________________
તમારા ભાગીદાર વાડ ---
I
તમારા ભાગીદાર વીરચંદ નાગજીને છૂટા કરી દો અને સ્વસ્થ બનો. મેં કહ્યું, એમને છૂટા કરવા અને ધંધો, Jચલાવવા માટે ૨૦ થી ૨૫ હજાર રૂપિયાની જરૂર છે. શેઠે કહ્યું, હું બે દિવસમાં વિલાયત જઉં છું. આવ્યા? પછી મળીએ. મેં કહ્યું, તમે ભલે જાવ, પણ જો આપવાના જ હોય તો શ્રેણિકભાઈને કહેતા જાવ. અને ન! જ આપવાના હોય તો ના કહેશો, તો મને ખોટું લાગશે નહિ. શેઠે કહ્યું, હું આવો લેવડ-દેવડનો વ્યવહાર કરતો નથી અને તેમ કરી સંબંધ બગાડવા માગતો નથી. આમ જેમની પાસેથી આશા રાખી હતી તે ત્રણે Sજણાએ ઘસીને ના પાડી. આ સિવાય ચીમનલાલ મંગળદાસ તથા સગાઓમાં એક બે જણની થોડી આશા | lહતી. પણ જેઓ આપે તેવા હતા તેમણે ના પાડી આથી બીજાઓ પાસે માગણી કરવાનું માંડી વાળ્યું. ખૂબT 'મૂંઝવણ હતી. કારીગરોને આપવાના પૈસા ન હતા. વીરચંદભાઈનો તકાદો હતો ગવર્નમેન્ટનું સેન્સસનું કામ!
લીધું હતું તે પૈસાના અભાવે ન થાય તો પાછુ ખેંચાઈ જાય તેમ હતું. i પ્રેસમાં હું હાજરી આપી શકતો ન હતો. પૈસા મેળવર્તી માટે વલખાં મારતો. આ અરસામાં પોસ્ટમાંથી એક રજીસ્ટર આવ્યું. તે રજીસ્ટરમાં રૂ. ૧૦,૦૦૦ નો ડ્રાફટ હતો. પણ પોસ્ટમેને હું ન મળવાથી! તે રજીસ્ટર પાછું ધકેલ્યું. આ રજીસ્ટર કાલીદાસ ઝવેરીનું હતું. તેમણે કાગળ લખ્યા પછી વિચાર્યું કે સંબંધી! પાસે સંબંધી પૈસા ન માગે તો કોની પાસે માગે? તે વિચારી તેમણે આ રજીસ્ટર કર્યું. પણ તે પાછું ફર્યું. | આ રજીસ્ટર પાછું આવેલું જોઈ તેમણે મને કાગળ લખ્યો કે તમને ખોટું લાગ્યું હશે તેથી રજીસ્ટરj [પાછું આવ્યું લાગે છે. હું ફરી રજીસ્ટર કરું છું. અને આ પૈસા તમારી જ્યારે સગવડ થાય ત્યારે મોકલશો.. 'હું ઉતાવળ નહિ કરું. આ રજીસ્ટરથી મને રૂ. ૧૦,૦૦૦ મળ્યા.
આ અરસામાં મારે ચીમનલાલ કેશવલાલ કડીયા સાથે સારો સંબંધ હતો. ધાર્મિક, સમાજના અને તિથિ ચર્ચાના પ્રશ્ન અંગે અમે સામસામા હતા, પણ અંતરથી એકબીજા પ્રત્યે લાગણી હતી. એક બે વખત | તેમણે મારા પ્રેસ ઉપર તપાસ કરી અને જાણ્યું કે હું કોઈક મૂંઝવણમાં છું. તેમણે મને બોલાવી પૂછ્યું કે શી/ મૂંઝવણ છે? મેં પૈસાની મૂંઝવણ જણાવી. તેમણે મને રૂા. ૧૦ હજાર આપવાનું કહ્યું. પણ સાથે કહ્યું કે આ! પૈસા હું તમને દવાવાળાને ત્યાં મારા મૂકેલા છે ત્યાંથી ઉપાડીને આપું છું. તેનું વ્યાજ દોઢ ટકો છે. હું
ગરજવાન હતો. મેં કહ્યું, ભલે હું દોઢ ટકો આપીશ. આમ તેમણે મને રૂ. ૧૦,૦૦૦ આપ્યા. આ જાણી ; jતેમના મુનિમ શીવલાલ ત્રિભોવનદાસે મને કહ્યું કે પંડિતજી ! શેઠના રૂા. ૧૦,૦૦૦ રાખ્યા. તો મારા પણj છિ હજાર રાખો. શીવલાલભાઈએ પણ મને રૂ. છ હજાર આપ્યા. તેનું વ્યાજ પણ દોઢ ટકા લેખે નક્કી કર્યું.T 'આમ રૂ. ૨૬ હજાર મારી પાસે આવ્યા. આ ર૬ હજારમાંથી થોડા પૈસા વીરચંદભાઈને આપી તેમને શાંતી
કર્યા, અને બાકીના પૈસાથી પ્રેસનું કામ આગળ ચલાવ્યું. થોડા દિવસ બાદ શેઠ વિલાયતથી આવ્યા. તેમણે ! 'મને બોલાવ્યો અને કહ્યું કે તમે સેન્ટ્રલ બેન્કમાં રૂપિયા ૧૦૦ ભરી ખાતું ખોલાવો. તમને બેન્ક રૂપિયા પચીસ
હજાર આપશે અને તે પણ ડિસેમ્બર આખરે ખાતુ સરભર કરવાનું નહિ રહે. મેં બેન્કના મેનેજરને કહી દીધું jછે. મેં શેઠને કહ્યું, હવે મારે પૈસાની જરૂર નથી. પૈસાની જે વ્યવસ્થા થઈ હતી તેની વિગત મેં તેમને | 1જણાવી. તેમણે મને કહ્યું, તે પૈસા પાછા આપી દો અને ખોટું મોટું વ્યાજ ના ભરો. મેં કહ્યું, શ્રીયુત કડીયા) પવિગેરેએ મુશ્કેલીમાં મદદ કરી છે. એટલે હવે તેને પાછા ન અપાય. શેઠે કહ્યું, ભલે તે પણ રાખો અને આ પણ રાખો. ભવિષ્યમાં જરૂર પડશે તો કામ આવશે. મેં કહ્યું ના, મારો દીકરો જુદો રહે છે. પૈસાની છૂટ ; હોય તો મારા હાથે અને તેના હાથે ખોટા વપરાય અને દેવું વધી જાય. માટે મારે આ પૈસાની જરૂર નથી.'
=============================== [૫૦]
[મારાં સંસ્મરણો યાને ૫૦ વર્ષની જૈન શાસનની આછી રૂપરેખા
-
-
-
-
-
-
-
-
-
|
-
-
-
-
- -
- -
- -
- -
-
-
-
-
-
-
-
-
-
--