનીઓ વિગેરેમાં તેમણે ભાગ લીધો હતો. પણ પછીથી દીક્ષા આપવાની વય અને કાળ વિગેરેના મતભેદથી તેઓ એકબીજાથી દૂર થઈ ગયા હતા. i શરૂશરૂમાં દેશ-વિરતિ ધર્મારાધક સમાજ, યંગમેન્સ જૈન-સોસાયટી, નવપદ આરાધક સમાજ વિગેરે-I સંસ્થાઓમાં તેઓ અને રામચંદ્રસૂરિ એક-મેક બની કામ કરતા હતા. એક-બીજાની દીક્ષાઓ પણ એક-મેક! આપતા હતા. આ બધી પ્રવૃત્તિઓ અંગે યોજાતાં સંમેલનોમાં તેઓ સાથે કામ કરતા હતા. તે અને રામચંદ્રસૂરિ વિગેરે પોતાને શાસન-પક્ષ તરીકે ઓળખાવતા હતા. પણ પછીથી દીક્ષા લેવા-આપવાના તેમજ કેટલાકj શાસ્ત્રીય મતભેદોને કારણે તેઓ અલગ પડી ગયા હતા. આ પછી તો તે સંઘર્ષ સ્વરૂપ બન્યું હતું. ૨૦૪] ================================ | મારાં સંસ્મરણો યાને ૫૦ વર્ષની જૈન શાસનની આછી રૂપરેખા - - - - - - -- Page #212 -------------------------------------------------------------------------- ________________ T વિ.સં. ૧૯૮૯થી અને ખાસ કરીને ચંદ્રસાગર સૂરિનું ગ્રુપ દીક્ષિત થયા બાદ તેઓ સામસામાT |મોરચામાં ગોઠવાઈ ગયા હતા. જેના પરિણામે તેમને સિદ્ધચક્ર પેપર કાઢવું પડ્યું હતું. વિ.સં. ૧૯૯૨ પછી સંવત્સરીના મતભેદ બાદ વિ.સં. ૨૦૦૫માં સાગરજી મ. કાળધર્મ પામ્યા તે i૧૩ વર્ષના ગાળામાં રામચંદ્રસૂરિ પક્ષ સાથે તેમનો સંઘર્ષ સતત રહ્યો હતો. અને શાસનમાં જે બે પક્ષ (એકાં તિથિ પક્ષ અને બે તિથિ પક્ષ) પડ્યા તેમાં એકતિથિ પક્ષના સમર્થક તરીકે આ સાગરાનંદસૂરિ મ. રહ્યા હતા.) અને તેમને સમર્થન આપનાર તરીકે પૂ.આ. નેમિસૂરિજી મ., નીતિસૂરિજી મ. વિગેરે શાસનના ૩૩] | સમુદાયો હતા. જ્યારે બે તિથિ પક્ષના સમર્થક અને સ્રષ્ટા તરીકે રામચંદ્રસૂરિજી રહ્યા હતા. અને તેમને સમર્થન આપનાર લબ્ધિસૂરિજી મ. અને સિદ્ધિસૂરિજી મ. વિગેરેનો સમુદાય રહ્યો હતો. આ તિથિચર્ચા સંબધમાં તિથિ-ચર્ચાના વિભાગમાં વિસ્તૃત વર્ણન આવી ગયું છે, એટલે એ સંબધમાં અહીં કશું લખતો નથી.' પૂ. સાગરાનંદસૂરિજી મ. સાથેના પરિચયમાં કેટલાક પ્રસંગો તેમની પાસેથી સાંભળેલા અને કેટલાકી તેમની સાથે રહેવાથી જાણેલા અને જોયેલા તેવા નોંધુ છું. સાગરજી મહારાજે મને કહેલું કે “જ્યારે હું પહેલો સુરત આવ્યો ત્યારે મને ઉપાશ્રયમાં ઉતરવાની જગ્યા મળી ન હતી. હું ત્યારે ગોપીપુરાની પ્રેમચંદ રાયચંદની ધર્મશાળામાં ઊતર્યો હતો. કેમકે તે વખતે હું માત્ર એકલો હતો. કોઈ શિષ્ય ન હતો. મારા ભવિષ્યની મને ખબર ન હતી કે સુરત સાથે મારો સવિશેષ સંબધ બંધાશે. મારા શરૂઆતના દીક્ષાકાળ અને વિહારના પ્રસંગોમાં મને ઠેરઠેર એવુ જાણવા મળતું હતું કે જ્યાં જે સાધુનાં વધુ ચોમાસાં થયાં હોય તે સાધુ જે કહે છે ત્યાનો સંઘ પ્રમાણ માનતો હતો. કોઈ ખોટી પ્રવૃત્તિ! Tચાલતી હોય અને આપણે કહીએ કે આ બરાબર નથી. શાસ્ત્રની પરંપરા વિરુદ્ધ છે. તો તે સંઘના ભાઈઓ! ' કહેતા કે તપસી મહારાજ તો આમ કહેતા હતા, તમે કહો તે કબૂલ નથી. તપસી મ. કહે તે સાચું. હું પણ પછી એમ કહેતો તપસી મ. કહે તેમ કરો. આગ્રહ રાખતો નહિ”. - આગમ ગ્રંથોનું સંપાદન તેમણે કર્યું તે સંબધમાં તેમનું કહેવું હતું કે હું અને મારા ભાઈ મણિવિજયT Jસતત પરિશ્રમ કરતા. અમે અમારા મુફ એકબીજાને દોરાની રીલની ગરગડીથી મોકલતા. નોકરિયાત! માણસો માત્ર હેરાફેરી પૂરતા જ રાખ્યા હતા. હસ્તલિખિત પ્રતોના પાઠ મેળવવા વિગેરે કામ અમે જાતે જ કરતા. આ કામમાં અમને ભંડારોમાંથી પ્રતિઓ મેળવવામાં પણ ઘણી મુશ્કેલી પડતી. આગમોદય સમિતિના કેટલાક ગ્રંથો તો મેં એક જ પ્રતના આધાર ઉપરથી સંશોધન કરીને છપાવ્યા છે. અને તેથી કોઈક વખત તો Tગ્રંથ પૂરો છપાયા બાદ કોઈ પ્રતિના પાઠાંતર મળે તે લેવા યોગ્ય હોય છતાં જતા કરવા પડ્યા છે. આજે] Jફરી મારે તે આગમગ્રંથો છપાવવા હોય તો તેવા પાઠાંતરો ઘણા ઉમેરી શકાય તેમ છે. તે કાળ પ્રતિઓ! મેળવવા માટે ખૂબ મુશ્કેલ હતો. પ્રત નાશ પામે તે કબૂલ પણ વહીવટદારો પ્રતિઓ આપતા ન હતા. કેટલાક તો આગમગ્રંથો છપાતા ત્યારે તેનો સખત વિરોધ કરતાં. મેં આપબળે મારી શક્તિ મુજબ આગમ ગ્રંથોનું પ્રકાશન કર્યું છે. હું કોઈ દિવસ મારા દ્વારા છપાયેલા આગમગ્રંથો કોઈ ફેરફાર કરવા યોગ્ય નથી એવો આગ્રહ રાખતો નહિ”. આથી જ પુણ્યવિજયજી દ્વારા પુનઃ આગમગ્રંથોનું પ્રકાશન કરવાનું થયું ત્યારે તેમણેj ============= == ========= ======== પૂજ્ય આચાર્ય ભગવંતોનો પરિચય [૨૦૫ I III | | Page #213 -------------------------------------------------------------------------- ________________ ।તેમને સફળતાનો અને સહકાર આપવાનો તાર કર્યો હતો. આગમગ્રંથોની વાચના વખતે તેમણે પોતાના વાંચેલા આગમગ્રંથોની પ્રતિમાં ૧,૨,૩,૪, એવા સંકેતો જુદા જુદા સ્થળે કર્યા હતા. આ સંકેતોથી એક અંકથી આ આગમગ્રંથોમાં કયા કયા નગરોનાં નામ આવે છે તે ફલિત થાય, બે અંકથી કયા કયા રાજાઓનાં નામ આવે છે તે ફલિત થાય, ૩ અંકથી કયા કયા | |આચાર્યોનાં નામ આવે છે તે ફલિત થાય. આમ જુદાજુદા ૬૦ થી ૬૨ સંકેતો રાખ્યા હતા. તેના પણ 1 પાછળથી જુદા જુદા ગ્રંથો લિખિત તૈયાર કરાવ્યા હતા. પણ તે તેમના જીવનકાળમાં છપાયા નથી. હું સૂરત હતો ત્યારે મને ખબર છે કે તે સાહિત્ય હતું અને કંચનસાગરસૂરિ બનતા સુધી સંભાળતા હતા. સાગરજી મહારાજે આપબળે આગમગ્રંથોનો ઉદ્ધાર કર્ષી. વાંચન કર્યું, અને પાટણ, પાલિતાણા વિગેરે ઠેકાણે આગમગ્રંથોની વાચના આપી. આ વાચનામાં મેઘસૂરિ, હર્ષસૂરિ વિગેરેએ લાભ લીધો હતો. Iતેમણે તેમના જીવનકાળનો મોટો ભાગ આગમગ્રંથોના પુનરુદ્ધાર, વાચના, પ્રકાશન, પ્રચાર અને ટકાવ માટે ખર્ચો હતો. છેલ્લે-છેલ્લે આ આગમગ્રંથો ચિરસ્થાયી રહે તે માટે તેમણે આગમમંદિર જેવી સંસ્થાની સ્થાપના કરી, પાલિતાણા આગમમંદિરનું નિર્માણ કર્યું હતું. જેને લઈ તેઓ જૈન સમાજમાં આગમોદ્ધારક તરીકે પ્રસિદ્ધ થયા હતા. સાગરજી મ. શાસનના વફાદાર સૈનિક હતા. શાસનની રક્ષામાં અને તેની પ્રભાવનામાં પ્રાણને I ન્યોછાવર કરવામાં તે જરા પણ પાછા પડે તેવા ન હતા. તે માટે અંતરીક્ષજીના સંઘનો પ્રસંગ જાણીતો છે. સૂરતથી અંતરીક્ષજીનો સંઘ તેમની નિશ્રામાં નીકળ્યો. સંઘ અંતરીક્ષજી પહોંચ્યો. મ.શ્રીના વ્યાખ્યાનમાં તોફાન થયું. દિગમ્બરો અને શ્વેતાંબરો લડ્યા. તેમાં લોહી રેડાયા. કોર્ટે કેસ મંડાયો. આ ઝઘડાના મુખ્ય |આરોપી તરીકે દિગમ્બરોએ સાગરજી મ.ને ગણાવ્યા. આખા સમાજમાં હાહાકાર મચ્યો. તે વખતે સાગરજી | |મ. યુવાન વયના હતા. જુસ્સો હતો. જરા પણ નમતું જોખવાની કે ડરી જવાની વૃત્તિ ન હતી. એ કાળે | અમદાવાદના મનસુખભાઈ ભગુભાઈ સકળ સંઘના અગ્રણી ગણાતા હતા. શ્વેતાંબર સંધનો કોઈ પણ મહત્ત્વનો પ્રસંગ હોય, પ્રશ્ન હોય ત્યારે તેમની રાહબરી નીચે ઉકેલ શોધાતો. અંતરીક્ષજીનો પ્રસંગ બન્યો ત્યારે નેમિસૂરિ મ. અમદાવાદ હતા. શેઠ આણંદજી કલ્યાણજી પેઢીનો વહીવટ તેમની રાહબરી અને સૂચનાને અનુસરી İચાલતો. મનસુખભાઈ શેઠ તેનાં મુખ્ય હતા. તેમણે શેઠ કસ્તુરભાઈના પિતા લાલભાઈને અંતરીક્ષજી મોકલ્યા Iઅને કહ્યું કે ‘‘તમે પૂરી તપાસ કરી આવો અને આપણે શ્વેતાબંર સંઘ તરફથી શું-શું કરવા જેવું છે તે સમજી | આવો’. લાલભાઈ શેઠ અને તે વખતના મનસુખભાઈના મુનિમ પેથાપુરના વતની અમથાલાલ અંતરીક્ષજી | જઈ આવ્યા. શ્વેતાંબર-દિગમ્બરમાં કેમ તોફાન થયું તે બધું સમજ્યા. ત્યાંના વકીલોની સલાહ લીધી. તેમાં તેમને ત્યાં જણાવવામાં આવ્યું કે મહારાજને મુખ્ય આરોપી તરીકે દિગમ્બરોએ ગણાવ્યા છે. મહારાજે જુબાનીમાં કહેવું જોઈએ કે ‘આમાં હું કશું જાણતો નથી.’ પછી અમે અમારી રીતે લડી લઈશું. પણ મહારાજ અંતે કહેવા તૈયાર નથી. તે તો એમ કહે છે કે ‘‘મારી જુબાનીમાં હું યથાતથ્ય વસ્તુ રજૂ કરીશ. હું આમાં નહોતો | Iએ વાત મારાથી નહિ કહેવાય”. વધુમાં વકીલે કહ્યું કે ‘‘જો મહારાજ યથાતથ્યનો આગ્રહ રાખી વિગતવાર | જુબાની આપશે તો તેમને સાત વર્ષની સખત કેદની સજા થશે. જજ યુરોપિયન છે. કોર્ટના કેસમાં યથાતથ્ય [મારાં સંસ્મરણો યાને ૫૦ વર્ષની જૈન શાસનની આછી રૂપરેખા ૨૦૬] Page #214 -------------------------------------------------------------------------- ________________ İન ચાલે. પણ મ. અમારી વાત કોઈ રીતે માનવા તૈયાર નથી. એ તો કહે છે કે હું યથાતથ્ય જુબાની આપીશ, I ! અને કેવા સંજોગોમાં આ બધું બન્યું તે પણ કહીશ. મારી વાત કોર્ટના ગળે ઊતરશે અને નિર્દોષ ઠરાવશે તો ભલે, અને નહિ ઠરાવે, અને સાત વર્ષની સજા કરશે તો તે ભોગવીશ. પણ ભગવાનની સાક્ષીએ જે મેં બીજું સત્યવ્રત લીધુ છે તે ભાંગીશ નહિ. હું કદાપિ જુઠુ બોલીશ નહિ”. લાલભાઈ શેઠ અને અમથાલાલે મહારાજને ઘણું સમજાવ્યા, પણ માન્યા નહિ. તેમણે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું કે ‘‘મને તમે જુઠું બોલવાનો આગ્રહ કરો નહિ”. લાલભાઈ શેઠ અમદાવાદ આવ્યા. મનસુખભાઈ શેઠને મળ્યા. તેમણે અંતરીક્ષજીની અને મહારાજની બધી વાત કરી. અને કહ્યું કે મ. જિદ્દી છે. કોર્ટના કામમાં “યથાતથ્ય કહીશ” એ ન ચાલે. મ. ન સમજે તો આપણે તેમાં પડવામાં કાંઈ સાર નથી. મનસુખભાઈ શેઠે લાલભાઈ શેઠને કહ્યું કે “આ તમારી વાત સાંભળી મને તો ખૂબ આનંદ થાય છે. આપણે ત્યાં “સાત વર્ષની સજા થાય તેવું વકીલો કહે તો પણ ખુમારી રાખી સત્યવ્રતને વળગી રહેનાર એવા પણ સાધુ મહારાજો છે તે ગૌરવની વાત છે. મહારાજને બોલવું હોય તે ભલે બોલે. આપણે આપણો બચાવ આપણી રીતે કરવો.'' લાલભાઈ શેઠે કહ્યું, હું તો આ કેસમાં ઊભો નહિ રહું. કેમકે જેમાં ફળ ન |મળે તેમાં પ્રયત્ન કરવાથી શું ફાયદો ?’” આ વાત લાલભાઈ શેઠનાં માતા અને કસ્તુરભાઈનાં દાદી ગંગામાના કાને પહોંચી. ગંગામા મનસુખભાઈ શેઠની વાતમાં સંમત થયાં અને લાલભાઈ શેઠને ઠપકો આપ્યો. અને કહ્યું, ‘‘આવા સાધુના કામમાં ઊભા રહેવું એ તો જીવનનો લહાવો છે”. આ કેસ અંતરીક્ષજીમાં યુરોપિયન જજ સમક્ષ ચાલ્યો. સાક્ષી અને પ્રતિસાક્ષીઓની જુબાની થઈ. ! જજે જજમેન્ટમાં સાગરજી મ. ને નિર્દોષ ઠરાવ્યા. સાક્ષી-પ્રતિસાક્ષીઓનાં બધા નિવેદનો જુઠાં ઠરાવ્યાં. અને જણાવ્યું કે ‘‘આ સાધુ મહારાજે જે સંજોગોમાં જે કાંઈ કર્યું તેવું કોઈ પણ મનુષ્ય તે જ કરે”. આ પછી જજ તેમનાં વ્યાખ્યાનમાં પણ આવવા લાગ્યા. આ કેસ ચાલતો હતો તે દરમ્યાન એક વખત નગીનદાસ ઝવેરીએ સાગરજી મ.ને કહ્યું “બચ્ચા, તું શું કામ ગભરાય છે ? હું બેઠો છું ને !” મ.