________________
સંસ્થાનું વર્ચસ્વ છે. અને સાધુ સંસ્થાની સંમતિ સિવાય કોઈ પણ ઠરાવના અમલનું કાંઈ પરિણામ નહિ! Jઆવે. શેઠે કહ્યું : જોઈએ, શું થાય છે? અને તે કરેલા ઠરાવોનો કંઈ અમલ થયો નહિ. આ સંમેલનમાં!
એક કમિટિ નીમી હતી. આ કમિટિને શિથિલાચાર ડામવાનું અને સાધુ સંસ્થાના ઉત્કર્ષ માટેનું કામ સોંપાયું. હતું. તેણે શરૂ શરૂમાં થોડી મિટિંગો કરી. પણ પરિણામ ન આવતાં આ કમિટિ બરખાસ્ત કરવામાં આવી.'
૩૫
મારે અમદાવાદમાં આગેવાન ગૃહસ્થો સાથે વધુ પડતો પરિચય રહેતો હતો. આ પરિચય તેવું Tગૃહસ્થોની સંસ્થાઓના કાર્યમાં મારી મદદને અંગે રહેતો. દરેકના કામ હું કરતો. પણ તેમની પાસેથી કોઈI
વળતરની આશા કે કમાણીનો લાભ મેળવતો નહિ. આ પરિચયથી તેમના દ્વારા સ્નેહી સંબંધીઓના કામ થઈ ! | શકે તો તેની ભલામણ કરતો પણ આ માણસો ખરે વખતે કામ આવશે કે કેમ? તેની પણ ચકાસણી તો ! jજરૂર કરતો.
સુરત છોડ્યા પછી કોઈ સ્થાયી નોકરી ન હતી ત્યારે શરૂઆતમાં પ્રેસ કરવાની ઇચ્છા રાખેલી. ત્યારેT મેં શ્રીયુત ભગુભાઈ શેઠ પાસે રૂપિયા પાંચ થી સાત હજારની માંગણી કરેલ કે તે રકમ મારે જોઈએ તો મને! આપશો. શેઠ આબુ જવાના હતા. તેમણે કહ્યું, હું આવ્યા પછી ગોઠવણ કરી આપીશ. મેં કહ્યું, વચ્ચે જરૂરી પડે તો આપે તેવી ભલામણ શ્રીયુત ફકીરભાઈને કરતા જાવ. તેમણે કહ્યું, સારું. તેમના ગયા પછી થોડા; jદિવસ બાદ મેં ફકીરભાઈને કહ્યું, રૂપિયા સાત હજાર જોઈશે. તે તેમણે આપ્યા. આ પૈસા મેં બે એક મહિના Jરાખ્યા. અને તે રૂપિયા શેઠને પ્રેસ લેવાની સગવડ થઈ નથી એમ જણાવી પાછા આપ્યા. અને જે વ્યાજ | થયું હોય તે વ્યાજ લેવાનું કહ્યું. શેઠે વ્યાજ લેવાની ના પાડી અને કહ્યું કે હમણાં તમારી પાસે પૈસા રાખો.1 મેં કહ્યું, જયારે જોઈશે ત્યારે ફરી માગીશ. અત્યારે જરૂર નથી. આ વાતથી મનમાં ગાંઠ બાંધી કે જ્યારે જરૂરી પડશે ત્યારે શેઠ ભગુભાઈ પાસેથી પૈસા મળશે.
આ ભગુભાઈ શેઠનો સંબંધ મારી સાથે ખૂબ ગાઢ રહ્યો. તે ડાહ્યા, વિચક્ષણ અને ખૂબ જ પરગજુI હતા. હું જોતો કે કોઈને પણ પોતાના વ્યાપારમાં કે ઘર વ્યવહારમાં મુશ્કેલી પડે ત્યારે તેઓની સલાહ લેતા.1 સંઘમાં કે જ્ઞાતિમાં કોઈ પણ પ્રશ્ન વિવાદાસ્પદ ઊભો થાય ત્યારે તેમની સલાહ અચૂક લેવામાં આવતી. | i શ્રીયુત ભગુભાઈ શેઠના આવા સારા સંબંધનો અનુભવ હોવાથી મને લાગ્યું કે પૈસાની ભીડ પડી
છે, પણ ઘણાની સાથે સારા સંબંધ છે. માટે તે ભીડ નડશે નહિ. આ સંબંધોમાં મેં શેઠ કસ્તુરભાઈ, શ્રીયુત | Jરતિલાલ પાનાચંદ અને મુંબઈના શ્રીયુત કાલીદાસ ઝવેરી આ ત્રણ તરફ મેં નજર દોડાવી અને શ્રીયુતા રતિલાલ તથા કાલીદાસભાઈને રૂા. દસ થી પંદર હજારની માગણી માટે પત્ર લખ્યો. શ્રીયુત કાલીદાસભાઈ ! તરફથી પત્ર આવ્યો કે તમારા દીકરા દીકરીઓ મને કાકા કહે છે. અને મારા છોકરાઓ તમને કાકા કહે છે. આપણા આ સંબંધમાં પૈસાનો વ્યવહાર કરવો તે સંબંધ બગાડવા જેવું છે. માટે સારા સંબંધ રાખવા માટે :
આપણે પૈસાના વ્યવહારથી દૂર રહેવું જોઈએ. આથી હું તમને પૈસા મોકલતો નથી. ખોટું ના લગાડશો.j Jરતિલાલ પાનાચંદનો પત્ર એવો આવ્યો કે અત્યારે અમારે મગફળીની સીઝન છે અને પૈસાની ખૂબ ખેંચ છે. 1માટે પૈસા મોકલી શકતો નથી. આ બન્નેનો જવાબ નકારમાં આવવાથી મેં કસ્તુરભાઈ શેઠ તરફ નજર દોડાવી! અને હું શેઠને શાહીબાગ તેમના બંગલે મળ્યો. મેં મારી સ્થિતિથી શેઠને વાકેફ કર્યા. શેઠે મને કહ્યું, તમે ================================ જીવનની ઘટમાળમાં
[૪૯]