________________
વધુમાં શેઠે કહ્યું, મેં પહેલાં ના પાડી હતી તેથી ખોટું તો નથી લાગ્યું ને ? મેં કીધું ખોટું લગાડવાનું કારણ નથી.
અ છવ્વીસ હજાર રૂપિયામાંથી મારો કારોબાર ચાલ્યો. વીરચંદભાઈની તવાઈ ઓછી થઈ. અને ગવર્નમેન્ટનું સેન્સસનું કામ પણ ચાલ્યું. આ કામમાં અનુકૂળતા એ થઈ કે તે વખતે ગવર્નમેન્ટના ડાયરેક્ટર તરીકે શ્રીકુરેશી હતા. તેમની સાથે સારો સંબંધ બંધાવાના કારણે મહિને મહિને જે કામ ગવર્નમેન્ટનું અમે İકરીએ અને સરકારને તેનો રિપોર્ટ આપીએ તે કામ પેટે અમને ૬૦% પેમેન્ટ ગવર્નમેન્ટ તરફથી કુરેશીની| લાગવગથી મળતું. આ પેમેન્ટમાં વિલંબ થાય તો કુરેશી જાતે આવી તે વિલંબને કરતા. આમ ગવર્નમેન્ટનું કામ કરવામાં પૈસાની ભીડ નડતી નહિ. આ સેન્સસનું કામ નવજીવન પ્રેસને જે ભાવે આપ્યું હતું તે જ ભાવે અમને આપ્યું હતું. મને યાદ છે તે મુજબ એક પેજના રૂા. ૨૪ લેખે આ કામ હતું. તે સમયે આ ભાવ ઘણો સારો ગણાય. અમે આ કામ માટે નવજીવન પ્રેસના જ અનુભવી કારીગરોને રોક્યા હતા અને ટાઈપો વિગેરેની વ્યવસ્થા મુંબઈ ગુજરાતી ટાઈપ ફાઉન્ડ્રીમાંથી કરી હતી. એટલે સરકારને પણ અમારા કામથી Iસંતોષ હતો. આમ ખરું કહીએ તો અહીંથી જ અમારી આર્થિક સ્થિતિની વેળા વળવાની શરૂઆત થઈ. અત્યાર સુધી એટલે કે મારી ૫૦ થી ૫૨ વર્ષની ઉંમર સુધી તો રૂ।. ૫૦૦ કે ૧૦૦૦નું બેલેન્સ પણ ન હતું. ૧૯૬૧માં આ સેન્સસનું કામ અમે શરૂ કરેલું. આ કામ જલ્દી અને સારું થવાથી અમને જ્યપુરનું ।અને મુંબઈનું પણ કામ મળ્યું. આ રીતે સેન્સસમાં અમારી પ્રગતિ થવાથી અને કંકોતરીઓના કામથી |ઉત્તરોત્તર આર્થિક સ્થિતિ સુધરતી ગઈ. પરિણામે શ્રીયુત વીરચંદભાઈના, મુંબઈવાળા કાળીદાસભાઈના અને શ્રીયુત કડીયાના પૈસા આપી દીધા. તદ્ઉપરાંત મારી બે છોકરીઓનાં લગ્ન પણ સારી રીતે કર્યાં. શીવલાલભાઈના પૈસા તેમને આપવા માંડ્યા પણ તેમણે તથા તેમની પત્નીએ આજ સુધી લીધા નથી. આજે પણ તેમને ઘણીવાર પાછા આપવાનું કહેવા છતાં ન લીધાં હોવાથી મારે ત્યાં એમના પૈસા વ્યાજે પડ્યા છે. ખરી રીતે વ્યાપારક્ષેત્રમાં અને ખાસ કરીને પ્રેસ લાઈનમાં અમારી સાથેના પ્રેસ-માલિકોમાં અમે વધુ કુશળતા | |બતાવી શક્યા નથી. તેમજ કંકોતરી તથા સેન્સસ વિગેરેનો સપોર્ટ મળ્યાં છતાં તે ધંધાને વધુ ખીલવી શક્યા [નથી. ખરી રીતે જોઈએ તો વ્યાપારક્ષેત્રમાં અકુશળતાના મુખ્ય કારણરૂપ હિસાબની અનિયમિતતા, જાહેરજીવનનો મોહ, નિર્ણાયક શક્તિનો અભાવ, અને દૂરંદેશીપણાની ખામી આ કારણો છે. એટલે અમારા વ્યાપાર ક્ષેત્રમાંથી કોઈ ધડો લેવા જેવો નથી. આથી આ ક્ષેત્રમાં જે કાંઈ પણ પરિસ્થિતિ થઈ તેનું વર્ણન ન કરવું મુનાસિબ માનીએ છીએ. છતાં આર્થિક સ્થિતિમાં જે કાંઇ સુધારો થયો અને બે પૈસા મળ્યા તેની ।પાછળ સમયનો પલ્ટો, અને કુદરતી કેટલીક વારી, આ સિવાય બીજી કોઈ હોંશિયારી નથી. તેથી આ |સંબંધમાં કોઈ વિશેષ લખાણ લખવાની જરૂર નથી.
૩૬
વ્યવહારિક-સાંસારિક ક્ષેત્રમાં પણ મને ખાસ વિટંબણા પડી નથી. કેમકે શરૂઆતની મુશ્કેલી અને લગ્ન બાદ વિક્રમ સંવત ૨૦૦૦ સુધી ભણવા-ભણાવવાનો વ્યવસાય ચાલ્યો. આ વ્યવસાયમાં ઘરખર્ચ પૂરતું સારી રીતે મળી રહેતું. અને સોંઘવારી એટલી બધી હતી કે બધા વ્યવહાર શાંતિથી પતી શકતા હતા. મારા નાના ભાઈનાં લગ્ન મારી શરૂઆતની આવકમાંથી સારી રીતે પતાવ્યાં હતાં. અને તેનાં લગ્ન પછી ત્રણહુંચાર વર્ષ સાથે રહ્યા ત્યાર બાદ તેમને શરૂઆતમાં કાપડનો ધંધો કરાવ્યો હતો. તેમાં તે ન ફાવ્યા એટલે તેમને
જીવનની ઘટમાળમાં]
[૫૧