ને તે વખતે થયું, સાધુને બચ્ચા કહેનારો આ પણ ખરો ભદ્રિક ડોસો છે. આ સુરતી ઝવેરીના |મોઢામાં મમ્મો-ચો ગાળ વાતવાતમાં તો નીકળે. પણ કેસની જુબાનીમાં પણ તેણે મમ્મો-ચ્ચો ઉચ્ચાર્યું। | હતું. જજે જજમેન્ટ આપતી વખતે ડોસાને કહ્યું કે ‘“હું તમને સજા કરત, પણ તમે બધા આ સાધુના સત્યથી બચી જાઓ છો. તમારી બધાની જુબાની તથ્ય વગરની છે”. આ કેસ ચાલતો હતો તે વખતે આ કેસનું શું પરિણામ આવશે તે જાણવા સમજવા અને જરૂર પડે Iતો અપીલ કરવા જુદા જુદા ગામના આગેવાનો અંતરીક્ષજીમાં આવ્યા હતા. સાગરજી મહારાજે મને કહેલું | |કે ‘‘એક વખત કેસનું હિયરીંગ નીકળવાની વાર હતી અને અમે બધા કોર્ટની બહાર એક ઓટલા ઉપર બેઠા ! હતા. તે વખતે મને કુંવરજી આણંદજીએ કહ્યું કે “મહારાજ, તમે આ પંચાશકની ગાથાનું વિવરણ કરો છો પણ આપણા વકીલોને તમારી જુબાની ઉપરથી એમ લાગે છે કે તમને સજા થશે. અને આ સજાથી તમને પૂજ્ય આચાર્ય ભગવંતોનો પરિચય] [૨૦૭ Page #215 -------------------------------------------------------------------------- ________________ - મનમાં કાંઈ થતું નથી?” તેના જવાબમાં સાગરજી મહારાજે કહ્યું, “હું નિશ્ચિત છું. મને તો કોર્ટ આગળ સત્ય | વસ્તુ રજૂ કરવામાં અને વ્રતમાં સ્થિર રહેવામાં જે આનંદ થાય છે તે અપૂર્વ છે. જરાય દુઃખ નથી. શિષ્યનેT તો મેં કહી દીધું છે કે સજા જેવું કાંઈ બને તો મારો ઓઘો વિગેરે હું તમને સોંપી દઈશ. જેલમાં જવામાં આનંદ! માનીશ. અને સજા પૂરી થાય ત્યારે જેલના દરવાજે ઓઘો લઈ આવવા જણાવીશ.” | સાગરજી મ.ની આ જુબાનીથી અંતરીક્ષજીના કેસમાં આપણે સફળ થયા. ગામેગામ આનંદ વર્તાયો.. મનસુખભાઈ શેઠ, લાલભાઈ શેઠ અને ગંગામાને આનંદ થયો. સાગરજી મ. દીક્ષિત હતા તે અરસામાં સને ૧૯૧૪નુ પ્રથમ યુદ્ધ ચાલતું હતું. તેમની યુવાન વય | હતી. તે યુદ્ધના એકે એક ઝીણા સમાચાર અવગાહતા હતા. જ્યાં કઈ રીતે યુદ્ધ ચાલે છે તેની હિંદુસ્તાનને ! Iકવી અસર થાય છે અને થશે તે બધાનો પૂરો ખ્યાલ રાખતા હતા. આ જ અરસામાં સમેતશિખર ઉપરા ગોરાઓના (અંગ્રેજોના) બંગલા બાંધવાનું પ્રકરણ ચાલ્યું. તે વર્બર્ત સાગરજી મહારાજે મુંબઈમાં જબરદસ્ત આંદોલન ચલાવ્યું. મુંબઈમાં પ્રજાને થનગનાવી મૂકી. કોઈ પણ હિસાબે સમેતશિખરજી ઉપર બંગલાઓ ન બંધાય તેની હિલચાલ શરૂ કરી. પરિણામે તેમાં સફળતા મળી. આમ, જૈન સમાજની રક્ષા માટે તેમણે ખૂબ ખૂબ પોરસ ફોરવ્યું હતું. તેમના જીવનમાં ખરતરગચ્છના કૃપાચન્દ્રજી મ. સાથે સૂરતમાં જબરદસ્ત સંઘર્ષ થયો હતો. તેમાં 1 તેમને મૂઠ મારવાના અને બીજા જીવલેણ પ્રસંગો ઊભા થવાનો ડર શ્રાવકો તરફથી થયો હોવા છતાં તે અડગ | lહતા. અને પોતાની વાત નિર્ભયપણે રજૂ કરતા હતા. આ ઉપરાંત શીવજીલાલન પ્રકરણ પણ સૂરતમાં ઉપડ્યું હતું. તેમાં એવું બનેલું કે લાલને પાંચ પડિક્કમણાને બદલે સાત પડિક્કમણાની વાત રજૂ કરી, અને તેમના ભક્તોએ ગિરિરાજ ઉપર તેમની પૂજા | Iકરી તેઓ ૨૫મા તીર્થંકર છે આવી વાતો જાહેર કરેલી. તેનો પડઘો સૂરતમાં વધુ પડેલો. કેમકે સૂરતમાં! લાલનના ભક્ત આગેવાન ગૃહસ્થ વધુ ધનવાન હતા. તેમણે તેના બચાવનો ઉપાડો લીધો હતો. તેથી! સૂરતમાં આ પ્રકરણ વધુ વીફર્યું હતું. લાલનને સંઘ બહાર મૂકવામાં, ઠરાવ કરાવવામાં સાગરજી મહારાજે સવિશેષ ભાગ ભજવ્યો હતો. ! આમ, દિગમ્બરો અને ખરતરગચ્છ આદિના ઘણી જગ્યાઓના ઝઘડાઓમાં સાગરજી મ. સફળ! પ્રતિકાર કરનાર હતા. તેમજ રાજય તરફથી આવતી આફતોનો પણ તેમણે તેમના જીવન દરમ્યાન પ્રતિકાર કર્યો હતો. આ ઉપરાંત ચંદ્રસાગરજી મ.ની દીક્ષા વિગેરે વખતનાં તોફાનોને પણ તેમણે ગણકાર્યા વગર તેમને દીક્ષા આપી હતી. સાગરજી મ. પોતાનાં શિષ્યને માટે કોઈ કોર્ટ કે રાજ્ય કે દીક્ષિતના સંબધીઓનો ઝઘડો આવે તો ! તેનો પ્રતિકાર કરતા. એટલું જ નહિ, પણ પરકીય સમુદાયના સાધુનું પણ હિંમતથી કામ કરતા. સુરેન્દ્રસૂરિજી મ. પાલિતાણા હતા. તેમના ત્યાં એક બાઈની દીક્ષા થવાની હતી. તેનું મુહૂર્ત અને! ટાઈમ નીકળ્યો હતો. પણ તેમનાં કુટુંબીઓએ છેલ્લી વખતે દરબારમાં રાવ નાખી અને દરબારે દીક્ષા નહિ! આપવાનો હુકમ કર્યો. આ વાત સુરેન્દ્રસૂરિજી તરફથી સાગરજી મ.ને જણાવાઈ. સાગરજી મહારાજે કહ્યું, =============================== ૨૦૮] [મારાં સંસ્મરણો યાને ૫૦ વર્ષની જૈન શાસનની આછી રૂપરેખા - Page #216 -------------------------------------------------------------------------- ________________ T“તમે ગભરાઓ નહિ. દીક્ષાર્થી અને તમે બધા ઘેટીની પાયગા જાઓ. હું ત્યાં આવું છું એ દીક્ષા આપું છું.T આ ગામ પાલિતાણા દરબારનું નથી.” 1 એક વખત પાલિતાણામાં ઉપધાન હતાં. બારોટો સાથે સાગરજી મ.ને મતભેદ પડ્યો. તેમનું કહેવું હતું કે, “જૂના વખતમાં બારોટોના લાગા હતા તે બરાબર છે. પણ જે નવા દેરાસર બંધાય, અગર ઉપધાન! |આદિ ક્રિયા થાય તેમાં તે લાગા ન હોવા જોઈએ. આ ક્રિયા કરાવનારા પ્રેમથી બારોટોને જે આપે તે તેમણે! | લેવું જોઈએ, પણ ફરજિયાત ન હોવું જોઈએ.” બારોટોને આ વાત કબૂલ ન હતી. તેઓએ રાજ્યમાં ફરિયાદ કરી કે ઉપધાન વખતે ઉપધાનમાં દાખલ થનારા જે કાંઈ મૂકે તે અમને મળવું જોઈએ. તે અમારો પરાપૂર્વનો હક્ક છે. પાલિતાણા ખુશાલભુવનમાં ઉપધાન કરાવવાનાં હતાં. સાગરજી મ.ની નિશ્રા હતી. તેમણે દરેક iઉપધાન કરનારાને કહી દીધું કે કોઈએ કશું લાવવાનું નથી. એક જણ સવા રૂપિયો અને નાળિયેર મૂકશે | Iએટલે લશે. સાગરજી મ.ના નિર્દેશ મુજબ ઉપધાનમાં બેસનારાઓએ તે મુજબ કર્યું. બારોટો જોઈ રહ્યા.T Jતેમનું કે રાજયનું કશું વળ્યું નહિ. સાગરજી મહારાજે આગમમંદિરનું નિર્માણ કર્યું. તેમાં પણ બારોટોએ પોતાનો લાગો લેવાનો આગ્રહ રાખ્યો. સાગરજી મહારાજે કહ્યું, “આ નવું મંદિર છે, ત્યાં લાગો ન હોય. લોકો રાજી ખુશીથી આપે તે લો”. પણ બારોટો માન્યા નહિ. તેમણે ઘણાં તોફાનો કર્યા પણ સાગરજી મહારાજે મચક ન આપી. બહાર! નાણા ભેટ મૂકે તો બારોટો લે ને. તેમણે એવી વ્યવસ્થા કરી જેને આગમમંદિરમાં આપવું હોય તે સીધું, jભંડારમાં નાખે. - સાગરજી મહારાજમાં એક વાત એ હતી કે દીક્ષા લેનાર ગમે તે સમુદાયનો હોય પણ એ દીક્ષિત! થતો હોય તો તેને પ્રોત્સાહન આપવામાં માનતા. તેની દીક્ષામાં કોઈ વિઘ્ન આવતું હોય, તે વિઘ્ન ટાળવા! : પોતાનાથી બનતા પ્રયત્નો તેઓ કરતા. પ્રતિસ્પર્ધી સમુદાયની પણ દીક્ષામાં તેઓ સહકાર આપતા. મને યાદ; છે તે મુજબ લબ્ધિસૂરિ મ. બે તિથિ પક્ષના હોવા છતાં સૂરતમાં તેમના સમુદાયની દીક્ષા આપી હતી. 1 - રાધનપુરમાં મણિયારની દીકરીઓ વિગેરેની દીક્ષા તિલકશ્રીજી મ.ના સમુદાયમાં થવાની હતી. આ તિલકશ્રીજી મ. સાગરજી મ.નાં આજ્ઞાવર્તી હતાં. મણિયાર બે તિથિ પક્ષના રાગી હતા. તેમનો આગ્રહ છે; iતિથિ પક્ષના આચાર્યોના હસ્તે દીક્ષા થાય તેવો હતો. તે માટે તેમણે જબુસૂરિ મ.નું નક્કી કર્યું હતું.' Tતિલકશ્રીજી મહારાજે મને કહ્યું, “મણિયાની બેન-દીકરીઓ અમારામાં દીક્ષા લેવાની છે. અમે સાગરજીT મિ.નાં આજ્ઞાવર્તી છીએ. તો તમે મ. પાસે સૂરત જઈ આવો અને મને પૂછી આવો કે એ લોકો બે તિથિ-I ! પક્ષના આચાર્યો હસ્તક જ દીક્ષા લેવાનો આગ્રહ રાખે તો અમારે તે કબૂલ કરવું કે નહિ. અમે આપણા ! સાધુનો જ આગ્રહ રાખીશું. પણ તે ન માને તો દીક્ષાર્થીઓને જતા કરવા અમે તૈયાર છીએ.” સાગરજી; મહારાજે મને કહ્યું, “તમે અમદાવાદ પાછા જાઓ. અને તિલકશ્રીજીને જણાવો કે તેઓ જેનો આગ્રહ રાખે તેની પાસે દીક્ષાની વિધિ કરાવો. છ કાયના કૂટામાંથી નીકળનારમાં આપણે અંતરાયરૂપ થવું નથી. અનેj દીક્ષિત થયા પછી તો તે થોડા બે તિથિ પક્ષનાં રાગી રહેવાનાં છે! દીક્ષા અપાવવા જે સાધ્વીઓ જાય તેT વંદનાદિ ઉચિત વ્યવહાર સાચવવો પડે તે સાચવે”. ============== પૂજ્ય આચાર્ય ભગવંતોનો પરિચય]. - || || 8 | | Page #217 -------------------------------------------------------------------------- ________________ - - (૪) સાગરજી મ. પાલિતાણા પન્નાલાલ બાબુની ધર્મશાળામાં હતા. તે વખતે એક ભાઈ રામચંદ્રસૂરિ 'મહારાજે કરાવેલી કોલ્હાપુરની પ્રતિષ્ઠામાં ભાગ લઈ પાલિતાણા આવ્યા હતા. તે કોલ્હાપુરની પ્રતિષ્ઠા અને તે પ્રસંગનો કેટલોક રામચંદ્રસૂરિ સંબધી અવર્ણવાદ કહેવા લાગ્યા. ત્યારે સાગરજી મહારાજે કહ્યું કે “મારે આવી વાતો સાંભળવી નથી. બીજી વાત કરવી હોય તો કરો”. અર્થાત્ વિરોધીની નિંદામાં પણ રસ કે નિંદા સાંભળવાની વૃત્તિ જે સહજ હોય તે તેમનામાં ન હતી. | પાલિતાણાના મારા પરિચય દરમ્યાન ભાવનગરના એક ભાઈ થોડા સુધારક, તે જૈન સંઘની વાત કરતા કરતાં બોલ્યા કે “સાહેબ ! સાઠે બુદ્ધિ નાઠી” એ કહેવત મુજબ સાઈઠ વર્ષના માણસમાં સાચું સમજવાની વૃત્તિ હોતી નથી. આપણા સંઘમાં જે આ બુઝર્ગ સાધુઓ છે તેને પડતા મૂકી જુવાન સાધુઓ દ્વારા 'સંઘના સંપનો પ્રયત્ન કરવો જોઈએ”. મહારાજે તેને જવાબમાં કહ્યું, “સાઠે બુદ્ધિ નાઠી” એ કહેવત સાચી ; jછે. એ કહેવતનો અર્થ એ છે કે સાઈઠ વર્ષની ઉંમરે વિષયવાસનાની બુદ્ધિ નાઠી, નહિ કે અક્કલ નાશ પામી.”] ન તેંડૂલકર કમિટીમાં કસ્તૂરભાઈ શેઠને જુબાની આપવાની હતી, અને તેમની સાથે તેમને શાસ્ત્રપાઠી 'પણ રજૂ કરવાના હતા. આ પાઠો હું જાણું છું તે મુજબ પ્રાયઃ દેવદ્રવ્યના સમર્થનના હતા. આ માટે jકસ્તૂરભાઈ શેઠે ઘણી જગ્યાએ પ્રયત્ન કર્યો પણ તેમને સંતોષ થાય તેવા પાઠો અને સામગ્રી મળી નહિ. આ પિછી અને સુબોધવિજયજીએ હાજા પટેલની પોળના પગથિયાના ઉપાશ્રયે બેસી કેટલાક પાઠો શોધ્યા. પણT 1શાસ્ત્રો સંબધી મારી અને સુબોધવિજયજીની શક્તિ પરિમિત હતી. આગમગ્રંથોના પાઠો તો સાગરજી મ. દ્વારા જ સારા અને વધુ વિગતે થઈ શકે તેવા હતા. આ માટે સાગરજી મ.નો સંપર્ક સાધ્યો. પણ તેમની તબિયત સારી ન હતી. આથી એવો પ્રયત્ન કરવામાં આવ્યો કે અમે આગમગ્રંથના પુસ્તકનાં પાનાં ફેરવીએ અને જયાં આ પાઠનું સ્થળ હોય ત્યાં તે આંગળી ચીંધતા. આવી રીતે ૩૩ પાઠો તેમણે તેમની નાજુક અવસ્થામાં Tઆપ્યા હતા. ચારૂપ તીર્થમાં ગભારાની અંદર પૂજારીએ શિવલિંગ પધરાવેલું. આની ખબર પાટણની સ્થિરતા દરમ્યાન સાગરજી મ.ને થઈ. તેમણે પાટણના આગેવાન ગૃહસ્થોને આ શિવલિંગ ખસેડવા કહ્યું. પણ પાટણમાં નાગરોનું વર્ચસ્વ હોવાથી અને તે કાળે નાગરોની ગાયકવાડ સરકારમાં ખૂબ લાગવગ કોઈ તેj 1શિવલિંગ ખસેડવા તૈયાર થયું નહિ. સાગરજી મ. ચારૂપ તીર્થે યાત્રાએ ગયા. તેમણે શિવલિંગ ખસેડ્યું. જૈન-I જૈિનેતરો વચ્ચે ખૂબ મોટો ઝઘડો થયો. અને ત્યાર બાદ બંને પક્ષોએ કોટાવાળાને મધ્યસ્થી નીમ્યા. તેમણેT આપણા દેરાસરની નજીકની જગ્યામાં જૈનો શિવમંદિર બંધાવી આપે, અને ત્યાં શિવની પ્રતિષ્ઠા કરવી, તે! 'ચુકાદો આપ્યો. તે મુજબ જૈનોએ શિવમંદિર બંધાવી આપ્યું અને તેની પ્રતિષ્ઠા કરવામાં આવી. કોટાવાળા jજૈન હતા, છતાં તેમની પ્રતિષ્ઠા એવી સારી હતી કે જૈનેતરોએ પણ તેમને મધ્યસ્થી કબૂલ્યા હતા. i તિથિચર્ચાના પ્રસંગમાં કસ્તુરભાઈ શેઠ વૈદ્યના ચુકાદાની તરફેણમાં હતા. કારણ કે વૈદ્યને લાવનારા તે હતા. આ ચુકાદાની તરફેણમાં તેમણે “સેવક” પેપરમાં સાગરજી મ. વિરુદ્ધ એક નિવેદન પ્રગટ કર્યું હતું. તે નિવેદનનો રામચંદ્રસૂરિજી જયાં ત્યાં પ્રચાર કર્યા કરતા હતા. આ સંબંધમાં સાગરજી મ.ને ઘણા ગૃહસ્થોએ કિસ્તૂરભાઈને જવાબ આપવાનું કહ્યું. પણ સાગરજી મ.નો જવાબ હતો કે “કસ્તુરભાઈ વૈદ્યના ચુકાદાની] =============================== ૨૧૦] [મારાં સંસ્મરણો યાને ૫૦ વર્ષની જૈન શાસનની આછી રૂપરેખા Page #218 -------------------------------------------------------------------------- ________________ તિરફેણમાં હોવાથી આપણા વિરુદ્ધ નિવેદન ભલે કર્યું, પણ તે જૈન સંઘમાં ઉપયોગી અને પ્રભાવશાળી વ્યક્તિ] I હોવાથી તેમના વિરુદ્ધ પ્રચાર કરી તેમને ઊભગાવવાનું કામ આપણે કરવાનું નથી. અંબાલાલ શેઠને આપણે! | ગુમાવ્યા, તેમ કસ્તૂરભાઈ શેઠને ગુમાવવા પાલવે તેમ નથી. કોઈ ગેરસમજથી નિવેદન કર્યું હશે. પણ સાચી! વસ્તુનો ખ્યાલ આવશે ત્યારે તે તેમની ભૂલ સુધારશે. પણ એક આપણી વિરુદ્ધનાં નિવેદનને લીધે તેમની 'છાયા ઘટે તેવુ કોઈ કામ કરવાનું નથી”. સાગરજી મ. સૂરત ચાતુર્માસ હતા, તે દરમ્યાન હું તેમની પાસે કેટલોક વખત રહ્યો. આ ગાળામાં ; પરમેશ્વરની માન્યતા સંબંધી બધા જ દર્શનકારો અને આજના વૈજ્ઞાનિકોની માન્યતા એકઠી કરી એક સુંદર વિસ્તૃત નિબંધ તૈયાર કર્યો હતો. જેમાં પ્રાચીન શાસ્ત્રપાઠો ઉપરાંત પશ્ચિમાત્ય દેશોની માન્યતા અને મુસ્લિમ, | યહૂદી, પારસી વિગેરેની તેમના માન્ય ગ્રંથોમાં જે માન્યતા હોય તે રજૂ કરી એક સુંદર નિબંધ તૈયાર કર્યો lહતો. તે છપાયો નહિ પણ તેમની પાસે પડી રહ્યો હતો. સાગરજી મ. મુંબઈ ચાતુર્માસ માટે અચ્છારીથી વિહાર કરી જતા હતા, તે વખતે હું તેમની સાથે [વિહારમાં રહ્યો હતો. આ વિહાર દરમ્યાન વૈદ્યના ચુકાદાના એકે-એક પદને લઈ તેઓ જે ખંડન કરે તે હાં લિખતો હતો. વિહારમાં હું સાથે હતો. તે દરમ્યાન મ. શ્રી સંજાણ પધાર્યા. વિહાર કર્યા બાદ બીજા બધાT સાધુ ગોચરી વાપરી સૂઈ ગયા. મ. શ્રી પ્રફો અને શાસ્ત્રનાં પાનાં ફેરવતા હતા. મેં મ. શ્રીને કહ્યું, “આપ! વૃદ્ધ છો. આ બધા આપની સાથેના સાધુઓ યુવાન છે. તે બધા બેફિકર બની ઊંધે છે. આપ વાપર્યું ન વાપર્યું ' અને શાસ્ત્રવચનમાં પ્રવૃત્ત છો. આપને દુઃખ થતું નથી કે આવા સાધુઓને આપે ભેગા કર્યા ?” જવાબમાં મ.શ્રીએ કહ્યું, “ગૃહસ્થને પુત્રાદિ પરિવાર અને સાધુને શિષ્યાદિ પરિવાર એ ભેગા કરવાનું પોતાના હાથમાં નથી. તે તો તેના પ્રારબ્ધ અને ભવિતવ્યતા ઉપર આધાર રાખે છે”. પાછળના વખતમાં મ. શ્રીની તબિયત બગડી. શ્વાસનું દર્દ, કાનની બહેરાશ, અને શરીરની iઅશક્તિથી તે ખૂબ દુર્બળકાય બન્યા. તેઓ ગોધરામાં હતા, ત્યારે હું અને ચીમનલાલ મંગળદાસ તેમને વંદન કરવા ગયા. મને વંદન બાદ મેં કહ્યું, “સાહેબ ! આપ દર્દથી ઘેરાઈ ગયા છો.” ત્યારે તેમણે ખૂબ સ્વિસ્થતાથી કહ્યું, “વૃદ્ધાવસ્થા આવે ત્યારે બધા જ રોગ શરીરમાં આવશે તેવી ધારણા રાખવી. જેટલા રોગ ઓછા આવે તેટલા આનંદ માનવો. અને શરીર ઉપરનો મોહ ઉતારવો.” વ્યાધિ હોવા છતાં તેઓ ખૂબ સ્વસ્થ હતા. હું સૂરત પાસે ડુમ્મસમાં ભગુભાઈ શેઠ સાથે ઉનાળાની રજાઓમાં ગયો હતો. તે વખતે સૂરતમાં! Iમ.શ્રી બિરાજતા હતા. મ શ્રી ગોપીપુરા નેમુભાઈની વાડીએ હતા. લબ્ધિસૂરિ મ. મોહનલાલજી મ.નાં! : ઉપાશ્રયે હતા. એ અરસામાં લબ્ધિસરિ મ. તત્ત્વન્યાયવિભાકર નામનો ગ્રંથ છપાવ્યો હતો. આ મ. પાસે આવ્યો. તે આ ગ્રંથ વાંચતા હતા. ત્યારે તેમાં આવેલું સૂત્ર સચવશ્રદ્ધાસંવિત્તિનછીનં રૂતિ મોક્ષ મા:" હતું. આ સૂત્ર ઉમાસ્વાતિ મે.ના તત્ત્વાર્થ સૂત્રના “ સ ર્જનજ્ઞાનવરિત્રnfણ મોક્ષમા." તેના. અનુકરણરૂપે તેમણે આપ્યું હતું. પણ તેમાં કેટલો બધો તફાવત છે તે તેમણે મને સમજાવ્યું. આ સમજાવ્યા. | બાદ હું લબ્ધિસૂરિ પાસે ગયો. તેમને આ તફાવત જણાવ્યો. તેમણે કહ્યું, “મહારાજને જણાવજો કે તે આખો ગ્રંથ વાંચી જાય અને સૂચન કરવા ઘટે તે સૂચન કરે”. =============================== પૂજ્ય આચાર્ય ભગવંતોનો પરિચય I | T Page #219 -------------------------------------------------------------------------- ________________ સાગરજી મ. કપડવંજના વતની હતા. કપડવંજ ગામ ધર્મના સંસ્કારવાળું પ્રાચીન ગામ છે. તેમના પિતા ખૂબ ધર્મિષ્ઠ હતા. ઝવેરસાગરજી મ.નો પરિચય તેમના પિતાને અને તેમના કુટુંબને પહેલેથી હતો. સાગરજી મ.નો સ્વભાવ દૃઢનિશ્ચયી હતો. તેમનો આખો દીક્ષાનો પ્રસંગ જોઈએ તો પણ લાગશે કે તેમની i jજગ્યાએ બીજો કોઈ માણસ હોય તો તેમના જેટલો દઢનિશ્ચયી ન રહી શકે. તેમણે ઝવેરસાગરજી પાસે દીક્ષાનું લીધી. દીક્ષા બાદ થોડા જ વર્ષમાં ગુરૂનું છત્ર ગુમાવ્યું. ખૂબ પરિશ્રમપૂર્વક કોઈના સહારા વિના તે આગળ. વિધ્યા. શાસ્ત્રાભ્યાસ કર્યો.અલ્પ ભણેલા છતાં પોતાની વાતનો આગ્રહ રાખી સમાજમાં જુદા જુદા કુતર્કોને રજૂ I કરનારાઓનો સામનો કર્યો. તેઓ ખૂબ નીડર હતા. કોઈની ધાકધમકીની તેમને અસર થતી નહિ. ખૂબ ; ભવભીરૂ મહાત્મા હતા. આડંબર રહિત હતા. જ્ઞાનમગ્ન હતા. ગ્લાન સાધુ, અલ્પ દીક્ષિત હોય તો પણ તેની સેવા કરતા અચકાતા નહિ. શરીર શુશ્રુષા કે ડાગડમારથી તેઓ દૂર રહેતા હતા. ગમે તેવો વિરોધ હોય, Iછતાં સામો માણસ નમ્ર બને તો બધો વિરોધ વીસરી જતા અને પૂર્વની કોઈ વાત યાદ કરતા નહિ. આ| કાળના ધર્મધુરંધર આચાર્યો પૈકી તેઓ એક હતા. તેમણે તેમના ગ્રંથોની પ્રસ્તાવનામાં કોઈ દિવસ પોતાના નામ આગળ વિદ્વત્તાના કોઈ ટાઈટલ દર્શાવ્યા નથી. સાધુસંમેલનના સહી પ્રસંગે તેમણે “આનંદ સાગર” | માત્ર લખ્યું છે. “સૂરિ” હોવા છતાં સહીમાં સૂરિ શબ્દ દર્શાવ્યો નથી. તેવું જ વૈદ્યનાં લખાણમાં પણ નામનો ! આ રીતે જ ઉલ્લેખ કર્યો છે. જૈન શાસનને આગમના જ્ઞાતા તરીકેની તેમની ખોટ આજે પણ એટલી જ છે. i તેમની ખોટ તેમનો શિષ્ય કે બીજુ કોઈ આજ સુધી પૂરી શક્યું નથી. તેમણે તેમના જીવનકાળ દરમ્યાન ગ્રંથ | સંશોધન, વાંચન, અધ્યયન, અધ્યાપનમાં સતત પરિશ્રમ કર્યો છે. જૈન શાસન સદા તેમનું ઋણી રહેશે. I ૩. સંઘસ્થવિર સિદ્ધિસૂરિ મહારાજ - પૂ. સિદ્ધિસૂરિ મ. જૈન સંઘમાં બાપજી મ.ના નામથી પ્રસિદ્ધ છે. તેમનો દીક્ષા પર્યાય ઘણા દીર્ઘકાળનો | હતો. અને આ કાળમાં આગેવાન આચાર્ય ભગવંતોમાં વધુમાં વધુ દીર્ધાયુષ્ય ધરાવતા હતા. તેઓ અમદાવાદના ખાનદાન કુટુંબનાં નબીરા હતા. સ્વભાવે ખૂબ જ ભદ્રિક હતા. વર્ષો સુધી વર્ષીતપ કરનાર મહાતપસ્વી અને ! સદાય કોઈને કોઈ સ્તોત્ર સ્મરણાદિ ગણતા તે મહાત્મા હતા. હસ્તલિખિત ગ્રંથો તેમના દ્વારા આ કાળમાં ! વિધુમાં વધુ લખાયા છે. વર્ષો સુધી તેઓ લહિયાને રાખી ગ્રંથો લખાવતા રહ્યા છે. અને પોતે તે લખાયેલા ! ગ્રંથોમાં પદચ્છેદ વિગેરેનાં ચિહ્નો દ્વારા તે ગ્રંથોને સુવાચ્ય બનાવતા રહ્યા છે. તેમનો કંઠ મધુર હતો. તેમનાં ! સ્તવન અને સઝાયના શ્રવણ દ્વારા કેટલાય ભદ્રિક આત્માઓ બોધ પામ્યા હતા. ભારે તપશ્ચર્યાનું પચ્ચકખાણ 1 jતપસ્વીઓ તેમના મુખ દ્વારા જ લેવાનો આગ્રહ રાખતા. વૃદ્ધાવસ્થામાં વિહાર કરવાની અશક્તિ થતાં તેઓએ પંડોળી વિગેરેનો ઉપયોગ નહિ કરતાં સ્થિરવાસ સ્વીકાર્યો હતો. શરીર થાકે તે પહેલાં અગમચેતી વાપરી તેમણે | 1શત્રુંજય અને ગિરનારની યાત્રા પગે ચાલીને કરી હતી. ગૃહસ્થનો પૈસો નિરર્થક ન વપરાય તેની તે ખાસ ! કાળજી રાખતા. તે માનતા હતા કે આપણા નિમિત્તે કોઈ પણ સાવદ્ય કર્મ ન થવું જોઈએ. તેમનું વચન અમોઘ ! હતું. જૂની પરંપરાના અવિહડ રાગી હતા. વ્યાખ્યાનમાં આજની માફક વિવેચનપૂર્વક બોલવાનું તેમણે રાખ્યું , =============================== | ૨૧૨] [મારાં સંસ્મરણો યાને ૫૦ વર્ષની જૈન શાસનની આછી રૂપરેખા - - - - - - - - - - - - - - - - - - - Page #220 -------------------------------------------------------------------------- ________________ ન હતું, પણ શ્લોકનો અર્થ અને ટૂંકું વિવરણ. જે ગ્રંથ વાંચવા લે તે ગ્રંથ વ્યાખ્યાનમાં સાયંત પૂરો કરવાનો આગ્રહ રાખતા હતા. તેમનો આશ્રય પામી ઘણા સાધુઓ સંયમમાં સ્થિર બન્યા હતા. પૂર્વકાળના મહર્ષિઓના! નમૂના રૂપ આ ભવભીરૂ મહાત્મા હતા. (૨) પૂ. આ. બાપજી મ. નો મને જૂના વખતનો તો કોઈ પરિચય ન હતો. પણ વિદ્યાશાળામાંj Iભણાવવાનું રાખ્યું ત્યારથી તેમને હું રોજ વંદન કરવા જતો, તેને લઈ પરિચય હતો. આ મહાત્મા સદા વાંચન, સ્મરણ અને મનનમાં નિમગ્ન રહેતા હોવાથી અને વાતો કરવાની ઓછી ટેવવાળા હોવાથી તેમની સાથે સવિશેષ પરિચય થયો નથી. તેમની નિસ્પૃહતાનો એક દાખલો મને યાદ છે jતે આ મુજબ છે : “એક વખત હું વંદન કરી જતો હતો ત્યારે તેમણે મને કહ્યું, “મફતલાલ ! આ હોલ્ડર છે. તેની ! ખોલી ખવાઈ ગયેલી છે. તો તે ખોલી બીજી લઈ આવવાનો ખપ કરજો.” મેં કહ્યું, સાહેબ ! હોલ્ડરની કિંમત માત્ર બે પૈસા છે. અને આ બે પૈસામાં ખોલી અને હોલ્ડર બંને આવશે. મહારાજે મને કહ્યું, “મારે ; jબે પૈસા, એક પૈસાની સાથે સંબંધ નથી. મારે તો માત્ર આ ખોલી જ જોઈએ છે.” તે આવા નિસ્પૃહી હતા. ! હું ભણાવતો હતો તે દરમ્યાન તે હસ્તલિખિત પ્રત દ્વારા વ્યાખ્યાનમાં “ભવિષ્યદત્ત ચરિત્ર' વાંચતા ! હતા. આ ચરિત્ર છપાયેલું ન હતું. તેમણે મને કહ્યું કે આ ખૂબ ઉપયોગી ચરિત્ર છે. મેં મ.શ્રીને કહ્યું, તો , 'આપ વિદ્યાશાળા તરફથી છપાવવાની ગોઠવણ કરો. મહારાજે જવાબ આપ્યો, “હું એ પલોજણમાં ક્યાં jપડું? તારે અગર કોઈને છપાવવું હોય તો મારી પાસે મારી નવી લખાવેલી પ્રતિ અને જૂની પ્રતિ છે. તેનું Iઉપરથી પ્રેસ કોપી કરી છપાવી લેજો. હું છાપવા કે છપાવવામાં પડવા માંગતો નથી”. આ પછી તે ગ્રંથT !મેં હસ્તલિખિત પ્રત ઉપરથી છપાવ્યો હતો. પૂ. પુણ્યવિજયજી મ. પાસે મેઘવિજય ઉપાધ્યાય કૃત “લઘુત્રિશષ્ટિ શલાકા પુરુષ ચરિત્ર”ની પ્રાચીન પ્રિત હતી. આ પ્રતિ આઠેક હજાર શ્લોક પ્રમાણ હશે. પણ તે પ્રતિમાં કેટલાંક પાનાં નષ્ટ થયાં હતાં. અને લગભગ પંદરસો જેટલા શ્લોકો તેમાં ન હતા. આ પ્રતિ ઉપરતી પુણ્યવિજયજી મહારાજે પ્રેસકોપી કરાવી. હતી. તેમણે આ પ્રત આખી કોઈ જગાએથી મળે તે માટે ખૂબ પ્રયત્ન કર્યો પણ તે પ્રત મળી નહિ. તેમણેT અધૂરી પ્રતની પ્રેસ કોપી કરાવી. અને તે પ્રેસકોપી પંડિત ભગવાનદાસભાઈએ માગણી કરી એટલે તેમણે ! તેમને આપી હતી. તેમણે તેમની પાસે થોડો વખત રાખ્યા બાદ મેં છાપવાની તૈયારી બતાવી એટલે jભગવાનદાસભાઈ એ તે પ્રેસકોપી મને આપી. આ પ્રેસકોપીની ખબર પૂ. સિદ્ધિસૂરિ મ.ને થતાં તેમણે તેના Iઉપરથી બીજી હસ્તલિખિત પ્રતો તૈયાર કરાવી. અને શાસનસમ્રાટ નેમિસૂરિજી મ.ના પ્રશિષ્ય કસ્તૂરસૂરિજી| | બાપજી મ.નાં ભત્રીજા થાય તેમને બોલાવી કહ્યું કે “આ ત્રિશષ્ટિમાં જે પંદરસો-જેટલા શ્લોકો ઘટે છે તેT તમે બૃહદ્ ત્રિશષ્ટિનો આશરો લઈ પૂરા કરો”. તેમની આજ્ઞા મુજબ થોડો વખત તે પ્રેસ કોપી કસ્તૂરસૂરિજીએ ! | રાખી. પણ બીજા કામકાજને લઈને આ કામ પૂરું થયું નહિ. આ પ્રેસકોપી ઉપરથી તેનું ભાષાંતર કરી અને ; jઅધૂરી જગ્યાએ બૃહદ્ ત્રિશષ્ટિનો આશરો લઈ આ લઘુત્રિશષ્ટિ શલાકાપુરુષ ચરિત્ર મેં છપાવ્યું. આ મૂળ લઘુત્રિશષ્ટિ શલાકાપુરૂષ સંસ્કૃતમાં હજુ સુધી છપાયું નથી. પણ અધૂરી લઘુત્રિશષ્ટિ શલાકાની પ્રતિ બાપજી | = ============= =========== ==== == પૂજ્ય આચાર્ય ભગવંતોનો પરિચય [૨૧૩ II iા | T Page #221 -------------------------------------------------------------------------- ________________ મહારાજે લહિયાઓ પાસે લખાવી ભંડારમાં મૂકી છે. બાપજી મ.ના ભદ્રિકપણાનો એક દાખલો રજૂ કરું છું. ખેતરપાળની પોળમાં બાલાભાઈ મફતલાલ રહેતા હતા. તેમણે કોલ્હાપુરમાં એક મુનિસુવ્રતસ્વામીની એક પ્રતિમા આરસમાં ભરાવી હતી. તેની અંજનશલાકા કરાવી હતી. આ પ્રતિમાનો પ્રવેશ ખેતરપાળની પોળના દેરાસરમાં કરવાનો હતો. તે વખતે İદેરાસરના વહીવટદારોએ બાપજી મ.ને કહ્યું કે ‘સાહેબ ! અમારા ત્યાં સાધારણનો બહુ તોટો છે. તો આ | પ્રવેશ પ્રસંગે એવું કાંઈક કરીએ કે સાધારણની આવક થાય”. મ.ની સંમતિ લઈ અમુક બોલીના પૈસા I સાધારણમાં જશે તેવું જાહેર કરી બોલી બોલાઈ. અને તે પૈસા સાધારણમાં લેવાનું નક્કી કર્યું. 1 હું ત્યારે ખેતરપાળની પોળમાં રહેતો હતો. મારા ઘરની નજીક જ પોપટલાલ જેશીંગભાઈ ૨હેતા | હતા. તે ૧૯૯૦ નું મુનિસંમેલનનો પટ્ટક લઈ આવ્યા. તેમાં દેવદ્રવ્યની બોલી કઈ કઈ ગણાય તે બધું લઈ I મ. શ્રી પાસે ગયા અને કહ્યું કે “સાહેબ ! આપે કહ્યું તેથી વહીવટદારો બોલીના પૈસા સાધારણમાં લઈ જાય તે ખોટું કરે છે”. મહારાજે તેમની વાત ગણતરી નહિ. અને તેમને તરછોડી કહ્યું કે તમારા કહેવાથી વહીવટદારો તમારું માને તો તેમ કરો. આ ભાઈ પટ્ટક લઈ મારી પાસે આવ્યા. હું મ.શ્રી પાસે ગયો. તે ।વખતે કનકસૂરિ અને મૃગાંકવિજયજી હાજર હતા. મેં મ.શ્રીને તેમની હાજરીમાં કહ્યું કે ‘‘મહારાજ ! આપના કહેવાથી અનર્થ થશે”. મ.ને તરત ખ્યાલ આવી ગયો અને ‘‘વહીવટદારોને મારી પાસે મોકલજો’'. એવું કહ્યું. વહીવટદારો તેમની પાસે ગયા. મહારાજે કહ્યું કે ‘‘ભગવાનના નિમિત્તની બધી બોલીના પૈસા દેવદ્રવ્યમાં લઈ જાઓ”. આવો બીજો પ્રસંગ : વીરના ઉપાશ્રયે ચરણવિજયજી બિરાજતા હતા. તેમણે અગિયાર અંગ વિગેરેની ચોમાસા દરમ્યાન તપશ્ચર્યા કરાવી. આ તપશ્ચર્યા દરમ્યાન મોતીશા કચૂકીના પુત્રે વાંધો લીધો કે આગમ અંગો ખંડિત ન થાય. ૪૫ આગમની તપશ્ચર્યા કરાવવી જોઈએ. વધુમાં તે સિદ્ધિસૂરિ મ. પાસે ગયા. હું İઅને તેમનો હવાલો આપી એવો પ્રચાર કર્યો કે “બાપજી મ. કહે છે કે આવી તપશ્ચર્યા ન થાય'. | ચિરણવિજયજી ગભરાયા. તપ કરનારાઓમાં દ્વૈધીભાવ થયો. તેમણે સાગરજી મ.ને પૂછાવ્યું, તો સાગરજી મહારાજે જવાબ આપ્યો કે ‘આ બધી તપશ્ચર્યા તો કોઈને કોઈ નિમિત્તને અવલંબીને છે. એટલે અગિયાર અંગની તપશ્ચર્યા કરાવવામાં વાંધો નથી'. કચૂકીને તેમણે સાગરજી મ.નો કાગળ વંચાવ્યો. આ વાત બાપજી મ.ના કાને પહોંચાડી. તેમણે I જવાબમાં કહ્યું કે “મેં આ ન થાય તેવું કહ્યું નથી. પણ આવા પેટા ભેદની તપશ્ચર્યા જોઈ નથી. મેં જોયું ન હોય એટલે ન થાય એવું મનાય નહિ. સાગરજીએ જે લખ્યું અને કહ્યું તે બરાબર છે’. અર્થાત્ આ મહાત્મા એવા ભદ્રિક હતા કે કોઈ પણ જાતનો હઠાગ્રહ રાખતા નહિ. એક પ્રસંગે એમની સાથે સાગરજી મ. સંબધી વાત નીકળતાં તેમણે મને કહેલું કે ‘‘સાગરજીના સ્વભાવની આ લોકોને જાણ નથી. સાગરજી જે નિશ્ચિત કરે તે મુજબ કરે તેવા પહેલેથી જ છે. જ્યારે તે પાંચ-વર્ષના દીક્ષિત હતા ત્યારથી તેમનો આ સ્વભાવ છે”. બાપજી મ. ઘણા સાધુ ભગવંતોના પ્રીતિપાત્ર હતા. નીતિસૂરિ મ., સાગરજી મ. આ મોટા પુરૂષો પણ તેમને પૂજ્ય ગણતા. અને તેમનું માન સાચવતા. તે જૂના પુરૂષ હોવા છતા ખૂબ સમયબદ્ધ હતા. ૨૧૪] [મારાં સંસ્મરણો યાને ૫૦ વર્ષની જૈન શાસનની આછી રૂપરેખા Page #222 -------------------------------------------------------------------------- ________________ ૪. પૂ. આ. નીતિસૂરિ મહારાજ પૂ. આ નીતિસૂરિ મ.નો પરિચય સૌ આચાર્યો કરતાં પહેલાનો છે. અમે પાટણ ભણતા હતા તે વખતથી તેમનો પરિચય થયો છે. અમારા ગામમાં વિ.સં. ૧૯૭૪-૭૫નાં બે ચાતુર્માસ તેમના સાધુ મંગળવિજયજી અને મુક્તિ 'વિજયજીના અનુક્રમે થયાં. તે વખતે મારી ઉમર ૯ થી ૧૦ વર્ષની હતી. આ પછી પાટણમાં પં. શાંતિ : વિજયજી અને ઉપાધ્યાય દયાવિજયજીની પદવી ખેતરવશીના મહોલ્લામાં પાટણમાં થઈ ત્યારે નીતિસૂરિ 1 મ.નાં દર્શન કરેલા. ત્યારબાદ વિદ્યાભવનમાં ભણાવ્યા પછી પાલિતાણા, રાધનપુર અને અમદાવાદ તેમનો | lઘણો પરિચય થયો. આ મહાત્મા મોટા પુરુષ હોવા છતા નાના-મોટા સૌ સાથે હળતા-મળતા. મોટાની સાથે મોટાની રીતે, નાનાની સાથે નાનાની રીતે વાત કરતા. કોઈ પણ સમુદાયના સાધુ મૂંઝાય અગર મુશ્કેલી અનુભવે તો તેને મદદ કરતા. તે રૂઢિચુસ્ત કે સુધારક દરેકની સાથે ખૂબ સારો સંબંધ રાખતા. તેમનો ભક્તગણ ઘણો | 1વિશાળ હતો. પૂર્વપરંપરાનો વારસો પણ તેમને બધા કરતા ઘણો મોટો મળ્યો હતો. ઉત્તર ગુજરાત, I રાજસ્થાન અને સૌરાષ્ટ્ર દરેક જગ્યાએ તેમના વડીલોનાં સ્થાન, ભંડારો તથા વંશપરંપરાગતના ભક્તો હતા.! ( તેમના કાળના આચાર્યો નેમિસૂરિ મ., સાગરજી મ.ની તુલનામાં જ્ઞાન ઓછું હોવા છતા લોકહૃદયમાં jતેમનું સ્થાન વિશિષ્ટ હતું. તેમના આ મિલનસાર સ્વભાવને લઈને તે કાળે તેમનો શિષ્યગણ પણ વિશાળj lહતો. શાસનનું કામ કરવાની ધગશને લીધે ગિરનાર, ચિત્તોડગઢ જેવાં મોટાં તીર્થોનો તેમણે જીર્ણોદ્ધારા કરાવ્યો હતો. તેમના હાથે સંઘો. ઊજમણાં. ઉપધાન, પ્રતિષ્ઠા વિગેરે વિવિધ કાર્યો ઘણા મોટા પ્રમાણમાં થયાં ! હતાં. 1 એ કાળના પંડિતો પ્રભુદાસભાઈ, વીરચંદભાઈ, ભગવાનદાસભાઈ, હીરાચંદભાઈ વિગેરે બધા તેમના સહકાર, પ્રેરણા અને મદદથી પંડિતો બન્યા હતા. તે બધા તેમની પ્રત્યે અંત્યત આદરભાવ રાખતા. Tહતા. 1 પાટણથી નગીનદાસ કરમચંદ સંઘવીએ કચ્છ ગિરનારનો સંઘ કાઢ્યો. તે સંઘમાં તેઓ શરૂઆતથી |ગિરનાર સુધી હતા. સંઘ નીકળ્યો ત્યારે તેઓએ ગિરનારના જીર્ણોદ્ધારના કામનો પ્રારંભ કર્યો હતો. આ માટે | fપૈસાની સગવડ તેમજ જૂનાગઢનું રાજય નવાબી હોવાથી જીર્ણોદ્ધારમાં કાઈ વિક્ષેપ ન પડે તે માટેની કાળજી! Jરાખવાની હતી. આ માટે તેમણે કુનેહથી રાજયના અધિકારીઓનો સહકાર મેળવ્યો હતો. સંઘના પ્રયાણ દરમ્યાન સંઘ એક ગામથી બીજે ગામ ચાર કે પાંચ માઈલનાં અંતરે પડાવ નાખતો ત્યારે આ. નીતિસૂરિજી 'મ. આસપાસનાં બે ત્રણ ગામ ફરી સંઘ ભેગા થઈ જતા. અને ગિરનારના જીર્ણોદ્ધારનાં કાર્યમાં જુદા જુદા ; સંઘો પાસેથી આર્થિક સહાય મેળવતા. આ જીર્ણોદ્ધાર પૂ. આ. મહારાજની મહેનતથી સાંગોપાંગ થયો છે. i જીર્ણોદ્ધાર પહેલાં તે દેરાસરો કાળો ધબ્બ, શેવાળથી ભરેલાં અને એકદમ જીર્ણ-શીર્ણ, પડી જવાની અણી Tઉપરનાં હતાં. આ જીર્ણોદ્ધા પછી તે દેરાસરો ખૂબ જ નયન રમ્ય અને ચિત્તને આફ્લાદક બને તેવાં બન્યાં. તે બધો પ્રતાપ પૂ. આ. મ.નો છે. આવી જ રીતે તેમણે ચિત્તોડનાં દેરાસરોના જીર્ણોદ્ધારનું કામ કર્યું છે. તે મારવાડ, મેવાડ કેj =============================== પૂજ્ય આચાર્ય ભગવંતોનો પરિચય [૨૧૫ - - - - - - - - - - - - - - - - - Page #223 -------------------------------------------------------------------------- ________________ સૌરાષ્ટ્રમાં જ્યાં જ્યાં વિચર્યા ત્યાં ત્યાં દેરાસર, ઉપાશ્રય કે પાંજરાપોળ અગર કોઈ પણ ધાર્મિક સ્થાનોમાં | Iઊણપ હોય તો તે ઊણપ દૂર કરવામાં ફાળો આપ્યો છે. તેમજ ગામમાં હૂંસાતૂસીના લીધે કે વહીવટ ચોખ્ખો | ન હોવાથી પડેલા તડ તેમણે ઉકેલ્યા છે. મારો તેમની સાથેનો પરિચય મારા જીવનની શરૂઆતના સમયનો હતો. પણ રાધનપુર હું જ્યારે |કાંતિલાલ ઈશ્વરલાલની સંસ્થામાં હતો ત્યારે તેઓ રાધનપુર ચોમાસું હતા. આ ચોમાસામાં તેમનો વિશેષ | પરિચય થયેલો. તેમજ અમદાવાદ, પાલિતાણા વિગેરે સ્થળોએ તેમજ નગીનદાસ શેઠના સંઘમાં તેમનો I સવિશેષ પરિચય થયેલો. તેઓ સામો માણસ ભાવુક છે કે નહિ તેનો વિચાર કર્યા વિના દરેકને દીક્ષા લેવાનો ઉપદેશ આપતા. આ ઉપદેશના લીધે તેમજ તેમના જીવનની સરળતા અને પવિત્રતાના કારણે સામા માણસમાં ધર્મના સંસ્કાર પ્રજ્વલિત થતા. મને યાદ છે તે મુજબ હું નગીનદાસ શેઠના સંઘમાં હતો ત્યારે મને મારી ૨૧૭ કે ૧૮ વર્ષની ઉંમરે દીક્ષા લેવાનો ઉપદેશ આપેલો. આ દીક્ષા લેવાઈ નહિ. પણ ૩૫ વર્ષની ઉંમર બાદ Iદીક્ષા લેવી તેવો સંકલ્પ કરાવ્યો. આશ્ચર્યની વાત છે કે ખરેખર તે જ ઉંમરે મારા વિચારોમાં પરિવર્તન આવ્યું. અને હું દર ચૌદસે પૌષધ કરતો થયો. અને મેં મારી સાથેનાં કેટલાક સાથીઓને પણ મારી સાથે દીક્ષા લેવા તૈયાર કર્યા. આ તૈયાર કર્યા બાદ હું તેપના પ્રશિષ્ય મંગળવિજયજી પાસે ડહેલાના ઉપાશ્રયે ગયો. તેમને મેં વાત કરી કે ‘“મહારાજ ! મારી ૩૫ વર્ષની ઉંમર છે. મેં મારી સાથે છ થી સાત ભણેલા મારા મિત્રો અને ' પરિચિતોને તૈયાર કર્યા છે. તેઓની સાથે મને દીક્ષા આપવા નરોડા મુકામે સારું મુહૂર્ત જોઈ પધારો”. તેઓ મને અને મારા કુટુંબને ઓળખતા હતા. હું તથા મારા સાગરીતો કોઈ જાહે૨ દીક્ષા લઈ શકે તેવી સ્થિતિ । Iન હતી. શરૂઆતમાં તો મંગળપ્રભસૂરિએ આ વાતમાં રસ લીધો. પણ નરોડા જવાનું નિશ્ચિત થયું ત્યાં તે I ગભરાયા. તેમણે કહ્યું, ‘‘આ મારું કામ નથી. કેમકે તમારા બધાની પાછળ કંઈક ને કંઈ જવાબદારી રહેલી છે. આને લઈને તમારી પાછળ કંકાસ-કજીયા થાય તેને હું પહોંચી વળી શકું તેમ નથી'. તેમણે અશક્તિ બતાવી. આ પછી સિદ્ધિસૂરિ મ.ને ત્યાં મેં પ્રયત્ન કર્યો પણ કોઈ અંતરાયને લઈ તે પ્રયત્ન સફળ ન થયો. ।અને તે અધ્યવસાય દીક્ષા તરફી ગૂંજતા હતા, તે ધીમે ધીમે મંદ પડ્યા. પૂ.આ. નીતિસૂરિ મ. ખૂબ જ ભદ્રિક પરિણામી અને સામાના દિલને જીતે તેવા મિલનસાર હોવાથી -તે જે કામ લેતા તે બધા કામ સારી રીતે પાર પડતાં. મતભેદ કે વિખવાદ થાય તેવા પ્રસંગે તેઓ કોઈ દિવસ આગ્રહવશ થતા નહિ. હંમેશા તે સંઘના સિંપના સમર્થક હતા. શરીરનો દેખાવ, વાક્પટુતાનો અભાવ શાસ્ત્રાભ્યાસ સામાન્ય, આ બધું છતાં તેમણે તેમના જીવનમાં ઘણાં-ઘણાં કામો કર્યાં છે. તેમણે હેમબૃહદ્ પ્રક્રિયા વિગેરે ગ્રંથો છપાવ્યા છે. ગુજરાત, સૌરાષ્ટ્ર, રાજસ્થાન, મેવાડ અને મારવાડ વિગેરેનાં ઘણા મંદિરોની પ્રતિષ્ઠાઓ કરી છે. ઉપધાન કરાવ્યાં છે. સંઘો કાઢ્યા છે. અને । Iતેજસ્વી માણસોને ધર્મમાર્ગે જોડ્યા છે. I તે કાળે જૈન શાસનમાં તેમનું સ્થાન મહત્ત્વનું હતું. તે જ્યારે શિવગંજના ચાતુર્માસમાં બિમાર પડ્યા ત્યારે હું તેમને મળ્યો. પણ તે વખતે તે ખૂબ સ્વસ્થ હતા. બિમારી છતાં ધર્મધ્યાનમાં હતા. શરીર ઉપરનો મમત્વભાવ નહોતો. શાસનના તે દર્શનીય પુરુષ ખૂબ જ સમાપિસ્થિતિમાં એકલિંગજીમાં કાળધર્મ પામ્યા. ૨૧૬] [મારાં સંસ્મરણો યાને ૫૦ વર્ષની જૈન શાસનની આછી રૂપરેખા Page #224 -------------------------------------------------------------------------- ________________ પ. પૂ. આ. નંદનસૂરિજી મહારાજ (૧) પૂ.આ. નંદનસૂરિજી મ. શાસનસમ્રાટ પૂ. આ વિજય નેમિસૂરિ મ.ના પટ્ટધર, પૂ.આ. વિજય । ઉદયસૂરિ મ.ના શિષ્ય હતા. વિ.સં. ૨૦૦૫માં વિજય નેમિસૂરિ મ. કાળધર્મ પામ્યા, ત્યાં સુધીનો બધો કાળ નેમિસૂરિ મ.ના શાસનકાળની અંતર્ગત હોઈ તેમની બધી કાર્યવાહી પોતાના ગુરૂદેવની કાર્યવાહીમાં સમાઈ જાય છે. ભગવાન મહાવીર પ્રત્યે ગૌતમસ્વામીનો અનન્ય ગુરૂભાવ હતો, તેવા ગુરૂભાવનું દર્શન આ કાળમાં | નેમિસૂરિ મ. પ્રત્યે ઉદયસૂરિ મ. અને નંદનસૂરિ મ. માં થયું હતું. ગુરૂ મહારાજ કોઈ પણ વસ્તુ કહે તેનો અનન્યભાવે સ્વીકાર અને સમર્પણ તેમનામાં હતું. તેમણે ગુરૂ મહારાજ જીવ્યાં ત્યાં સુધી કોઈ દિવસ ! ગુરૂમહારાજથી જુદું ચાતુર્માસ કર્યું નથી, અને તેમનાથી કોઈ દિવસ જુદા પડ્યા નથી. ગુરૂમહારાજનો પણ તેમની પ્રત્યે અનન્ય ભાવ હતો. ઉદય અને નંદન એ શબ્દ તેમના મોઢામાં સદા રમતો હતો. ગુરૂ મહારાજની સાથે ચોમાસાં કરવાથી તેમની શિષ્યસંપત્તિ વધી નહિ, પણ ગુરૂ મહારાજનો તમામ વારસો, સંઘનો સદ્ભાવ, 1પ્રભાવ વિગેરે તેમને મળ્યો હતો. સંઘમાં કુસંપ ન થાય તેવી પ્રવૃત્તિ કરવી, શાસનની પ્રભાવના જળવાઈ રહે તેનું ધ્યાન રાખવું વિગેરે ગુરૂમહારાજના ગુણો ઉપરાંત વાસ્તવિક દર્શન, અને નાનામાં નાના માણસની પણ સાચી વાત હોય તો તેનો સ્વીકાર કરવાની તૈયારી, અને પ્રબળમાં પ્રબળ વિરોધીઓના વિરોધ વચ્ચે પણ સાચી વસ્તુ રજૂ |કરવાની હિંમત, અને કોઈ પણ વાત રજૂ કરતાં પહેલાં તેનાં સચોટ પુરાવા મેળવ્યા પછી જ તે વાત રજૂ કરવાની રીતનું તેમનામાં સવિશેષ દર્શન થતું. (૨) અમે પાટણ વિદ્યાભુવનમાં ભણતા હતા ત્યારે નંદનસૂરિ મ.ને નેમિસૂરિ મ. પાસે જોયેલા. તે વખતે । Iતેમની ઉંમર યુવાન હતી. તે સમયમાં પાલિતાણા દરબાર સાથે તેને આપવાની રકમનાં વિરોધના લીધે | શત્રુંજય ગિરિરાજનાં દર્શન સમાધાન ન થાય ત્યાં સુધી બંધ કરવાનો આદેશ પેઢીએ સકલ સંઘોને આપ્યો હતો. તેનું પાલન બધા સંઘો કરતા હતા. આ પાલિતાણા દરબારની કાર્યવાહી વિરુદ્ધ એક સભા પાટણ દોશીવટમાં ભરાઈ હતી. તે વખતે નંદનસૂરિ મહારાજે નેમિસૂરિ મ.ના સાંનિધ્યમાં રહી સુંદર, ઉત્સાહપ્રેરક વ્યાખ્યાન આપ્યું હતું. આ પછી પણ જ્યારે જ્યારે સંઘમાં કોઈ પણ વિવાદાસ્પદ પ્રશ્ન ઊભો થયો ત્યારે 1નંદનસૂરિ મ.ની સમક્ષ પૂજ્ય નેમિસૂરિ મ. તે વિવાદાસ્પદ પ્રશ્નનો ઉકેલ રજૂ કરતા. તે વખતે તે તત્તિ | 1કરી સ્વીકારતા અને નમ્રભાવે જે કાંઈ કહેવાનું હોય તે કહેતા. પણ આ બધુ સમર્પણભાવે જ કરતાં. નેમિસૂરિ મ.ના કાળધર્મ બાદ નેમિસૂરિ મ.નું સ્થાન તેમને મળ્યું હતું. શાસન પક્ષના તે સર્વેસર્વા |હતા. તેમનો બોલ ખૂબ જ મહત્ત્વનો ગણાતો. તે પૂર્વપરિચિતની ખોટી વાતમાં અને વિરોધીની સાચી વાતમાં । બંનેમાં સમતોલપણું રાખી વિચાર કરતા. પૂજ્ય આચાર્ય ભગવંતોનો પરિચય] [૨૧૭ Page #225 -------------------------------------------------------------------------- ________________ | વિ.સં. ૨૦૧૪ના મુનિ-સંમેલનમાં તેમણે અગ્રગણ્ય ફાળો આપ્યો હતો. અને તે મુનિ-સંમેલન બાદ | |શાસનપક્ષના જુદાજુદા મતભેદ પાંચમની ક્ષયવૃદ્ધિએ ચોથની કે ત્રીજની ક્ષયવૃદ્ધિના હતા, તે સાથે રહી! મિટાવી શાસનપક્ષને એકત્ર કર્યો હતો. જે વર્ષો સુધી એકત્રતા ટકી રહી હતી. શ્ર.ભ. મહાવીરના ૨૫00! વર્ષની ઉજવણી પ્રસંગે તેમણે સંઘને સાચું માર્ગદર્શન આપ્યું હતું. તેમજ પાલિતાણા ગિરિરાજ ઉપરના નૂતન જિનમંદિરની પ્રતિષ્ઠા પ્રસંગે “બોલી” અંગે થયેલા વિવાદમાં શેઠ આણંદજી કલ્યાણજી પેઢીને બળપ્રેરક બની jમોટા વિરોધ વચ્ચે પણ તે કાર્ય સંપૂર્ણ સંપન્ન થાય તે માટે તેઓ આધારરૂપ બન્યા હતા. પૂ. વિજય નંદનસૂરિ મ., જેને સમાજ વગોવતો હોય પણ જો તેનામાં કોઈ સારી વસ્તુ દેખાતી હોય તો તેનો સ્વીકાર કરવામાં અચકાતા નહિ. પંડિત બેચરદાસ, નિવિજય વિગેરે સમાજમાં વગોવાયેલા હોવા છતાં તેઓ કોઈ સારી વસ્તુના ચાહક કે ગ્રાહક હોય તો તેને અભિનંદવામાં દૂષણ માનતા ન હતા. જેને લઈ બેચરદાસ પંડિત જેવા તેમના છેલ્લા કાળમાં તેમની પ્રત્યે આદરભાવ ધરાવતા થયા હતા. ! વિ.સં. ૨૦૧૪ના મુનિસંમેલનની દરેક બેઠકમાં જતાં પહેલા તેઓ મને બોલાવતા. તે બેઠકમાં શું શું કરવાનું છે તેનો વિચાર રજૂ કરતા. બેઠકમાંથી આવ્યા બાદ શું-શું બન્યું તે સવિશેષ જણાવી, હવે શું કરવું jજોઈએ, તેનો વિચાર વિનિમય કરતા. અર્થાત્ નાનામાં નાના માણસની સલાહ લેવામાં તે નાનમ અનુભવતા | નહિ. પૂ. નેમિસૂરિ મ. એવી માન્યતાના હતા કે જે માણસ વક્ર હોય તેની સાથે વિચાર વિનિમય પણ કરવો | નહિ. જ્યારે નંદનસૂરિ મ. વક્ર માણસ સાથે વિચાર-વિનિમય કરતા, પણ તેનાથી સાવધ રહેતા. ! નંદનસૂરિ મ.માં એક ખાસિયત એ હતી કે શાસનને ઉપયોગી માણસ કોઈ રીતે ઊભાગે નહિ તેનું , ખાસ ધ્યાન રાખતા. આ શાસનોપયોગી માણસે કદાચ કોઈ વાર ભૂલ કરી હોય તો તે વખતે તેને જતી | કિરવામાં માનતા, પણ પછીથી તેને સમજાવી તે ભૂલ સુધારવા કહેતા. શાસન ડહોળાય તેવી કોઈ પણ પ્રવૃત્તિનું Iકરવામાં તે માનતા નહિ. સાચી વાતનો સ્વીકાર એ તેમનો મુખ્ય ગુણ હતો. પંડિત પ્રભુદાસભાઈ નેમિસૂરિ મ.ના અને નંદનસૂરિ મ.ના ખૂબ રાગી હતા. તેઓ નેમિસૂરિ મ.ને તો આ કાળના અનન્ય મહાપુરુષ માનતા. તેઓ તેમને શાસન બંધારણના પૂર્ણ રક્ષક અને દૂરંદેશી દૃષ્ટિવાળા સમજતા. તેવી જ રીતે નંદનસૂરિ મ.ને પણ શાસન હિતસ્વી અને સ્પષ્ટ શાસનું બંધારણ રજૂ કરનાર માનતા. આમ છતાં એક વાર પ્રભુદાસભાઈએ જૈન શ્વેતાંબર મૂર્તિપૂજક કૉન્ફરન્સની સાધર્મિકોની ભક્તિની ટેલનો! Bવિરોધ કર્યો ત્યારે તેમને મારી સામે ખૂબ જ ખખડાવી નાખ્યા હતા. પ્રભુદાસભાઈનું કહેવું એવું હતું કે! સાધર્મિકોને મદદ કરવાના નામે આપણે તેમને અપંગ અને ગૌરવહીન બનાવીએ છીએ.” જ્યારે નંદનસૂરિ મ.નું કહેવું એ હતું કે “સાધર્મિક ભક્તિનો વિરોધ એ સમ્યકત્વનું દૂષણ છે”. પ્રભુદાસભાઈને ખૂબ ઠપકો jઆપ્યા છતાં પ્રભુદાસભાઈનો તેમની પ્રત્યેનો પ્રેમ કદાપિ ઓછો થયો નથી. નંદનસૂરિ મ.નો પરિચય મારે પાછલાં વર્ષોમાં ગાઢ હતો. હું સામાન્ય હોવા છતાં તેઓ તેમના ! વખતના શાસનનાં દરેક પ્રશ્નોમાં મને જાણ કરતા, પૂછતા, અને હું, નિર્દોષભાવે કાંઈ કહેવા જેવું લાગે તો કહું તેનો વિચાર કરતાં. તેમનો પરિચય મને મારા જીવનમાં આશીર્વાદરૂપ હતો. જુદા જુદા પ્રસંગોમાં તેમના સંબંધો સાથેની વિગતો અગાઉ આવી ગયેલી હોવાથી અહીં જણાવી નથી. =============================== | ૨૧૮] મારાં સંસ્મરણો યાને ૫૦ વર્ષની જૈન શાસનની આછી રૂપરેખા -- -- -- - - -- -- - -- - - T Page #226 -------------------------------------------------------------------------- ________________ આ કાળનાં છેલ્લા ૨૦ વર્ષમાં શાસન પક્ષનું નેતૃત્વ લઈ શકે તેવી તેમના સિવાય બીજી કોઈ | વ્યક્તિ નથી. તેમના કાળધર્મથી શાસનપક્ષને ન પૂરાય તેવી ખોટ પડી છે. ૬. પૂ.આ. વિજય રામચંદ્રસૂરિજી મ. (૧) મારું મોટા ભાગનું જીવન વિદ્યાભુવનમાં ભણ્યા પછી મહેસાણા પાઠશાળા, પાલિતાણા બ્રહ્મચર્યા શ્રમમાં શરૂઆતનાં દોઢ-બે વર્ષ ગાળ્યા બાદ અમદાવાદમાં ભણાવવામાં અને પાછળથી પ્રેસ અને શેરબજારનાં | વ્યાપારમાં પસાર થયું છે. પૂ.આ. વિજય રામચંદ્રસૂરિજી મ.નો પરિચય મને ખરી રીતે તો તિથિચર્ચાના પ્રશ્ન પછી જ થયો છે. પહેલાં તેમની દ્વારા થયેલાં આંદોલનો માત્ર મેં વાચ્યાં સાંભળ્યા હતાં, પણ તેમનો પરિચય કે તે આંદોલન સાથે મારે કોઈ સંપર્ક ન હતો. રામચંદ્રસૂરિજીનાં આશાવર્તી સાધ્વી શ્રી લક્ષ્મીશ્રીજી અને સાધ્વી શ્રી જયાશ્રીજી વિગેરે મારી પાસે ભણતાં હતાં, તેને લઈને તેમના પ્રભાવની વાતો સાંભળી હતી.. |પણ તેમનો અંગત પરિચય મને નહોતો. રામચંદ્રસૂરિ મ.ના ગુરૂ અને દાદાગુરૂ આ બંનેનો પરિચય વિ.સં. ૧૯૮૮ આસપાસ હતો. દાદાગુરૂ દાનસૂરિ મ.નો પરિચય કલ્પદીપિકાની પ્રેસકોપી તેમણે તૈયાર કરેલી મને આપી હતી, અને જે મેં પાછળથી છપાવી હતી તેને લઈને, અને વિ.સં. ૧૯૯૨નો તિથિ પ્રશ્ન ઉપડ્યો ન હતો તે પહેલા તત્ત્વતરંગિણીની પ્રેસ કોપી મને આપી હતી, તેને લઈને હતો. તેમના ગુરૂ પ્રેમસૂરિ મ.નો પરિચય ૧૯૮૮ની આસપાસ હું| વિદ્યાશાળામાં ભણાવતો અને તેઓ તે અરસામાં ત્યા બિરાજતા તેને લઈને તેમનો અને જમ્બુસૂરિ મ.નો ! પરિચય હતો. રામચંદ્રસૂરિ મ.ના છૂટક કોઈ કોઈ વાર વ્યાખ્યાન સાંભળેલા. પણ રૂબરૂ મળવાનો પરિચય તો |તિથિ-ચર્ચાના પ્રશ્ન પછી જ થયો છે. અને જે પરિચય થયો તે તેની નોંધ અને વિગત અગાઉનાં પ્રકરણોમાં | આવી ગઈ છે. (૨) છેલ્લે વિ.સં. ૨૦૪૭ જેઠ વદમાં દશાપોરવાડ (અમદાવાદ) સોસાયટીનાં આયંબિલખાતામાં હું તેમને એટલા માટે મળ્યો કે તેમની સાથે તિથિ વિગેરે અંગે ઘણો સંઘર્ષ આજ સુધી થયો હતો, તો તેનો | 1મિચ્છામિ દુક્કડમ દઈ આવું. સાંજના પાંચ વાગ્યાનો સમય હતો. મહારાજ આયંબિલશાળાનાં નવા બંધાયેલા હૉલની જોડેના રૂમમાં હતા. એમની પાસે મહોદયસૂરિ અને હેમભૂષણવિજય વિગેરે બે-ત્રણ સાધુ હતા. હું, કુમુદભાઈ વેલચંદની સાથે તેમની પાસે ગયો અને મત્થેણ વંદામિ કહી હું આગળ બોલું તે પહેલાં તેઓ તરત બોલ્યા | | ‘પંડિત ! તમે બુદ્ધિમાન છો, અભ્યાસી છો, સાચું શું છે તે સમજી શકો છો. તે સમજી તેનો પક્ષ કરો.”! મેં કહ્યું, “મહારાજ, બીજી વાત પછી. પણ તમે આ સાલથી પૂનમ-અમાસની ક્ષય વૃદ્ધિએ તેરસની ક્ષયવૃદ્ધિ કરવાનું તમારા ગુરૂના પટ્ટકની રૂએ કરતા હતા. તે બંધ રાખ્યું છે તે ખોટું છે. ગુરૂ મ.ના પટ્ટકની રૂએ ૨૦૨૦ થી ૨૦૪૬ સુધી અને વિ.સં. ૧૯૯૨ પહેલાં તમે અને તમારા વડવાઓએ પૂનમ-અમાસની | પૂજ્ય આચાર્ય ભગવંતોનો પરિચય] [૨૧૯ Page #227 -------------------------------------------------------------------------- ________________ ક્ષયવૃદ્ધિએ તેરસની ક્ષયવૃદ્ધિ કરી એ બધું હવે ખોટું ? અને વિ.સં. ૨૯૪૭ થી નવું શરૂ કર્યું તે સાચું ? આ | કઈ રીત છે ? આ તમારી રીત વાજબી નથી. તમારે આ કરવું જોઈતું ન હતું”. આ પછી મેં કહ્યું, ‘‘વિ.સં. 1 ૧૯૮૧ થી વિ.સં. ૨૦૪૭ સુધીનાં ૬૭ વર્ષથી તો હું સંઘર્ષ કરતા જ તમને જોતો આવ્યો છું. અમારા ગૃહસ્થોમાં પણ વૃદ્ધ ઉંમર થાય ત્યારે કુટુંબમાં મતભેદ હોય તો તે દૂર કરવા પ્રયત્ન થાય છે. અને વૃદ્ધ માણસ વિચારે છે કે આપણે ક્યાં સુધી જીવવું છે ? જ્યારે તમે આ ૯૭ વર્ષની ઉંમરે નવો સંઘર્ષ કરો છો”. મને તેમણે પૂછ્યું, “તમને કેટલા વર્ષ થયા ?” મેં કહ્યું, “૮૩ વર્ષ થયા.” તેમણે કહ્યું, ‘‘હું તમારાથી ૧૪ વર્ષ મોટો છું”. મેં કહ્યું, “ના મહારાજ ! તમે મારાથી ૧૦ ગણા મોટા છો. તમે આચાર્ય છો. ખમા ખમા કરી પૂજાઓ છો. જ્યારે હું તો સંસારમાં ડૂબેલો છું”. વધુમાં મેં કહ્યું, “સાહેબ ! ૯૭ વર્ષનો ગૃહસ્થ કરોડપતિ હોય તોય કોઈ તેની સંભાળ લેતું નથી. ખૂણામાં સડતો હોય છે. જ્યારે તમારી પાસે આજે શિષ્યો તમારો બોલ ઝીલતા હાજરહાજૂર છે. સિદ્ધિસૂરિ | !મ. ૧૦૫ વર્ષ જીવ્યા. પણ પાછલા વર્ષોમાં આંખે દેખતા ન હતા. તેમણે મૃગાંકવિજયજી કહે તેમ કરવું પડતું. ભદ્રસૂરિ મ. ૧૦૩ વર્ષ જીવ્યા. તેઓને ઓંકારસૂરિ જ્યાં બેસાડે ત્યાં.બેસવું પડતું. આ બંનેને છેલ્લા વર્ષોમાં તેમનો સ્વતંત્ર આદેશ નહોતો. જ્યારે તમે તો આજે સારી રીતે વાંચી શકો છો. વિચારી શકો છો. અને તમે કહો તેમ તમારા શિષ્યો કરે છે. તમારે શિષ્યોનું કહેલું કરવું પડતું નથી, આમ તમે ખૂબ ।પુણ્યશાળી છો'. I તેમણે કપાળે હાથ મૂકી મારી વાતનો સ્વીકાર કર્યો. મેં કહ્યું, “હવે છલ્લે શાંતિ થાય અને સંઘર્ષ ટળે તેવું કાંઈક કરતા જાઓ”. તેમણે કહ્યું, પંડિત, શું કરવું તે તમે મને લખી આપો.’’ મેં કહ્યું, “મારું લખી આપેલું તમે થોડું કરવાના છો ? તમે મારા કરતાં વધુ બુદ્ધિશાળી છો. તમે જાતે જ નિર્ણય (સંકલ્પ) કરો કે મારે કોઈ પણ સંજોગોમાં સંઘમાં શાંતિ કરવી છે તો જ શાંતિ થાય. વધુમાં મેં કહ્યું, ‘‘તમે તમારા દીક્ષિત |જીવનની શરૂઆતમાં આત્મારામજી મ.ના પટ્ટધર કોણ તેની ચર્ચા ઉપાડી. પછી અંબાલાલ સારાભાઈનું વાછડા પ્રકરણ, યુવક સંઘ અને સોસાયટીની પ્રવૃત્તિ, તિથિ-ચર્ચા, નયસાર પ્રકરણ, ગર્ભાષ્ટમ, જન્માષ્ટમ પ્રકરણ, ટ્રસ્ટ એક્ટ પ્રકરણ, મહાવીર સ્વામી નિર્વાણનાં ૨૫૦૦ વર્ષ, શ્રી શંત્રુજયની પ્રતિષ્ઠા વિગેરે વિગેરે. જીવનમાં કોઈ દિવસ શાંતિ અનુભવી નથી. હવે છેલ્લે શાંતિ અનુભવો, અને સકલ સંઘમાં શાંતિ કરતા જાઓ. શાંતિ કરવાની વાત તમારા હૃદયમાં જાગે તો જ શાંતિ થાય”. તેમણે જવાબ આપ્યો, “જરૂર, આ વાત વિચારીશું”. આગળ વધતાં તેમણે કહ્યું, ‘‘મને જ્યોતિષીઓ | ૧૧૧ વર્ષનું આયુષ્ય કહે છે”. મેં કહ્યું, “જ્યોતિષીઓનો વિશ્વાસ ન રખાય. ૨૦૧૪નાં મુનિ સંમેલન | વખતે જુદા જુદા વરતારા કાઢનારા જ્યોતિષીઓએ જે કહ્યું હતું તે સાચું પડ્યું નથી”. આ વખતે મુનિ હેમભૂષણે કહ્યું, ‘‘જ્યોતિષીઓએ ૨૦૧૪માં શું કહ્યું હતું ?” મેં કહ્યું, ‘૨૦૧૪માં કેટલાક જ્યોતિષીઓએ મ.ના માટે એમ કહ્યું હતું કે છેલ્લો તમારો સમય એવો આવશે કે તમને છેલ્લે પાણી પાનાર સાધુ પણ તમારી ।પાસે નહિ રહે. આ જ્યોતિષીઓના વરતારો ખોટો પડ્યો. આજે તમારી પાસે સાધુઓ છે અને તમે ઠેરઠેર |પૂજાઓ છો. માટે જ્યોતિષીઓ પર વિશ્વાસ ન રખાય. જે કરવું હોય તે તુરત કરો.” આ પછી મેં કહ્યું, ‘‘કાળના ગર્ભમાં શું છૂપાયું છે તે કોઈને ખબર નથી. મોટા સમુદાયને અસ્ત થતાં વાર લાગતી નથી, અને નાનાને વિસ્તરતાં પણ વાર લાગતી નથી. વિમળનો સમુદાય, જેના મનસુખભાઈ ૨૨૦] [મારાં સંસ્મરણો યાને ૫૦ વર્ષની જૈન શાસનની આછી રૂપરેખા Page #228 -------------------------------------------------------------------------- ________________ jઅને ભગુભાઈ શેઠ જેવા આગેવાન હતા, તે આજે અસ્ત પામી ગયો. અને તમે પાંચ-છ સાધુ હતા તે આજે Iવિસ્તરી મોટા સમુદાયવાળા થયા. ભક્તો અને પરિવાર ક્યારે વિસ્તરે અને વિસરાય તેની કોઈને ખબર! પડતી નથી. વીરવિજયજી મ.ના કાળધર્મ પછી ૨૫ વર્ષ પછી કોઈ એનો સાધુ દેખાતો નથી”. મેં વધુમાં, કહ્યું, “આપ નક્કી કરો કે મારે સંઘમાં શાંતિ અને સંપ કર્યા વિના જવું નથી. અને નહિ કરો તો તમારા પછી તમારો શિષ્ય પરિવાર કાંઈ કરશે નહિ. એ તો એમ જ કહેશે કે અમારા ગુરૂએ કહ્યું તે સાચું. જેમ આજે સાગરજી મ.ના શિષ્યો કહે છે. તેમ તેથી જે કાંઈ કરવું હોય તે તમારા હાથે કરતા જાઓ. નહિ કરો તો Jપાછળનો પરિવાર એમ કહેશે કે રામચંદ્રસૂરિજી એવા આચાર્ય થયા હતા કે જેણે આ શાસન ૧૦૦ વર્ષ ડિહોળ્યું”. જવાબમાં તેમણે કહ્યું “જરૂર, આપણે આ વાત વિચારીશું, અને સંઘ એક થાય તેમ કરશું. તમે! વિચારજો અને આપણે મળશું”. આ પછી થોડા દિવસ બાદ તેમનો પ્રવેશ સાબરમતી પોખરાજ રાયચંદના ઉપાશ્રયે થયો. તેમણે 1 Iકુમુદભાઈ વેલચંદ દ્વારા કહેવરાવ્યું કે “પંડિતે શું વિચાર્યું ?” ત્યારે તેમણે કહ્યું, “સાહેબ ! આપનેT Uવિચારવાનું હતું”. તેમણે કુમુદભાઈને કહ્યું કે “પંડિતને કહેજો કે મને મળે”. કુમુદભાઈએ મને સમાચાર! આપ્યા કે મહારાજે તમને મળવાનું કીધું છે. આ સમય અષાઢ સુદ ૧૪ ની આસપાસનો હતો. અષાઢ સુદ ૧૪ બાદ એક દિવસ મળવાનો વિચાર હતો. પણ તેમની માંદગી વધી. આ માંદગી પછી થોડા શાતા થઈ, છે તેવા સમાચાર આવ્યા. પણ મહારાજશ્રી મહિના સુધી પરિશ્રમ લઈ શકે તેમ નથી, તે જાણતાં સાબરમતી | |જવાનો વિચાર મેં માંડી વાળ્યો. પણ થોડા દિવસ બાદ તેમને બકુભાઈ શેઠને બંગલે લાવવામાં આવ્યા. તેT માંદગી ઉત્તરોઉત્તર વધી અને તેઓશ્રી કાળધર્મ પામ્યા. મનની મનમાં રહી ગઈ. રામચંદ્રસૂરિજી મહારાજે આ કાળમાં દીક્ષાનો પ્રવાહ વહાવ્યો હતો તે નિઃશંક છે. શાસનમાં દીક્ષાઓ Jવધી તે તેમનો પ્રતાપ છે. લોકોને ધર્મના અનુરાગી બનાવી ધર્મચુસ્તતાનો નાદ તેમણે જગાવ્યો હતો.i તેમનામાં એક મોટો ગુણ એ હતો કે પ્રતિપક્ષીની વિરોધમાં વિરોધી વાત પણ તે સહૃદયતાપૂર્વક તે સાંભળી. Jશક્તા હતા, કોઈ દિવસ આ વિરોધી વાત પ્રસંગે ગરમ થતા ન હતા. પોતાનું કામ કરવું હોય ત્યારે ! વિરોધીને પોતાનો કરવાની આવડત તેમનામાં હતી. આ કાળમાં પોણો સોથી એંશી વર્ષનાં ગાળો તેમના નાદથી ગુંજિત થઈ તેમનો અવિહડ રાગી; બિનેલો સારો એવો જનસમુદાય હતો, જે તેમને જ ગુરૂ માનતો, અને બીજાને તિરસ્કારતો હતો. આમ, ખૂબT જ શક્તિ છતાં, તેમનાથી શાસનને મહત્ત્વનો લાભ થયો નથી. II IL I ===== ========= પૂજ્ય આચાર્ય ભગવંતોનો પરિચય - - - - - - - - - - - | Page #229 -------------------------------------------------------------------------- ________________ સમાલોચના મારા જીવનમાં વિદ્યાર્થીકાળ પછી અધ્યાપનકાળ દરમ્યાન અને પછીના સમયમાં શાસનમાં ઘણા ઘણા પ્રશ્નો ઉદ્ભવ્યા છે. આ બધામાં મેં થોડો ઘણો રસ લીધો છે તેની વિગત અગાઉ જણાવી છે. તે માત્ર હકીકત રૂપે જણાવી છે. પરંતુ તે અંગે મારું મંતવ્ય જણાવ્યું નથી. જ્યારે હું ભણતો હતો ત્યારે શંત્રુજ્યની યાત્રા બંધ હતી અને તે અંગે કેટલીક સભાઓ યોજાતી હતી તે મેં જોઈ છે. અભ્યાસકાળ દરમ્યાન વિક્રમ સંવત ૧૯૮૧માં પાંચ આચાર્ય થયા. તે વખતે આ આચાર્યપદનો વિવાદ પેપરોમાં આવતો તે વાંચ્યો હતો. આ બધા પ્રશ્નો અભ્યાસકાળ દરમ્યાનના હતા. પણ |પછી અધ્યાપનકાળમાં પ્રવેશ કર્યા બાદ અને તેમાંય ખાસ કરીને અમદાવાદમાં આવ્યા બાદ શાસનમાં જે જે । İપ્રશ્નો ઊભા થયા તેમાં થોડો ઘણો મેં રસ દાખવ્યો છે. આ પ્રશ્નોમાં આઠ વર્ષ પૂર્ણ થયા બાદ કે આઠમા વર્ષે દીક્ષા આપવી, તે પ્રશ્ન, યુવક સંઘ અને યંગમેન્ટ્સ જૈન સોસાયટીનું પ્રચાર કાર્ય, ગાયકવાડ સરકારનો દીક્ષા પ્રતિબંધક કાયદો, વિ.સં. ૧૯૯૦નું મુનિ સંમેલન, પરમાનંદ પ્રકરણ, વિ.સં. ૧૯૯૨માં ઉત્પન્ન થયેલ તિથિ પ્રશ્ન, બામ્બે પબ્લિક ટ્રસ્ટ ઍક્ટ, ભગવાન મહાવીર પરમાત્માનો ૨૫૦૦ વર્ષનો નિર્વાણકાળ, કેસરીયાજી પ્રકરણ, ૨૦૧૪નું મુનિ સંમેલન, રતલામ પ્રકરણ, શ્રીશંત્રુજ્ય તીર્થની પ્રતિષ્ઠા, અખાત્રીજના | શેરડીના પ્રક્ષાલનો પ્રશ્ન, વિ.સં. ૨૦૪૨ના પટ્ટક, અને વિ.સં. ૨૦૪૪નું મુનિ સંમેલન, વિગેરે... ૧. આઠ વર્ષ કે આઠમા વર્ષે દીક્ષા આપવી તે વિષેનું મંતવ્ય પૂ. સાગરજી મહારાજ આઠમા વર્ષે એટલે કે બાળકનો જન્મ થયા બાદ સવા છ વર્ષ પછીનો થાય ત્યારે દીક્ષા આપવામાં માનતા હતા. તેમની ગણતરી એવી હતી કે સવા છ વર્ષ જન્મ બાદનાં, નવ મહિના |ગર્ભાવાસના, એટલે સાત વર્ષ પૂરાં થાય. બાદ આઠમું વર્ષ શરૂ થાય. એમ માની આઠમા વર્ષે દીક્ષા અપાય | તેમ માનતા હતા. જ્યારે દાનસૂરિ વિગેરે મહારાજો જન્મ થયા પછી આઠ વર્ષ પૂર્ણ થયા બાદ દીક્ષા ! આપવામાં માનતા હતા. આ ભેદ તે બે વચ્ચેનો હતો. બીજા આચાર્યોને આમાં કોઇ રસ ન હતો. સાગરજી મહારાજ પોતાના મંતવ્યનું સમર્થન સિદ્ધચક્ર પેપરમાં કરતા હતા, અને દાનસૂરિ વિગેરે મહારાજનાં મંતવ્યોનું સમર્થન વીરશાસન પેપરમાં આવતું હતું. , આ પ્રશ્નની ઝીણવટમાં હું ઊતર્યો ન હતો. પણ મને પૂજ્ય સાગરજી મહારાજે મારી લખેલ પંચનિગ્રંથી પ્રકરણની પ્રસ્તાવનામાં આ નિગ્રંથો આઠ વર્ષ પૂર્ણ થયા બાદ દીક્ષા લેનારા હોય છે તે વાત તરફ [મારાં સંસ્મરણો યાને ૫૦ વર્ષની જૈન શાસનની આછી રૂપરેખા ૨૨૨] Page #230 -------------------------------------------------------------------------- ________________ iદોર્યું ત્યારે મેં તેમને કહ્યું કે, “મહારાજ ! મને ૨૫ વર્ષ થયા દીક્ષાનો ઉદય આવ્યો નથી. આઠ અનેT Jઆઠમાની ચર્ચા મારા માટે નકામી છે”. એમ કહી વાતને ઉડાડી દીધી. ખરી રીતે આવી ચર્ચા સાધુભગવંતોએT સાથે બેસી વિનિમયપૂર્વક કરવી જોઇએ. તે માટે પેપરોમાં લખાણ લખી જે લોકો તદન અનભિજ્ઞ છે એમને ચર્ચાના ક્ષેત્રમાં ઉતારી પરસ્પર દુર્ભાવ ન કરાવવો જોઈએ. આવું આ પ્રશ્નમાં પણ બન્યું અને આ ચર્ચા ; એમની સાથે જ વિલય પામી. ૨. યુવક સંઘ અને યંગમેન્સ જૈન સોસાયટીનું પ્રચાર કાર્ય પૂજ્ય આચાર્ય વિજય વલ્લભસૂરિ, પૂ. આ. બુદ્ધિસાગરસૂરિ, પૂ.આ. વિ. ધર્મસૂરિ, આ ત્રણે આચાર્યો જમાનાને અનુરૂપ ફેરફારમાં માનનારા હતા. તેને અનુરૂપ પ્રવૃત્તિ કરવાની માન્યતા ધરાવતા હતા.' iવલ્લભસરિ મહારાજે મહાવીર વિદ્યાલય, શ્રી વકાણા વિદ્યાલય, અને ગુજરાનવાલા ગુરૂકુળ વિગેરે કેળવણીની સંસ્થાઓ સ્થાપી હતી. તેને અનુરૂપ ઉપદેશ આપી નાણાંભંડોળ એકઠું કરાવ્યું હતું. તેમજ જમાનાને અનુરૂપI જૈિન ધર્મને પ્રોત્સાહિત કરે તેવા કાર્યમાં તેઓ માનતા હતા. પૂ. બુદ્ધિસાગરસૂરિ મહારાજ જૈનો ઉપરાંત! જૈનેતરો પણ જૈનધર્મ પ્રત્યે આકર્ષાય તે માટે લોકભોગ્ય ભજનોની રચના કરનારા હતા. જૈનધર્મનાં તત્ત્વોને લોકભોગ્ય બનાવવામાં તેમનો વિશેષ ફાળો હતો. j પૂ.આ.વિ. ધર્મસૂરિ મ. જમાનાને અનુરૂપ વિદ્વાનો તૈયાર કરવામાં માનતા હોવાથી તેમણે કાશીમાં |એક પ્રાચીન સાહિત્યનું પઠન-પાઠન કરનાર સંસ્થા સ્થાપી હતી. તેમજ ન્યાય, વ્યાકરણ વિગેરેનાં સંશોધનમાં Jપૂર્વકના સારા ગ્રંથો પ્રકાશિત કરવા ઉપરાંત પાશ્ચાત્ય વિદ્વાનોને જૈન ધર્મમાં રસ લેતાં કરવાનું અપૂર્વ કાર્યT કર્યું હતું. વિ.સં. ૧૯૮૦ના ગાળા બાદ વિ. રામચંદ્રસૂરિજી અને સાગરજી મ. વિગેરે દ્વારા દીક્ષાનો પ્રવાહ iફૂંકાતા અને તેમાં પણ નાના બાળકોની દીક્ષા થતાં દીક્ષા પ્રત્યેનો વિરોધ ફેલાયો. અને તેમાંથી યુવક સંઘની | સ્થાપના થઈ. આ યુવક સંઘે ઠેરઠેર મોટાં શહેરોમાં તેની ઓફિસો સ્થાપી. અને દીક્ષા પ્રત્યેનો વિરોધ જાહેરા કર્યો. આ યુવક સંઘને વલ્લભસૂરિજી મ. નું પીઠબળ મળ્યું. જેને લીધે યુવક સંઘની સામે યંગ મેન્સ! સોસાયટીની સ્થાપના થઈ. આમ, ગામેગામ યુવક સંઘ અને યંગમેન્સ સોસાયટીનાં મંડળો સ્થપાયાં. આના; પરિણામે જ્ઞાતિઓમાં ભેદ પડયા. ભાઈ યુવક સંઘમાં તો બહેન યંગમેન્સ સોસાયટીમાં જવા લાગ્યા. ઉપાશ્રયો jપણ જુદી જુદી માન્યતાવાળા થયા. યુવક સંઘે બાળકોનો પ્રશ્ન આગળ કરી રાજ્યોમાં ફરિયાદો નોંધાવી. આને પરિણામે વડોદરા રાજયમાં દીક્ષા પ્રતિબંધક કાયદો થયો. ! આના લીધે સાગરજી મ., રામચંદ્રસૂરિજી મ. વિગેરેએ એક થઈ આ કાર્ય સામે લડત આપી. જયારે. પૂ. આ. નેમિસૂરિ, નીતિસૂરિ મ., વિગેરે તટસ્થ રહ્યા. સામાન્ય નિયમ એવો છે કે જેનો વિરોધ થાય તે વસ્તુ વધુ પ્રસરે. તે મુજબ દીક્ષાઓ પહેલાં થતી હતી તેના કરતાં વધુ પ્રમાણમાં થઈ. વિ.સં. ૧૯૮૦ થી i૨૦૦૦ સુધી ૨૦ વર્ષના ગાળામાં દીક્ષાનું પ્રમાણ ખૂબ વધ્યું. અને આ ગાળામાં બાળદીક્ષિતો પણ સારા પ્રિમાણમાં થયા. પૂ. કલિકાળ સર્વજ્ઞ હેમચંદ્રસૂરિજી મ. અને ઉપાધ્યાય યશોવિજય મ.નો દાખલો લઈ Jબાળદીક્ષાનો વેગ વધાર્યો પરંતુ તેની પાછળ સારસંભાળ ઓછી રહેવાના લીધે તેમજ યોગ્યાયોગ્યતાનો! વિચાર કર્યા વગર બાળ દીક્ષાઓ થવાથી તે વધુ સફળ થઈ નહિ. વાચસ્પતિવિજય, કનકવિજય, મનકવિજ્ય, ; ============= ==================1 સમાલોચના] [૨૩] _ Page #231 -------------------------------------------------------------------------- ________________ વિગેરે બાળદીક્ષિતો થયા હતા. પણ વધુ પડતાં લાડ અને યોગ્ય સંભાળના અભાવે તે દીક્ષામાંથી ચલિત થયા. | Iઆમ છતાં, જેના પિતા વૈરાગ્યવાસિત હોય તેમની દીક્ષાઓનું સુંદર પરિણામ આવ્યું છે. હંમેશાં પ્રવાહનો વેગ ચાલે છે ત્યારે યોગ્યાયોગ્યતાનો વિચાર રહેતો નથી. યુવક સંઘે સાધુ સંસ્થા સામે બેફામ અઘટિત પ્રચાર આરંભ્યો તેમ દીક્ષાના સમર્થકોએ તેમને ટેકો ન આપનારા, તટસ્થ રહેનારા સાધુઓને પણ વગોવ્યા. તટસ્થોને અવટસ્થ કરીને ભાંડ્યા છે. આવું જ્યારે પક્ષો પડે છે ત્યારે વાજબી |અવાજબીપણાનો વિચાર રહેતો નથી. તેવું યુવક સંઘ અને યંગમેન્ટ્સ સોસાયટીમાં પણ બનવા પામ્યું હતું. | ૩. ગાયકવાડ સરકારનો દીક્ષા પ્રતિબંધક કાયદો. ગાયકવાડ સરકારના દીક્ષા પ્રતિબંધક કાયદાનો વિરોધ યંગમેન્સ સોસાયટીએ પ્રબળ રીતે કર્યો. તે I માટે પૂ. સાગરજી મ., રામચંદ્રસૂરિ મ. વિગેરેએ જોરદાર દલીલો સરકાર સમક્ષ રજૂ કરી. આ સમુદાયો પહેલાં પરસ્પર એકમેક ન હતા. આ પ્રકરણોને લઈને અલ્પકાળ માટે એકમેક થયા. પરંતુ તે નિમિત્તને લઇ એકઠા થયા હોવાથી તે નિમિત્ત મોળું પડતાં એકબીજાથી વિખૂટા પડવામાં વાર લાગી નહિ. સામાન્ય રીતે મોટા માણસોની રીત એવી હોય છે કે સાથે બેઠા પછી બને ત્યાં સુધી એકબીજાનો ! સાથ ન છોડે. મતભેદ હોય તો વાતચીતથી મિટાવી દેતા હોય. પણ આમાં એવું બન્યું નહિ. કાયદાના વિરોધ પૂરતાં તેઓ સાથે રહ્યા, પણ પછી નહિ જેવા નયસાર પ્રકરણ વિગેરેને લઈને જુદા પડ્યા. શાસનમાન્ય પ્રણાલિકાના જોરદાર હિમાયતી ગણાતા આ બે મહાત્માઓના જુદા પડવાથી શાસનને [ઘણું નુકસાન થયું છે. ૪. વિ.સં. ૧૯૯૦નું મુનિ સંમેલન વિ.સં. ૧૯૯૦નું મુનિ સંમેલન, દીક્ષાપ્રકરણ, દેવદ્રવ્ય, વિગેરે પ્રશ્નોને લઈને ડહોળાયેલ વાતાવરણને શું શુદ્ધ કરવાના આશયે પૂ.આ. વિ. નેમિસૂરીશ્વરજી મ. અને નગરશેઠ કસ્તુરભાઈ મણિભાઈ બંનેની રાહબરી તળે યોજાયું હતું. આ સંમેલનમાં દૂરદૂરથી જુદા જુદા સંપ્રદાયના જુદા જુદા મત ધરાવતા મૂર્તિપૂજક સંપ્રદાયના બધા ગચ્છના સાધુઓને બોલાવાયા હતા. સૌને ડર હતો કે આ ભેગા થયેલા મુનિપુંગવો જુદી જુદી વિચારશ્રેણીવાળા હોવાથી સમાધાનપૂર્વક આ સંમેલનને સફળ કરશે નહિ. પણ નેમિસૂરિ મ.ની કુનેહ અને |સાગરજી મ.નું દરેક પ્રશ્નોનો શાસ્ત્રાધાર પૂર્વકનો પ્રત્યુત્તર, સાથે સાથે તેમની ઉદારતાએ આ મુનિસંમેલનને |સફળ બનાવ્યું હતું. આ સંમેલનમાં પૂ.વિ. વલ્લભસૂરિ મહારાજ, પૂ. માણેકસિંહ સૂરિ મ., પૂ. વિદ્યાવિજયજી મ., વિગેરે તેજસ્વી પુરૂષોએ અનેક પ્રશ્ન રજૂ કર્યા. પણ તે બધા પ્રશ્નોને પૂ.આ. નેમિસૂરિ મ.ની પ્રેરણાથી | Iસાગરજી મહારાજે સુંદર જવાબ આપ્યો. અને છેલ્લે પૂર્ણાતિનાં સમયે પડેલી મડાગાંઠને ખૂબ જ બુદ્ધિપૂર્વક ઉકેલી આ સંમેલનને સફળ બનાવ્યું. ડાહ્યા માણસો ગમે તેટલા મતભેદવાળા હોય તો પણ છેવટે સારો ઉકેલ કરીને ઊભા થાય તેનો દાખલો ૧૯૯૦ના મુનિસંમેલને પૂરો પાડ્યો છે. [મારાં સંસ્મરણો યાને ૫૦ વર્ષની જૈન શાસનની આછી રૂપરેખા ૨૨૪] Page #232 -------------------------------------------------------------------------- ________________ ૫. પરમાનંદ પ્રકરણ પરમાનંદભાઈ કુંવરજી આણંદજીના પુત્ર થાય. તેઓના પિતા લબ્ધપ્રતિષ્ઠ, ધર્મનિષ્ઠ, ભાવનગરના વતની હતા, પરમાનંદભાઈને પણ નાનપણથી પિતાના સંસ્કાર મળ્યા હતા. પણ પાછળથી મુંબઈના વસવાટ iદરમ્યાન યુવક સંઘની પ્રવૃત્તિને લઈને તેઓ યુવક સંઘમાં જોડાયા અને સાધુમહારાજોની દીક્ષા વિગેરે પ્રવૃત્તિના વિરોધમાં તે યુવક સંઘના નાતે વધુ પડતા દોરાયા. યુવક સંઘે અમદાવાદમાં તેનું સંમેલન બોલાવ્યું. તેમાં! તેમણે સાધુ મહારાજો ઉપર અને પૂ. નેમિસૂરિ મહારાજ ઉપર અઘટિત આક્ષેપો કર્યા. આને લઈ અમદાવાદના સંઘે ભેગા થઇ પરમાનંદભાઈને સંઘ બહાર જાહેર કર્યા. આ સંઘ બહાર કરવાની સભા નગરશેઠનાં વડે કસ્તુભાઈ નગરશેઠના પ્રમુખપણા નીચે યોજાઈ. આ| સભામાં ધીરજલાલ ટોકરશીની આગેવાની તળે કેટલાક લોકોએ ધાંધલ ધમાલ કરી. સભા બહાર જુદા જુદા જૈનજયોતિના વધારાઓ બહાર પાડી સંઘમાં કૈધીભાવ પેદા કરવાનો પ્રયત્ન કર્યો. પણ આ વર્ગ ઘણો નાનો! હતો, અને તેની પાછળ પ્રતિષ્ઠિત માણસોનું બળ ન હોવાથી તે બહુ ચાલ્યું નહિ. અમદાવાદ રૂઢિચુસ્ત જૈનસંઘ ધરાવતું શહેર છે. તેમાં સાધુ સમાજનું ખૂબ વર્ચસ્વ છે. જ્ઞાતિઓના! આગેવાનો, દહેરાસર-ઉપાશ્રયના ટ્રસ્ટીઓ વિગેરે જાહેર સંસ્થાના કાર્યકર્તાઓ સાધુસંસ્થાની પ્રેરણાપૂર્વક કામ; કરતાં હોવાથી આ તોફાનીઓએ થોડુંક તોફાન કર્યું પણ પછી તે શમી ગયા. ! આ પ્રકરણ પછી એક વાત નક્કી થઈ કે સંઘ દ્વારા સંઘ બહાર મૂકવાની પ્રવૃત્તિ કરવા જેવી નથી.! જેને લઈ પરમાનંદના કરતાં પણ વધુ આક્ષેપો કરનારા કેટલાક પત્રો અને વ્યક્તિઓની સંઘે ઉપેક્ષા કરી અને ખરી રીતે ઉપેક્ષા એ જ યોગ્ય રાહ છે. ૬. તિથિ પ્રશ્ન આ પ્રશ્નની વિસ્તારથી પહેલાં ચર્ચા કરી છે. આ અંગે મારે એક વાત જણાવવાની છે તે એ કેT સંઘમાં એકતા એ મુખ્ય વસ્તુ છે. કોઈ પણ માણસને સંઘમાં ચાલતી કોઈ પણ પ્રથા ગેરવાજબી પ્રથા લાગતી હોય તો તે માટે સંઘના મુખ્ય આગેવાનો સાથે વિચાર વિનિમય કરવો જોઇએ, અને પોતાની વાત જણાવવી; jજોઈએ. પણ સહસા સંઘમાં ભેદ પડે તેવું પગલું ન ભરવું જોઇએ. ! ખરી રીતે જોઈએ તો હજાર વર્ષ કરતાં વધુ વર્ષોથી આપણા પાસે આપણું પંચાંગ નથી. જૈનેતરોનાં! પંચાંગ ઉપર આપણે આધાર રાખીએ છીએ. ઉદયનો સિદ્ધાંત પણ એકતાને બાધ આવે તેવો તેનો આગ્રહ રાખી સ્વીકાર્ય ન કરવો જોઈએ. કલકત્તા અને ગુજરાતમાં બંને ઠેકાણે જૈનોની વસ્તી છે. અને ઉદયનો jઆગ્રહ રાખીએ તો કેટલીક વાર આપણે ત્યાં ચૌદસ હોય ત્યારે કલકત્તામાં ઉદય વાળી ચૌદસ ન પણ હોય.i આ બધો વિચાર કરી સંઘે એકસરખી પ્રણાલિકા અજમાવી હોય તેમાં ભેદ કરવો તે ઘણું ખોટું કાર્ય છે.' માણસને જુદા જુદા તુક્કા સૂઝે તે પ્રમાણે ભેદ કરવાનું રાખે તો શાસન છિન્નભિન્ન થઈ જાય. ભાવપ્રધાન! આરાધના છે. તેમાં કટુતા ઉત્પન્ન કરી આખા સંઘની આરાધના બગડે તેવું કાર્ય શોભનીય નથી. 1 - તિથિચર્ચાના પ્રશ્ન અને આગ્રહ શાસનમાં ખૂબ ખૂબ કટુતા ઉત્પન્ન કરી છે. એકપક્ષની તિથિ ન માનનારને બીજા પક્ષે અનંત સંસારી સુધી કહેલું છે. અને આનું પરિણામ એ આવ્યું કે સાધુસંસ્થા પ્રત્યેનો! ================================ સમાલોચના] TI - Page #233 -------------------------------------------------------------------------- ________________ |એકબીજા પક્ષના શ્રાવકોનો દ્વેષ કેળવાયો છે. જે સાધુને દેખી સહેજે સહેજે નમન થવું જોઈએ તેને બદલે બીજા |પક્ષના સાધુને દેખી દુર્ભાવ થાય તેવું નિમિત્ત તિથિના પ્રશ્ને શાસનમાં ઊભું કર્યું છે. મારી દૃષ્ટિએ પૂનમઅમાસની ક્ષયવૃદ્ધિએ તેરસની ક્ષયવૃદ્ધિ થાય તે રીતે ભાદરવા સુદ ૫ ની ક્ષયવૃદ્ધિએ ત્રીજની ક્ષયવૃદ્ધિ થાય તે બરાબર છે. આમ છતાં સકળસંઘ શાસનની એકતા ખાતર પાંચમની ક્ષયવૃદ્ધિએ İછઠ્ઠની ક્ષયવૃદ્ધિ કરે કે પાંચમની સંવત્સરી કરે તો તેમાં કશું ખોટું નથી. સંઘની એકતા મુખ્ય છે. પંચાગો |આપણાં નથી. ઉદયની દૃષ્ટિએ કોઇ રીતે એકતા સધાતી નથી. જે કાંઈ કરાય તે સર્વસંમતિપૂર્વક થવું જોઇએ. મેં !આ પ્રશ્નમાં એ થાય તો શાસનને કોઇ મોટું નુકસાન થાય તેમ નથી. આ વિખવાદનું સુખદ સમાધાન તો પાંચમની સંવત્સરી કરવાથી આવે તેમ લાગે છે. તેમ કરવામાં કોઇ શાસ્રબાધ કે શાસન પ્રણાલિકાનો વિરોધ નથી. વિ.સં. ૨૦૦૪માં ભાદરવા સુદ પાંચમનો ક્ષય આવ્યો |ત્યારે મોટા ભાગે ભાદરવા સુદ છઠ્ઠનો ક્ષય કર્યો હતો...--- વિ.સં. ૨૦૦૩માં હું પૂ. આ. પ્રેમસૂરિ મ. ના આગ્રહથી સુરત સાગરજી મ. પાસે ગયો હતો. તેમની આગળ એવી વાત મૂકી હતી કે પ્રેમસૂરિજી મ. તરફથી એમ કહેવામાં આવ્યુ છે કે વિ.સં. ૨૦૦૪માં આપે વિ.સં. ૧૯૬૧માં કપડવંજમા કર્યું હતું, તેમ સંવત્સરી કરવાનું રાખો તો અમે હંમેશ માટે પર્વતિથિની ક્ષયવૃદ્ધિનો આગ્રહ છોડી દઈએ અને જે કઇ કર્યું છે તેનો મિચ્છામિ દુક્કડમ દઈએ અને પ્રાયશ્ચિત્ત પણ લઈએ. હું |આ માટે સાગરજી મ. ની અને લબ્ધિસૂરિ મ.ની સહી સાથે બહાર પાડવામાં આવે. સાગરજી મ. પોતાની I 1માન્યતામાં દૃઢ હોવા છતા સંઘની એકતા ખાતર સંઘમાં મતભેદ ન પડે તેથી તે સ્વીકારવા તૈયાર થયા હતા. પણ કમનસીબે રામચંદ્રસૂરિજીના ભક્તોએ ધમાલ કરી અને આ કાંઈ થવા દીધુ નહીં. મને તો આજે પણ લાગે છે કે આ પ્રશ્ન નજીવો છે. સંઘની એકતા ખાતર જે કાંઇ કરવું ઘટે તે İકરી ઉકેલવા જેવો છે. પૂ.આ. વિ. નેમિસૂરિ મ. તો આ પ્રશ્ન અંગે કહેતા કે અમે આમાં કોઇ બાબતમાં | પડવા માંગતા નથી. ડહેલાનો ઉપાશ્રય જે જાહેર કરે તે કરવું છે. હું આને નજીવો પ્રશ્ન માનું છું”. અને પતે માટે તેમણે ખંભાત વિગેરેમાં પ્રયત્ન કરેલો પણ ફળ ન આવ્યું. દુર્ભાગ્ય છે કે ભક્તિશીલ અને ડાહ્યા ગણાતા જૈન સંઘમાં આનો ઉકેલ શોધાતો નથી. , પૂ. આ. રામચંદ્રસૂરિ મહારાજને વિ.સં. ૨૦૪૭ના જેઠ વદમાં દશાપોરવાડની આયંબિલશાળામાં | હું મળ્યો ત્યારે આ સંબંધમાં ખૂબ નિખાલસભાવે વાત થઈ અને તેમણે આપણે સાથે મળી કાંઇક ઉકેલ લાવીએ ! તેમ પણ કહ્યું. પરંતુ તે વખતે એમ કહ્યું કે ‘‘હું ૧૧૧ વર્ષ સુધી જીવવાનો છું, તેમ જ્યોતિષીઓ કહે છે’. મેં જણાવ્યું કે ‘‘જ્યોતિષીઓનો ભરોસો રખાય નહિ. પણ આપ, આપના જીવનકાળ દરમ્યાન સંધમાં સંપૂર્ણ સમાધાન થાય તેવું કાંઇક કરતા જાઓ”. તેમણે કહ્યું કે ‘‘તમે લખીને આપો.'' મેં કહ્યું, મ. લખવાનો અર્થ |નથી. આપના હૃદયમાં નક્કી થવું જોઈએ. વધુમાં તેમણે કહ્યું કે ‘‘તમે જે કાંઇ લખાણ લખ્યું હોય, તે મને [વાંચવા આપો”. મેં કહ્યું કે ‘‘મહારાજ, મારા લખાણમાં આપનાથી વિરુદ્ધમાં હશે”. તેમણે કહ્યું કે ‘ભલે વિરુદ્ધમાં હોય, હું સ્વસ્થ રીતે વાંચી જઈશ”. હું મૌન રહ્યો. ભવિતવ્યતાએ થોડા જ વખતમાં આ.મ. કાળધર્મ પામ્યા અને અમે મળી શક્યા નહિ. શાસનમાં હંમેશા બનતું આવ્યું છે તેમ મતભેદના મૂળનાયકના ગયા પછી તેના પરિવાર દ્વારા સમાધાન થવું અશક્ય છે. તેમ અત્યારે તો તે અશક્ય લાગે છે, પણ દુઃશક્ય નથી. ૨૨૬] [મારાં સંસ્મરણો યાને ૫૦ વર્ષની જૈન શાસનની આછી રૂપરેખા Page #234 -------------------------------------------------------------------------- ________________ ૭. બોમ્બે પબ્લિક ટ્રસ્ટ એક્ટ મુંબઈ સરકારે બોમ્બે પબ્લિક ટ્રસ્ટ એક્ટનો મુસદ્દો બહાર પાડ્યો. આ મુસદાને શેઠ આણંદજી; કલ્યાણજીની પેઢીએ સમર્થન આપ્યું. તેમજ કેટલીક સુધારક સંસ્થાઓએ સમર્થન આપ્યું. તેમાં ખાસ કરીને jકસ્તુરભાઈ લાલભાઈના સમર્થનથી વધુ બળ મળ્યું. શેઠનાં મનમાં એક વાત ઠસી ગઈ હતી કે ધાર્મિકાં ..મિલ્કતના જૂના વહીવટદારો પૂરો હિસાબ રાખતા નથી. એ મિલ્કતને પોતાની ગણે છે તેથી આ કાયદો થાયT !તે યોગ્ય છે. જો કે આ કાયદામાં કેટલીક કલમો સારી નથી. પણ એકદરે કાયદો જરૂરી છે તેમ શેઠનું માનવું! હતું. શેઠની આ માન્યતાનો શેઠના પ્રભાવને લઈને કોઈ ખાસ વિરોધ કરી શક્યું નહિ. જે તેનો વિરોધ થયો તે મામૂલી અને ગણના વગરનો થયો. આ માટે પૂ. ઉપાધ્યાય ધર્મસાગરજી મ. ને લાગી આવ્યું. તેમનુંT Iકહેવું હતું કે સંઘે આ સંબંધમાં કમિટિઓ નીમી વહીવટની ચોક્સાઈ કરવી. પણ સરકાર હસ્તક્ષેપ કરે તે! વાજબી નથી. શરૂમાં તેમણે પેઢી આગળ ઉપવાસ કરવાનો ઇરાદો રાખ્યો. પછી તે માંડી વાળ્યો અને કાયદા! શાસ્ત્રીઓની સલાહ લઈ વેજલપુર નિવાસી રતિલાલ પાનાચંદ દ્વારા મુંબઈ હાઈકોર્ટમાં વિરોધ કર્યો. આ કોર્ટમાં આપણે તદ્દન નિષ્ફળ ગયા. ત્યારબાદ સુપ્રિમ કોર્ટમાં આ કેસ લડ્યા. સરકાર તરફથી મોતીલાલ સેતલવડ આપણા તરફથી એન.સી.ચેટર્જી આ કેસ લડ્યા. સાત જ્જની બેંચ આગળ કેસ ચાલ્યો. તેથી | Iકાયદાની કેટલીક કલમોમાં ફેરફાર થયો. તેથી કસ્તુરભાઈ શેઠ ખુશ થયા. અને આ કેસ લડવા બદલ અમનેT Jઅભિનંદન આપ્યા. આ કેસ લડતાં પહેલાં અમે જુદાજુદા પ્રસિદ્ધ ધારાશાસ્ત્રીઓના અભિપ્રાયો મેળવ્યા હતા.! આ અભિપ્રાયોમાં મુંબઈના - મદ્રાસના અને કલકત્તાના ધારાશાસ્ત્રીઓ ઉપરાંત હું આ અંગે બંધારણના નિષ્ણાત ડૉ. આંબેડકરને મુંબઈમાં મળ્યો હતો. અને તેમને આ ટ્રસ્ટ એક્ટથી કેવું નુકસાન થશે તે જણાવ્યું હતું. ત્યારે તેમણે કહેલું કે “આ ટ્રસ્ટ એક્ટની પાછળ ભવિષ્યનો હેતુ તો એ છે કે ધર્મપ્રધાન ભારતની સંસ્કૃતિમાં કેટલું ધન આ ધર્મખાતાઓમાં રોકાયેલું છે તે જાણવાનો અને તે ધનનો ભવિષ્યમાં દેશના ઉત્કર્ષમાં Iકઈ રીતે ઉપયોગ કરવો તે આશય છે. અત્યારે તો માત્ર ધાર્મિક ખાતાંઓ વ્યવસ્થિત કરવાનો હેતુ આગળ! ધરવામાં આવ્યો છે”. આ ટ્રસ્ટ એક્ટ લાવવા સરકારે પ્રયત્ન કર્યો તેને શેઠ કસ્તૂરભાઈએ જે ટેકો આપ્યો તે કરતાં પૂર્વના વહીવટદારોમાં કેટલાકમાં ખામી હશે, પણ જૂના વહીવટદારો આ ખાતાઓ માટે જુદી જુદી કોથળીઓ | રાખતા. એનું નાણું કોઈ બીજા ખાતામાં સંક્રમણ ન થાય તેની પૂરી કાળજી રાખતા. આ વાત તેમણે બહા 'લક્ષ્યમાં લીધી જણાતી નથી. વધુ દુઃખની વાત તો એ છે કે આ ટ્રસ્ટ એક્ટ થયા પછી (ટ્રસ્ટ એક્ટને લઈને 'સાધુઓનો ઉપદેશ સમગ્ર) સંઘના હિતના બદલે જુદા જુદા ટ્રસ્ટોમાં ટ્રસ્ટીઓ અને સાધુઓના સંગઠનથી ! શિથિલાચાર વધ્યો) જુદા જુદાં ટ્રસ્ટો રચાયાં અને તે ટ્રસ્ટો સંઘથી નિરપેક્ષ બન્યા. જે સાધુઓનો ઉપદેશ જ્યાં જ્યાં ચાતુર્માસ કરે ત્યાં ત્યાં તેના સંઘની સારસંભાળ અને પૂર્તિ માટે રહેતો હતો તેને બદલે આ જુદા જુદા ટ્રિસ્ટોમાં ફેરવાયો અને સંઘનું કાર્ય ગૌણ બન્યું. જતે દિવસે સાધુ અને ટ્રસ્ટીઓની એક ગાંઠ થઈ અને સંઘથી Iભિન્ન જુદી જુદી સંસ્થાઓ ઉત્પન્ન થઈ. આ ટ્રસ્ટ એક્ટને લઈને સંઘમાં મોટું દૂષણ ઉત્પન્ન થયું અને તે! શિથિલાચારના પોષણનું નિમિત્ત બનેલ છે. - સરકાર તરફથી જુદાજુદા કાયદાઓ થાય છે. આજે સરકાર લોકશાહીવાળી ગણાય છે પણ આનું =============================== સમાલોચના]. Page #235 -------------------------------------------------------------------------- ________________ આખું માળખું પરદેશથી આવેલું છે. તે મુજબ વહીવટમાં ફેરફાર કરે છે. કારણ કે સરકારમાં વહીવટકર્તાઓના સંસ્કાર ભારતની સંસ્કૃતિ કરતા પાશ્ચિમાત્ય સંસ્કૃતિના વધુ છે. પણ તેમાં આપણે કોઈ ખાસ ફેરફાર કરી શકીએ તેમ નથી. વસ્તીની ગણતરીએ આપણે ખૂબ અલ્પ છીએ. બુદ્ધિશાળીના નાતે આપણા ત્યાં મતભેદો! ઘણા છે. વ્યાપારપ્રધાન આપણો સંઘ હોવાથી તે રાજદ્વારી ક્ષેત્રમાં ભાગ ઓછો લે છે. જ્યારે કોઈ પણ કાયદો આવી પડે ત્યારે તે શરૂઆતમાં ઊહાપોહ કરે છે પણ આ ઊહાપોહ બહુ ચાલતો નથી. ખરી રીતે આપણે રાજદ્વારી ક્ષેત્રમાં ભાગ લેવો જોઈએ. જેને લઈ આવતા સુધારાઓને અટકાવી કે હળવા કરી શકાય.' દેશનું વાતાવરણ જેમજેમ બદલાય તેમ તેને અનુરૂપ સંઘે તેમાં ધ્યાન રાખી સક્રિયતા દાખવવી! જોઈએ. આપણો ભૂતકાળ આપણે અલ્પ સંખ્યામાં હોવા છતાં લાગવગ અને સંબંધનાં જોરે તીર્થોની રક્ષા કરી શક્યા છીએ તે બતાવે છે, અને ધર્મની પ્રભાવનામાં તેનો ઉપયોગ કરી શક્યા છીએ. આ બધી વસ્તુમાં jશાસનના અગ્રણીઓએ સક્રિય રહેવું જોઈએ, તેમજ આ. આદિ મુનિભગવંતોએ આ બધી બાબતમાં ધ્યાન | રાખી પ્રેરણા આપવી જોઈએ. ૮. ભગવાન મહાવીરના ૨૫૦૦ વર્ષનો નિર્વાણકાળ શ્રમણ ભગવાન મહાવીર પરમાત્માનાં નિર્વાણ થયા બાદ ૨૫૦૦ વર્ષ થયાં તે ૨૫૦૦ વર્ષનો iઉત્સવ સરકાર તરફથી તેમજ જૈનો તરફથી ભારે ધામધૂમપૂર્વક ઉજવવાનો વિચાર આવ્યો. આ ઊજવણી માટે . કેન્દ્ર તથા રાજ્ય સરકારે સારી રકમની ફાળવણી કરી. . આપણે ત્યાં એક વર્ગનો એવો વિચાર રજૂ થયો કે ૨૫૦૦ વર્ષની ઉજવણી પાછળ સરકારનો ! ઇરાદો મલિન છે. બુદ્ધ અને મહાવીરની ઉજવણી કર્યા બાદ જ્યારે ઇશુને ઉજવણી આવે ત્યારે સમગ્ર iદુનિયાની દૃષ્ટિએ ઉજવણી કરાય તેમાં પ્રાથમિક પગથાર રૂપે આ ઉજવણી છે. માટે આપણે આપણી રીતે | Tઓચ્છવ-મહોચ્છવ વિગેરેથી ઉજવીએ. આ વિચારના મૂળના પ્રેરક પ્રભુદાસભાઈ હતા, તે વિચારને કેટલાકI સાધુભગવંતો અને ગૃહસ્થોએ ઝીલીને ચગાવ્યો હતો. તેમાંય ખાસ કરીને રૂઢિગત માન્યતાવાળા ગૃહસ્થો અને સાધુઓ સવિશેષ હતા. તેથી સરકારની સહાય અને પ્રચારનાં સાધનોનો જૈન શ્વેતાંબર સમાજે બહુ ઓછો ! ઉપયોગ કર્યો. જ્યારે દિગમ્બર સમાજે તેનો પૂરો ઉપયોગ કર્યો. તે ઉપયોગ દ્વારા તેમણે તેમનાં વિદ્યાલયો વિગેરેને સરકારની સહાયથી સદ્ધર બનાવ્યા. ડહાપણનું કામ તો એ હતું કે જ્યારે કોઈપણ વિવાદ ઊભો થાય ત્યારે સંઘના અગ્રણી સાધુ તથા! આગેવાન ગૃહસ્થોએ મળી પરસ્પર સંઘર્ષ ન કરતાં એનો ઉપયોગ આપણી માન્યતાને બાધ ન આવે તે રીતે કરી લેવો. દુઃખની વાત એ હતી કે જ્યારે જ્યારે મતભેદના પ્રસંગો આવે ત્યારે મતભેદનો પ્રચાર કરાય ? છે પણ પરસ્પર મળી એકબીજાનું દૃષ્ટિબિંદુ સમજવા પ્રયત્ન કરવામાં આવતો નથી. ૨૫૦૦ વર્ષની ઉજવણીના પ્રિસંગમાં પણ આવું બન્યું. આપણે કેન્દ્ર અને રાજય સરકારોની જે ભરપૂર મદદ મળતી હતી તે લઈ પ્રાચીન | Tગ્રંથોનો ઉદ્ધાર, અને જૈન ધર્મનો વિશિષ્ટ પ્રચાર કરવામાં ઉપયોગ કરવાની તક રાજય પાસેથી ઝડપી લીધી ! હોત તો તેમાં કાંઈ ખોટું ન હતું. પણ આખી ઉજવણી દરમ્યાન એકબીજા ઉપર દોષારોપણ કરવામાં આવ્યું. આ આમ, જ્યારે જ્યારે કોઈ પણ મતભેદના પ્રસંગો જૈન શાસનમાં આવે છે ત્યારે પોતપોતાની રીતે | પ્રિચારકાર્ય અને જૂથ બંધાય છે. એકબીજાને હલકા પાડવા પ્રયત્ન થાય છે. પણ સાથે બેસી તે પ્રશ્નનો વિચાર =============================== ૨૨૮] | મારાં સંસ્મરણો યાને ૫૦ વર્ષની જૈન શાસનની આછી રૂપરેખા IL 1 Page #236 -------------------------------------------------------------------------- ________________ કરી સમજૂતી કરાતી નથી તે ઘણું દુઃખદ છે. આ મતભેદો કરનારા પોતાની જાતને શાસનની રક્ષાના સુકાની! Jતરીકે માનતા હોય છે અને લોકોમાં પણ તેવો પ્રચાર થાય છે. ખરી રીતે શાસનની રક્ષાના બદલે જાણે અજાણે તેમનાં હાથે અવહેલના થાય છે. ૯. કેસરીયાજી પ્રકરણ | કેસરીયાજી તીર્થ જૈન શ્વેતાંબર સંપ્રદાયનું છે. “શંખેશ્વર કેસરીયો સાર, તારંગે શ્રી અજિત જુહાર'T આ પંક્તિ સકલ તીર્થમાં આવે છે. અને સવારના પ્રતિક્રમણમાં સૌ કોઈ તીર્થવંદના રૂપે ગાય છે. કેટલાકI વર્ષોથી આ તીર્થ શ્વેતાંબર, દિગમ્બર જૈનો જ નહિ પણ અઢારે કોમનું બન્યું છે. સ્વરાજ્ય મળ્યા પછી, ધર્મસાગરજીએ આ તીર્થ ફરીથી શ્વેતાંબરોના હકમાં આવે તે માટે કેસ કરી સબળ પ્રયાસ કર્યો. પણ તેમાં | તેમને ધારી ફતેહ ના મળી. ખરી રીતે આ કેસમાં ધર્મસાગરજી મ. અને તેમને અનુસરનારા થોડા ગૃહસ્થો સિવાય કોઈએ રસT લીધો ન હતો. દિગંબરે તરફથી આ કેસની સુનવણી વખતે બધા આગેવાનો હાજર હતા. ધર્મસાગરજી! એમ.ના કરકસરીયા સ્વભાવને લીધે દાદા ચાંદજીને જે ફી આપવી જોઈએ તે છેક સુધી પહોંચાડી ન હતી. તેથી તેણે પણ પૂરો રસ ન દાખવ્યો. આમ, જોધપુર કોર્ટમાં કેસ જીતવા છતા સુપ્રિમ કોર્ટમાં હારી ગયા. ' ધર્મસાગરજી મ. ખૂબ લાગણી પ્રધાન પુરૂષ હતા. રાજ્ય સરકાર તરફથી કોઈપણ જાતના કાયદા | Tધર્મમાં ડખલ કરનારા આવે તો તે એકલા હાથે પ્રતિકાર કરતા. પ્રચારકાર્ય એમનું ઓછું હતું પણ પોતાની! જાત મહેનત દ્વારા વકીલોનો સંપર્ક સાધી સરકાર દ્વારા જ્યાં જ્યાં ડખલ ઊભી થતી ત્યાં ત્યાં તેઓ જીદંગી! સુધી પ્રતિકાર કરતા આવ્યા હતા. તેમની પાસે પૈસા ખર્ચવાનું બળ ઓછું હતું. તેને લઈ કેટલીકવાર આ પ્રતિકારમાં પાછા પડવું પડ્યું હતું. આજે જૈન સંઘને તેમની મોટી ખોટ છે. ૧૦. ૨૦૪રનો પટ્ટક, ૨૦૪૪નું મુનિ સંમેલન આ સંબંધમાં મારું મંતવ્ય એવું છે કે પૂ.આ. વિ. નેમિસૂરિ પૂ. સાગરાનંદસૂરિ વિગેરે મહાપુરૂષો ! જે કાંઈ નિર્ણય કરતા તે નિર્ણયને વળગી રહેતા અને કોઈ પણ સંજોગોમાં નિર્ણય કર્યા બાદ ફરતા ન હતા. જયારે વિ.સં. ૨૦૪રના પટ્ટકના પ્રસંગમાં મને એવો અનુભવ થયો છે કે સહી કર્યા પછી કોઈનું દબાણ આવે તો પોતાના હોદ્દાને અને સ્થાનને ગૌણ કરી ચલિત થવામાં આચાર્યો જરાય અચકાયા નથી. આ| l૨૦૪૨ના પટ્ટકમાં જાતે વાંચ્યા પછી સહી કરી છે. પાટ ઉપરથી અનુમોદન આપ્યું છે. અને છતાં પાછળથી! Jસહી પાછી ખેંચી છે અને ફરી ગયા છે. અર્થાત્ તેમને પોતાની જાત ઉપર વિશ્વાસ રહ્યો નથી. અને સમુદાય! ઉપરનો કાબૂ કે આમન્યા રહી નથી. ગૃહસ્થો પણ પોતાનું બોલેલું વચન પાળતા હોય છે ત્યારે આચાર્ય 'મહારાજ જેવા આચાર્યો સહી કર્યા પછી ફરે તે આ કાળનો જ પ્રભાવ મનાય. અને કોઈ પણ ડાહ્યો માણસ jતેમના વિશ્વાસે કામ કરે તો તેને પસ્તાવાનો વખત આવે તેવું મેં આ ૨૦૪૨નાં પટ્ટકમાં અનુભવ્યું છે. i વધુ દુઃખની વાત તો એ છે કે વર્ષો સુધી સાથે રહેલી અને એકબીજાના દુઃખમાં સહભાગી બનેલી. એવી વ્યક્તિઓ ઉપર પણ ઢંગધડા વિનાના આક્ષેપો મેં કરતા જોયા છે. આ સાધુજનોચિત વાજબી બન્યું નથી. વિ.સં. ૨૦૪રનો પટ્ટક સંઘ સમાધાનનો પટ્ટક હતો. શાસ્ત્રીય ચર્ચાના નિષ્કર્ષરૂપ ન હતો. i ================================ સમાલોચના] [૨૨૯ - - - - - - - - - - - - — — — — — — — – Page #237 -------------------------------------------------------------------------- ________________ વિ.સં. ૨૦૪૪નું મુનિસંમેલન ખરી રીતે વિ.સં. ૨૦૪રનાં પટ્ટક પછીનું કાર્ય કરવા માટે યોજાયું Tહતું. પણ ઓમકારસૂરિની દૂરંદેશીથી તેમણે બધાને સંકલિત કર્યા હતા. આ સંમેલનમાં ખુલ્લા દિલે ચર્ચામાં | વિચારણા થઈ હતી. પરસ્પર જુદાજુદા સમુદાયના યુવાન સાધુઓ એકબીજાની નજીક આવ્યા હતા. સંકોચ વિના સૌએ પોતાની વાતો રજૂ કરી હતી. આ સંમેલનની સફળતાનો આધાર ઓમકાર સૂરિની આવડત, રામસૂરિ ડહેલાવાળાની નિખાલસતા અને પ્રેમસૂરિની કુનેહને આભારી છે. બધાયે હળવા દિલ કરી નિખાલસભાવે ચર્ચા કરી હતી. અને સંઘનું પંદર આની ઐક્ય સધાયું હતું. આ સંમેલન ખૂબ યાદગાર હતું. Jઆ સંમેલનથી દરેક સમુદાયો ખૂબ નજીક આવ્યા છે. અને આજે પણ એક-બીજા હળતા-મળતા થયા છે તે Jઆ સંમેલનનું પરિણામ છે. - ૨૩૦] =================== [મારાં સંસ્મરણો યાને ૫૦ વર્ષની જૈન શાસનની આછી રૂપરેખા - - - - - - - - - - - - - - - - - -- Page #238 -------------------------------------------------------------------------- _